________________
૪૬
અધ્યાય-૫
મંત્રી.
હથેળીમાં ગરી, કંકણ ને મનુષ્યની મુખાકૃતિ અથવા કળશ સમાન ચિહ્ન જણાતું હોય તો તે મનુષ્ય સુખપ્રાપ્તિ કરનાર રાજમંત્રી બને. મહાધનવાન પ્રખ્યાત પુરૂષ.
જેની હથેળીમાં સૂર્ય, ચંદ્ર, વેલ, આંખ, અષ્ટકોણ, ત્રિકેણ, મકાન, હાથી, કે ઘોડ સમાન આકૃતિઓ જણાતી હોય તે મનુષ્ય હાથીધોડાની સાહ્યબીવાળા ને મહાધનવાન પ્રખ્યાત પુરૂષ થાય. વિદ્વાન, ધનવાન, ગુણવાન,
જે માણસના હાથના પંજની આંગળીઓમાં અંગુઠાની વચ્ચે જવચિન્હ સરખી આકૃતિ દેખાતી હોય તે મનુષ્ય સંસારમાં વિદ્વાન, ધનવાન, ગુણવાન ને જ્ઞાનવાન થાય. જીવનપર્યત તે વિવિધ જાતના સુખવિલાસ ભેગવવાને ભાગ્યશાળી થાય. કીતિ ને પ્રતિષ્ઠાવાન,
જે માણસના હાથના પંજાની વચલી આંગળીના મુળમાં અથવા અંગુઠાની પાસેની આંગળીના મુળની નીચે રેખાની મધ્યમાં જવચિહ્ન જણાતું હોય તે તે મનુષ્ય શ્રીમાન બની પત્નિપુત્રાદિકનું સુખ ભગવે. જગતમાં કીર્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી તે જીવનપર્યંત આનંદકલેલમાં રાત્રિ દિવસ પસાર કરે.
વાતચક અને ભાગ્યચક અવિચ્છિન્નગુરૂપરંપરાપ્રાપ્ત શંકરાચાર્ય શ્રી અમરેશ્વર ગુરૂ મહારાજ સામુદ્રિક જયોતિષશાસ્ત્રના ઘાતચન્દ્ર કે ભાગ્યચક વિષે વિવેચન કરતાં જણાવે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com