________________
છે
અધ્યાય-૧૪
સનાતનધમકી જગશુરૂ શ્રી મધુસૂદનાશ્રમ મહારાજ પ્રશ્નસામુદ્રિકન ભાષચક્રનું વિવેચન કરતાં નીચે પ્રમાણે જણાવે છે -
સૂર્યનારાયણ. આપના આ પ્રશ્નના શુકન ફાયદો આપનારા છે. વિશ્વવેલામાં વધારે થશે, ગુમાવેલી ચીજ પાછી હાથ લાગશે. જેનાથી
નેહસંબંધમાં વિક્ષેપ પડે છે તેની સાથે પુનઃ પ્રેમપ્રસંગ પ્રાપ્ત થશે, પુત્રપ્રેમ અને સ્ત્રીને મળશે, જે કાર્ય કરવાની કલ્પના કરી છે તે આપ આનંદથી કરજે, પરંતુ અધીરા બનશે નહિં. એ કાય એવા પ્રકારે સફળ થશે, કે તેનાથી આપના અંતરમાં આનંદ છવાઈ જશે. આપ મંગળ ગ્રહનું વ્રત કરજે. શ્રી કામાખ્યાદેવીની સેવા કરજે. એથી આપના મનના મનોરથ રળશે. એની નિાશની આપને ઘેર ધકકા ખાય છે તે માનવીઓની તથા આપની પેઢીએ અડીંગા નાખી બેઠા છે તે મનુણોની આપને ફિકર છે, એમ સૂર્યનારાયણ સુચવે છે.
ચંદ્રમા. આપના પ્રશ્નના આ શુકન વિજય વરાવનારા છે. જે કાર્ય કરવાની ઉત્કંઠા રાખે છે તે કાર્યની નિર્વિને પૂતિ થશે. પતિપત્નિનું માંગલિક મિલન થશે, સારા સ્નેહીથી સ્નેહની વૃદ્ધિ થશે, અન્તઃકરણમાં એક છુપી ફિકર છે તે એક નારીથી નષ્ટ થશે. ધીરજ રાખજે, પુત્રની પ્રાપ્તિ અને દ્રવ્યની સિદ્ધિ થવા ઉપરાન્ત સૂર્યોદયની દિશાએથી પણ ફાયદો મળશે. ગુમાવી દીધે ફળલાભ ફરીથી સંપાદન કરી શકાશે. સહદેવતાની પૂજા કરજે. શ્રી કામાખ્યાદેવીની આરાધના કરજે. તેથી આપને મનવાંછિત વસ્તુ મળશે. એની સાબિતી આપના ગુહ્યપ્રદેશ પર સબ લાગે તલ છે, એમ ચંદ્રમા જણાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com