________________
૫૬
અધ્યાય-૬
રીતે હથેળીની રેખાઓને મથાળે માલમ પડે છે. આ આકૃતિ જ્યારે શ્રભુવનેા પર જાય છે, ત્યારે તે ગ્રહનાં ઘરેથી સુચિત થતા પ્રભાવને ઓછો કરી નાખે છે. હથેળીમાં જે ગુરૂદેવતાના દેવળ પર જવનું પ્રતિક જણાતું હોય તે તે મનુથની મહાત્વાકાંક્ષા મંદ પડેલી હોવાનું સમજાય છે તારકડી.
મનરેખા તથા પ્રજ્ઞારેખાની મધ્યમાં જે તારાની આકૃતિ જોવામાં આવે તો તેવા તારા જે જે ગ્રહનાં દેવળો તળે દેખાતા હોય તે તે પ્રહનાં સારી શ્રેણીનાં ફળ આપે છે. મનુષ્યના હાથની હથેળીમાં ચેકડીને આકાર અંતરરેખા ને પ્રજ્ઞારેખાની મધ્યમાં માલમ પડે છે. આ એકડી જાદુવિદ્યા, આધામિક કળા ને ગક્રિયા આદિ ગુખાનની આગાહી આપે છે. ગુપ્તજ્ઞાનની એ સૂચક નિશાની છે.
ચાતુર્વર્યશિક્ષક શંકરાચાર્ય શ્રી વિમાચાર્ય મહારાજ રેખાનિરીક્ષણમાં પ્રવાસરેખા, આરિરેખા તથા પેટાપ્રતિકો વિષે વિવેચન કરતાં જણાવે છે:-- પ્રવાસરેખા.
હથેળીમાં ચંદભુવન પર આડી આકૃતિઓ, મણિબંધમાંથી પ્રવેશ કરી આગળ જતા ઉભા આકારે ને આયુષ્યરેખામાંથી પ્રાકટય પામી ચંદ્રમાના ચોક પ્રત્યે ચાલતાં પ્રતિકે પરથી જમીનની અને જળની મુસાફરીઓ સ્પષ્ટ થાય છે.
પર્યટનપ્રતિક ઉંચું વધતું જતું હોય તે પ્રવાસ ફાયદાકારક નીવડે છે. પ્રતિક નીચું જતું હોય તો પ્રવાસ નુકશાનકારક નીવડે છે. આવી જતના આકારોને અંતે ચોકડીનું ચિહ્ન નજરે પડતું હોય તે મુસાફરી દરમ્યાન અણધાર્યો અકસ્માત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com