Book Title: Sadhakno Antarnad Part 1
Author(s): Padmalatashree
Publisher: Pooja Rohit Doshi
Catalog link: https://jainqq.org/explore/004897/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાધકનો અંતનદિ ભાગ-૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગિરનાર Fe Private & Personal Use Only www.jaineawarg Page #3 -------------------------------------------------------------------------- ________________ મહાતીર્થ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૩૫) ગુરૂ ૩૨ ઝંખ સદા, ગુરૂ દલપકુ સમ હોય, જેટના યોમ વિના નહિ , પાનીએ મારે સોય. રાતરૂર આળ ખાચિયા , ધન્ય તે શુભ ગુરૂ રાય, ભય અટવીને ઉતર તા . જી જી અનુપમ સણીય. ( વા Page #5 -------------------------------------------------------------------------- ________________ સાધકનો અંતનદિ ભાગ-૧ • લેખિકા ૦. પ.પૂ. વિદૂષી સાધ્વીજીશ્રી પ્રભાશ્રીજી મ.સા. ના શિષ્યા પ.પૂ. અધ્યાત્મમગ્ન સાધ્વીજીશ્રી પઘલત્તાશ્રીજી મ.સા. પ્રકાશક ૦ જ્ઞાનપંચમી તપના ઉદ્યાપન નિમિત્તે પૂજા રોહિતભાઈ દોશી નેહા રોહિતભાઈ દોશી Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : પૂજા રોહિતભાઇ દોશી નેહા રોહિતભાઇ દોશી પુસ્તકનું નામ : સાધકનો અંતર્નાદ પ્રથમ આવૃત્તિ ઃ ઈ.સ. ૨૦૧૦ વી.સં. ૨૫૩૬ વિ.સં. ૨૦૬૬ નકલ : ૧૦૦૦ પ્રાપ્તિ સ્થાન : લાલભાઈ ફૂલચંદ ઘીયા ૧૪, ભાવિક સોસાયટી, ફતેહપુરા પોલીસ સ્ટેશન સામે, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન : (૦૭૯) ૨૬૬૪ ૩૩૬૪ પ્રકાશભાઇ એચ. શાહ એફ/૨, સિદ્ધાંત એપાર્ટમેન્ટ, મેઘદૂત એપાર્ટમેન્ટની બાજુમાં, રાજકોટ બેંકની સામે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. ફોનઃ (૦૭૯) ૨૬૪૪૭૨૧૧ ટાઈપ સેટીંગ તથા મુદ્રક : શાલિભદ્ર ઓફસેટ પ્રિન્ટર્સ ૨૩૭-૨૩૮, પહેલે માળે, ગંજબજાર, જુના માધુપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૪. ફોન : (૦૭૯) ૨૨૧ ૨૧ ૦૨૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ આ 8... વિકાસ અર્પણ - સમર્પણ * * * સી ગિરનાર ગિરિનો મહિમા મહાન, & થયા નેમીપ્રભુના ત્રિકલ્યાણ; એવા તીર્થનું પાવન સ્પર્શન, કરતાં નેમીપ્રભુનું લાધ્યું દર્શન; નિર્મળ દરિસને ચિત્ત પ્રસન, શુભ ધ્યાને ઉપયોગ સઘન; શુદ્ધ સ્વરૂપને ઝંખતુ મન, નેમી પસાથે લહ્યો અનુભવ કણ; સ્વરૂપ ચિંતન બન્યું લેખન, તેહનું આ પુસ્તક પરિણમન; હે ગુરુમા આપનું આ અર્પણ, કરું નેમીપ્રભુ ચરણે સમર્પણ. Page #8 -------------------------------------------------------------------------- ________________ (भीती नियामा सा 6 - 4) मतिन) 4)तो 11) मा २ २ न०२ 2. जन निन २५९ + cuitar NR anmohi 2119 त्या बाय 24)२७. 4. 7 लियतxi २-५७२ 11. art 2 ५२ + २ स१२ जडी यू - HI) या +२ त यो गाविस - मनो २ भाई - २34२९+) 212460 सादी 40 mi होय. भाभी 47 है ा यात मान - २१२७ ला पाई ४. कम ana १९) स6 410 - 0 ) १) 71 ३५ 08. २०६६) A ) 22से २०६६ नम सानार्नु नपत.. स२२ ) २ -17 - ५२ ५si स र सालाननने पान। 2 +2+221062 Efc2 . '*पिन (Pilani MEFA) ५त्रिय) Page #9 -------------------------------------------------------------------------- ________________ Hdf 2nd , निधिय मानन्द याने * on F६ '.. २६ २०६६ सूय ते) पा+ने 01) 40mi () म२१ ०. ना1559 6414) ५) २(110 ) 2-40 14। ॐ : " (Af-५) काय त्याचे १५ २५१ २१14 A+पोन 4G+1 २.' (५.१.१०). +4 ना ; 241 21 ) १२ मा ! vi ) व्यूह arel दिया। यो : (१) +९५) ६ २ •ny 24.1 २१ 4. 0 4 m५ याय, मन २० ११) ५२ 3d on 2n (A+) नी ति यूट'. +2: २१२ । स्पीss 1 2+cu02/त छ) ५०, ५) (पाल्पो त ५२. स. १. +२९ १ (२) (व्यूहनी 0-3 ५५ Ca) ३) mea.. (1) 2700 २६५) .. २६+ 22n यो न ले. मात्र विकल्प में नि +u ६१॥ स 46) मी यातन २५७२ +२ त -24 +२ / +९ (५. २१८): 1 ते २लना 240G Crn , १४ । andnia निताने ५) सन 20 1 in nu , त्या +6५ त। म; स०/ in 4 ... 225- १] ... ... ON, २४ - 103 २१ n nan 4,... Page #10 -------------------------------------------------------------------------- ________________ 2 २१२स ५२६) 102404: + ११८ न (104न, ds) Caes न) विलय, २warkadeob, सह न-६ . मन ने 10 साल 2160p, CYTA, ५ (४ -1) २० २१) ह hi) ०१५११dabin y त्या 1 2 211. सन 2) - 24ta ई यर मन में 2] -यु, it j ॐ ने सात स्५३१ + स्५९) म इoया, PANE N ६ . १२m anान ६. ६ २ ५. ६५५) (२% ( 12 ५५41 47 ) AHAMR4ni): ' दि+ky m५ २०१२, incान) पाय..' +20 त स२७ मा म ना भूजने त cai fr?त ५५ ५५ २स ६ जाय (M), २०५१ २२ मारी (सीत २ ५० ७ (२५२ नम जEGIS ५२५ २० जनुति १६ ५०) (१८. 2 hre' on) o'sve) : 27 / 217६. Page #11 -------------------------------------------------------------------------- ________________ 2012) - स६1) - 2) - +81) 141 C2, .. . Mहित ) ५लत A-1 म२० 25 M51) पिन) 2 0 4 ते २ -२ ) का . ५.०५.६, सं५५दि२ ६६ २०६५ Porn सिर सू) ६२१ मा पनि है one 10 सा६. no + २ Any १ १ २017 64 five मन) 4.) font 6॥१, २सायो | nirami 22M ant प्रसाद सरने +400) ५५ यात्री 11. यत्र १६, २०१५ - AAN 48)/2014 सर ___41५ ५५ ६।१७। C12) ,41601 Page #12 -------------------------------------------------------------------------- ________________ શિવમસ્તુ સર્વ જગત: હું નમ: ચેતન ! જ્ઞાન અજુવાળીએ... પરમોપકારી મહામહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ અમૃતવેલની સજઝાયમાં મજાની વાત કરી....... હે ચેતન! તું જ્ઞાનને પ્રગટ કર. આત્મા પોતે જ્ઞાનમય છે, તો પછી જ્ઞાનને પ્રગટ કરવાનું કેમ કહ્યું? શુધ્ધ નિશ્ચયનયથી આત્મા શુધ્ધ-બુધ્ધ-મુક્ત છે પણ તેની ઉપર કર્મના આવરણ હોવાના કારણે આત્માનું પોતાનું મૂળ સ્વરૂપ દબાઈ ગયું છે. તેથી જ કહ્યું કે, હે આત્મા ! તું જ્ઞાન ને પ્રગટ કર. જ્ઞાન ગુણને પ્રગટ કરવા માટે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા આ પાંચ પ્રકાર છે. તેમાં કર્મ નિર્જરા માટે, આત્માનુસંધાન માટે અનુપ્રેક્ષા અત્યંત ઉપયોગી છે. ચિંતન, મનન, નિદિધ્યાસન એ અનુપ્રેક્ષાના ભાવો છે. આવા ભાવોથી જયારે આત્મા ભાવિત બને ત્યારે એની કેવી ઉચ્ચ આત્મદશા હોય તેનું પ્રત્યક્ષપ્રમાણ આ ગ્રંથ છે. પરમકૃપાળુ, પવિત્રનામધેય, પૂજયપા બાયજીમહારાજ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાની અદશ્ય પરમકૃપા પ્રાપ્ત કરીને, પરમપૂજય અધ્યાત્મયોગસંપન્ન, અમારા પરમગુરૂદેવ, પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય પાસેથી અધ્યાત્મયોગના દિવ્યભાવોને સ્પર્શીને સતત આત્મ ચિંતનમાં રહેનાર, વિદૂષીભાવથી આગળ વધેલા, અધ્યાત્મભાવથી ભાવિત, આત્માના ગુણોથી યુક્ત સાધ્વીવર્યાશ્રી પઘલતાશ્રીજી મહારાજ, દરરોજ ચિંતન-અનુપ્રેક્ષા કરતા. પૂજયશ્રીના સાનિધ્યથી પ્રાપ્ત કરેલ ચિંતનશક્તિ દ્વારા પૂજયશ્રીનાં જ સમાધિ સ્થળે અંતિમ શ્વાસ લીધો ત્યાં સુધી ચિંતન, મનન, અનુપ્રેક્ષા કરતા જ ૨હ્યા. આ ચિંતનો આત્મ જાગૃતિ માટે શબ્દસ્થ પણ કરતા જ ગયા, કરતા જ ગયા. સેંકડો ચિંતાનોના સેંકડો પાનાઓ ભરાતા રહ્યા. પ્રભુની કરૂણા, ગુરૂદેવ પ્રત્યેની અવિહડ ભક્તિ, સમર્પણ ભાવના કારણે ચિંતાનોની ઉંડાઈ ગજબની છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ આવા ઉત્તમ આત્માઓ કયારેય પણ પોતાની જાતને પ્રગટ કરતા નથી. બસ એમનું કામ હોય છે ઉંડાણ સુધીની સ્પર્શના-અભેદ સ્પર્શના. તેથી જ એમના હાથે લખાયેલ ચિંતનો એમની હાજરીમાં પ્રગટ થવાનું ન બન્યું. પણ એમની વિદાય પછી સૌને એમની ચિંતન પ્રસાદી મળી રહે તે માટે પ્રકાશિત કરવાનું સદ્ભાગ્ય, ગુરૂ પાસે સાચા શિષ્યની અદાથી આજીવન અંતેવાસી બનનાર, સાધ્વીજી ભાવપૂર્ણાશ્રીજી મહારાજની પ્રેરણાથી સાધ્વીજી નિર્વાણશ્રીજી મહારાજના પ્રયત્નોથી ઉદયમાં આવ્યું. ફળ સ્વરૂપે આજે આપણા સૌના હાથમાં આ દળદાર ગ્રંથ, વિશાળ બે વોલ્યુમ શોભી રહ્યો છે. આ વોલ્યુમમાં પાને-પાને આત્મા-ચૈતન્ય-અહમ્-ગુરૂતત્ત્વ વગેરે ભાવોની સ્પર્શના થઈ રહી છે. સરળશૈલીમાં સમાધિ માટે લખાયેલ તત્ત્વચિંતન, તત્ત્વજિજ્ઞાશુ આત્માઓ, આત્માના ઉંડાણ સુધી પહોંચવા સમર્થ બનશે તેમાં કોઈ વિકલ્પ નથી. સાધ્વીજીએ ગુરૂભક્તિથી તૈયાર કરાવેલ આ શ્રુતજ્ઞાનનો ખજાનો... આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવનાર બને, આ ચિંતનો દ્વારા આત્મિકભાવોને પામી, આત્માને ચૈતન્ય ને પરમચૈતન્ય સુધી પહોંચાડવા સમર્થ બનીએ એજ શુભભાવના..! સિદ્ધગિરી પ્ર વૈ. સુ. ૮, ૨૦૬ ૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ મારો અંતર ભાવ વિનીત -સુનંદાબહેન સાધકનો અંતર્નાદ ગ્રંથાકારે આપ સૌના વરદ હસ્તમાં અર્પણ થયો, હૃદયમાં ધારણ થશે, ચેતનામાં ગુંજશે અને આખરે ભવ્યજનોને અંતરજગતમાં તેનો પ્રતિસાદ મળશે એવું રહસ્ય પ્રસ્તુત ગ્રંથમાં ઘણી વિશદતાથી પ્રગટ થયું છે. એવા આ ગ્રંથ વિષે મારે હૃદયના ભાવ આલેખવાના છે. તે પહેલા કેટલુંક પ્રાસંગિક જણાવું કે જે અગાઉ ગ્રંથ નવપદ અનુભૂતિ માં જણાવ્યું છે. છતાં પુનરૂક્તિ દોષ નથી કહેવાતો. પ્રસ્તુત ગ્રંથમાં જે લેખન છે તે સ્વાભાવિક આનંદનો - અંતઃચેતનાનો નાદ છે. તેમના અંતેવાસીની પુણ્યધરામાં છીપમાંથી મોટી પ્રગટ થાય તેમ કુમુદ નામની કુલદીપીકા (શાસનદીપીકા)નો જન્મ થયો. જન્માંતરીય સાધના સાથે અવતરેલા ઉત્તમજીવોની બાલ્યાવસ્થા જ્ઞાનવૃધ્ધ હોય છે. તેમ આ કન્યારત્નના જીવનમાં બન્યું અને તે પવિત્ર ચારિત્ર વડે ચરિતાર્થ થયું. યુવાનીમાં સાધેલો સર્વસંગ પરિત્યાગ શીઘ્રતાથી પરમાર્થને સાધે છે તેમ કુમુદ નામાંતર પામ્યું અને પાલતાશ્રીજી સાથ્વીપણે સંયમમાર્ગમાં સ્થિર થયા. ચારિત્ર ગ્રહણ પછી તેઓને બાહ્ય કોઈ વિશેષ ક્રિયાકલ્પની રૂચિ ન હતી. બાહ્યાડંબરથી તે વિમુક્ત હતા. મોટાઈ તો તેમને ધૂળ સમાન લાગતી. કોઈ પ્રસંગવિશેષથી પ્રગટ થવું તેમને માટે બાધક હતું. યદ્યાપિ જિનશાસનની સેવા હૃદયે વરેલી હતી...પણ તેનો પ્રકાર અલગ હતો. અલગારીનો હતો. મહાપુણ્યયોગે કેટલાયે ગુરૂવર્યનું યોગદાન મેળવ્યું હતું. તે સર્વ ગુરૂજનો પ્રત્યે તેમની અર્પણતા અને વિનમ્રતા જ તેમના જ્ઞાનના ક્ષયોપશમ, અંતર પવિત્રતા, સંયમ જીવનનું પ્રેરક બળ હતું. સૌ જીવો પ્રત્યે તેમનો વાત્સલ્યભાવ તે તેમની આંતરવાચા હતી. જે લેખનમાં પ્રગટ થઈ. આમ તેઓ સમગ્રમાં જીવતા હતા. જો કે મારો પુણ્યયોગ કંઈક ઓછો કે તેમની તદ્દન નજીક હતી છતાં દૂર રહી. બહુ મોડા મોડા નામ શ્રવણ થયું. બે-ત્રણ વાર મેળાપ થયો પરંતુ તેમનું અલ્પભાષીપણું પ્રારંભમાં તેમની અવસ્થા પારખવામાં ઝાંખુ પડયું. પરંતુ એમ કંઈ હીરો ચમકયા વગર રહે? ત્રણેકવાર તેમના સાનિધ્યમાં જવાનું થતા, તેમની સૌમ્ય, પદ્ધ જેવી નિર્મળ મુખમુદ્રાએ ઘણુંબધું કહ્યું અને મારું મન અહોભાવથી ભરાઈ ગયું. પછી વળી શ્રી શત્રુંજય તીર્થે દર્શન થયા ત્યારે તેમના અંતરની ઉંચાઈ માપી ન શકી પણ જાણી શકી કે આ અભ્યભાષી છે પણ આત્મબળ વિશાળ છે. - મને લાગે છે ગુપ્તતાતે તેમનો મનોભાવ હતો. તે સાચા સાધકની અંતરભાવના છે છતાં આપણા પુણ્યયોગ પણ ખરા કે આપણને આવા ઉત્તમ અનુભવ અને ભાવથી રસાયેલા, આત્મસાધક જિનવાણીનો અનુપમ આલ્હાદક લાભ મળ્યો. પૂ. શ્રી નિર્વાણશ્રીજીની નિશ્રામાં અચાનક તેમના હસ્તાક્ષરનો એક માત્ર, માત્ર કાગળનો નાનો ટૂકડો મારે હાથે ચઢયો તે તેમના અંતરને સ્પર્શવા પૂરતો થયો, તો પછી આ પૂરા ગ્રંથ વિષે શું લખી શકું? છતાં સૌને પ્રેરણાદાયી બને તે માટે તેમના જ લેખનમાંથી અવતરણ કરૂ છું. Page #15 -------------------------------------------------------------------------- ________________ ભગવાને કહ્યું જગત, જીવ અને તું એકજ છે. આ બધું દ્રશ્ય છે તે તો તે જે શરીર ધારણ કર્યું છે તેને માટે જીવન જીવવાના વ્યવહારો છે. પોતાની ઉભી કરેલી ધમાલ છે. તેમાંથી છૂટવું હોય તો જગતને તારા જેવું માનીને વ્યવહાર કર અને મારું ધ્યાન કર. પરમાર્થ માર્ગ છે સર્વથી વિરામ પામવું. કેમ? જે તારું નથી તેને અનાદિકાળથી વળગી પડયો છું અને તેમાંય રાચે છે, માચે છે અને વ્યસ્ત રહે છે એજ આડો માર્ગ છે. સીધો માર્ગ છે તારું જે છે તે તારી પાસે છે...અહિં થોભી જા અને પાછો વળ. સર્વ પાપથી વિરામ પામ. સર્વથી મોટું પાપ મિથ્યાત્વ છે, જે બધા પાપને નોતરે છે.” આત્મામાં રહેવું તે સ્વભાવ. જડમાં રહેવું તે પરભાવ. ચેતન્ય શક્તિ એટલે શુધ્ધાત્મ દ્રવ્ય, તેમાં કોઈ વિકૃતિ નથી. કર્મના સ્પર્શથી વિકૃત નહીં બનેલું આત્મદ્રવ્ય તે શુધ્ધાત્મ દ્રવ્ય. આત્મા સત્ ચિન્તુ આનંદ સ્વરૂપ છે. બીજા દ્રવ્યોમાં સારું છે પણ ચિત્ અને આનંદપણું નથી. જ્ઞાન એટલે જાણવું. આનંદ પામવો. એ બે ક્રિયા બીજા દ્રવ્યોમાં નથી. પૂર્વના પરમાર્થમાર્ગના ઋણાનુબંધથી આ જીવનમાં કોઈ અણઉકલ્યા યોગ મળી જાય છે. પૂજ્યશ્રી પઘલતાશ્રીજીનો યોગ અલ્પ મળ્યો. પરંતુ પૂજ્ય સાધ્વી શ્રી ભાવપૂર્ણાશ્રીજી અને પૂજ્ય સાધવી શ્રી નિર્વાણ શ્રીજીએ પૂજ્યશ્રીના શ્રુતનો ખજાનો જે વિશ્વાસથી મને સુપ્રત કર્યો અને આવા સત્કાર્ય માટે અવસર આપ્યો તે માટે હું તેમની ઋણી છું. પૂજ્યશ્રી નું મૂળ લખાણ સુંદર અક્ષરે લખાયેલું છે તે જેમ છે તેમ છપાવવું વધુ ઉત્તમ હતું. પરંતુ તે બધી ડાયરી સપ્રમાણ નથી, એટલે ગ્રંથાકારે આમ કરવું સરળ બન્યું. છતાં આ બધી ડાયરીઓના લખાણને વ્યવસ્થિત ગોઠવી, વિભાગો પાડી, દરેકની ઝેરોક્ષ નકલો કરાવવા શ્રી પ્રીતમબેન સીંઘવી એ પરિશ્રમ કરવાથી આ કાર્ય સરળ બન્યું છે. તેઓ લેખિકા અને તત્ત્વ જિજ્ઞાસુ હોવાથી આ કાર્યમાં તેમની સુઝ ઘણી ઉપયોગી બની છે. છતાં મૂળ વાત તો પૂજ્યશ્રીના પવિત્ર અંતઃચેતનાથી આલેખાયેલા આ તત્ત્વોની વિશેષતા છે. તેમાં યત્કિંચિત્ લાભ મળ્યો તે અમારા સૌનું પુણ્ય છે. આ ગ્રંથ તમારા સૌના વરદ હસ્તમાં આવશે. તેની પવિત્રતા જાળવજો તેને વાંચજો, વિચારજો, માણજો. “મહિ પડ્યા મહા સુખ માણે” એવું સૌને થશે તેની ખાત્રી છે. આપણો શ્રમ એટલો જ કે આપણે આ વચનોને આત્મસાત્ કરીએ. આપણા ઘણા જન્મોનું બાકી રહેલું એક મહાન પરમાર્થ કાર્ય આ નિમિત્તે સફળ બને તેજ અભ્યર્થના... તેમના અંતેવાસીની પૂજ્ય સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજીએ પૂજ્યશ્રી પાસેથી ઘણું મેળવ્યું છે. સ્વયં વિદ્વતાપૂર્ણ શ્રુતજ્ઞાનમાં પારંગત છે. તેમનો પરિચય પણ સાધકો માટે આત્મશ્રેયરૂપ છે. તેઓ સૌ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી વિરમું છું. આ જ્ઞાનયાત્રાના સહભાગી થવા બદલ ઋણી છું. લી. સુનંદાબહેન વોહોરા Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સાગરના તટ ઉપર શીતળ લહેર મળે છે, ઉદ્યાનમાં વિવિધ ફૂલોની મહેક મળે છે, સરિતા પાસે શીતલ જળ મળે છે. વૃક્ષ પાસે ઘટાદાર છાંયો મળે છે. મેઘ જીવસૃષ્ટિને જીવાડે છે. ધન મનુષ્યની જીવાદોરી બને છે તેમ ગુરૂમાનું જીવન સંસ્કાર આપે છે અને ગુરુમાની વાણી સદ્ગુણ આપે છે. ગુરુમા માત્ર દેહથી સાધ્વી પર્યાયને ધારણ કરતાં હતાં. પરંતુ તેમનું જીવન એક સંતની ભૂમિકાની મહેક પ્રસરાવતું હતું. કારણકે તેઓ આત્મતત્વ સાથે જોડાયેલા હતા. લઘુવયથી તેમની જીવનચર્યા, વાણીની મૃદુતા, સરળતા, ગંભીરતા, ઉદારતા, વિચક્ષણતા, પરોપકારવૃત્તિ, કુમુદ નામ પ્રમાણે ગુણથી સુવાસીત બનેલી હતી. તેમાં સહજ વિરાગદશા જાતિમાન સુવર્ણની જેમ જન્માન્તરીય આવેલી હતી. તેથી જ કુટુંબમાં, સમાજમાં, ગામમાં, શ્રી સંઘમાં સુસંસ્કારો તથા સદ્ગુણોથી યુક્ત તેમનું વૈરાગી જીવન ચમત્કૃત કરનારું હતું. વળી, ભરયૌવનવયમાં આત્માને પીછાનવા, આજ્ઞાધર્મનું પાલન કરવા જીવનને પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યું અને સદ્ગુરૂએ તેમને સમર્પણગુણ ખૂબ છૂટાવ્યો. આત્માભિમુખ એવી નિર્મળ આચારસંહિતાના ઝરણામાં ખળખળ વહેતાં સદ્ગુરૂના કૃપાપ્રવાહથી પ્રાપ્ત થયેલી નિર્મળ અંતઃકરણની ચાદર ઉપર શુદ્ધાત્મદશાની અનુભવ પ્રાપ્તિનો માર્ગ સલ્લુરૂએ શક્તિપાત રૂપે ક્ષેપ કર્યો. તેમને કેવો ઝીલ્યો ? તે આપણે તેમના જ એક-એક શબ્દોનું પાન કરતાં-કરતાં અનુભવીશું અને પરમતૃપ્તિને પામીશું. બેશકઃ મહાપુરુષોના પગલે ચાલતાં ચાલતાં તેમણે જે મેળવ્યું તેના સહભાગી બનીશું. મહાપુરૂષોના હૃદયમાં જે અનુભવધન હતું તે મહાપુરુષોના હૃદયંગમી બની તેમની પાસેથી સહજતાથી સુપાત્રપદ પામીને હૃદયસ્થ કર્યું. આત્મસમદર્શિત્વભાવથી સર્વજીવસૃષ્ટિ તેમની આત્મજન હતી, પરમાત્મભક્તિમાં પરમાત્મસ્વરૂપ પ્રાપ્તિની તડાનતા હતી, સદ્દગુરૂને સમર્પિત જેમનું જીવન હતું, વ્યવહારશુધ્ધિ ઔચિત્યપૂર્ણ હતી, જડ-ચેતનના ભેદમાં વિવેકયુક્ત જાગૃતિ હતી, જેમની ગુણદૃષ્ટિ સ્વ-પર સર્વને ઉજાળતી હતી, તેમની તત્વદૃષ્ટિ અસિમિત હતી, શુધ્ધસ્વરૂપની ખોજ અપર્યાપ્ત હતી, તેમનો શુદ્ધાત્મ ગુણસંવેદનનો અનુભવ પર્યાપ્ત હતો. જેથી જીવો સાથે જીવ્યા તો પણ નિરાળા રહ્યા, દેહ સાથે પ્રતિક્ષણ રહેવા છતાં દેહથી નિસ્પૃહી રહ્યા, સદ્ભાવ અને સદ્વિચારયુક્ત ચિંતનમાં નિરાભીમાની રહ્યા. આવા અગણ્ય ગુણોમાં વિહરતા ગુરૂમાએ જડભાવને ઉવેખીને આત્મતત્વને પામી સતત અનુભવ ચિંતન પોતાના સ્વાધ્યાય માટે કંડાર્યું. તેને આપણે તેમનાં જ શબ્દોમાં નિહાળીયે.... Page #17 -------------------------------------------------------------------------- ________________ ગુરુમા જે સદ્ગુરૂજનોનાં સાંનિધ્યથી, તેમની વાણીના પાનથી, તેમની કૃપાદૃષ્ટિથી આંશિક સહજ અવસ્થાને પામ્યા તે જ સદ્ગુરૂના નામ સ્મરણથી આપણે પણ તેમના માર્ગે આગળ વધીયે..... કુટુંબના કુલગુરૂ પરમપૂજય યોગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. પરમપૂજય સંઘસ્થવીર દાદાગુરૂદેવશ્રી આ. સિદ્ધિસૂરીશ્વરની મ.સા. (બાપજી મ.સા.) દિક્ષાપ્રદાતા પરમપૂજય સરળસ્વભાવી શ્રી મનોહરસૂરીશ્વરજી મ.સા. સંયમજીવનનું ઘડતર કરનારા પરમપૂજય મુનીમહંત શ્રી સુમિત્રવિજયજી મ.સા. જેમણે પૂજયગુરૂમાને પોતાના હૃદયમાં ચોથાઆરાના સાધ્વીજી સદૃશ સ્થાન આપ્યું છે તેવા સંયમના પાલનહારા પરમપૂજય વર્ધમાનતપોનિધિ, શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા. અધ્યાત્મધન આપનાર પરમપૂજય પં. પ્ર. અધ્યાત્મયોગી શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. પરમપૂજ્ય તપસ્વીસમ્રાટ શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. . તત્વજ્ઞાનગોષ્ઠી કરાવનારા પરમપૂજય શાંતસ્વભાવી શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મ.સા. પરમપૂજય શ્રુતપ્રવર્તક મુનીરાજ શ્રી જંબુવિજયજી મ.સા. આ ચિંતનકર્ણિકાને શ્રી સંધ સમક્ષ પ્રદાન કરવાની પ્રેરણા કરનાર પરમપૂજય ભક્તિયોગાચાર્ય આ. યશોવિજયસૂરીશ્વરજી મ.સા. સદ્ગુણોની સુવાસથી સુવાસિત પરમપૂજય પં.પ્ર. શ્રી વ્રજસેનવિજયજી મ.સા. પરમપૂજય પ્રખરપ્રવચનકાર શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સા. સંયમદાતા ગુરૂમાતા પરમપૂજય વિદૂષી સાધ્વીજી શ્રી પ્રભાશ્રીજી મ.સા. જન્માન્તરીય સાધનાને નિખારવાનું કાર્ય ઉપર્યુકત સદ્ગુરૂભગવંતોને કર્યું. સ્વસામર્થ્ય, ધરખમપુરુષાર્થ, સતત જાગૃતિ અને સ્વસ્વરૂપના ચિંતન, મનન, ધ્યાનના સતત અભ્યાસના કારણે પ્રાપ્ત થયેલા આત્માનુભવને કારણે મહાપુરુષોએ ગુરૂમાને “ચિંતન, મનન, ધ્યાનની પેલેપાર અનુભૂતિનાક્ષેત્રને પામેલા યોગીજનોના માર્ગમાં પ્રવેશેલા કહ્યા છે’’ પરમપૂજય ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા.ની પાવનપ્રેરણાથી પ્રકાશીત થનાર આ પુસ્તકને પૂજયશ્રીએ શાસનના અગણીત કાર્યોની વચ્ચે પણ બરાબર રીતે અવલોકીને કૃપા કરીને પ્રસ્તાવના લખી આપી અમોને કૃતકૃત્ય કર્યા છે. તથા પરમપૂજય અધ્યાત્મયોગી પં. પ્ર. શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. ના અનન્ય કૃપાપાત્ર પરોપકારાદિગુણોપેત પરમપૂજય પં. પ્ર. શ્રી વજ્રસેનવિજયજી મ.સા. દ્વારા પૂજય ગુરુમાના આ પુસ્તક અંગેનું લખાણ જોઈને આત્મીય ભાવે બે બોલ લખાયા છે. તે માટે અમો પૂ. પં. પ્ર. ભદ્રંકરવિજયજી મ.સા. હતા ત્યારથી તેમના ઋણી છીએ અને આ પ્રસંગે વધુ ઋણી બન્યા છીએ. આ સાથે પરમપૂજય સ્વસંયમનિષ્ઠ પ.પૂ. શ્રી હરિશ્ચંદ્રવિજયજી મ.સા. તથા અધ્યાત્મપ્રવચનકાર Page #18 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજય આ. હેમસુંદરસૂરીશ્વરજી મ.સા.ના ઉપકારોનું પણ સ્મરણ કરું છું. પૂજય ગુરૂમાએ આત્માનું સાધીને આશ્રિતોનું યોગ-ક્ષેમ કર્યું. શ્રી સંઘને સુસંયમ, સગુણ, સાધના, સમાધિમયજીવનનો આદર્શ આપ્યો અને સાથે સાથે ચિંતનનો ખજાનો આપીને સ્વજીવનને કૃતકૃત્ય કર્યું. ગુરુમાના આ ચિંતનના ખજાનાને શ્રી સંઘની સમક્ષ ખુલ્લો મૂકતા સહભાગી યાત્રીઓને કેમ ભૂલી શકાય !!!! ૮૫ વર્ષની જૈફવયે સ્વસાધના, સ્વાધ્યાય, જ્ઞાનદાનમાં રત રહેવા છતાં ગુરૂમાના સ્વહસ્તે લખેલા લેખોને વ્યવસ્થિત કરીને આ પુસ્તક તરીકેનો પ્રકાશ આપવામાં પ્રધાનભોગ આપનારા સુશ્રાવિકા સુનંદાબહેનના સહકાર બદલ અમે એમનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ તથા સાથો સાથ ડૉ. પ્રિતમબહેનની સહાયકતાને પણ કેમ ભૂલી શકાય? તેઓના પણ અમે ઋણી છીએ. આ સાથે પરાગભાઈએ ગત બે પુસ્તક નવપદ અનુભૂતિ તથા એ ગિરિવરને સેવતાં આતમ નિર્મલ થાય તથા આ ચાલુ પુસ્તકમાં તૈયાર કરવામાં અમને ખૂબ જ સાથ-સહયોગ આપ્યો છે તેમનો ખૂબ-ખૂબ આભાર માનીયે છીએ. વળી પ્રગટ-અપ્રગટ સહાય કરનાર સર્વેના અમો ઋણી છીએ આ પુસ્તકના પૂફરીડીંગમાં અનભિજ્ઞપણે જે કાંઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા આપશો તથા ક્ષતિ પ્રત્યેનું ધ્યાન દોરવા કૃપા કરશો. આ પુસ્તકના વાંચન દ્વારા આત્માના અનુભવના ઉજાસમાં પરમપદને પ્રાપ્ત કરે એ જ શુભાભિલાષા. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તેની ક્ષમા યાચું છું. પ.પૂ. અધ્યાત્મમગ્ન ગુરૂમાતા પદ્મલતાશ્રીજી મ.સા. ની ચરણસેવિકા ભાવપૂર્ણાશ્રીજી Page #19 -------------------------------------------------------------------------- ________________ વંદન - દર્શન ૨. આનંદમય જીવનનું રહસ્ય ૩. દેશના ૧. ܪ ૪. ૫. અમુલ્ય વસ્તુ પંચસૂત્ર ગણતાં આત્માને જાણો ગુરુ પ્રાર્થના ૬. ૭. ૮. અહંમનું ધ્યાન પ્રભુ દરિશન બના ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. સાધુતાને શો ૧૨. આત્માનું પૂર્ણાનંદ સ્વરૂપ ૧૩. ઉપયોગ શૂન્યતા અરુણોદય સૂર્યોદય પ્રહરો ચૈતન્ય શક્તિ વૈખરી આદિ ચાર વાણી મોક્ષનું સુખ પરોપકાર ગુણ જિનદર્શન બાહ્યભાવ-આત્મભાવ-પરમાત્મભાવ આત્માનું શુદ્ધ સ્વરૂપ પરમગુરુનો જય જયકાર આત્મશુદ્ધિનો ઉપાય આત્માની કંગાલ અવસ્થા ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. પૂર્ણાનંદ ૨૭. ૨૮. ૨૯. વાત્સલ્ય પ્રેમ જ્ઞાન-સુધા ચૈતન્યમાં ઉપયોગ જોડો શરીર અને આત્માના ભેદની સમજણ આત્મરત્ન ઓદાસી-ન્ય ભાવ મૌન લયાવસ્થા અવિચલા સ્થિતિ વિષયાનુક્રમ સંવત ૨૦૭૧-પાના નં. ૧ થી ૧૭ ૯. સમવસરણનું ઘ્યાન ૧૦. પ્રભુની કરુણા ૧૧. હું ગુરુદેવ ! ૧૨. દેશના ૧૩. દેશના ૧૪. ૧૫. ૧૬. ગુણાનુરાગ સામાન્ય-વિશેષ પંચસૂત્ર ઋષિમંડલમાં આત્મદર્શનની પ્રક્રિયા પંચસૂત્ર સંવત ૨૦૪૦-૪૧-પાના નં. ૧૮ થી ૭૪ ધર્મ બિંદુ (ધર્મનું સુક્ષ્મ તત્ત્વ) ધર્મ ક્ષેત્ર ૩૦. ૩૧. ૩૨. ૩૩. ૩૪. ૩૫. ૩૬. મહોદય ૩૭. દોષ ૩૮. ૩૯. ૪૦. ૪૧. ૪૨. જ્ઞાન વ્યાપકતા સ્પર્શ ભાવના-ભાવનો અભાવ સાધક ગુણ આત્મ સદગ ચૈતન્ય પ્રકાશા લક્ષ્ય બાંધો ઉપયોગ મધુરતા સ્થિતિભાવ ૪૩. જ્ઞાનવન ૪૪. મિથ્યાત્વનું સ્વરૂપ ૪૫. વિભાજય સુન ૪૬. સોદોર દ ૪૭. ૪૮. ૪૯. ૫૦. ૫૧. ૫૨. ૫૩. નાભિ સ્વરૂપ આત્માની ઓળખાણ જ્ઞાનની કૃતિ સાથે તકરાર જ્ઞાનનો ચેતના સાથે સંવાદ જ્ઞાનની બહિર્મુખતા જ્ઞાનની સબળતા અજ્ઞાનનો સમૂહ તમસ (અંધકાર) વિભાવદીપ આત્માની અગવડતા ૫૪. ૫૫. સુખનો ઝરો ૫૬. ૫૭. સ્વભાવમાં સ્થિરીકરણ અનાહત નાદની અનુભૂતિ નય નિર્દોષાનું અઘ્યયન નૈગમનય સંગ્રહ નય તથા વ્યવહારનય ૧૯. ઋજુ સૂત્રનય ૨૦. શબ્દય ૨૧. સમય ૨૨. એવં ભૂતનપ ૨૩. ઉપસંહાર ૨૪. ચાર નિક્ષેપા ૧૭. ૧૮. અજ્ઞાનનો ભૂતકાળ અને અજ્ઞાનનું ઉલેચવું તથા જ્ઞાનનું સ્થિરીકરણ ૫૯. સુમતિની પટુતા અને મૈત્રીની પ્રભાસતા નવકાર છંદ અને નવપદ અંગ નવકાર અને નવપદની ભિન્નતા અને અભિન્નતા જ્ઞાન સુરભિ તત્ત્વકુંભ સુમતિનું સૌભાગ્ય આત્મ ભગવત્તા ઉપયોગની ઓળખાણ કર્મ ભોગવે છે, આત્મા બાંધે છે એ શું ? અગ્નિ બુઝાય છે અને દિપક પ્રગટે છે એ શું ? વિરતિ રાણી છે અને સર્વ-વિરતિ દાસી છે એ શું ? પરભાવમાં શુદ્ધિ ૫૮. ૬૦. ૬૧. ૬. ૬૩. ૬૪. ૬૫. ૬૬. ૬૭. ૬૮. ૬૯. ૭૦. ૭૧. ૭૨. ૭૩. ૭૪. ૭૫. ૭૬. પ્રભુ ભક્તિ આવેદ દ્રવ્ય-ગુણ-પર્યાયનું ચિંતન નિપલ અને અચાના ભેદ તેમજ સમન્વયનું પ્રભુના ગુણોની સ્પષ્ટતા અથવા પ્રભુનાં ગુણગાન અધીરની લુચ્ચાઇ, સુધીરની સચ્ચાઇ ધીરનો પડાર, સમપીરનો વિજય (રણાર) Page #20 -------------------------------------------------------------------------- ________________ + $ $ $ વિષયાનુક્રમ 'સંવત ૨૦૪૨-પાના નં. ૭૫ થી ૯૬ ૧. દેશના ૧૦. જ્ઞાતા-દ્રષ્ટાભાવ ૧૯. સમાધિ પીન (પુષ્ટ) ૨. સમાધિ ૧૧. ગુરુદેવનો મહિમા ૨૦. કષાયની ઉપકારકતા ૩. પાર્શ્વનાથ ભગવાનનો સમભાવ ૧૨. પરમાત્મ પદ ૨૧. સર્વોત્તમ કાળનું સાધ્ય ૪. જાપમાં સ્થિરતા ૧૩. દયાભાવ ૨૨. પરમાત્માની પૂજનીયતા યોગાવંચક ૧૪. પરમાત્માનું જન્મ કલ્યાણક ૨૩. નિરંજન આત્માની ભૂગર્ભતા સંસારસાર ૧૫. શાશ્વત શું? ૨૪. સવિ જીવ કરું શાસન રસી ૭. અનંત સુખ ૧૬. નિર્વિચારદશા ભાવની પરાકાષ્ટાનું પૃથ્થકરણ ૮. અનંત દુઃખ ૧૭. આત્માનંદ દશા ૨૫. સવિ જીવ કરું શાસન રસી ઉપર દુહા અનિત્યતા ૧૮. તત્ત્વનો પાયો ૨૬. દેખવા લાયક ૨૭. પ્રતિક્રમણ ( સંવત ૨૦૪૩-પાના નં. ૯૭ થી ૧૨૨) ૧. ચૈતન્યના ધ્યાનમાં જીવને બોધ ૯. શીલ ૧૬. આત્માની પરિણતિ (ચાલુ) આપતું ચિંતન જાને ભાવના ૧૦. ચૈતન્યનું ધ્યાન ૧૭. આત્માના નિતિ-ન્યાય શું ? (ચાલુ) શ્રેય અને પ્રેયની સાધના ૧૧. ચૈતન્ય સાથે અભેદ ધ્યાન યાને ૧૮. આત્માનો સ્વભાવ ૩. ચૈતન્યનું ધ્યાન અર્વનું ધ્યાન ૧૯. પરોપકાર ૪. ગુરુ તત્વ ૧૨. ચૈતન્યનું જ્યોતિ સ્વરૂપ ધ્યાન ૨૦. આત્માનું સ્વરૂપ ૫. વિરતિ અને પ્રેમ ૧૩. આત્માનો પૂર્વ સ્વભાવ ૨૧. આત્માનું સ્વરૂપ ૬. મહાવીર પ્રભુનો જન્મ દિવસ ૧૪. આત્માનું ચિંતન ૨૨. આત્મસ્વભાવ-ચૈતન્ય સભાવ (આત્માની પરિણતિ) ૨૩. શીતલતા (પૂર્ણિમાના ચન્દ્રની) ૮, તપ ૧૫. આત્માનો સ્વભાવ ૧,૨ 'સંવત ૨૦૪૩-૪૪-પાના નં. ૧૨૩ થી ૧૬૯ ૧. ધ્યાનની સુક્ષ્મતા ૧૪. કરુણ રસ ૨૩. સકલ તત્ત્વ હિતાશય-પરોપકાર-૧ ૨. શબ્દબ્રહ્મ-પરબ્રહ્મ ૧૫. નમો અને ખમો ૨૪. સકલ સત્ત્વ હિતાશય - ૨ ૩. ક્ષમા ૧૬. ક્ષમાપના પર્વ ૨૫. સકલ સત્ત્વ હિતાશય - ૩ ૪. નમ્રતા ૧૭. જીવતત્ત્વની સાધના અને સિદ્ધિ ૨૬. શિવમસ્તુ સર્વ જગત : ૫. આત્માની સભ્ય દશા ૧૮. સાધના ૨૭. અરિહંત પ્રભુના ગુણોનું ધ્યાન ૬. આત્માની અનુભવગમિક વાર્તા ૧૯. ગ્રહ ૨૮. આઈજ્યમ્ ૭. આત્માના પૂર્ણાનન્દ સ્વરૂપની મહત્તા ૨૦. ગુરુ સ્તુતિ ૨૯. જ્ઞાતૃત્વ ૮. પરમાત્માના ગુણો ૨૧. (i) સર્વજીવ હિતાશય ૩૦. ઔચિત્યમ્ ૯, જ્ઞાન-ધ્યાન-તપ (ii) પરહિતમાં સ્વહિત ૩૧. પંચ કલ્યાણક ૧૦. બોધિ (iii) પરોપકાર ૩૨. પંચ સૂત્રનું પહેલું સૂત્ર ૧૧. ઉપયોગનું કીર્તન (iv) મૈત્રી ૩૩. ચેતના (રંગીલી) ૧૨.સમાધિરાજ ૨૨. શિવમસ્તુ સર્વજગતઃ ૩૪. હૂ ની સાધના ૧૩. વીર રસ 'સંવત ૨૦૪પ-પાના નં. ૧૭૦ થી ૧૯૦ ૧. ઔચિત્ય ૨. કમઠનો ઉપસર્ગ અને ધરણેન્દ્ર તથા પદ્માવતી માતાની ભક્તિ ૩. પ્રભુ ભક્તિનું સ્વરૂપ ૪. ઉપયોગની તદ્રુપતા ૫. નવકાર અને શત્રુંજયનો અભેદ ૬. મહાવીર સ્વામી ભગવાનનો જન્મ દિન ૭. ગુરુ સંબંધી ઉપદેશ ૮. નેમિ પ્રભુ જન્મ દિવસ ૯. જ્ઞાન અને સુખની વ્યાખ્યા ૧૦. શુદ્ધાત્માનું ધ્યાન ૧૧. શુદ્ધ આત્મ દ્રવ્ય ૧૨. ગુરુકુળ ૧૩. પરમાત્મ સન્નિષ્ઠાવસ્થા ૧૪. વિરતિમાં આનંદ ૧૫. પરિણતિની શુદ્ધતા ૧૬. વ્યષ્ટિ-સમષ્ટિ ભાવ Page #21 -------------------------------------------------------------------------- ________________ * અનુક્રમણિકા * સંવત ૨૦૩૧ ૧. વંદન-દર્શન ૧૩. દેશના ૨. આનંદમય જીવનનું રહસ્ય ૧૪. પંચસૂત્ર ૩. દેશના ૧૫. ઋષિમંડલમાં આત્મદર્શનની પ્રક્રિયા ૪. અમૂલ્ય વસ્તુ ૧૬. પંચસૂત્ર ૫. પંચસૂત્ર ગણતાં ૧૭. નય-નિક્ષેપાનું અધ્યયન નૈગમ નય ૬. આત્માને જાણો ૧૮. સંગ્રહ નય તથા વ્યવહાર નય ૭. ગુરુ પ્રાર્થના ૧૯. ઋજુસૂત્ર નય ૮. અહમનું ધ્યાન ૨૦. શબ્દ નય ૯. સમવસરણનું ધ્યાન ૨૧. સમભિરૂઢ નય ૧૦. પ્રભુની કરુણા ૨૨. એવંભૂત નય ૧૧. હે ગુરુદેવ ! ૨૩. ઉપસંહાર ૧૨. દેશના ૨૪. ચાર નિક્ષેપ સાધકનો અંતર્નાદ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧. વંદન-દર્શન મા.શુ. ૧૦, ૨૦૩૧ વીતરાગ દર્શન વિના નવિ જાણ્યું નિજરૂપ, ભવભ્રમણ એળે ગયું પડિયો ગહન ભવકૂપ; ભણીયો પણ ગણીઓ નહિ આવ્યો નહિ વિવેક, જ્ઞાન છતાં ભારે થયો ખર ચંદનથી છેક; આત્મસ્વરૂપ પિછાનીયું ભણી ગણીને એહ, તેહનું જીવિત સફળ હુએ સફળ સફળ સવિ તેહ; ઉપગારીના ગુણને ભૂલ્યો ધરી અવિવેક, ક્રોધ વિશે પડી ભૂલીયો શુદ્ધ બુદ્ધ નહિ એક; સિદ્ધચક્રને ધ્યાવતાં ઉપન્યો અતિ આનંદ, જેહના મૂળમાં જેહ છે તેહ છે પરમાનંદ, ૨. આનંદમય જીવનનું રહસ્ય (પ્રભુ પ્રત્યે પ્રેમ (રાગ) પ્રગટ કરવા માટે જીવ અને ઈશ) અશાની જીવ અપૂર્ણ અસહાય અને દુઃખી હોવાથી દયાસિંધુ કૃપાવતાર એવા પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવા ચાહે, સહાયતા માગે એ તદ્દન સ્વાભાવિક છેભગવાન સિવાય બીજો કોઈ સહાયતા કરનાર ન હોવાથી ભગવાનની જ અનન્ય શરણાગતિ ઈષ્ટ છે. ભગવાન પર જીવનો પરમ અને નિરંતર પ્રેમ સ્વાભાવિક છે કેમકે તત્ત્વથી તો પોતે તેના જેવો છે. અર્થાત્ તે સ્વરૂપ છે પોતાનો પોતાની પર જ ડોમ બધા કરતાં મોટો હોય છે. જો જીવ ભગવાનની સાથેનો પોતાનો (છ પ્રકારનો) સંબંધ જાણે ન! આ બધું તદ્દન સ્વાભાવિક જ છે. તે માટે બીજા કોઈ પ્રયાસની આવશ્યકતા નથી. જીવ અજ્ઞાનવશ એ સંબંધ ભૂલી જાય છે તો પણ પ્રેમ સ્વાભાવિક હોવાથી તે પ્રગટ દેખાય પણ એ તરફ જીવની દૃષ્ટિ જવી જોઈએ. એ તો વિષયમાં એટલો લિપ્ત છે કે એની પ્રભુ તરફ જવાની ફુરસદ જ નથી. એક ક્ષણ માટે પણ જો જીવ વિષયથી મોટું ફેરવી ભગવાન તરફ કરે તો તે એના અંતઃકરણમાં જ છે. ભગવાન સર્વજ્ઞ છે તેથી જીવમાં અને પોતામાં કંઈ ભેદ નથી એ તે જાણે છે તેથી તેમનો જીવ પરના પ્રેમ સ્વાભાવિક હોય છે જ. તે જીવને કદી ભૂલતા નથી. તેને સહાય કરવા તેનો યોગક્ષેમ કરવા સંપૂર્ણપણે તૈયાર જ છે પણ વાત એમ છે કે ભગવાન જીવનું યોગક્ષેમ કરવા તે તરફ મોઢુ કરી તૈયાર ઊભા છે, પણ જીવે ભગવાન તરફ પીઠ ફેરવી વિષયો તરફ મોઢું ફેરવી રાખ્યું છે, વિષયમાં લિપ્ત છે તેમાં જ રમમાણ છે તેથી ભગવાન જુએ છે કે બાળક જીવ રમતમાં જ રમી રહ્યો છે તો પછી એને છે ડતા નથી ને જાણે છે કે કદીને કદી થાકશે, ધરાઈ જશે એટલે ઉપરતિ થશે ત્યારે હું તેને એકદમ ખેંચી લઈશ. વચ્ચે વચ્ચે પણ સંસારની રમતમાં જયારે તે પડી જાય છે, દુઃખી થાય છે ત્યારે તે તેને સાધકનો અંતર્નાદ Page #23 -------------------------------------------------------------------------- ________________ મદદ કરે છે. આવી રીતે તે હંમેશાં કૃપા કરતા જ રહે છે. તો પણ જીવ વિષયોથી અંધ હોય છે કે તેમણે કરેલી કૃપાને તે જોતો જ નથી. જો તે કૃપાને જુએ તો તેની વૃત્તિ ભગવાન તરફ આપોઆપ ફરે. ઉપર પ્રમાણે જીવને પરમાત્મા સાથેના પોતાના છ સંબંધોનું જ્ઞાન થાય તો તેનો પરમાત્મા પ્રત્યે પ્રેમ સ્વાભાવિકપણે પ્રગટ થાય. આ પ્રેમ સ્વાભાવિક હોવાથી શુદ્ધ હોય છે. આ પ્રેમમાં કાંઈ ફળની ઈચ્છા નથી. તે અહેતુકી છે. સુખ, ભય વગેરે કોઈ પણ હેતુ સ્વાભાવિક પ્રેમમાં હોઈ શકે નહિ પોતાની ઉપર પોતાનો પ્રેમ નિર્દેતુક, સ્વાભાવિક અને નિરંતર હોય છે અને તે પરમ પ્રેમ હોય છે. બીજા પર પ્રેમ એટલો ન હોઈ શકે જેટલો પોતાની પર હોય છે. બીજા પર પ્રેમ કરવામાં કૈક ને કેક ફળની ઈચ્છા અવશ્ય હોય છે. પછી ભલે એ સુખની હોય. પરમાત્મા પ્રત્યે પ્રેમ થાય તો એની વૃત્તિ એમનામાં જ હોય છે કેમકે ત્યાં પરમ સુખનો અનુભવ છે. પછી વૃત્તિ વિષય તરફ જશે જ નહિ. આસક્તિ ન હોય તો દુ:ખ કયાંથી? ૩. દેશના રાજકોટ, ર૦૩૧, વ વ. ૧૩ આત્મા અને તેનો ઉપયોગ-જ્ઞાન વ્યાપાર (જ્ઞાનને શેયની સાથે જોડવું તે ઉપયોગ) તેની જ કિંમત છે. તે ઉપયોગને ઓળખો, તેની કિંમત કરો અને અવળે માર્ગે વહેતા તે ઉપયોગને સ્વમાં સ્થિર કરો. ભલે અનાદિના ઝગડા જડ ચેતનના હોય પણ જડને જડના સ્થાને સ્થાપો. ચેતનને ચેતનના સ્થાને સ્થાપો. ઝગડા મટી જશે. આપણી માન્યતા બેની મિશ્રતાવાળી છે તેથી તે બન્નેને ઝગડા થાય છે અને ચેતન દુઃખી થાય છે. આ વાણી સાંભળી સાધકને થયું અહો ! પરમાત્મા તારી વાણી ધન્ય છે. હવે મને સૂઝ મળી. ધન્ય છે મને. આનંદ-આનંદ-આનંદ. તારું કર્તુત્વ તું ભૂલી ગયો છું એટલે પરના કર્તૃત્વમાં પડી ગયો છું, હવે વિભાવના કતૃત્વથી પાછો ફ૨. સ્વમાં સ્થિર થા. તને આત્મસાક્ષાત્કાર થશે. આ.વ. ૨ આ જગતમાં કોઈ કોઈનું નથી' આ વાક્યને તારા અંતરાત્મામાં સ્થિર કરી દે. પછી જીવનના છેડા સુધી જીવો તરફનું દુધ્ધન મટી જશે. મમત્વ મારે છે, એ છૂટશે ત્યારે સ્વનું મમત્વ જાગશે અને આત્મામાં સ્થિર થઈશ. ૪. અમૂલ્ય વસ્તુ આત્મા દેહથી ભિન્ન છે, એમ સમજ. આત્મા એ અમૂલ્ય વસ્તુ છે. અને તે તારી પાસે જ છે. પણ તેનું મૂલ્યાંકન યોગી જગતમાં સર્વોપરિ છે, ભોગી જગતમાં તે યત્કિંચિત્ છે, તારું લક્ષ્ય પણ તેના મૂલ્ય તરફ નથી, ઉપેક્ષા છે, પણ ઉપેક્ષા કરીશ તો એ મૂલ્યવાન વસ્તુ તારા હાથમાં પ્રાપ્ત નહિ થાય. સાધકનો અંતર્નાદ Page #24 -------------------------------------------------------------------------- ________________ માટે અહો ! આવો અનંત શક્તિમાન મારી પાસે જ છે, અંદર છે ! એવા આશ્ચર્ય સાથે તેના પર મમતા કર. તને તેનું મિલન થશે. રાજકોટ, વૈ.