________________
નમવા યોગ્ય બન્યા છે. તેઓએ આખા જગતને ખમીને પોતાના હૃદયમાં ધારણ કર્યું છે, એવું વિશાળ હૃદય તેનું જ બની શકે કે જેમનામાં ક્ષમા હોય. માટે જ એ ગુણને પ્રગટાવનાર પર્વ તરીકે પર્યુષણા પર્વ છે, જેનો અર્થ થાય છે આત્માની સમીપમાં વસવું. આત્માની સમીપમાં વસવા પ્રથમ આખા જગતમાં પહોળા થવું પડે, વિસ્તરવું પડે પછી સંકોચ પામીને આત્મામાં વસી શકાય છે. જે વિસ્તર્યો નથી તેને સમાવાનું શેમાં ? આખા જગતની સાથે મળીને (અભેદ સાધીને ક્ષમાપના દ્વારા) સ્વનું મિલન કરે તે સાચું મિલન છે, મધુર મિલન છે. એકલો પોતાનું મિલન કરે છે (આત્માનો અભેદ પરમાત્મા સાથે સાધે છે) તે શુષ્ક મિલન છે, તેમાં મધુરતા નથી આનંદ નથી. એકલો જમી લે તેનો આનંદ ક્ષણભરનો હોય છે પણ અનેકની સાથે મળીને ભોજન કરનારનું જમણ મધુર બને છે તેમ.
જીવ એકલો રહી શકતો નથી અને કોઈને સહી શકતો પણ નથી માટે જ તેનું જીવન અકારું બને છે. તેથી નમો અને ખમોની સાધના કરે તો તેનું જીવન આનંદમય બનશે.
નમો અને ખમોથી વ્યવહાર અને નિશ્ચય બંને સધાય છે. આ બે ગુણ વિના વ્યવહાર પણ સધાતો નથી અને નિશ્ચય પણ સધાતો નથી.
ધર્મની શરૂઆત જ નમોથી થાય છે અને અંત પણ જીવો સાથે અભેદ થતાં તાત્ત્વિક નમસ્કારમાં થાય છે. નમવામાંથી છેલ્લે જીવો સાથે પરિણમવાનું છે, અભેદ થવાનું છે ત્યાં સુધી વચ્ચે ક્ષમા જોઈશે. અર્થાત્, ધર્મના પ્રારંભ પછી જીવો સાથેના સંબંધમાં મધ્યમાં, વચ્ચેના સમયમાં ક્ષમા જોઈશે. તો જ તાત્ત્વિક નમસ્કારરૂપ અભેદ સાધી શકાશે અને એ અભેદથી સમગ્ર જીવરાશિ સાથે ઐકયને અનુભવનાર આત્મા શીઘ્ર મુક્તિના પંથને કાપે છે અને ત્યાં પહોંચી જાય છે.
ક્ષમા પ્રગટાવવા માટે જ ઉપાયો તરીકે મૈત્રી આદિ ચાર ભાવનાઓ છે આત્મસમદર્શિત્વ ભાવ વિગેરે છે. જો ક્ષમા જાય તો સમકિત પણ જાય. અર્થાત્, ક્રોધને સકિતનો નાશ કરનાર કહ્યો છે. કેમકે ક્ષમા જાય એટલે જીવો પ્રત્યેનો આત્મસમદર્શિત્વ ભાવ ટકે નહિ અને તે ભાવ જાય એટલે દર્શન ગુણ ટકે નહિ.
૧૬. ક્ષમાપના પર્વ
શ્રા.વ. ૧૩
ક્ષમાપના હંમેશા કરવી જોઈએ. જીવોથી એક ક્ષણ પણ ભેદમાં ન રહેવું જોઈએ. જયાં બીજા જીવોના દુઃખનું કારણ બનીએ છીએ ત્યાં તેની સાથે ભેદ થઈ જાય છે. એ ભેદ જ આપણી દુર્ગતિનું કારણ છે માટે જ પ્રતિદિન સવાર-સાંજ બંને વખત તૂટી ગયેલા સંબંધને જોડવા માટે ‘લામંમિ સવ્વનીવ’’નું સ્મરણ અવશ્ય કરવાનું હોય છે, જેથી પ્રતિક્રમણને આવશ્યક કહ્યું છે.
તે સ્મરણ એટલા માટે કરવાનું કે જીવો સાથેનો સંબંધ તોડીને આપણે એક નાની પણ ધર્મક્રિયા શુદ્ધ કરી શકતા નથી માટે કોઈ પણ અનુષ્ઠાનની પહેલાં જીવો સાથેના તૂટી ગયેલા સંબંધને જોડવા માટે “ઈરિયાવહી પડિક્કમવાના'' હોય છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
143
www.jainelibrary.org