________________
પ્રાથમિક ભૂમિકામાં પણ પાંચ પાપોની વિરતિથી આત્મા આનંદનો અનુભવ કરે છે કારણ કે જીવોની સાથેના સંબંધમાં ગરબડ થાય છે ત્યારે જ આ પાંચ પાપો ઊભા થાય છે.
અહિંસા વ્રતથી હિંસાના પાપથી વિરતિ થાય છે. કોઈ જીવને દુઃખ કે પીડા થવી તથા મરવું ગમતું નથી. માટે પોતાના સમાન સર્વ જીવોને માની (શ્રદ્ધા રાખી) દરેક જીવ પ્રત્યે તેને દુઃખ, પીડા ન આપવાની ભાવનાથી જીવવું અથવા મન-વચન-કાયાના યોગોની પ્રવૃત્તિ કરવી. જેથી જીવો સાથેનો સંબધ સજાતીયપણાનો છે તે શુદ્ધ સંબંધ જળવાય છે ત્યારે જ આત્મા આંતરિક આનંદ અનુભવી શકે છે. આ રીતે મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ દ્વારા હિંસા રૂ૫ અશુભ પ્રવૃત્તિથી વિરામ પામવાથી પણ આત્મા તે વિરતિનો અનુપમ આનંદ અનુભવી શકે છે. આત્મા જયારે અશુભ ભાવોથી વિરામ પામી શુભ ભાવમાં વિચરે અને તેથીય આગળ વધીને આગળની ભૂમિકામાં શુભાશુભ ભાવોથી પણ વિરામ પામીને કેવળ નિજ શુદ્ધ દશામાં જાય ત્યારે અદ્વિતીય એવા સહજાનંદને પામે છે એ સત્ય છે.
સારાંશ કે આનંદની અનુભૂતિ વિરામની સાધનાથી થાય છે. પ્રથમ પાપથી અટકો, એની સાધના માટે સર્વ વિરતિ રૂપ પંચ મહાવ્રત ગ્રહણ કરો. તે મહાવ્રતની સાધના દ્વારા અભ્યાસ દ્વારા આત્માની નિર્મળતા પ્રાપ્ત થતાં અહિંસા વગેરેની સિદ્ધિ થાય છે ત્યારે તે આત્માની નિકટમાં વસતા જીવોને પણ તે અહિંસાની રુચિ થાય છે અથવા પ્રવૃત્ત થાય છે.
વળી અહિંસા વગેરેનો અભ્યાસ પંચ મહાવ્રતની સાધના દ્વારા કરતાં કરતાં છેલ્લે આત્માનો મૂળ અહિંસક ભાવ પ્રગટ થાય છે. ત્યારે સર્વ જીવોને પોતાનામાં સમાવી લે છે અર્થાતુ, અભેદ સાધે છે. જેથી સદા માટે તેમાં સ્થિર રહે છે અને આનંદની અનુભૂતિ કરે છે.
આ છે વિરતિનો તાત્ત્વિક આનંદ. તે સૌ કોઈને પ્રાપ્ત થાઓ. એ જ અભિલાષા. ૧૫. પરિણતિની શુદ્ધતા
આ.શુ. ૭, ૨૦૪૬, જુનાગઢ પરિણતિ ધ્યાનથી ઘડાય છે. જ્ઞાન અને ધ્યાન એ બે લગભગ સાથે જ હોય છે. પદાર્થને જાણવો એટલે બુદ્ધિમાં ગ્રહણ કરવો તે જ્ઞાન. તે બુદ્ધિમાં પકડ્યા પછી ધારી રાખવું, તેમાં એકાગ્ર રહેવું તે ધ્યાન.
જે પદાર્થને યાદ રાખવો તે જ્ઞાન-સ્મૃતિ સુધીનું જ છે. ત્યાર બાદ તેને બુદ્ધિમાં સ્થિર કરવો અને અંતર સુધી તેના પદાર્થના) સ્વરૂપને પહોંચાડવું તે જ્ઞાન છે. આવા પ્રકારનું જ્ઞાન તચિ આત્મા (તે પદાર્થની રુચિ ધરાવતો આત્મા) ને તેમાં તન્મય બનાવે છે એટલે જ્ઞાન પછી ધ્યાન આવે છે. જ્ઞાન કહો કે ધ્યાન કહો તેનાથી આત્માની પરિણતિ ઘડાય છે. માટે આપણે કેવું જાણવું અને કેવું જ્ઞાન પ્રમાણે ધ્યાન કરવું જેથી પરિણતિ શુદ્ધ પ્રગટે તે વિચારીએ.
ધ્યાન ચાર પ્રકારે છે. તે ચારે ધ્યાન તે તે પદાર્થોના જ્ઞાન પછી થાય છે. ચાર પ્રકારના ધ્યાનમાં
સાધકનો અંતર્નાદ
187
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org