શુ. ૬, ૨૦૩૧ ભગવાને કહ્યું; જગત જીવ અને હું એક જ છો. આ બધું દશ્ય છે તે તો તે જે શરીર ધારણ કર્યું છે તેને માટે જીવન જીવવા વ્યવહારો માટે તારી પોતાની ઊભી કરેલી ધમાલ છે. તેમાંથી છૂટવું હોય તો જગતને તારા જેવું માનીને વ્યવહાર કરી અને મારું ધ્યાન કર, મારી સાથે એકતા સાધ. અમરેલી, ૨૦૩૧ પરમાત્માએ કહ્યું કે તારો ધર્મ શાશ્વત રહેવાનો છે, અશાશ્વત બધું જે દેખાય છે તે તારું નથી. હું તેનાથી પર છે, માટે તેમાં રમીશ નહિ. પણ તે બધો પરભાવ છે, એમ સમજ. ૫. પંચસૂત્ર ગણતાં અમરેલી. હે આત્માનું ! સંસારમાં મનુષ્ય તરીકે જન્મ થયો છે તો તારું કર્તવ્ય છે અજન્મા થવા માટેનું અર્થાતુ અજન્મા થવા માટે આ મનુષ્ય જન્મ મળ્યો છે. અને પ્રભુને કરુણા આવવાથી તારા કર્તવ્યથી ન ચૂક માટે પોતે જે રીતે જે પ્રાપ્ત કર્યું છે તે રીતે તે બતાવ્યું છે. અરિહંત ભગવંતના અનુષ્ઠાન, સિદ્ધ ભગવંતનો સિદ્ધ ભાવ, આચાર્ય ભગવંતનો આચાર, ઉપાધ્યાય ભગવંતનો સૂત્ર પ્રદાન, સાધુ ભગવંતની સાધુ ક્રિયા આ પાંચ વસ્તુ જ સંસારમાં સાર છે. ભોગાદિ પ્રત્યે તો કર્મચંડાલ વળગ્યો છે માટે જીવ (તેના તરફ) રુચિ કરે છે. પણ માનવ દેહ-મનુષ્ય જન્મ તેના માટે નથી. કેવી સુંદર પાંચ વસ્તુ આપણને મળી છે ! એ પાંચનો કેવો અસીમ ઉપકાર છે ! સાધુની સાધુ ક્રિયાને મોક્ષ સાધક બનાવીને સિદ્ધ ભગવંતે સિદ્ધ કરેલી સિદ્ધિ મેળવવી છે તો તે માટે અરિહંત પરમાત્માએ માર્ગ બતાવ્યો છે. જગતમાં આ પાંચ જ આદરણીય છે, બીજી કોઈ વસ્તુ નહિ. આ પાંચ વસ્તુ પર આદર તે જ અનુમોદના છે. આ પાંચ વસ્તુ જેનામાં છે તે વ્યક્તિ તેનો આધાર છે માટે તે વ્યક્તિઓની અનુમોદનાને અનુમોદના કહી છે. “3 સા મોસા સ વિહિપુત્ર” આ ઉપર કહી તે સારી વિધિપૂર્વકની અનુમોદના છે. અને તે અરિહંત ભગવંતની કૃપાથી થાય છે. અસ્મિનપાર ભવવારિનિધ-આ ગાથાથી ૪ ગાથામાં દુષ્કત નિંદા છે. ધન્યાસ્ત એવ-આ ગાથાથી સુકૃતાનુમોદન છે. તુમ્યું નમસ્ત્રિભૂવન-આમાં શરણગમન છે. પ્રભુનાં દર્શન કરતાં પ્રાર્થના કરતાં પણ દુષ્કૃત નિંદા, સુકૃતાનુમોદન, ચતુ કરણ ગમન આ ત્રણ વસ્તુની આરાધના કરવાની છે માટે આરાધનાના પ્રસંગોમાં તે ત્રણે વ્યાપક છે. સાધકનો અંતર્નાદ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૬. આત્માને જાણો અમરેલી, દર્શન, જ્ઞાન, ચારિત્ર-તપ તારે કેળવવાનાં છે? ના. જડને જોવામાં, જાણવામાં, રમવામાં (તન્મય થવામાં) ભોગમાં (કૂપ થવામાં) આનંદ કરીએ જ છીએ. જગતમાં જન્મીને આ જ કરી રહ્યા છીએ. તે સિવાય આ સંસારમાં રહેલો આપણો જીવ શું કરે છે તે શોધો. હવે વિચાર કરો જીવને શું કેળવવાનું છે? જીવને જોતાં આવડે છે, જાણતાં આવડે છે, રમતાં, ભોગવતાં આવડે છે, જો તમે વિષય બદલો, તો તે દર્શન-સમ્યગૂ દર્શન છે જ્ઞાન સમ્યગું બને છે ચારિત્ર સમ્યક ચારિત્ર, અને તપ સમ્યક્તપ બને છે. વિષય કોણ? આપણો અનાદિ કાળથી ભૂલાઈ ગયેલો આત્મા. આત્માને જુઓ, જાણો, તેમાં રમો, તેને ભોગવો, તે જ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ છે. તે દરેકમાં આનંદ જુદો, દર્શન આનંદ, જ્ઞાનાનંદ, ચારિત્રાનંદ, તપાનંદ મેળવો. છે. ગુરુ પ્રાર્થના અમરેલી, હે ગુરુ દેવ ! દાદા! આપના પ્રભાવથી હું આજે જાપ પૂર્ણ કરી શકયો. સ્થિરતા રાખી શકયો જો કે જેનો જાપ કરું છું તેના પ્રભાવથી જ પૂર્ણ કરી શકું છું છતાં તે એવી મહાન વ્યક્તિઓ છે કે તેનો પ્રભાવ ઝીલવાની મારી તાકાત હજુ પ્રગટી નથી. હાલમાં તો સાક્ષાત્ સહાય કરનાર આપ છો તેથી આપના પ્રભાવથી હું પ્રભાવિત થયો છું. આજે આપનો પ્રભાવ અનુભવાયો એ પણ મારે મન મહાન આનંદનો વિષય છે. પરમેષ્ઠિ ભગવંતના સંપૂર્ણ પ્રભાવથી જયારે સંપૂર્ણ પ્રભાવિત થઈશ ત્યારે તો હું મુક્તિ (જીવન મુક્તિ) નો આનંદ અહીં જ, આ જ અવસ્થામાં અનુભવતો હોઈશ. ૮. અહંમનું ધ્યાન ફા.વ. ૧૪, રાણકપુર. અહમ્ જ્વાલાની અંદર અશુદ્ધ વિચારો નાખી નાંખીને બાળી નાંખ્યા, ઉપયોગ શુદ્ધ થયો. હે પ્રભુ! તારી સાથે મળવામાં આનંદનો અનુભવ થાય છે. મુક્તિના આનંદનો અનુભવ ત્યાં જઈશું ત્યારે થશે અત્યારે તો તે આનંદ અનનુભૂત છે. ફકત કર્મ મુક્ત જીવો અનુભવે છે પણ હમણાં તો તને મળવાથી આનંદ સાક્ષાત્ અનુભવું છું. એથી મુક્તિમાં જવાનો વિચાર જ નથી આવતો. ૯. સમવસરણનું ધ્યાન ચે.શુ. ૧, રાણકપુર. ભગવાનની સભા સૌથી ઉત્તમ દ્રવ્યોથી બનાવેલી છે, ઈદ્રો, ચક્રવર્તી રાજાઓ વગેરે મોટા મોટા માણસો ભક્તિથી ભરપૂર હૃદયે દોડા દોડી કરી રહ્યા છે. ઊંચા મુખ કરી કરીને પ્રભુને નિરખી રહ્યા સાધકનો અંતર્નાદ Page #26 -------------------------------------------------------------------------- ________________ છે, મને એમ થયું કે અહીં આ બધાની પાસે તો આપણે નહિવત્ છીએ, આપણામાં એવી કોઈ ભકિત નથી કે ભાવ નથી. આ વિચારમાં એક બાજુ ઊભા છીએ ત્યાં તો ભગવાને અમને બોલાવ્યા. તે ભવ્યજીવો ! મારી પાસે આવો, મારી સાથે બોલો, મારી સાથે મળો, મને તમારા પ્રત્યે એટલો જ પ્રેમ છે. શું કરવા સંકોચ પામો છો ? હું તમારા જેવો જ છું, તમારી જાતિનો જ છું, આ તો મારા કર્મો ખસી ગયાં છે એટલે મારી સ્થિતિ આ રીતની છે અને તમને કર્મોએ ઢાંકી દીધા છે એટલે તમારી આ સ્થિતિ છે. તેમાં કાંઈ મુંઝાવાની જરૂર નથી, એ કર્મોને ખસેડવાનો માર્ગ હમણાં બતાવું, એ માર્ગે ચાલજો પછી આપણે બધા સરખા થઈ જઈશું. તમને એમ થાય છે કે અમને આવાં ભક્તિ-ઉત્સાહ કોઈ જાગતાં નથી. (ભગવાને કહ્યું) પણ ઈદ્રો વગેરે મારી ખાતર (પાછળ) મને મળવા ખાતર પોતાના ભોગ સુખોની સામગ્રી થોડીક છોડી શકે છે. પોતાને ભોગવવા માટે રાખીને સમર્પણ કરે છે અને તમે તો મારી ખાતર બધાં ભોગ સુખ છોડયાં એટલે મારી સમીપમાં મારાપણું રાખનારા તમે વધુ છો તેથી તેનો મને તમારા પ્રત્યે ઘણો આનંદ છે, અને તેઓ થોડા દૂર છે તેથી તેમના પ્રત્યે મને અતિકરુણા છે. આ સાંભળતાં જ અમારો સંકોચ નીકળી ગયો અને આનંદ પણ ખૂબ થયો. મારી ખાતર તમે બધું છોડવું એમ કહી એવી લાગણી બતાવી. તેમની લાગણી અનુભવી એટલે આંસુનો પ્રવાહ નીકળ્યો. આપણા ઉપર પ્રભુની આટલી બધી કૃપા દૃષ્ટિ છે? આટલો પ્રેમ છે ? આજે જ ખબર પડી. પછી પ્રભુને, પ્રદક્ષિણા કરી સ્તુતિ કરી. ૧૦. પ્રભુની કરુણા હે પ્રભુ ! તારી ઉપર માધ્યસ્થ ભાવ રહે છે. એ કેમ સહન થાય ? મને દુઃખ થાય છે કે કેવો દોપ મને સતાવી રહ્યાં છે ? તને જોવા છતાં, કોઈ ઉત્સાહ-આનંદ નહિ પણ ઠીક દર્શન કર્યા આવો જ નીરરસ ભાવ ? ભગવાનનાં દર્શન કર્યા, સ્તુતિ કરી. હે મારા માનને હણનારા ! કોધને હણનાર, વિષયોને દૂર કરનારા હે પ્રભુ! તારા શરણે આવ્યો છું, તારાં ચરણોમાં આળોટું છું, આટલું બોલ્યો એટલે ભગવાને નો મારા પર કરુણાનો ધોધ વહેવડાવવા માંડયો. એટલામાં તો પેલા બધા દોષોએ-શત્રુએ નાસવા માંડયું. ભગવાન પોતાના દોષોને હણવા માટે ધોકો લઈને મંડી પડયા હતા એટલે તે શત્રુઓ ભગવાનને જોતાંની સાથે ઓળખી ગયા કે આમણે તો આપણને લાંબા લસ કરી નાંખ્યા હતા તેથી ડરી ગયા અને નાઠા. પછી ભગવાને કહ્યું કે આ તો અનાદિ કાળની લપ છે, તેનો ભરોસો રાખશો નહિ, પણ તે તેમને ઓળખ્યા છે એટલે હવે વાંધો નથી. તારા જયાં સુધી ભવ થશે ત્યાં સુધી હવે વાંધો નહિ આવે, ભવોભવ તને શાંતિ રહેશે. પણ નિરંતર તારા ચિત્તને આત્મામાં (આત્મા તરફ લઈ જજે) દોરજે. અને વિચારજે કે તું બહાર ચાલ્યો ગયો પણ અનંતશક્તિનો ધણી અંદર બેઠો છે તેનું શું થશે? આ વિચાર તું કદી ન ભૂલીશ. સાધકનો અંતર્નાદ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૧. હે ગુરુદેવ ! હે ગુરુદેવ ! તમે અમારી સાથે કેટલો બધો સંબંધ રાખો છો, કેવળ કરુણાથી અમારા આત્માની દયા આવવાથી અમારી રક્ષા કરીને ઉપકાર કરો છો પણ તેનો સ્વીકાર આ આત્મા ક્વચિત્ મંદ ભાવે કરે, કવચિત્ ન પણ કરે કેટલો મૃતદની છું? આ કૃતજનતાનો ભાવ છે એ જ દુ:ખ છે કૃતજ્ઞતાનો ભાવ છે એ જ સુખ-આનંદ છે. પેલું દુઃખ સહન નથી થતું. હે ગુરુદેવ ! એ કૃતજ્ઞભાવ મારામાં સ્થિર થાય તે માટે કૃપા કરો, શક્તિ આપો, જેથી આપનું સ્મરણ થતાંની સાથે પેલો (કૃતજ્ઞતાનો) ઉપકારીના સંબંધ અનુભવીને આનંદ પામું. સંબંધને લીધે તે વ્યક્તિની યાદમાં પોતે સુખનો અનુભવ કરે છે તેમ અત્યારે તો ગુણી જનનો ઉપકારીનો સંબંધ એ જ સુખ લાગે છે અને સંબંધમાં શુષ્કતા એ જ દુઃખ લાગે છે. આપનો સંબંધ આત્મસાત્ થયો નથી એટલે જ સંબંધના સુખનો આનંદ અનુભવી શકતો નથી. સ્વાર્થ હોય ત્યારે યાદ કરું, ન હોય ત્યારે કાંઈ નહિ મારા સ્વભાવની કેવી વિલક્ષણતા છે ! મારા જેવો કૃતઘ્ની, પાપી કોણ હશે ? ૧૨. દેશના ચે.વ. ૮, રાણકપુર. મેં સ્તુતિ કરી. હું ત્રણ જગતના કલેશને હરનારા ત્રિલોકના નાથ ! હું તારા શરણે આવ્યો છું પછી મેં ભગવાનને પૂછયું પ્રભુ ! આ સંસારની સંતપ્તિથી હું મુકત કયારે થઈશ ? હું નિબળ છું મુક્તિના માર્ગે જવા સત્ત્વ આપ. તારા આલંબનથી જ મારી મુક્તિ છે. પ્રભુએ કહ્યું, પુરુષાર્થ તારે જ કરવાનો છે, હું પણ કાંઈ કરી શકે નહિ. સંતતિ પરભાવ તરફની દોટને લીધે છે, તે દોટ મૂકી દે, મારા જેવું જ તારું સ્વરૂપ છે તેને સંભાળ અને બીજાઓને પણ શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિથી જો. મુક્ત થવાના બે માર્ગ છે, એક ધીમો એક ઝડપી. ઝડપી સર્વવિરતિ માર્ગ. તેને સાધવાનો ઉપાય મેં બતાવ્યો. કોઈને પીડા ન આપવી. મેં કહાં હે પ્રભુ ! તેવું જીવન જીવવા માટે સત્ત્વ આપ. ભગવાને કહ્યું - પરભાવ છોડ અને દરેકના શુદ્ધ સ્વરૂપને જો એટલે બીજાને પીડા આપવાની બંધ થશે. ૧૩. દેશના અમરેલી, હે પ્રભુ! ધર્મ કરવો છે પણ કોઈ કહે છે કે આમ કરો અને કોઈ કહે છે કે આમ કરો, શું કરવું તે સમજાતું નથી. કોઈ કહે ક્રિયાનો અતિરેક થયો છે આંતરિક શુદ્ધિ તરફ લક્ષ્ય નથી અપાતું માટે હાલું આંતર શુદ્ધિ માટે જપ ધ્યાનાદિમાં જવું, કોઈ કહે સાધુને માટે સ્વાધ્યાય મુખ્ય છે. જ - પ્રભુએ કહ્યું, સાત નયથી શુદ્ધ ધર્મની ગવેષણા કરો, કોઈ પણ એક નયને તરછોડશો નહિ તો સાચી સ્થિતિને પામી શકશો. સાધકનો અંતર્નાદ Page #28 -------------------------------------------------------------------------- ________________ મેં પૂછયું, પ્રભુ ! સાત નયનાં ગૂઢ રહસ્યો કેમ સમજવાં? જ - પ્રભુએ કહયું - પ્રયત્ન કરો. વિહારમાં પ્રાર્થના - હે ગુરુદેવ ! જગતના જીવો કર્માધીન છે માટે અમારી કર્માધીનતાને જગત સહન નહિ કરી શકે તે માટે અમને પવિત્ર બનાવો. જીવનમાં બદબો છે ત્યાં સુધી સત્ય વસ્તુ નહિ આપી શકાય. ૧૪. પંચસૂત્ર ૨૦૨૯, નવસારી. સંસારનો (જન્મ મરણનો) નાશ શુદ્ધ ધર્મથી, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપના નાશથી, પાપનો નાશ ભવ્યત્યાદિ ભાવથી. આ ત્રણ કારણોની (શુદ્ધ ધર્મ, પાપ નાશ, ભવ્યત્યાદિ ભાવ) પ્રાપ્તિ માટે ત્રણ ઉપાય છે. ૧. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે સુકૃતાનુમોદન. ૨. પાપ નાશ માટે દુષ્કતનિંદા. ૩. ભવ્યત્વ પરિપાક માટે ચતુ શરણગમન. પોતાનાં પાપોના પશ્ચાત્તાપથી પાપ નાશ થાય છે. બીજાના ગુણોની અનુમોદનાથી શુદ્ધ ધર્મ થાય છે. ગુણીઓના શરણે જવાથી ભવ્યત્વનો પરિપાક થાય છે, અર્થાત્ સ્વભાવ, કાળ, પુરુષાર્થ, કર્મ, નિયતિ (ભવિતવ્યતા) આ પાંચ કારણોનો અનુકૂળ યોગ મળે છે. જીન વચનના આધારે આત્માના જ્ઞાનના ઉઘડેલા થોડાક ભાગને જોઈએ છીએ તો ય આટલો આનંદ થાય છે તો સંપૂર્ણ જોઈએ ત્યારે કેટલો આનંદ થાય? ઋષિમંડલ “અક્ષાં નિત્તાં શાન્ત'' આત્ય કેવું છે ? અક્ષય. અરિહંત પ્રભુનો વ્યક્તિ રૂપે નાશ થાય છે પણ આહત્ય (અહંતુ શકિત) છે તે અક્ષય છે તેથી નાશ પામે નહિ. અરિહંત પ્રભુને ચાર અઘાતિ કર્મ મલ બાકી છે, આહત્ય નિર્મલ છે. ઘટમાં ઘટત્વ છે એટલે કે ઘટનું કાર્ય જલધારણ શક્તિ છે. તે રીતે અરિહંત પરમાત્મામાં આહત્ય શક્તિ છે. મા.વ. ૧૦, ૨૦૩૧, જૂનાગઢ. આત્મગુણ પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાનો છે, અને તે પુરુષાર્થ એ જ પંચાચાર. આત્માના જ્ઞાન ગુણને ખીલવવા માટે જ્ઞાનાચારનું પાલન અર્થાત્ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે પુરુષાર્થ તે જ જ્ઞાનાચાર. તે સાધકનો અંતર્નાદ Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે આત્મદર્શન માટે પુરુષાર્થ તે જ દર્શનાચાર. આત્મ રમણતાની પ્રાપ્તિ માટે પુરુષાર્થ તે જ ચારિત્રાચાર. આત્મામાં સ્થિરતાની પ્રાપ્તિ માટે પુરુષાર્થ તે જ તપાચાર. આત્માના વીર્ય ગુણની પ્રાપ્તિ માટે આ જ્ઞાનાદિ ચાર ગુણો ખીલવવા બળ કરવું, પુરુષાર્થ કરવો તે વીર્યાચાર. દર્શન ગુણમાં અવળો પુરુષાર્થ (અનાચાર અને લૂલો પાંગળો પુરુષાર્થ (શંકાદિ અતિચાર) છોડી દઈ શ્રદ્ધા વગેરે માટે પુરુષાર્થ કરવો. પુરુષાર્થ કઈ રીતે કરવો ? પરમાત્માના પ્રભાવનો અનુભવ કરવા માટે પ્રયોગો કરવા. અનુભવ થયા પછી સચોટ શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. ૨૦૩૦, અમરેલી. શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહી ન જાયજી. અનંતતા નિર્મલતા પૂર્ણતા, જ્ઞાન વિના ન જણાય છે. પ્રભુ અનંત છે-પ્રભુ છે, તેમની અનંતતા-પ્રભુતા છે તે કયાં છે? સર્વ વ્યાપી છે, આપણે બેઠા છીએ ત્યાં પણ છે, પ્રભુતા સર્વ વ્યાપી છે તો પ્રભુ અને પ્રભુતા જુદા નથી માટે પ્રભુ સર્વ વ્યાપી છે, અપાર છે, જેનો છેડો નથી તેવા વ્યાપ્ત છે. અનંત એટલે શું? આ જ અર્થ કરીશું ને? ભગવાન વિજ્ઞાન આનંદ સમાધિરૂપ છે, વ્યાપક છે તો આપણી પાસે જ છે છતાં તેની કોઈ અસર આપણને કેમ નહિ ? આપણી મલિનતાનું બળ પ્રભુની નિર્મળતા કરતાં વધુ છે એટલે તેમનું વિજ્ઞાન આનંદ આપણી ચારે બાજુ છે તેને ધક્કો મારી દૂર કરે છે રખેને સ્પર્શે નહિ, આપણે ના પાડીએ છીએ, જા, જા, કહીએ છીએ એટલે અસર નથી થતી, નહિતર અહીં સમાધિથી ભરપૂર પ્રભુ છે તો આપણને અસમાધિ કેમ? ૧૫. ત્રાષિમંડલમાં આત્મદર્શનની પ્રક્રિયા પો.વ. ૧૪, ભીલડીયાજી ઋષિમંડલ શ્લોક-ર માં આત્મદર્શનની પ્રક્રિયા છે. ઋષિમંડલ મંત્રના અઢાર અક્ષરો છે તેમાં હૂ હૂ આદિમાં અનાહત નાદ શ્રવણની પ્રક્રિયા છે. “अग्नि ज्वाला समाक्रान्तं, मनोमल विशोधकम्" મનનો મેલ શું ? મન કયાં છે ? શરીરના કયા ભાગમાં? મન આખા શરીરમાં ફરે છે જયાં આપણો ઉપયોગ ફરે ત્યાં સાધનરૂપ તે મન બની આત્મા વિષય ગ્રહણ કરે છે. ઉપયોગ સ્થિર થતાં તે મન સ્થિર બને છે. મન દૂર દેશમાં જાય એટલે મન નથી જતું, મન તો અહીં જ છે, પણ મનનો સ્વભાવ છે તે સાધકનો અંતર્નાદ Page #30 -------------------------------------------------------------------------- ________________ અપ્રાધ્યકારી વિષયને ગ્રહણ કરે છે ઉપયોગ મન દ્વારા સ્મરણ કરી દૂરના વિષયને ગ્રહણ કરે છે. બીજા શ્લોકમાં - જયારે હૃદયમાં અહંની આકૃતિ કલ્પીએ ત્યારે ઉપયોગ હૃદયમાં લાવી અર્વ આકાર બનાવી મન દ્વારા જોઈએ છીએ. અહં એ જવાલાથી વ્યાપ્ત છે, ઉપયોગ તે અઈમાં આવ્યો એટલે તે વખતે મન સાધનરૂપ બનેલું તે સ્થાને પકડાયેલું રહ્યું છે. મન મલિન છે તેને (મેલને) જ્વાલાઓ બાળી નાખે છે, મન શુદ્ધ બને છે એટલે અહં આકાર બનેલો ઉપયોગ સ્પષ્ટ શુદ્ધ દેખાય છે. તે ઉપયોગ એ જ આત્મા છે. અને તે જ આત્માને જોવો તે આત્મદર્શન છે. મનનો મેલ શું? રાગ, દ્વેષ. મન તો જડ છે, તેના ઉપર રાગ, દ્વેષ કે આત્મા ઉપર ? આત્મા સ્ફટિક જેવો છે. વચ્ચે કર્માધીનતાના કારણે વેશ્યાથી જે મલિનતા છે તે આત્મા ઉપર છે એટલે ઉપયોગ અશુદ્ધ થતાં તેનું સાધન મન મેલું છે તેનો મેલ જતાં ઉપયોગ ઉપર લેશ્યાની છાયા છે તે દેખાતી નથી એટલે આત્મદર્શન થાય છે. ઉપયોગ મન દ્વારા બીજે જાય છે અર્થાત્ કાર્ય કરે છે. આપણો ઉપયોગ અંગૂઠે ગયો મન દ્વારા. એટલે મન સાધન બને છે ચિત્તથી ખ્યાલ કરવા. જેમ ચક્ષુ, જોઈને વિષય ગ્રહણ કરે છે પણ પાછળ ઉપયોગ હોય છે તેમ. વળી દૂરના વિચારો કરતું મન અહીથી નીકળીને તેને ત્યાં જવું પડતું નથી પણ ચહ્યું અને મન અપ્રાધ્યકારી વિષય ગ્રહણ કરે છે. અહમૂનું ધ્યાન હૃદયમાં કરીએ તે વખતે મન ત્યાં છે. અહમ્ની જવાલાથી મનનો મેલ બળી જાય છે, પણ આપણો ઉપયોગ હૃદયસ્થ અહમુમાં છે તે વખતે મન દ્વારા જ ત્યાં ઉપયોગ છે એટલે મન હૃદયમાં પકડાયેલું છે. તેના મેલને બાળવા માટે અગ્નિની જવાલાથી આક્રાત અઈમ્ ઠીક કામ કરે છે. આમ તો મન નહોતું પકડાતું પણ અર્થમાં પકડાયું અને તેના મેલને બાળ્યો. જેટલું સ્પષ્ટ દેખાય તેટલો ઉપયોગ સ્થિર અને જેમ સ્થિરતા તેમ આનંદ વધુ. જે આનંદનો અનુભવ થાય છે તે જ આત્માનુભવ છે, આત્મા આનંદ સ્વરૂપ છે. ધર્મને બુદ્ધિરૂપ સરાણ પર ચઢાવીને સત્ય છે કે નહિ તેની ખાતરી કરવા માટે મહેનત કરવાની છે. બાકી તો ધર્મ કરવા લાયક એટલે અમલમાં મૂકવા લાયક વસ્તુ છે, સમજવા યોગ્ય જ માત્ર નથી, શય નથી, શૈય તો આત્મા છે, શ્રદ્ધા હોય તો ધર્મ આચરીએ. માટે શ્રદ્ધાની જરૂર અને તે માટે બુદ્ધિની જરૂર પડે છે. ૧૬. પંચસૂત્ર ચિ.વ. ૧૧, બામણવાડા. ભગવાનના ચરણમાં મસ્તક મૂકી ચારનું શરણ લીધું. શરણમ્-અવલંબનમ્ હે ભગવન્! તારું શરણ એટલે આલંબનનો મને કોઈ પણ ભવમાં વિરહ ન પડો. બીજા આલંબનોમાં સાધકનો અંતર્નાદ Page #31 -------------------------------------------------------------------------- ________________ અથડાઈ જઈશ તો મારું શું થશે? મારે બીજું કાંઈ ન જોઈએ, તારું, તારા ધર્મનું આલંબન મને મળો. એ જ માગું છું. - ભગવાન પોતાના સ્વરૂપમાં સ્થિત છે, તેઓ સિદ્ધોનું સ્વરૂપ જોઈ રહ્યા છે અને પોતાના ચાર અઘાતિ કર્મ જયાં સુધી છે ત્યાં સુધી પોતે જે સ્વરૂપ જોઈ રહ્યા છે તેને જગતના જીવો ઉપર કરુણાને લીધે જગતના જીવોને બતાવવા માટે તે કર્મોનો ઉપયોગ કરી પોતાનું સર્વોત્કૃષ્ટ પરોપકારપણું સફળ કરી રહ્યા છે. ભગવાન કહે છે કે, આ સિદ્ધ સ્વરૂપને પામવાથી અનંત સુખનો સ્વાદ લઈ શકાશે. ભગવાન પોતે તો તે સ્વરૂપને પામી ગયા છે, પણ અઘાતિ કર્મને લીધે આપણા પર ઉપકાર કરવા અહીં રહ્યા છે. પ્રભુ ! અનંત સુખ પ્રાપ્ત કરવા શું કરવું? કેવી રીતે કરવું ? ભગવાને કહ્યું કે તે માટે દૃષ્ટાંતો જોઈએ તો જોઈ લ્યો આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંતનું જીવન. તેઓ તે માટે જ પ્રયત્ન કરે છે. તેમનો પરિચય-સંસર્ગ કરો તેમણે પંચ પરમેષ્ઠિનું આલંબન લીધું, દુષ્કતની નિંદા કરી પછી સુકૃતની અનુમોદના કરી, તેનાથી કર્મો ઢીલાં થયાં, અશુભના શુભ થયા, અશુભના અનુબંધ અટકી ગયા, શુભની પરંપરા ચાલી. છેવટે સકલ કર્મનો ક્ષય કરી એ સ્વરૂપને પામશે. પિંડવાડા ઋષિમંડલ ૧લી ગાથા “દયા સ્થિતમ્” અ” થી “હ’ સુધીના અક્ષરો અહમાં છે તે જીવન વ્યવહારમાં ઉપયોગી બને છે અને જીવનવ્યવહાર માટેના ઉપાયો બતાવનાર શાસ્ત્રો આત્મ વિકાસ માટેના ઉપાયો બતાવનાર શાસ્ત્રો આ બધું અહમાં છે માટે અહમ્ સર્વત્ર વ્યાપક છે. ૧૦. નર-નિક્ષેપાનું અધ્યયન નૈગમ નય મ.શુ. ૯-૧૦, ૨૦૩૭, વામજ. શ્રીવત્સ સ્વામી ને ભગવંતે આશીર્વાદ આપ્યા, “વત્સ ! આત્માના આનંદને પામ.” પૂછયું, “પ્રભુ ! આત્મિક આનંદ કેવી રીતે અનુભવી શકાય ?” પ્રભુએ કહ્યું, “ચૈતન્ય તત્ત્વને, સાત નય, ચાર નિક્ષેપા અને સપ્તભંગી શ્રુતજ્ઞાન દ્વારા સમજીએ એટલે તેને ચારે બાજુનું જ્ઞાન થવાથી આત્મા સ્વ-પરનો ભેદ કરી વિભાવથી વિરમે છે ત્યારે સ્વભાવનો આનંદ મેળવી શકે છે.” નય સાત છે. તેમાં પહેલો નૈગમ નય છે તે સામાન્ય વિશેષગ્રાહી છે. એટલે કે આપણે જે ચૈતન્યનું સ્વરૂપ સાધકનો અંતર્નાદ Page #32 -------------------------------------------------------------------------- ________________ ‘‘એને બયા’’ એક પ્રકારે વિચાર્યું પણ આંખને સાક્ષાત્ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ નજરે પડે છે તે ખોટું છે ? સ્વપ્ન છે ? ઈન્દ્રજાલ છે ? ના, તે સત્ય હકીકત છે. કર્મકૃતભેદ સાચો છે. “ન વસ્ત્ર સઃ નેમ’”, નથી એક દિશા જેની તે નૈગમ. એક સ્વરૂપવાળું ચૈતન્ય હોવા છતાં અનાદિ કાળથી સહજમલ હોવાથી જેમ સહજ સ્વભાવ ચૈતન્યરૂપ છે તેમ કર્મ મલને ગ્રહણ કરવાનો પણ સહજમલના કારણે સ્વભાવ રહેલો છે તે વિશેષોને ઉત્પન્ન કરે છે. તેથી નૈગમનય એમ માને છે કે જગતમાં ચૈતન્ય સ્વરૂપે એક હોવા છતાં (સામાન્યગ્રાહી થયો કેમકે પોતાનો સહજ સ્વભાવ છે તેને કેમ ત્યજે ?) અનાદિ કાળથી સહજમલના કારણે કર્મ ગ્રહણ કરવાનો સ્વભાવ છે, તેથી કર્મકૃત ભેદ પાડે છે (તે વિશેષગ્રાહી થયો કેમકે તે પણ અનાદિનો સ્વભાવ છે, પણ ગ્રહણ કરવાનો તેથી કર્મકૃત ભેદ પાડયા વિના કેમ રહે ?) પણ એ ભેદ તોડી શકાય છે. માટે સહજમલ તે સહજ સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ ખરો, પણ આત્માની સાથે જ રહેનારો નથી. આ સ્વભાવને તથા ભવ્યત્વના પરિપાક દ્વારા બદલી શકાય છે. અને ભવસ્થિતિ પરિપાક થતાં તે ખરી પડે છે. માટે તે સહજ સ્વભાવ નથી પણ અનાદિ કાલીન સહજમલના કારણે કર્મકૃત ભેદ પડેલા છે તે ખોટા નથી તેને આ (નૈગમનયની) દૃષ્ટિએ જોવાથી સત્યતાનો ખ્યાલ આવે છે. ૧૮. સંગ્રહ નય તથા વ્યવહાર નય મ.શુ. ૧૧, શેરીસા શ્રીવત્સ સ્વામીકે ભ. નાં દર્શન કર્યાં તે આત્મિક આનંદનો અનુભવ કરતા હતા. પં. એ કહ્યું કે આવો આનંદ પ્રાપ્ત કરવા માટે બધી દૃષ્ટિએ આત્માને વિચારવો જોઈએ. આવો આનંદ પ્રાપ્ત કરવા ‘‘ઊો આયા’’ આત્માના ચૈતન્ય સ્વરૂપની એકતા સાધવી જોઈએ. સંગ્રહ નય સામાન્યગ્રાહી છે. આ નયની દૃષ્ટિએ વિચારીએ તો જગતમાં સ્વરૂપ ચૈતન્ય એક છે અને તે ખોટું નથી. જગતમાં ચૈતન્ય એક છે. બધા ચેતનવંત આત્માઓ છે તેમાં ચૈતન્યરૂપ સામાન્ય ધર્મ એક જ સ્વરૂપે રહેલો છે તેને જુદો કેમ પાડી શકાય ? માટે જગતના સર્વ જીવાત્મા સાથે ચૈતન્ય સ્વરૂપની દૃષ્ટિથી એકતા સાધે ત્યારે આનંદની અનુભૂતિ થાય છે. પણ આ અનુભૂતિ માટે વ્યવહારનો આશ્રય લેવો પડે છે. વ્યવહાર વિશેષગ્રાહી છે. જે ભિન્ન ભિન્ન ચૈતન્યધારી દેહો નજરે પડે છે તે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે, તેને પણ ખોટા કેમ કહેવાય ? માટે વિશેષને મુખ્ય રાખીને એ દૃષ્ટિએ આત્માની વિચારણા કરવી તેને વ્યવહાર નય કહેવાય છે. આ દૃષ્ટિએ વિચારણા કરવાની શી જરૂર ? તો કહે છે કે એ પણ સત્યદૃષ્ટિ છે. આ નયનો ઉપયોગ આનંદરૂપ ફલ પ્રાપ્તિ માટે કરવાનો છે. આનંદ એમને એમ પ્રાપ્ત થતો નથી, પ્રક્રિયા કરવી પડે છે કેમકે અનાદિનો કર્મકૃત ભેદ જ અનુભવ્યો છે. તો એકતાના આનંદની અનુભૂતિ તે ભેદમાં કયાંથી અનુભવી શકે ? અને કર્મકૃતભેદ એમને એમ ટળે પણ કેવી રીતે ? સાધકનો અંતર્નાદ 12 Page #33 -------------------------------------------------------------------------- ________________ નૈગમનયથી સહજમલના કારણે કર્મકૃત ભેદથી રહેલો શુદ્ધ ચૈતન્યવંત આત્માને જોયો. તેમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તે દરેક કર્મકૃત પર્યાયોમાં વ્યાપીને રહેલું છે. એમ સંગ્રહનયથી પોતે સાચા સ્વરૂપમાં કોણ છે તેનું ભાન થયું. ભાન થયા પછી એ સ્વરૂપ જેવું છે તેવું અનુભવી શકાય કે કેમ ? તેના માટે વ્યવહાર દૃષ્ટિનો આશ્રય લઈ પ્રક્રિયા કરવી જોઈએ. તે પ્રક્રિયા-જે કર્મકૃત વિશેષ છે તેના દ્વારા પુરુષાર્થથી થાય છે. પુરુષાર્થ-તપ-જપ-સંયમ-ઉપકારઅપકારાદિનો છે. તેમાં આત્મા શુભ પુરુષાર્થ દ્વારા કર્મથી છૂટો પડવા પ્રયત્ન કરે છે. તેમાં આંશિક આનંદનો અનુભવ કરતાં છેવટે આત્માનો (ઉલ્લાસથી) પુરુષાર્થ સદાને માટે ચૈતન્યના આનંદની સંપૂર્ણ અનુભૂતિ કરી સુખી થાય છે. ૧૯. જુસૂત્ર નય મ.શુ. ૧૨, ગણજ. શ્રી વત્સ સ્વામીકે ભ. નાં દર્શન થયાં. નિજ સ્વરૂપમાં રમણતા કરતા હતા તે દેખી આનંદ થયો. પ્રભુએ મને કહ્યું કે પ્રથમના ત્રણ નય (દૃષ્ટિ)થી આત્માને ઓળખ્યો. વ્યવહાર દૃષ્ટિથી ઓળખી વિશેષ દ્વારા પ્રક્રિયા કરી આત્માનો આનંદ મેળવવા પ્રયત્ન કર્યો પણ વચ્ચે ઔયિકભાવની પર્યાયો આત્માને આનંદ મેળવવા દેતી નથી. કેમકે તે પર્યાયો આત્માની સાથે સંબંધવાળી છે. એટલે અનાદિ કાલીન સહજમલના કારણે તે પર્યાયોમાં રાગ-દ્વેષાદિ કરાવે છે. તેને દૂર કરવા માટે જે આત્માની એક અવસ્થા છે તેને ઋજુસૂત્ર નયથી (દૃષ્ટિથી) વિચારવાથી આત્માના આનંદમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે. તે આ પ્રમાણે ઋજુસૂત્ર નય-વર્તમાન કાલીન પર્યાયને ગ્રહણ કરે છે. એટલે આ ક્ષણે જે પર્યાય છે તે પર્યાયવાળો આત્મા બીજી ક્ષણે નથી. કેમકે પર્યાય સમયે સમયે પલટાય છે. છતાં આત્મામાં તે પર્યાયનો આરોપ કરવામાં આવે છે. ભેદમાં અભેદનો આરોપ કરવાથી પર્યાયથી ભિન્ન એવા આત્માને ક્ષણિક પલટાતી પર્યાયની સાથે આત્મા પલટાય છે એ કહેવું તે એક દૃષ્ટિથી સત્ય છે કેમકે “શુળ પર્યાયવત્ દ્રવ્યમ્” દ્રવ્ય તેને જ કહેવાય કે જે ગુણ પર્યાયવાળું હોય. પર્યાયવાળું જ દ્રવ્ય છે તેથી ભિન્ન હોય તો પર્યાય પલટાય ત્યારે દ્રવ્ય તો એનું એ જ રહે છે માટે પર્યાય દ્રવ્યથી અભિન્ન છે. માટે અભિન્ન એવી પર્યાય પલટાતાં દ્રવ્ય પલટાય છે. આ રીતે આત્માની ક્ષણિકતાનો વિચાર ઋજુસૂત્ર નયથી કરવાથી રાગ, દ્વેષાદિ પરિણતિ ઔદયિક પર્યાયમાં થતી નથી. પર્યાયથી અભિન્ન દ્રવ્ય છે તે કઈ પર્યાય ? તે ક્ષાયિક ભાવની પર્યાય સમજવી કે જે નિત્ય તે રૂપે રહે છે. ફકત જ્ઞેયાકા૨ે પરિણમે છે માટે પર્યાય કહેવાય છે. ક્ષાયોપમિક ભાવની પર્યાય સંપૂર્ણ પ્રગટ ધર્મસ્વરૂપ નથી માટે અધૂરી હોવાથી આવરણના ઓછાવત્તા પ્રમાણરૂપે બદલાતી રહે છે તે પર્યાયો સાધકનો અંતર્નાદ 13 Page #34 -------------------------------------------------------------------------- ________________ આત્માથી ભિન્ન નથી અને નિત્ય નથી. તે જોયાકારે પરિણમે છે સાથે સાથે મોહાદિકના ઉદયથી પદાર્થના સ્વરૂપને વિરુદ્ધ રીતે સમજી પરિણમે છે. વળી ક્ષયોપશમ થતાં સત્ રૂપે સમજી પરિણમે છે. ઔદયિક ભાવની પર્યાય પણ અનાદિકાલીન સહજમલના કારણે આત્માથી ભિન્ન નથી, પણ તે પર્યાય તે આત્માનું પોતાનું સ્વરૂપ નહિ હોવાથી વ્યવહારનું આલંબન લઈને વિશેષોનો ઉપયોગ કરી તેને આત્માથી ભિન્ન કરી શકાય છે. અને તે વિશેષોનો ઉપયોગ કરતાં મોહાદિના ઉદયે આડા આવતા અવરોધો દૂર કરવા ઋજુસૂત્ર નયથી આત્માની ક્ષણિકતા નહિ પણ પર્યાયોની ક્ષણિકતા વિચારી મમત્વને દૂર કરવામાં આવે છે. ૨૦. શબ્દ નય. મ.શુ. ૧૩, શાંતિનગર, શ્રીવત્સ સ્વામી, ભ. નાં દર્શન થયાં. મેં વિનંતિ કરી. પ્રભો ! મને હવે આત્માને આગળની દષ્ટિથી સમજાવવા કૃપા કરો. પ્રભુએ કહ્યું નૈગમનયથી આત્મા કર્મથી સંબદ્ધ છે. સંગ્રહનયથી આત્મા ચૈતન્ય સ્વરૂપે કર્મકૃત પર્યાયોથી ભિન્ન છે. વ્યવહાર નથી આત્માને અનાદિકાલીન કર્મથી છૂટો કરવાની પ્રક્રિયા કરાય છે. ઋજુસૂત્ર નયથી કર્મથી જુદો કરવાની પ્રક્રિયામાં મમત્વાદિ મહોદયના અવરોધોને, આત્માની ક્ષણિકતા વિચારી પૂર્વકાલની પોતાની સત્તાના મમત્વને છોડાવે છે અને વર્તમાનકાલીન પર્યાયરૂપ પોતાને તેમાં સ્થિરતા કરાવી પૂર્વાપર પર્યાયોના અસ્તિત્વમાં મૂંઝાયેલા આત્માને મુક્ત કરે છે, અને તેમાં સ્થિરતા પામેલો આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થવા પ્રયત્ન કરી શકે છે અને આત્માના આનંદની અનુભૂતિ કરી શકે છે. હવે પ્રભુ, શબ્દ નયથી આત્મા સમજવો જોઈએ એમ કહે છે. જો શબ્દનયની દૃષ્ટિથી આત્મા ન જોઈએ તો વ્યવહાર દૃષ્ટિથી આત્માને કર્મથી ભિન્ન કરવાની પ્રક્રિયા જ થઈ શકે નહિ. માટે આત્મા એ શબ્દ છે, તેનું નામ છે. શબ્દ વાચક છે, આત્મા વાચ્ય છે. વાચ્ય અને વાચકનો અભેદ સંબંધ છે. વાચ્ય હોય તો તેનો વાચક શબ્દ હોય જ. જો ન હોય તો જગતનો કોઈ પણ વ્યવહાર ન થઈ શકે. વળી ચૈતન્ય સ્વભાવનું આત્મા એવું નામ પાડયું તો આત્મા દ્રવ્યને ઓળખી શકાય અને નામ અને નામનો અભેદ સંબંધ છે માટે શબ્દનયથી આત્મા એવો શબ્દ તે આત્મા છે. જો કે નિશ્ચયથી તો આત્માનું કોઈ નામ નથી. અનામી પણ આત્મામાં નામનો ઉપચાર કરવામાં આવે છે. તેને ઓળખવા માટે આ રીતે શબ્દનય પર્યાયને ગ્રહણ કરે છે. આત્મારૂપ નામ એ આત્માની પર્યાય છે. ભાવ એ પદાર્થ છે. એટલે કે શુદ્ધ પર્યાય છે. દ્રવ્ય એ દ્રવ્ય છે, નામ અને સ્થાપના એ પર્યાય છે. આત્માના પણ જુદા જુદા શબ્દથી અનેક પર્યાયો દ્વારા તેનાં બધાં સ્વરૂપોને ઓળખી શકાય છે. ચૈતન્ય શબ્દથી શુદ્ધ પર્યાય ઓળખાય. સાધકનો અંતર્નાદ 14 Page #35 -------------------------------------------------------------------------- ________________ જીવ શબ્દથી જીવે તે જીવ. પ્રાણ ધારણ કરનાર દેહધારી આત્મા ઓળખાય. આત્મા શબ્દથી પર્યાયોમાં પરિણમન થવાવાળું દ્રવ્ય ઓળખાય છે. આમ ભિન્ન ભિન્ન શબ્દ દ્વારા ચૈતન્ય સ્વભાવને ઓળખવાનો છે. ર૧. સમભિરૂઢ નય મ.શુ. ૧૪, નવરંગપુરા બંગલો. પ્રભુનાં દર્શન કર્યા, પ્રભુ ! આગળ સમજાવવા કૃપા કરશો. પ્રભુએ કહ્યું, સમભિરૂઢ શબ્દની વ્યુત્પત્તિને ગ્રહણ કરે છે અર્થાત્ શબ્દની પર્યાયોને ગ્રહણ કરે છે. આત્માની વ્યુત્પત્તિ “ગતિ રૂતિ ગાત્મા”. એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય તે આત્મા. આ રીતે શબ્દની વ્યુત્પત્તિથી આત્માનું જ્ઞાન મેળવી, આત્માની તે પર્યાયનો, આત્માને કર્મથી ભિન્ન થવાનો કેવી રીતે ઉપયોગ થાય છે તે જોઈએ. તેનો જે સ્વભાવ સહજમલના કારણે કર્મ બાંધીને જુદા જુદા રૂપે પ્રગટ થવાનો છે તે તેનો મૂળ સ્વભાવ નથી, તેથી વ્યવહાર નયની પ્રક્રિયામાં આ આત્મા શબ્દની વ્યુત્પત્તિથી જે સમજણ પ્રાપ્ત થઈ છે તેનો ઉપયોગ સમભિરૂઢ નય દૃષ્ટિથી થાય છે. નીતિ ત નીવ:” પ્રાણને ધારણ કરે છે તે, જીવ શબ્દથી ઓળખાતા આત્માના ઔદયિક ભાવના પર્યાયને સમજી તેમાં તે પર્યાયથી અલગ થવાનો (પ્રાણોથી અલગ થવાનો) સમય આવે ત્યારે સમભાવરૂપ ક્ષાયોપથમિક અથવા ક્ષાયિકભાવની પર્યાય પ્રગટ કરવાનો પુરુષાર્થ વ્યવહાર દૃષ્ટિની પ્રક્રિયાથી જીવ કરે છે. મનું રતિ તિ મુનિ” “વાક્નત ન સાધુ”. આ બધા શબ્દોની વ્યુત્પત્તિ આત્મામાં રહેલી તે તે શુભ પર્યાયોને પ્રગટ કરવા પ્રયત્ન કરી શકે તે માટે છે. સમભિરૂઢ નય દૃષ્ટિથી આત્માને ઓળખવાનું આ ફળ છે. ૨૨. એવંભૂત નય મ.શુ. ૧૫ આત્માને એવંભૂત નયથી ઓળખવો જોઈએ જેથી તે પદાર્થની ક્રિયારૂપ પર્યાય (ઔદયિક ભાવની શબ્દ પયય)થી તે પદાર્થના કાર્યને ઓળખી શકીએ છીએ અને તે કાર્ય દ્વારા તે પર્યાયનો ધર્મ બજાવીને કર્મથી મુક્ત બની શુદ્ધ ચૈતન્યનો આનંદ મેળવી શકે છે. પદાર્થ માત્ર પોતાની ક્રિયા કરે છે. ઘટ પદાર્થ છે તે જલ આહરણ ક્રિયા કરે છે આ દષ્ટિ એમ માને છે કે જે સમયે તે પદાર્થ પોતાનું કાર્ય કરતો હોય તો તે સમયે તે તે પદાર્થ કહેવાય, નહિતર નહિ. આ દૃષ્ટિ પણ સત્ય છે. જે શબ્દ જે પર્યાયનો વાચક હોય તો તે શબ્દથી ઓળખાતો પદાર્થ તે પોતાની ક્રિયા કરે. જે પોતાનો ધર્મ ન બજાવે તો તે પદાર્થ વ્યવહારથી શું કામ લાગે? માટે જયારે તે પદાર્થ પોતાની ક્રિયા ન કરે ત્યારે તે પદાર્થ પદાર્થ નથી કેમકે તે વ્યવહારમાં ઉપયોગી નથી બનતો. સાધકનો અંતર્નાદ Page #36 -------------------------------------------------------------------------- ________________ ‘“અતિ કૃતિ બ્રાહ્મા”, એટલું વ્યુત્પત્તિથી જ્ઞાન મેળવી આત્માને કર્મથી ભિન્ન કરવાનું કાર્ય તો જ બને કે જો આત્મા ગતિ કરે. એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય તે વખતે જ તે આત્મા કહેવાય. એ જ્ઞાન હોય તો તે જ્ઞાનનો ઉપયોગ કર્મથી ભિન્ન થવા માટે કરે, નહિતર શી રીતે બની શકે. આ રીતે આત્મદ્રવ્યની ક્રિયારૂપ પર્યાયને એવંભૂત નયથી ઓળખી તે પર્યાય ઔદિયક ભાવની છે, તેનાથી મુક્ત થવા પ્રયત્ન કરે, આત્મા શબ્દની ક્રિયા તેનામાં ઘટતી હોય તો જ તે કાર્ય થાય છે. એવંભૂત નય (ચાલુ) મ.વ. ૧, નવરંગપુરા. એવંભૂત નયથી આત્માને પિછાનવો છે તે સમજાવો. એવં એટલે એ પ્રમાણે. ભૂત એટલે થયેલું. જેવો શબ્દ છે તે રીતે થવું, હોવું. આ દૃષ્ટિ શબ્દની ક્રિયારૂપ પર્યાયને ગ્રહણ કરે છે. શબ્દ નય કેવળ શબ્દ - જેમકે આત્મા એ શબ્દને જ આત્મા કહે છે. કેમકે શબ્દ એ વાચક છે આત્મા વાચ્ય છે. વાચ્ય વાચકનો અભેદ સંબંધ છે માટે વાચકનો વાચ્યમાં આરોપ કર્યો અને એ રીતે શબ્દ નયની દૃષ્ટિથી આત્માને ઓળખી તે રીતે વ્યવહારિક નયની પ્રક્રિયા દ્વારા આત્માને કર્મથી મુક્ત કરાય છે. તે પછી સમભિરૂઢ પણ એ શબ્દ નય જેવી જ દૃષ્ટિ છે ફકત તેમાં શબ્દની વ્યુત્પત્તિ ગ્રહણ કરાય છે. જેમ કે “ઐતિ કૃતિ જ્ઞાત્મા”. શબ્દ નયમાં શબ્દના સામાન્યનું ગ્રહણ હતું કે બધા ય આત્મા. સમભિરૂઢમાં શબ્દના વિશેષનું ગ્રહણ છે કે અમુક શબ્દથી અમુક જાતના આત્મા, પણ આ બધી શબ્દની પર્યાયથી (વિશેષને) આત્માને ઓળખી કર્મ-મુક્ત બનવાનું છે. આ અવસ્થાવાળો આત્મા એવો શબ્દ તે એ અવસ્થાવાળા આત્માનો (પદાર્થનો) વાચક છે, આત્મા વાચ્ય છે. એ રીતે અભેદ સંબંધથી આત્મામાં વાચકનો આરોપ કરાય છે. આ પણ વ્યવહાર નયની પ્રક્રિયાથી કર્મ-મુકત બનવા માટે છે. એવંભૂત નય એ શબ્દનું કાર્ય ગ્રહણ કરે છે. એટલે કે શબ્દના ક્રિયારૂપ વિશેષને ગ્રહણ કરે છે. ક્રિયારૂપ પર્યાયનો આત્મામાં (વાચ્યમાં) આત્મા શબ્દરૂપ વાચક જે ક્રિયાને કહે છે તે ક્રિયાનો આરોપ કરવામાં આવે છે. આ શબ્દના કાર્યને ગ્રહણ કરવાથી આત્માની ઔયિક ભાવની તે-તે પર્યાયના કાર્યનું ભાન થાય છે જેથી શુભ પર્યાય હોય તેમાં વધુ પુરુષાર્થ કરી પરોપકાર દ્વારા પોતાની પર્યાયને ખપાવે છે. અને અશુભ પર્યાયની ક્રિયાનું ભાન થતાં તેનો ત્યાગ કરવા અથવા સમભાવ-પૂર્વક ભોગવી લેવા પુરુષાર્થ કરી આત્મા કર્મથી મુકત બને છે અને પોતાના ચૈતન્ય સ્વભાવને પ્રગટ કરી સદાને માટે આનંદની અનુભૂતિ કરે છે. સાધકનો અંતર્નાદ 16 Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૩. ઉપસંહાર મ.