________________
૪૦
અધ્યાય-૪
--૫# પહોંચાના પ્રતિકો : શ્રીમત્પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી ચિકિતદૈ શકાચાર્યજી માનવના પહોંચાનાં પ્રતિક વિષે વિવેચન કરતાં કથે છે, કે જે માણસના હાથના પહોંચાની હથેળીમાં બે માછલાંના આકારે દેખાતા હોય તે માણસ દુઃખ વિનાનો, અનાજનું દાન દેનાર સદાવ્રતિ કે અન્નક્ષેત્ર રાખનાર તથા યજ્ઞાદિ ક્રિયાઓ કરાવનાર હેવો જોઈએ.
જેના હાથમાં વજુની નિશાની હોય તે માણસ શ્રીમાને થાય છે.
હથેળીમાં એક માછલાના ચિહ્નવાળા બુદ્ધિશાળી, સાક્ષર ને સારે વ્યાખ્યાતા હોય છે.
જેના હાથના પહોંચાની હથેળીમાં પાલખી, મ્યાન, હાથી, ઘોડો, છત્ર, ચામર, કમળફુલ, શંખ ને સૂર્યનાં ચિહ્ન હોય તે માણસ રાજા અથવા મહારાજા થાય છે.
જે માણસના હાથની હથેળીમાં કુંડ, વાવ, દેવાલય, ત્રિદેણ, સિંહાસન, ને ચંદ્રમાની આકૃતિ જણાય છે તે માણસ ધાર્મિક આચારવિચારનો યજ્ઞયાગાદિ ને માંગલિક કાર્યો કરનાર હોય છે.
જે માણસના હાથના પહોંચાની હથેળીમાં તરવાર, તેમર, ફરશી, ભાલ, ચક્ર, ઢાલ, ને ધનુષ્યબાણ ઇત્યાદિ આયુધો દષ્ટિગોચર થાય છે તે માણસ ક્ષત્રિય યોધો કે લશ્કરમાં યુદ્ધ કરનાર યોધે થાય છે.
હથેળીમાં પ્રજ, મગર ને ભંડારનાં ચિહ્નવાળો મનુષ્ય ધનપતિ થાય છે. મેના, પાલખી, ગાડીડા કે થના ચિહ્નને ધારણ કરનાર વાહનસુખ ભેગવનાર હોય છે. હથેળીમાં ઘરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com