________________
આ સિવાય તેઓ બીજી પણ કેટલીક પેઢીઓનું મુંબઈ તથા કલકત્તા ખાતે સંચાલન કરે છે.
સને ૧૯૩૭ની સાલમાં શ્રી જયંતિભાઈ શ્રીમતી મરઘાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને ત્રણ પુત્રો તથા ચાર પુત્રીના પિતા બન્યા. સને ૧૯૬૪ ની સાલમાં તેમના ધર્મપત્નીને સ્વર્ગવાસ થતાં તેમણે માતા અને પિતા બંનેનું કર્તવ્ય બજાવી ગૃહજીવનનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું.
શ્રી જયંતિભાઈ એ વ્યવસાયના વિકાસની સાથે શિક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં રસ લેવા માંડ્યો અને પોતાના લઘુબંધુ શ્રી અનોપચંદભાઈ તથા શ્રી પૂનમચંદભાઈના સાથ-સહકારથી પોતાના વતનમાં “ભૂરીબહેન રાજપાળ બાલમંદિર ” “રાજપાળ પુરુષોત્તમ જન વાડી” તથા “માતુશ્રી ડાહીબહેન રાજપાળ કન્યાવિદ્યાલય” નામની ત્રણ સંસ્થાઓ સ્થાપી આત્મસંતોષ અનુભવ્યો.
તેઓ મૂળી પ્રજામંડળના પ્રમુખ છે, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ-માટુંગા તથા અ. નં. જૈન પાઠશાળા–માટુંગાની કારબારીના સભ્ય છે, સૌરાષ્ટ્ર વીશા શ્રીમાળી પ્રગતિ મંડળ-કલકત્તાના પેટ્રન છે અને શ્રી મુંબઈ ચીમન છોત્રમંડળના આજીવન સભ્ય તથા કાર્યવાહક સમિતિના સભ્ય છે. છેલ્લાં ચાર વર્ષ તેઓ તેના પ્રમુખ પણ હતા. શેઠ ચીમનલાલ નગીનદાસ શતાબ્દી સ્મારક નિધિમાં તેમણે નોંધપાત્ર ફાળો આપે છે અને તેની કાર્યવાહીમાં ઊંડો રસ લીધેલો છે. વિનય, વિવેક, વ્યવહારકુશળતા અને ઉદારતાને લીધે તેઓ મિત્રમંડળ તથા સંબંધીવર્ગમાં ઘણું આદરભર્યું સ્થાન પામેલા છે.
તેઓ અમારી સાહિત્યપ્રવૃત્તિમાં પ્રથમથી જ સારે રસ લે છે અને આ વખતે સામાયિક-વિજ્ઞાનસમર્પણ–સમારેહમાં અતિથિવિશેષ તરીકે પધારી રહેલ છે, તેથી અમને ખૂબ ખૂબ આનંદ થયે છે.