વ. ૩, નવરંગપુરા, વંદન કર્યાં પ્રભુએ કૃપા કરી બોધ આપ્યો. તે આ પ્રમાણે - વિકલ્પની જાળ તોડી આત્મ સમાધિમાં રહેવું અને તે માટે સાતે નયથી આત્માને ઓળખવા. અને આત્માની દરેક અવસ્થામાં સમભાવ સ્થિર કરવા જે નયષ્ટિ જે અવસ્થામાં રહેલી છે તે દૃષ્ટિથી આત્માના સ્વરૂપને જોવું. આ નોની વિચારણા એવી છે કે આત્માની એવી કોઈ અવસ્થા (પર્યાયમાં રહેલો આત્મા) નથી કે તે અવસ્થા આત્માને મૂંઝવી શકે. આ નય વિચારણા સ્વ અને પરનો ભેદ સમજાવી સ્વમાં સ્થિર થવા અને પરથી વિરક્ત બનવા પ્રેરણા કરે છે. ર૪. ચાર નિક્ષેપા સાત નયથી આત્માને સમજયા પછી ચાર નિક્ષેપાથી પણ ઓળખવો એટલો જ જરૂરી છે. કેમકે જે વસ્તુમાં નિક્ષેપ-ન્યાસ છે તેને જ વસ્તુનું સ્વરૂપ માની આત્મા ન્યાસ કરેલને જ સાચું સ્વરૂપ માની તેમાં મમત્વ કરી કર્મબંધ કરે છે. તે અટકે અથવા વસ્તુ તે ‘સ્વભાવ રૂપ પદાર્થ’ છે. તેને ઓળખવા તેમાં ચાર પ્રકારે ન્યાસ કરવામાં આવે છે. જો ન્યાસ કરવામાં ન આવે તો તે વસ્તુ અરૂપી-રૂપી પણ પરમાણુથી માંડીને સઘળી વસ્તુ ઓળખી શકાતી નથી. અને વ્યવહારમાં ઉપયોગી બનતી નથી. અને જીવન-વ્યવહાર પણ ચાલી શકતો નથી. તથા આત્માની મુક્તિ પણ થઈ શકતી નથી. મુક્તિ માટે પણ વ્યવહારિક પ્રક્રિયા કરવી પડે છે અને નિશ્ચયમાં પણ ધ્યાનાદિ માટે પ્રથમ તો નિક્ષેપનું જ આલંબન લેવું પડે છે. ચિંતન એટલે શું ? ચિંતન કરવું એટલે મન શું કરે છે તે જોવું સૂક્ષ્મ આપણને નિયાણા પણ ચાલુ છે કેમકે આપણે સુખ ઈચ્છિએ છીએ. ઉંડે પણ સુખ મેળવવાની ઈચ્છા તો છે જ તે નિયાણાનો પ્રકાર છે. નરકગતિમાં કે તિર્યંચગતિમાં જવું નથી અને દેવતિ કે મનુષ્યગતિમાં જવાની ઈચ્છા નિરંતર રહે છે કેમ કે સુખ આ બે ગતિમાં જ છે તો આ નિયાણાના અપરાધથી જે પાપો બાંધ્યા હોય તેને ત્રિવિધે મિચ્છામિ દુક્કડં. સાધકનો અંતર્નાદ 17 Page #38 -------------------------------------------------------------------------- ________________ - અનુક્રમણિકા એક સંવત ૨૦૪૦-૪૧ ૧. પ્રભુ દરિશન ૩૦. ધર્મ બિંદુ ૫૮. અજ્ઞાનનો ભૂતકાળ અને ૨. ઝંખના (ધર્મનું સૂક્ષ્મ તત્ત્વ) અજ્ઞાનનું ઉલેચવું તથા ૩. અરુણોદય સૂર્યોદય પ્રહરો ૩૧. ધર્મ ક્ષેત્ર જ્ઞાનનું સ્થિરીકરણ ૪. ચેતન્ય શક્તિ ૩૨. જ્ઞાન વ્યાપકતા પ૯. સુમતિની પટુતા અને ૫. વૈખરી આદિ ચાર વાણી ૩૩. સ્પર્શ મૈત્રીની પ્રભાસતા દ. બાહ્યા ભાવ-આત્મભાવ- ૩૪. ભાવના-ભાવનો અભાવ ૬૦. નવકાર છંદ અને નવપદ પરમાત્મભાવ ૩૫. સાધક ગુણ અંગ ૭. આત્માનું શુદ્ધ સ્વરૂપ ૩૬. મહોદય ૬૧. નવકાર અને નવપદની ૮. પરમગુરુનો જય જયકાર ૩૭. દોષ ભિન્નતા અને અભિન્નતા ૯. આત્મશુદ્ધિનો ઉપાય ૩૮. આત્મ સૌંદર્ય ૬૨. જ્ઞાન સુરભિ ૧૦. આત્માની કંગાલ અવસ્થા ૩૯. ચૈતન્ય પ્રકાશ ૬૩. તત્ત્વકુંભ ૧૧. સાધુતાને રક્ષો ૪૦. લક્ષ્ય બાંધો ૬૪. સુમતિનું સૌભાગ્ય ૧૨. આત્માનું પૂર્ણાનંદ સ્વરૂપ ૪૧. ઉપયોગ મધુરતા ૬૫. આત્મ ભગવત્તા ૧૩. ઉપયોગ શૂન્યતા ૪૨. સ્થિતિભાવ ૬૬. ઉપયોગની ઓળખાણ ૧૪. મોક્ષનું સુખ ૪૩. જ્ઞાનઘન ૬૭. કર્મ ભોગવે છે, આત્મા ૧૫. પરોપકાર ગુણ ૪૪. મિથ્યાત્વનું સ્વરૂપ બાંધે છે એ શું? ૧૬. જિન દર્શન ૪૫. વિભાજ્ય સુખ ૬૮. અગ્નિ બુઝાય છે અને દીપક ૧૭. જ્ઞાન-સુધા ૪૬. લોકોત્તર પદ પ્રગટે છે એ શું ? ૧૮. ચૈતન્યમાં ઉપયોગ જોડો ૪૭. નાભિ સ્વરૂપ આત્માની ૬૯. વિરતિ રાણી છે અને સર્વ૧૯, શરીર અને આત્માના ઓળખાણ આ વિરતિ દાસી છે એ શું? ભેદની સમજણ ૪૮. જ્ઞાનની કુમતિ સાથે તકરાર ૭0. પરભાવમાં શુદ્ધિ ૨૦. વાત્સલ્ય ૪૯. જ્ઞાનનો ચેતના સાથે સંવાદ ૭૧. પ્રભુ ભક્તિ ર૧. પ્રેમ ૫૦. જ્ઞાનની બહિર્મુખતા ૭૨. આત્મવેદ ૨૨, આત્મરત્ન ૫૧. જ્ઞાનની સબળતા ૭૩. દ્રવ્ય-ગુણ-પર્યાયનું ચિંતન ૨૩. દાસીન્ય ભાવ પર. અજ્ઞાનનો સમૂહ તમન્ ૭૪. નિશ્ચલ અને અચલના ભેદ ૨૪. મન (અંધકાર) તેમજ સમન્વયપણું ૨૫. લયાવસ્થા પ૩. વિભાવદર્શીપણું ૭૫. પ્રભુના ગુણોની સ્પષ્ટતા ૨૬. પૂર્ણાનંદ ૫૪. આત્માની અણધડતા અથવા પ્રભુનાં ગુણગાન ૨૭. અવિચલા સ્થિતિ પપ. સુખનો ઝરો ૭૬. અધીરની લુચ્ચાઈ, ૨૮. ગુણાનુરાગ પ૬. સ્વભાવમાં સ્થિરીકરણ સુધીરની સચ્ચાઈ ૨૯. સામાન્ય-વિશેષ પ૭. અનાહત નાદની અનુભૂતિ ધીરનો પડકાર, સમીરનો વિજય (રણકાર) સાધકનો અંતર્નાદ Page #39 -------------------------------------------------------------------------- ________________ - ૐ હ્રીં શ્ર અહંમ નમ: હ્રીં શ્રી મુનિમહંત શ્રી સુમિત્ર વિજયજી ગુરુભ્યાં નમઃ ૧. પ્રભુ દરિશના મ.વ. ૧૧, ૨૦૪૦, સાણંદ, “પ્રભુ દરિશણ દીજિયે રે” ચર્મચક્ષુ દ્વારા સ્થાપના નિક્ષેપે રહેલા પ્રભુએ દર્શન તો આપેલાં જ છે તો આપણે કયા દર્શનની માંગણી કરીએ છીએ ? એ વિચારવું જરૂરી છે. મન દ્વારા હૃદયથી દર્શન પણ જયારે ધારણા કરીએ છીએ ત્યારે થાય જ છે ! તો કયા દર્શનની માંગણી છે ? શું આપણી પ્રભુ પ્રત્યેની ભક્તિ જોઈને કોઈ અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થઈ જાય અને સાક્ષાનું પ્રભુનાં દર્શન ચર્મચક્ષુ કરે એ દર્શનની માંગણી છે ? ના. તે તો ક્ષણ વાર આનંદ આપીને અદશ્ય થઈ જાય. ચર્મ ચક્ષુથી દર્શન તે તો સુલભ અને શકય છે. આપણે જે આજીજી પૂર્વક માંગણી દર્શનની કરીએ છીએ તે તો આત્મા કોઈ પણ બાહ્ય સાધનની સહાય વિના દર્શન કરે તે દર્શનની માંગણી છે. માટે જ આનંદધનજી મહારાજે “દરિશન દુર્લભ સુલભ કુપા થકી” એમ ગાયું છે. અર્થાત્ એવું દર્શન ઘણું દુર્લભ છે. આત્મદર્શન તે જ પરમાત્મ દર્શન છે અને તે પ્રભુના આલંબનથી આત્મ સ્વરૂપને સ્મરતા પરમાત્મા સાથેનો ભેદ (માનેલાં) છે તે ભૂલી જઈ તે પરમાત્મ સ્વરૂપમાં આત્મા સ્થિરતાને (સ્વમાં) પામે ત્યારે જ તે દર્શન થાય છે. ૨. ઝંખના ચૈ.શુ. ૨, ૨૦૪૦, જનશાંતિ ફલેટ. ઝંખના બે જાતની હોય છે. ૧. સારી અર્થાત્ આત્માને હિતકર વસ્તુ પ્રાપ્તિની ૨. ખરાબ અર્થાત્ આત્માનું અહિત કરનારી વસ્તુ મેળવવાની. તેમાં સારી ઝંખના પણ જો આત્માને પીડા ઉપજાવે, ચિત્તમાં ખેદ ઉત્પન્ન કરે તો તે આર્તધ્યાન રૂપ કહેવાય છે અને તે કર્મબંધનું કારણ બને છે. તેમજ તે વસ્તુ પ્રાપ્તિ દુર્લભ્ય બને છે. કોઈપણ એક વસ્તુ એકાંતે આત્માને હિતકર કે અહિતકર નથી. સારી ઝંખના પણ પૂરી ન થાય ત્યારે આર્તધ્યાન ન કરવું તે અરતિ પરિષહ સહન કર્યો કહેવાય છે. માટે જ મોક્ષની પણ અભિલાષા-ઝંખના સાતમા ગુણસ્થાનકથી આગળ નથી. અને છ સુધી આર્તધ્યાન હોઈ શકે છે. શુભ વસ્તુની પણ ઝંખના આગળના ગુણ સ્થાનકને પ્રાપ્ત કરવા સહાયક બને છે. પણ શુભની ઝંખના તે વસ્તુની પ્રાપ્તિ કરાવી આપતી નથી. અંતે તો તે ઝંખના પણ છોડવાની છે અર્થાત્ છૂટી જાય છે. તે પછી જ તે વસ્તુની પ્રાપ્તિ થાય છે. ૨. ખરાબ વસ્તુની ઝંખના પ્રાયઃ કોઈને થતી નથી જો તે સમજતો હોય કે આ વસ્તુ ખરાબ છે. પરંતુ અજ્ઞાન અને મોહ (અવિદ્યા)ના કારણે ખરાબમાં સારાની બુદ્ધિ થવાથી, આત્માને હિતકર સાધકનો અંતર્નાદ Page #40 -------------------------------------------------------------------------- ________________ અહિતકરના વિવેકનો અભાવ હોવાથી ખરાબની પણ ઝંખના આત્માને થાય છે અને તે પણ આર્તધ્યાનરૂપ હોવાથી સુતરાં વજર્ય છે માટે જ વિવેક દ્વારા અથવા સમ્યગ્દષ્ટિથી સારી-નરસી ઝંખનાને ઓળખીને ખરાબને તજવાં જોઈન્મે અને સારી પણ ઝંખના જીવને આર્તધ્યાનમાં ન લઈ જાય તે રીતે ઉપર ઉપરના ગુણસ્થાનકનો સ્પર્શ કરાવી છેવટે છૂટી જાય એ અપેક્ષાએ આદરણીય છે. પરંતુ સારી ઝંખના પણ પ્રથમથી જ આર્તધ્યાનરૂપ માની છોડી દઈએ તો અશુભ વસ્તુઓની ઝંખના તો થવાની માટે વિવેકી બની આદરણીયનો આદર કરવો જ. પણ સારી ઝંખના જ સર્વસ્વની પ્રાપ્તિ કરાવશે એમ ન માનવું. ૩. અરુણોદય-સૂર્યોદય-પ્રહરો ઉપર જીવની-ગતિ ઘટાવવી અંતે મોક્ષ ચૈ.સુ. ૬, ૨૦૪૦, ઓળી. સૂર્ય અને આત્મા બંનેમાં કેટલીક સમાનતાના કારણે ઉપમા દ્વારા આત્મામાં થતી ક્રિયા સમજવા માટે સૂર્યની ક્રિયા સાથે આત્માની ગતિ-ક્રિયા ઘટાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. સૂર્ય ઉદય ભાવને પામે તે પહેલાં અરુણોદય થાય છે તેમ જીવમાં એક મિથ્યાત્વનું મહાન ઘોર અંધારું છે પણ જયારે જીવનો વિકાસ શરૂ થાય છે ત્યારે જીવને સાચી દષ્ટિ (મિથ્યાર્દષ્ટિ-અંધારું તેનો અભાવ-અર્થાત્ સમ્યકત્વ) પ્રાપ્ત થાય છે તે પહેલાં સૂર્યોદય સમાન સાચી દષ્ટિ પ્રાપ્ત થતાં પહેલાં અરુણોદય સમાન જીવમાં વિકાસનું પહેલું પગથિયું માર્ગપતિત-માર્ગાભિમુખ, માર્ગાનુસારી, સકૃત બંધક, અપુર્નબંધક વગેરે મિથ્યાદૅષ્ટિમાં જ પણ ઘોર અંધારામાં આછો પ્રકાશ થતાં માર્ગ જેમ સૂઝે તેમ ધર્મ નામનો પ્રેમ’ વિગેરે અવસ્થા જીવ પામે છે અને વિકાસ ક્રમની શરૂઆત થાય છે તે જીવની વિકાસની ગતિનો અરુણોદય છે. અરુણોદયમાં આત્માની કેટલીક સભાનતા શરૂ થાય છે, પાપનો ભય રહે છે. અર્થાત્ અરુણોદયમાં સહેજ પ્રકાશ હોવાથી જેમ હિંસક જીવો વિગેરેનું દર્શન થવાથી તેનાથી પોતાનું રક્ષણ કરે છે, તેમ જીવના વિકાસના અરુણોદયમાં પાપને પાપ તરીકે દેખી શકે છે, દોષને દોષ તરીકે દેખી શકે છે. એટલી ટિટે ખૂલી હોવાથી સભાનતા શરૂ થાય છે. ભલે હજુ રક્ષણ શક્તિ પ્રાપ્ત થઈ નથી પણ દૃષ્ટિ પથમાં આવી શકે છે. તેથી આગળની શક્તિ પ્રાપ્ત કરવા માટેનો ઉદ્યમ ચાલુ કરવાનો ભાવ સબળ બને છે અને એમ કરતાં-કરતાં એ મવના બળે કર્મોનો ક્ષયોપશમ તેવા પ્રકારનો થવાથી અર્થાત્ સૂર્યોદય થવાની તૈયારી હોવાથી જેમ પ્રકાશ અજવાળું વધતું જાય છે તેમ આત્મામાં તેવો ક્ષયોપશમ થવાથી પ્રકાશ થાય છે. તેને સમ્યકત્વ પ્રાપ્ત થવાની તૈયારી થઈને તે ક્ષયોપશમ સ્થિર થતાં સૂર્યોદયની જેમ આત્મામાં જ્ઞાન પ્રકાશ ઝળહળે છે અને સાચી ષ્ટિ-સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તે જ સમ્યકત્વની સૂર્યોદયની સાથે સરખામણી કરવામાં આવી છે. ત્યારબાદ જેમ-જેમ મિનિટો કલાકો પ્રહરો વધે છે તેમ-તેમ સૂર્ય વધુ તેજસ્વી બને છે તેમ આત્માનો પણ વિકાસ સાચી દૃષ્ટિ પ્રાપ્ત થયા પછી ઝડપથી થવા માંડે છે અર્થાત્ માર્ગ ચોખ્ખો દેખાયા પછી ગતિ ઝડપથી થાય છે તેમ ગુણઠાણાની શ્રેણિના માર્ગે ઝડપથી ચઢે છે. તે દિવસના પ્રહરોની જેમ વીતે છે તે ક્રમે આત્મા પણ પ્રહરોની જેમ વિકાસ પામતો જાય છે અને અંતે સૂર્ય અસ્ત બાજી જાય છે તેમ જીવ પણ પોતાનું સંપૂર્ણ કાર્ય પૂરું થતાં અર્થાત્ આ જગત ઉપરનાં બધાં પ્રયોજનો પૂરાં થતાં અસ્ત પામે છે અર્થાત્ કર્મથી મુકત બનીને સિદ્ધ બને છે. સાધકનો અંતર્નાદ 20 Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪, ચૈતન્ય શક્તિ આ જગતમાં ચૈતન્ય વ્યાપીને રહેલું છે એ ચેતન્યના મહાસાગરમાં મારા ઉપયોગને ડૂબાડયો અર્થાતું મેં તે મહાસાગરમાં ડૂબકી મારી, જડ પુદ્ગલ વ્યાપ્ત જગતનો સંગ છોડી દીધો અને મારા સજાતીય એવા આત્માઓની જે ચૈતન્ય શક્તિ વ્યાપ્ત જગત છે તે જગતમાં જઈને તેમાં (ચેતી શક્તિ ભરપૂર મહાસાગરમાં) ડુબકી મારી. તેની સાથે મારું ચૈતન્ય ભળી જવાથી અપૂર્વ આનંદના અનુભવ કરી જયારે બહાર નીકળે ત્યારે તે (બધી શક્તિ સાથે બહાર આવી જગત વ્યાપ્ત ચૈતન્ય શક્તિને અઈમાં ચિંતવી) શક્તિ સ્વરૂપ અહં હૃદય મંદિરમાં સ્થાપીને તે શક્તિનો ઉજશ્નવલ રોત જેના પર વહાવું તેના માટે તે બધી શક્તિ સક્રિય બનીને તેના માટે જે સંકલ્પ કરવો હોય તે સંકલ્પ કર્યા પ્રમાણે તેને પણ પવિત્ર બનાવે, દોષો હટે અને આત્મા ઊર્ધ્વગામી બને. ૫. ચાતુર્માસ વાણી ૨૦૪૧, રજનીગંધા, વાસણા, વાણીના ૪ પ્રકાર છે ખરી, મધ્યમા, પયૅતી, પરા. (૧) વૈખરી વાણી : અ થી હ સુધીનો વર્ણ સમુદાયરૂપ વાણી તે વૈખરી કહેવાય છે. તાલ આદિ સ્થાનોમાં પ્રાણવાયુ અભિઘાત માટે નિરૂદ્ધ થયા પછી જે કાર પાર આદિ વર્ણરૂપને પામે છે તે વાણી વેખરી કહેવાય છે. આપણે જે ભાષારૂપે બોલીએ છીએ તે વૈખરી વાણી છે. તે વાણીનું સ્વરૂપ રથલ છે. તેમાં કોઈ ઊંડાણ નથી. તેને સૌ કોઈ અનુભવી શકે છે. સ્થલ દષ્ટિએ આ વાણીની એથી કોઈ કિંમત નથી. છતાં જગતના તમામ વ્યવહારો ખરી વાણીથી ચાલે છે અને આત્મા તરફ મનને લઈ જવામાં પણ તેની સહાય છે, માટે અમૂલ્ય અને ઉપકારક છે. વખરી વાણીની અંજામણ એટલી બધી છે કે તે રાગ-દ્વેષ મોહાદિ સર્વ ઉત્પન્ન કરી શકે છે. બાહ્ય દષ્ટિવાળાને આકર્ષણ કરે છે. એ કારણે જ સ્થૂલ જગત તો ત્યાં જ વિરામના પામે છે. આ વાણીથી વિશેષ વાણીના અનુભવ માટે તો યોગીઓ જ પ્રયત્ન કરે છે. વળી વૈખરી વાણી એક દષ્ટિએ તો એટલી કિંમતી અને ઉપકારક છે કે તે વાણીથી જ શ્રુતરાન થાય છે. અને એ શ્રુતજ્ઞાનની સહાયથી જ પર્યંતી અને છેવટે પરા સુધી પહોંચાય છે. આ રીતે વિખરી વાણીનો આપણા ઉપર મહાન ઉપકાર છે અને તે કારણે જ વૈખરી વાણીને ઉત્પન્ન કરવામાં સહાયભૂત અકારાદિ માતૃકાની પૂજા ભક્તિ બહુમાનપૂર્વક કરીએ છીએ. અને એ રીતે આત્મામાં તે શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ પ્રગટ થાય છે. (૨) મધ્યમા વાણી : તેના દ્વારા જગતના પદાર્થો મતિજ્ઞાનથી સમજાય છે. આત્માનું સ્વરૂપ પણ તેનાથી સમજાય છે. તેના ઊંડાણ તરફ મતિ-શ્રુતની સહાય લઈન જવાય છે. ત્યાર પછી ત્યાં સ્થિરતાને પામતાં મધ્યમા વાણી પ્રગટ થાય છે. તેમાં વૈખરી વાણીની સુમતાને સાધકનો અંતનાદ. Page #42 -------------------------------------------------------------------------- ________________ અનુભવતાં વૈખરી અંતને પામે છે. મધ્યમા વાણીનું ઉપાદાન બુદ્ધિ છે. વૈખરી અને પશ્યતી વચ્ચે એનું સ્થાન હોવાથી એ મધ્યમા કહેવાય છે. વૈખરી વાણી શ્રોત્ર ગ્રાહ્ય છે. મધ્યમા વાણી શ્રોત્રગ્રાહ્ય નથી હોતી. અંતરના સંકલ્પરૂપ છે. શ્રુતજ્ઞાન એ જયારે ભાષાથી બોલીએ છીએ ત્યારે વૈખરી કહેવાય છે. પણ આત્માના ક્ષયોપશમ રૂપ જે શ્રુતજ્ઞાન છે, જેમાં ભાષા વર્ગણાની સહાય નથી, પણ માતૃકાનું (અ થી હ સુધીનું) લયોપશમરૂપ જ્ઞાન છે. અર્થાત્ જે આત્મામાં ક્ષયોપશમ રહેલો છે તે મધ્યમા વાણી છે તે આત્મા તરફ જતાં પ્રાપ્ત થાય છે. (૩) પશ્યતી વાણી : આ વાણી સૂક્ષ્મ છે. તે આત્માના ઊંડાણમાં વધુ જતાં આત્મબોધરૂપ વાણી છે. જે આત્મજ્ઞાન-આત્મસાક્ષાત્કારમાં આત્મસ્થિરતા થતાં અનુભવાય છે. તેનો અનુભવ યોગીઓ કરી શકે છે. આ વાણી અંતરમાં સ્વયં પ્રકાશે છે. (૪) પરાવાણી : તેથી આગળ પૂર્ણતાને પામેલો આત્મા આત્મદર્શન થતાં પરા વાણીનો અનુભવ કરે છે. સંપૂર્ણ આત્મદર્શન કેવલી ભગવંત કરી શકે છે. તેથી સિદ્ધ પરમાત્મા પરા વાણીનો અનુભવ કરે છે. તે આત્માની વાણી છે. તેમાં જડ પરમાણુ-ભાષા વર્ગણાના પુદ્ગલોની સહાય લેવી પડતી નથી. આ પ્રમાણે યત્કિંચિત પણ વાણીના સ્વરૂપને જાણ્યા પછી વૈખરી વાણીનો દુરુપયોગ-જેના પરિણામે રાગ, દ્વેષ, મોહ થાય છે. વૈખરી વાણીનું આકર્ષણ-અંજામણ જેના પરિણામે સૂક્ષ્મ તત્ત્વ તરફની અટકાયત-વિરામતા થાય છે. તેને સમજીને સૂક્ષ્મ તરફ જવાનો પ્રયત્ન આદરીએ. આજે તેની અંજામણ એટલી વધી રહી છે કે આત્મતત્ત્વને ભૂલીને કેવળ વૈખરી વાણીના સારા ક્ષયોપશમમાં જ ઝૂકાવવાનું બને છે. પણ વૈખરી વાણી આપણા આત્માને જે રીતે ઉપકારક છે તે માટે તેનું બહુમાનાદિ ભક્તિ દ્વારા ક્ષયોપશમ પામીને આત્મ સાધનમાં ઉપયોગ કરી તે વાણી પ્રત્યે કૃતજ્ઞ બનવાનું છે. તે ભૂલી જવાય છે. વેખરી વાણી દ્વારા જ જગતના બધા વ્યવહારો ચાલે છે. પણ તે બધામાં આત્મ હિતકર વ્યવહારોમાં કરેલો તેનો ઉપયોગ આપણને મોક્ષ પ્રતિ પ્રયાણ કરાવે. માટે શ્રુતજ્ઞાનમાં (શ્રુત અજ્ઞાનમાં પણ તેનો ઉપયોગ થાય છે તે આપણને હિતકર નથી.) તે વાણીની સહાયથી સાધુતાને ઓળખી જગતના વ્યવહારો, તેની સાથે આપણો પણ સાધુતાને પ્રગટાવનાર વ્યવહાર તથા આચારને જાણી તથા આદરી સાતમા ગુણસ્થાનકે પહોંચી આત્મધ્યાનમાં સ્થિરતા કરી આત્માના ક્ષયોપશમ ભાવથી દર્શન કરી મધ્યમા વાણી (જેમાં સ્કૂલ પણ કાંઈક આત્માની વાણી છે) નો અનુભવ કરી શકીએ. અને ધ્યાન ટાણે યોગીઓ પશ્યતી અને પરા વાણીનો યત્કિંચિત્ અનુભવ કરી શકે છે. ત્યારે આ કાળમાં પણ આનંદની અવિધ ન રહે. આ વાણી તો આત્મસાક્ષાત્કાર-આત્મજ્ઞાનની તે અવસ્થામાં થાય છે તે વાણી સૂક્ષ્મ-સૂક્ષ્મતર સ્વરૂપને પામતી આત્મામાં લય પામતો અનુભવાય છે. સાધકનો અંતર્નાદ 22 Page #43 -------------------------------------------------------------------------- ________________ ૬. બાહાભાવ-આત્મભાવ-પરમાત્મભાવ અ.વ. ૧૧, ૨૦૪૧, વખારનો પાડો, પાટણ. આ વિશ્વ જડ અને ચેતન દ્રવ્યથી ભરેલું છે, તું પણ ચેતન છું તો ચેતન સાથે ભળી જા. અને જડ અને ચેતનની ભિન્નતાનો અનુભવ કર. તું જ્ઞાન, દર્શન, ચારિત્ર ઉપયોગ સ્વરૂપ છું, પુદ્ગલ સ્વરૂપ જડ છે, તેનો સ્વભાવ સડન, પડન, વિધ્વંસન છે, તારો સ્વભાવ જાણવું, જોવું, અનુભવવું છે આ ભેદ જ્ઞાનથી ભાવિત બની તારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર. અને પર પરિણતિને ત્યજી દે. પરમાવે એ પુગલ ભાવ છે. સ્વભાવ એ આત્મભાવ છે. પરની સ્પૃહા છોડીશ તો જ સ્વભાવ રમણતાનું સુખ અનુભવીશ. જે તારું નથી તેની સ્પૃહાથી શા માટે ભવભ્રમણ વધારે છે? જડના ગુણોને પોતાના માની શા માટે મિથ્યાભાવ ધારણ કરે છે ? બહિરાત્મદશા છોડ. અંતરાત્મદશા જે આત્મ સ્વરૂપનું ભાન કરાવે છે તેને ભજ. શરીરથી ભિન્ન એવા શરીરમાં રહેલા આત્માને જોવાનો અભ્યાસ કર. જે તને જડ-ચેતનના ભેદજ્ઞાનથી ભાવિત બનાવી પરમાત્મદશાને પમાડશે. અનાદિ કાળથી મોહથી વાસિત ચેતનાએ જ તને ભાન ભૂલાવી જડ સ્વરૂપનો અનુભવ કરાવ્યો અને બહિરાત્મામાં રમ્યો. ચેતના ઉપર મોહનો જે થર લાગ્યો છે અને ચેતનાને મલિન બનાવી છે તે દૂર કરવા અંતરાત્માના સ્વરૂપને જો. શુદ્ધ દશાનો પ્રકાશ જો. પછી તેમાં ડુબકી મારી બહાર નીકળ, તારો મેલ ધોવાવા માંડશે અને ચેતના પ્રકાશવા માંડશે પછી તારા આત્મામાંથી નિરંતર ઝરતું અમૃત છે તેનું પાન કરવાથી તૃપ્તિનો આનંદ અનુભવાશે. બાહ્યભાવ, આત્મભાવ અને પરમાત્મભાવ આ ત્રણે તારી દશા છે. જડમાં આત્મભાવ તે બાહ્યભાવ, ચેતનમાં આત્મભાવ તે આત્મભાવ, આત્મામાં પરમાત્મભાવ તે પરમાત્મભાવ. આ ત્રણે દશાને ઓળખી તારી જે શુદ્ધ દશા છે તે તારી પોતાની છે એમ માની બાહ્યભાવને ત્યજી દે અને શુદ્ધદશાને પ્રગટ કર. જે કોઈ અનુષ્ઠાન કરવાનાં છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તે આના માટે જ છે. જ્ઞાનથી ત્રણે દશા ઓળખવાની અને પરમાત્માની આજ્ઞા અર્થાતુ ભગવાને બતાવેલી (શુદ્ધ દશા પ્રગટ કરવા) પ્રક્રિયા કરી શુદ્ધ દશા પ્રગટ કરવાની છે. છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ આ.વ. ૩ હે આત્મન્ ! તારું સ્વરૂપ અગોચર છે. ફકત જ્ઞાની (સંપૂર્ણ) ને ગોચર છે, તે અનુભવી શકે છે, જ્ઞાનનો વિષય બનાવી શકે છે પણ તેના સંપૂર્ણ સ્વરૂપને કથવાને કોઈ સમર્થ નથી કારણકે તે અકથ્યઅવાચ્ય છે. તેના માટે શબ્દ નથી અગર શબ્દ પ્રયોગ દ્વારા બોલી શકાય તેમ નથી એવું અનુપમ, અચિંત્ય, અવિકલ, અમેય, વિરાટ, અદૃશ્ય, અલખ્ય, અગમ્ય, અગોચર, અદ્ભુત, અવાર, અસદેશ, અસામાન્ય, અસાધારણ, અરૂપી, અજર, અમર, અસંખ્ય, અવ્યાબાધ, અસ્પર્ય, અરણ્ય, અગંધ્ય, એવું તારું સ્વરૂપ છે. સાધકનો અંતર્નાદ Page #44 -------------------------------------------------------------------------- ________________ છતાં શ્રુતજ્ઞાનથી જે સમજીએ છીએ તે શબ્દોના આલંબને તેને સમજવા પ્રયત્ન કરીએ છીએ તો બુદ્ધિથી જે સમજાય છે તે ઉપરથી કિંચિત્ આત્મા નામના પદાર્થનો બોધ થાય છે. તેનું સાચું સ્વરૂપ તો સંપૂર્ણ જ્ઞાની જ અનુભવી શકે છે. ૮. પરમગુરુનો જય જયકાર આ.વ. ૪ કેવલી ભગવંતના ચરણમાં મસ્તકથી સ્પર્શ કરી તેમના અનંત ઉપકારને કૃતજ્ઞભાવે ઝીલી કરુણામય તંબોમાંથી ઝરતા અમૃતમાં સ્નાન કર્યું. સહજાનંદી, સહજ વિલાસી, સ્વરૂપ રમણી, સ્વરૂપભોગી, સ્વરૂપાનંદી એવા કેવલી ભગવંત નિરંતર આત્માનો જે સહજ આનંદ-પોતાનો આનંદ સ્વભાવ છે તેમાં જ રહેલા છે. પોતાના ગુણમાં પોતાનો (આત્માનો) જે સ્વભાવ વિલસવાનો છે તેને કહેવાય સહજ વિલાસ. તેવા આત્મ સ્વભાવમાં નિરંતર વિલાસ કરી રહ્યા છે. આત્માના સ્વરૂપમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય ગુણમાં જ જે ૨મી રહ્યા છે. આત્માનું સ્વરૂપ જ્ઞાનાદિગુણો તેનોજ ભોગ વિલાસ કરીને તેમાં જ આત્મવીર્ય-શક્તિ ફોરવીને તૃપ્તિનો અનંત સહજ સુખનો અનુભવ કરી રહ્યા છે, એવા અનેકઅનેક ગુણ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપને પામેલા મારા પરમ ગુરુ શ્રી વત્સ સ્વામી ભગવંતનો જય હો જય હો. મારા આત્માનું નિરંતર રક્ષણ કરનારા, ઉચ્ચ ભૂમિકામાં જવા માટે સદાય સહાય કરનારા, અનુપમ કરુણાથી વ્યાપ્ત આત્મ દ્રવ્ય છે જેમનું, અનેક ભવ્ય જીવોને પોતાની અમૃતમય ભારતીથી સ્વ સ્વરૂપને સમજાવી વિભાવદશાથી પાછા વાળનારા, જડ-ચેતનનો વિભાગ પાડી ચૈતન્ય સ્વરૂપને ઓળખાવી તેની ઝાંખી કરાવનારા, મારા પરમગુરુના પરમ ગુરુ ! તેમના આશ્રિતોનું પણ સદા આત્મ રક્ષણ કરનારા આપનો જય હો જય હો. ૯. આત્મશુદ્ધિનો ઉપાય આ.વ. ૬ કેવલી ભગવંતના ચરણમાં નમસ્કાર કરીને બેઠી. ત્યાં બંને ગુ.ભ. પ્રસન્ન મુખવાળા ત્યાં પધાર્યા અને જાણે હું શું પૂછું છું તેવી ઈતેજારીથી હાસ્ય રેલાવતા હતા. મેં પૂછયું હે ભગવન્ ! આત્મશુદ્ધિ કેવી રીતે થાય ? ભગવંતે કહ્યું વત્સ ! આત્મશુદ્ધિ કરવાના ત્રણ કારણો છે. ૧. દુષ્કૃતનિંદા ૨. સુકૃતાનુમોદન ૩. શરણ ગમન દુષ્કૃત નિંદા આત્મા ઉપરની મલિનતા દૂર કરે છે. આત્મા ઉપર જામી ગયેલા કર્મોના ઘર તેને ઉખેડૉ નાખે છે. એટલે તે શસ્ત્રનું કામ કરે છે. સુકૃતાનુમોદન આત્માનું શુદ્ધીકરણ કરે છે આત્મા ઉપર કર્મોના થર ઉખડયા પછી જે અપવિત્રતા રહેલી છે તેને ધોઈ નાંખે છે. એટલે તે જલનું કામ કરે છે. શરણગમન આત્માની પુષ્ટિ કરે છે. આત્મા કર્મ રોગથી રોગી હતો. જામેલા મલ દૂર થયા, તે પછી રજ ધોવાઈ પછી તેનામાં પુષ્ટિની જરૂર પડે છે. જો પુષ્ટિ ન આવે તો ફરી ફરી મલ જામે, મેલથી ખરડાય. જેમ રોગીનો રોગ દૂર થાય પછી જો સાધકનો અંતર્નાદ 24 Page #45 -------------------------------------------------------------------------- ________________ તેને પુષ્ટિ મળે તેવા પદાર્થોનું સેવન કરાવવામાં ન આવે તો ફરીથી તે રોગનો હુમલો થાય છે. તેમ દુષ્કત નિંદા, સુકૃતાનુમોદન પછી જે જગતમાં મંગલરૂપ છે, જગતમાં ઉત્તમમાં ઉત્તમ છે તેવા અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મના શરણે રહેવું જોઈએ. પછી જગતમાં કોઈ એવી મલિનતા નથી કે આપણને સ્પર્શી શકે. શરણ એટલે તેનું જ સ્મરણ, તેનો જ આધાર, તે જ સર્વસ્વ, તે જ વંદનીય, તે જ પૂજનીય, તેમાં જ તન્મયતા, તેમાં જ તદ્રુપતા, તેમાં જ લયલીનતા, તેની સાથે જ અભેદ સાધવા યોગ્ય, તેની સાથે જે એકાકાર થવા યોગ્ય, તે જ અનુભવવા યોગ્ય, તે સિવાયના સર્વ પદાર્થો કિંચિકર ભાસે. દુકૃત-પાપ તે નિંદનીય છે દુકૃતી નહિ. સુકૃત-પુણ્ય તે અનુમોદનીય છે તે સુકૃત અને સુકૃતી. બંન્ને. શરણ-તત્ત્વનું અરિહંતત્વ, સિદ્ધત્વ, સાધુત્વ, ધર્મતત્ત્વ શરણીય છે. જેમાં અનંત અરિહંતો, અનંત સિદ્ધો, અનંત સાધુઓ અને અનાદિ કાળથી અનંત કાળ સુધી જે જગતમાં વિદ્યમાન રહેનાર ધર્મ તત્ત્વ આવી જાય છે. આવાં ચાર મહાન તત્ત્વો જગતમાં સદા વિદ્યમાન છે તેનું શરણ લેનાર આત્મા શાશ્વત સુખનો ભોક્તા બને છે. ૧૦. આત્માની કંગાલ અવસ્થા આ.વ. ૭ પ્રભુ ! આત્માની આવી કંગાલ અવસ્થા થવાનું કારણ શું છે ? જ. કંઈક સ્મિત સાથે પ્રભુ બોલ્યા વત્સ ! તું એટલું ન સમજી ! અનાદિ કાળથી ચાર ચોરટા પાછળ પડયા છે? તેને પહેલાં તો ઓળખ્યા જ નહિ અને ઓળખ્યા તો નિઃશંકપણે ઉપેક્ષાવૃત્તિ સેવાઈ છે અને તે ચારે છાયાની માફક સાથે ને સાથે રહી છિદ્ર જોતા ફરે છે. અને જયારે તેને માર્ગ મળે ત્યારે આત્માના ધનને લૂંટે છે. એમ વારંવાર લૂંટાતા આત્માની આ અવદશા થઈ છે. તે ચાર ચોરટાનું નામ છે ક્રોધ, માન, માયા, લોભ. તેઓ ઓળખાયા ન હતા ત્યારે તો પુષ્કળ ક્ષમા આદિ ધન લૂંટીને બિલકુલ કંગાલ બનાવીને દુર્ગતિરૂપી ભયંકર અટવીમાં ભૂલો પડયો હોય તેમ ભમવા મોકલી દેતા હતા. વળી કાંઈક ધન ભેગું કરીને પાછા આવતાં અને વારંવાર ઠગાતાં આત્માએ કંઈક તે ચોરટાને ઓળખ્યા તો બીજી રીતે લૂંટવા માંડયા. સજ્જનના વેષમાં ધર્મના નામે એવી ચાલાકીથી ફસાવે કે ખ્યાલ ન આવે કે હું લૂંટાઉં છું જાણે ખિસ્સાકાતરુ ગુંડા જ જોઈ લ્યો. પ્રભુ ! તેનાથી આત્મધનનું શી રીતે રક્ષણ કરવું ? જ. ફકત તેનાથી સાવધાન રહેવું. તેનાથી તેઓ ૫૦ ટકા ભય પામશે અને બાકીના ૫૦ ટકા તો તેને ભગાડવામાં ખૂબ ચાલાકી વાપરીને કોઈ મોટાની સહાય લેવી પડશે અને તેની સામે મોરચો માંડવો પડશે. તેની સામે ઝઝુમીને અંતે જીત તો આત્માની છે તે મળશે. આત્મવીર્ય-પરાક્રમ ખૂબ ફોરવવું પડશે. કેમકે આ કોઈ સામાન્ય નથી. મોહ રાજાના ચાર મહાન યોદ્ધા છે. એણે તો તીર્થકરના આત્માને પણ બેહાલ કરીને કેટલોય કાળ ભમાવ્યા છે. સાધકનો અંતર્નાદ Page #46 -------------------------------------------------------------------------- ________________ માટે દેવ, ગુરુ, ધર્મનું આલંબન લઈ કઈ-કઈ સ્થિતિમાં કયા-કયારે તે લૂંટે છે તે ગુરુ પાસે સમજી ધર્મના આલંબને વીર્ય ભેગું કરી દેવાનું શરણ સ્વીકારી તેની સામે મોરચો માંડીએ તો આપણને સફળતા-જીત મળે. અને કાયમની કંગાલ દશામાંથી મુકત થઈએ. ૧૧. સાધુતાને રક્ષો. આ.વ. ૮ હે ભવ્યજીવો ! સાધુ જીવન સકલ જીવને અભય આપનારું છે. માટે પોતાના ધર્મને પ્રગટ કરવા માટે તેની સાધના અનિવાર્ય છે. આત્માના ધર્મને-સ્વરૂપને આવરનારાં કર્મોનું આગમન થવામાં મુખ્ય કારણ બીજા જીવોને આપણા તરફથી થતી પીડા છે અને તે પીડા થતી અટકાવવી હોય તો એક સાધુ ધર્મથી જ શકય છે. માટે સર્વ જિનેશ્વર ભગવંતોએ આ સાધુ ધર્મ જ ઉપદેશ્યો છે. જીવ માત્ર જીવવા ઈચ્છે છે, જીવન ટકાવવા માટે પોતાનું વીર્ય હોય તેટલું ફોરવા પ્રયત્ન કરે છે. જો તેના પ્રાણ હરણ કરીએ તો તેના જેવી ભયંકર ચોરી એક પણ નથી. માટે પ્રાણ હરણ કરનારને જીવ અદત્તાદાન કહેવાય છે. માટે જ દરે ક અનુષ્ઠાન સકલ જીવને અભય આપવાના હેતુને મુખ્ય કેન્દ્રમાં રાખીને આચરવાનાં છે. સામાયિક, પ્રતિક્રમણ, આલોચના, પ્રાયશ્ચિત્ત, અરે ! પ્રભુ ભક્તિ પણ તે માટે જ છે. તેમાં થતી જીવહિંસા તેને પીડા આપવાના ઉદ્દેશથી નથી. પરંતુ પ્રભુભક્તિથી આત્માને યોગ્ય બનાવી ભક્ત સેવક રૂપ ભાવ પ્રગટાવી સર્વ જીવો પ્રત્યે પણ નમ્ર ભાવ પ્રગટાવ. (અહંકાર-યુક્ત પરિણતિથી મોટે ભાગે બીજા જીવોને પીડા આપવાનું સહજ બને છે) આત્મા યોગ્ય બને, શાણો અને પછી પ્રભુ માર્ગે (સર્વ વિરતિના) તે નમ્ર સેવક ચાલે અને અનેક જીવોને અભયદાન આપી આત્મા સંવર ધર્મ આદરી કર્મમુક્ત બને એ હેતુ છે. માટે જો સાધુપણું મળ્યું છે તો આજથી જ સાધુતાના રક્ષણ માટે સાવધાન બનો. સાધુતાનું જતન કરો. અનેક જીવોને આપણા તરફથી થતી પીડાથી મુક્ત બનાવો. બિચારા સહુ-સહુના માર્ગે વિચરે છે. તેને વિચરવા દો. કોઈનો પ્રાણ હરવાનો તમોને શો હક છે? સૌ કુદરતના ખોળે આનંદ કરો અને ભવસ્થિતિ પરિપાક થતાં કાળ પકવી મુક્તિના સુખમાં હાલો. ૧૨. આત્માનું પૂર્ણાનંદ સ્વરૂપ આ.વ. ૯ આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ છે તેને ઢાંકે છે કોણ? ચારિત્ર મોહ તેનો આવારક છે. ચારિત્ર લીધા પછી પણ ચારે કષાયોનો સંપૂર્ણ ઘાત થાય ત્યારે જ તે પ્રગટી શકે છે. દર્દુ, ૭મું ગુણસ્થાનક પામ્યા પછી પણ હજુ સંજવલન બાકી છે. છતાં તે આનંદની અનુભૂતિ ૪થા ગુણસ્થાનકથી શરૂ થઈ જાય છે. અનંતાનુબંધી જાય એટલે નિજ સ્વરૂપની ઝાંખી થાય, તેનો આનંદ અનુભવાય. કષાય તે આત્માને શોકમાં રાખે છે. જેટલા પ્રમાણમાં તે ઘટે છે તેટલા સાધકનો અંતર્નાદ 26 Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમાં આત્મા આનંદનો અનુભવ કરે છે. આ આનંદને મેળવવા માટે નિજ આત્માને આપ સ્વરૂપે જુએ, મિથ્થાબુદ્ધિથી જીવ અનાદિ કાળથી નિજાત્માને પરરૂપે જોઈ-અનુભવી સંકલેશ-કલેશ પામી આનંદનો અનુભવ કરી શક્યો નથી. પોતાને નહિ ઓળખવો એ જ કષાય છે. આત્માને આત્મસ્વરૂપે જુએ તો કોઈ પણ જીવ પ્રત્યે થતાં અનંતાનુબંધી આદિ કષાયો અટકી જાય છે. જયાં સુધી જાતને ઓળખે નહિ ત્યાં સુધી જે કાંઈ પ્રવૃત્તિ કરે તે ભૂલ ભરેલી જ હોય. જેને અનુલક્ષીને પ્રવૃત્તિ કરવાની છે તેને જ ઓળખ્યો નહિ એટલે ગમે ત્યાં અથડાય કૂટાય છે અને સંકલેશ પામે છે. માટે નિજાત્મા સાથે આત્મજાતિને ઓળખો. સહજાનંદ સહેલાઈથી પ્રાપ્ત થશે. ૧૩. ઉપયોગ-શૂન્યતા આ.વ. ૧૦ આત્મા ઉપયોગ સ્વરૂપ છે, છતાં મારો ઉપયોગ કહેવાય છે તેમાં ષષ્ઠિનો પ્રયોગ છે તે ભેદતા દેખાડવા માટે નથી. હું અને ઉપયોગ જુદા નથી પરંતુ એકતા દેખાડવા માટે છે. ષષ્ઠિ પ્રયોગ તો આપણે સમજવા માટે ઉપચારરૂપ છે. વાસ્તવિકતાએ તો ઉપયોગ એ જ આત્મા છે. ગુણસમૂહથી બનેલું દ્રવ્ય (આત્મા) છે. માટે જ આત્માનું ધ્યાન કરવું એટલે ઉપયોગનું ધ્યાન કરવું, આત્માને શુદ્ધ કરવો એટલે ઉપયોગને શુદ્ધ કરવો. પ્ર. તો પછી ઉપયોગ શૂન્યતા એ શું છે? જ. ઉપયોગ શૂન્યતા થાય છે એટલે આત્માનો અભાવ થઈ જાય છે એમ નથી. પરંતુ ઉપયોગનું અનુસંધાન જે પદાર્થ સાથે હતું તે છૂટી બીજા પદાર્થમાં થાય છે. એટલે એ પદાર્થમાં ઉપયોગનો અભાવ શૂન્ય થઈ ગયો. માટે તેને શુભ પદાર્થમાં જોડવો અને સ્થિર જોડવો. જુદા જુદા પદાર્થમાં ફરવાથી મનની ચંચળતા, અશુદ્ધિ ટળતી નથી. જે ચંચળતા અને અસ્થિરતા આત્માને સંસારમાં બાંધી રાખે છે. કર્મો દ્વારા બાંધીને ગતિઓમાં ભટકાવે છે, માટે ઉપયોગની શૂન્યતા ટાળવી અને શુભ પદાર્થોમાં સ્થિરતા કરાવવા પુરુષાર્થ કરવો. જે પરમ પદે પહોંચાડવા સહાયક બને છે. ૧૪. મોક્ષનું સુખ આ.વ. ૧૧ મોક્ષનું સુખ કેવું છે? તેને બુદ્ધિથી સમજી ન શકાય તો તેનું વર્ણન શબ્દમાં કેવી રીતે કરી શકાય? છતાંય જ્ઞાનીઓએ પુદ્ગલનો સંબંધ નથી તેને અનુલક્ષીને ત્યાં શું નથી તે બતાવીને અર્થપત્તિએ જે બાકી છે તે ત્યાં છે એમ કહીને બાળ જીવોને અતિશયજ્ઞાન રહિત એવા આપણને કાંઈક તે સુખનું દિશાસૂચન કરીને સમજાવવા પ્રયત્ન કર્યો છે. ત્યાં જન્મ નથી, જરા નથી, મરણ નથી એમ કહીને ત્યાં આ બધાં દુઃખ નથી જે અહીં આપણે અનુભવી રહ્યા છીએ, ખાવાનું નથી, પીવાનું નથી, શરીર નથી, ઈન્દ્રિયો નથી વગેરે બતાવીને પુગલ સંબંધી જે કાંઈ ઝંઝટ છે તેનાથી ત્યાં છુટકારો છે. શરીર નથી સાધકનો અંતર્નાદ 27 Page #48 -------------------------------------------------------------------------- ________________ એટલે તેને લીધે ઊભા થયેલા બધા જ વ્યાપારો ખાવું, પીવું, માનહાનિ, અપયશ, અપકીર્તિ મન વચનથી થતાં બધાં દુઃખ અથવા સુખાભાસ જેવાં કે યશ, કીર્તિ, ખાવાથી સુધાની તૃપ્તિ વગેરે કાંઈ નથી. ત્યારે શું છે ? કેવળ આત્મા તેનું સુખ-સ્વસ્વરૂપમાં રમવાનું, આનંદ કરવાનો, ખણજ જ ઉત્પન્ન ન થાય તો ખણવાનો સુખાભાસ કયાંથી હોય? ખણજ દુઃખ છે તેમ પુદ્ગલના સંબંધથી ઈચ્છા છે અને તે વસ્તુની પ્રાપ્તિથી ઈચ્છારૂપ ખણજ દૂર થાય છે તે કાંઈ સુખ કહેવાય? માટે આત્માનું સુખ તે જ મોક્ષ સુખ જે પરમપદમાં જ છે. ૧૫. પરોપકાર ગુણ આ.વ. ૧૪ પ્રભુ ! પરોપકાર ગુણ પ્રગટાવવાનો ઉપાય શું? વત્સ ! સજાતીયપણાથી જીવો સાથેનો સંબંધ શાશ્વત છે. અને તે સંબંધને લીધે કોઈપણ જીવ પ્રત્યે લાગણી થવી સહજ છે. સંબંધના નાતે જીવો પ્રત્યે ઉપકાર કરવાનો સહજ સ્વભાવ આત્મામાં રહેલો છે. તેને ઢાંકનાર મોહનીય કર્મ છે. તેનું સ્વરૂપ સ્વાર્થભાવ છે. અર્થાત્ સ્વ-પર એમ બેદરેખા દોરીને પોતાના અર્થ-પ્રયોજનમાં જીવ લીન રહે છે. પણ જેને તું પર માને છે તે તો તારો નાતીલો છે એનાં પ્રયોજન એ બધાં તારાં જ છે. માટે સ્વ-પર, હું અને તે, એ જે ભેદરેખા મોહાધીન થઈને પાડી છે તેને ભૂંસી નાખ. જીવે તે ભેદ રેખા પાડી છે માટે તેનું નામ તને સમજાવવા પર ઉપકાર પાડ્યું. પરોપકાર કર, પરોપકાર ગુણ એમ જે પરોપકાર શબ્દ છે અને તેને ગુણ કહ્યો છે તે એટલા માટે છે કે તું વ્યવહારથી હું તું ના ભેદમાં રમે છે જેને તું પર માને છે તેના પર ઉપકાર કર. અર્થાતું તેની સાથે ભેદ ન રાખ અને જેવી રીતે તું તારી સાથે વર્તે છે, તારાં પ્રયોજન સિદ્ધ કરે છે તેવી જ રીતે સર્વ જીવોની સાથે વર્ત અને સર્વનાં પ્રયોજન-સુખ (પ્રાપ્તિ) આદિને સિદ્ધ કર. અરિહંત પરમાત્માને તો સ્વાર્થોપસર્જનીયતા સાથે પરોપકાર પરાયણતા સિદ્ધ થયેલી હોવાથી પોતાનાં પ્રયોજનો ગૌણ હતાં કેવળ પર જ સુખ પમાડવાની ઝંખના-તાલાવેલી-ઉત્કટ ભાવના હતી. આપણે તે સ્થિતિએ પહોંચવાની યોગ્યતા પાકી ન હોય તો પણ આત્મશુદ્ધિ માટે સ્વાર્થભાવ કેવળ સિદ્ધ કરવા ઝંખે છે તે અટકાયત કરે છે માટે તારા બંધુઓને ભેદરેખાથી જુદા માની એકલપેટોપેટભર બની તેઓની ઉપેક્ષા કરે છે તે તારી સમ્યગ્દષ્ટિને લજવે છે અને મલિન કરે છે. માટે નિશ્ચયથી જીવો સાથે અભેદભાવથી ધ્યાનમાં ઐક્યતા સાધ્યા પછી વ્યવહાર શુદ્ધિ (નિર્મળ વ્યવહાર) જીવો સાથે તેના સુખે સુખી, દુઃખે દુઃખી, તેની જરૂરિયાતો પૂરી પાડવી, સંકટ સમયે સહાય કરવી વગેરે વર્તન કરાવે છે આ દ્રવ્યથી પરોપકાર છે. ભાવ પરોપકાર તેના આત્મદ્રવ્યની ચિંતા કરવી, તેની શુદ્ધિ માટેના ઉપાયો સમજાવવા અને સંપૂર્ણ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી પરમાનંદનું સુખ પ્રાપ્ત કરે સાધકનો અંતર્નાદ 28 Page #49 -------------------------------------------------------------------------- ________________ તેમાં મન, વચન, કાયાથી સહાય કરવી, ભાવથી કરવી, તેનું શુભ ચિંતવીને કરવી. આ બધો ભાવોપકાર છે. પ્રભુ તો ભાવોપકારની ટોચે પહોંચી ગયેલા હોવાથી એના તીવ્ર રસથી સર્વ જીવોના આત્મ સુખ પ્રાપ્ત કરાવવાની ભાવનાથી બાંધેલ કર્મના ઉદયે સક્રિય પરોપકાર કરી પછી સિદ્ધિ પદને વર્યા છે. ધન્ય છે અનંત અરિહંતોને ! જીવો સાથે અભેદ ભાવથી એકતા સાધવી-ખરેખર પર-ઉપકાર નથી પણ જેના પર ઉપકાર કરે છે તે તો પોતે જ છે. માટે સ્વોપકારજ છે. ૧૬, જિન દર્શન આ.વ. || આજે મહાવીર સ્વામી ભગવાનનું મોક્ષ કલ્યાણ છે. તેનું આરાધન કરવાનું છે કેવી રીતે કરીશું ? ભગવાનને મોક્ષે ગયાં ને ૨૫૧૦ વર્ષ થયાં તે દિવસની ઉજવણી આજે ક૨વી છે તો જે કાળનું અંતર છે મનમાં તેને તોડી નાંખવાથી આજે જ તે દિવસ છે એમ અનુભવાય છે. તેમ મહાવીર સ્વામી ભગવાન આજે હયાત નથી છતાં દર્શન કરીએ છીએ કેવી રીતે ? કાળનું અંતર છે તેને તોડી આજે જ તેમનાં સાક્ષાત્ દર્શન કર્યાનો અનુભવ થઈ શકે છે. તેવી રીતે દરેક આરાધનાના લક્ષ્યને ઉપસ્થિત કરવા મનમાં રહેલું અંતર તેને તોડીને જ કાર્ય સિદ્ધિ કરી શકાય છે. પછી તે કાલાંતર હોય કે ક્ષેત્રાંતર. આપણા આત્માનો મોક્ષ ભાવિમાં છે પણ તેનું લક્ષ્ય કરવા માટે (શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ કરવા) જે કાળ અને ક્ષેત્રનું અંતર છે તેને તોડી નાખીને આજે જ તે અવસ્થાની પ્રાપ્તિનો અનુભવ કરવાથી કાર્ય સિદ્ધિ સુધી પહોંચી શકાય છે. જો તેમ કરવામાં ન આવે તો તેની પ્રાપ્તિનો પુરુષાર્થ જ મંદ રહે છે, અર્થાત્ થતો જ નથી. પોલિક સુખની પણ આ જ પ્રક્રિયા છે. જે પ્રાપ્ત કરવું છે તેનો અનુભવ સૂક્ષ્મ મનમાં પહેલાં થાય છે પછી તે માટે પુરુષાર્થ કરતાં પ્રાપ્ત કરે છે. આજે આપણે પણ આ રીતે ભગવાન મહાવીર સ્વામીના દર્શન-દેશના કલ્યાણક ઉજવણી કરીશું. ૧૭. જ્ઞાન-સુધા કા.