________________
સફળ બને છે. નિમિત્ત અને ઉપાદાન બંને કારણો મળે ત્યારે કાર્ય સિદ્ધ થાય છે. નિમિત્તે ગુરુકુળ છે તે વ્યવહાર અને ઉપાદાન આપણો આત્મા. તેનો પુરુષાર્થ તે નિશ્ચય. આ બન્ને ભેગા ભળે ત્યારે કાર્ય થાય. આત્મા ગુરુ બને એટલે આત્મા આત્માને આજ્ઞા કરે ત્યારે જ પુરુષાર્થ થાય છે.
વળી આત્મા ગુરુ છે તેનું ફળ-ગુણ સમુદાય તેમાં વસવું, તે ગુરુ કુળવાસ. આત્મ સ્વભાવમાં રહેવું તે નિશ્ચયથી ગુરુકુળનું સેવન છે. જે આ બંને રીતે ગુરુકુળનું સેવન કરે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આત્મા જ આત્માનો ગુરુ છે. તેની આજ્ઞા થાય ત્યારે જ વ્યવહારથી ગુરુકુળમાં રહીને સાચી આરાધના કરી શકે છે.
આ રીતે વ્યવહાર અને નિશ્ચયથી ગુરુકુળનું સેવન કરીને સાધુતાની સાધનાની સિદ્ધિ મેળવીએ.
૧૩. પરમાત્મ સન્નિષ્ઠાવસ્થા
આ.શુ. ૫, સં. ૨૦૪૬, જુનાગઢ પરમાત્મ સન્નિષ્ઠા એટલે પરમાત્મામાં સમ્યક્ પ્રકારે રહેવું. પરમાત્મામાં રહેવું એટલે પરમાત્મામાં મન, વચન, કાયાના યોગોને સ્થિર કરવા. મન, વચન, કાયા એ ત્રણને કોઈ પણ વસ્તુમાં જોડાવાનો સ્વભાવ હોવાથી યોગ કહેવાય છે. તે જયારે પર વસ્તુમાં જોડાય છે ત્યારે પરને આધીન બને છે. પર વસ્તુમાં પણ શુભ અને અશુભ વસ્તુ હોય છે. અશુભ વસ્તુમાં જોડાયેલા ત્રણે યોગો રાગ, દ્વેષ, મોહ ઉત્પન્ન કરે છે. શુભ વસ્તુમાં જોડાયેલા યોગો તેનાથી પાછા વાળી તેમાં તન્મય બનવા પ્રયત્ન કરે છે. આ બધાની પાછળ ઉપયોગ મુખ્ય છે. તેમાં યોગ શુભમાં જોડાયેલા હોય તો શુભ રંગથી રંગાય છે. અશુભમાં જોડાતાં અશુભ રંગથી રંગાય છે.
આ જ યોગો સ્વમાં જોડાય છે ત્યારે સ્વાધીન બને છે. સ્વાધીન બનાવવા વચ્ચે શુભને આધીન બનાવવા પડે છે. તેના આશ્રયે રહેલા યોગો ઉપયોગને શુભથી રંગે છે તેમાં તેનું પ્રતિબિંબ પડે છે. એટલે આત્માને સ્વનું સ્મરણ કરાવી સ્વ તરફ વાળે છે. એ શુભ વસ્તુમાં મુખ્યતાએ પરમાત્મા છે. જયારે મન, વચન, કાયાના યોગો પરમાત્મામાં રહે છે ત્યારે ઉપયોગને પરમાત્માથી રંગે છે. અર્થાત્, તેમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. તેથી આત્માને નિજનું સ્મરણ સજાતીયપણાથી થાય છે. જેમ બકરાના ટોળામાં રહેલું સિંહનું બચ્ચું સજાતીયના દર્શનથી તેને પોતાનું ભાન થાય છે ત્યારે તે ત્યાંથી નીકળીને પોતાની જાતિ સાથે ભળી જાય છે તેમ આત્મા પણ પરને આધીન બનેલો જયારે પરનિષ્ઠ યોગોને પરમાત્મનિષ્ઠ બનાવે ત્યારે ઉપયોગ સજાતીયપણાથી પરમાત્મામાં જોડાઈ જાય છે અને નિજ સ્વરૂપનું ભાન થાય છે. અર્થાત્, સ્મરણ કરે છે તેમાં લીન થાય છે ત્યાં પોતાનો આંતર વિલય નિહાળે છે આનંદ પામે છે અને સુખનો અનુભવ કરે છે.
આ રીતે આ ક્રમે જયારે આત્મા અશુભ યોગોનો ત્યાગ કરી શુભમાં યોગોને પ્રવર્તાવે છે ત્યારે તેની પરમાત્મ સંન્નિષ્ઠ અવસ્થા અનુભવે છે. અને ત્યાર પછી જયારે ઉપયોગ શુભમાં પરિણમેલો, નિજ સ્વરૂપના સ્મરણથી આત્મામાં તદ્રુપ થાય છે ત્યારે તો પરમાત્મ સન્નિષ્ઠાવસ્થા ધારી રાખે છે અને
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
185
www.jainelibrary.org