________________
હસ્તસામુદ્રિક
૪૧
આકાર ધરાવનાર મકાન-મિલ્કતથી સુખી હેાય છે. હથેળીમાં મુદ્બરના પ્રતિકવાળા માણુસ છલકપટથી પૂર્ણ હાય છે.
જેના હાથની હથેળીમાં પહાડ, યાનિ, ગગરા, ક’કહ્યુાકાર, મનુષ્યશિર કે ત્રિશૂળની નિશાની ઢ઼ાય તે માણુસ દિવાન, વજીર, પ્રધાન, સચીવ, કારભારી, વહીવટદાર, મંત્રી કે એવી કાઇ માટી પદ્દીવાળા અધિકારી હેાય છે.
હુથેળીમાં સ્વસ્તિક, અષ્ટકાણુ કે વનની વેલની આકૃતિને ધારણ કરનાર મનુષ્ય લક્ષ્મીનંદન, વિલાસવિહારી અને સુખભેગ ભગવનાર ધુરંધર ધંધાદારી હૈાય છે.
રાક્ષસની મુખાકૃતિ અર્થાત્ અસુરવદનની આકૃતિ ધરાવનાર માનવ ધનહીન, આબરૂ ગુમાવનાર અને કપટી હોય છે.
હથેળીમાં ત્રાજવાની આકૃતિવાળા માણસ વહુબ્યાપાર ખેડનાર, ધારાશાસ્ત્રી કે ન્યાયમૂર્તિ થાય છે.
હથેળીમાં વીછી તે સાપને આકાર ધરાવનાર ઝેરી આષધે તૈયાર કરનાર કે ઉપયાગમાં લેનાર, અરણ્યવાસી કે ખુની હાય છે. હથેળીમાં તેર, માળા, ગામડું કે યજ્ઞવેદીની આકૃતિ ધરાવનાર મનુષ્ય નાયક, ગામનેતા, આગેવાન, અગ્રેસર કે ભાષણકર્તા હૈાય છે.
બાણુ, બંદુક કે વાવટાના આકારે જેતી હથેળીમાં હાય છે તે માણસ રાજપુત સેનાનાયક કે ફેજલશ્કરમાં સેવા બજાવનાર વીરનર હેાય છે.
હથેળીમાં બળદિયાની નિશાનીવાળે મનુષ્ય ખેતી કરનાર કે જમીનદાર હોય છે. તે તારા આકાર કે ચાંદનીની આકૃતિ ધરાવનાર માણસ મેટા ભાગી કે મહાન યોગી હેાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com