શુ. ૫, જ્ઞાનપંચમી આજે જ્ઞાન પંચમીના દિવસ એટલે આત્માનો જે જ્ઞાન ગુણ છે, સ્વભાવ છે તેને પ્રગટ કરવાનો દિવસ. તે શ્રુતજ્ઞાન દ્વારા થઈ શકે તેથી શ્રુતજ્ઞાન પ્રગટ કરવાની પ્રક્રિયાનું સાધન છે. તેથી શ્રુતપંચમી તે આત્માની જ્ઞાન પંચમી છે તેને (શ્રુત) મહત્ત્વ આપીને તેની આરાધનાનો દિવસ-સાધનમાં સાધ્યકાર્યનો ઉપચાર કરી તેની આરાધના કરવામાં આવે છે. જ્ઞાન સુધા-અમૃત છે કારણ આત્માને જીવાડનાર હોય તો જ્ઞાન જ છે. જ્ઞાન સુધા પ્રપા જે માંડે છે તે તો અનેક જીવોને તે અમૃતનું પાન કરાવી તેના સંતાપ વગેરે દૂર કરી જીવિતદાન આપે છે. જ્ઞાનામૃતનું ભોજન કરનારની પૌદ્ગલિક ભૂખ સદાને માટે નાશ પામી જાય છે અને તેમાં તૃપ્ત સાધકનો અંતર્નાદ 29 Page #50 -------------------------------------------------------------------------- ________________ થયેલો તે સદા આનંદનો અનુભવ કરે છે. જ્ઞાનામૃતમાં સ્નાન કરનાર સદા શાંતિનો અનુભવ કરે છે કારણ આત્મા પર લાગેલા કપાયાદિ રાગ દ્વેષાદિ રોગો સદાને માટે શાંત થઈ જાય છે. જ્ઞાનામૃત સમુદ્રમાં ડૂબકી મારી તેનો આસ્વાદ લેનાર પરભાવદશાથી વિકૃત બનેલી ચેતનાને ઊર્ધ્વગામી બનાવી સદાને માટે સ્વભાવદશા તરફના વલણવાળી બનેલી ચેતના આત્માના સ્વરૂપમાં લીન બનીને રહે છે, અને અપૂર્વ પરમાનંદમાં ચેતના લય પામે છે. જ્ઞાન એ પરમ અમૃત છે. કેમકે અમૃત એક વખત જ અમરતાને આપે છે. પરમ અમૃત અનંતજેનો છેડો નથી તેવી અમરતાને આપીને જ જંપે છે. જ્ઞાન એ અગાધ દરિયો છે. તેના તાગને પામવો ઘણો દુષ્કર છે. છતાં જ્ઞાની ગુરુના શરણે રહી યોગાવંચક, ક્રિયાવંચક બને તો ઘણો સુકર છે. કેમકે જ્ઞાની ગુરુ પોતે જ્ઞાનરૂપી દરિયો પ્રાપ્ત કરેલો હોવાથી દરિયા સ્વરૂપ છે તેથી શરણે આવેલા શિષ્યને ગુરુ પોતાનામાં સમાવી લે છે. એટલે શિષ્ય પણ તે સ્વરૂપ બને છે. જ્ઞાન એ અંજન છે. વિકૃતદેષ્ટિને સુધારવા માટે તેનું અંજન જો ગુરુ-પરમગુરુ કરે તો અનાદિની વિકૃતિ દેષ્ટિમાંથી નીકળી જતાં પરમ પદાર્થોનું સત્ય દર્શન થવાથી સ્વાનુભવની કેડી ઉપર ચાલવા માંડે છે ત્યારે જગતને (પુદ્ગલ) ભૂલી જાય છે અને સદાને માટે સ્વમાં રમણતા કરતો થઈ જાય છે. જ્ઞાન એ મુગર છે. અનાદિથી આત્માને હેરાન કરતા, તેનું ધન લૂંટી લેતા ચોરટા-વિષય કષાયાદિને ભગાડવા માટે સારું કામ કરે છે જેથી સુખેથી શાંતિથી આત્મ સ્વરૂપમાં લય પામી સમાધિરૂપ નિદ્રા કરી શકે છે. માટે હે ભવ્ય જીવો, આજનો પરમ મંગલ દિવસ તે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટેનો છે માટે તેને આરાધો, ભજો, સેવો. ૧૮. ચેતન્યમાં ઉપયોગ જોડો કા.શુ. ૭ ચૈતન્યના ધ્યાનમાં જગત ચૈતન્યથી વ્યાપ્ત છે. ચૈતન્ય શક્તિ તે શું છે? જ્ઞાન, દર્શન રૂપ ઉપયોગ શક્તિ છે. જયારે ચૈતન્યની અંદર ઉપયોગ જોડવામાં આવે ત્યારે ચૈતન્યરૂપ મહાસાગરમાં આત્મા ડૂબકી મારી આનંદ અનુભવે છે. તે શેનો આનંદ છે ? જ્ઞાન, દર્શન ઉપયોગ રૂપ શક્તિમાં આપણો ઉપયોગ ભળી જવાથી ચૈતન્યની સાથે જે અભેદતા ઉત્પન્ન થાય છે તેનો અવર્ણનીય આનંદ થાય છે. ભેદ વ્યવહારથી છે તેને તોડી, નિશ્ચયથી એકતાનો અનુભવ કરવો તે સાધના, સાધ્યને પ્રાપ્ત કરવામાં સહેલાઈથી સફળતા સાધે છે. નવે પદના ગુણનું ધ્યાન કરવું એટલે નવે પદની ગુણ શક્તિ અગર તે તે પદમાં રહેલાની સાધકનો અંતર્નાદ 30 Page #51 -------------------------------------------------------------------------- ________________ પરિણતિનું ધ્યાન. તેનાથી તે તે પરિણતિ આપણામાં સહેલાઈથી આવે છે અને તે પદ પ્રાપ્ત થાય છે. અરિહંત પરમાત્માની-સ્વભાવદશામાં રમણતા. સિદ્ધ ભગવંતનું-અરૂપીપણું વગેરે અનંત ગુણ. આચાર્ય ભગવંતનું-પંચ આચારમય પરિણામ. ઉપાધ્યાય ભગવંતનું-જ્ઞાન ભણાવવાનું પરિણામ. સાધુ ભગવંતનું સકલ જીવોના હિતના પરિણામમાંથી જાગેલા ક્ષમા આદિ ધર્મમયતા. દર્શન-આત્મસમદર્શિત્વ, પરમાત્મ સમદર્શિત્વમાંથી ઉત્પન્ન થયેલી તત્ત્વરુચિ આત્મતત્ત્વ, પ્રત્યે રુચિ. તે જ ગમે જેથી જડ પ્રત્યેનું વલણ વિરામ પામે. જ્ઞાન-તત્ત્વનો જ બોધ. ચારિત્ર-આત્મ તત્ત્વમાં જ રમણતા, ચેતના તેમાં જ રંગાયેલી રહે. તપ-આત્મ તત્ત્વમાં સ્થિરતા-સકલ ઈચ્છાઓ શાંત થવા રૂપ પરિણામમાંથી ઉત્પન્ન થયેલું સુખ. તેમાં લીન થવા રૂપ સ્થિરતા. ૧૯. શરીર અને આત્માના ભેદની સમજણ મહાવિદેહમાં પ્રભુ સમવસરણમાં બેસી દેશના આપી રહ્યા છે. મેં પૂછયું, પ્રભુ ! આ શરીર અને આત્માનો ભેદ સમજયા, તેમાં બહુ સરસ-બહુ સરસ એવો આનંદ આવે પણ તેથી જીવનમાં વિશેષ કોઈ ફેરફાર ન હોય તો પ્રભુ ! તેનું શું કારણ છે ? જ. હે વત્સ ! તું ઘણા દિવસે આવી. તારો કાળ હવે પાક્યો છે. જીવનવાણી શ્રવણ કરવાથી તે વાણીને હૃદયના ઊંડાણ સુધી લઈ જઈને તેને મનન-ચિંતન દ્વારા વાગોળીને તેના રસનું આત્માને પાન કરાવી તેને પુષ્ટ બનાવી તેમાં જે પુષ્ટિ દ્વારા વીર્ય શક્તિ આવે તેના દ્વારા જુગજુની જડરુચિ ઊખેડી શકાય. વાણી પ્રભુની છે એટલે શ્રવણથી આનંદ આવે વળી પોતાની (આત્માની) વાત છે એટલે સાંભળવામાં આનંદ આવે પણ તે આનંદમાં જ બેસી રહેવાથી બહુ સરસ છે એમ માનવાથી આત્મા અને જડનો ભેદ અનુભવાતો નથી. અનુભવવા માટે ઉપરની પ્રક્રિયા કરવી પડે. ફકત શ્રવણેન્દ્રિય આનંદ પામે એમ નહિ, હૃદય પણ ત્યાં સુધી તે વાણીને પહોંચાડવાથી આનંદ પામે, મન પણ મનનચિંતન દ્વારા આનંદ પામે અને મનન-ચિંતન દ્વારા વાગોળવાથી જે રસ તૈયાર થયો તેને પીવાથી (આત્માને પીવડાવવાથી) જયા૨ે આત્મા આનંદ પામે ત્યારે તે (આત્મા) પુષ્ટ થાય છે, તેની વીર્યશક્તિ વધે છે ત્યારે જડ ઉપરનો રાગ ઘટે છે. પ્ર. હજુ જડનાં રંગ બેરંગી દૃશ્યો, જડ શરીરના સુખાકારીના ભાવો, શરીરની સુડોળતાની રુચિ અને સુંદરતામાં ગમો. એ બધું ય જાણે એવુંને એવું હોય, અંદરથી આંખ નાચે-મન રાચે અને જાણે આટલી આરાધના, આટલું સાહિત્ય વાંચન, આટલી તત્ત્વરુચિ, આટલો સંયમ પ્રત્યે ગમો છતાં જડના સાધકનો અંતર્નાદ 31 Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાવો તાજાને તાજા જ, જરાય સુકાયા નથી અને જડ પ્રત્યે દ્રષ્ટા-જ્ઞાતાપણું-નીરસભાવ અનુભવાતો નથી એમાં આ જ્ઞાન પામ્યા છતાં શું ખૂટે છે ? જ. બસ એ જ ખૂટે છે કે તત્ત્વવાણી જીનવાણી શ્રવણમાં જ તૃપ્તિ અને આનંદની સમાપ્તિ માનીને તેને આત્માના જે આ દોષો છે તેને દૂર કરવા તે વાણી ઉપર ચિંતન-મનન કરી આત્માની રુચિ વધારી જડ રૂચિ ટાળવી ખૂબ જરૂરી છે, આત્માનું નામ ગમ્યું, હજુ પદાર્થ રુચિ નથી થઈ અને થઈ છે તે પણ ઉપર ટપકી. માટે હવે ગુરુદેવે કહ્યું છે તેમ હંમેશ નવે પદના ગુણોનું ચિંતન કરી તેના ધ્યાનમાં લીન બન. ૨૦. વાત્સલ્ય અ.વ. ૧૨, ૨૦૪૧, વખારનો પાડો, પાટણ. વાત્સલ્ય એટલે પરોપકારની પરાકાષ્ઠા. વાત્સલ્ય એ જીવ પ્રત્યેનો સ્નેહભાવ હોય છે તેમાંથી ઝરતો એક રસ છે તે ઉત્પન્ન થાય છે મૈત્યાદિ ચાર ભાવમાંથી. જીવ પ્રત્યેની લાગણી એટલે સુખમાં સુખી, દુ:ખે દુઃખી, એ સ્થૂલ વ્યાખ્યા છે. સૂક્ષ્મતાથી વિચારીએ તો એમ સમજાય છે કે વિશ્વ સાથે એકતા એ જ જીવ પ્રત્યેની લાગણી છે, સ્નેહભાવ છે. એકતા હોય એટલે મૈત્રીભાવ હોય જ. મૈત્રીભાવ એટલે સમાનભાવ. “પરહિત ચિંતા મૈત્રી” એ સ્થૂલ વ્યાખ્યા છે અર્થાત્ મૈત્રીની શરૂઆત પરની જીવોની હિતચિંતામાંથી થાય છે પૂર્ણાહુતિ અમેદતામાં થાય છે. એકતા હોય ત્યાં તેની કર્મ મુક્તતામાં આનંદ-પ્રમોદ તે જ પ્રમોદભાવ. તેના સુખમાં આનંદ એ પ્રમોદભાવની સ્થૂલ વ્યાખ્યા છે. પ્રમોદ ભાવની શરૂઆત તેના Íદગલિક સુખ, જે તેના અઘાતિના શુભ ઔદયિક ભાવમાંથી થાય છે તે સુખમાં આનંદથી થાય છે. પૂર્ણાહુતિ જીવની શુદ્ધદશા પ્રાપ્ત થવાથી આનંદમાં થાય છે. કરુણાભાવ જીવની કર્મ બંધન દશામાં દુ:ખ-અથતુ લાગણી અથવા ભાવદયા જેમાંથી અરિહંતના જીવોને તીર્થકર નામકર્મ બંધાવે તેવી પરોપકારની ટોચે પહોંચવાના અધ્યવસાય કરાવે છે. જીવના દુ:ખમાં દુઃખ એ ભૂલ વ્યાખ્યા છે ત્યાંથી કરુણાભાવની શરૂઆત થાય છે અને પૂર્ણાહુતિ “સવિ જીવ કરું શાસન રસી” એ ભાવથી પરોપકારની ટોચની કરુણાથી તીર્થકર દેવો સક્રિય પુરુષાર્થ ખેડે છે તેમાં થાય છે. પાપી ઉપર ઉપેક્ષા તે માધ્યસ્થ. આ ભાવની સ્કૂલ વ્યાખ્યા છે. તે શરૂઆતમાં હોય તે અને તેની પૂર્ણતા સિદ્ધ અવસ્થામાં પોતાના કેવળજ્ઞાન અને કેવલ દર્શન દ્વારા આખા જગતને નિહાળે છે તેમાં જગતના બધા જીવોને પોતાના સમાન જુએ છે. એ તેઓની ટોચની માધ્યસ્થતા છે તેમાં થાય છે. જેમાં સર્વ જીવોની પરભાવ દશાની ઉપેક્ષા છે. વાત્સલ્ય રસ આ ઉપરના ચાર ભાવમાંથી શરૂઆતમાં મન, વચન અને કાયા (દષ્ટિ)માંથી નીતરતો દેખાય છે, જે સંસારી જીવોના સંતાપને (બારા) હરનારો તત્કાળ થાય છે. પૂર્ણતાને પામેલો તે વાત્સલ્ય ભાવ આપણા (સકમ) જેવા સર્વ જીવોના દ્રવ્ય-ભાવ સંતાપને હરે છે અને તે રસમાં નવડાવી દે છે એટલે કે તેના કર્મ મેલને હરી આત્માને શુદ્ધ બનાવી પોતામાં સમાવી લે છે. આ જ છે પરોપકારની પરાકાષ્ઠા. સાધકનો અંતર્નાદ 32 Page #53 -------------------------------------------------------------------------- ________________ ર૧. પ્રેમ અ.વ. ૧૩ હે જીવાત્મન ! આનંદમય તારું સ્વરૂપ કેમ ભૂલી જાય છે ? તારા અનંતગુણ છે તે તારા જ્ઞાનગુણને આભારી છે. મુખ્યતાએ જીવનું સ્વરૂપ જ્ઞાન છે. તેના આધારે અનંતગુણનો પ્રાદુર્ભાવ છે. અર્થાતુ, જીવનો ગુણ તો એક જ છે અનંતગુણો તે તેના જ અંશો છે. માટે અનંતગુણના ધારક આત્માને નિહાળવા જ્ઞાનસ્વરૂપ આત્માને લક્ષ્યમાં લઈ તેમાં ઉપયોગને સ્થિર કર. તારું સર્વસ્વ તે (આત્મા) જ છે. તે ચિરૂપ-સ્વરૂપ છે તે અનંત છે. અનંત શેયરૂપે તે સ્વરૂપ પરિણમે છે માટે તે (ચિકૂપ) અનંત છે. તું જેમ-જેમ અનંત સ્વરૂપી આત્માના ઊંડાણમાં ચાલ્યો જઈશ તેમ-તેમ અપૂર્વ સુખદાયી આનંદમયી શાંતિ સુધાનો આસ્વાદ પામીશ. તે અગાધ છે. તેમાં ઉતરવું તે અગમ્ય, અગોચર હોવાથી સુસાધ્ય નથી. પણ જો તું બાહ્યભાવથી વિરામ પામી કેવળ આત્મસ્વરૂપને પ્રેમથી જોવા પ્રયત્ન કરીશ તો તે પ્રેમભાવ સ્વરૂપ તરફ પ્રગટ થયો છે તે જ તેના અગાધ ગર્ભમાં લઈ જઈ અપૂર્વ આનંદમય સુખ અને શાંતિનો અનુભવ કરાવશે. આત્મા એ તો અગાધ સુખસાગર છે તેમાં ડૂબકી મારવા તેના પ્રત્યેનો પ્રેમ, જેમાં અગાધતામાં લઈ જવા માટેની તેની અચિંત્ય શક્તિ રહેલી છે તે (પ્રેમ) સંપૂર્ણ સહાયક છે, પ્રેમ એ આત્માની અનુપમ શક્તિ છે. તે જયારે બાહ્ય સ્વરૂપમાં હોય છે ત્યારે પણ જગતનાં બધાં કાર્યો સિદ્ધ કરી આપવાની શક્તિ ધરાવે છે. તે પ્રેમ (શક્તિ) આત્માનાં કાર્યો જેવાં કે તેનું કેવલ્યજ્ઞાન પ્રગટ કરવું, મોહ-આદિ કર્મોનાં પડલોને વિખેરવા માટે આત્મ સત્વ પ્રગટ કરી તેનો (મોહાદિનો) સામનો કરવો, (કર્મનો નાશ કરવા માટે મોહ સામે લડવું તે પણ આત્મા ઉપરની પ્રેમ શક્તિના કારણે જ બની શકે છે) આત્માની કર્મોથી મુક્તિ કરવી, આત્માની શુદ્ધ દશા પ્રાપ્ત કરવી આ બધાં જ કાર્યો તે સિદ્ધ કરી આપે છે. મૈત્રી આદિ ભાવો વગેરે જે કાંઈ આત્મ-સ્વરૂપને પ્રગટ કરવામાં સાધનભૂત ભાવો છે તે બધા પણ આ પ્રેમ-શક્તિથી જ સાધ્ય છે. મૈયાદિ ભાવોમાં પણ જીવો પ્રત્યેનો અખૂટ પ્રેમ હોય તો જ તેનું (મૈયાદિનું) અસ્તિત્વ હોઈ શકે. આ રીતે જગતના વ્યવહાર શુદ્ધ અને સારી રીતે ચલાવવા હોય તો જીવો પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ. તો જ તમારા વ્યવહારો સારા ચાલશે. સાથે જે કાર્ય સિદ્ધ કરવું હોય તે સરળ રીતે થશે. અને આત્માની કર્મથી મુક્તિ સુધીનાં બધાં કાર્યો આ એક જીવ માત્ર પ્રત્યેનો (સ્વપર-શુદ્ધ બધાં જ) નિર્મળ પ્રેમ હશે તો સિદ્ધ થઈ શકશે. પ્રેમ..... પ્રેમ... પ્રેમ રર. આત્મરત્ન શ્રા.શુ. ૧ હે જીવાત્મા ! તું તારા અંતરાત્મામાં સ્થિર થા. અંદર રહેલા જ્ઞાનોદધિને જો, કેવો ઉછળે છે મહાસાગર પોતાની છોળોથી જાણે આખા જગતને પ્લાવિત કરી દેવા માંગતો ન હોય ! તેમ સઘળે વ્યાપે છે. અને આખા જગતને હેય, શેય, ઉપાદેયાદિ ભાવોને પોતામાં સમાવી લે છે. આ મહાસાગરને સાધકનો અંતર્નાદ 33 Page #54 -------------------------------------------------------------------------- ________________ તે કદી જોયો છે? તે અતિ અગાધ છે. પૂર્ણ જ્ઞાની સિવાય કોઈ તેનો તાગ પામી શકતું નથી. તેમાં અનેક વસ્તુ-પદાર્થો રહેલા છે. રત્નો ય છે અને છીપલાં ય છે. મગરો ય છે અને મત્સ્યો ય છે. તારે એ બધાથી કંઈ કામ નથી. તેમાં એક અચિંત્ય ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક મૂલ્યવાન આત્મરત્ન છે તેને શોધ. તે જો તને પ્રાપ્ત થાય તો ભવોભવનું તારું દારિદ્રય નાશ પામે. તેને મેળવવા માટેની તું ગુરુ ભગવંત પાસેથી પ્રથમ જાણકારી મેળવ. તેમાં તરતા-તરતાં ડૂબકી મારીને તેના અગાધ પેટાળમાં પહોંચી જા, ત્યાં અપૂર્વ સમાધિ અમૃતરસકુંડ છે. તેના મધ્ય ભાગમાં અતિશય તેજથી ઝળહળતું આત્મરત્વ રહેલું છે, તેને તું તારો હાથ ન લગાડીશ પણ તારો પ્રેમ લગાડજે. તે લોહચુંબક છે તેનાથી ખેંચાઈને તારી સાથે બહાર આવશે. તેને જોતાંની સાથે જ તું તેમાં લીન બનીશ, ત્યારે તે રત્નની જયોતિનો પ્રકાશ પામીશ અને પરમાનંદનો આસ્વાદ મેળવીશ. ૨૩. ઔદાસીન્યભાવ શ્રા.શુ. ૩ જગતના બધા ભાવો પ્રત્યે કોઈ રસ નહિ તેનું નામ ઉદાસીનભાવ. ઉદાસીનતા બે વિષયમાં થાય છે. ૧. ઈચ્છાની અતૃપ્તિમાં ૨. આત્મભાવની અતૃપ્તિમાં. પહેલી સંસાર-વર્ધક છે, અનેક દોષોને જન્મ આપનારી છે. તે ઉદાસીનતા મનને કલુષિત બનાવે છે, જીવો પ્રત્યે દ્વેષ થવાથી તેનો પ્રવાહ વિશાળ બને છે. અને જીવ તેમાં ડૂબતો જ જાય છે તેના ઊંડાણમાં પ્રવેશે છે ત્યારે અકાર્ય પણ કરી બેસે છે. તેથી સદ્ગતિ તો નથી સાધી શકતો પણ દુર્ગતિના ઊંડા ખાડામાં ધકેલાઈ જાય છે માટે તે સર્વથા ત્યાજય છે. બીજા પ્રકારની ઉદાસીનતા એ સુવર્ણ જેવા ઉજ્જવલ ભાવોને પેદા કરનારી છે. ઉદાસીનતામાં જડભાવોનું વિરમણ હોય છે. સંકલ્પ-વિકલ્પ શાંત થઈ ગયા હોય છે. તેમાં આખા વિશ્વ પ્રત્યે ઔદાસીન્ય હોય છે મારું, પરાયું કોઈ એના ભાવમાં હોતું નથી હું તું નો વિભાગ હોતો નથી. સંકલ્પ ઉત્પન્ન થાય તેવું કોઈ નિમિત્ત આ ઔદાસી માં હોતું નથી. જગતને શૂન્ય દૃષ્ટિએ જુએ છે તેમાં તેને કાંઈ દેખાતું નથી તેથી વિકલ્પ ઊઠતા નથી. મન ઘણું ઊંડાણમાં ચાલ્યું ગયું હોવાથી વિકલ્પ-તંરગો શાંત થઈ ગયા હોય છે. તે વખતે પોતાનું પણ અસ્તિત્વ તેને ભાસતું નથી. કેવળ ઉદાસ ભાવે રહેવામાં આનંદની અનુભૂતિ થાય છે, કેમકે શુદ્ધ આનંદને લૂંટનારાને વ્યવહારમાં પણ બાહ્યભાવના સંકલ્પ-વિકલ્પ હોતા નથી. આ ઉદાસીનતામાં જગતનો કોઈ ભાવ તેને (તેના ચિત્તને) સ્પર્શતો નથી. સુખ દુઃખ વગેરે દન્દ્રભાવો તેના ચિત્તમાંથી વિલય પામી ગયા હોય છે તેથી કેવળ શુદ્ધ આત્માનંદના સુખનો અનુભવ તેમાં થાય છે. મન તદ્ન નિસ્તેજ, નિર્બળ, મરવાના વાંકે જીવતું હોય તેવું બની જાય છે તેમ તેમ ઉદાસીનતા વધતી જાય છે અને આત્મતેજ, આત્મબળ, આત્મપરૂષ-સત્ત્વ વધારે ખીલે છે. જેમ-જેમ આત્મવીર્ય વધતું જાય છે તેમ-તેમ મનોનાશ-મનોલય થવાથી આત્મા ઉન્મનિભાવને પામે છે. જગતમાં જે જે બાહ્ય દૃષ્ટિથી દેખાય છે તે સર્વ ઉદાસીનતામાં અસત્ લાગે છે. કેવળ ચૈતન્યમય સાધકનો અંતર્નાદ 34 Page #55 -------------------------------------------------------------------------- ________________ આ વિશ્વને નિહાળતાં-નિહાળતાં ચિત્ત જગતના સર્વ જડ ભાવો પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કરે છે અને તે ઉદાસીનતા થવાથી વિકલ્પો બંધ થાય છે અને વિકલ્પો બંધ થવાથી મન શાંત થઈને લય પામી જાય છે ત્યારે જ ચૈતન્યના અભેદને પામેલો આત્મા પોતાને જુએ છે તેની અનુભૂતિ થતાં પરમાનંદનો રસ ચાખે છે તેમાં લીન થતાં મુક્તિ-સુખને અનુભવે છે. ર૪. મોન શ્રા.શુ. ૫ મૌન એ આત્માનો ગુણ છે કેમકે મન-વચન અને કાયાની પ્રવૃત્તિ બંધ થાય ત્યારે હકીકતમાં મૌન થાય છે. યોગ પ્રવૃત્તિ બંધ થવાથી કેવળ ઉપયોગ પ્રવૃત્તિ રહે છે ઉપયોગ આત્મામાં રમે, જેને આત્મરમણતા અર્થાત્ સ્વરૂપ-રમણતા કહેવાય છે તે જ નિશ્ચયથી મૌન છે. ત્રણ યોગોની પ્રવૃત્તિ રોકવી તે જ સાધના છે. તેનો અભ્યાસ કરવા માટે બાળ જીવોને પ્રથમ કેવળ વચનયોગ રોકવાનો ઉપદેશ આપવામાં આવે છે પણ તે વાસ્તવિક મૌન નથી. પણ પ્રાથમિક અવસ્થામાં તે ખૂબ જરૂરી છે. જેનો વચનનો વ્યવહાર જેટલો છૂટો હોય છે તેટલા પ્રમાણમાં મનના વિચારોનો વિસ્તાર પણ વધતો જાય છે, માટે પ્રથમ વચનયોગનું મૌન બને તેટલું સેવવું. છેવટે મનનું મોન કરવા અશુભમાંથી શુભમાં જોડવું. ત્યારબાદ શુદ્ધ તત્ત્વ-આત્મતત્ત્વમાં જોડી તેમાં કેવળ ઉપયોગ સ્થિર કરી મનને દૂર હઠાવવું અને ઉપયોગ સ્થિર થતાં તન્મયભાવ પામી તેમાં જ રમણતા થાય છે ત્યારે યોગ-પ્રવૃત્તિ સદંતર બંધ થાય છે તે જ સાચું મૌન છે. તે મૌન યોગીઓ લયાવસ્થામાં સમાધિ પ્રાપ્ત થતાં અનુભવે છે. મૌન આત્માનો સ્વભાવ હોવાથી જ તેને તેના પ્રત્યે રુચિ હોય છે. પણ વચનવ્યવહારથી માંડીને ત્રણે યોગની પ્રવૃત્તિ તે કર્માધીનપણે પ્રવર્તે છે. તે પ્રવૃત્તિ છૂટે ત્યારે તેમાં તેને આનંદની અનુભૂતિ થાય રપ. લયાવસ્થા શ્રા.શુ. ૬ લય એટલે આત્મામાં સંતાઈ જવું. નિદ્રામાં પણ એક જાતનો લય થાય છે. દર્શનાવરણના જોરે મનનું કાર્ય બંધ થઈ જાય છે એટલે લય થાય છે પણ આ લય ઔદયિકભાવનો છે. ઘાતી કર્મના ઉદયથી થનારો છે. તે આત્માના આનંદને ઢાંકનાર છે. તેથી તે લયથી આત્માને કોઈ લાભ નથી પરંતુ આત્માને કર્મનો જથ્થો બંધાવી મહાન નુકશાનકર્તા છે. તે લયમાં પણ આત્મા સંતાઈ જાય છે. પણ ઈદ્રિયો અને મન દ્વારા થતું આત્માને જ્ઞાન, તે અવરાતા આત્માની જ્ઞાનદશાની સભાનતા ગુમાવીને સંતાય છે. જ્યારે ઉદાસીનભાવને પામેલો આત્મા જગતના જડ પદાર્થોથી ઉભગી ગયેલો મનથી પર થઈને ઉન્મનીભાવને સ્પર્શે છે. ત્યારે આત્મા પોતાના સ્વરૂપમાં ખોવાઈ જાય છે. તેમાં જ સ્વરૂપઆનંદ અમૃતનો (સ્વરૂપાનંદામૃતનો) કુંડ છે તેમાં મગ્ન થઈ જાય છે. તે જ આત્માની લયાવસ્થા છે. અહીં ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ હોય છે. આ ક્ષયોપશમ સાધનરૂપ બની ક્ષાયિકભાવના આનંદની પ્રાપ્તિરૂપ સાધકનો અંતર્નાદ 35 Page #56 -------------------------------------------------------------------------- ________________ સાધ્યને પ્રાપ્ત કરાવે છે. આ લયાવસ્થા પ્રાપ્ત કરવા માટે નિરંતર પૂર્ણાનંદ સ્વરૂપ નિજ આત્મસત્તાને સ્મરણ-પથમાં લાવી તેને મેળવવા નિરાલંબન ધ્યાન માટે પુરુષાર્થ કરવો. અર્થાત્ વિમનસ્ક બનવા માટે સંકલ્પવિકલ્પો ત્યજવા અને ચિત્તને સ્થિર કરવું. અનુક્રમે મનોલય સાધવો. એ છે આત્માની લયદશાની સાધના. ૨૬. પૂર્ણાનંદ શ્રા.શુ. ૭ સતુ ચિત્ આનંદ સ્વરૂપ આત્મા છે તેમાં આનંદનો મહાસાગર ભરેલો છે. અર્થાતુ, આત્મા આનંદથી પૂર્ણ છે માટે જ સિદ્ધ આત્માને (કર્મ-રહિત થઈ સ્વરૂપની સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે) પૂણાનંદી કહેવાય છે. પૂર્ણાનંદ સ્વરૂપનો અનુભવ કરવા માટે બાહ્ય-જડ-પર વસ્તુથી પ્રાપ્ત થતા આનંદને ઓળખવો જોઈએ. એ આનંદ નથી પણ સુખાભાસમાંથી મેળવેલો અસત્ આનંદ છે. ત્યારબાદ બાહ્ય-પરવસ્તુથી આનંદ મેળવવા માટે જે વિકલ્પની ચંચળતા છે તેને ત્યજવી જોઈએ. કેમકે વિકલ્પો છે ત્યાં સુધી આત્માની સ્થિરતાનો અનુભવ થતો નથી. વિકલ્પો શાંત થાય ત્યારે તરંગરહિત સમુદ્ર જેમ સ્થિર હોય છે તેમ વિકલ્પરૂપી તરંગોથી રહિત આત્મા પૂર્ણ આનંદનો અનુભવ કરે છે. વિકલ્પ રહિત થવા માટે જડ અને ચેતન તત્ત્વને ઓળખી તે બન્નેને તત્ત્વદૃષ્ટિથી જોવામાં આવે તો વિકલ્પો શાંત થઈ જાય છે અને તત્ત્વદૃષ્ટિ ખૂલતાં આત્મા પૂર્ણાનંદ નિજસ્વરૂપનો અનુભવ કરે છે. તત્ત્વજ્ઞાનીની દૃષ્ટિ સદા પૂર્ણતાના આનંદરૂપી અમૃતથી ભીંજાયેલી હોય છે. તેથી તે દૃષ્ટિ પ્રાપ્ત થતાં જ આનંદ અને સુખનો અનુભવ કરે છે. આત્માનો સ્વભાવ છે પૂર્ણાનંદ, સ્વરૂપ છે પૂર્ણાનંદી. તે બાહ્ય વસ્તુથી પ્રાપ્ત નથી થતો માટે બાહ્ય દષ્ટિવાળાને તેનો અનુભવ નથી હોતો, પણ જયારે તે જાણે છે કે આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે, તે સહજ છે, અનુભવે તે જ જાણે ત્યારે તેને આશ્ચર્ય થાય છે. પૂર્ણાનંદરૂપી ચંદ્રની કળામાંથી નિરંતર અમૃત ઝરે છે. ર૦. અવિચલા સ્થિતિ શ્રા.શુ. ૯ દ્રવ્ય માત્ર અવિચલ છે, પર્યાય માત્ર અસ્થિર છે. છએ દ્રવ્ય સ્વ સ્વરૂપે અવિચલ છે, તેનું સ્વરૂપ ગહન છે, અતીન્દ્રિય છે, અકથ્ય છે, તેની ઓળખાણ આપવાનો જ્ઞાનીઓએ જે કાંઈ પ્રયત્ન કર્યો છે તે તેની પર્યાય દ્વારા જ્ઞાનીઓ પોતે જાણે છે પણ અકથનીય હોવાથી તેના ધર્મો સમજાવવા દ્વારા ધર્મીને બતાવ્યો છે. મૃતોપયોગથી જ્ઞાતા પોતે અનુભવ દ્વારા યત્કિંચિત ઓળખી શકે છે. હવે છ દ્રવ્યમાં પણ જેની કર્મથી મુક્તિરૂપ કાર્ય સાધવું છે તે આત્મદ્રવ્ય જ જ્ઞાતવ્ય છે અનુભવનીય છે. તે જ એક ચેતન દ્રવ્ય છે જે સુખ દુઃખ વગેરેને પોતે જાણે છે, અનુભવે છે. બાકીનાં દ્રવ્યોને પોતાને સાધકનો અંતર્નાદ 36 Page #57 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, સુખ, દુઃખ, અનુભવ વગેરે કાંઈ હોતું નથી. માટે જડ એવા પાંચે દ્રવ્યોથી તેની ભિન્નતા દ્વારા એક ચેતન દ્રવ્ય જ ઓળખવાનું છે. તે ચેતન દ્રવ્યને કઈ કઈ રીતે ઉપકાર કરે છે તે જાણીને તેને પણ જ્ઞાનીના કેવળજ્ઞાનના શેયરૂપ બનતાં તે દ્રવ્યોને બહુમાનની નજરે જોવાના છે. જો કે તેનું બહુમાન તેને કાંઈ અસર ન કરે પણ જડ દ્રવ્યો જેમ આપણી રાગ-દ્વેષની પરિણતિમાં નિમિત્ત-ભૂત બની કર્મબંધ કરાવે છે તેમ ઉપકૃત દ્રવ્યો પણ આપણી પરિણતિમાં કૃતજ્ઞતા પેદા કરાવી તેના પ્રત્યેનો ઉપેક્ષા-ભાવ દૂર કરાવે છે. આ વસ્તુ બહુ સૂક્ષ્મદેષ્ટિએ વિચારણીય છે. “ામ્સ સામાયUTI" એ પંક્તિ શું કહે છે ? અજીવનો સંયમ કેમ ? અજીવ પણ આપણી પરિણતિમાં નિમિત્તભૂત બનીને કર્મબંધ અને કર્મ- નિર્જરા કરાવે છે. આ રીતે પાંચે દ્રવ્યો ચેતન દ્રવ્ય સાથે સંકળાએલાં છે અને આપણા જીવન વ્યવહાર અને છેક મોક્ષપર્યંતની બધી અવસ્થામાં તેઓ હાજર હોય છે, છેલ્લે સિદ્ધદશામાં અવગાહન માટે એક આકાશ દ્રવ્ય જ રહે છે. જો કે ચૈતન્ય સ્વરૂપ આત્માની અવસ્થિતિ પોતાના આત્મપ્રદેશોમાં જ છે પણ તે આત્મપ્રદેશો આકાશમાં અવગાહીને રહેલા છે. ભગવાને ભાખેલા તત્ત્વો-પદાર્થો જે સ્વરૂપે છે તે સ્વરૂપે જ માનવા જોઈએ. તે તત્ત્વોને તે સ્વરૂપે નહિ સ્વીકારતાં તેનું સ્વરૂપ હણાય છે અને આપણે તેનો અનાદર કરી જ્ઞાનીની આશાતના કરીએ છીએ. માટે પાંચે દ્રવ્યો ચેતનને ઉપકારક છે એ સ્વીકારવું જોઈએ અને કૃતજ્ઞભાવ ધારણ કરવો જોઈએ. આ તત્ત્વ જયાં સુધી નહિ સમજાય ત્યાં સુધી સાચો કૃતજ્ઞભાવ જીવનમાં પ્રગટવો મુશ્કેલ છે. છે એ દ્રવ્યોની અવિચલ સ્થિતિ આ રીતે માનવાથી ઘટી શકે છે. સિદ્ધાવસ્થામાં પણ સાદિ અનંત સ્થિતિ કાલ ધર્મઅધર્મના છેડે સ્થિતિ સિદ્ધશિલા રૂપ પુદ્ગલની સહાય છે. ૨૮. ગુણાનુરાગ શ્રા.શુ. ૧૦ ગુણાનુરાગ એટલે ગુણો પ્રત્યે રાગ. ગુણ-ગુણી અભેદ છે. માટે ગુણો પ્રત્યે રાગ એટલે ગુણી પ્રત્યે રાગ. અહીં ગુણી એટલે કોઈ વ્યક્તિ સમજવાની નથી. ગુણી એટલે આત્મા. તેમાં ગુણ અભેદ ભાવે રહેલા છે. આપણને જે ગુણાનુરાગ થાય છે તે કોઈ વ્યક્તિમાં તેવા ગુણો તેના વર્તન દ્વારા દેખાય છે એટલે ગુણાનુરાગ થતાં તે વ્યક્તિ પ્રત્યે રાગ-બહુમાન આદર થાય છે. તે ઉપચારથી સમજવાનું છે. વ્યક્તિમાં ગુણનો ઉપચાર કરવામાં આવે છે. ખરેખર તો તે વ્યક્તિનો આત્મા છે તે ગુણનું ભાજન હોવાથી તેમાં અભેદ સંબંધે ગુણો રહેલા હોવાથી તે આદરણીય છે, બહુમાન યોગ્ય છે. આપણે જે ગુણાનુરાગ કરીએ છીએ તે વ્યવહાર નથી છે અને તે રીતે વ્યક્તિમાં રહેલા ગુણોનું દર્શન થતાં તેના પ્રત્યે આદર-બહુમાન થવાથી આપણી વ્યવહાર શુદ્ધિ ઉચ્ચ કોટિની બને છે અને તેમાંથી આત્મદ્રવ્ય પ્રત્યે બહુમાન થાય છે ત્યારે સત્ય ગુણાનુરાગ પ્રગટે છે. નિશ્ચયથી દરેક આત્મામાં જ્ઞાન, દર્શન, સાધકનો અંતર્નાદ Page #58 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર, ઉપયોગએ ગુણો રહેલા છે. તે ગુણો પ્રત્યે બહુમાન થાય, રાગ થાય તે જ સાચો ગુણાનુરાગ છે. તેમાંથી આત્મ તત્ત્વ (દ્રવ્ય) પ્રત્યે પ્રીતિ જાગે છે. એ રીતે તેના પ્રત્યે બહુમાન થતાં અખિલ બ્રહ્માંડમાં વ્યાપીને રહેલું ચૈતન્ય તેના પ્રત્યે રાગ-બહુમાન થતાં જડમાં અરુચિ અને સ્વમાં રુચિ પ્રગટે છે પછી (આત્મામાં) તેમાં સહજ તન્મયતા પ્રગટે છે. ર૯. સામાન્ય-વિશેષા શ્રા.શુ. ૧૧, ૨૦૪૧ દરેક વસ્તુના બે ધર્મો છે. સામાન્ય અને વિશેષ. જાતિ અને વ્યક્તિ સ્વરૂપ તે બે ધર્મોનું છે. પ્રથમ દર્શને જે જ્ઞાન થાય છે તેનાથી જાતિ ઓળખાય છે, પછી જે જ્ઞાન થાય છે તેનાથી વ્યક્તિ ઓળખાય છે. જાતિના જ્ઞાનથી તેનું એકત્વ મનાય છે, વ્યક્તિના જ્ઞાનથી તેનું અનેકપણું મનાય છે. આત્માને ઓળખવા માટે તેના બંને ધર્મોનું જ્ઞાન જોઈએ. તેના સામાન્ય ધર્મથી સમસ્ત જીવરાશિમાં એકતા અનુભવાય છે. વિશેષ ધર્મથી ભેદ અનુભવાય છે. સામાન્ય ધર્મના જ્ઞાનથી અર્થાત્ જીવત્વના દર્શનથી સમસ્ત જીવરાશિ એક દેખાય છે તેને અભેદભાવનું દર્શન કહેવાય છે. પ્રત્યેક જીવના દર્શનથી દરેક જીવો જુદા જુદા દેખાય છે તેને ભેદભાવનું દર્શન કહેવાય છે. અભેદભાવના દર્શનથી ચૈતન્યરૂપ આ વિશ્વ તે એક ચૈતન્યના મહાસાગરરૂપ ભાસે છે. વિશ્વ અને આત્મા એ બંને એક સ્વરૂપે દેખાય છે. વિશ્વ એ જ નવપદ છે, પરમાત્મા છે. પરમાત્મા એજ વિશ્વ છે. કેમ કે જે કાંઈ દેખાય છે તે આ વિશ્વમાં ચૈતન્ય વ્યાપીને રહેલું છે તે જ છે. છ દ્રવ્યથી ભરેલા આ વિશ્વમાં એકલું ચૈતન્ય જોવું તે અનુભવથી થઈ શકે છે બુદ્ધિથી છ એ લાગે છે પણ જડ દ્રવ્યમાં પણ જીવત્વ ન હોય પણ જીવો તો બધે છે. સૂમ પૃથ્વીકાયાદિ જીવો વ્યાપીને રહેલા છે તેમાં જીવત્વ છે. તે ચૈતન્ય-સ્વરૂપ હોવાથી વિશ્વ એ જ નવપદ અને નવપદ એજ વિશ્વ એમ સિદ્ધ થાય છે. ૩૦. ધર્મબિંદુ (ધર્મનું સૂક્ષ્મ તત્ત્વ) શ્રા.વ. ol) ધર્મ બે પ્રકારે છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. દરેક વસ્તુમાં આ બંને ધર્મો રહેલા છે. જેમકે ઘટ એ પદાર્થ છે તેમાં ઘટત્વ એ સામાન્ય ધર્મ છે, અને પદાર્થમાં ઘટ આકાર ધારણ કરવારૂપ ધર્મ તે વિશેષ ધર્મ છે. એ રીતે આત્મા નામનો પદાર્થ છે તેમાં ચૈતન્યરૂપ સામાન્ય ધર્મ છે અને મનુષ્ય, દેવ વગેરે આકારને ધારણ કરવારૂપ વિશેષ ધર્મ છે. સામાન્ય એટલે સામાન્ય ઉપયોગરૂપ દર્શન વિશેષ ઉપયોગરૂપ જ્ઞાન. કોઈ પણ પદાર્થનું જ્ઞાન કરતાં પ્રથમ દર્શને સામાન્ય જ્ઞાન થાય છે. આત્માનું જ્ઞાન કરતાં પ્રથમ જ જડ ભિન્ન ચેતન્ય સ્વરૂપ આત્માનું જે જ્ઞાન થાય છે તે દર્શન છે. જેમાં આ ચૈતન્ય છે જડ નથી એવું અસ્પષ્ટ ભાસરૂપ દર્શન થાય છે. તે આત્માના સામાન્યધર્મનું જ્ઞાન છે. તેમાંથી વિશેષ ધર્મ જે આત્મામાં રહેલો છે તે અનંતગુણ મય છે, શાશ્વત છે, અગોચર, નિરાકાર, નિરંજન છે, એ સાધકનો અંતર્નાદ Page #59 -------------------------------------------------------------------------- ________________ બધા વિશેષ ધર્મો છે તેનું જ્ઞાન થાય છે. તેનાથી આગળ કર્મબદ્ધ અવસ્થારૂપ વિશેષમાં મનુષ્ય, દેવાદિ ગતિઓમાં ભ્રમણ કરવાવાળો છે, એ રીતે તેના અનંત વિશેષ ધર્મો છે. અર્થાત્, એક વિશેષ ધર્મ અને પૂર્વના સામાન્ય ધર્મ એમ અનંત સામાન્ય ધર્મ અને પછીના વિશેષ ધર્મ એમ અનંત વિશેષ ધર્મયુકત પદાર્થ માત્ર છે. તેમાં આત્માના સૂક્ષ્મ ધર્મમાં જવા માટે આત્માનું જે પ્રથમ સામાન્યધર્મ આત્મતત્ત્વ અથવા ચૈતન્ય તે સ્વરૂપમાં લીન થવું, તતૂપ થવું જેથી તેની ભીતર અગાધ ચિલ્ચકિત જે આત્મામાં રહેલી આત્મધર્મની સૂક્ષ્મતા છે તેમાં ઊંડા ઉતરવું. જે આત્મધર્મની મુખ્ય સાધના છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આત્મા તે પદાર્થ છે. તેનો સ્વભાવ ચૈતન્ય છે, તે જ ધર્મ છે. ધર્મની સૂક્ષ્મતાને પ્રથમ સમજવી જોઈએ. જેથી તે ધર્મને પ્રગટ કરવા માટે જે-જે સાધન આગમમાં બતાવ્યા છે તેમાં ધર્મ નામનો આરોપ કરવામાં આવ્યો છે અથવા સાધન-કારણમાં કાર્ય-આત્મ સ્વભાવરૂપ ધર્મનો આરોપ કરવામાં આવ્યો છે તે આરોપને ઓળખીને, કારણને કારણરૂપ માનીને, કાર્ય ઉપજાવવાના લક્ષ્યને સ્થિર કરીને, સાધનપ્રભુ આજ્ઞાને સેવવી. પ્રભુ આજ્ઞા એ જ ધર્મ એમ એકાંત ન વિચારવું, જેથી લક્ષ્ય ન ભૂલાય. ભગવાને આજ્ઞામાં, આગમમાં ધર્મ બતાવ્યો છે એટલે કે ધર્મ પ્રગટ કરવાનાં સાધનો બતાવ્યાં છે. પ્રભુની આજ્ઞાપાલનથી ધર્મ થાય છે એટલે સાધનનો યોગ્ય ઉપયોગ કરવાથી કાર્ય એટલે આત્મ ધર્મ પ્રગટ થાય છે. પ્રભુએ આજ્ઞા-આગમમાં આત્માના શુદ્ધ ધર્મને પ્રગટ કરવાના સચોટ ઉપાયો બતાવ્યા છે. તેમાં ગુણઠાણાની શ્રેણિમાં ચઢવું તે જ આજ્ઞા છે. પોતાના અધ્યવસાયને તેવા શ્રેણિ યોગ્ય બનાવવા તે જ આત્મપુરુષાર્થ પ્રભુએ બતાવેલા આલંબનો દ્વારા કરવાનો છે. તે પ્રભુ આજ્ઞાનો સાચો સીધો અને સરલ માર્ગ દેવચંદ્રજીની ચોવીશીમાં છે. અધ્યવસાયના ચઢાણ માટે તેમાં સુંદર રસ્તો છે. ભગવાને બતાવેલાં અનુષ્ઠાનો અધ્યવસાયની શુદ્ધિ માટે અર્થાત્ શુભના અનુષ્ઠાનો દ્વારા અશુભ-અર્થાત્ અધ્યવસાયની મલિનતા દૂર કરી શકાય છે અને અધ્યવસાયની શુદ્ધિ ક્રમે-ક્રમે થાય તે માટે ધર્મ ધ્યાન-શુભનું ધ્યાન પ્રણિધાનપૂર્વક કરવા વીતરાગતાનો માર્ગ નિહાળવો. એ માર્ગ નિહાળવા માટે યોગની સાધનાની સીડી ઉપર ચડવા માટે નિત્ય ધ્યાન કાયોત્સર્ગાદિ અભ્યાસ કરવો તેના દ્વારા અજ્ઞાન, મોહ વગેરે કર્મો પાતળા પડવા માંડે અને ગુણઠાણાની શ્રેણિના અધ્યવસાયો બલવત્તર બનતાં, આત્મ પુરુષાર્થની સિદ્ધિ થાય. ૩૧. ધર્મક્ષેત્ર કિ.ગ્રા.શુ. ૧ ધર્મ આરાધન માટે વ્યવહારથી ક્ષેત્ર સાત છે. ૧. જિનમંદિર ૨. જિનમૂર્તિ ૩. જિનાગમ ૪. સાધુ પ. સાધ્વી ૬. શ્રાવક ૭. શ્રાવિકા. આ સાતના નિમિત્ત પામીને આત્મધર્મ પ્રગટાવી શકાય છે. જિનમંદિરનાં દર્શન થતાં પરમાત્મ તત્ત્વનું દર્શન થાય છે, જિનમૂર્તિમાં પરમાત્માનો જ આકાર હોવાથી તેમનું દર્શન થાય છે. જિનાગમમાં પરમાત્માની જ વાણી હોવાથી, કથન હોવાથી (વકતા અને તેનું વચન અભેદ હોવાથી) પરમાત્માનું દર્શન થાય છે. છેલ્લા ચારે પરમાત્માએ સ્થાપેલો સંઘ છે. તેમાં પરમાત્મતત્ત્વનો સાધકનો અંતર્નાદ 39 Page #60 -------------------------------------------------------------------------- ________________ આત્મા અંશ રહેલો છે કેમકે પરમાત્માએ બતાવેલા ધર્મને આરાધનારા તે ચારેય છે તેથી આત્મધર્મ યત્કિંચિતું પ્રગટ કરેલો હોવાથી તે ઘટે છે. તેથી આ સાતે ધર્મ ક્ષેત્ર છે. નિશ્ચયથી તો આત્માના અસંખ્ય પ્રદેશો છે. તે જ ધર્માચાર, અર્થાત્ તેમાં આધાર પામીને ધર્મ રહેલો છે. માટે ધર્મ ક્ષેત્ર છે જો કે અહીં તો આધાર આધેય અભિન્ન છે છતાં બુદ્ધિથી સમજવા માટે તેને એ રીતે સમજાવવામાં આવ્યું છે. આત્મા અને આત્માના અસંખ્ય પ્રદેશો ભિન્ન નથી છતાં વ્યવહારથી ષષ્ઠિનો પ્રયોગ કરીને આત્માના પ્રદેશો કહીએ છીએ તેમ આત્મપ્રદેશો અને ધમે બંને એક જ છે આત્મસ્વરૂપ તે જ આત્મધર્મ અથવા આત્મ સ્વભાવ છે. ધર્મનું ક્ષે છે. ધર્મ આત્મામાં રહેલો છે. માટે તે ક્ષેત્રની આરાધનાથી ધર્મની આરાધના થાય છે પરંતુ આત્મ ક્ષેત્રમાં રહેલા ધર્મને પ્રગટાવવા બાહ્ય જે સાત ક્ષેત્રો પરમાત્માએ બતાવ્યાં છે તેનું આલંબન લેવું જરૂરી છે. બાહ્ય સાત ક્ષેત્રો મર્યાદિત છે. આંતર ક્ષેત્ર વિરાટ છે. આખું વિશ્વ તે ધર્મક્ષેત્ર છે. કેમકે આખા વિશ્વમાં ચૈતન્ય વ્યાપીને રહેલું છે અથવા આખું વિશ્વ ચૈતન્યમય છે. તેની સાથે અભેદભાવની સાધનાથી આત્મધર્મ પ્રગટે છે. માટે ચૈતન્યમય વિશ્વ તે જ ધર્મક્ષેત્ર છે. આ પ્રમાણે વ્યવહારથી સાત ક્ષેત્રો, નિશ્ચયથી સ્વ-આત્મપ્રદેશો અને સાધના માર્ગની દૃષ્ટિએ નિશ્ચયથી સમગ્ર વિરાટ એવું વિશ્વ આપણા માટે ધર્મક્ષેત્ર છે. વ્યવહારથી સાત ક્ષેત્રોને આદરી-આદર કરી, નિશ્ચયથી સ્વ-આત્મપ્રદેશોમાં ધર્મને પ્રગટાવવાનું લક્ષ્ય બાંધીને ચૈતન્યમય વિશ્વને ધર્મનું ક્ષેત્ર બનાવી નિજ આત્મધર્મને સાધવો, એ આરાધના છે. ૩૨. જ્ઞાન-વ્યાપકતા શ્રા.શુ. ૨ જ્ઞાન આત્માનો ગુણ છે. જ્ઞાન લોકોલોક વ્યાપી છે. આપણે જયાં ઉપયોગ મૂકીએ ત્યાંનું જ્ઞાનબોધ આત્મા મેળવે છે. પણ જો મોહથી આચ્છાદિત ઉપયોગ હોય તો જે બોધ થાય છે તે આત્માનું અહિત કરનાર હોય છે. જેને મિથ્યાજ્ઞાન કહેવામાં આવે છે. ઉપયોગ પણ ત્યાં જ મૂકીએ છીએ કે જે પદાર્થનું જ્ઞાન શ્રત દ્વારા (સાંભળવા દ્વારા) થયું હોય તેટલું એટલે આપણું જ્ઞાન કેવળ સંપૂર્ણ નહિ હોવાથી લોકાલોક વ્યાપી બનતું નથી પરંતુ જ્ઞાનનો સ્વભાવ તો વ્યાપવાનો છે અર્થાતુ, વ્યાપીને રહેવાનો છે. માટે જ કેવળજ્ઞાન-કેવળદર્શનનો ઉપયોગ સમયે-સમયે બદલાતા રહેતા લોકાલોકનું જ્ઞાન એકી સાથે કરે છે, કરી શકે છે. પહેલે સમયે વિશેષોપયોગ, બીજે સમયે સામાન્યોપયોગ એમ નિરંતર જ્ઞાનીને ચાલુ છે અને આપણે પહેલે સમયે સામાન્યોપયોગ, બીજે સમયે વિશેષોપયોગ એમ ઉપયોગનું કાર્ય ચાલુ જ છે. માટે જ્ઞાની પહેલે જ સમયે લોક અને અલોકને વિશેષજ્ઞાનથી જાણે છે, બીજે સમયે સામાન્ય જ્ઞાનથી જુએ છે. - વ્યાપકતા એ જ્ઞાનનો સ્વભાવ છે જેમ પાણીમાં તેલનું બિંદુ વ્યાપી જાય છે તેમ જયાં ઉપયોગ મૂકે ત્યાં જ્ઞાન વ્યાપી જાય છે. અર્થાતુ, તે પદાર્થને સંપૂર્ણ રૂપે જ જુએ છે જેટલો ઉપયોગ મૂક્યો હોય તેટલું સાધકનો અંતનાદ Page #61 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પણ થાય સંપૂર્ણ. સંપૂર્ણ એટલે અધૂરો નહિ, આકૃતિથી સંપૂર્ણ. પણ તેના સંપૂર્ણ ધર્મ વગેરે એમ નહિ, જેટલો ક્ષયોપશમ હોય તેટલો પૂર્ણ જુએ, જાણે. આપણી ક્ષયોપશમની વિચિત્રતાએ જુદો જુદો જ્ઞાન સ્વભાવ વ્યાપે છે. કેવળીને કર્મના સંપૂર્ણ ક્ષયથી જ્ઞાનમાં વિચિત્રતા ન હોય પણ કેવળ-સંપૂર્ણ નિર્મળ માત્ર સર્વ પદાર્થને સંપૂર્ણરૂપે જુએ જાણે. ઉપયોગની શુદ્ધિ હોય તે પ્રમાણે જ્ઞાન શુદ્ધપણે વ્યાપે. આપણને શ્રત દ્વારા જે જ્ઞાન મળ્યું છે તેને તે-તે પદાર્થો જયાં જયાં લોકાલોકમાં છે ત્યાં-ત્યાં ઉપયોગ દ્વારા સ્પર્શ કરી શકીએ છીએ માટે જ્ઞાનની વ્યાપકતાનો ઉપયોગ આપણે સમગ્ર વિશ્વમાં રહેલા આત્માઓના ચૈતન્ય સ્વભાવને, પંચ પરમેષ્ઠિઓને ઉપયોગ દ્વારા સ્પર્શ કરી આપણા ઉપયોગની મલિનતાને દૂર કરી ઉપયોગની શુદ્ધિનું કાર્ય સતત કરી શકીએ છીએ. માટે જ્ઞાનની વ્યાપકતાનો મોટો સહારો આપણને આ રીતે ખૂબ લાભદાયી છે. વળી સિદ્ધ પરમાત્માના ઉપયોગનો સ્પર્શ પણ આપણે જ્ઞાનની વ્યાપકતાના કારણે જ આપણા ઉપયોગને કરાવીને અભેદ સાધીને ઐકયતાનો અનુભવ કરી શકીએ છીએ. વળી સંસ્થાન વિજય ધર્મધ્યાનમાં પણ આપણો ઉપયોગ લોકમાં રહેલા સર્વ પદાર્થોને સ્પર્શી મનને સ્થિર કરવા માટેની ચંચળતા દૂર કરવા માટે અને મનોલય સાધવા માટે કાર્યકર બને છે. એ જ્ઞાનના વ્યાપકતાના ગુણને જ આભારી છે. ૩૩. સ્પર્શ શ્રા.