________________
મદદ કરે છે. આવી રીતે તે હંમેશાં કૃપા કરતા જ રહે છે. તો પણ જીવ વિષયોથી અંધ હોય છે કે તેમણે કરેલી કૃપાને તે જોતો જ નથી. જો તે કૃપાને જુએ તો તેની વૃત્તિ ભગવાન તરફ આપોઆપ ફરે.
ઉપર પ્રમાણે જીવને પરમાત્મા સાથેના પોતાના છ સંબંધોનું જ્ઞાન થાય તો તેનો પરમાત્મા પ્રત્યે પ્રેમ સ્વાભાવિકપણે પ્રગટ થાય. આ પ્રેમ સ્વાભાવિક હોવાથી શુદ્ધ હોય છે. આ પ્રેમમાં કાંઈ ફળની ઈચ્છા નથી. તે અહેતુકી છે. સુખ, ભય વગેરે કોઈ પણ હેતુ સ્વાભાવિક પ્રેમમાં હોઈ શકે નહિ પોતાની ઉપર પોતાનો પ્રેમ નિર્દેતુક, સ્વાભાવિક અને નિરંતર હોય છે અને તે પરમ પ્રેમ હોય છે. બીજા પર પ્રેમ એટલો ન હોઈ શકે જેટલો પોતાની પર હોય છે. બીજા પર પ્રેમ કરવામાં કૈક ને કેક ફળની ઈચ્છા અવશ્ય હોય છે. પછી ભલે એ સુખની હોય. પરમાત્મા પ્રત્યે પ્રેમ થાય તો એની વૃત્તિ એમનામાં જ હોય છે કેમકે ત્યાં પરમ સુખનો અનુભવ છે. પછી વૃત્તિ વિષય તરફ જશે જ નહિ. આસક્તિ ન હોય તો દુ:ખ કયાંથી?
૩. દેશના
રાજકોટ, ર૦૩૧, વ વ. ૧૩ આત્મા અને તેનો ઉપયોગ-જ્ઞાન વ્યાપાર (જ્ઞાનને શેયની સાથે જોડવું તે ઉપયોગ) તેની જ કિંમત છે. તે ઉપયોગને ઓળખો, તેની કિંમત કરો અને અવળે માર્ગે વહેતા તે ઉપયોગને સ્વમાં સ્થિર કરો.
ભલે અનાદિના ઝગડા જડ ચેતનના હોય પણ જડને જડના સ્થાને સ્થાપો. ચેતનને ચેતનના સ્થાને સ્થાપો. ઝગડા મટી જશે. આપણી માન્યતા બેની મિશ્રતાવાળી છે તેથી તે બન્નેને ઝગડા થાય છે અને ચેતન દુઃખી થાય છે.
આ વાણી સાંભળી સાધકને થયું અહો ! પરમાત્મા તારી વાણી ધન્ય છે. હવે મને સૂઝ મળી. ધન્ય છે મને. આનંદ-આનંદ-આનંદ.
તારું કર્તુત્વ તું ભૂલી ગયો છું એટલે પરના કર્તૃત્વમાં પડી ગયો છું, હવે વિભાવના કતૃત્વથી પાછો ફ૨. સ્વમાં સ્થિર થા. તને આત્મસાક્ષાત્કાર થશે.
આ.વ. ૨ આ જગતમાં કોઈ કોઈનું નથી' આ વાક્યને તારા અંતરાત્મામાં સ્થિર કરી દે. પછી જીવનના છેડા સુધી જીવો તરફનું દુધ્ધન મટી જશે. મમત્વ મારે છે, એ છૂટશે ત્યારે સ્વનું મમત્વ જાગશે અને આત્મામાં સ્થિર થઈશ.
૪. અમૂલ્ય વસ્તુ આત્મા દેહથી ભિન્ન છે, એમ સમજ. આત્મા એ અમૂલ્ય વસ્તુ છે. અને તે તારી પાસે જ છે. પણ તેનું મૂલ્યાંકન યોગી જગતમાં સર્વોપરિ છે, ભોગી જગતમાં તે યત્કિંચિત્ છે, તારું લક્ષ્ય પણ તેના મૂલ્ય તરફ નથી, ઉપેક્ષા છે, પણ ઉપેક્ષા કરીશ તો એ મૂલ્યવાન વસ્તુ તારા હાથમાં પ્રાપ્ત નહિ થાય. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org