________________
સમારેહના અતિથિવિશેષ શ્રીમાનું જવાહર મોતીલાલ શાહ
સ્પેશ્યલ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ (S.E.M.) જેમના જીવનમાં નાનપણથી જ સેવાની જ્યોત જલવા લાગી અને તે દિન-પ્રતિદિન વિશેષ પ્રજ્વલિત બનતી ગઈ તે સેવાપરાયણ શ્રીમાન જવાહરભાઈનો પરિચય કરાવતાં અમને આનંદ થાય છે.
માલેગામના અગ્રગણ્ય નાગરિક શ્રીમાન મેતીલાલ વીરચંદ શાહને ત્યાં સને ૧૯૪૦ માં તેમનો જન્મ થયે. માતાનું નામ જાનકીબાઈ. પિતાની સેવાપરાયણતા અને માતાની ધર્મપરાયણતા બંનેને તેમને વારસે મળે, તેમ જ તે વખતના વાતાવરણમાંથી તેમને રાષ્ટ્રીય ભાવનાને રંગ પણ સારા પ્રમાણમાં ચડ્યો.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માલેગામમાં લીધા પછી તેઓ મુંબઈમાં આવ્યા અને સીડનહેમ કેલેજમાંથી સને ૧૯૬૪ની સાલમાં બી. કોમ. થયા. ત્યાર પછી તરત જ તેમણે રંગ અને રસાયણના ધંધામાં ઝુકાવ્યું. તે સાથે સૂતરનો ધંધો પણ વિકસાવ્યું અને પેઢીઓ તથા કંપનીઓને નાણાનું ધીરાણ કરવા માંડયું. એક કુશળ વ્યાપારીમાં જે ગુણ જોઈએ, તે બધા ગુણોથી તેઓ સંપન્ન હતા, એટલે તેઓ દિન-પ્રતિદિન પ્રગતિ કરવા લાગ્યા અને લાભ તથા યશ બંનેના અધિકારી બન્યા.
સને ૧૯૬૪ ની સાલમાં તેઓ શ્રીમતી માયાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. જીવનના આદર્શો અને સંસ્કારોની સમાનતાને લીધે તેમનું લગ્નજીવન સુખી નીવડ્યું. આજે તેઓ બે પુત્રરત્નના પિતા છે.
શ્રી જવાહરભાઈએ વ્યવસાયના વિકાસની સાથે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં રસ લેવા માંડયો અને ધાર્મિક પ્રત્તિઓમાં પણ દિલચસ્પી દાખવી. આજે મહારાષ્ટ્રમાં “યુવક બિરાદરી” નામની એક મેટી સંસ્થા ચાલે છે, જે યુવકને જુદા જુદા પ્રકારનું શિક્ષણ આપે