શુ. ૩ + ૪ સ્પર્શ એટલે સ્પર્શવું. પુદ્ગલનો ગુણ છે સ્પર્શ. તેના આઠ પ્રકાર છે. તેમાં ચાર શુભ છે ચાર અશુભ છે. શુભ સ્પર્શથી મોહાધીન જીવ રાગ કરે છે, અશુભ પર દ્વેષ કરે છે તે સ્પર્શેન્દ્રિયનો વિષય છે. ઈન્દ્રિયોની જીત માટે શુભાશુભ સ્પર્શમાં સમભાવી બનવું અથવા તે તે વિષયોના ગ્રહણમાં જ્ઞાતાદ્રષ્ટા બનવું. જેથી પુગલ સ્પર્શગુણ મોહનીયાદિ કર્મબંધ કરાવી દુર્ગતિમાં રખડાવી ન શકે. માટે આ પુગલ સ્પર્શમાં જીત મેળવવા માટે ગુણ સ્પર્શ કરવો. જેમાં પુગલ અને આત્મા બંનેની સહાય લેવાની છે. આ અવસ્થામાં તો પુદ્ગલની સહાયથી આત્મા પર લાગેલા કર્મનાં આવરણો ખસેડી ક્ષાયોપથમિક ગુણનો સ્પર્શ આત્મા કરી શકે છે અને એ જ આપણી પ્રારંભિક ધર્મસાધના છે. ગુણનો સ્પર્શ કરવા માટે ગુણાનુરાગી બનવું પડે અને ઉત્કૃષ્ટ ગુણના ધારક પંચ પરમેષ્ઠિઓ પ્રત્યે (ગુણી પ્રત્યે) રાગ ધારણ કરી તેમના ગુણોનો આપણા મનને, પછી ચિત્તને, ત્યારબાદ આત્માને સ્પર્શ કરાવવો જોઈએ તે રીતે સ્પર્શ થતાં ગુણાનુરાગી એવા આપણા આત્માને સ્વગુણનો અનુરાગ થાય છે. તેને પ્રગટ કરવા પુરુષાર્થ કરવાની પ્રેરણા થાય છે. સ્વગુણ પ્રગટ કરવાનાં સાધનોને આદરે છે, સેવે છે એ રીતે તે પરમાત્માના શુદ્ધ સ્વરૂપને સેવતાં નિજ આત્માનું ભાન થાય છે. આત્માનું ભાન થતાં તેના ચૈતન્ય સ્વરૂપનો સ્પર્શ થાય છે, તે ચૈતન્ય સ્વરૂપ વિશ્વ વ્યાપી હોવાથી આખા વિશ્વનો સ્પર્શ થાય છે. સાધકનો અંતર્નાદ Page #62 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલના સ્પર્શ ગુણને ઈન્દ્રિય (પુદ્ગલ) સ્પર્શે છે. ક્ષાયોપમિક ગુણના સ્પર્શને પુદ્ગલની સહાયથી આત્મા સ્પર્શે છે અને તેમાં સત્યાંશ શુભ ગુણો દ્વારા ઈન્દ્રિયોને જીતે છે. ક્ષાયોપમિક અશુભ ગુણોથી તે જીતાય છે. ચૈતન્યના સ્પર્શને આત્મા સ્પર્શે છે. શુભ કે શુદ્ઘ ઉપયોગમાં રહેલો આત્મા ચૈતન્યનો સ્પર્શ કરવા દ્વારા ક્ષાયિક ગુણોની સિદ્ધિ કરે છે. પૌદ્ગલિક સ્પર્શ શુભ છે, તે સુખકારક બને છે પણ તે આત્માને નહિ પણ પુદ્ગલને, છતાં આત્મા સુખ માને છે, પણ તે સુખાભાસ છે. સ્પર્શ ગુણ ક્ષાયોપમિક છે તેમાં જ્ઞાનાદિ (સમ્યગ્) તે આત્માને સુખકારક બને છે અને પરને પણ સુખ ઉપજાવે છે. ક્ષાયિક ગુણ એકાંતે આત્માને સુખકારક બને છે. ચૈતન્ય સ્પર્શ આત્માના અલૌકિક સૌંદર્યનો સ્પર્શ છે. તે એકાંતે આત્મામાં અનંત અનંત આનંદની લહરીઓ ઉપજાવી અગાધ એવા સુખ સાગરમાં ડૂબાડી અગમ્ય અગોચર એવા મુક્તિ સુખના સ્વાદને ચખાડે છે. ૩૪. ભાવના ભાવનો અભાવ શ્રા.શુ. ૫ ભૂ ધાતુનો અર્થ હોવું-થવું તે ઉપરથી બનેલો ભાવ શબ્દ આપણે આત્માના અધ્યવસાયના અર્થમાં વાપરીએ છીએ. જે વસ્તુનું આત્મામાં હોવાપણું છે. તે શું ? આત્મામાં ભાવ છે, સદ્ભાવ છે, સહજભાવ છે, આત્માની સાથે સંકળાએલો એ પદાર્થ છે, આત્મા કર્મબદ્ધ હોય કે કર્મમુક્ત હોય, કોઈ પણ અવસ્થામાં આ ભાવ નામનો પદાર્થ તેમાં જોડાયેલો જ છે. ભાવના અસ્તિત્વનો અભાવ એ કઈ અવસ્થામાં ઘટી શકે ? અહીં કયા ભાવના ભાવનો અભાવ કહેવા માંગે છે ? આત્માનો સ્વભાવ, પરભાવ, વિભાવ, સહજભાવ, ગુણભાવ, પર્યાયભાવ વગેરે અનેક ભાવો છે. તે અનેક સ્વરૂપ ધારણ કરે છે અથવા અનેકરૂપે તેનું અસ્તિત્વ છે. તે બધા ભાવમાં કયા-કયા ભાવના ભાવનો અભાવ હોઈ શકે ? એ વિચારવું જરૂરી છે જે ભાવના ભાવનો અભાવ થઈ શકે તેને આત્મસ્વરૂપમાં બાધક એવા ભાવનો અભાવ કરવા પુરુષાર્થ કરવા તેનું ચિંતન જરૂરી છે. આત્મ સ્વરૂપ પ્રગટ કરવામાં બાધક પરભાવ-વિભાવ વગેરે છે. આત્મામાં તેનો સત્તાએ અભાવ છે પણ મોહાધીનતાના કારણે મિથ્યાર્દષ્ટિથી જડ સ્વરૂપને સ્વસ્વરૂપે ઓળખી રાગ કરે છે, મમતા કરે છે માટે પરભાવ ભાવનો આત્મામાં અભાવ છે એ સ્વરૂપે આત્માને જોવો. વિભાવ જે આત્મામાં નથી તેને તેના ગુણરૂપે માનીને આદરે છે. તેથી આત્માની મૂર્છિતદશાને પામે છે. જેમાં પોતાના સ્વરૂપનું જેને બિલકુલ ભાન નથી. તે વિભાવ ભાવનો આત્મામાં અભાવ જોવો, જેથી આત્માની સભાનદશા પ્રાપ્ત થાય. સહજભાવ સ્વભાવ તે ભાવનો આત્મામાં અભાવ નથી, માટે તેનો અભાવ ગમે તેવી કર્મબદ્ધ અવસ્થામાં ભાનભૂલ્યા હોઈએ તો પણ આત્માના સહજભાવ સ્વભાવને ઓળવવો નહિ પણ તેની અસ્તિતાને આંતરમન સુધી દઢીભૂત બનાવી આત્મામાં ભાવિત કરવી અને નિરંતર સ્વસ્વરૂપને નિહાળવાની ટેવ પાડવી. આત્માનો ગુણભાવ એટલે આત્મા ગુણ સ્વરૂપ છે તેનું આત્મામાં હોવાપણું છે તેના અસ્તિત્વનો અભાવ નથી. પર્યાયભાવમાં પણ સાધકનો અંતર્નાદ 42 Page #63 -------------------------------------------------------------------------- ________________ હોવાપણાનો અભાવ નથી. આ રીતે સ્વોચિત ભાવનું અસ્તિત્વ છે. સ્વાનુચિત ભાવનું અસ્તિત્વ નથી. એમ યથાયોગ્ય જોડી તે-તે આત્મભાવોના અસ્તિત્વનો વિચાર કરવો, જેનો અભાવ છે તેને અભાવરૂપે માની મિથ્યામતિ દૂર કરવી, અભાવમાં સદ્ભાવ માનીને આત્માના સ્વરૂપને ઢાંકવું નહિ. આત્મસ્વરૂપની વિચારણામાં ભાવના ભાવનો અભાવ એ વિચાર ખૂબ જરૂરી છે, નિજ સત્તાનું ભાન તે વિચારવાથી થાય છે આત્મા ઉપર મિથ્યામતિથી કરેલા અસદ્ આરોપો દૂર થઈ, શુદ્ધમતિનો પોતે સ્વામી બને છે અને નિજ પર કલ્યાણ સાધે છે. ૩૫. સાધક ગુણ શ્રા.શું. ૬ સાધે તે સાધક, સિદ્ધ કરે. શું ? સાધ્ય, સાધ્યને સિદ્ધ કરે તે સાધક, સાધ્ય અને સિદ્ધિ બંને હાજર છે, ખૂટે છે સાધકતા. સાધકતા વિનાનો સાધક નામનો છે. તે સાધક સિદ્ધિ કરી શકતો નથી. સાધકપણું આવ્યા પછી સિદ્ધિ થવી સહેલી છે. સાધકતા પ્રગટ થાય ત્યારે પ્રથમ તો તેની યોગોની ચંચળતા ટળી ગઈ હોય, પ્રણિધાનને પામેલો હોય, ઉપયોગની મલિનતાની શુદ્ધિ ચાલુ હોય, બાહ્ય વિષયોથી ચિત્ત પર થયેલું હોય, મલિન વાસનાઓથી ચિત્ત ખરડાયેલું ન હોય, સાધના પ્રત્યે પ્રીતિ હોય, એ જ સર્વસ્વ છે એમ દેઢતાપૂર્વક માનવું હોય, સંકલ્પના બળવાળો હોય, ચિત્તને અસ્થિર કરે તેવા આંતર અને બાહ્ય નિમિત્તોથી દૂર રહેવા માગતો હોય, આંતર નિમિત્ત જગતના જીવોની ઉપેક્ષા, તથા જડના રાગ બંધનથી ઉત્પન્ન થયેલો જીવ દ્વેષ, પુદ્ગલ પ્રત્યેની આસક્તિ વિગેરે. બાહ્ય નિમિત્તો, કલુષિત વાતાવરણ, દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવની અનુકૂળતાનો અભાવ વિગેરે. સાધ્ય પ્રત્યે સમર્પણ હોય, મોહનીય કર્મનો ઠીક ઠીક ક્ષયોપશમ થયેલો હોય, શાંતિ સમાધિને નિરંતર ઈચ્છતો હોય, જગતના બધા ભાવો ૫૨ સમભાવી વૃત્તિને કેળવતો હોય, બાહ્ય ભાવોથી ચિત્ત અલિપ્ત રહેવા માગતું હોય, સ્વ-સ્વરૂપની પ્રાપ્તિને ઝંખતો હોય, આત્મ-તત્ત્વ પર પ્રીતિ હોય એવો આત્મા મોક્ષરૂપ સાધ્યની સાધકતાને વરેલો ભગવાને કહેલાં સાધનોને સેવતો સિદ્ધિને વરે છે. ૩૬. મહોદય (મહોદયપણામાં મ્હાલવું) શ્રા.શુ. ૭ મહાન ઉદય છે. આત્માનો, ક્યાં ? મોક્ષમાં. માટે જ કર્મથી મુક્ત થયેલ આત્માના સ્થાનને મહોદય પદ કહેવામાં આવે છે. આત્માના ઉદયની શરૂઆત ચતુર્થ ગુણસ્થાનકથી થાય છે અને પૂર્ણતા ચૌદમે થાય છે. પૂર્ણતાને મહોદય કહેવાય છે. માટે ઉદય એ અધ્યવસાયના ક્રમે થાય છે. આત્મ સ્વરૂપની ઝાંખી જયારથી થાય ત્યારથી તેનો ઉદય કહેવાય. પછી આત્માની પ્રગતિ અધ્યવસાયની ક્રમિક શુદ્ધિના આધારે છે તે તેનું ચડાણ છે. જેમ સૂર્ય ઉદય પામે છે પછી તે આગળ આકાશમાં ચઢે છે બરાબર મધ્યમાં આવે છે ત્યારે સાધકનો અંતર્નાદ 43 Page #64 -------------------------------------------------------------------------- ________________ તે ચઢી રહ્યો કહેવાય છે પછી ઉતરે છે અને અસ્ત થાય છે. તેમ જયાં સુધી લયોપશમ ભાવમાં વર્તે છે ત્યાં સુધી અમુક મર્યાદા સુધી અધ્યવસાય ચઢીને પાછા ઓસરવા માંડે છે ક્ષયોપશમ ભાવથી ચઢતા અધ્યવસાયને ઉદય કહેવાય છે. મધ્યાહ્ન સુધી ચઢે એટલે કે કેટલાંક કર્મોનો ક્ષય કરી બાકીના ઉપશમાવી પૂરબહારમાં આત્મપ્રકાશ ફેલાવે પણ પછી ઉપશાંત કર્મો ભારેલા અગ્નિની જેમ રાખ ખસી જતાં અગ્નિ બાળે છે તેમ દબાવેલાં કમ બહાર આવતાં ઉદયમાં આવી જીવને વિપાક દેખાડે છે ત્યાં તેના ઉદયનો અસ્ત થાય છે. માટે જ કર્મોને મૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન જોરદાર તીવ્ર અધ્યવસાયથી કરવામાં આવે તો ક્ષપકશ્રેણીમાં આરોહણ થવા માંડે છે ત્યાં સૂર્યના જેવું મધ્યાહૂં આવતું નથી, ચડવા માંડ્યું એટલે માલસામાન સાથે કર્મોને ખાલસા કરતાં જ આગળ ચળે જાય છે. તેમાં કેવળ ચડાણ જ આવે છે ઉતરાણ આવતું જ નથી. એટલે આ ઉદય તેને અસ્ત તરફ નથી લઈ જતો પણ મહોદય તરફ લઈ જાય છે કે જયાં આત્માની પ્રકાશ તરફ જ દોટ છે. ત્યાં કેવળ શુદ્ધ આત્મ પ્રકાશ જ ફેલાયેલો છે. તેના તેજ પુંજમાં આત્મા વિલીન થઈ જાય છે. તે કેવળ શુદ્ધ પ્રકાશરૂપ જ રહીને મહોદય પદને વરે છે. ત્યાં તે અવિનાશી શાશ્વત સુખમાં સદાને માટે હાલે છે. આવે છે અવિચલ શાશ્વત મહોદય પદનું સુખ. ૩૦. દોષ શ્રા.શુ. ૭, ૨૦૪૧ ભગવાને કહ્યું ! જીવ પોતાના દોષ પોતે જ ઊભા કરે છે અને તેમાં બીજા જીવોને પણ દોષો ઊભા કરી નુકસાન કરે છે. આ જ ભૂલ તેનો સંસારમાં ભટકવાનો ક્રમ નક્કી કરી આપે છે. જો જીવને દમન કરવામાં ન આવે તો દોષોનું શમન થતું નથી. આમ તો દોષોનું દમન કરવાનું છે પણ જીવે તેને ઊભા કરેલા છે માટે સાથે જીવને દમવું પડે છે. દમન સારું પણ દોષો તો નહિ જ સારા. દમન થોડો ટાઈમ સહન કરવું પડે છે પણ દોષો જો દઢ થઈને આત્મામાં સ્થિર થઈ ગયા તો સંખ્યાત-અસંખ્યાતઅનંત ભવો સુધી દોષોના પરિણામ ફળરૂપ દુઃખને સહન કરવું પડે છે. પ્રથમ તો તેની ઉત્પત્તિ ન થાય તે માટે સાવધાન રહેવું. સાવધાનીમાં કાંઈ સહેવાનું નથી. માટે ઉત્પન્ન ન થાય તેની તકેદારીમાં ઉપયોગની નિશ્ચલતાનો અભ્યાસ આદરવો જોઈએ. છતાં છદ્મસ્થતાના દોષે જો તે દોષો ઊભા થઈ જાય તો દમવા જોઈએ. દોષો ઊભા થયા પછી તેને ઓળખવા જ્ઞાનચક્ષુ ન હોય તો પણ દમન ન થઈ શકે માટે તે ચક્ષુ મેળવવા માટે ગુરુની શોધ કરવી જોઈએ અને તેમની સેવા કરવા દ્વારા તેમની કૃપા મેળવવી જોઈએ. ગુરુ મળે અને પોતાના દોષો જોવાની રીત બતાવે પણ અહંકાર નામનો અનાદિનો ગોઠિયો ના પાડે કે એ તો તારામાં નહિ પણ બીજામાં છે તો પણ દોષો દમવાનું ઠેકાણું ન પડે માટે અહંવૃત્તિને તો પહેલી જ ડામવી જોઈએ. તે ડામવા ગુરુચરણારવિંદે સમર્પણ થવું જોઈએ. સમર્પણભાવમાં તાકાત છે કે સઘળું ગુરુને આધીન. મારું કાંઈ નહિ. મન, વચન, કાયાથી આત્માર્પણ થનારને અહીં જ આત્મિક સુખની ઝાંખી અનુભવાય છે અને દોષો સરળતાથી ચાલવા માંડે છે. સાધકનો અંતર્નાદ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૮. આત્મ સૌંદર્ય શ્રા.શું. ૯ હે ભવ્યાત્મન્ ! તું તારા અંતરાત્માને નિહાળ, તેમાં તને પરમાત્મભાવનાં દર્શન થશે. તે દર્શનમાં આત્મ સૌંદર્યનો પ્રતિભાસ છે. આત્મસૌંદર્ય એ જ આત્મગુણ વિભવ. નિર્મલ ઝળહળતી જ્યોતિ સ્વરૂપ આત્મ સૌંદર્યને કલાકોના કલાકો નિહાળ્યા કરીએ તો ય જાણે તૃપ્તિ જ ન થતી હોય તેમ આત્મા ભ્રમરની જેમ તેનો રસ લેવા લીન બને છે. એવું છે આ આત્મ સૌંદર્ય. બાહ્ય પદાર્થોનાં સૌંદર્ય ક્ષણિક છે, નાશવંત છે, તેમાં રસ લેવા જે લીન બને તે ભ્રમરની જેમ પ્રાણ ખોવે છે તેમજ ભાવપ્રાણોનો નાશ કરી આત્માના ગુણ વિભવને ખોવે છે. ૩૯. ચૈતન્ય પ્રકાશ શ્રા.શુ. ૯ આત્મા ચેતન સ્વરૂપ છે, જેને ચૈતન્ય કહેવાય છે. ચૈતન્ય તે શું છે ? કોઈ ચૈતન્યને જ્ઞાન કહે છે અને તે વાત પણ તદ્ન સત્ય છે. ‘“ચિતિ જ્ઞાને’” ચિત્ ધાતુ જ્ઞાન અર્થમાં છે પણ તે શબ્દાર્થ છે. ભાવાર્થ તો ચિત્ એટલે ચેતવું, ઉપયોગમાં રહેવું. ઉપયોગ બે પ્રકારે દર્શન અને જ્ઞાન. એટલે સામાન્ય અને વિશેષને જાણવું, ઓળખવું, પરિચય કરવો. સામાન્યને ઓળખવું એટલે જીવ જાતિને-જીવત્વઆત્મતત્ત્વને ઓળખવું, પરિચય કરવો, તે ઉપયોગમાં રહ્યો કહેવાય. સામાન્યનું દર્શન તે જ સાચા સ્વરૂપમાં દર્શન છે. તે આપણા આત્માને ચેતાવે છે - ઉપયોગમાં રાખે છે. અર્થાત્ આપણો આત્મા નિરંતર પોતાના સ્વરૂપના પરિચયમાં રહે તે જ સાચું દર્શન છે. તે સ્વરૂપ ચૈતન્યના પ્રકાશ રૂપ છે, તેના દર્શનથી આત્મ સ્વરૂપની ઝાંખી થાય છે. માટે હંમેશાં ચૈતન્યના પ્રકાશમાં ઉપયોગને સ્થિર કરવો. ચૈતન્ય લોકાલોક વ્યાપી છે. તેનું સ્વરૂપ વિરાટ છે, ઉપયોગ ત્યાં પહોંચી શકે છે. અને એકાંતમાં આત્મસ્વરૂપનું મિલન કરી શકે છે. ત્યાં કેવળ આનંદમાં મ્હાલી શકે છે. એવા આ ચૈતન્ય પ્રકાશમાં આખું વિશ્વ છે. વિશ્વનાં દર્શન તેમાં થાય છે. વિશ્વદર્શન એ આત્મદર્શન છે. આ વિશ્વ તે બાહ્ય દુનિયા નહિ પણ વિશ્વ એટલે ચૈતન્યનો મહાસાગર. તેમાં ચૈતન્ય પ્રકાશિત છે. તે જુઓ. ૪૦. લક્ષ્ય બાંધો અશુ. ૧૪ હે ભવ્યજીવો ! આગમથી-જીનવાણીથી આત્માને તેના સ્વરૂપને જાણીને, અનુભવ દ્વારા ઓળખીને તે સ્વરૂપને પ્રગટ કરવા પુરુષાર્થ કરવો તે જ સાધના છે. તે સાધના દ્વારા સ્વધર્મને પ્રગટ કરવો તે જ સિદ્ધિ છે. પુરુષાર્થ છે તે સાધના છે અને પુરુષાર્થ માટે જે ક્રિયાનું આલંબન છે તે ભગવાને બતાવેલાં અનુષ્ઠાનો છે અર્થાત્ ભગવાનની આજ્ઞા છે. પણ સાધ્ય તો કેવળ સ્વરૂપને પ્રગટ કરવું તે જ છે. ક્રિયા તો કેવળ સ્વરૂપને પ્રગટ કરવું તે જ છે. ક્રિયા તે તો સાધન છે, સાધનને વળગી રહેવાથી સાધ્યની સિદ્ધિ થતી નથી અને એકલા સાધ્યને વળગી રહેવાથી પણ સિદ્ધિ નથી. સાધન ઉપર સંપૂર્ણ બહુમાન સાધકનો અંતર્નાદ 45 Page #66 -------------------------------------------------------------------------- ________________ સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો જ સિદ્ધિ અવશ્ય છે. એક આત્મતત્ત્વ માટે જ આ બધી અથાગ મહેનત તીર્થકર ભગવાન અને ગુરૂ ભગવંતની જગતના જીવો માટે છે. શાસ્ત્ર-ભગવાનની આજ્ઞા પણ આત્મ તત્ત્વની સિદ્ધિ માટેનો જ પ્રયત્ન કરવા માટે છે. સાક્ષાત્ કદાચ ન પણ દેખાય પણ તેના પેટાળમાં તો એના માટે જ બધી ધામધૂમ છે. જો એ લક્ષ્યથી બધી જ ક્રિયા, અનુષ્ઠાનો અને વિચારો કરવામાં આવે તો જ તે ક્રિયા વગેરે સત્યની સિદ્ધિ માટે થાય. નહિતર પુણ્ય બંધાય પણ જે લક્ષ્ય હોય તે આપીને કવચિત્ પાપ પણ બંધાવે. માટે હે ભવ્યો ! લક્ષ્ય બાંધો. મજબૂત બાંધો, જેથી ભવભ્રમણનો અંત આવે. સાલંબન ધ્યાનમાંસિધ્ધ પરમાત્મા તે લક્ષ્ય છે-સાધ્ય છે. આત્મ સ્વરૂપને જોવા માટે આદર્શ છે. તેમની વીતરાગતા તે આપણું લક્ષ્ય છે. પણ વીતરાગતા તે આલંબન નથી. વીતરાગતાનું આલંબન લઈ શકાય નહિ કારણ કે તે સિદ્ધ છે, સિદ્ધ તે આદર્શ છે, આપણું આત્મ સ્વરૂપ છે. અરિહંત પરમાત્મા તે વીતરાગતા પ્રગટ કરવા માટે સાધન છે - આલંબન છે. માટે પ્રથમ માર્ગદર્શક એવા તેમનો અનંત ઉપકાર છે તેનું આલંબન લઈ જીવની અનાદિ કાળની ચાલ જે અહંકાર-આપણા સિદ્ધિ માર્ગમાં પહાડની માફક આડો આવે છે તેને તોડીને સરળ માર્ગ કરવા માટે અરિહંત પરમાત્માના અનંત ઉપકાર (નિઃસ્વાર્થ ઉપકાર) આપણી રગેરગમાં લોહીના અણુએ-અણુમાં આત્માના પ્રદેશ-પ્રદેશે ભાવિત કરવા માટે તેમનું આલંબન લઈ હૃદય શુદ્ધિ-ચિત્ત શુદ્ધિ-ઉપયોગ શુદ્ધિ કરવા માટે નિરંતર ધારણ કરી કૃતજ્ઞભાવ ખીલવવો. તે પછી તેઓમાં રહેલી વીતરાગતા, સ્વરૂપ રમણતા આદિ ગુણો પ્રત્યે પ્રેમ જાગે, ભક્તિ જાગે ત્યારે તે ગુણોનું આલંબન લઈ સિદ્ધ બની શકાય છે. સિદ્ધ ભગવંતો તે સાધ્ય છે. આલંબન અરિહંત પરમાત્મા છે. દ્ધિ.શ્રા.શુ. ૧૨ સમવસરણે ભગવાને કહ્યું ! હે જીવાત્મન્ ! અનાદિ કાળના જડ ચેતનના મિશ્રણથી ચેતના મુંઝાઈ રહી છે. પ્રભુ ! તે ચેતનાનો છુટકારો શી રીતે થાય ? તે શાથી મુંઝાય છે ? જે પોતાનું નથી તેની સાથે રહેવું પડયું છે, તે પણ એકમેકતાથી રહેવું પડે છે તે કાંઈ ઓછા દુઃખની વાત છે ? કર્મના બંધનથી બંધાયેલો ચેતન ચેતનાને જાત જાતની આજ્ઞા ફરમાવે છે. જે ચેતનાને અનિષ્ટ છે. નિજ સ્વરૂપમાં જ જેને સદાને માટે શયન કરવું છે અને આરામના સુખનો અનુભવ કરવો છે એ શી રીતે અહીં શાંતિ અનુભવી શકે માટે આ બંધનથી છૂટવું છે પણ ચેતનની સાથે એકલા અભેદને પામેલી તેને ચેતનના બંધનનું દુઃખ સહેવું પડે છે ચેતન રાજા છે. ચેતના તો તેની આજ્ઞાંકિત છે તે ચેતનને સમજાવવા માટે અને બંધન છોડાવવા માટે ઉપાયો શોધે છે. અને કહે છે, રાજાજી ! હું ખૂબ મુંઝાઈ ગઈ છું, મારી મૂંઝવણ દૂર કરવા ખાતર પણ આપ જડનો સંગ છોડો ચેતન સાધકનો અંતર્નાદ 46 Page #67 -------------------------------------------------------------------------- ________________ કહે કે એમ કાંઈ છૂટે? એ પણ મારી સાથે અભેદભાવને પામેલું છે. ચેતના કહે ના રાજાજી એ મારી જેમ અભેદતાને નથી પામેલું, પણ તે એવી રીતે એકમેક થઈ ગયું છે જેથી ભ્રમ થાય છે. સાચો માર્ગ આ ભ્રમમાં પડી રહીને તેની જાળમાં ફસાયા કરવું તે નથી. પણ તેના મૂળમાં રહેલી તેની શક્તિઓને ઓળખી તેને ભાંગી નાખીને શક્તિ ઓછી કરવી જોઈએ. તે તેની શક્તિ છે રૂપી હોવા છતાં અદશ્ય રહેવાની. તેના પરિણામને જોઈ શકીએ છીએ પણ તેના મૂળને-કર્મ પુગલને જોઈ શકતા નથી. દા.ત. દારિક વર્ગણા, કાર્મણ વર્ગણા વગેરે પુદ્ગલોને જોઈ શકતા નથી જે આ સ્થૂલ દેહ દેખાય છે તે ઔદારિક કાર્પણ વગણા નથી. પણ કર્મના પરિણામરૂપ જડ દેહ છે. તેનાથી છૂટવા માટે જ્ઞાનીના શરણે જઈ તેનો ઉપાય મેળવીએ. તેનાથી છૂટવા માટે તેની જ સહાય લઈને શુભાનુષ્ઠાનથી કર્મને નિર્જરતા-નિર્જરતા શુદ્ધ બનેલા ચેતનને જોઈ શકીએ છીએ. ચેતના કહે છે હું તમારું દિવ્ય સ્વરૂપ પણ હાલમાં જોઈ શકતી નથી. તમે જ્ઞાનીની વાત સાંભળી હવે પુરુષાર્થ આદરો તો હું તમારા બંધનની પીડા સહી રહી છું તેનાથી મુક્ત થઈને તમારામાં જ અંતર્લીન બની સાચા સુખને અનુભવી શકું. હું તમારી સાથે સદા આજ્ઞાંકિત અભેદપણે રહેનારી છું અને તમે જડનો-પરનો સંગ કરો છો તે મારાથી સતું જતું નથી. ચેતન ભાનમાં આવે છે અને પોતાની ચેતના સાથે હવે એકરંગી બનીને જડનો ત્યાગ કરી દિવ્ય સુખનો અનુભવ કરે છે. ૪૧. ઉપયોગની મધુરતા. દ્ધિ.શ્રા.શુ. ૧૦ ઉપયોગ એજ આત્માની મૂડી છે. કોઈ પણ સાધનામાં તેને જ વાપરવી પડે છે. જો તે ન વાપરીએ તો સાધના જ ન થાય. આપણું સાધ્ય મોક્ષ છે. આવું મહાન સાધ્ય સિદ્ધ કરવું છે અને મૂડી અકબંધ રાખી મૂકવી છે એ કેટલું મૂર્ખતાભર્યું કામ છે! આ મૂડી જેમ-જેમ વાપરીએ તેમ સ્થિર થાય છે અને જરા પણ ખૂટતી નથી. તેને સાધનામાં વાપરીએ ત્યારે જ તે મૂડીના ભોગવટાની મીઠાશ આવે છે. તેમાં સાકર અને શેરડી દ્રાક્ષ કરતાં અનંત ગણી મધુરતા છે. તે મધુર છે સાથે નિર્મળ છે. તેમાં આલંબનનું પ્રતિબિંબ પડે છે આલંબન શુદ્ધ હોય તો તેમાં રહેલી મધુરતાનો આસ્વાદ લઈ શકાય છે. પણ જો આપણું ઉપાદાન પ્રગટ થયું હોય, તેમાં પ્રીતિ ધરાવતું હોય, તો કદી ન ભૂલાય તેવી મધુરતા ચાખી શકે છે. આ આસ્વાદ જેણે લેવો હોય તેણે તે ઉપયોગનો પરિચય કરવો અને તેમાં લીન બનવું. તેમાં લીન બનવાથી આપણું પ્રતિબિંબ (આત્માનું) તેમાં પડે છે. તેને જોવામાં ઉપયોગની મધુરતા વૃદ્ધિ પામે છે. અર્થાતુ, આત્માને તેની મીઠાશ આસ્વાદવામાં ખૂબ આનંદ આવે છે અને પરમ સુખનો અનુભવ કરે છે. સાધનામાં ઉપયોગરૂપ મૂડી વાપરીએ તો સાધના મધુર લાગે છે કેમકે સાધનાને ઉપયોગનો સ્પર્શ હોય છે. માટે આંશિક આનંદ તે મધુરતામાંથી મેળવી શકે છે અને સંપૂર્ણ મધુરતાનો આસ્વાદ ઉપયોગમાં પ્રતિબિંબિત સ્પર્શ પામેલો આત્મા લઈ શકે છે. સાધકનો અંતર્નાદ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪ર. સ્થિતિ ભાવ શ્રા.શુ. ૧૨ સ્થિતિ ભાવ એટલે સ્થિતિ નામનો પદાર્થ. વસ્તુ માત્રમાં તે હોય છે. જેમકે કાય સ્થિતિ, વયસ્થિતિ, કાયાની સ્થિતિ કયાં સુધી હોય ? વયની સ્થિતિ કેટલી ? વિગેરે મોક્ષ સ્થિતિ કયાં સુધી તો કહીએ છીએ કે અનાદિ અનંત કાલ સ્થિતિ છે. એક જીવ આશ્રયી સાદી અનંત કાલ સ્થિતિ છે. કોઈ વસ્તુ એવી નથી કે જેની સ્થિતિ ન હોય અથવા વસ્તુ સાથે તાદાત્મ્યભાવથી સ્થિતિ નામનો પદાર્થ રહેલો છે. પણ જે વસ્તુ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેમાં સ્થિતિ પણ તેની સાથે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. પણ શાશ્વત પદાર્થો છે તેમાં સ્થિતિ અનાદિ અનંત છે. પણ તેના પર્યાયોની સ્થિતિ ક્ષણિક છે. સમયે-સમયે પલટાતી રહે છે. છ પદાર્થોમાં છ એ છ પદાર્થો શાશ્વત છે. એકેનો મૂળથી નાશ નથી, ઉત્પત્તિ નથી, માટે તેની સ્થિતિ અનાદિ અનંત છે. પણ તે દરેક પદાર્થોની પર્યાયો ક્ષણિક છે. તેની સાદિ સાંત સ્થિતિ છે, પુદ્ગલ અનિત્ય કહેવાય છે તે વ્યવહારથી છે કેમકે તે રૂપી છે ચક્ષુથી દશ્ય છે તેથી તેની પર્યાય જે સમયે-સમયે પલટાય છે તે ભલે નથી દેખાતી. તેનો નાશ અને ઉત્પત્તિ ચક્ષુગોચર નથી બનતી પણ જયારે કાળના યોગે થતી સૂક્ષ્મતાના નાશે તે દેશ્ય બને છે, અર્થાત્, જેમ-જેમ કાળ જાય છે તેમ-તેમ તેનું સૂક્ષ્મ પરિવર્તન થતું નાશ પામે છે અને મોટો ફેરફાર દેખાય છે. સ્કંધ-દેશ-વિભાગ પડી જાય છે ત્યારે તે સ્કંધનું રૂપાંતર થતાં નાશ દેખાય છે. એટલે અનિત્યતા ભાસે છે. વળી પુદ્ગલના રાગે અને દ્વેષે જીવ કર્મબંધ કરે છે. તે તેની મૂઢતા દૂર કરવા માટે પુદ્ગલના વિભાગ પડતા અથવા તેની એક પર્યાયનું દર્શન કરાવી તેની અનિત્યતાનું ભાન કરાવે છે ત્યારે તે રાગ અને દ્વેષથી વિરમે છે. ખરેખર તો પુદ્ગલ સ્કંધની નાશ સ્થિતિ નથી તેમ શાશ્વત સ્થિતિ પણ નથી. તેનું મૂળ સ્વરૂપ પરમાણુ, તે શાશ્વત છે. આ સ્થિતિ નામના પદાર્થની વિચારણા દરેક પદાર્થોમાં રહેલી કલ્પના સ્થિતિને દૂર કરી મૂળ સ્થિતિ જે અનાદિ અનંત સ્થિતિ છે તે રૂપે નિશ્ચયથી સ્વીકારી, વ્યવહારે જયાં-જયાં જે સ્થિતિ માનવાથી રાગ-દ્વેષની પરિણતિથી જીવ વિરામ પામે તે તે સ્થિતિરૂપે ક૨વાની છે. જેથી પોતાના મૂળ સ્વરૂપને પામી શકે. જેની સાદી અનંત સ્થિતિ કાળ છે. ૪૩. જ્ઞાનઘન શ્રા.શુ. ૧૩ જ્ઞાનની ગહનતા તેને જ્ઞાનઘન કહેવાય છે. આમ તો જ્ઞાનઘન એટલે આત્મા. જેમ આનંદઘન આત્મા આનંદના ઘનસ્વરૂપ છે, તેમ જ્ઞાનના પણ ઘન સ્વરૂપ છે. જ્ઞાનની ગહનતા આત્મામાં રહેલી છે. કેમ કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે આત્મા ઉપર કર્મનાં પડલો હોવાથી જ્ઞાનની ગહનતા અવરાઈ ગયેલી છે. ક્ષયોપશમ ભાવનું જ્ઞાન પ્રકાશિત હોવાથી સંપૂર્ણ જ્ઞાન સાધકનો અંતર્નાદ 48 Page #69 -------------------------------------------------------------------------- ________________ અવરાતું નથી, પણ તેની ગહનતા સંપૂર્ણ અવરાઈ છે, જેમ-જેમ જ્ઞાનોદધિમાં (કેવલજ્ઞાન) ડૂબકી મારીએ અને તેના તલ સુધી પહોંચવા પ્રયત્ન કરીએ તેમ-તેમ ગહનતાની સૌરભ આવવા માંડે છે જ્ઞાનોદધિમાં ડૂબકી મારવી એટલે જ્ઞાનોદધિના તલમાં જે તેના પિયૂષપાનમાં મસ્ત બન્યા છે તેવા કેવળજ્ઞાનીના કેવળજ્ઞાનમાં ઉપયોગ સ્થિર કરવો. અર્થાત્ અનંતજ્ઞાની પરમાત્મામાં ઉપયોગ સ્થિર કરી તન્મય, તતૂપ થવું. ત્યાં તેમનામાં અનંતજ્ઞાનની સૌરભ આવે છે. તેમાં ઉપયોગી લીન બને છે એટલે જ્ઞાનઘન સ્વરૂપ આત્માનું દર્શન થાય છે. ઘન એટલે પિંડો. તે પણ વચ્ચે આંતરા વિનાનો, તેમાં આપણા ઉપયોગને ડુબાડવો ઘણું કઠિન કામ છે કેમ કે વસ્તુ જેટલી ઘન તેટલું તેમાં પ્રવેશ કરાવવા માટે વસ્તુ તીણ જોઈએ. અહીં પણ જ્ઞાનઘન સ્વરૂપ આત્મામાં પ્રવેશ કરવા માટે ઉપયોગ ખૂબ તીર્ણ અને સૂક્ષ્મ બનાવવો પડે. ઉપયોગને સૂક્ષ્મ બનાવવા માટે અત્યંત સ્થિર બનાવવો જોઈએ, ઉપયોગને સ્થિર બનાવવા માટે મનની ચંચળતા રોકવી પડે. ચંચળતા રોકવા માટે પાંચે ઈદ્રિયોને વશ કરવી પડે, તેને વશ કરવા માટે, કષાયોને જીતવા માટે પંચ પરમેષ્ઠિનું આલંબન લેવું જોઈએ. જ્ઞાનઘન આત્મામાં અગણિત રત્નો પડેલાં છે તે જ્ઞાનની ગહનતામાં પ્રવેશ કરતાંની સાથે દેખાય છે, તે રત્નો છે. પંચ પરમેષ્ઠિનું આલંબન લીધા પછી જ આત્માના ગુણો ઓળખી શકાય છે કેમ કે તેમનામાં તે પ્રગટ છે. તેને તેમનામાં જોવાથી ગુણ પ્રત્યે પ્રેમ જાગે છે અને આપણામાં તિરોભાવ પામેલા ગુણોને પ્રગટ કરવા પુરુષાર્થ કરવાની જાગૃતિ આવે છે. તે પુરુષાર્થ એ જ છે કે પરમાત્મામાં રહેલા ગુણોમાં ધ્યાન દ્વારા ઉપયોગ સ્થિર કરવા તન્મય-દ્રુપ બની કર્મોનો હ્રાસ કરી નિજ ગુણોને પ્રગટ કરવા. ૪૪. મિથ્યાત્વનું સ્વરૂપ શ્રા.શુ. ૧૪ મિથ્યાત્વનું સ્વરૂપ અતિ બિહામણું છે. પદાર્થોના યથાર્થ સ્વરૂપના બોધમાં ભ્રમ ઉત્પન્ન કરીને તે ભયંકર સ્વરૂપ ધારણ કરે છે અને જીવને ભ્રમિત કરીને નરક નિગોદના ખાડામાં ફેંકી દે છે. મોહાંધ જીવને તેનું સ્વરૂપ બિહામણું છતાં તેમાં રુચિ પેદા કરે છે અને તેનું જ સેવન કરવા જીવ લલચાય છે. તે વસ્તુના યથાર્થ બોધની લહેજત ઉડાવી દે છે. વસ્તુનું સાચું ભાન જીવને સુખ અને આનંદ આપે છે. તે આનંદ અનુભવ્યો હોય તેને જ આના બિહામણા સ્વરૂપની ઓળખાણ થાય છે. અને તેનાથી દૂર રહે વસ્તુનું સત્ય સ્વરૂપ હળુકર્મી જીવને આકર્ષે છે અને તેના ઊંડાણમાં જવા તલસે છે અને ત્યાં તે બોધનો સ્પર્શ થતાં પુલકિતતા અનુભવે છે. રોમાંચ વિકસ્વર ખડા થાય છે. અને આત્મપ્રદેશોમાં આનંદની લહેરી ફરી વળે છે. જયારે મિથ્યાસ્વરૂપ વસ્તુને દેખવામાં અવળી સમજ આપે છે. જે પોતાનું નથી તેની સાથે રાગ કરાવે છે અને પોતાનું છે તેના ઉપર દ્વેષ કરાવે છે અને પોતાના નિધાનથી દૂર ખસેડે છે. નિધાનનું દર્શન પણ કરવા દેતું નથી તો મેળવવાની તો વાત જ કયાં રહી? સાધકનો અંતર્નાદ Page #70 -------------------------------------------------------------------------- ________________ તે બિહામણા સ્વરૂપના પંજામાંથી છૂટવું હોય તો જ્ઞાની ગુરુનું શરણું લઈ વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજવાં સમર્પણ થવું જોઈએ. તે એક જ આપણને તેનાથી બચાવી શકે તેમ છે. ૪૫. વિભાજય સુખ શ્રા.વ. ૧ વિભાજય સુખ એટલે જેના વિભાગ કરી શકાય તેવું સુખ. વિભાગ કરાય એટલે વચ્ચે અંતર હોય એક સુખની અને બીજા સુખની વચ્ચે આંતરું હોય. આંતરામાં તેનું પ્રતિસ્પર્ધી દુઃખ હોય માટે જ તેવા સુખને વિભાજય સુખ કહેવાય છે. આ સુખ સંસારીને હોય છે. જે સુખને જ્ઞાનની દ્રષ્ટિમાં સુખાભાસ કહેવાય છે કેમકે આંતરાવાળું સુખ અર્થાત્ જે સુખના પરિણામમાં દુઃખ હોય છે તેને સુખાભાસ કહેવાય છે. સાચા સુખમાં અંતર પડતું જ નથી. કેવળ સુખ સુખને સુખ જ હોય છે જે સુખ કર્મબંધનની મુક્તિનું છે, આત્માની સ્વતંત્રતાનું છે, ત્રણ ભુવનના સામ્રાજયનું છે. બધે તેમની જ સત્તા ચાલે છે, તેમના ઉપર કોઈની સત્તા રહી નથી. પરમાત્મપદ પ્રાપ્તિનું સુખ છે, જેમાં આત્માને આંતરા વિનાની અબાધા છે. તે સુખના વિભાગ કરી શકાતા નથી તેથી તે અવિભાજય સુખ કહેવાય છે. આ પુત્રનું સુખ, ધનનું સુખ, પત્નીનું સુખ, અનુકૂળતાનું સુખ, પાંચે ઈન્દ્રિયના વિષયોનું સુખ શરીરને વ્યાબાધા રહિતપણાનું સુખ. આ જાતના સુખના જે વિભાગ છે તે જ દુઃખને નોતરનારા છે, કેમ કે તે અનિત્ય છે. આમાંથી કોઈ પણ વસ્તુનો અભાવ થતાં તે વસ્તુનું દુઃખ થાય છે એમ વ્યવહારથી કહેવાય છે. જો કે વસ્તુમાં સુખ કે દુઃખ આપવાની તાકાત નથી, જીવ-ભ્રમથી તે-તે વસ્તુમાં સુખ-દુઃખનો અનુભવ કરે છે. સુખ-દુઃખની લાગણી આત્મામાં થાય છે અને તે પણ વચ્ચે મનની દલાલી પ્રમાણે આત્મા લાગણી પેદા કરે છે. આ વિભાજય સુખના અસંતોષથી જ પરમાત્માના માર્ગે ચાલી અવિભાજય સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાનો છે. વિભાજય સુખ આવે છે. મોટે ભાગે દુઃખ આપવા. તેમાં ફસાવા જેવું નથી, તૃપ્તિ પણ પામવા જેવી નથી કેમ કે આ સુખના કડવાં ફળ પણ આ જીવે ઘણા ચાખ્યાં છે માટે. જયાં એકાંતિક એટલે એકલું જ સુખ, આત્યંતિક એટલે સંપૂર્ણ-અધૂરું નહિ એવું કેવલ્ય સુખ, મોક્ષ સુખ જે આત્માને અત્યંત મધુર લાગે છે. અમૃત કરતાં પણ અધિક, એવું અવિભાજય સુખ જે સુખ આત્માના પ્રદેશ-પ્રદેશે અનંત-અનંત અંશો રહેલા છે જેને આ જગતના કોઈ (સુખ) પદાર્થ સાથે સરખાવી શકાતું નથી. એવું અવિનાશી, શાશ્વત, અનુપમ, સાદિ અનંત કાળ સુધી ભોગવતાં પણ કદી ખૂટે નહિ. સદાની તૃપ્તિથી સ્થિર એવા તે સુખનું વર્ણન કેવલી ભગવાન પણ કરી શકે નહિ તેવા અવિભાજય સુખની પ્રાપ્તિ થવાથી વિભાજય સુખ તેમાં અંતર્ભત થઈ જાય છે. અર્થાતુ, તે સુખના ભાગલા-આંતરા નષ્ટ થઈને કેવળ, શાશ્વત, અનુપમ-અવિભાજય સુખનો અનુભવ કરી શકે છે. સાધકનો અંતર્નાદ 50 Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬, લોકોત્તર પદ શ્રા.વ. ૨ લોકોત્તર પદ એટલે ચૌદ રાજલોકની છેડે રહેલું સ્થાન, મોક્ષ પદ. આ થયો શબ્દાર્થ. ભાવાર્થ છે લોકોત્તર સ્થાનપદ છે આત્મા. લૌકિક અને લોકોતર આ બે સ્થાન જગતમાં છે લોકો જેને અનુસરે તે લૌકિક કહેવાય, પણ લોકોને જે ઉલ્લંધીને ચાલે છે તે લોકોત્તર કહેવાય. લોક એટલે સંસાર ચાહકવર્ગ, તેને અનુસરવું એટલે સંસારની બાહ્ય વસ્તુ તરફ ઢળી જવું. તેમાં પોતાના દેહ ઈદ્રિય, મન, વિગેરેથી માંડીને જગતના બધા બાહ્ય વ્યવહારો સુધ્ધાં ગણી લેવા. આ બધી બાહ્ય વસ્તુ જયાં રહી છે તે લૌકિક પદ છે. તે સિવાયની વસ્તુ શુદ્ધ આત્મા અને તેને લગતા જ્ઞાનાદિ ગુણો વિગેરે લોકોત્તર છે. લોકો એટલે સામાન્ય જનતા, તેમાં જેને રસ નથી તેથી લોકોત્તર છે. તેનું સ્થાન કર્મમુકત અવસ્થાને પામેલો આત્મા છે. કર્મમુકતોની જગ્યાને ઉપચારથી લોકોત્તર પદ મોક્ષની જગ્યાને કહેવાય છે. લોકોત્તર પદમાં રહેવું એ કાંઈ મોક્ષમાં જઈએ ત્યારે જ રહેવાય એવું નથી. જયારે-જયારે ચિત્તઉપયોગ આત્મામાં ઢળતો હોય, તેમાં જ રસ ધરાવતો હોય ત્યારે પણ લોકોત્તર પદમાં રહી શકાય છે. લોકોત્તર પદ નિરાકાર છે, અરૂપી છે. તેમાં કોઈ પણ રહી શકે છે. ઉપયોગ તેમાં સ્થિર થાય ત્યારે તે પોતાના સ્થાનમાં હોય છે, અને લોકોત્તર પદનું સુખ તે ચાખી શકે છે. ૪૦. નાભિસ્વરૂપ આત્માની ઓળખાણ શ્રા.વ. ૩ નાભિ સ્વરૂપ આત્મા એટલે મનુષ્યની નાભિમાં રહેલા આઠ રૂચક પ્રદેશ સ્વરૂપ આત્મા. આત્માના અસંખ્ય પ્રદેશો છે, તેમાંના મધ્યમાં રહેલા આઠ પ્રદેશો તે તદ્ધ નિરાવરણ અને સિદ્ધ પરમાત્મા જેવા શુદ્ધ છે અને ગાયના આંચળની જેમ ચાર નીચે અને ચાર ઉપર બરાબર મનુષ્યની નાભિના સ્થાને અર્થાતુ મધ્યમાં રહેલા છે. તેની ઓળખાણ સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું શ્રુતજ્ઞાન દ્વારા આલંબન લેવાથી થાય છે, કારણ કે આપણા આ રૂચકપ્રદેશો અને સિદ્ધ પરમાત્મામાં કોઈ ફેરફાર નથી. સિદ્ધ પરમાત્માના અસંખ્ય પ્રદેશો નિરાવરણ છે. આપણા આઠ નિરાવરણ છે. માટે આપણા સર્વ આત્મ પ્રદેશોને નિરાવરણ કરવાના ધ્યેયથી સિદ્ધ પરમાત્માનું આલંબન લઈ, પોતાના નિર્મળ આઠ રૂચક પ્રદેશને તે સ્વરૂપે જોઈને પોતાના અસંખ્ય પ્રદેશોને રૂચક પ્રદેશો જેવા નિહાળવા અને પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તેનું ધ્યાન કરવું અને પોતાની સિદ્ધાવસ્થામાં લીન બનવું. - હમણાં શાસ્ત્રધારા-આગમથી ઉપયોગને રૂચક પ્રદેશમાં સ્થિર કરવો, ઉપયોગમાં શુદ્ધ આઠ રૂચક પ્રદેશોનું પ્રતિબિંબ નિહાળવાથી નિજ સિદ્ધદશા સ્થિતિનું દર્શન થાય છે. અને તેમાં તન્મય થતા આઠ રૂચક પ્રદેશની શુદ્ધિનો પ્રકાશ અસંખ્ય પ્રદેશોમાં ફેલાઈ જતાં આત્માના સ્વરૂપની ઝાંખી થાય છે, દર્શન થાય છે. સાધકનો અંતર્નાદ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૮. જ્ઞાનની કુમતિ સાથે તકરાર શ્રા.વ. ૪ જ્ઞાન આત્માનો ગુણ છે. તે નિર્મળ છે. જગતના બધા જ પદાર્થોનું તેમાં પ્રતિબિંબ પડે છે. આત્માને સુમતિ અને કુમતિ બે સાહેલી છે. જયારે સુમતિ સાથે વિચરતો હોય છે ત્યારે જગતના પદાર્થોને સાચા સ્વરૂપમાં જુએ છે અને કુમતિ સાથે હોય છે ત્યારે ઉંધા સ્વરૂપમાં-મિથ્યા સ્વરૂપમાં જુએ છે. જેમ જ્ઞાનમાં પદાર્થોનું પ્રતિબિંબ પડે છે તેમ સાથે રહેલી સાહેલીઓની છાયા પણ હોય છે. તેથી પદાર્થોના પ્રતિબિંબને પોતાની છાયા જેવી હોય તેવું દેખાડે છે. સુમતિ તે નિર્મળ શુદ્ધ મતિ છે, તેથી તેની છાયા પડી હોય ત્યારે પદાર્થને સત્ય સ્વરૂપે ઓળખી શકાય છે પણ કુમતિ તે કાળી-કદરૂપીમલિન-ગંદી મતિ છે તેની છાયા તે પદાર્થને પણ મલિન કદરૂપો દેખાડે છે તે જ્ઞાનને ગમતું નથી કેમ કે પોતાની નિર્મળતાને મલિન કરે છે અને પ્રકાશને કદરૂપો કરે છે એટલે સ્વ-રૂપ ઢંકાય છે. પણ જયારે ઢંકાય છે ત્યારે કુમતિ જ્ઞાન ઉપર સવાર થઈ જાય છે ત્યારે જ્ઞાનનું પોતાનું બળ શિથિલ બની જાય છે અને તે મતિ પ્રમાણે કરવું પડે છે. પણ તે વખતે સુમતિ સાહેલી દૂર ગઈ હતી તે વેગથી આવી પહોંચે છે તે કુમતિને નીચે ઉતારે છે એટલે જ્ઞાન પોતાનો પ્રકાશ ફેલાવે છે અને તેને દૂર ફેંકી દે છે. આ આત્માની સાહેલી થઈ કઈ રીતે? જયારે મોહરાજા પોતાનું સૈન્ય લઈને યુદ્ધ કરવા આવ્યા હતા ત્યારે તેનો મિથ્યાત્વ મહેતાએ પહેલા તો આત્માને આંખે પાટા બાંધીને ભમાવ્યો, ત્યારે અકળાયેલા આત્માએ કુમતિનો સાથ લઈને તે પાટા છોડાવ્યા. જેમ તે કહે તેમ ચાલવા માંડ્યું ત્યારથી તેની સાથે સખીપણાના ભાવથી રહેવા લાગ્યું. પણ તેને ખબર નથી કે કુમતિનો સંગ કરાવવા માટે જ તને અકળાવ્યો હતો. જેથી તેના સંગમાં પડેલો તું મોહરાજાને આધીન બની શકે. હવે સમ્યક્ત્વરૂપ ધર્મરાજાના મહેતાએ ભાન કરાવ્યું કે આ બંધનમાં કયાં પડ્યો? તેને સુમતિ સાથે સંગ કરાવ્યો.પછી કુમતિ દૂર ભાગી ગઈ પણ સુમતિ થોડે દૂર જાય એટલે તે કુમતિ આવીને પોતાનો ભાવ ભજવી જાય છે. હવે તો જ્ઞાનીના સંગમાં રહીને તેની સાથેનો સંગ છોડી દેવો છે. પણ તે એમ કાંઈ છૂટે? મોટો ઝગડો માંડયો. હું પ્રથમ આવી છું એમ કાંઈ તને છોડું નહિ, પણ સાચી સમજ (જ્ઞાન) કહે છે મેં પહેલાં તને ઓળખી ન હતી પણ હવે તો તને પેસવા જ ન દઉં. હું ધર્મરાજાના શરણે છું તેના સેવકો-કર્મચારીઓ મારું નિરંતર રક્ષણ કરે છે, સુમતિ મારું પડખું છોડતી નથી. મારા પ્રકાશમાં તારી કાળી છાયા નાશ પામશે. કુમતિ કહે મારી છાયા છે તેમાં જ બધી શક્તિ રહેલી છે ગમે તેવો પ્રકાશ હોય પણ મારી છાયા પડે એટલે તે ઢંકાઈ જ જાય જેમ મેઘનાં કાળાં વાદળોથી સૂર્યનો પ્રકાશ. જ્ઞાન કહે કે તે વાદળ છાયાને હઠાવવા પવન જેમ, તેમ આગમ શ્રુતજ્ઞાન મારો પરમબંધુ છે તે તારી છાયાનો નાશ કરશે. હું નિરંતર તેની સાથે બહુમાન અને ભકિતથી વર્તુ છું. તેની મને મોટી સહાય છે. કુમતિ કહે કે ઓહો તેના પ્રત્યેના બહુમાન-ભક્તિ તો મારી આળસ નામની દાસી પણ કયાંય ફગાવી દે તેવી છે. એ તો મેં તેને મોકલી નથી ત્યાં સુધી જ તું તારા પરમબંધુ સાથે સુખેથી રહી શકયો છું. જ્ઞાન કહે કે બુદ્ધિ તો બધી દાસીઓને ઓળખે છે. તેથી સાધકનો અંતર્નાદ Page #73 -------------------------------------------------------------------------- ________________ મારો સહચારી બુદ્ધિ મિત્ર આ કોઈ પણ તારી માયાને ઓળખી લે તેમ છે, કયાંય ફસાય તેમ નથી અને ફસામણ જેવું હોય તો તેના સમાચાર તુરત આપે છે. સબુદ્ધિ આવી પછી તો કુમતિને રહેવાનો કોઈ અવકાશ ન હોવાથી તે ચાલી ગઈ, અને આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપમાં અંતર્લીન બની જગતના પદાર્થોને પ્રકાશિત કરે છે. ૪૯. જ્ઞાનનો ચેતના સાથે સંવાદ શ્રા.