________________
૧૫૦
અધ્યાય - ૪
આપના મરથ સિદ્ધ થશે. આનું ચિહ્ન આપની સવ્ય કુખે તલ છે, એમ મહેશ્વર વદે છે. દત્તાત્રય,
આપને આ પ્રશ્ન પૂર્ણ પૂર્યપ્રસગે થયેલ છે. આ અપૂર્વ અવસરે શુભ શુકન છે. આપના ગ્રહમંદિરમાં પરિ વારનાં પારણું બંધાશે, કુટુંબકબિલામાં વ્યકિતની વૃદ્ધિ થશે ને આપનાથી શ્રેય બંધાશે. ધરતીને ફાયદે થશે, નિશાનને ન મળશે, સગપણને સંબંધ વધશે ને સન્મિત્રનું સંમિલન થશે. આજના દિવસથી ત્રણ માસ ઉત્તમ છે. ગુરૂમહારાજનું પુજન અર્ચન કરજે, કે જેના પુણ્યપ્રતાપે મનવાંક્તિ વસ્તુ મળશે. એની સાબીતી આપની વામાંગનાની પીઠ પર તલ છે એમ દત્તાત્રય દર્શાવે છે.
| ધર્મધુરંધર ધર્મગુરૂ શંકરાચાર્ય શ્રી કેશવતીર્થ સ્વામિજી ભાગ્યચક્રનું ભાગ્યાંકળ નિમ્નલિખિત દર્શાવે છે.
મહાસરસ્વતી. આ પ્રશ્નને ઉત્તર લાભદાયક છે. શુકન ફાયદો કરનારા છે. ઉરમાં રાખે છે તે ઇચ્છમાં યશ પ્રાપ્ત થશે. કુળદેવીની સેવા કરજે, અંતરમાં અભિલાષા પૂર્ણ થશે. લક્ષ્મીને લાભ મળશે. સન્મિત્રનું સંમેલન ભરાશે, જે સજન સ્નેહીને મળવાની મહત્વાકાંક્ષા છે તેનું સ્નેહમિલન થશે. હાલમાં વધારો થશે, મનની મુંઝવણ મટી જશે ને સુખશાંતિ મળશે. શ્રી બહુચરાજીની ભકિત કરજે. કાર્ય સફળ થશે. એની નિશાની આપની સવ્ય અંધાએ તલ છે, એવું મહાસરસ્વતી વદે છે.
મહાલક્ષ્મી. આપના પ્રશ્નનો ઉત્તર કયાણકારક છે. આ શુકન શ્રેય સાધનારા છે. કોઈ અન્ય ધંધાધાપામાં શ્રીની સિધિ થશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com