________________
બુદ્ધિ એક પણ પ્રમાણને સિદ્ધ કરી શકતી નથી, ઊણપો રહે જ છે. કારણ કે તે સદા માટે અપૂર્ણ છે, જયારે શ્રદ્ધા પૂર્ણતાને પમાડે છે કારણ કે તેનો એક અંશ પણ પૂર્ણ સ્વરૂપ છે. બુદ્ધિ સંસારનો જ પ્લાન ઘડી શકે, મોક્ષનો નહિ. મોક્ષનો પ્લાન તો શ્રદ્ધા જ ઘડી શકે. ૮. નેમિપ્રભુ જન્મ કલ્યાણક
શ્રા.સુ. ૫ હે પ્રભુ! મારી તારણહાર ! અનાદિ અનંત કાળથી ભમતા એવા મને તે ઉગાર્યો. તારા સ્વરૂપનો પરચો બતાવ્યો ! તે ચેતન્ય સ્વરૂપની પ્રાપ્તિ માટે લાલચ લગાડી અને સ્વ આલંબન આપીને તેની ઝાંખી કરાવી, તે સ્વરૂપ પ્રાપ્ત થયું તો દુર્લભ છે, પણ તેની શક્તિ પ્રવાહમાં ઝીલાવી આનંદનો અનુભવ કરાવ્યો.
જગતના અસ્થિર ભાવોમાંથી મારા આત્માને પાછો વાળ્યો. જડ ઉપરની પ્રીતિ ઉઠાડી, ઉદાસીન ભાવની તાલીમ આપી.
હે પ્રભુ ! મારા આત્મ સ્વરૂપનું ભાન કરાવનાર ! કરુણાના સાગર! નેમિપ્રભુ ! વિતરાગ દશાને પામેલા પણ આપશ્રીએ આ આત્માને કરુણા નજર કરી શિષ્યભાવે સ્વીકાર્યો અને તેને મોક્ષ તરફ પ્રયાણ કરાવ્યું.
હે પ્રભુ ! અનંતના યાત્રી બનીને હજારોને અનંતના યાત્રી બનાવ્યા, પરંતુ મારા જેવો લૂલો, પાંગળો પાછળ રહી ગયો છતાં હવે નક્કી છે કે હું યાત્રી બની ચૂક્યો છું, માટે આડાઅવળા માર્ગમાં મટકવાનો નથી. પણ પાંગળો છું એટલે ધીરે ધીરે અનંતની વાટે ચાલતો તારે ત્યાં પહોંચી આવીશ.
હે પ્રભુ! જ્ઞાન દાતા ! આત્મ સ્વરૂપને ઓળખાવીને તેના ધ્યાનની લગની લગાડી, નિરંતર તેમાં રહેવા માટે શક્તિ આપીને સુંદર આરાધના કરાવી.
હે પ્રભુ! કરુણા નિધાન ! આપે અખૂટ ખજાનો ખોલ્યો. છતાં મેં થોડી વાર કરી હાથ લંબાવતાં, ત્યાં તો આપ ચાલ્યા ગયા સિદ્ધિના ધામે. હવે હું પાછળ પાછળ તે ખજાનો જોયો છે માટે લાલચુ એવો ત્યાં આવું જ છું. નિરાશ ન કરશો.
ચૈતન્ય સ્વરૂપ હે પરમેશ્વર ! આપના ચેતન્ય સ્વરૂપના એક અંશને પણ આ ભિક્ષુક લઈ નહિ લે, પણ દાતા છો તો ગુણ ખજાનો ખોલીને તેની શક્તિનાં દર્શન કરાવો એટલે આ સેવક તૃપ્ત છે.
હે અનંત ચતુષ્કના સ્વામી ! ચાર ચાર દિવ્ય રત્નોનો ભંડાર ખજાનામાં છે, તેમાંથી એકાદ પણ દાનમાં આપશો તો ખજાનો ખાલી નથી થવાનો.
હે પ્રભુ! માંગણ થઈને મારી માંગવાની વૃત્તિ અટકી નથી, પણ હવે લાલચ વધી એટલે માંગ્યા વિના રહી શકાતું નથી, જો શિષ્યભાવે સ્વીકાર્યો છે તો આપવું જ પડશે.
હે પરમાત્માનું ! વિશેષ કાંઈ નથી જોઈતું. હું સ્વ સ્વરૂપમાં સ્થિર થઈને આત્માના આનંદમાં મહાલું એટલી મને શક્તિ મળે એટલે બસ !
સાધકન અંતર્નાદ
180
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org