વ. ૬ ચેતના એટલે જ્ઞાનની જાગૃતિ, જ્ઞાન એ આત્માનો ગુણ છે. તે આત્માના બધા પદાર્થો પ્રકાશિત કરે છે, અર્થાત્ દેખાડે છે. જો ચેતના જાગ્રત ન હોય તો પ્રકાશિત એવા પદાર્થો પણ અંધકારમાં હોય તેવા ભાસે છે. ચેતના આત્માની દાસી છે. તે હરઘડી આત્માની તહેનાતમાં હાજર હોય છે. પણ આત્મા પરવશ પડયો હોય તો જ્ઞાનનો પ્રકાશ હોવા છતાં ચેતના ઊંઘે છે. એક દિવસ જ્ઞાનને ચેતના સાથે સંવાદ થાય છે. જ્ઞાન કહે છે કે, સ્વામી પરાધીન બન્યા છે તે વખતે તારાથી ઊંઘી શકાય ? ત્યારે તો તારે વધુ કાળજી રાખવી જોઈએ. ત્યારે ચેતના કહે છે કે, સ્વામી પરવશ હોય છે ત્યારે તમારો પ્રકાશ ઝાંખો પડી જાય છે એટલે મને ઊંઘ આવી જાય છે માટે તમારે તે વખતે વધુ પ્રદીપ્ત બનવું. જ્ઞાન કહે છે કે, મારો પ્રકાશ ઝાંખો નથી પડતો પણ તેઓ પરવશ હોવાથી મારા પ્રકાશને ઝાંખો દેખે છે એટલે તારી જાગૃતિમાં મંદતા આવી જાય છે. એમાં મારો દોષ નથી. ચેતના કહે કે, તમારા જેવા સહભાવી અને સહવાસી હોવા છતાં શું સ્વામી પરવશ પડે ખરા? તો તમે સહવાસી થઈને શું કરવાના ? કેવળ ગૌરવ લેવાના કે હું આતમદેવની સાથે ને સાથે જ રહેનારો છું. જ્ઞાન કહે કે ના, ના, એવું ગૌરવ લેવાનો મને શોખ નથી. હું તો સ્વામીને સમજાવું છું છતાં પરભાવે-પદાર્થોએ સુખની એવી લાલચ બતાવી છે કે ત્યાં સુખની શોધ કરવા મંડી પડયા છે. ચેતના કહે કે તેઓ એમ પર ભાવોમાં લલચાય તેવા નથી, કોઈ દુષ્ટની સોબત થઈ ગઈ હશે. તમે સાથે રહ્યા છો તો તેનું ધ્યાન રાખવું જોઈએ કે કોણ છે એ દુષ્ટ ? જ્ઞાન કહે અરે ચેતના ! તું તો મારો જ વાંક કાઢે છે? તું કયાં જાય છે તે વખતે? તારી દાસી તરીકે ફરજ નથી ? સ્વામી, ચાલો આ બાજુ ! એ દુષ્ટના પંજામાં સપડાવા જેવું નથી ! ચેતના કહે છે, પણ હું એને કયાં ઓળખું છું? ઓળખવાનું કામ તો તમારું છે. મારે તો ફકત જાગ્રતિ જ રાખવાની છે. માટે જાવ ! સ્વામીને ઓળખાવો કે આ જેની સોબતમાં છો તે કોણ છે ? જ્ઞાન કહે મેં તો તેને જાણી લીધો છે પણ મને નથી લાગતું કે સ્વામી પાછા વળે. તે તો એટલા લટ્ટ બની ગયા છે એની વાક-જાળમાં કે હું ઓળખાવું તો પણ સાંભળવા તૈયાર નથી. ચેતના કહે કે કોણ છે એ દુષ્ટ? જ્ઞાન કહે કે કોણ હોય? અનાદિ કાળથી પાછળ છિદ્રો તાકતો રાગ. સાધકનો અંતર્નાદ Page #74 -------------------------------------------------------------------------- ________________ ચેતના કહે કે ભારે થઈ! આના પંજામાં સપડાયેલા ભલભલા પડ્યા છે ! બહુરંગી એની છાયા છે, તેને તો ઓળખવો ય મુશ્કેલ છે. તે તો ધર્મના ય વાઘા ચડાવે છે, એમાં તો મોટા મોટા મહારથીઓ ય ફસાયા છે અને પડ્યા છે. તો તે જ્ઞાનજી ! શું કરીશું? જ્ઞાન કહે કે જા તું, ઊંઘવાનો દેશ છોડ અને સંપૂર્ણ જાગૃતિપૂર્વક ચેતનદેવ સ્વામીને કહે કે આપણી પ્રતિકૃતિનાં દર્શન કરીએ. હૃદય મંદિરમાં વીતરાગની મૂર્તિ છે તેને નિહાળો તે તમારી પ્રતિકૃતિ છે તેને જોવાનું આપણે વિસરી ગયા છીએ. આપણા મૂળ સ્વરૂપને ભૂલીને અવળે પંથે લઈ જનારો આ રાગ તે તો મોહનો સેવક છે તેને ઓળખવામાં આપણી મોટી ભૂલ થઈ ગઈ છે. ચેતના કહે કે, આ બધું હું તો કરીશ. પણ તમે તમારો પ્રકાશ ફેંકવામાં કંજૂસ ન બનતા. તે વખતે બરાબર પ્રકાશ કરજો એટલે વિતરાગનાં દર્શન થાય અને રાગને પણ એ પ્રકાશમાં બરાબર ઓળખી લે. જો તમે રાગને ઓળખ્યો એટલે દ્વેષ તો ચાલવા જ માંડશે. પછી તો પ્રકાશ જ પ્રકાશ તેમના સ્વરૂપમાં થઈ જશે અને પછી તો એટલા બધા પ્રકાશમાં હું સદાને માટે જાગૃત જ છું. ચેતન દેવે ચેતનાની સહાયથી રાગને ઓળખી ને તેને તિલાંજલિ આપી કેવળજ્ઞાનના પ્રકાશમાં અંતર્ધાન થઈ ગયા. ૫૦. જ્ઞાનની બહિર્મુખતા શ્રા.વ. ૭ બહિર્મુખતા એટલે આપણું મુખ બાહ્યભાવ તરફ રહેવું. જ્ઞાનની બહિર્મુખતા એટલે જ્ઞાનનું મુખ બાહ્યભાવ તરફ રહેવું. એ કયારે બને? જ્ઞાન તો પ્રકાશ આપનાર છે, આત્માને. પ્રકાશ તો પદાર્થ જેવો હોય તેવો જ બતાવે, તેને-પ્રકાશને આત્માથી પર પદાર્થો છે તેને તેવા જ દેખાય છે. બાહ્યભાવરૂપે જ જુએ છે પણ તેનું વલણ-જ્ઞાનનું મુખ શા માટે એ બાજુ રહે છે? તેની સાથે મિથ્યામતિ ભળેલી છે જેને અવિદ્યા કહેવાય છે. તેણે તેનું જ્ઞાનનું વલણ બદલી નાંખ્યું છે. તેનો પ્રકાશ બાહ્યભાવો પર જ પડે છે, તે દિશા બદલી નાખે અને આંતરપ્રકાશ ફેલાવે તો તે જ જ્ઞાન આંતર્મુખ બને. પરંતુ અનાદિના મિથ્યા સંસ્કારને કારણે બહિર્મુખતા સહજ બની ગઈ છે તેને બદલવા માટે મહાન પુરુષાર્થ આદરવો પડે તેમ છે. પ્રથમ દૃષ્ટિ બદલવી પડશે, મિથ્યા મહિને દેશનિકાલ કરવી પડશે. જ્ઞાન તો મિથ્યાંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવવાના સ્વભાવવાળું છે પણ દૃષ્ટિને આંજી દેનારી મિથ્યામતિની ત્યાં હાજરી હોવાથી દિશા બદલાઈ ગઈ અને અંધકાર તરફ જ્ઞાનની ગતિ થવા માંડી જેથી જ્ઞાનનું મુખ બાહ્યભાવ તરફ થયું અને આત્મામાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાને બદલે અંધકારઅંધકાર છવાઈ ગયો. - હવે તો મિથ્થામતિ જ્ઞાની ગુરુ પાસેથી ઓળખાઈ ગઈ છે. તેને સદબુદ્ધિ દ્વારા દેશવટો આપવાનો છે જેથી જ્ઞાનની બહિર્મુખતા ટળી જશે. અને આત્મસન્મુખ થશે. સાધકનો અંતર્નાદ Page #75 -------------------------------------------------------------------------- ________________ પ૧. જ્ઞાનની સબળતા શ્રી.વ. ૮ જ્ઞાન એ આત્માની મહાન શકિત છે, તેનાથી જ આખા વિશ્વનું સામ્રાજય મેળવી શકાય છે, કોઈ પણ સાધ્ય-સિદ્ધિમાં જ્ઞાન એ સબળ કારણ છે. આત્માના અનંતગુણોનું પ્રાકટય જ્ઞાનને આભારી છે. કેમકે બોધ વિના સાધના શેની? અને સિદ્ધિ માટે પ્રબળ પુરુષાર્થ પણ સમજ વિના કઈ રીતે થાય? જ્ઞાન એ આત્માનું કિંમતીમાં કિંમતી રત્ન છે. તેનું દાન થઈ શકે પણ વેચાણ ન થાય. જ્ઞાનની સબળતા એટલા માટે જરૂરી છે કે બધા વિના ચાલે પણ તેના (જ્ઞાન) વિના ન ચાલે, માટે એનું જેટલું બળ વધુ પ્રાપ્ત કરીએ તેટલું આત્મસુખ વધુ પ્રાપ્ત કરી શકીએ. બધા બળોમાં જ્ઞાનનું બળ વધે છે. તેની સમાનતામાં કોઈ પણ આવી શકે તેમ નથી. તેના એક જ કિરણનો પ્રકાશ દોષોના ગંજ રૂ૫ અંધકારને ઉલેચી નાખવાની કક્ષા ધારણ કરે છે એટલું એ બળવાન છે. ઘણી વખત અજ્ઞાનને પણ જ્ઞાનની હરોળમાં કેટલાક મૂકી દે છે. પણ જયારે તેનું બળ તપાસવામાં આવે છે ત્યારે તેની નિર્બળતાથી તે તુરત ઓળખાઈ જાય છે. તેનાથી કોઈ કાર્ય સિદ્ધિ થતી નથી. જડભાવની સિદ્ધિ કદાચ થતી હોય તો પણ આધ્યાત્મિક જગતમાં તે કાર્યની કોઈ કિંમત નથી. માટે તે સબળ ન કહેવાય. જ્ઞાનનું બળ મેળવી આત્મ સિદ્ધિ પ્રાપ્ત કરવી એ કર્તવ્ય છે. પર. અજ્ઞાનનો સમૂહ તમસ (અંધકાર) શ્રા.વ.હિ. ૮ જગતમાં અંધકાર બે પ્રકારના છે ૧. સૂર્ય અસ્ત થવાથી જગતમાં છવાઈ જતો અંધકાર જે આપણી બાહ્યદૃષ્ટિ (ચાક્ષુષ) ને અંધ બનાવી દે છે. ૨. જ્ઞાન પ્રકાશ અસ્ત થવાથી આત્મામાં છવાઈ જતો અંધકાર જે આપણી આંતરદૃષ્ટિ (સાચી સૂઝ) ને અંધ બનાવી દે છે. આ બન્નેને તમસુ (અંધકાર) જ કહેવાય છે. પહેલો અંધકાર દુનિયાના ઈષ્ટ સ્થાને પહોંચવાની ગતિ રોકી રાખે છે. વ્યવહારો બંધ થઈ જાય છે. બીજો અંધકાર આત્મા તરફ જવાની ગતિને રોકી રાખી ત્યાં જ ઊભા રહેવાની ફરજ પાડે છે. બંને અંધકારમાં મતિ મૂંઝાઈ જાય છે. ગતિ અટકી જાય છે. પણ પહેલો અંધકાર દૂર થવાની મર્યાદા હોય છે એટલે સૂર્ય ઉદય થતાં પાછી ગતિ શરૂ થઈ જાય છે. આમાં ફકત વિલંબે ઈષ્ટ સ્થાને પહોંચાય છે તેટલું જ તે તમસ તરફથી નુકસાન છે. પણ જે બીજો અંધકાર છે તેની કોઈ નિશ્ચિત મર્યાદા નથી. વળી અજ્ઞાનનો સમૂહરૂપ તમન્ હોય ત્યારે તેનું કાર્ય સ્થગિત થઈ જતું નથી પણ ચાલુ જ રહે છે તેથી આત્માને ઘણું નુકસાન પહોંચે છે. અંધકારમાં જે કાર્ય થાય તે મોહાધીન બનીને કરે છે કેમકે અજ્ઞાન હોય તે વખતે જે કાર્ય કરે તેમાં મતિ મૂંઝાય. મતિને મૂંઝવે તે જ મોહ છે. અંધકારમાં કઈ બાજુ ગતિ કરવી તેની સૂઝ પડતી નથી તે વખતે મતિ ચલાવે તો મૂંઝાય છે કે કઈ બાજુ જવું? આમ અજ્ઞાન અને મોહને સારો સંબંધ છે. તે પ્રાયઃ જુદા પડતા નથી. આને શાસ્ત્રીય પરિભાષામાં સાધકનો અંતર્નાદ 55 Page #76 -------------------------------------------------------------------------- ________________ અવિદ્યા કહેવાય છે. અવિદ્યાના જોરે તો આ જીવનો સંસાર ચાલુ છે. એક અજ્ઞાન પણ આત્માને માટે ખતરનાક છે તો તેનો સમૂહ તે તો ગાઢ અંધકાર છે. તે આત્મામાં છવાઈ જાય પછી તો કેવી તેની ગંભીર સ્થિતિ બને તે ખૂબ વિચારણીય છે. અજ્ઞાન એકલું એટલું બધું નુકસાનકારક નથી અર્થાત્ એકલું અજ્ઞાન આત્મામાં ગાઢ અંધકારને છાઈ દેતું નથી પણ તેમાં મોહ ભળેલો હોય છે એટલે અંધકારમાં આત્મા પાસે ઊંધાં કામ કરાવીને નરકરૂપી ગર્તામાં ફેંકી દે છે. આ ગાઢ અંધકારને દૂર કરવા પ્રથમ તો જ્ઞાન-પ્રકાશના શરણે જવું જોઈએ. તે પ્રકાશ જ્ઞાનીના આત્મામાં હોય છે. જ્ઞાનીની ચારે બાજુ તે પ્રકાશ ફેલાયેલો હોય છે. તે પ્રકાશમાં રહેવાથી આપણો થોડો અંધકાર દૂર થાય છે. આપણી દષ્ટિ થોડું કામ કરી શકતી હોય છે. અને આપણી આત્મા તરફ ગતિ ચાલુ થાય છે. પછી તેમના પ્રકાશના સંસર્ગથી આપણો પ્રકાશ પ્રગટે છે અને સ્વમેળે આપણી ગતિ આત્મા તરફ વેગમાં થવા માંડે છે. અને ઈષ્ટ સ્થાને મોક્ષે આત્મા પહોંચી જાય છે. ૫૩. વિભાવદર્શીપણું (વિભાવદર્શિતા) શ્રી.વ. ૯ આત્માની વિભાવદર્શિતા અનાદિ કાળથી ચાલી આવે છે. ભાવ એટલે પદાર્થ. જેની દુનિયામાં (ભૂ.સત્તાયામ્) સત્તા હોય તે બધી જ વસ્તુ આવી જાય, તો વિભાવ કોનો ? અહી છ પદાર્થો-દ્રવ્યો મુખ્યત્વે બતાવ્યા છે પણ તે બધામાં આત્મદ્રવ્ય કિંમતી દ્રવ્ય છે. સૌ સૌના સ્થાને સૌ કિંમતી છે છતાં છયે માં આત્મદ્રવ્ય ઝળહળતા રત્ન જેવું છે. તે છે તો બાકીનાની કિંમત છે. માટે ભાવ એટલે અહીં આત્મા નામનો પદાર્થ, અને એનાથી વિપરીત ભાવપદાર્થ તે વિભાવ. આત્મ દ્રવ્ય સક્રિય છે, નિષ્ક્રિય પડી રહેલાં દ્રવ્યોની કિંમત કાંઈ ગણાતી નથી. સક્રિય એવું આત્મદ્રવ્ય પોતાનામાં જયારે રહે છે ત્યારે તે સ્વભાવમાં છે એમ કહેવાય છે. તે સક્રિય છે એટલે કાં તો સ્વમાં રહે અગર વિપરીત ભાવમાં પોતાનું સક્રિયપણું બતાવે, જયારે પોતાના ભાવને - આત્મદ્રવ્યને છોડીને વિપરીત ભાવ - પદાર્થ - પુગલ આદિમાં તેની સક્રિયતા ઢળે ત્યારે તેની વિભાવ તરફ નજર હોય છે. આ દષ્ટિ તેની મોહાદિના કારણે પ્રગટેલી હોય છે. કેવળ વિભાવદર્શીપણું એ ભવાભિનંદીતાનું સૂચક છે. અનાદિ કાળની ચાલી આવતી પુગલ વાસના (પુગલ તરફ ઢળવાના સંસ્કાર) આત્મ વાસનાને પ્રગટ થવા દેતી નથી. પુદ્ગલ એ જીવથી તદ્ન વિરુદ્ધ લક્ષણવાળું છે. એટલે પુગલ તરફ ઢળવામાં આત્માને કોઈ ભ્રમ થઈ જવાનું કારણ નથી. છતાં મોહવાસિત આત્મા પોતાની સક્રિયતાનો ઉપયોગ જે સ્વમાં-આત્મામાં, સ્વભાવમાં કરવો જોઈએ તે કરી શકતો નથી. વિભાવ તરફ જોવું એ આત્માનું કામ નથી પણ મોહનું કામ છે. મોહ તેનું મુખ તે બાજુ ફેરવી નાખે છે જેથી જે આત્માની પોતાની વસ્તુ નથી તેવા આત્મા સિવાયના પાંચે દ્રવ્ય-અર્થાત્ પુદ્ગલ દ્રવ્ય, જે નિરંતર ચક્ષુદ્વારા પણ અનુભવી શકાય છે અર્થાતું, પ્રત્યક્ષ છે. તેના તરફ જોવાપણું એ તો આત્માનું અસતિત્વ છે. જે પર છે તે બાજુ દૃષ્ટિ કરવાનો સાધકનો અંતર્નાદ Page #77 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ પડી ગયો છે તે તેની પરમાં રમણતા કરવાની ટેવ છે જે આત્માનું અશીલત્વ બતાવે છે. આત્માનો સદાચાર એ જ છે કે પોતાના સ્વ સિવાય કયાંય દેષ્ટિ સુદ્ધાં પણ ન કરવી. કુતુહલ વૃત્તિ જ આ બધા પાપ કરાવે છે, દૂરાચાર સેવડાવે છે વિભાવદર્શિતામાંથી પછી વિભાવદશાને પામે છે અને પર વસ્તુમાં રમે છે - અર્થાત્ તે રમણતા જ આત્માને જડ જેવો બનાવી ભૂલો કરાવે છે અને ભયંકર ભવાટવીમાં રખડાવે છે, માટે વિભાવદર્શિપણું છોડો. સ્વ-ભાવમાં રમો. આત્મનંદિતા પ્રાપ્ત કરો. પ૪. આત્માની અનઘડતા શ્રા.વ. ૧૦ આત્માની અણઘડતા એટલે ઘડતર વિનાનો આત્મા. અનાદીના લાગેલા આત્માના કુસંસ્કારોને દૂર કરવા આત્માનો ઘાટ ઘડવો પડે. તે ઘાટ ગુરૂ ઘડી આપે. આત્માની અનઘડતા શું છે ? તે અનઘડ હોવાથી પોતાની વસ્તુનું પણ તેને ભાન નથી અને પારકી વસ્તુને મેળવવા ફાંફાં મારે છે. પોતાની વસ્તુ-શુદ્ધ સ્વરૂપ તેની ઉપેક્ષા કરી પાંચ ઈદ્રિયો દ્વારા પુદ્ગલ રસ પોષવા તત્પર બને છે. વળી અણઘડ માણસ જેમ બધાં કામ બગાડે છે તેમ અણઘડ આત્મા પોતાના મોક્ષ કાર્યને બગાડે છે અથવા કેવી રીતે આત્માનું મુક્તિપ્રાપક કાર્ય સાધવું એ તેને આવડતું નથી. જ્ઞાની ભગવંતે બતાવેલા તે માર્ગે ચાલવાની સૂઝ પણ તેનામાં હોતી નથી. જયાં સુધી પોતાની વસ્તુ (શુદ્ધ સ્વરૂપ)ને આત્મા જાણતો નથી, જાણીને તેને પ્રગટ કરવા બતાવેલા ઉપાયોને સેવતો નથી ત્યાં સુધી તે અણઘડ છે. માટે જ્ઞાની પાસેથી તેને ઘડવાનો અભ્યાસ કરવો. દુનિયાના બધા જ કાર્યોમાં ચતુર, કુશળ પણ આત્માની બાબતમાં ચતુરાઈનો અભાવ હોય તે જ સાચા અણઘડ છે. તે અણઘડતા દૂર કરવા જ્ઞાનીનું શરણું લો. પપ. સુખનો ઝરો. દ્ધિ.શ્રી.વ. ૧૧ સુખનો ઝરો છે આત્મામાં, તે નિરંતર વહી રહ્યો છે નાડીઓમાં, ઈડા, પિંગલા, સુપુષ્ણા નાડી છે તેમાં તે વહે છે પણ સુખના ઝરાનો અનુભવ આત્માને તો ત્યારે જ થાય છે જયારે સુષુણ્ણા નાડીમાં પવન-પ્રાણની ગતિ થાય છે. સુષુણ્ણા નાડીનું દ્વાર બ્રહ્મરધ છે, ત્યાં આત્માનું કેન્દ્ર સ્થાન છે. આત્મામાં અનંત સુખનો ઉદધિ ભરેલો છે તેના સુખના તરંગો સહસ્ત્રાર ચક્રમાં ફેલાય છે ત્યારે તેમાંથી સુપુખ્ખામાં સુખનો તેનો ઝરો વહેવા માંડે છે. તેમાંથી છ એ ચકોમાં તે ફેલાય છે અને તેમાંથી આત્માના અસંખ્ય પ્રદેશો તે સુખનો અનુભવ કરે છે. આ સુખની અનુભૂતિ કરવા માટે આત્માનું ધ્યાન કરવું જોઈએ. આત્માનું ધ્યાન સુખસાગર સ્વરૂપે ઓળખીને કરવું જોઈએ. તેના માટે સાક્ષાત્ અનંત સુખનો અનુભવ કરી રહેલા પરમાત્માનું આલંબન લેવું જોઈએ. અને ત્યાર બાદ પરમાત્મ સ્વરૂપ આત્માનો અનુભવ થતાં આનંદ-સુખ અને સાધકનો અંતર્નાદ Page #78 -------------------------------------------------------------------------- ________________ શાંતિનો અનુભવ થાય છે, આત્માનું ધ્યાન છ ચક્રમાં કરવાનો અભ્યાસ કરતાં, છ ચક્રનું ભેદન જયારે થાય છે ત્યારે સુપુષ્યાનું દ્વાર ખૂલે છે તેમાંથી કુંડલિની શક્તિ ઊર્ધ્વગમનું કરી બ્રહ્મરન્દ્ર સુધી પહોંચે છે, સહસ્ત્રાર ચકના માથે તે બેસીને પરમાત્મ સ્વરૂપ ધારણ કરે છે. એ વખતે આત્મા પરમાનન્દનો અનુભવ કરે છે. એ જ વાસ્તવિક આત્માનું સુખ છે. કુંડલિની શક્તિ એ આત્માની શક્તિ છે. તે અત્યંત તેજસ્વી છે. આત્માની અખૂટ શક્તિનું તે ભાન કરાવે છે. દરેક આત્મામાં એ શક્તિ પડેલી છે પણ તે જાગ્રત થઈ નથી માટે દરેકને તેનો અનુભવ થતો નથી, જેને જાગ્રત થાય છે તેને તેની તેજસ્વિતાનો તથા આત્માના પરમાનંદનો અનુભવ થાય છે. એ આત્મશક્તિને જાગ્રત કરવા બીજી કોઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી, તમારું આત્મવીર્ય સંપૂર્ણ ફોરવીને તેને ઢંઢોળવાની જરૂર છે. આપણા ઉપયોગમાં જે પરમાત્મ તત્ત્વ રહેલું છે તેની શક્તિનું ભાન થતાં આત્મા પોતાની શક્તિને ઓળખી લે છે અને એકદમ તે (પરમાત્મ તત્ત્વ) તત્ત્વ સાથે અભેદ મિલન કરવા દોડી જાય છે અને પોતાની શક્તિ અને તેમની શક્તિનો એકાકાર થતાં જાગ્રત થઈને ઊર્ધ્વગમન કરી અભેદ મિલનમાં પોતે તે સ્વરૂપ-પરમાત્મ સ્વરૂપ ધારણ કરી છેલ્લા દ્વારે પહોંચીને (સુષુમણા અને સહસ્ત્રાર ચક્રની ઉપર) સ્થિર થાય છે તે વખતે જે પરમાત્મ સ્વરૂપનો અનુભવ કરી આત્મા આનંદ-સ્વરૂપાનંદ પ્રાપ્ત કરે છે તે અવર્ણનીય છે, અખિલ બ્રહ્માંડના નેતૃત્વનો અનુભવ અકથનીય પદ. સ્વભાવમાં સ્થિરીકરણ ભા.શુ. ૯ સ્વભાવ એટલે આત્મભાવ, તેમાં સ્થિર થવું. તે દશા પ્રાપ્ત કરવા માટે પરભાવ તરફનું આકર્ષણ ત્યજવું જોઈએ. પર એટલે આત્મભિન્ન જડ. જડ પદાર્થોમાં આત્મા સિવાયની તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે. આત્માથી ભિન્ન મન, કર્મ પુદ્ગલો, શ્વાસોશ્વાસ, આહાર, ઔદારિકાદિ શરીરો, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો, તેના ગુણો, તેના પર્યાયો, જગતના તમામ દેશ્ય પદાર્થો. જે ઔદારિકાદિ પુદ્ગલ દ્રવ્યના જ પર્યાયો છે. કર્મ પુદ્ગલોના પર્યાયો-જ્ઞાનાવરણાદિ નામને ધારણ કરનારા જે આત્માને સતત પીડી રહ્યા છે. રંગ-બેરંગી સ્વરૂપે આત્માને સ્વનું ભાન ભૂલાવી સુખ-દુઃખનો (બાહ્ય સ્વરૂપના સ્વાંગને ધરનારા સુખ-દુઃખાદિનો) અનુભવ કરાવે છે. આ બધા પદાર્થોમાં જે પર્યાયો છે (ઔદારિકની, કર્મની) તે સર્વ ક્ષણિક છે, પ્રતિ-સમયે પલટાતી છે, માટે જ તેને આધીન-ઓતપ્રોત થનાર જીવ ઘડીક હર્ષ, ઘડીક શોકનો અનુભવ કરે છે. પણ જ્ઞાની તે પ્રત્યેક પર્યાયમાં તેની નાશવંતતાને જુએ છે, તેથી જ્ઞાતાદ્રષ્ટાભાવે તે ક્ષણિક એવા હર્ષ-શોકમાં લીન થતો નથી. આ રીતે પરભાવને જેણે ઓળખ્યો છે અને તેના દરેક ભાવોમાં-ફેરફારમાં જે ઓળખીને જ્ઞાતાદ્રષ્ટા બન્યો છે તેને મન આ એક નજીવી બાલ ચેષ્ટા જેવી વાત હોય છે તેમાં તે રાચતો નથી. અને સદા સાધકનો અંતનાંદ Page #79 -------------------------------------------------------------------------- ________________ તે પોતાના સ્વભાવમાં લીન થવા જ પ્રયત્નશીલ રહે છે. તેણે પોતાનું-આત્માનું સ્વરૂપ ઓળખ્યું છે (શ્રુતજ્ઞાન દ્વારા) તેથી પર વસ્તુમાં તે પરાયાપણાના ભાવથી વર્તે છે. પરની સાથે ચોવીસ કલાકની રમત રમતો હોય છે છતાં જ્ઞાન પ્રકાશ તેને નિરંતર જાગ્રત રાખે છે, એનાથી સાવધ રહેવાનો સ્વભાવટેવ પડી જાય છે અને તે જ જડની સહાય લઈને સ્વ તરફ જવા માટે તલસે છે. ત્યાં જ પોતાની વિભૂતિ દેખાય છે. તે જ સર્વસ્વરૂપે અનુભવે છે. ત્યાં જ સદા સ્થિરતા પ્રાપ્ત કરવામાં આનંદ માને છે. સ્વભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પરભાવનું આકર્ષણ છોડી સ્વભાવનો પ્રેમ લગાડી, તેને પ્રાપ્ત કરવા માટે ધૂણી ધખાવી, પરભાવને યજ્ઞમાં હોમી, સદા સ્વભાવમાં જ મેરૂની જેમ સ્થિર, અચલ થવાના કોડ પૂર્વક નિજ સ્વભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરવી. તે સ્થિરતા જ અંતે પરમ પદ તરફ લઈ જશે અને અનંત અવ્યાબાધ પરમ સુખનો વિલાસી આત્માને બનાવશે. પછે. અનાહત નાદની અનુભૂતિ ભા.સુ. ૧૦ અનાહત-નાદ એટલે અવાજ જે બે વસ્તુના અથડાવા સિવાય થાય છે. અર્થાતુ પુદ્ગલનો પુદ્ગલ સાથે અથડાવાથી અવાજ થાય છે તે આહત નાદ. તે સિવાય અથડાવા સિવાય આત્મામાંથી જે નાદ ઉત્પન્ન થાય છે તે અનાહત નાદ, આત્મામાં આ નાદ નિરંતર ચાલુ જ છે. તેને કોઈ વિરલા જ સાંભળી શકે છે. આહત નાદનો ઘણો ઘોઘાટ ચાલુ છે તેથી તે સાંભળી શકાતો નથી. એ ઘોંઘાટ જેની બાહ્યભાવની વૃત્તિ છે તેને અનાહત નાદ સાંભળવામાં ડખલગીરી કરે છે. જેણે બાહા ભાવ ત્યજયો છે, આંતરભાવને નિહાળ્યો છે, અને તેમાં રસ જમાવતા નિજ વૃત્તિ તદાકાર પામી છે, તેને પેલો ઘોંઘાટ કાંઈ અસર કરતો નથી. એ ઘોંઘાટ અનાદિના બાહ્યભાવ તરફના ઢળાવને લીધે ઉત્પન્ન થયો છે. તે ભાવને ત્યજવા આંતરભાવ તરફ ગતિ બદલવી જોઈએ. આંતરભાવનો આખો ઢળાવ જયારે સહજાનંદ સ્વરૂપ આત્મદેવ તરફ છે ત્યારે આત્મદેવ આપણો આંતરભાવ મળતાં હર્ષિત થાય છે. તેના હાસ્યનો આ રણકાર છે. અનાહત નાદ, આ અનાહતનાદની અનુભૂતિ આંતરભાવના અનુપમ મિલનને પામેલો આપણો આત્મા કરી શકે છે. તે અનુભૂતિનું સુખ તો તે નાદને સાંભળનાર જ કરી શકે પણ તેનું સ્વરૂપ વિલક્ષણ છે. આ જગતના કોઈ પદાર્થ સાથે સરખાવી શકાય તેમ નથી. પણ એ છે આત્માનંદનો વહેતો ઝરો છે તેમાંથી ઊડતા કણોની અનુભૂતિ છે. જો આત્માને જોવામાં અર્થાત્ આત્મદર્શનમાં પણ આખું જગત અને તેની માયા ભૂલાઈ જાય તો તેના (આત્માના) અનુભવમાં, અર્થાત્ આત્માનુભૂતિમાં તો કેવો અલૌકિક આનંદ ભોગવી શકાય ! આ નાદ પણ આત્માની અનુભૂતિના આનંદનો જ છે. હવે પ્રશ્ન એ રહ્યો કે આવી આત્માની અનુભૂતિ થાય કેવી રીતે? કેવળ લૌકિક જીવવામાં તે થાય? આત્મા એ લોકોત્તર પદાર્થ છે. તેને પ્રાપ્ત કરવા માટે લોકોત્તર જીવન જીવવું પડે. ભગવાને એટલા માટે જ તેની પ્રાપ્તિનો માર્ગ લોકોત્તર જ બતાવ્યો છે. તે માર્ગ લોકોના કેવળ વ્યવહાર-જીવનમાં ન દેખાય, પણ આધ્યાત્મિક જીવનમાં મળી શકે. મિથ્યા પ્રવૃત્તિઓ ત્યજીને કેવળ આંતરમનને આત્મા તરફ જ દોરવું સાધકનો અંતર્નાદ Page #80 -------------------------------------------------------------------------- ________________ પડે. જેમાં આત્માનું મહત્ત્વ ન હોય, તેની યાદ ન હોય તેવી કોઈ પ્રવૃત્તિ લોકોત્તર બની શકશે નહિ. મુખ્યત્વે આત્માને જ ભજવાનો છે, સેવવાનો છે. તેની સેવાથી જ બાહ્ય ભાવનો ઘોંઘાટ ઓછો થશે ત્યારે આંતરમનમાં થતો સૂક્ષ્મ રણકાર (આત્માનો) સંભળાશે. અનાહતનાદ સૂક્ષ્માતિસૂક્ષમ છે, તે બાહ્ય કર્મોથી ન સંભળાય, તેને સાંભળનાર કર્યો પણ આંતરિક છે. તે કર્યો છે આંતર-સૂક્ષ્મમનઉપયોગ. તે જ આ સૂમનાદ સાંભળે છે અને આત્મા તેની અનુભૂતિ કરે છે. તે જ છે આત્માનંદની અનુભૂતિ. ૫૮. અજ્ઞાનનો ભૂતકાળ અને અજ્ઞાનનું ઉલેચવું તથા જ્ઞાનનું સ્થિરીકરણ ભા.શુ. ૧૩ આ જીવને અજ્ઞાનનો ભૂતકાળ અનંતો ગયો છે. અર્થાતું, અજ્ઞાનનો ભૂતકાળ અનંતો છે, એ ભૂતકાળનું સ્મરણ કરવા આપણી નિગોદથી માંડીને અત્યાર સુધીની અર્થાતુ, જ્ઞાન ન પામ્યા ત્યાં સુધીની અવસ્થા સંભારીએ તો આ જીવે અજ્ઞાનદશામાં શું શું નથી કર્યું? તે કલ્પી શકાય તેમ નથી. અનંતા ઉપકારી એવા પંચ પરમેષ્ઠિની આશાતના, અનાદર તથા આપણા બંધુ સકલ જીવરાશિને પીડા, તિરસ્કાર, દુઃખ, ત્રાસ, સંકટ વગેરે કરવામાં અજ્ઞાનનો ભૂતકાળ આ જીવે વિતાવ્યો છે. તે અજ્ઞાન છે તે અંધકાર છે, અંધકાર ઉલેચ્યો ઉલેચાય તેમ નથી, તેમ અજ્ઞાનની પણ તે જ દશા છે આપણને અજ્ઞાન ખટકે પછી તેને ઉલેચવા માંડીએ તો પાર આવે તેમ નથી. કારણ કે અનંતકાળથી તે છે તે કેમે ય ઉલેચાય નહિ તેને ઉલેચવા માટે જ્ઞાનનું એક જ કિરણ બસ છે. કારણ કે તેનું એક કિરણ પણ હજારો સૂર્યથી પણ અધિક પ્રકાશમાન છે. તે અનંતા અજ્ઞાનરૂપી અંધકારને ઉલેચી નાખે છે. તે જ્ઞાન અનંતા ભવે પુરુષાર્થ કરતાં-કરતાં કોઈ ભવિતવ્યતાના યોગે જ્ઞાની ગુરુનો યોગ મળતાં યોગાવંચક દશાને પામેલા જીવને ચરમાવર્તમાં મળે છે. ગુરુકૃપાને પામેલો જીવ જ્ઞાનદશામાં વર્તતો સકલ જીવરાશિના હિતને ઈચ્છતો, કોઈ પણ જીવને પીડા આદિ નહિ આપવાની પ્રતિજ્ઞાપૂર્વક જીવન વ્યવહાર ચલાવતો, અલ્પકષાયી જીવ અજ્ઞાનને ઉલેચવા જ્ઞાનનાં કિરણો પ્રસારતો જીવે છે ત્યારે અનંતુ અજ્ઞાન ઉલેચાઈ જાય છે. અને ગુરુની સેવા-આજ્ઞાબદ્ધ જીવન જીવતાં તેનામાં સજ્ઞાનનું સ્થિરીકરણ થાય છે. જ્ઞાનનું સ્થિરીકરણ થવાથી, સ્વ-પર ઉપકાર-હિત કરતો તે અનંતકાળના સ્થગિત દોષોનું એક ક્ષણમાં જ મૂળથી ઉમૂલન કરી પોતે પરમાનંદ સ્વરૂપ મુક્તિ પદને પામે છે અને અનેક જીવોને તે સ્વાદ ચખાડે છે. પ૯. સુમતિની પટુતા અને મૈત્રીની પ્રભાસતા ભા.. ૧૪ સુમતિ તે આત્માની સાથે રહેનારી સહવાસિની છે અને સદા તેનું રક્ષણ કરનારી છે પણ જયારે આતમદેવ પરઘરમાં રમવા જાય ત્યારે તે દૂર ખસી જાય છે, અહીં એ પોતાની હોશિયારી વાપરે છે. જો તે વખતે પણ સુમતિ સાથે રહે તો તેને પણ કાળો ડાઘ લાગ્યા વિના રહે નહિ. પરઘરમાં આત્મા સાધકનો અંતર્નાદ Page #81 -------------------------------------------------------------------------- ________________ સાથે કુમતિ હોય છે એટલે તે વખતે સ્વામીથી દૂર ખસેલી સુમતિ પોતાની પટુતાથી કુમતિને દૂર ખસેડવાના પ્રયત્ન કરે છે. તેની પટુતા એ છે કે દૂર રહેલી સુમતિ પોતાનું સ્વરૂપ આતમદેવને દેખાડ્યા કરે છે અને આતમદેવની તેના ઉપર નજર પડતાં વળી તેના પર મોહિત થતાં સ્વઘરમાં આવે છે. સુમતિ પોતાનું સ્વરૂપ એ રીતે દેખાડે છે કે જગતના સર્વે જીવો સમાન છે, સત્તાએ સિદ્ધ સ્વરૂપી છે, “આત્મવત્ સર્વભૂતેષુ” પોતાના આત્મા સમાન જગતના સર્વ જીવોનું દર્શન કરો જેથી મૈત્રીનો પ્રકાશ આત્મામાં થાય પછી (પરજડ) પરઘરમાં જવાનું મન નહિ થાય. એ ઉદ્દેશથી દૂર રહેલી સુમતિ પટુતાથી પોતાનું સ્વરૂપ દેખાડીને આત્મદેવને કુમતિને ત્યજવાનું મન થાય તેમ કરે છે અને પાછા સ્વઘરમાં આવી જાય છે ત્યારે સુમતિ તેનો સંગ છોડતી નથી. સુમતિનું સ્વરૂપ છે મૈત્રીની પ્રભાસતા અને મૈત્રીભાવનું ભાન કરાવી તેનો પ્રકાશ. (જગત, જિન, આત્મા આ ત્રણેના એજ્યને પામેલો આત્માને સ્વઘરમાં રમાડે છે.) ૬૦. નવકાર છંદ રણને નવપદ અંગ ભા.વ. ૧ નવકારમાં મુખ્ય છંદ નમો છે. તે આત્માનો ગુણ છે. ધર્મનો પ્રારંભ નમોથી થાય છે અને અંત પણ નમોમાં જ છે. પ્રારંભમાં નમવુ એટલે કર જોડવા, મસ્તક નમાવવું, અંતે નમવું એટલે પરિણમવું. કોને નમવું ? અરિહંતાદિ પંચ પરમેષ્ઠિઓને અને શેમાં પરિણમવું ? કોણ પરિણમે ? આત્મા પંચપરમેષ્ઠિઓમાં પરિણમે. પરિણમે એટલે તદ્રુપ બને, તદાકાર બને, તન્મય બને અને છેલ્લે તે સ્વરૂપને ધારણ કરે. નમો-નમસ્કાર કરનાર આત્મા છે. તેથી નમો પદ નિશ્ચયવાચક છે. અરિહંતાદિ પાંચે વ્યવહારવાચક છે. જયારે આત્મા નમો દ્વારા તત્ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તે પદો નિશ્ચય સ્વરૂપ બને છે. આત્માનો ગુણ નમો છે પરંતુ પ્રારંભમાં અહંકારાદિ મોહના કારણે તે ગુણ અવરાયેલો હોવાથી તે ગુણનું દર્શન થતું નથી. અંતે તો તે પોતાના સજાતીય તત્ત્વમાં જ મળી જવા તલસે છે અને છેવટે તેમાં પરિણમીને જ જંપે છે અને ત્યારે જ પોતાના સાચા સુખને પામીને આનંદ-વિભોર બને છે. વિભાવ સ્વરૂપ અંહકારાદિમાં તે દુઃખથી પીડાતો જ હોય છે. તેમાં તેને ચેન પડતું નથી માટે તે, તે વખતે સુખના ફાંફા મારતો હોય છે પણ અજ્ઞાન અને મોહને આધીન હોવાથી તે અહંકારનું પોષણ થાય તેવા જ ઉપાયો શોધે છે અને તેનું પોષણ થાય તેવા બનાવોમાંથી કાલ્પનિક સુખ મેળવી ક્ષણિક શાંતિ અનુભવે છે અને દ્વિગુણિત ફોર્સમાં અહંકાર ઉછળે છે અને દુઃખની ખીણમાં પટકાય છે. તે માટે આ રાંક, પામર જીવને નવકાર એ ચિંતામણિથી અધિક, અમૃતથી પણ કંઈક ઘણો અને કામકુંભ કલ્પવૃક્ષ કરતાં પરમ શાતા અર્પનાર મહાન ઔષધ છે. નમોના પરમ અંતને પામેલા પાંચ પરમેષ્ઠિઓના આલંબને નવકારના મુખ્ય છંદ નમોને સાધવાથી પરમ સમાધિને પામી શકાય છે. નવકારમાં પંચ પરમેષ્ઠિઓને નમસ્કાર છે, તે છંદ છે, બાકીના ચારે પદો પણ તે છંદ તુલ્ય સાધકનો અંતર્નાદ 61 Page #82 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા રૂપે છે. તે આ પાંચે પદોને શોભાવનાર છે. જેમ દેવળ શિખરથી શોભે તેમ. નમો છંદ છે અને એ પાંચેને કરેલો નમસ્કાર તેમાં નમસ્કર્તા અને નમસ્કરણીયનો અભેદ છે. વચ્ચે રહેલો નમસ્કાર તે છંદ તુલ્ય છે. સર્વ પાપનો નાશ કરનાર પણ નમસ્કાર છે. ત્યાં નિમિત્તને-હેતુને પામેલો નમસ્કાર છંદ તુલ્ય છે. સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે કોણ ? નમસ્કાર મંગલના હેતુને પામેલો નમસ્કાર તે નવકારમાં છંદ તુલ્ય છે. હવે નવપદ અંગ તે શું છે ? નવપદનું મુખ્ય અંગ આત્મા છે, નવે પદોના નવ અંગ છે તેમાં પાંચ પરમેષ્ઠિ અને ચાર ગુણનો સમાવેશ છે. પાંચે પરમેષ્ઠિ તે આત્માનાં જ સ્વરૂપો છે અને ચાર ગુણ તે આત્માના જ ગુણ છે. આ રીતે નવપદનું મુખ્ય અંગ આત્મા છે અને પાંચ પરમેષ્ઠિ અને ચાર ગુણ એ નવે આત્મામાં સમાઈ જાય છે. એક સાધુ પદમાં ચારે પદોનો સમાવેશ અને સાધુ પદમાં ચારે ગુણનો સમાવેશ થાય છે. સાધુ તે જ ઉપાધ્યાય બને છે, આચાર્ય બને છે, અરિહંત બને છે અંતે સિદ્ધ બને છે. સાધુ દર્શનસ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, ચારિત્ર સ્વરૂપ, તપ સ્વરૂપ આત્મા છે. માટે નવેપદનું એક અંગ આત્મા નિશ્ચયથી છે. નવેપદના નવ અંગ અરિહંતાદિ વ્યવહારથી છે. ૬૧. નવકાર અને નવપદની ભિન્નતા અને અભિન્નતા દિ.ભા.વ. ૧ નવકાર એ મહામંત્ર છે અને નવપદ એ યંત્રરૂપે ગોઠવાયા છે. મહામંત્રનો જપ અને નવપદનું ધ્યાન યંત્રરૂપમાં કરવાનું હોય છે. નવકાર અને નવપદમાં ભેદાભેદતા છે. ભિન્નતા એ રૂપે છે કે નવકાર મહામંત્રના ૬૮ અક્ષર શાશ્વત છે. નવપદ મહાયંત્રનો પૂર્વોમાંથી ઉદ્ધાર કરવામાં આવ્યો છે. નવકારમાં નવપદ છે પણ પહેલા પાંચ પદમાં પાંચ પરમેષ્ઠિને નમસ્કાર છે. છેલ્લાં ચાર પદ ચૂલિકારૂપે તેના ફળને કહેનારા છે. નવપદમાં પ્રથમ પાંચ પદોમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર છે છેલ્લાં ચાર પદોમાં ગુણોને નમસ્કાર છે. નવકારમાં પાંચે પરમેષ્ઠિઓની આરાધના અક્ષરદેહથી કરવાની હોય છે, નવપદમાં તેમની સ્થાપનાથી કરવાની હોય છે. તે દ્વારા તે તે પદની આરાધના ધ્યાન દ્વારા કરવાથી અભેદ ધ્યાન સિદ્ધ થાય છે. નવકારના ૬૮ અક્ષર સ્વરૂપ મહામંત્રના જપ દ્વારા ચિત્ત શુદ્ધિ થતાં આત્મામાં જ્યોતિ પ્રગટાવવાની હોય છે. આ રીતે બંનેમાં ભેદ છે. અને બીજી રીતે જોતાં બન્ને એક જ છે. નવકારમાં અને નવપદમાં પાંચ પરમેષ્ઠિઓની જ આરાધના છે. નવકારમાં ચાર ગુણ પાંચ પરમેષ્ઠિઓમાં અંતર્ગત લીધા છે, નવપદમાં છૂટા સમજાવ્યા છે. નવકારમાં ચૂલિકા નમસ્કારના ફળ સ્વરૂપ બતાવી છે, નવપદમાં તે પંચપરમેષ્ઠિમાં અંતર્ગત છે આ રીતે તે બન્નેનો અભેદ છે. સાધકનો અંતર્નાદ 62 Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૨. જ્ઞાનસુરભિા ભા.વ. ૩ જ્ઞાન સુરભિ = જ્ઞાનની સુગંધ. આત્માના અનંત ગુણો છે. તેમાં જ્ઞાન ગુણ મુખ્ય છે. અનંત ગુણનો આસ્વાદ જ્ઞાન ગુણથી મળે છે અને અનંત ગુણમાંથી જ જ્ઞાનની સુગંધ મહેંકે છે. વ્યવહારમાં પણ જ્ઞાન દ્વારા જ બધા ગુણો ઓળખાય છે. એટલે તે ગુણોમાં પણ જ્ઞાનની જ હેંક હોય છે. જ્ઞાન સિવાય જીવ જડ જેવો છે નર પશુ સરીખો છે. આ બધી વાતો પરથી નક્કી થાય છે કે જ્ઞાન તો જયાં હોય ત્યાં ચારે બાજુ તેની સૌરભ પ્રસરાવે છે તે કયાંય છાનું રહેતું નથી. જ્ઞાનના ઘણા પ્રકાર વ્યયવહારથી પડે છે તે બધામાં પણ સૌરભ હેંકે છે. તેનું કારણ આખા વિશ્વમાં જે કાંઈ કિંમત છે તે જ્ઞાનની છે લોકોને આકર્ષણ છે તે શેનું છે? તે જયાં હોય ત્યાં વાતાવરણને મઘમઘતું બનાવી દે છે. જે કાંઈ કલેશ, ઝગડા, કંકાસ, કુસંપ હોય છે તે કાંઈ જ્ઞાનનો બદલો નથી, જ્ઞાન તો વાતાવરણને પ્રફુલ્લિત જ બનાવે. ભલે પછી તેમાં સમ્યકત્વ આવવાની વાર હોય પણ તે પહેલાં માર્ગાનુસારીતા વગેરે ગુણોમાંથી જ્ઞાન દ્વારા સુગંધી ફેલાય છે અને વાતાવરણને સૌમ્ય બનાવી દે છે. જયાં કલેશાદિ છે ત્યાં ભલે સ્વાંગ સંગત્યાગનો હોય પણ અજ્ઞાનના ખાબોચિયામાં જ તે આળોટતા હોય છે. જ્ઞાન એટલે વિવેક-સાચા ખોટાની વહેંચણી કરવાની એક શક્તિ છે. એ શક્તિ જ તે પ્રદેશને સુગંધિત બનાવી દે છે. જીવનની પ્રત્યેક ક્ષણને સુગંધિત બનાવવા માટે જ્ઞાનોપયોગ સ્થિર રાખવો જોઈએ અથવા દરેક કાર્યમાં ઉપયોગ મૂકી સાચા ખોટાની વહેંચણી કરી પછી જીવનમાં અમલી બનાવવાથી વાતાવરણ સુગંધીથી મહેકી ઊઠશે. આપણને ધર્મ સત્તા તરફથી જ્ઞાન રૂપી અમૂલ્ય ખજાનો મળ્યો છે તેને સાચવી રાખવો જોઈએ અને તેની સુગંધીમાં તરબોળ બની તેમાં લીન બની સુખનો અનુભવ કરવો જોઈએ પણ તેને જયાં ત્યાં ફેંકી અથવા અયોગ્ય સ્થળે વાપરી તેને મલિન ન બનાવવું જોઈએ. તેની કિંમત-કદર થવી જોઈએ. આવી અમૂલ્ય વસ્તુને કે જે નિરંતર ગુણોરૂપી પુષ્પોની સુગંધ જ ફેલાવે છે પરંતુ ગટર જેવી દુષ્ટ વાસનાઓ-પાંચે ઈદ્રિયોના વિષયો અને જીવ અને જડ ઉપરના દ્વેષ અને રાગ કરીને તેમાં જ્ઞાનને ફેંકી દુર્ગધથી વાસિત કરી તેની કિંમત ઘટાડવી ન જોઈએ. આપણને સુખી બનાવનાર ઉપકૃત કરાયેલા આપણાથી તેને જયાં ત્યાં ફેંકાય નહિ. હવેથી પ્રભુએ બતાવેલા માર્ગે રહી, જ્ઞાનનો સદુપયોગ કરી તેની સુગંધી આત્મ પ્રદેશોમાં ફેલાવો અને આપણી આજુબાજુ રહેનારને પણ તે સુગંધીનો આસ્વાદ લેવા ધ્યો અને સુખનો અનુભવ કરાવો. સાધકનો અંતર્નાદ b૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૩. તત્ત્વકુંભ મિ.વ. ૪ જૈનશાસનમાં તત્ત્વો નવ બતાવ્યા છે, પણ તે બધા તત્ત્વો જેમાં રહેલા છે એવો કુંભ સ્વરૂપ આત્મા છે. આત્મા તત્ત્વકુંભ છે. તત્ત્વોનો આધાર આત્મા છે, બધાં તત્ત્વો આત્મામાં ભરેલાં છે. કુંભમાં જેમ જલધારણ શકિત છે તેમ આત્મામાં બધાં તત્ત્વોને ધારણ કરવાની શક્તિ છે, માટે જ તેને કુંભની ઉપમા આપવામાં આવી છે. આમ ટૂંકમાં જગતમાં બે જ તત્ત્વો છે, જડ અને ચેતન. જડ અક્રિય છે, ચેતન સક્રિય છે. જડમાં જે સક્રિયતા દેખાય છે તે ચેતનના સંબંધથી છે. અક્રિયની જગતમાં કોઈ કિંમત નથી. જો ચેતન ન હોય તો વિશ્વમાં જડ એકલું શું કરી શકે? જડ ન હોય તો પણ ચેતન એકલું પણ સક્રિયપણે પોતાનું કાર્ય કરે જ છે. સિદ્ધાત્માઓને નિરંતર જ્ઞાનોપયોગ, દર્શનોપયોગથી વિશ્વને જોવા, જાણવાની ક્રિયા ચાલુ જ છે. દેશ્ય જડ જેટલું છે તે બધું પણ ચેતનની ક્રિયાથી જ બન્યું છે. ચેતન જ તેનો જન્મદાતા છે અથવા તેણે જ આ દૃશ્ય જગત ઉત્પન્ન કર્યું છે. પણ આપણે તેને ઉત્પન્ન કરનારને ઓળખતા પણ નથી. કુંભમાં રહેલા પદાર્થને જોઈએ છીએ, તેની કિંમત આંકીએ છીએ અને તે પદાર્થને આધાર આપનાર તરફ દુર્લક્ષ કરીએ છીએ, કદર કરતા નથી. તત્ત્વકુંભ એટલે સારભૂત પદાર્થોનો જેમાં સંગ્રહ છે. એવો કુંભ કયો? નમસ્કાર મહામંત્ર. તેમાં પણ એક દૃષ્ટિએ વિચાર કરતાં જવાબમાં આત્મા જ આવે છે. પાંચ પરમેષ્ઠિ-પરમ આત્મ સ્વરૂપ છે. તેમાં બે તો કર્મકલંક રહિત શુદ્ધાત્મા છે. ગુરુપદે રહેલા છે તે પણ પરમ આત્મ સ્વરૂપની ઝાંખી કરાવે તેવા પરમ પદે રહેલા પરમેષ્ઠિ ભગવંતો છે. તેથી નમસ્કાર મહામંત્રનું સ્વરૂપ, પરમેષ્ઠિ સ્વરૂપ પરમ આત્મા જ છે. એટલે તત્ત્વકુંભ છે આત્મા. વળી તત્ત્વકુંભ એ પ્રવચન પણ છે. કેમકે પ્રવચન વિતરાગ પરમાત્માની વાણીનાં તત્ત્વભૂત-સારભૂત છે તે સાર પ્રવચનરૂપી કુંભમાં રહેલો છે. માટે તત્ત્વકુંભ પ્રવચન છે. પરમાત્મા અને તેમનું આગમ અભેદ છે તેથી સારાંશમાં તત્ત્વકુંભ પરમાત્મા છે. સંઘ પણ તત્ત્વકુંભ છે. કેમ કે સંઘ તે તત્ત્વોને ધારણ કરનારો છે. તત્ત્વએ શાસનના સારભૂત છે તત્ત્વ-પ્રવચન તેને માનનાર સંઘ છે. સંઘ એ ઉચ્ચ કોટિના આત્માઓનો સમુદાય છે માટે તત્ત્વકુંભ આત્મા છે. તેને જ સેવો, તેને જ પૂજો, તેને જ ધ્યાવો તેને જ શરણે રહીને તે કુંભના સ્વરૂપને પ્રગટાવો. ૬૪. સુમતિનું સૌભાગ્યો ભા.