________________
૨૫. સકલ સર્વી હિતાશય
વૈ.શુ. ૧૦, આરાધના ધામ સકલ સત્ત્વ એટલે સમગ્ર જીવરાશિ, તેના હિતનું પરિણામ.
આ વિશ્વમાં જડ અને ચેતન એ બે દ્રવ્યો મુખ્ય છે. બીજા ચાર દ્રવ્યો તેનાં સહાયક દ્રવ્યો છે, જડ ચેતનથી ભરેલા આ વિશ્વમાં જડ કરતાં ચેતનની કિંમત વધારે છે. જે કાંઈ ચક્ષુથી નજરે પડે છે તે બધું ચેતનનું સર્જન છે.
આપણે આ બે દ્રવ્યથી ભરેલા વિશ્વમાં રહીએ છીએ અર્થાતુ, મુસાફરી કરીએ છીએ. તે બંને દ્રવ્યો સાથેના સંબંધમાં કેવી રીતે રહેવું તેને શીખવનાર પરમાત્મા છે અર્થાત્ તેને જ ધર્મ કહેવાય છે કે બંને દ્રવ્યો સાથે સંબંધમાં આવેલા છે તો કેવી રીતે સંબંધ કરવો ? જેથી રાગ, દ્વેષાદિ જે આત્મધર્મ પ્રગટાવવા માટે બાધારૂપ છે તે બાધા ન કરે. એ માટે પ્રભુએ વ્યવહાર ધર્મ પ્રયોજ્યો છે. વ્યવહાર ધર્મ છઠ્ઠા ગુણઠાણા સુધી છે. માટે આપણે આત્મધર્મ પ્રગટાવવા પ્રથમ વ્યવહાર ધર્મની શુદ્ધિ કરવી જોઈએ.
એ વ્યવહાર ધર્મમાં જડ ચેતન સાથેનો વર્તાવ કેવો જોઈએ એ શીખવાનું છે.
પરમાત્માએ કહ્યું છે કે જડ પ્રત્યે વૈરાગ્ય કરવો અને ચેતન પ્રત્યે રાગ કરવો. જડ વસ્તુ પાંચ ઈન્દ્રિયોના વિષયો છે, જે જગતમાં ભરપૂર પડ્યા છે. તેના પ્રત્યેનું આકર્ષણ-રાગ, ચેતન એવા આપણને હંફાવી દે છે અર્થાતુ, તેને પરવશ પડેલો આત્મા પોતાના ધર્મને ભૂલી જાય છે. માટે જડ વિષયો પ્રત્યે શુભાશુભમાં મધ્યસ્થ રહેવું અર્થાતું, સારામાં રાગ અને નરસામાં ઠેષભાવ કરીને આત્માને મલિન ન કરવો પણ જ્ઞાતા-દ્રષ્ટાભાવે રહી સ્વ-ભાવમાં રહેવું. વિષયો તે વિભાવ છે. આત્માના ઘરની વસ્તુ નથી. આ તો જડ સાથે રહેવાનું બન્યું છે માટે સાચવીને તેની સાથે રહીને આપણું (આત્માનું) સિદ્ધિરૂપકર્મમુક્તિરૂપ કાર્ય સાધી લેવાનું છે.
આ રીતે જડ સાથેનો વ્યવહાર ધર્મ, જ્ઞાતા-દ્રષ્ટાભાવે મધ્યસ્થ રહીને જડના સંબંધમાં રહ્યા છતાં પણ ચેતનનું જ કાર્ય કરવા માટે બતાવ્યો છે. માટે વિભાવમાં પરિણામને સાચવવાનાં છે. મલિન વૃત્તિઓને ઉત્પન્ન કરનાર વિભાવ છે, માટે ચેતને તેમાં ખૂબીથી પોતાનું કાર્ય કરી લેવાનું છે. સાથે રહેવું અને ખૂબી ન આવડે તો પોતાનું કાર્ય બગડે છે. વ્યવહાર ધર્મ ચેતનના કાર્યમાં સફળતા મેળવવા માટે અવિનાભાવી છે અર્થાતુ, વ્યવહાર ધર્મ વિના ચેતનનું કાર્ય થનાર નથી.
ટૂંકમાં જડ પદાર્થો જે પાંચ ઈન્દ્રિયોના વિષયો છે તેની સાથેના સંબંધમાં જ્ઞાતા-દ્રષ્ટાભાવે રહેવું. ઈન્દ્રિયોનો સ્વભાવ જ્ઞાન કરવાનો છે અને છ મન જો તેમાં દલાલી ન કરે તો તે પોતે જ્ઞાનના સાધનરૂપ બને. નિર્જીવ બિચારી ઈદ્રિયો કાંઈ કરી શકતી નથી. પણ મન દલાલી કરે કે “આ સારું છે, આ ખરાબ છે માટે તેમાં રાગ-દ્વેષ કર. પણ તે વખતે મનને રાગ-દ્વેષના વિષયો, પદાર્થો એવા સામે ધરી દઈએ કે આત્માને કંઈ પણ નુકસાન ન થાય. અર્થાતું, આત્માને હિત કરનાર દેવ, ગુરુ, ધર્મ, આત્મા આદિ ઉપર રાગ કરવો અને આત્માનું અહિત કરનાર મોહાદિ ઉપર દ્વેષ કરવો. આ રીતે રાગસાધકનો અંતર્નાદ
157
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org