________________
બે ધ્યાન-આર્ત અને રૌદ્ર તે ત્યાજય છે. કારણ કે તે પરિણતિને અશુદ્ધ ઘડે છે. આ એટલે પીડા. આ ધ્યાન કાયિક, વાચિક કે માનસિક પીડામાંથી ઉત્પન્ન થાય છે. રૌદ્ર એટલે ભયાનક. આ ધ્યાન ભયંકર છે, રુદ્ર પરિણામમાંથી તે જન્મે છે, આ ધ્યાન અત્યંત નિકૃષ્ટ છે, માટે અતિ ત્યાજય છે આ ધ્યાન પરિણતિને અતિશય મલિન ઘડે છે માટે તેનાથી અતિ દૂર રહેવું.
બીજા જીવોનું ખરાબ વિચારવું તે પ્રાથમિક ભૂમિકાનું રૌદ્ર સ્થાન છે તેમાંથી વૃદ્ધિ પામતું તે બીજા જીવના નાશના ચિંતનમાં રકત બને છે. જે ધ્યાન નરક ગતિમાં લઈ જનાર અતિ ભયંકર અશુદ્ધ પરિણતિને ઘડે છે.
આર્ત ધ્યાન કોઈ પણ જાતની મન, વચન કે કાયાની પીડામાંથી જન્મે છે માટે સહનશીલતા કેળવવા માટે પરમાત્માએ બાર પ્રકારનો તપ આચરવાનો બતાવ્યો છે. સ્વેચ્છાએ પીડા ઊભી કરીને મન, વચન, કાયાને સહન યોગ્ય દેઢ બનાવવાનો આ એક માર્ગ છે તપશ્ચરણ. જેથી આત્મા ત્રણ યોગની પીડામાં આધીન બની આર્તધ્યાનમાં ન પડે.
પરિણતિની શુદ્ધતા પ્રગટાવવા આર્ત અને રૌદ્ર ધ્યાનનો પ્રથમ ત્યાગ કરવો જોઈએ. તે ત્યાગ માટે પરમાત્માએ તે નિમિત્તોમાં કેવી રીતે રહેવું તેનો સુંદર માર્ગ બતાવ્યો છે.
આર્ત ધ્યાન પહેલા તે પદાર્થનું જ્ઞાન થાય છે. તે જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટા ભાવે કરવું. ફકત જાણવું એટલું જ કામ આત્માનું છે. તેમાં રાગ-દ્વેષ કરવા તે તો મોહનું કામ છે. તે જ્ઞાન સાથે ભળે છે ત્યારે મન, વચન, કાયા સંબંધી પીડા ઉત્પન્ન થાય છે તે પીડામાં આત્મા લીન થાય છે, એકાગ્ર બને છે તે આર્ત ધ્યાન છે. માટે જ્ઞાન કરીને અટકી જવું પણ તેથી આગળ વધવું નહિ.
આ જ્ઞાતા-દ્રષ્ટાભાવનો અભ્યાસ લાંબા સમય સુધી જરૂરી છે. કારણ કે આર્ત ધ્યાનનો અભ્યાસ દઢ છે. તેને દૂર કરવું મુશ્કેલ છે. પદાર્થનું જ્ઞાન થાય પછી જે રાગ-દ્વેષ થાય છે તેનું કારણ વિષયોનો રાગ અને કષાયોની આધીનતા. માટે જ વિષયોનો રાગ તોડવા વિષયોનો ત્યાગ શરૂઆતમાં ખૂબ જરૂરી છે. તે રાગ તૂટે એટલે કષાયોની પરાધીનતા ઓછી થાય.
આ રાગ અને દ્વેષ જીતાય એટલે જ્ઞાતા દ્રષ્ટાભાવ કેળવાય છે ત્યારે થયેલું પદાર્થનું જ્ઞાન તે આર્ત ધ્યાનનું કારણ બનતું નથી. ત્યારે શુભ પરિણતિ ઘડાય છે.
આ આર્તધ્યાનથી જીવ આગળ વધે છે તો મન, વચન, કાયાની પીડામાં નિમિત્તરૂપ જીવ ઉપર વૈષની માત્રા વધતાં તેના પ્રાણ હરણ થાય ત્યાં સુધીનો રૌદ્ર પરિણામ જાગે છે તેને રૌદ્ર ધ્યાન કહેવાય છે.
આ ધ્યાનનું કારણ જીવને નહિ ઓળખવારૂપ અજ્ઞાન છે. નિમિત્તમાં જીવને માનીને સ્વ કર્મરૂપ ઉપાદાન કારણને ભૂલવું તે અજ્ઞાન, આ ધ્યાનમાં નિમિત્ત છે. માટે તે અજ્ઞાનને ટાળવા જીવના સ્વરૂપને ઓળખવો, કાર્યનાં કારણોના પ્રકારો સમજવા. તે સમજીને ઉપાદાન કારણની જયાં મુખ્યતા છે તેને દઢ પણે મુખ્ય રાખીને શુભ ચિંતન કરવાથી રોદ્ર પરિણામ ટળવાથી શુભ પરિણતિ ઘડાય છે.
આ શુભ પરિણતિનું કારણ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનનો ત્યાગ છે. તે ત્યાગ થયા પછી ધર્મ ધ્યાન પ્રગટે છે. સાધકનો અંતર્નાદ
188
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org