વ. ૫ આત્મદેવ જયાં સુધી સ્વઘરમાં છે ત્યાં સુધી સુમતિનું સૌભાગ્ય ટકે છે. આત્મા પરભાવમાં જાય છે ત્યારે સુમતિનો આત્મા સાથેનો સંબંધ વિલીન થવાથી તેનું સૌભાગ્ય નાશ પામે છે. સુમતિ આત્માના પક્ષમાં રહેનારી, સુકુલિણી, આત્માની સહચારિણી છે. આત્મા પરઘરમાં રમે એટલે તેના સાધકનો અંતર્નાદ Page #85 -------------------------------------------------------------------------- ________________ પોતાના પતિ આત્મદેવનો વિયોગ થાય છે એટલે સુમતિનું સૌભાગ્ય ચાલ્યું જાય છે. તે પોતાનું સૌભાગ્ય જાળવવા નિરંતર પતિની સેવામાં હાજર રહે છે પણ અનાદિ કાળની તેની અવળી ચાલના કારણે તે તેની આંખ આંજીને ગુપ્ત રીતે કુમતિની સોબતમાં પડે છે અને પર ઘરમાં ક્રીડા કરે છે અને સુમતિનું પોતાનું સૌભાગ્ય ખંડિત થાય છે. સુમતિ ધર્મરાજા પાસે ફરિયાદ કરે છે એટલે કર્મ સિપાઈ આત્માને ધર્મરાજા પાસે લાવે છે. જવાબ માગે છે ત્યારે તેને પરસેવો છૂટી જાય છે અને વિચારે છે કે નાટકની આ બલા મેં ઊભી કરી છે. હરેક પળે મારી સાથે રહીને રક્ષા કરનાર સુમતિને મેં છેતરીને આ માર્ગ લીધો પણ એમાં કાંઈ સુખ તો છે નહિ અને ઉપરથી ઉપાધિ ઊભી કરી છે. ધર્મરાજા પાસે માફી માંગીને સુમતિના સૌભાગ્યને અખંડિત રાખવા પણ લે છે અને હવે કદી પરઘરમાં જવું નહિ એવા નિશ્ચય સાથે સુમતિની સહાયથી ક્ષપક શ્રેણિ આરોહણ કરી સદાને માટે સ્વઘરમાં રમવાનું સ્થાન છે ત્યાં પહોંચી જાય છે અને સુમતિનું સૌભાગ્ય અખંડ બને છે. ૫. આત્મ ભગવત્તા ભા.વ. ૬ આત્મા કર્મના બંધનથી બંધાયેલો છે, તેના આવરણથી જેની તેજ-નિર્મળતા ઢંકાઈ ગઈ છે તેથી તેની ભગવત્તાનાં દર્શન થતાં નથી. પણ આત્મા છે તો ભગવાન, ભગવતભાવ તેમાં સ્થિર જ છે. આવરણો તો અસ્થિર છે. તે ચાલ્યાં જાય એટલે તરત જ પુરબહારમાં આત્માનું તેજ ખીલી ઊઠે છે અને પોતાની ભગવત્તાનો પ્રકાશ પથરાઈ જાય છે. કેમ કે આત્મા પોતેજ જ્ઞાનના તેજ પુંજ રૂપ છે. તેનામાં ભગવભાવ છે માટે જ પોતાની ભગવત્તાને તે ઝંખે છે. પણ અજ્ઞાનથી બાહ્યભાવમાં ભગવત્તાને ખિલવવા પ્રયત્ન કરે છે. ત્યાં તે ગોથાં ખાય છે. ક્ષણિક મહત્ત્વ મળે તો આનંદવિભોર બની જાય છે. પાછો પડે એટલે શોકાતુર થઈ જાય છે. આત્મામાં ભગવત્તા દરેક દર્શનોમાં છે કે જેથી તેના ઉપર અનેક પુસ્તકો લખાય છે, તેના માટે જ વાદ, વિવાદ, ચર્ચા ચાલે છે. પણ સાચી ભગવત્તા અનેકાંતસ્યાદ્વાદથી સમજાય છે. શરીરધારી આત્મામાં પણ ભગવત્તા ઢંકાયેલી છે તે માનવાથી રાગ દ્વેષનાં તોફાનો શાંત થઈ જાય છે. હકીકત જે છે તેને છૂપાવી શકાતી નથી. શરીરધારી આત્મા તે કર્માદિ દેહાદિથી છૂટી સ્વતંત્રતા ઈચ્છે છે એ જ તેની અંદર રહેલી ભગવત્તા બતાવે છે. એ જયારે પોતાની ભગવત્તાને સંભારે છે અને તેને મેળવવા પ્રયત્નશીલ બને છે તેમાં જેટલા અંશે સફળતા મળે છે તેટલા પ્રમાણમાં તે આનંદમાં મસ્ત હોય છે. ક્ષાયોપથમિક પણ પોતાના ગુણોનો આનંદ ભોગવે છે. કેમકે ગુણ માત્ર તે પોતાની સંપત્તિ છે તે સંપત્તિનો માલિક પોતે ભગવાન-સ્વામી છે. પણ તે જવાના સ્વભાવવાળી હોય છે એટલે તેમાં તેને સંતોષ નથી, તે હંમેશાં ક્ષાયિક ગુણ સંપત્તિ મેળવીને સ્વતંત્ર સ્થાયી બનવાને ઈચ્છે છે અને એ જ તેની સદાની સ્થિર સંપત્તિથી સાચો સ્વતંત્ર બની શકે છે, અને ભગવદ્ભાવને માણી શકે છે. સાધકનો અંતર્નાદ 65 Page #86 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મામાં ભગવત્તાનાં દર્શનથી પોતાની ભગવત્તા સાંભરે છે અને તેમના આલંબનથી પોતામાં રહેલી ભગવત્તા ગુણ ખજાનો મેળવવા પ્રયત્ન કરે છે. માટે આત્મ ભગવત્તાને હંમેશાં ઝંખો, તેમાં રમો અને તેને સ્વાધીન બનાવીને જંપો. ૬૬. ઉપયોગની ઓળખાણ ભા.વ. ૭ ઉપયોગ એક નિર્મળ અરીસો છે તેમાં આખું જગત પ્રતિબિંબિત થાય છે. તે જગતને જોનારો આત્મા છે. પણ ઉપયોગ રૂપી અરિસામાં પ્રતિબિંબિત થયેલું જગત કયારે દેખાય ? જોનારો તો બેઠો છે. પણ અરિસો મલિન હોય તો તેમાં પ્રતિબિંબિત વસ્તુ ન દેખાય તેમ ઉપયોગ મલિન હોય તો પ્રતિબિંબિત જગત ન દેખાય. ઉપયોગને મલિન કરનારો પણ જગતને જોનારો જ છે તે પોતે ભાન ભૂલો બની રાગ, દ્વેષ, મોહને આધીન બને અને પરિણતિ બગડે એટલે તે અરિસામાં મોટા મોટા ડાઘ પડે છે તેથી યથાર્થ વસ્તુ ન દેખાય. ઉપયોગ જેમ મલિન હોય તો વસ્તુ ન દેખાય તેમ અસ્થિર હોય તો પણ શુદ્ધ વસ્તુ યથાર્થરૂપે ન દેખાય. જો કે ઉપયોગનો સ્વભાવ અસ્થિર નથી. મનની ચપળતાના કારણે ઉપયોગ અસ્થિર થાય છે, કેમકે ઉપયોગ જે આપણે અનુભવીએ છીએ તે તો મનની જ સૂક્ષ્મ અવસ્થા છે. ઉપયોગ તો આત્માના જ્ઞાન દર્શન સ્વભાવરૂપ છે. તેને તો કેવલી ભગવંત અનુભવી શકે. આપણે જે ચિત્તઉપયોગ મૂક્યો ધ્યાન દોર્યું વગેરે સમજીએ છીએ તે તો મનને જ તીર્ણ કરીને તે વસ્તુમાં પરોવીએ છીએ ત્યારે આત્મામાં રહેલો જ્ઞાનોપયોગનો સંબંધ જોડાય છે મનની સાથે ત્યારે તે વસ્તુનું જ્ઞાન આત્માને થાય છે. અર્થાતુ, મન એ પુદ્ગલ સ્વરૂપ છે જેમ પાંચે ઈદ્રિયો. તે મનને ઉપયોગની સાથે જોડાવા માટે અતિ સૂક્ષ્મ થવું પડે છે. મનની જેટલી સૂક્ષ્મતા તેટલું ઉપયોગની સાથે તેનું જોડાણ તીવ્ર બને છે. એટલે જ ધ્યાનમાં મનોલય થતાં આત્માનુભવ થાય છે ત્યારે બહારનું કોઈ જ્ઞાન હોતું નથી. અથવા કેવળ ઉપયોગ-જ્ઞાન-મય આત્માને જ અનુભવે છે. આપણે જે ઉપયોગ મૂકયો તેમ વાત કરીએ છીએ તે તો મનને સૂક્ષ્મ કરીને ઉપયોગ સાથે જોડીને વાત પહોંચાડીએ છીએ કે આ તે વસ્તુ છે. અર્થાતુ, બોધ આત્માને એ રીતે થાય છે. એટલે આપણે જે ઉપયોગ સમજીએ છીએ તે તો સૂમ મન છે. તેને અનુભવીએ છીએ. સૂક્ષ્મ મનમાં પડેલા આકાર જોઈએ છીએ. જ્ઞાનોપયોગ સ્વરૂપ આત્મા તે તો મનોલય થતાં અનુભવાય. અર્થાત્ તે ઉપયોગને તો કેવળી ભગવંત જ અનુભવી શકે. આપણને તેનો અનુભવ ન થાય. “જિહાં જેહવી વસ્તુ દેખીએ.”..... તે પણ સૂક્ષ્મ મનમાં પડેલો આકાર છે, તેને ઉપયોગ સ્વરૂપ આત્મા જુએ છે. એટલે તે વખતે તેનો જ્ઞાનોપયોગ તે આકારને પામેલો વ્યવહારથી કહેવાય છે કે આત્મા તે આકારને પામેલો છે. માટે ઘટ રૂ૫ આત્મા વિગેરે કહેવાય છે. પણ આત્મા કે ઉપયોગ તે આકારને પામતા નથી પણ સૂક્ષ્મ મનમાં સાધકનો અંતર્નાદ Page #87 -------------------------------------------------------------------------- ________________ પડેલો આકાર જોનારો તે તદ્રુપતાને નથી પામતો. હા, તે સજાતીય દ્રવ્યમાં તદ્રુપતાને પામી અભેદતાને અનુભવે છે પણ, ‘‘જિહાં જેવી વસ્તુ દેખીએ.''. તે તો વ્યવહારથી આત્મામાં આરોપ કરવામાં આવે છે કે તે વસ્તુનો આકાર આત્મામાં પડવાથી તે આકારને ધારણ કરનારો આત્મા છે. જગતનાં તમામ દશ્યોને જોનારો આત્મા જે પાંચ ઈન્દ્રિયો અને મન દ્વારા છે તેમાં ઉપયોગ તે આકારને પામેલો છે તેમ નહિ પણ મન તે આકારને પામેલું છે અને તે આકારને ઉપયોગ દ્વારા જુએ છે. તે તેમાં એકમેકતાને પામી શકતો નથી. પણ આત્મા પોતાના સ્વરૂપને જોવા મન દ્વારા પ્રયત્ન કરે છે. ત્યારે દેખાતો નથી પણ મન ખસી જાય છે ત્યારે ઉપયોગ સ્વરૂપ આત્મા પોતે પ્રકાશિત થયેલો પોતાનો અનુભવ કરે છે. ૬૭. કર્મ ભોગવે છે, આત્મા બાંધે છે એ શું ? ભા.વ. ૮ તપાદિ અનુષ્ઠાનોથી જીવ પુણ્યને બાંધે છે અને તે દ્વારા સત્તામાં રહેલા અશાતા વેદનીયાદિ કર્મને ભોગવે છે. જીવ કોઈ પણ અનુષ્ઠાન (ધર્મનું) કરે છે ત્યારે બે ક્રિયા કરે છે. કર્મ બંધ અને કર્મની નિર્જરા. આત્મામાં તે અનુષ્ઠાન કરતાં પરિણતિ થાય છે. તે પરિણતિમાં એવી અચિંત્ય શક્તિ છે કે શુભનો બંધ અને અશુભની નિર્જરા થાય છે. નવા શુભકર્મનું આગમન જેટલું પ્રબળ હોય છે તેટલી પ્રબળતાથી અશુભ કર્મો ખરી પડે છે. કારણ કે નવા શુભમાં પરિણિતના બળથી તેવી તાપ આપવાની શક્તિ છે કે પેલો અશુભ કર્મો તેના આવવામાં જ પક્વ થઈ જાય છે અને જયાં આત્મ પ્રદેશો ઉપર પોતાનું સ્થાન જમાવે છે ત્યાં પેલા અશુભ તેના તાપથી પાકેલાં તે જ સમયે ખરી પડે છે. આવી એક અચિંત્ય શક્તિ પરિણતિમાં અર્થાત્ આત્મામાં ઊંડા પડેલા સંસ્કારથી ઘડાયેલી પરિણતિમાં રહેલી છે. એ કહેવાય છે પરિણતિ પણ આત્માથી અભિન્ન છે. ચારિત્ર મોહાદિના ક્ષયોપશમથી ઉઘડેલી આત્માની જ એક શક્તિ છે, તેનું આ બળ છે. આ પરિણતિને લાવવા માટે જ પરમાત્માએ આલંબન માટે તપ, જપ, સંયમ આદિ અનુષ્ઠાનાની યોજના કરી છે. અર્થાત્, પોતાના નિર્મળ જ્ઞાન દ્વારા જોઈને જીવોના હિત માટે આ માર્ગ બતાવ્યો છે. પ્રાથમિક ભૂમિકામાં પરિણતિ, સનુષ્ઠાનો દ્વારા બદલાતી વિકાસને પામે છે અને ક્ષયોમશમ ગુણની પ્રાપ્તિ કરે છે. સાથે શુભ-અશુભ-બંધ-નિર્જરા કરે છે. પણ સાતમા ગુણ સ્થાનક સુધી બાહ્યાનુષ્ઠાનો દ્વારા ઘડેલી પરિણતિ બદલાતી રહે છે. સ્થિર નહિ હોવાને કારણે ક્ષયોપશમ ભાવનો વિકાસ બહુ ટકતો નથી જેથી અશુભ પરિણતને પામીને અશુભનો બંધ અને શુભની નિર્જરા પામે છે. માટે અનુષ્ઠાનોના આલંબન દ્વારા ઘડાયેલી પરિણતિમાં નિશ્ચિત નહિ બનતાં આગળ ધ્યાન શ્રેણિના સાધકનો અંતર્નાદ 67 Page #88 -------------------------------------------------------------------------- ________________ માર્ગે ચાલી ક્ષાયિક ભાવના ગુણને પામે ત્યારે શાંતિનો અનુભવ કરી શકાય છે. તે આઠમા ગુણસ્થાનકથી ક્ષપક શ્રેણિમાં આરોહણ કરનાર જીવ શુકલ ધ્યાન રૂપ અગ્નિથી કેવળ નિર્જરા કરતો અને અનંત અનંત ગુણ-વૃદ્ધિથી કમને બાળી નાખતો, બે ઘડીમાં જ નિરાલંબની આત્મા (કોઈ અનુષ્ઠાનનાદિની આલંબન રહિત) કેવળ સ્વબળે પોતાના ઈષ્ટ સ્થાને પહોંચી જાય છે અને સદા માટે સ્વતંત્રતાને પ્રાપ્ત કરે છે. ૬૮. અગ્નિ બુઝાય છે અને દીપક પ્રગટે છે એ શું ? ભા.વ. ૯ ક્રોધાદિ બુઝાય છે અને જ્ઞાન દીપક પ્રગટે છે. જગતમાં બેની સત્તા ચાલે છે એક મોહરાજાની, બીજી ધર્મરાજાની. જે ધર્મરાજાની સત્તા નીચે છે તે જીવ સુખી છે, અને જે મોહરાજાની સત્તામાં છે તેને મોહ રાજા સુખની લાલચ આપે છે પણ જીવ પામે છે દુઃખ, કેમકે તે સુખમાં ક્રોધાદિ ચાર અગ્નિ પ્રગટ થાય છે જે જીવનો સંસાર વિસ્તારવામાં મુખ્ય ભાગ ભજવે છે. ક્રોધાદિ ચારેય મોહરાજાના પક્ષના મોટા યોદ્ધાઓ છે. તે ધર્મરાજાના પક્ષમાં જતા જીવોને અગ્નિની ખાઈ બનીને અટકાયત કરે છે. પણ જીવ ઉપશમ આદિ પાણીનો ઉપયોગ કરી તેના અંગારાને બુઝાવી દે છે તો આત્મામાં જ્ઞાનરૂપી દીવો પ્રગટે છે. જગતના સર્વ જીવો આ ચારમાં ફસાયેલા છે. જેથી જીવનમાં અજ્ઞાનરૂપી અંધકાર ફેલાઈ ગયેલો છે અને તે કારણે જ મોહની સત્તા નીચે દબાયેલા રહેલા છે. મોહની સત્તા હઠાવીને ધર્મસત્તાને લાવવા માટે આ ચાર જે અગ્નિસ્વરૂપ છેતેને ઉપશમ, સરળતા, કોમળતા, નિરાશસતા આદિથી બુઝાવી દેવામાં આવે તો સફળતા મળે કેમ કે જયાં સુધી ક્રોધાદિ અગ્નિ બુઝાય નહિ ત્યાં સુધી જ્ઞાનરૂપી દીવો પ્રગટે નહિ અને જ્ઞાનરૂપી દીવો પ્રગટે નહિ ત્યાં સુધી અજ્ઞાનરૂપી અંધકાર હઠે નહિ અજ્ઞાનનું અંધારું જાય નહિ ત્યાં સુધી મોહનું તોફાન ઓછું થાય નહિ. ૬૯. વિરતિ રાણી છે અને સર્વવિરતિ દાસી છે એ શું ? ભા.વ. ૧૧ વિરતિ રાણી જો જાગૃત હશે તો સર્વ વિરતિ પાછળ પાછળ સધાવાની જ છે, માટે મહત્તા સર્વવિરતિની નથી પણ વિરતિ રાણીરૂપ પરિણામની છે. આત્મા આઠ કર્મથી બંધાયેલો છે. તેમાં આત્માના જે ચાર મુખ્ય ગુણો છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય તેને આવરનાર ચાર ઘાતી કર્મો છે તેમાં ચારિત્ર ગુણનો આવરનાર મોહનીય કર્મ બધાય કર્મોનો રાજા છે. તે મિથ્યાત્વ, અવિરતિ અને કપાય એ ત્રણેને કર્મથી આત્મા વધારે બંધાય અર્થાતું, આત્માને કર્મરૂપી જેલમાં નાખવા માટે જેલર તરીકે રાખ્યા છે. તેમાંય અવિરતિનું જોર તો એટલું બધું છે કે કૃષ્ણ મહારાજા, શ્રેણિક મહારાજા જેવા ક્ષાયિક સમકિતના ધણી જેમણે મિથ્યાત્વને તો મૂળમાંથી ઉખેડી નાંખ્યું છે અને અનંતાનુબંધી કષાયને બાળી નાંખ્યો છે તેવા મહાન સુભટ મોહની સામે પડેલાને પણ રાંક જેવા બનાવી દે છે અને ગતિરૂપી કેદખાનામાં જીવને પૂરી દે છે. તે અવિરતિને નાશ કરનાર આત્માની વિરતિરૂપી રાણી જ એક બળવાન સાધકનો અંતર્નાદ 68 Page #89 -------------------------------------------------------------------------- ________________ છે અરે ! સર્વવિરતિને વરેલા જીવો પણ જો વિરતિના દાસ ન બને તો ક્ષણવારમાં ભૂમિ ઉપર લોહી વમતા કરી નાંખે છે. સર્વથી પણ વિરામ પામેલો જીવ ભલે શબ્દથી વિરતિ કરતાં મહાન લાગે, ભલે વિરતિને સર્વ વિશેષણ લગાડીને તેને શોભાવી હોય પણ તે તો વિરતિની દાસી છે. વિરતિ રાણી પદે એટલા માટે છે કે સર્વ વિરતિમાં પણ ખૂટતું તત્ત્વ જે પરિણામની ધારા, તે તો વિરતિ જ પૂરું પાડે છે. વિરતિ એ પરિણામ-સ્વરૂપ છે. સર્વ વિરતિ એ બાહ્ય ત્યાગ-સ્વરૂપ છે. માટે બાહ્ય ત્યાગ કરતાં વિરતિરૂપ પરિણામનું મહત્ત્વ જૈન શાસનમાં વધારે છે. જેટલી સર્વ વિરતિની કિંમત નથી તેટલી વિરતિની કિંમત બધે અંકાય છે. સર્વથી (બાહ્યરૂપે) વિરામ પામ્યા પછી પણ જો વિરતિનાં પરિણામ ન હોય તો સર્વવિરતિ પોતાના સ્વરૂપમાં પણ ટકી શકતી નથી. વિરતિ એટલે વિરામ પામવું. શેનાથી ? બાહ્યભાવથી. જે બાહ્યભાવથી વિરામ પામે છે તે જ સર્વવિરતિને સત્યરૂપે વરી શકે છે. માટે વિશેષણથી અલંકૃત વિરતિ તે તો વિરતિ રાણીની દાસીના સ્થાને છે. જો આત્માની અંદર વિરતિ જાગ્રત હશે તો સર્વ વિરતિની સાધના સહજભાવે થવાની જ છે. ૭૦. પરભાવમાં શુદ્ધિ ભા.વ. ૧૨ આત્મા - એ સ્વ અને તેથી ભિન્ન જે જે છે સર્વ પર - પર એટલે આત્મભિન્ન પુદ્ગલ - જડ. તેમાં શુદ્ધિ. તે પરભાવમાં શુદ્ધિ. જો કે જડભાવ - જડ પદાર્થ, તેમાં શુદ્ધિ હોઈ શકે નહિ. પણ જે જે પુગલમાં ઉત્તમ વસ્તુનું આરોપણ કરવામાં આવે છે, અથવા જે જે પુદ્ગલ ઉપર ઉત્તમ વસ્તુનો વાસ હોય છે અથવા આત્માના સાધ્યની સિદ્ધિમાં જે જે પુગલને સાધન બનાવવામાં આવે છે તે બધી વસ્તુ પરભાવ હોવા છતાં આત્માની શુદ્ધિને બતાવનાર - બનાવનાર હોવાથી તેમાં પણ શુદ્ધિ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થાત્, ઉપચારથી પરભાવમાં શુદ્ધિ શબ્દનો પ્રયોગ કરીને તેના પ્રત્યે આદર-બહુમાન દ્વારા તે સાધનને પણ પૂજનીય માની આત્મા તરફનું જ બહુમાન વધારવાનું છે. જગતમાં ઉત્તમ વસ્તુ પંચ પરમેષ્ઠિ છે. તેનો સિદ્ધક્ષેત્રમાં વાસ થવાથી-તે ક્ષેત્રે મોક્ષ થવાથી, તે ક્ષેત્ર પુદ્ગલ સ્વરૂપ હોવા છતાં પંચ પરમેષ્ઠિની જેમ પૂજનીય બને છે. મૂર્તિ પાષાણની છે છતાં તેમાં પંચ પરમેષ્ઠિનું આરોપણ કરવાથી તેને સાક્ષાત્ પરમેષ્ઠિ સ્વરૂપ માની, તેને પૂજીને, આત્મગુણ પ્રગટ કરી શકાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉપકરણો પુદ્ગલ રૂપ હોવા છતાં તે આત્મગુણ પ્રગટ કરવામાં સાધનભૂત હોવાથી તે પૂજનીય ગણાય છે. તે જ તેમાં શુદ્ધિ છે. ૦૧. પ્રભુ ભક્તિ ભા.વ. ૧૩ પ્રભુ ભક્તિ એ મુક્તિની દૂતી છે. મુક્તિ મહેલનાં પગથિયાં ચઢવા માટે ભક્તિ એ પ્રથમ અને અમોઘ સાધન છે. અર્થાતુ, મુક્તિમાં જવા માટે ભક્તિ વિના ચાલી શકે તેમ નથી. કેમકે ધર્મ અનુષ્ઠાનમાં પ્રથમ નમવાનું જ બતાવવામાં આવ્યું છે. નમસ્કાર જ આત્માના સંપૂર્ણ સ્વરૂપને પ્રગટ કરવા સમર્થ સાધકનો અંતર્નાદ 69 Page #90 -------------------------------------------------------------------------- ________________ છે તે પ્રાથમિક ભૂમિકામાં ઈચ્છાયોગનો હોય છે અને છેલ્લે સામર્થ્યયોગનો હોય છે. ભકિતની શરૂઆત નમસ્કારથી થાય છે. પ્રભુ ભક્તિ કરનાર પ્રથમ નમસ્કાર કરે છે પછી તેમનાં ગુણગાન કરે છે પછી તેમાં તલ્લીન, તદ્રુપ, તદાકાર બની. સામર્થ્ય યોગનો નમસ્કાર સિદ્ધ કરે છે ત્યારે અયોગી ગુણસ્થાનક પ્રાપ્ત કરી મુકિતમાં પહોંચી જાય છે. મન ધાતુ પરથી ભક્તિ શબ્દ બનેલ છે. ભજવું, ભજન કરવું, એટલે ગુણગાન કરવા અને આગળ વધતાં તેમની આજ્ઞાનું પાલન કરવું એટલે તેમના વચન અનુસાર વર્તવું. આ જ સાચું ભજન છે, સાચી સેવા છે. તેમનાં વચનોમાં એટલા બધા ભક્તિના આવેશથી તલ્લીન બની જવું કે પ્રભુ, પ્રભુનાં વચનો અને ભકત તેનો ભેદ ભાંગી જાય અને એકાકાર, એકરસમથી ચેતના બની જાય ત્યારે પ્રભુ-પ્રભુ-પ્રભુ હું જ પ્રભુ એમ પ્રભુતામાં લયલીનતા પામી નિજ પ્રભુતાનો અનુભવ-આસ્વાદ માણે. પ્રભુએ બતાવેલા મુક્તિ માર્ગના બધા જ યોગોમાં પ્રભુ ભક્તિ રહેલી છે, પછી તે પ્રભુની સ્તવના રૂપે હોય કે પ્રભુ વચનો પ્રત્યેના આદર,શ્રદ્ધા, બહુમાનરૂપે હોય કે પ્રભુના વચનોના સ્વીકાર રૂપે હોય, અગર પ્રભુ વચન પ્રમાણેના વર્તનરૂપે હોય કે પ્રભુ સેવાના અંતિમ ફળ રૂપે પ્રભુ સાથે તન્મયતા, તદ્રુપતા, તદાકારતા રૂપે હોય કે સદાને માટે અભેદ થઈને તેમની જયોતિમાં જ્યોતિના મિલનરૂપે હોય. મુક્તિને ભક્તિ ઉપર સહજ ભાવે રાગ રહેલો છે એટલે કર્મમુક્ત આત્માની પ્રત્યેક અવસ્થામાં તે ભક્તિને સાથે જ રાખે છે. અને ત્યારે જ તે કર્મના પંજામાંથી એક એક બંધનોને છોડતો પોતાની મુકતાવસ્થા પામી શકે છે. પ્રભુ ભક્તિ નથી તે સર્વ અનુષ્ઠાન શૂન્યરૂપે છે. અર્થાતું, તે અનુષ્ઠાન અનુષ્ઠાનરૂપ કહેવાતાં નથી. માટે જ પોતાની મુક્ત અવસ્થાની પ્રાપ્તિ માટે પ્રભુ જ એક શુભ અમોઘ સાધન છે. તેમનો ઉપકાર પ્રતિક્ષણે આત્મા નિહાળતો હોય, કૃતજ્ઞભાવમાં તરબોળ બનતો હોય, પ્રભુના અનંત ઋણમાં ડૂબી ગયો હોય, તેમાંથી બહાર નીકળવા ફાંફાં મારતો હોય અંતે પ્રભુના જ પુષ્ટ અને શુદ્ધ આલંબનને પામેલો, તેમના સ્વરૂપમાં ભળી જઈને અનંત ઋણથી એક ક્ષણમાં મુક્તિના છુટકારાનો દમ ખેંચી શાશ્વત સુખમાં હાલતો હોય. ૦૨. આત્મ વેદ ભા.વ. ૧૪ વિદ્ ધાતુ ઉપરથી વેદ શબ્દ બનેલો છે. વેદશાસ્ત્રો અન્ય દર્શનમાં છે તે ચાર પ્રકારે છે. યજુર્વેદ, ઋવેદ, સામવેદ અથર્વવેદ : તે બધાની ઉપર મોખરે જૈનદર્શનમાં આત્મવેદ છે. જૈન દર્શન જ આત્મવેદમાંથી નીકળેલું છે. જૈન દર્શનના પાયામાં જ આત્માની વાતો છે. જેમાં આત્માને ઓળખવાની વાત નહિ તે જૈન દર્શન નહિ. વિદ્ એટલે જાણવું કોને જાણવું ? આખું જગત જાણ્યું, તેના એક એક અંગ પ્રત્યંગ જાણ્યા પણ તેને જાણનારને ન જાણ્યો તો તે બધું જ નકામું છે. જાણનારો આત્મા છે. તેને પણ ઓળખવાનો છે આત્માથી જ. આત્માને ઓળખવાની બધી જ પ્રક્રિયા જૈનદર્શનમાં બતાવેલી છે. જૈન દર્શનમાં બધા જ અનુષ્ઠાનો આત્માની શુદ્ધિ કરી તેને જોવા જાણવાની પ્રક્રિયાવાળા છે. સાધકનો અંતર્નાદ 70 Page #91 -------------------------------------------------------------------------- ________________ આત્માને જાણ્યો તેણે જગત જાણ્યું. આત્માને નથી જાણ્યો તેણે કાંઈ નથી જાણ્યું. આત્મા તો કેવળજ્ઞાનથી જ જાણી-ઓળખી શકાય છે તે પહેલાં શ્રુતજ્ઞાનથી ઓળખવો પડે છે. શ્રુતજ્ઞાન દ્વારા તેને ઓળખીને, આત્મસ્વરૂપમાં ધ્યાન ક્રિયાથી અગર ઉપયોગને સ્થિર કરવાથી તેમાં રમણતા કરવાનો અભ્યાસ પ્રાથમિક ભૂમિકાએ કરવાનો છે. ત્યાર બાદ તેમાં એકાગ્રતા વધતાં તદ્રુપતા, તલ્લીનતા થાય ત્યારે બાહ્યભાવોનું મનમાંથી વિલીનીકરણ થવા માંડે છે. એટલે તદાકાર બનેલા ઉપયોગનું દર્શન મનોલય થતાં થાય છે. તે ઉપયોગના દર્શનમાં તદાકાર પરિણમેલો આત્મા દેખાય છે શ્રુત દ્વારા તેને આત્મઝાંખી કહેવાય છે તે પણ આત્મવેદ છે. પણ સાક્ષાત્ આત્મવેદ તો કેવલી ભગવંત જ કરી શકે છે. શ્રુતદ્વારા પણ આત્માની ઝાંખીનો અનુભવ કરનાર સાધક જે આનંદની અનુભૂતિ કરે છે તે પણ દુનિયાના કોઈ પણ સુખ કે આનંદની તુલનામાં આવી શકતો નથી તો કેવલી ભગવંત સાક્ષાત્ આત્મનું દર્શન કરનાર છે, તેમનો આનંદ તો કેવો અવર્ણનીય હશે ? તે તો તેઓજ જાણી શકે. માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કે ૧૨ માસ સંયમના પર્યાયવાળો અનુત્તર વિમાનવાસી દેવોના પણ સુખને ઉલ્લંઘી જાય છે તો એ આત્મરમણતાનું સુખ કેવું હશે? અને ૧૨ માસ ઉપરના સંયમીનો આત્મા કેવા આત્માનંદમાં મસ્ત હશે ? ખરેખર? આત્મવેદ એ જ સાચો વેદ છે અને બધા વેદની મોખરે રહેલો છે. ૦૩. દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતન આ.શુ. ૧+ર જગતમાં છ દ્રવ્યો છે, અથવા આ ચૌદ રાજલોક પદ્રવ્યાત્મક છે. ચૌદ રાજલોકનું જ્ઞાન એટલે છ દ્રવ્યોનું જ્ઞાન. આપણે ચંદ રાજલોકનું સ્વરૂપ ચિંતવીયે છીએ તે મોટા ભાગે દ્રવ્યોના પર્યાયની જ ચિંતવના છે કે કાંઈ લોકની અંદર દૃશ્ય પદાર્થો છે તે બધાં જ પર્યાયો છે, તે પણ પુદ્ગલદ્રવ્યની પર્યાયો છે, પણ મોટે ભાગે પુગલ દ્રવ્યની પર્યાયો બનાવનાર તો જીવ દ્રવ્ય છે. પુદ્ગલનું જે સૂક્ષ્મ પરિવર્તન સ્વાભાવિક રીતે થયા કરે છે તે પર્યાયોને આપણે જોઈ શકતા નથી. જીવ દ્રવ્ય જે પર્યાયો બનાવે છે તે પોતાના કર્મ અનુસાર, એટલે કર્મ રૂપ જડ પુગલની સહાય લઈને તેવી પર્યાયો રચે છે અને કેટલીક જીવ સાથે સંબંધ પામેલા પુદ્ગલ દ્રવ્ય સિવાયની સાધનરૂપ પુદ્ગલ દ્વારા પર્યાયો જીવ બનાવે છે અને કેટલીક વિસ્ત્રસા પરિણામથી નવાનું જૂનું બનવા રૂપે પુગલના ખરવાથી તેવા સ્વરૂપને ધારણ કરનારી પર્યાયો બને છે. આ થઈ પુદ્ગલ દ્રવ્યની વાત. ધમસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયની પર્યાયો પણ જીવ અને પુદ્ગલ બનાવે છે. જો કે તેમાં પણ મુખ્ય તો જીવ જ છે. આકાશમાં ઘર પદાર્થ છે તો ઘટાકાશ બને છે પણ તે મૂકનારબનાવનાર જીવ છે કાળ દ્રવ્ય નિશ્ચયથી એક સમયરૂપ છે તેની પર્યાયો વ્યવહારથી કલાક, મિનિટ, સેકંડ લોક વ્યવહાર માટે વપરાય છે તેને કહી શકાય. અથવા પુદ્ગલ દ્રવ્યને નવું જૂનું બનવામાં સહાયક આ દ્રવ્ય તે પુગલ નવું જૂનું એ વ્યવહાર થાય છે તે તેની પર્યાય માની શકાય. કેમકે “Tળ પર્યાય વત્ ધ્યા''એ લક્ષણ તો જ ઘટી શકે. દરેક દ્રવ્યને ગુણ અને પર્યાય છે તેમાં પુગલનો સાધકનો અંતનાંદ Page #92 -------------------------------------------------------------------------- ________________ ‘મુળ-રુપ રસ બંધ સ્પર્શવમ્ પર્યાય.' સડવું, ખરી પડવું, વિધ્વંસ થવો, પરમાણુરૂપ બનીને દ્રવ્યરૂપ બની જવું, પોતાના સ્વરૂપમાં ભળી જવું. ધર્માસ્તિકાય - ગુણ - જીવ અને જડને ગતિ સહાયક બનવું. અધર્માસ્તિકાય - ગુણ - જીવ અને જડને સ્થિતિ સહાયક બનવું. આકાશાસ્તિકાય - ગુણ - જીવ અને જડને અવગાહમાં સહાયક બનવું. કાળ - વર્તવારૂપ છે. ધર્માસ્તિકાય - પર્યાય-જીવ અને જડ જે આકારે જગતમાં હોય તે આકાર ધારણ કરી રહેવું. અધર્માસ્તિકાય - પર્યાય-જીવ અને જડ જે આકારે જગતમાં હોય તે આકાર ધારણ કરી રહેવું. આકાશાસ્તિકાય - પર્યાય-જીવ અને જડ જે આકારે જગતમાં હોય તે આકાર ધારણ કરી રહેવું. કાળ પુદ્ગલને નવું જૂનું બનાવી તે સારો ખરાબ કાળ બનવું. જીવ-દ્રવ્ય-ઉપયોગ સ્વરૂપ-ચૈતન્ય સ્વરૂપ છે. ગુણ-જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યાદિ અનંત પર્યાય દ્રવ્યની શુદ્ધ પર્યાય પોતાની મુક્ત અવસ્થામાં સ્વરૂપને પામવું. અશુદ્ધ પર્યાય-અનેક રીતે છે. ધાતિ કર્મ ના ક્ષયોપશમથી થનારી તથા અઘાતિ કર્મના ઉદયથી થનારી સર્વ પર્યાયો જીવની અશુદ્ધ પર્યાયો છે. ૭૪. નિશ્ચલ અને અચલના ભેદ તેમજ સમન્વયપણું આ.શુ. ૐ નિશ્ચલ એટલે પહેલાં ચલ હતું અને પછી જેને સ્થિર થાય તે નિશ્ચલ કહેવાય અને જે ચલ જ નથી પણ સ્થિર જ છે તે અચલ કહેવાય. જેમ આપણું ધ્યાન પ્રથમ ચલ હોય છે પછી સ્થિરતા આવે તો તેની નિશ્ચલતા કહેવાય છે. નિશ્ચલ ધ્યાન કહેવાય, પણ અચલ ધ્યાન ન કહેવાય તેવી રીતે ઘણી વસ્તુમાં નિશ્ચલ-અચલનો વિભાગ પડી શકે છે. દા.ત. ગુણસ્થાનકે ચઢતા અધ્યવસાય પ્રથમ ચલ હોય છે પછી સ્થિરતા-નિશ્ચલતા પામતાં આગળ ક્રમે ઉપર ચઢે છે. પણ અચલતા તો છેલ્લે ગુણસ્થાનકે જ આવે છે. બાકીના ગુણસ્થાનકે નિશ્ચલતા હોય છે. કાર્યોત્સર્ગમાં અચલપણાની સાધનાનો અભ્યાસ છે અચલપણા પહેલાં નિશ્ચલપણાની સાધના થઈ ગઈ હોય છે. જાપ ધ્યાન દ્વારા નિશ્ચલની સાધના પૂર્ણ થયા બાદ અચલની સાધના શરૂ થાય છે. છેવટે અનંત સુખમાં સ્થિરતા છે ત્યાં અચલ પદને પામે છે. નિશ્ચલ કરતાં અચલની સાધનામાં શારીરિક સંબંધ છૂટી જાય છે ત્યારે જીવનમુક્તિનો આનંદ ભોગવી શકાય છે. નિશ્ચલ એ ચલમાંથી સ્થિર થયેલ છે એટલે તેમાં સ્થિરતા પૂર્વની અવસ્થામાં જે ચલતા છે તેનો અંશ સ્થિરતામાં પણ અનુભવાય છે. જયારે શુદ્ધ અચલતા છે તે તો આત્મિક અનંત આનંદ અને સુખની પ્રાપ્તિનું કારણ બને છે અને તે મોક્ષ અવસ્થા જ છે તે આત્મિક અનંત આનંદ અને સુખની પ્રાપ્તિનું કારણ બને છે અને તે મોક્ષ અવસ્થા જ છે તે પહેલાંની બધી જ સ્થિર અવસ્થા પણ આત્માની નિશ્ચલતા જ ગણાય છે. જો કે એક દૃષ્ટિએ જોતાં બંનેની સ્થિર અવસ્થા છે તે તો સરખી જ છે. આ રીતે વિચાર કરતાં સાધકનો અંતર્નાદ 72 Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રથમની ચલતાના વિચારને છોડીને જે પછી સ્થિરતા છે તે અને અચલતા બંને એક જ છે તેમાં ભેદ પડી શકતો નથી. એ દ્રવ્ય એક દષ્ટિએ અચલ છે. તે પોતાનું અસ્તિત્વ છોડીને બીજા દ્રવ્યને કદી પામતા નથી. જીવ તે અજીવતાને નથી પામતો તે રીતે છ એ દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ છોડતા નથી. છતાં તે પર્યાયને ધારણ કરે છે માટે ચલ બને છે અને તે પર્યાયમાં રહે છે ત્યાં સુધી તે નિશ્ચલ કહેવાય છે. આ રીતે બધા પદાર્થોમાં નિશ્ચલ અને અચલનો ભેદ પડી શકે છે અને બન્નેનો સમન્વય પણ થઈ શકે છે. ૫. પ્રભુનાં ગુણોની સ્પષ્ટતા અથવા પ્રભુનાં ગુણગાન આ.શુ. ૪ પ્રભુ ! તારા ગુણો ગાવા કોઈ શક્તિમાન નથી, અનંત અનંત ગુણનો ખજાનો તારામાં ભર્યો છે. એ ખજાનો તો પોતાને જયારે દેખાય ત્યારે જ તારા ગુણોને જાણી શકાય. છતાં મારી આ દીન અવસ્થામાં (ગુણ રૂપી ધનના અભાવે ગરીબાઈને ભોગવતો આત્મા) તારો ખજાનો શ્રત દ્વારા અંશરૂપ મારા ખ્યાલમાં આવ્યો છે તે જોઈ જોઈને હરખાઉં છું. શું તારી કરુણા ! જાણે કરુણાનો સાગર હિલોળે ચડયો ન હોય ! મારા જેવા કેટલાયને તેની છોળોના સ્પર્શથી પ્લાવિત કરી નાખ્યા-નવડાવી નાખ્યા અને સંસારના તાપથી તપી ગયેલાને શાંત કર્યા. સહરાના રણમાં મુસાફરી કરનારો, તૃષાથી આક્રાંત થયેલો જેમ પાણી મળતાં આનંદવિભોર બને તેમ તારી કરુણાના ધોધના દર્શન થતાં મારી બધી તૃષ્ણા શાંત થઈ ગઈ, નિરંતર જાણે તેમાં સ્નાન કર્યા કરું. તેમાં તો અપૂર્વ શાંતિનો અનુભવ થાય છે. હે કરુણાસાગર! આ તારી કાલ્પનિક કરુણાની વાત કરી, સાક્ષાત તારી કરુણાનો સ્પર્શ કર્યો છે તેવા ગૌતમ સ્વામી આદિ મહામુનિઓ તો ન્યાલ થઈ ગયા. હે પ્રભુ! તું જ ઉપશમ રસની ક્યારી છે. તે ઉપશમ ભંડાર! ખોલો આપનો ભંડાર તેમાંથી મને આપો શમ. મારા અનાદિના રાગ, દ્વેષ, ક્રોધાદિએ આત્મ સંપત્તિ લૂંટી લીધી છે. તેથી દીન એવો હું ચાર ગતિરૂપ સંસારમાં ભટકયા કરું છું. વેપાર કરવા થોડી મૂડી આપશો તો તેના દ્વારા મારા ખજાનાને હું પ્રાપ્ત કરીશ. હે કૃપાળુ ! હે દયાળુ ! દયા કર આ પામર જન ભીખ માંગે છે. તારી કૃપા અનંતી છે. અનંત જીવો પર એક સરખી વરસે છે. તારી દૃષ્ટિમાં એ ભરેલી છે. જેના પર તારી દૃષ્ટિ પડે અથવા તારી દૃષ્ટિમાં જે આવે છે એનું પાત્ર તું સંપૂર્ણ ભરી દે છે પણ ઊંધું પાત્ર ધરીને ઊભેલા મેં તારી કૃપા હજી સુધી મેળવી નથી, આજે તો હું સાચા દિલથી પાત્રને સન્મુખ રાખીને આવ્યો છું. ભરી દે તારી દયાથી, હું ન્યાલ થઈ જઈશ. હે કૃપાસિંધુ ! ઓહો ! તારી કૃપાનો સાગર પૂર્ણ ભરેલો છે, તેમાંથી હું પાણી પીને તૃપ્ત થઈશ. પ્રભુ, આ તો મેં મારા સ્વાર્થને પોષનારા ગુણ ગાયા, તારા ગુણો તો અવર્ણનીય અને અગણિત છે. અજર, અમર, અચલ, અક્ષય, અનંત, ત્રિલોકનાથ, જગનૂરુ, સમતાના ભંડાર, કૃપાવતાર, જગતનું યોગ ક્ષેમ કરનાર, અચિંત્ય ચિંતામણિ, કલ્પવૃક્ષથી અધિક, અનંત દાનેશ્વરી અનંતવીર્યવાનું, લોકોત્તર સૌભાગ્યશાળી, અનંતદર્શી, અનંતજ્ઞાની, અનંતભોગી, જ્યોતિ સ્વરૂપ, જગતસ્રષ્ટા આવા સાધકનો અંતર્નાદ Page #94 -------------------------------------------------------------------------- ________________ આવા અનેક ગુણોથી અલંકૃત આપ-ત્રણ ભુવનને શોભાથી રહ્યા છો. ૦૬. અધીરની લુચ્ચાઈ, સુધીરની સચ્ચાઈ, ધીરનો પડકાર, સમધીરનો વિજય (રણકાર) આ.શુ. ૫ ધીર એટલે ધીરજવાળો, જેનામાં ધીરતા નથી તે અધીર. અધીરાઈ આત્માને ખૂબ નુકશાનકારક છે. મને વસ્તુ પ્રાપ્ત થશે કે નહિ ? એ માટે ઉતાવળ, માનસિક ચિંચળતા એ કારણથી કોઈ પણ સાધનામાં સ્થિરતા આવી શકતી નથી, માટે આત્માના પણ કોઈ વિષયમાં કોઈ કાર્યસિદ્ધિ માટે અધીરાઈ ન જોઈએ. તે દુર્ગુણ છે. અધીરાઈથી વસ્તુની પ્રાપ્તિ થતી નથી. અધીરતાથી પણ કોઈ સિદ્ધિ બતાવે તો તેમાં તેની લુચ્ચાઈ માનવી, કેમ કે એ સત્ય સનાતન છે કે અધીર આત્મા પોતાની કોઈ પણ કાર્ય સિદ્ધિ માટે સફળ થતો નથી. સુધીર-જેમાં કુ અને સુ ના ભેદ પડે છે તેથી ધીરતા ને જો સુ સાથે જોડવામાં આવે તો નક્કી છે કે જે સારી ધીરતાવાળો આત્મા છે તે પોતાની કાર્ય સિદ્ધિ અવશ્ય કરે છે. ધીર માણસ-વ્યવહારિક ધીરજવાળો છે. તે પોતાની ધીરતાથી બીજા ઉપર પડકાર કરીને અવળા માર્ગે જતાં અગર કોઈ પણ કાર્યથી અટકાવવા માટે સમર્થ બને છે. માટે ધીરજ સારી તેમાંય પણ સુધીરતા સારી પણ વિજય તો સમધીર આત્મા જ મેળવી શકે છે. સમધીર જે કાર્યમાં જેટલી અને જેવી ધીરજ રાખવાની જરૂર હોય તેટલી અને તેવી રાખીને પોતાની દરેક જાતની કાર્ય સિદ્ધિ કરી શકવા સમર્થ બને છે માટે જ સમધીરનો જ જગતમાં વિજય થાય છે કેમકે વ્યવહાર અને નિશ્ચય બન્નેને સાચવીને જ ચાલે છે. ૦૭. ભાવના વિ.વ. ૭ આપણે ઓછામાં ઓછું આ ભવમાં એટલું તો જરૂર આરાધનામાંથી બળ મેળવવું છે કે પરમાત્મા આપણા હૃદયમાં નિરંતર વસે જેથી બાહ્ય પદાર્થોમાંથી આપણું મન નિવૃત્ત બનતું જાય. જડ અને ચેતન પદાર્થોમાંથી આકર્ષણ ચેતન તરફનું જ વધે અને ચેતન તરફના આકર્ષણથી જ જીવદયાના પરિણામે તથા જગતના જીવો પ્રત્યેના અભેદ પરિણામે સહજભાવે તથા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મામાં લીનતા વધે. આ બધું જ પરમાત્માની કૃપાથી શકય બનશે. બધાં જ અનુષ્ઠાનો જીવ પ્રત્યેનું ખેંચાણ અને જડ પ્રત્યેની નીરસતા પામવા માટે કરવાનાં છે. પ્રભુપૂજા પણ પરમાત્માના શુદ્ધ ચૈતન્યને નિહાળી, તેના પ્રત્યે પ્રેમ વધારી શુદ્ધ સ્વરૂપમાં તે અવસ્થા રહેલી છે તેના પ્રત્યે લીન થવા માટે છે. તપ-જડનો મોહ અનાદિનો છે તેનાથી છૂટી જડ ચેતનની ભિન્નતા અનુભવવા માટે છે. સામાયિક-આત્માનો સમત્વભાવ પ્રગટ કરવા માટે છે. સાધકનો અંતર્નાદ Page #95 -------------------------------------------------------------------------- ________________ * અનુક્રમણિકા * સંવત ૨૦૪૨ ૧. દેશના ૧૫. શાશ્વત શું? ૨. સમાધિ ૧૬. નિર્વિચાર દશા ૩. પાર્શ્વનાથ ભગવાનનો સમભાવ ૧૭. આત્માનંદ દશા ૪. જાપમાં સ્થિરતા ૧૮. તત્ત્વનો પાયો ૫. યોગાવંચક ૧૯. સમાધિ પીન (પુષ્ટ) ૬. સંસારસાર ૨૦. કષાયની ઉપકારકતા ૭. અનંત સુખ ૨૧. સર્વોત્તમ કાળનું સાધ્ય ૮. અનંત દુઃખ ૨૨. પરમાત્માની પૂજનીયતા ૨૩. નિરંજન આત્માની ભૂગર્ભતા ૯. અનિત્યતા ૧૦. જ્ઞાતા-દ્રષ્ટાભાવ ૨૪. “સવિ જીવ કરું શાસન રસી’ ૧૧. ગુરુદેવનો મહિમા ભાવની પરાકાષ્ઠાનું પૃથક્કરણ ૧ ૨. પરમાત્મ પદ ૨૫. “સવિ જીવ કરું શાસન રસી” ઉપર દુહા ૧૩. દયાભાવ ૨૬. દેખવા લાયક ૧૪. પરમાત્માનું જન્મ કલ્યાણક ૨૭. પ્રતિક્રમણ સાધકનો અંતર્નાદ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧. દેશના કિ.ગ્રા.સુ. ૧૩, સમવસરણે હે ભવ્યો ! તમે ભવનાટક જુઓ. જે જોતાં આ સંસાર ઉપર તીવ્ર વૈરાગ્ય પ્રગટ થાય. આ સંસાર બે પ્રકારનો છે ૧. રાગીનો ર. વિરાગીનો. રાગીના સંસારને જોઈને જે વૈરાગી બને તે વિરાગીનો સંસાર. રાગીના સંસારની અભૂતતા કોઈ નથી. તેની ચેષ્ટાઓ બધી જ રાગ, મોહને આધીન હોય છે. પરવશતાથી જીવની જે જે ચેષ્ટા છે તેમાં આપણને કોઈ આશ્ચર્ય થતું નથી. આંધળો માણસ ખાડામાં પડે તો કોઈને આશ્ચર્ય સાથે હાસ્ય ઉત્પન્ન થતું નથી પણ દેખતાની આ સ્થિતિ થાય તો હાસ્યજનક બને છે. તેમ રાગી એટલે આંધળો. તેને વ્યવહારમાં પણ રાગાંધ કહેવાય છે અને વિરાગી એટલે દેખતો. તે સંસારના બધા ભાવોને દેખતો-ઓળખતો હોય છે. આત્માને હિતકર અહિતકર શું છે તે સમજતો હોય છે. માટે તે ખાડો આવે (સંસારમાં છે માટે ઊંચાણ-ખાડો, ચડાણ-ઉતરાણ હોય જ) તો સાચવીને ઓળંગી જાય છે. જો તે સંસારના હિત-અહિતકર ભાવોને સમજવા છતાં આત્માને અહિતકર આચરણ કરવાનું આવે તો પણ લેપ લગાડ્યા વિના આત્માને બચાવી ન લે તો જ્ઞાનીઓને તે હાસ્યાસ્પદ છે. સંસારના બધા ભાવોને નિહાળવા, તેમાં આત્મહિતકર ભાવોને અપનાવવા, એ જ વિરાગીનું લક્ષણ છે. સંસારના બધા ભાવોમાં તટસ્થ રહેવું તે યોગ્ય નથી. યોગ્યાયોગ્યની વહેંચણી કરવી તે જ્ઞાનનું-સમજનું ફળ છે. જેને વિવેક કહેવાય છે. હે ભવ્યો! આ સંસાર અનાદિનો છે અને અંત વિનાનો છે સંસારનો અંત કયારેય આવતો નથી. પણ આપણા સંસારનો અંત છે. આવું જાણ્યા પછી તને કાંઈ પણ વિચાર આવે છે ? શું મારા સંસારનો અંત છે ? તેનાથી વિમુખતા પણ સ્પર્શી છે? કે તેમાં જ દોટ છે? આ સંસારના બંધનની ચિંતા, શું તને રાત દિવસ કોરી ખાતી નથી? એક તું જ નથી, તારા અનંત-અનંત ભાંડુઓ પણ આવા જ બંધનમાં સપડાયેલા છે. તેનો પણ તને કયારેય વિચાર આવ્યો છે? આ મારા બંધુઓ કેવા ફસાયા છે? તે બધાય છૂટે તેનો પણ વિચાર તારા ચિત્તમાં ઉદ્ભવ્યો છે? તારાં વ્યવહારિક કાર્યોમાં ડગલે ને પગલે વિચારપૂર્વક જ ડગ ભરાય છે અને આવી મોટી મુસાફરીમાં કોઈ સંરક્ષણનો વિચાર સરખોય નહિ કેટલી મૂર્ખતા છે? વ્યવહારમાં તો ડગલે ને પગલે, પણ આમાં તો ક્ષણે-ક્ષણે તેની જ ચિંતા હોય, “મારા આ સંસારનો અંત કેવી રીતે આણી શકાય કોઈને પણ પૂછયું? વ્યવહારમાં તો કેટલાયની સલાહ લઈને કાર્યને સુધારવા કે વ્યવસ્થિત કરવા મથીએ છીએ. આત્માના કાર્યમાં તેના છૂટકારા માટે ક્ષણ પણ વિચાર કરવાની ફુરસદ નથી, શું આ તારી નરી અજ્ઞાનતા નથી? જા ઊભો થા, જ્ઞાનીને મળ, તેમને પૂછ, ભગવન્! રસ્તો બતાવો, આ સંસારનો અંત લાવવાનો માર્ગ મળશે અને તારો અનાદિ સંસાર સાંત બની જશે. સાધકનો અંતર્નાદ 16 Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨. સમાધિ ૨૦૪૨, મા.વ.