________________
બીજાના વિચારમાં રત હોય છે કારણ કે પરાર્થનું વ્યસન લાગેલું છે તેથી મારે શું? એ વિચાર તેમના અંતરાત્માને સ્પર્શતો જ નથી તે કારણે જીવોના દુઃખનું શ્રવણ, દર્શન અકારું બને છે અને પોતાના સમ્યગુ બોધથી ખ્યાલ આવ્યો છે કે દુઃખ મુક્તિનો સત્ય માર્ગ હયાત છે તેથી હું કર્મ મુક્તિના માર્ગે એકલો ચાલીને સ્વાર્થી ન બની શકું. મારા આત્મીયોનું શું? તે માટે ઉપાય જો પોતાને કરવાનો હોત તો બધાને મોક્ષે પહોંચાડીને પછી જ પોતે એ માર્ગે જઈ સાધનાથી સિદ્ધિ મેળવત. પરંતુ ઉપેય તૈયાર છે, પણ ઉપાદાન પોતાનું જ તૈયાર જોઈએ, માટે માર્ગ ચિંધવાનો જ રહ્યો તેથી તે સતત ચિંતામાં છે કે કયારે હું બધાને મોક્ષનો માર્ગ બતાવું અર્થાતું, સુખના માર્ગરૂપ શાસનના રસિક બનાવું આ છે ટોચની અરિહંત પરમાત્માની કરુણા. છે. ગુરુ સંબંધી ઉપદેશ
કા.વ. ૭, ૨૦૪૬ ગુરુએ અસાધારણ પુરુષ છે, દિવ્ય પુરુષ છે. ગુરુને બુદ્ધિના તોલે ન તોલાય, શ્રદ્ધાના તોલે તોલાય. બુદ્ધિ એ દ્વન્દ્ર કરવાના સ્વભાવવાળી છે, અક્કલ એ સમન્વય કરવાના સ્વભાવવાળી છે.
અક્કલ એટલે ડહાપણ, એકલી બુદ્ધિ એટલે ગાંડપણ. બુદ્ધિ મદ કરાવે છે, નશો ચઢાવે છે. અક્કલ નમ્રતા લાવે છે, નશો ઉતારે છે. અક્કલવાળી બુદ્ધિ મોક્ષ માર્ગે પ્રયાણ કરાવે છે.
એકલી બુદ્ધિ સંસારમાં રખડાવે છે, સંસાર માર્ગે પ્રયાણ કરાવે છે. બુદ્ધિએ, ઉદ્ધતાઈ અને ઉશૃંખલતાને સારી પ્રગટાવે છે, અક્કલ શ્રદ્ધાને જન્માવે છે, બુદ્ધિ મિથ્યાત્વને જન્માવે છે. શ્રદ્ધાની તુક્કલ ઊંચે ઊંચે આકાશમાં ઊડે છે.
બુદ્ધિની તુક્કલ પોતાની જ ચારે બાજુ આસપાસ ભમ્યા કરે છે, થોડું પ્રયાણ કરે તો પણ પાછી જ આવે છે. લક્ષ્યવેધક બનતી નથી, લક્ષ્યને સિદ્ધ કરનારી બનતી નથી. બુદ્ધિ એ ખોળિયું છે, અક્કલ એ પ્રાણ છે. શ્રદ્ધા પ્રાણ સાથે સંકળાયેલી છે. શ્રદ્ધા અક્કલમાં ભળે પણ બુદ્ધિમાં ન ભળે, અક્કલ હોય ત્યાં શ્રદ્ધા હોય, પણ શ્રદ્ધા હોય ત્યાં બુદ્ધિ ન હોય.
બુદ્ધિ જડ છે, અક્કલ એ જ્ઞાન છે, ચેતન છે. બુદ્ધિ સ્વાર્થ માર્ગે પ્રયાણ કરે છે, તુચ્છતાને દીપાવે છે. અક્કલ પરમાર્થમાં પ્રયાણ કરાવે છે, ઔચિત્યને વધારે છે, શ્રદ્ધાને પુષ્ટ કરે છે.
બુદ્ધિ લકિક પદાર્થોને સિદ્ધ કરે છે. શ્રદ્ધા પરમ તત્ત્વને સિદ્ધ કરે છે.
બુદ્ધિ પ્રત્યક્ષ-અનુમાન અને ઉપમાન પ્રયાણ સુધી જ પહોંચે છે જ્યારે શ્રદ્ધા ચારે પ્રમાણમાં ફેલાઈને રહે છે. બુદ્ધિશાળી માણસો જડતાનો અનુભવ કરે છે અક્કલવાળા માણસો શ્રદ્ધાનો સાથ લઈ પરમાનંદ રસનો આસ્વાદ કરે છે, પરમાનંદના મહાસાગરમાં ડુબકી મારે છે.
સાધકનો અંતર્નાદ
179
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org