________________
૧૨. ગુરુકુળ
ભા.વ. ૧૪, ૨૦૪૬
ગુરુ અને કુળ આ બે શબ્દથી બનેલો આ શબ્દ આપણને સંપૂર્ણ સાધુતાનું ભાન કરાવે છે. ગુરુ અને સમુદાય તે ગુરુકુળ. સાધુપણું સ્વીકાર્યા પછી આપણે સર્વ વિરતિની આચરણા કરવાની આટલું જ સમજ્યા છીએ. પરંતુ તે ક્યાં રહીને કરવાની ? અને કેવી રીતે કરવાની ? એ સમજની અપૂર્ણતાના કારણે સર્વવિરતિના અનુષ્ઠાનોનું સંપૂર્ણ પાલન કરવાના મનોરથો સેવેલા હોય તો પણ કોઈ બીજી જ વસ્તુમાં ચિત્ત અટવાઈ જાય છે કે વર્ષો સુધી પુરુષાર્થ સાચો કરવા છતાં સફળતા જોઈએ તેવી મળતી નથી. કારણ કે સાધુતાની સાધના જયાં સુધી એકલવિહારી થવાની યોગ્યતા ન આવે ત્યાં સુધી શ્રમણ સમુદાયમાં રહીને કરવાની છે. જયારે યોગ્યતા આવે ત્યારે ગુરુ આજ્ઞા કરે ત્યારે એકલ વિહારી થઈ
શકાય.
ત્યાં સુધી ગુરુકુળ-ગુરુના સમુદાયની અંદર રહીને આત્મ સાધના કરવાની છે. કારણ કે સહાય કરે તે સાધુ. સાધુઓને સાધનામાં સહાય કરી પોતે સાધનામાં તત્પર બને એ સાધુ છે. કેવળ સ્વસાધનાનો ભાવ તેમાં સ્વાર્થનો અંશ મળેલો છે. જયારે પરને સહાય કરી આપણા આત્માને પરાર્થથી ભાવિત કરી દીધો છે ત્યાર પછી યોગ્યતા આવે છે ત્યારે સ્વાર્થ, માહારું, મમત્વ વગેરે ભાવો અસ્ત પામી ગયા હોય છે. માહરી આરાધના વિગેરે કેવળ પોતાના જ વિચારો જેમાં છે તે સ્વાર્થ છે, તે મલિનતા છે તેને દૂર કરવા અને એકાકીપણાની યોગ્યતા કેળવવા માટે ગુરુકુળનું સેવન કરવું જોઈએ. એકાકીનો અર્થ એ છે કે મારે કોઈની સહાય લેવી નહિ. તે માટે એકલ વિહારી બને છે તેની યોગ્યતા લાવવા માટે ગુરુકુળમાં રહીને સેવા-સહાય કરવાની હોય છે.
સર્વ વિરતિ ધર્મની આરાધના કયાં રહીને કરવાની ? ગુરુકુળમાં રહીને અર્થાત્, સમુદાયમાં રહીને કરવાની છે. જેથી સર્વ પાપોથી વિરામ-અટકવા માટેની સાધનામાં અવરોધો દૂર થાય છે. અવરોધો બે પ્રકારના છે. ૧. માનસિક ૨. શારીરિક, માનસિક અવરોધ પ્રમાદ, ચોરી, આસક્તિ, ક્રોધાદિ કષાયો, રાગાદિ, મોહ વગેરેથી સહવાસીઓનું આલંબન ચેતાવનાર બને છે. શારીરિક અવરોધમાં સમુદાયની સહાય મળવાથી સમાધિ ટકી રહે છે. તો જ સાધનાની સિદ્ધિ મેળવી શકાય છે. માટે ક્ષમા, મૈત્રી આદિ ગુણોની સિદ્ધિ મેળવવા અને પ્રમાદ આદિ શત્રુઓથી બચવા આપણી સિદ્ધિમાં જરૂરી તત્ત્વ ગુરુકુળવાસ છે.
ગુરુકુળ એ ગુરુઓનો સમુદાય અથવા ગુરુ અને સમુદાય આ બંને રીતે કેટલું જરૂરી છે ? તે આપણા આત્માએ વિચારવું જરૂરી છે. ગુરુકુળમાં રહેવાથી અજ્ઞાની આપણા આત્માને સાધનાની ત્રુટિઓમાં સારણાદિની પ્રાપ્તિ થાય છે, આત્મા જાગ્રત થાય છે, રહે છે અને સર્વ વિરતિની સાધનાની સિદ્ધિ મેળવે છે.
આ થઈ વ્યવહારથી ગુરુકુળની વાત.
નિશ્ચયથી તો આપણો આત્મા જયા૨ે ગુરુ બને છે અને આપણને આજ્ઞા કરે છે ત્યારે જ ગુરુકુળ સાધકનો અંતર્નાદ
184
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org