________________
આત્મા ચિત્તને સ્વમાં સ્થિર કરે અર્થાતુ, આત્મા આત્મામાં સ્થિર થાય ત્યારે તેમાં આઠ રસો ભળે ત્યારે એક એક રસનો આનંદ અદ્વિતીય હોય છે. અને તે રસોથી પુષ્ટ બનેલો આત્મા છેવટે નવમાં શાના રસાધિરાજને પામે ત્યારે આત્માના આ અપૂર્વ રસમાં ડૂબેલો પોતે અદ્વિતીય આનંદ રસમાં તરબોળ બનેલો સમાધિરાજને પામેલો લાંબો કાળ સુખને અનુભવે છે.
આત્મામાંથી આઠ રસોને મેળવવાનું વિજ્ઞાન. આધ્યાત્મિક નવ રસ છે.
નવ રસો છે. ૧. કરુણ રસ ૨. રૌદ્ર રસ ૩. ભયાનક રસ ૪. બીભત્સ રસ ૫. હાસ્ય રસ ૬. શૃંગાર રસ ૭. અદ્ભુત રસ ૮. વીર રસ ૯. શાન્ત રસ
૧. શૃંગાર રસ-આત્મભાવમાં રતિ-આનંદ તે શૃંગાર રસનો સ્થાયીભાવ છે. ૨. કરુણ રસ-સંસારી જીવોની દયા-તેનો સ્થાયીભાવ ઉદાસીનતા સ્વરૂપ શોક છે. ૩. ભયાનક રસ-પાપથી દુઃખ થશે તેમ જાણવા છતાં ન છોડે તે-તેનો સ્થાયીભાવ ભય. ૪. બીભત્સ રસ-વિષયો વિષ્ટારૂપ છે તેમ માનવા છતાં ન છોડે તે સ્થાયીભાવ જુગુપ્સા. ૫. રૌદ્ર રસ-કષાયોથી રૌદ્રતા આવે તે તેનો સ્થાયીભાવ ક્રોધ છે. ૬. હાસ્ય રસ-સંસાર હસવા જેવો લાગે તે તેનો સ્થાયીભાવ હાસ્ય છે. ૭. વીર રસ-અપ્રમત્તપણે સંયમમાં પરાક્રમ ફોરવે તેનો સ્થાયીભાવ ઉત્સાહ છે. ૮. અભુત રસ-કર્મના ન્યાયથી સંસાર અભુત લાગે છે તે તેનો સ્થાયીભાવ વિસ્મય છે. ૯. શાંત રસ-રસાધિરાજ-તૃષ્ણાનો ક્ષય-સમતાનો ભાવ તેનો સ્થાયીભાવ તે શાંતરસ છે.
જયારે આત્મા સ્વમાં સ્થિરતાને પામેલો વીર રસમાં તરબોળ હોય છે ત્યારે જ્ઞાન મુદ્ગરનો ઉપયોગ કરી કર્મોને ખંખેરવામાં, ઝુડવામાં તે (વીર) રસનો ઉપયોગ કરે છે.
જયારે આત્મા બીભત્સ રસમાં તરબોળ હોય છે ત્યારે જડભાવ તરફથી મોં ફેરવી પોતાની સમ્યગુ દષ્ટિનો ઉપયોગ કરી આત્મભાવ-સ્વ ભાવમાં સતત સ્થિર બનવામાં તે રસનો ઉપયોગ કરે છે.
જયારે આત્મા શૃંગાર રસમાં તરબોળ હોય છે ત્યારે આત્મા જડની શોભાથી નીરસ બની પોતાના ચારિત્ર-સદાચાર મિત્રની સહાયથી આત્મા પોતાના આત્મ-ગુણોનો શૃંગાર-શોભાને નિરખવામાં તે રસનો ઉપયોગ કરે છે.
જયારે આત્મા કરુણરસમાં તરબોળ હોય છે ત્યારે આત્મા જડ ભાવમાં ગયેલા આત્મા પ્રત્યે પરમાત્માની કરુણાભાવ (સવિ જીવ કરું શાસન રસી)ની સહાયથી દયાર્દ બનેલો સ્વભાવમાં પાછો લાવવા આ રસનો ઉપયોગ કરે છે.
૧૩. વીર રસ
શ્રા.વ. ૨ આત્મામાં સ્થાયીભાવ વિભાવ, અનુભાવ, સંચારીભાવ આ ત્રણ ભાવો છે. તેમાં સ્થાયીભાવ એક
સાધકનો અંતર્નાદ
140
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org