દ્ધિ. ૧૩, મંડાર ગમે તેવા સંયોગોમાં મનની સમાધિ ગુમાવવી નહિ. મનમાંથી ઊઠતા સારા નરસા વિકલ્પોનું સમાધાન કરવું તેનું નામ સમાધિ. આને બાહ્ય સમાધિ કહેવાય છે. આંતર સમાધિ આત્મ સ્વભાવની રમણતામાંથી ઉદભવે છે. બાહ્ય સમાધિ આંતર સમાધિનું કારણ છે. વલ્થ સદાવો થપ્પો આત્માનો સ્વભાવ એ જ ધર્મ છે, અથવા ધર્મ એટલે સ્વભાવ. તે ધર્મને પ્રગટ કરવામાં જે સાધનરૂપ બને છે તેને પણ ઉપચારથી ધર્મ કહેવાય છે. તે સાધનરૂપ ધર્મ ભગવાને સ્યાદ્વાદથી બતાવ્યો છે. જો સ્યાદ્વાદનો અમલ આપણા જીવનમાં ન થાય તો સ્વભાવ-ધર્મનું પ્રગટીકરણ અશકય છે. મુખ્ય વાત-આંતર સમાધિ પ્રાપ્ત કરવી એ “ધર્મ'-સાધ્ય છે, બાહ્ય સમાધિરૂપ ધર્મ એ સાધન છે. માટે તે સાધનને જ સાધ્ય ગણીને બેસી નથી રહેવાનું પણ આત્મ સ્વભાવ રમણતાનું પ્રગટીકરણરૂપ સાધ્યની સિદ્ધિ તરફ દષ્ટિ રાખીને જ સાધનને સેવવાનું છે. ભગવાને સાધનનો ઉપયોગ સ્વાદ્વાદથી કરવાનો કહ્યો છે એટલે મનમાંથી ઊઠતા વિકલ્પોનું સમાધાન જે દૃષ્ટિએ વિચારવાથી થતું હોય તે દૃષ્ટિએ વિચારીને કરવાનું છે તો સમાધાન થવા રૂપ (સમાધિ) સિદ્ધિ થતાં મનમાંથી ઊઠતાં સંકલ્પ વિકલ્પો શાંત થશે અને રાગ દ્વેષની ઘેરી અસર જે મન ઉપર ફરી વળવાથી આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી અસમાધિ ઉત્પન્ન થતી હોય તે અટકશે. જૈન ધર્મ-સ્યાદ્વાદ ધર્મ. અહીં ભગવાને જૈન ધર્મ સ્થાપ્યો નથી પણ સ્યાદ્વાદ મત અર્થાત્ સ્યાદ્વાદ દૃષ્ટિ કોણથી દરેક પદાર્થ જોવા, વિચારવા એમ કહ્યું છે અને તે પણ આપણા મનના સમાધાન માટે ઉપયોગ કરવાનો કહ્યો છે પણ સ્યાદ્વાદ એટલે ભગવાને કથંચિત્ આમ કહ્યું છે એમ વિવાદ માટે તેનો ઉપયોગ કરવાનો કહ્યો નથી. અહી પણ સ્યાદ્વાદ ધર્મ એટલે જૈન મત. તે સ્યાદ્વાદ મત આપણી ચિત્ત સમાધિનું કારણ હોવાથી તેમાં કાર્યનો ઉપચાર કરીને તેને ધર્મ કહેવામાં આવે છે. હવે ચિત્ત સમાધિનું કારણ કેવી રીતે બને? સ્યાદ્વાદિતા આપણા જીવનમાં ડગલે ને પગલે કેટલી આદરણીય છે અર્થાતું, તે વિના ધર્મનું એક પણ કાર્ય અથવા એક પણ ધર્મક્રિયા કેટલી બુટ્ટી છે તે ખૂબજ વિચારણીય છે. ધર્મ ક્રિયા, અનુષ્ઠાન, તપ, જપ, સ્વાધ્યાય આ બધો ધર્મ છે ? અર્થાત, આપણો આત્મ ધર્મસ્વભાવ પ્રગટ કરવામાં સાધન બની શકે? ક્યારે બની શકે? તેના સહકારી કારણો બીજાં કયાં-કયાં? સહકારી કારણો (ચિત્ત સમાધિ વગેરે) વિના તપ, જપાદિ ધર્મ ક્રિયા અનુષ્ઠાનો આપણો આત્મ ધર્મ પ્રગટ થવારૂપ કાર્ય સિદ્ધિનું કારણ બની શકશે ? ૧. ધર્મ ક્રિયા-અનુષ્ઠાનો (તપ, જપ, સ્વાધ્યાય, વૈયાવચ્યાદિ) જેનો સમાવેશ બાહ્ય અને અત્યંતર તપના ૧૨ પ્રકારમાં થાય છે. તે પોતે ધર્મ નથી પણ આત્મ ધર્મ પ્રગટ કરવામાં સાધનરૂપ ધર્મ સાધકનો અંતર્નાદ 77 Page #98 -------------------------------------------------------------------------- ________________ (કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી) છે. આ અનુષ્ઠાનો આત્મ સ્વભાવ પ્રગટ કરવામાં સાધન બની શકે? હા, તે અનુષ્ઠાનો નિમિત્તરૂપ કારણ અવશ્ય બની શકે પણ બીજાં સહકારી કારણોનો યોગ મળે તો. ૩. સહકારી કારણો કયાં કયાં ? - ચિત્ત સમાધિ માટે જ ભગવાને દરેક પદાર્થ અર્થાતુ, જીવનમાં બનતા દરેક પ્રસંગો, અથવા જીવનમાં ઉપસ્થિત થતા દરેક સંયોગો સ્યાદ્વાદતાથી વિચારવાના કહ્યા છે. છ દ્રવ્યોની વિચારણા સ્યાદ્વાદ-નય નિક્ષેપાદિથી કરવા માત્રથી આપણામાં સમકિત આવી જતું નથી. અભવ્યનો જીવ પણ વિચારણા કરે એટલે સમજે અને ઉપદેશે, પણ છ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો જે આપણા જીવનમાં રાગ લેષની પરિણતિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે તેને કયા જીવ માટે, કયા પુગલ માટે, કયા પ્રસંગે, કઈ પરિસ્થિતિમાં, કેવી રીતે, કયા નયથી જોવાથી (કઈ દૃષ્ટિથી), વિચારવાથી, જાણવાથી આપણી આત્મધર્મ-સ્વભાવને પ્રગટાવવા રૂપ કાર્ય સિદ્ધિમાં સહકારી કારણરૂપ ચિત્ત સમાધિને મેળવવા માટે ગમે તેવા સંયોગોમાં મનમાંથી ઊઠતા સંકલ્પ વિકલ્પોની જાળની ગૂંથણી ન કરતાં સમન્વય પદ્ધતિ સ્વીકારી સમાધાન થઈ શકે એ જ ધર્મનો અભ્યાસ છે. સ્યાદ્વાદનો ઉપયોગ અહીં જ કરવાનો છે. જીવો ઉપકારી, અપકારી અને આપણી સાથે સંબંધમાં નહિ આવનારા. એમ ત્રણ પ્રકાર છે. ઉપકારીને કઈ દષ્ટિથી જોવાથી ચિત્તમાં સમાધાન પ્રગટે ! અપકારીને કઈ દૃષ્ટિથી જોવાથી અને તે સિવાયનાને કઈ દૃષ્ટિથી જોવાથી ચિત્ત સમાધિ પ્રગટે ? ઉપકારીને ઋણ ચઢે છે તે દૃષ્ટિથી, અપકારીને ક્ષમાદિ ધર્મ પ્રગટ કરવામાં નિમિત્તરૂપ દૃષ્ટિથી, અને તે સિવાયનાને પણ આત્મવત્ સજાતીય પણાની પ્રીતિની દૃષ્ટિથી જોવાથી સમાધિ પ્રગટે છે. ઉપેક્ષિત તો કોઈ જીવ નથી આપણા જેવા એક જ જાતિના સમાન ગુણ-(જ્ઞાન દર્શન-ચારિત્રાદિ ગુણ) ને ધારણ કરનાર તેને જોવાથી જો પ્રીતિ ન જાગે અને આપણા તરફ મન, વચન, કાયાની પ્રવૃત્તિ આપણા મન, વચન, કાયાને પ્રતિકૂળ થતાં તરત જ (જીવતત્ત્વ) તેના પ્રત્યે અરૂચિ, અસદ્ભાવ થાય તો સમ્યકત્વ દૂ૨ છે. માટે જ આપણા સમ્યકત્વ ધર્મને પ્રગટાવવા, પ્રગટય હોય તો નિર્મળ બનાવવા, ટકાવવા અને સ્થિર કરવા સ્વાવાદ દૃષ્ટિ વિકસાવી, વિસ્તારી જીવન વિકાસ સાધવો ખૂબ જ જરૂરી છે. જીવને વ્યવહાર નય (દષ્ટિ)થી જોવાની જરૂર હોય ત્યારે વ્યવહાર નયથી જોવો. નિશ્ચય નયથી જોવાની જરૂર હોય ત્યારે નિશ્ચય નયથી જોવો. પ્રત્યેક જીવો આપણા સંબંધમાં આવતા ઉપકારી, અપકારી કે અજાણ્યા તે સર્વ માટે જોવાની દૃષ્ટિ જુદી-જુદી હોય છે. જેથી ચિત્તનું સમાધાન જળવાઈને અપૂર્વ ચિત્ત સમાધિ પ્રગટે છે અને તેમાંથી આંતર સમાધિરૂપ સ્વભાવ રમણતારૂપ ધર્મ પ્રગટે છે. જેમ જીવના પ્રસંગથી સમાધાન મેળવવા માટે સ્યાદવાદનો ઉપયોગ કરવાનો છે તે રીતે પુગલના પ્રસંગથી સ્યાદવાદથી સમાધાન મેળવી ચિત્ત સમાધિ પ્રગટાવવી તે જ કાર્ય કરવાનું છે. આત્મ ધર્મ પ્રગટાવવા રૂપ કાર્ય આપણે કરવાનું નથી તે તો સહજ ભાવે જ પ્રગટે છે. આપણે તો કારણ સેવવામાં ઉદ્યમ કરવાનો છે. સાધકનો અંતર્નાદ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩. પાર્શ્વનાથ ભગવાનનો સમભાવ કા.વ. ૬, સવારે દેરાસર, ચારૂપ પાર્શ્વનાથ ભગવાનને કમઠ ઉપર વેરભાવ, તિરસ્કારભાવ અને દ્વેષભાવ આ ત્રણેય ન હતાં. વેરભાવને તોડવા માટે સમત્વભાવને પ્રાપ્ત કરવાનો છે. તિરસ્કારભાવને તોડવા માટે માધ્યશ્મભાવ પ્રાપ્ત કરવાનો છે અને વેષભાવને તોડવા માટે વૈરાગ્યભાવ પ્રાપ્ત કરવાનો છે. પાર્શ્વનાથ ભગવાનમાં સમત્વભાવ, માધ્યચ્યભાવ અને વૈરાગ્યભાવ ભરેલા હતા. તેથી જ કમઠ ઉપર વૈરભાવ, તિરસ્કારભાવ અને દ્વેષભાવ ન હતો. પરમાત્મામાંથી સમત્વભાવના પરમાણુ મારામાં આવી રહ્યા છે તેથી મારામાં સમત્વભાવ પ્રગટે છે. તેથી મારામાં માધ્યશ્મભાવના પ્રગટે છે. તેથી મારામાં માધ્યચ્યભાવ પ્રગટે છે. તેથી મારામાં વૈરાગ્યભાવના પ્રગટે છે. તેથી મારામાં વેરાગ્યભાવ પ્રગટે છે. ૪. જાપમાં સ્થિરતા મા.વ.પ્ર. ૧૩, વરમાણ નવકારના જાપનો હજુ અભ્યાસ ચાલુ છે માટે સ્થિરતા કયાંથી આવે? જે દિવસે નવકાર પ્રાણ જેવો લાગશે તે દિવસે તેમાં સ્થિરતા આવશે. પ્રાણ જેવો વલ્લભ પણ કયારે લાગે? આપણા મનમાં સૌથી મહત્ત્વનો છે એમ ઉચ્ચ સ્થાને સ્થાપીએ ત્યારે મન તેની ચંચળતા છોડીને તેમાં જ રમતું થઈ જાય અને એવું કરવા માટે વારંવાર સૂતાં, જાગતાં, બેસતાં, ઊઠતાં તેને જ રટવાનો અભ્યાસ કરવો જરૂરી છે. ૫. ચોગાવંચક ૨૦૪૨, મા.વ.હિ. ૧૩, સમાધિ હે પ્રભુ! તને જોઈને જગતની બધી વસ્તુ ભૂલાઈ જવી જોઈએ તે અવસ્થા હજુ સુધી પ્રાપ્ત થઈ નથી એટલે મને લાગે છે કે મને તારી સાથે યોગ જ થયો નથી. હે ગુરુદેવ ! આપની વાણી સાંભળતાં રૂંવાડાં ખડાં થવાં જોઈએ તેને બદલે નિરસતા-શુષ્કતા કોઈ કોઈ વાર વિશેષ અનુભવું છું તેથી એમ લાગે છે કે હજુ આપની સાથે મારે જોડાણ થયું નથી. અને જે જોડાણ લાગે છે તે પણ કોઈક મારા સ્વાર્થભાવને જ પોષવા માટેનું હોવાથી હું આપના યોગને પામ્યો નથી: દેવ-ગુરુના યોગને પામ્યા વિના ધર્મનો યોગ પણ હું શુદ્ધ પામ્યો નથી. મારા આત્માના હિત માટે (સ્વાર્થ છે) પણ હું તારું જોડાણ કરી શકતો નથી તો નિઃસ્વાર્થભાવે કેવળ પરમાત્મ તત્ત્વ અને ગુરુ તત્ત્વની પ્રીતિના સંબંધે કયારે જોડાઈશ? કેવળ પરમ આત્મતત્ત્વનો જ સંબંધ જોડવો છે કેવળ ગુરુ તત્ત્વ મને માર્ગ દેખાડનાર છે એ સ્વાર્થભાવ છોડી તેનાથી અતીત બનીને કેવળ ગુરુ તત્ત્વની 19 સાધકનો અંતર્નાદ Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રીતિના સંબંધે છે સદ્ગુરુદેવ ! હું કયારે જોડાઈશ? જગતમાં એ બંને જગતગુરુ પરમાત્મા અને સદ્ગુરુ એ કોઈ મહાન તત્ત્વો છે એ ભાવથી તેની સાથે મળી જવામાં જ આનંદ કયારે મેળવીશ? કાંઈક જોઈએ છે. આત્મા ઉપર લાગેલાં કમોંથી મુકત થવું છે એવી ઈચ્છાઓ પણ હે પરમ તત્ત્વત્રયી ! મને તારી સાથે જોડાણ કરવામાં, તારી સાથે મળી જવામાં એક રસમય અભેદ બની જવા માટેની પ્રીતિ કરવામાં બાધા પહોંચાડે છે, ખટકે છે, વચ્ચે આડખીલીરૂપ બને છે. એક તુંહિ, તેહિ, તુંહિ તન્મય ભાવે પોકારતો મારા ભિન્ન સ્વરૂપને ભૂલી હે પ્રભુ ! ઐકયને પામેલો હું પોતેજ મને પરમાત્મ સ્વરૂપે કયારે અનુભવીશ ? હજુ એક ડગ પણ માર્ગનો ચાલ્યો નથી ઉમેદો ઘણી મોટી છે હે પ્રભુ ! મને યોગાવંચક બનાવ! એવી સ્વાર્થી બનીને માંગણી કરું છું. પછી એકેય મારી માંગણી કે સ્વાર્થ ભાવનો અંશ નહિ પ્રગટે હો પ્રભુ ! બસ ! ફકત મારે જોડાવું છે તારી સાથે. વચ્ચેની સ્વાર્થવૃત્તિને હું ત્યજી દઈશ. “એક રસ ગોઠડી રંગે રમીએ” એ ભાવમાં તન્મય, તદ્રુપ બનીને હંમેશ જગતથી નિરાળો બની ફકત તારામાં જ મારું સર્વ સમર્પણ થતાં અભેદતાની સીમાને પામી હે પ્રભુ! અતીત કીનારે પહોંચી મારા બંધુઓને પણ ત્યાં ખેંચીશ અને અમે બધાય એકતાને પામેલા અનંત અનંત કાળ સુધી અનંત અનંત આનંદની અનુભૂતિ કરીશું? પણ હે પ્રભુ! તે દિન કયારે આવશે ? તેની હું રાહ જોઉં છું. આ રીતે પ્રાર્થના દ્વારા પ્રભુ સાથે પ્રીતિ જોડાવવી જોઈએ. પ્રથમ ભૂમિકાએ સાચા હૃદયથી પ્રભુભક્તિ છે. પછી પ્રભુની આજ્ઞા છે. દ્રવ્યથી આજ્ઞા અસંખ્ય વખત અગણિત ભવોમાં પાણી પણ પ્રભુ ! તું જ એક મારો છું, સર્વસ્વ છું એ ભાવ પ્રગટ થયા પછી પરમાત્માની આજ્ઞાનું પાલન ભાવથી થાય છે. અને તે પછી જ સંસારની અલિપ્તતા સર્જાય છે. ૬. સંસારસાર મા.વ. ૧૪ જગતનો સંસાર જોતાં ખરેખર તે કેવળ કડવો, ખારો અને કલેશથી ભરેલો છે. પણ આ સંસારમાં જ અદ્ભુત રત્નો છે તે હાથ આવી જાય તો એ જ સંસાર અમૃતથી ભરેલો છે તે રત્નો છે. ૧. વિતરાગ દેવ, ૨. નિર્ગથ ગુરુ ૩. દયામય ધર્મ. ગુણીજનો, સમકિત, વિરતિ, ચૈતન્ય સાથેની એકતાની સાધના, અપૂર્વ જ્ઞાનોપાસના, કેવલ્યજ્ઞાન, આ બધી વસ્તુઓ આ સંસારમાં અમૃતતુલ્ય છે. જયારે આ જીવનો તેની સાથે સંપર્ક થાય છે, અર્થાતુ સધાય છે ત્યારે પોતે જે સંસારની અસારતાને અનુભવતો હતો તે વિસરીને મુક્તિતુલ્ય આનંદ અનુભવે છે અને આ રીતની સંસારની સારતા ખારા સમુદ્રમાં મીઠી એક સેરની જેમ જુએ છે અને શૃંગી મત્સ્યની જેમ સમકિતી જીવ ખારા એવા સંસારમાંથી ત્યાં જઈને તે મીઠી સેરરૂપ ઉત્તમ વસ્તુઓના સંપર્કમાં રહીને અમૃતનો અનુભવ કરતાં સંસારમાં જેટલા પ્રમાણમાં સારતા છે તેને ભોગવે છે. અર્થાત્ સુખ (આત્મિક) ભોગવે છે અને કલેશમય સંસારના દુઃખથી વિરમે છે. સાધકનો અંતર્નાદ 80 Page #101 -------------------------------------------------------------------------- ________________ જીવ માત્રને આ અનુભવ નથી થતો માટે જ જ્ઞાનીઓએ સમગ્ર જીવને આશ્રયીને સંસારને કેવળ ખારો ઝેર જેવો કહ્યો છે. જો કે કેટલાક જીવો (સમક્તિ આદિ) માટે તે સારભૂત છે અથવા તેને જ તેમાં રહેલી સારભૂત વસ્તુઓ સફળ બને છે. માટે તેને અનુલક્ષીને એક દૃષ્ટિએ સંસાર સાર છે. એમ કહેવાય. આ કથન એટલા માટે જ છે કે સંસારી જીવને સંસારમાં કેવળ અશુભતા જોવાથી જે હતાશા, નિરાશા આવવાથી પોતાનો શુભ પુરુષાર્થ મંદ પડે છે અગર પુરુષાર્થના ફળની શ્રદ્ધા નાશ પામે છે જેથી સંસારમાં (ભવ-ગતિ) છીએ ત્યાં સુધી સંસારના આશ્રયે જ મુકિતમાર્ગ સાધવાનો છે તેમાં ઉત્સાહ, ઉલ્લાસ શિથિલ થાય છે. માટે તત્ત્વ દૃષ્ટિએ તેની સારતા અવશ્ય વિચારવી જોઈએ. છે. અનંત સુખ મા.વ. Oll અનંત સુખ મોક્ષમાં છે તે વ્યવહારથી કહેવાય છે, ઉપચારથી કહેવાય છે, મુક્તિમાં આત્માના સુખનો ઉપચાર કર્યો છે. અનંત સુખ આત્મામાં છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાંના એક એક પ્રદેશમાં અનંત સુખ છે. તે સુખ મેળવવાની ચાવી સદ્ગુરુ પાસે છે. અનંત સુખનો ખજાનો આત્મામાં છે પણ તેને મેળવવા માટે તે ખજાનાને ખોલવા કઈ ચાવી છે તે એક સ ગુરુ જ જાણે છે. અને તેમની પાસેથી મેળવવા માટે તેઓની ઉપાસના, સેવા (આજ્ઞાબદ્ધતા) દ્વારા કૃપા પ્રાપ્ત કરવી પડે તે સિવાય પણ જો ચાવી મળી જાય તો પણ ખજાનો કદાચ ખૂલે પણ તેમાંથી આત્માના અનંત સુખનો એક અંશ પણ મેળવી ન શકાય કારણ કે, તે ખજાનો લેવા નીચા નમીને જવાનું છે. ગુરુ સેવા વિના અક્કડતા જાય નહિ અર્થાતું, નમ્રતા અને કૃતજ્ઞભાવ સિવાય આત્મધર્મ પ્રગટવો મુશ્કેલ છે. માટે “નમો અરિહંતાણં સાધના દ્વારા “નમો’ થી નમસ્કાર અને અરિહંતાણં થી ઉપકારીના ઉપકારને માનવારૂપ કૃતજ્ઞતા પ્રથમ સાધવી જોઈએ. ૮. અનંત દુ:ખ પો.શુ. ૧, ૨૦૦૨ અનંત દુઃખ નરક નિગોદમાં છે તે ઉપચાર છે. દુઃખનો સર્જક આત્મા છે તે મોહાદિનું આલંબન લઈને સર્જે છે અને પોતાના ઉપર દુઃખનો ભાર લાગે છે. જેથી દુઃખીપણાનું બિરુદ ધરાવે છે. સત્તાએ અનંત સુખ આત્મામાં રહેલું છે પણ દુ:ખ રહેલું નથી પણ અવળી ચાલે ચાલીને દુઃખનું સર્જન કરે છે, જયારે શુભ (શુદ્ધ) આલંબન લઈ વીર્ય ફોરવે છે ત્યારે તો મોહાદિના આવરણને ફગાવી દઈને પોતામાં રહેલું સુખ છે તેને પ્રગટ કરે છે. તે સંપૂર્ણ પ્રગટ થાય છે ત્યારે અનંતતાને પામે છે એજ રીતે મોહનીયાદિ કર્મનાં નિમિત્તોને સેવી સંપૂર્ણ વીર્ય ફોરવી દુઃખનું કારણ પાપરાશિને ભેગા કરીને આત્માના ગુણોને એવા આવરી લે છે કે સુખનો અંશ પણ ન મેળવી શકે. કેવળ દુઃખ દુઃખ ને દુઃખ જ અનુભવે છે. તેથી આત્મા જ અનંત દુઃખનું સર્જન કરીને ભોગવે છે. દુઃખ કાંઈ આત્માની વસ્તુ નથી તે તો પોતે ઊભી કરેલી છે માટે તેને દૂર કરવા માટે પાપ-અશુભ આશ્રવોને છોડવા. સાધકનો અંતર્નાદ 81 Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯. અનિત્યતા પો.શુ. ૨ જગતમાં જેટલી દશ્ય વસ્તુ છે તે બધી અનિત્ય છે, નિત્ય પાંચ દ્રવ્યો છે. નિત્યનો અર્થ-નાશ ન પામે તેવી. જે કાંઈ દેખાય છે તે બધું પુગલ છે. તે નાશવંત છે. માટે જગતના દશ્ય બધા ભાવોમાં અનિત્ય ભાવના ભાવિત કરવી જેથી તેના નાશથી થતા દુર્ગાનની પરંપરા અટકી જાય અને નિત્ય એવા આત્મ તત્ત્વને ધ્યાવવું જેથી ધ્યાન ઉત્પન્ન થતાં આર્ત-રૌદ્ર ધ્યાનથી થતા રાગ-દ્વેષાદિ થાય છે તે અટકે. એ જ અનિત્ય ભાવનાનું ફળ છે. ૧૦. જ્ઞાતા-દ્રષ્ટા ભાવ ખરેખર ! જો જીવમાં જ્ઞાતા દ્રાપણું આવી જાય તો સમતા-સામાયિક ઘેર બેઠા પણ સ્પર્શી જાય અને છઠ્ઠા ગુણઠાણાનો (સાધુના ગુણઠાણાનો) સ્પર્શ થઈ જાય. જ્ઞાતા-દ્રષ્ટાપણું-જ્ઞાતૃત્વ એટલે જાણવું. દેટ્ટત્વ એટલે જોવું. જીવનો સ્વભાવ જાણવું અને જોવું છે, માટે તેને અટકાવીએ તો જાણ્યા જોયા વિના રહી શકે નહિ અને જાણે જુએ એટલા માત્રથી તેને કર્મબંધ થતો નથી પણ તે જાણ્યા જોયા પછી તેમાં મોહ ભળે છે કે આ મારું છે. આ મને જે કહ્યું તે સારું કહે તો ગલગલીયાં થઈ જાય તે મોહ, ખરાબ કહે તો દુધ્ધન થાય તે મોહ, કેમ કે, આ કહ્યું તે મને કહ્યું છે, આ બગડયું તે મારું બગડ્યું છે એમ મને એટલે અહં અને મારું એટલે મમ. અહ-મમ એ બને મોહના ઘરમાંથી ઊભા થયેલા છે. આપણે જાણીએ-જોઈએ ત્યાં સુધી ગુનો નથી એ તો જીવનો સ્વભાવ છે. પણ મને કહ્યું, મારું ગયું વિગેરે મોહના વિકલ્પો આપણા જ્ઞાતૃત્વ, દૃષ્ટત્વ સ્વભાવને મલિન કરે છે અને કર્મબંધ થાય છે માટે જગતમાં બનતા પ્રસંગો જેમાં આપણે જ્ઞાતૃત્વ, દિષ્કૃત્વ સ્વભાવને બરાબર જાળવી શકીએ છીએ. પણ જયારે આપણા જીવન માટે બનતા સારા નરસા પ્રસંગોમાં આપણે જ્ઞાતૃત્વ, દૃષ્યત્વ સ્વભાવને મલિન બનાવી દઈએ છીએ એટલે કે જાણ્યાં, જોયા પછી જે કાંઈ સુખદુઃખનો અનુભવ થાય છે તે આપણા શુદ્ધ જ્ઞાતૃત્વ, દેવ સ્વભાવમાં મોહ ભળે છે તે કારણે થાય છે. મોહ એટલે રાગ-દ્વેષ-અજ્ઞાન. અજ્ઞાન એટલે અવિદ્યા-મિથ્યાત્વથી વાસિત બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલો અવિવેક. જેના કારણે જીવ દુર્ગાનથી કર્મબંધનો જથ્થો ભેગો કરે છે. હું એટલે આત્મા, મારું એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણો, તે સિવાયની જડ વસ્તુ વ્યવહાર જીવન માટે વ્યવહારથી કહેવાય પણ મનાય નહિ. સુખદુઃખનો અનુભવ માનવાથી થાય છે. જે વ્યવહાર ચલાવવા માટે વ્યવહારમાં ઉપયોગ કરવાનો છે કે આ મારું છે. તેને આપણે માની બેઠા છીએ એ મિથ્થાબુદ્ધિ છે, અજ્ઞાન છે અને તેથી જ જીવનો સંસાર વધી રહ્યો છે. હવે આપણા જીવનમાં જ્ઞાતૃત્વ-દેખવભાવ કેટલો વિકસ્યો છે તે તપાસીએ. આપણા પ્રસંગની આપણને જેટલી સારી ખોટી અસર થાય છે તેટલી બીજાના પ્રસંગની થાય છે ? ના. એ પ્રમાણે પોતાના પ્રસંગમાં પણ કાંઈ લેવા દેવા ન હોવી જોઈએ. ફકત આપણો આત્મા તે વાતને જાણે પણ રાગ-દ્વેષની પરિણતિ ન થાય તેનું નામ જ જ્ઞાતા-દ્રષ્ટાભાવ કહેવાય. સાધકનો અંતર્નાદ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ગુરુદેવનો મહિમા શ્રા.શુ. ૨, ૨૦૪૨, સોનારિકા ફલેટ, અમદાવાદ. ગુરુ એ દેવ છે. પરમાત્માએ દેવ કે જેને શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે તે. ગુરુદેવ એ જે શુદ્ધ સ્વરૂપની ઝાંખી કરી રહ્યા છે તે, કાળના બંધનથી જે સ્વ-સ્વરૂપને પ્રગટ થવાની રાહ જોઈ રહ્યા છે. એટલો ફરક છે, પરંતુ દેવત્વ બંનેમાં સરખું છે. ગુરુમાં દેવત્વની સ્થાપના છે તેને નિહાળવાથી શિષ્ય પોતાનો વિકાસ સાધી શકે છે. જેમ પથ્થરમાં પરમાત્માની મૂર્તિ નિહાળવાથી પરમાત્માનું દર્શન નથી થતું તેમ ગુરુમાં-દેહધારીમાં જડ શરીર નિહાળવાથી તેમનામાં રહેલું ગુરુત્વ-દેવત્વનું દર્શન થતું નથી. જેમ પથ્થરની મૂર્તિ તે સાક્ષાત્ પરમાત્મા છે તેમ જડ શરીર અથાત્ દેહધારી ગુરુમાં દેવત્વ છે. આ પ્રમાણે જયાં સુધી શિષ્ય ગુરુમાં દેવત્વ નહિ જુએ ત્યાં સુધી સાક્ષાત્ ગુરુનું દર્શન નહિ થાય પણ જગતની એક સારી વ્યક્તિરૂપે જ તેનું દર્શન થશે અને ગુરુના આલંબનથી જે આત્મ વિકાસ સાધવાનો છે તે શકય નહિ બને. મૂર્તિમાં રહેલું પરમાત્મત્વ એ કોઈ વિરલા જ જોઈ શકે છે. એ દર્શનની શક્તિ દર્શકના નમ્રતા, વિનય, નિરહંકારિતા, સમર્પણતા, ગુણાનુરાગિતા વિગેરે ગુણોથી પ્રગટે છે. એ ગુણો ગુરૂદેવના અનંત ઉપકાર-ઉપકારની અસીમતાના વિચારોમાં જ ગરકાવ રહેવાથી સહજ બને છે. ગુરુ પ્રત્યે કૃતજ્ઞભાવ ધારણ કરવાથી મોક્ષ સુધીના બધા જ માર્ગો ખુલ્લા થઈ જાય છે. માટે નિરહંકારી બની ગુરુના અનંત ઉપકારોને એક ક્ષણ પણ નહિ વિસરી કૃતજ્ઞભાવથી આત્માને ભાવિત કરવાથી આ કાર્ય સરળ બને છે. ધન્ય છે ગુરુદેવને ! જય હો ગુરુદેવની ! ૧૨. પરમાત્મ પદ શ્રા.શુ. ૩, ૨૦૪૨ જેના આત્મામાંથી રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન ટળી ગયા છે તે પરમ આત્મા-પરમાત્મા છે. તે આત્માનું સ્થાન બીજા આત્માઓ કરતાં પરમ છે, ઉત્કૃષ્ટ છે. તેથી તેઓ પરમાત્મપદે પહોંચેલા આત્મા કહેવાય છે. આ પદ પામવા આત્મતત્ત્વની સાધના કરવી જોઈએ. એ સાધના માટે પરમપદે પહોચેલા આત્માઓનું આલંબન લેવું જોઈએ. તેમના આલંબનથી જગત જીવનું અને સ્વનું પરમાત્મ સ્વરૂપ જોવું જોઈએ અને આપણે જગતજીવ અને પરમાત્માની એકતા સાધવી જોઈએ. યોક્તા સાધવાનો ઉપાય : આપણે જે અત્યાર સુધી પર્યાય સ્વરૂપે જોઈને જગતને-પોતાના આત્માને પરમાત્માથી જુદા માનતા હતા તે માન્યતામાં ધ્યાન ટાણે ફેર કરવાનો છે. મનમાંથી, ઉપયોગમાંથી ભિન્નતાની માન્યતા એક ક્ષણ પણ નીકળી જાય તો જીવ, જગત અને પરમાત્માના આત્મત્વનું તાદાભ્ય સાધકનો અંતર્નાદ Page #104 -------------------------------------------------------------------------- ________________ સાધતાં જરાય વાર લાગે નહિ. એક ક્ષણ પણ ત્રણેની એકતાનો અનુભવ અમૃત જેવો આસ્વાદકારી બની આત્માને આનંદ વિભોર બનાવી દે. પણ પ્રત્યક્ષમાં જ જે અનુભવ સિદ્ધ પર્યાય છે તેની ભિન્નતાની માન્યતા તોડવા માટે પરમાત્મ સ્વરૂપ આપણું તથા જગતનું વારંવાર પરમાત્માના આલંબનથી નિહાળવું જોઈએ. જેથી એકાન્તની (પર્યાયરૂપની) ભ્રમણા ટળીને મહામોહ, જે જીવને હું મારું જે સત્તાથી રહ્યો છે તે પાતળો પડે અને જીવને સુખનો અનુભવ કરવા દે. આપણે ‘રો ગાયા' સૂત્રથી ત્રણેની (જીવ જગત અને આત્મા) એકતા સ્વીકારી છે, શ્રુતજ્ઞાનથી જાણી છે, પણ મનની માન્યતામાં ઉતરી હોય એવું લાગતું નથી. જો આત્મામાં તે સત્તાએ શુદ્ધ સ્વરૂપની ખાતરી દઢ હોય તો ત્રણેની એકતા સાધવી સહજ છે. ‘અન્યથી ભિન્ન છું એમ આપણે જેને ઉપચાર માનવાનો છે તેના બદલે “અમે બધા એક છીએ' તેને ઉપચારથી માનીએ છીએ અને પ્રત્યક્ષ દેખાતી ભિન્નતા સત્ય સ્વરૂપે આત્મામાં દઢ થઈ ગઈ છે. આ દૃષ્ટિ જ બદલવાની છે. ધ્યાન ટાણે પોતાના આત્માને પરમાત્મ સમદર્શિત્વથી ભાવિત કરવો અને જગતના જીવોને આત્મસમદર્શિત્વ ભાવથી જોઈને એકતા સાધી પરમાત્મ પદને સિદ્ધ કરવું. આ છે પરમાત્મપદ પ્રાપ્તિની સાધના. ૧૩. દયાભાવ શ્રા.શુ. ૪ દયા એ ધર્મનું મૂળ છે. દયાભાવ એ આત્માનો ગુણ છે. ભાવ અધ્યવસાયરૂપ છે. તે અંતરાત્મામાંથીઆત્માની અંદરથી ઊઠે છે. માટે ભાવ માત્ર એ આત્માના ગુણ છે. જો તેનો ગુણ ન હોય તો તે આત્મામાંથી અધ્યવસાયરૂપે બહાર આવે કેવી રીતે? હા. એક જ ગુણનો જુદા જુદા સ્વરૂપે આપણને અનુભવ થાય એ બનવા યોગ્ય છે. પણ ભાવ માત્ર છે તો આત્માનો ગુણ દા.ત. દયા એ મુખ્ય ત્રણ ગુણમાંથી ચારિત્રનો પર્યાય છે. દયા ધર્મનું મૂળ-ધર્મ એ આત્મસ્વભાવ છે. એટલે આત્મ સ્વભાવ પ્રગટાવવાનું મૂળ હોય તો દયા છે. ધર્મ એક સ્વરૂપે છે. તેને પ્રગટ કરવાનાં બે કારણ છે. નિમિત્તકારણ અને ઉપાદાનકારણ. દયા એ ઉપાદાન કારણ છે. (જગતના જીવો નિમિત્તકારણ છે.) માટે દયા એ આત્માનો ગુણ છે. પોતે કારણ બનીને પોતાના સ્વભાવરૂપે પ્રગટ થાય છે. તે સ્વરૂપ આત્મ સ્વભાવ. દયા તે જીવો પરનો પ્રેમ છે અર્થાતુ જીવ પ્રત્યેની લાગણીમાંથી ઉત્પન્ન થનાર છે. આત્માને જીવ પ્રત્યે લાગણી કેમ થાય છે? જીવો સજાતીય વર્ગના છે, તેનું અને પોતાનું જીવ સમાનપણું જુએ છે. તેથી જીવત્વના ભાવે તેનો કર્મથી પડેલો ભેદ છે તેને ભૂલી પોતાની સાથે એકયની ભાવનામાંથી ઉત્પન્ન થયેલી લાગણી થાય છે તે જ દયાભાવ છે. ભલે જીવને એનું જ્ઞાન નથી હોતું કે આ લાગણી મને કેમ થઈ, પણ લાગણીનો ભાવ દયાભાવની સાધકનો અંતર્નાદ Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ સહજ એકતાના ભાવથી થાય છે. માટે જીવોની સાથે અભેદતાની સાધનાની શરૂઆત દયાભાવમાંથી ઉત્પન્ન થાય છે. જેનામાં લાગણી નથી અથવા દયાભાવ સિદ્ધ નથી કર્યો તેને માટે અભેદતાનો અનુભવ દુઃશકય છે. દયાભાવમાં જીવ પ્રત્યેનો કિંચિત્ અભેદ અનુભવાય છે. પરંતુ સકલ જીવરાશિ સાથે અભેદ તો વિશાળ હૃદયની અપેક્ષા રાખે છે. દયાભાવમાંથી પ્રગટેલો વાત્સલ્યભાવ અભેદ સિદ્ધિમાં સારો ભાગ ભજવે છે. અહીં લાગણીમાં વ્યક્તિભેદ ન હોવો જોઈએ. સહુ જીવ પ્રત્યે એક સરખી લાગણી-સ્નેહ-પ્રેમભાવ. જેમાં નિર્મળતાની સરિતા વહે છે. અને મધુરતાનો પ્રવાહ સર્વને મીઠાશનો અનુભવ કરાવે છે. લાગણીમાં જયાં વ્યક્તિભેદ છે ત્યાં સ્વાર્થ છે. જીવ માત્ર પ્રત્યે આત્મામાંથી ઉત્પન્ન થતી જે સહજ લાગણી છે તે જ દયાભાવ છે, તે પરમાર્થ સ્વરૂપ છે. સ્વાર્થભાવ દુઃખની પરંપરા ઊભી કરે છે. લાગણી હોવા છતાં જીવને વધારે દુઃખી કરવા માટેનો આ ભાવ છે. પરમાર્થભાવ સુખની છોળો ઊછાળે છે. તે ભાવમાં ડૂબેલો જીવ સદા આનંદમય ફુર્તિનો અનુભવ કરે છે તે છે દયાભાવ, લાગણીનો ભાવ, પ્રેમભાવ, સ્નેહભાવ. ૧૪. પરમાત્માનું જન્મ કલ્યાણક શ્રા.શુ. ૫, ૨૦૪૨, ૫.ઉપકારી નેમિજિન જન્મદિન આજે બાલબ્રહ્મચારી નેમિજિનેશ્વરનો જન્મદિન છે. જે દિવસે પ્રભુ જમ્યા તે દિવસે આખા જગતને કોઈ આનંદનો પાર ન હતો, દુઃખીયાએ પણ સુખનો અનુભવ કર્યો એવી અનુપમ એ ક્ષણ હતી. પરમાત્માનો જન્મ આખા જગતનું કલ્યાણ કરનાર હોય છે માટે જ તેઓના જન્મને કલ્યાણકકલ્યાણકર કહેવાય છે. જો અરિહંતોનો જન્મ ન હોત તો આખું વિશ્વ આજે પાપમય હોત. જીવોને પરસ્પર અશાંતિ, દુ:ખ, કલહ, કજિયાની હોળી સળગત, એક ક્ષણ પણ જીવને શાંતિનો દમ ખેંચી શકવાની શકયતા ન હોત. પ્રભુનો જન્મ જગતને કલ્યાણ કરનાર કેમ? તેમણે ત્રીજા ભવમાં આખા જગત સાથે આત્મીય સંબંધ બાંધ્યો હતો, એક જીવ પણ બાકી નહિ. આ તેઓની વિશાળ આત્મીયતાએ આખા વિશ્વને આકર્ષ્યા. કેવો આત્મીય સંબંધ બાંધ્યો ? સક્રિય આત્મીય સંબંધ બાંધ્યો. આખા વિશ્વને રાગ, દ્વેષ, મોહ, કલહ, કજિયાથી દુઃખી જોઈને તેઓની આત્મીયતામાં એવી લાગણી ઉદ્ભવી કે જગતને દુઃખી જોઈને એક ક્ષણ પણ જેમને પોતાનું સુખ યાદ આવતું નથી. પરંતુ પોતાનું બધું ભૂલીને જગતના દુઃખને દૂર કરવાના દઢ સંકલ્પવાનું સાધકનો અંતર્નાદ Page #106 -------------------------------------------------------------------------- ________________ બન્યા. તે સંકલ્પમાંથી પ્રાપ્ત થયેલી સામગ્રી માટે આ જન્મ હતો. આ જન્મથી માંડીને બધી જ સામગ્રી પ્રાપ્ત થવાની શરૂઆત થઈ. સામાન્ય જીવોને પણ પ્રાપ્ત થાય તેવી આર્ય દેશ, ઉત્તમકુળ, વજાઋષભનારાચ સંઘયણાદિ જેવી સામગ્રી તો મળી, પણ તે ઉપરાંત ભાવ સામગ્રી-પરાર્થ વ્યસનીયતા, સ્વાર્થોપસર્જનીયતા આ બધું જન્મથી માંડીને જ સ્વભાવગત હતું. આવા મહાકલ્યાણકારી પ્રભુનો જન્મ થતાં આખા વિશ્વમાં આનંદ-આનંદ પ્રસરી રહ્યો. આ સામગ્રી પ્રાપ્ત થાય તે માટેનું પુણ્ય તેમણે આત્મસમદર્શિત્વના ભાવમાંથી પ્રગટેલી કરુણા, વિશ્વ વત્સલતાથી બાંધ્યું હતું. પ્રભુનો આત્મસમદર્શિત્વ ભાવ જન્મોજન્મ તેની જ સાધના કરતા તેઓ અહીં આવ્યા હોવાથી દંઢ હતો. આત્મસમદર્શિત્વ આખા જગતને પોતાના આત્મતુલ્ય માનવું. સમ સુખ-દુઃખના અનુભવી હોવાથી સુખની પ્રાપ્તિની ઝંખના સહુને હતી, દુ:ખ ન મળો એ ઈચ્છા સહુને હતી તે અવસ્થા સહુની જોઈ, એવી અદ્ભુત કરુણાની લાગણી ઉદ્ભવી અને તેમાંથી જગતને દુઃખમુક્ત કરું અને સુખનો માર્ગ દેખાડું એ ભાવ થયો. સુખના માર્ગથી અજાણ વિશ્વ સુખની ઝંખનાથી દુઃખના માર્ગે દોટ મૂકી રહ્યું છે તે કેટલું બધું કરુણા કરાવે તેવું છે ! છતાં આ વિચાર આપણને પ્રગટતો નથી, કેવળ અરિહંત પરમાત્માના આત્માને જગતની આ અજ્ઞાનતા અસહ્ય બને છે તેથી દુઃખમુકત કરવાની ભાવના દેઢ સંકલ્પવાન બને છે અને તે ભાવનાથી પ્રાપ્ત થયેલો તેમનો જન્મ આખા જગતને આનંદ ઉપજાવે છે. માટે જ અરિહંત પરમાત્માનો જન્મ તે જન્મ કલ્યાણક કહેવાય છે. ૧૫. શાશ્વત શું ? શ્રા.શું. ૬ જગત ષડૂદ્રવ્યમય છે. ષડ્ દ્રવ્યો શાશ્વત છે. આ જગતમાં જેટલી શાશ્વત, વસ્તુઓ છે તે બધાનો સમાવેશ છ દ્રવ્યોમાં થઈ જાય છે. ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યો શાશ્વત છે. પુદ્ગલનો પરમાણુ શાશ્વત છે અને તેના પર્યાયરૂપ સ્કંધો જે શાશ્વત (મેરુ આદિ) કહેવાય છે. તેમાં પણ પરમાણુ બદલાતા રહે છે અને સ્કંધ તેના તે જ રૂપે દેખાય છે. તે રીતે કેટલાક પુદ્ગલ સ્કંધો શાશ્વત કહ્યા છે. આત્મા શાશ્વત છે. કાળ એ દ્રવ્ય નથી એમ કેટલાકોનું માનવું છે. કેમકે એ કોઈ સ્વતંત્ર પદાર્થ નથી પરંતુ પુદ્ગલ દ્રવ્ય જેની અસરથી નવાનું જૂનું, બાલમાંથી વૃદ્ધ વગેરે ફેરફાર થાય છે, તે જે પદાર્થરૂપ થાય છે, તેને કાળ તરીકે ઓળખવામાં આવે છે. ઋતુ આદિના ફેરફારમાં પણ એ જ રીતે કાળ નામનું દ્રવ્ય કામ કરે છે, જેની અસર જડ, ચેતન દ્રવ્યને થાય છે, તેને પદાર્થ કહેવાય છે. ચેતનની ઔયિક પર્યાયોને અસર થાય છે અને જડ દ્રવ્યની પર્યાયો પર પણ કાળની અસર છે તેથી જડ સાધકનો અંતર્નાદ 86 Page #107 -------------------------------------------------------------------------- ________________ પર્યાયોનું કારણ કાળ બને છે. આ બધું શાશ્વત મનાય છે, કેમ કે અનાદિ કાળથી આ જગત છે, અનંતકાળ સુધી રહેનાર છે. તેમાં રહેલા પદાર્થોનું સ્વરૂપ બદલાય છે પર દ્રવ્યના નિમિત્તે જેને પર્યાય કહેવાય છે. પરંતુ તેનું મૂળ સ્વરૂપ સદા અવસ્થિત છે. કોઈ પણ પદાર્થના મૂળ સ્વરૂપને જોઈ તેની શાશ્વતતાને સહીએ તો આપણામાં રહેલા ઘણા દોષો ટળી જાય. પદાર્થના (પર્યાયના) નાશથી થતી ગ્લાનિ, ખેદ, કલેશાદિ દોષો ટળવાથી પ્રસન્નતાને જાળવી શકે છે. પદાર્થના બાહ્ય સ્વરૂપ (પર્યાય)ને જોઈ તેની અનિત્યતા ગ્રહીએ તો આપણામાં રહેલા કેટલાક દોષો ટળી જાય છે અને વૈરાગ્ય, મૂચ્છનો અભાવ, મમતાનો અભાવ વગેરે ગુણો પ્રગટે છે. પર્યાય તો આપણે સહજથી સહીએ છીએ પણ તેની શાશ્વતતા પણ સદ્ધીને મૂળ સ્વરૂપ છે તેમાં રમીએ તો આનંદની અનુભૂતિ થાય. ૧૬. નિર્વિચાર દશા નિર્વિચાર દશા પ્રાપ્ત કરવા માટે પ્રાથમિક ભૂમિકામાં મન ઉપર નિયંત્રણ કરી નિર્વિચારતાને કેળવવાનો અભ્યાસ કરવામાં આવે છે. વિચાર એ આત્માની વસ્તુ નથી પરંતુ તે આત્મા મનના આલંબને વિચારની પ્રવૃત્તિ કરે છે. માટે મુખ્ય તો વિચાર મનમાંથી ઉદ્ભવે છે. તે કારણે યોગની સાધના દ્વારા મનોલય-મનોનાશ સાધી શકાય ત્યારે નિર્વિચાર દશા પ્રાપ્ત થાય છે અને આત્માનંદ માણી શકાય છે કારણ કે, તે આનંદમાં દખલગિરિ કરનાર મનનો લય થયેલો છે. મનોલય સાધવા માટે પ્રથમ મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ, અને શુભમાં જોડવી જોઈએ. કારણકે અશુભ પ્રવૃત્તિમાં જોડાયેલાં યોગોની મલિનતાના કારણે તેને કાબૂમાં લાવતાં કષ્ટ પડે છે, દુ:સાધ્ય બને છે માટે ત્રણે યોગોમાંથી પ્રથમ મલિનતાનો ભાર ઉતારવા શુભમાં જોડવા, તેથી તે સ્કૂર્તિવાળા બને છે. જેથી તે યોગોના જ આલંબને સાધ્ય એવા મનોલય કરવા સરળ પડે છે. યોગોની સ્કૂર્તિથી જ આત્મામાં એવું બળ ઉત્પન્ન થાય છે, પ્રગટે છે જેથી મનોલય સહજ બને છે. અશુભ મનને શુભમાં લાવવા પ્રથમ શુભ આલંબનો દેવ, ગુરુ, ધર્માનુષ્ઠાનો વગેરેને સેવવા અને મનને શુભ સંસ્કારોથી વાસિત કરવું, તેનાથી મનમાં વિચારો શુભ ઉદ્ભવશે. શુભ વિચારો દ્વારા શુભ આલંબનોના ગુણો આત્મસાત્ થતાં ઉપયોગ નિર્મળ બને છે અને ઉપયોગની નિર્મળતા થતાં તેમાંથી (ઉપયોગમાંથી) પણ અશુભ તત્ત્વનો નાશ થવાથી નિર્બોજ બનેલો પોતે સક્રિય ભાગ લે છે. પણ પ્રમાદ સેવતો નથી એ કારણે જ સ્થિર ઉપયોગ થતાં, મનોયોગ (વિચારો) પ્રમાદના કારણે જે સતત બહાર ભમતો અનેક સંકલ્પ-વિકલ્પની જાળમાં રચ્યો પચ્યો રહેતો હતો તેમાંથી છૂટી પોતે સ્વતંત્ર બની સ્થિરતાનો અનુભવ કરે છે ત્યારે આત્માની નિર્વિચાર દશા પ્રગટે છે. નિર્વિચારિતા તે આત્માની વસ્તુ છે, વિચાર કરવા તે મનને આધીન વસ્તુ છે. માટે જ આત્મા પર વસ્તુને ફગાવીને સ્વ વસ્તુ નિર્વિચારિતાને સિદ્ધ કરી શકે છે. સાધકનો અંતર્નાદ 87 Page #108 -------------------------------------------------------------------------- ________________ નિર્વિચાર દશા એ આત્માની વસ્તુ છે. વિચાર એ મનમાંથી ઉદ્ભવતી વસ્તુ છે તેમાં આત્મામાંથી ઉદ્ભવતા શુભ અધ્યવસાય ભળે છે ત્યારે એને આપણે શુભ વિચાર અથવા સર્વિચાર કહીએ છીએ. વિચારમાં શુભાશુભતા આત્મામાંથી ઉદ્ભવતા શુભાશુભ અધ્યવસાયો (લેશ્યા)ના કારણે છે. નિર્વિચાર દશા પ્રાપ્ત કરવા પ્રથમ શુભ આલંબનો સેવવાં અને વિચારોને શુભ અધ્યવસાય દ્વારા શુભ અને સત્ બનાવવા. પછી હળવું બનેલું મન પોતાની બધી શક્તિનો ઉપયોગ કરી પોતાનો નાશ સહેલાઈથી કરી શકે છે ત્યારે આત્મામાંથી નિર્વિચાર દશા પ્રગટે છે. ૧૦. આત્માનંદ દશા શ્ર.શુ. ૮ આત્મા આનંદ સ્વરૂપ છે. તે સ્વરૂપ ચારિત્રમોહનીયથી અવરાઈ ગયું છે, તેથી તે પોતાના રૂપનેભાવને એટલે કે સ્વરૂપને-સ્વભાવને અનુભવી શકતો નથી. અનાદિ કાળથી પોતાના સ્વરૂપને ભૂલી પરમાં રમે છે તે તેની કર્મની જાળમાં બંધાવાની યોગ્યતાથી (સહજમલથી) કુટેવ પડી છે. આવા કુટિલ કર્મોનો સામનો કરવાની (મુક્તિગમનની) યોગ્યતા આત્મામાં પડી છે તેને પુરુષાર્થ કરીને કામમાં લેતો નથી. આ તેની પ્રમાદ દશામાં રમવાની અનાદિની ભૂલ છે. જેથી અનાદિની આ ચાલને આત્મા બદલતો નથી. આ પુરુષાર્થ કરવા માટે અને પ્રમાદ દશા ટાળવા માટે સત્સંગની ખૂબ જરૂર છે. સત્સંગ દ્વારા પોતાની ભૂલ ઓળખાય છે અને ગુણનો અનુરાગ થવામાં નિમિત્તભૂત દષ્ટાંતોનો પરિચય થતાં આત્મા ઉપરની પ્રમાદની રજ વિખરવા માંડે છે. આ પ્રમાદ તો છેક છઠ્ઠા ગુણઠાણા સુધી સહુને સંતાપે છે. કોઈ જીવ પરમપુરુષના સહારે જોરદાર પુરુષાર્થ કરી પ્રમાદરૂપી પર્વતને ઓળંગી જઈ આત્માના આનંદમય સ્વરૂપને નિહાળવા તેની નજીક જઈ શકે છે અને સ્વની રમણતામાં સ્થિરતા પામતાં આત્માનંદની અનુભૂતિ કરી શકે છે. આ દશાને પ્રાપ્ત કરવા કષાયો ઉપર વિજય અને વિષયો પ્રત્યે વિરાગતાની જરૂર છે. આ કષાય વિજય અને વિષય વિરાગ માટે જ પરમાત્માએ સર્વવિરતિ સામાયિક બતાવ્યું છે સર્વ સાવદ્યથી વિરમી સમભાવમાં રહેવું તે સર્વવિરતિ. સર્વ સાવદ્યથી કેવી રીતે વિરમાય ? અવદ્ય માત્ર જડ, ચેતનના નિમિત્તે જીવ ભેગું કરે છે. જડનો રાગ-ચેતનનો દ્વેષ એ બંનેના નિમિત્તો વિષય અને કષાય છે. માટે તે બંને નિમિત્તો દૂર કરવા જગતના જીવો સાથે આત્મ સમદર્શિત્વભાવ આત્મામાં ભાવિત કરવો અને આત્મા સાથે પરમાત્વસમદર્શિત ભાવ ભાવિત કરવો. આત્મ સમદર્શિત્વથી જગતના જીવો સાથે જડના રાગના કારણે અનાદિ કાળથી ભેદ પડી ગયો છે તે દૂર થઈ અભેદ સધાય છે અને પરમાત્મ સમદર્શિત્વથી જગતના જીવમાત્ર (જીવ7) પ્રત્યે જે (ચેતન વૈષના કારણે) ઉપેક્ષા આપણો આત્મા સેવે છે તે દૂર થઈ સકલ જીવરાશિ અને આપણા આત્માની પરમાત્મા સાથે એકતા સધાય છે. સાધકનો અંતર્નાદ 88 Page #109 -------------------------------------------------------------------------- ________________ આ રીતે જીવમાત્ર સાથે ભેદ કરી જે અવદ્ય પાપરાશિ એકઠી કરતો હતો તે સર્વ વિરતિ (આત્મસમદર્શિત્વ) પ્રાપ્ત થતાં તેનાથી વિરામ પામે છે અને સામાયિક-સમભાવ-પરમાત્મ સમદર્શિત્વ-જેમાં જીવ જગત અને પોતાના આત્માની એકતાનો અનુભવ છે. તે સામાયિક પ્રાપ્ત થાય છે ત્યારે જડનો રાગ અને ચેતનનો ઠેષ રૂપી વિભાવ દશારૂપ આ સંસારની ઝણઝટથી છૂટેલો પોતાના સ્વરૂપની અંદર સ્થિરતાને પામે છે અને અપ્રમત્તપણું આવતાં (સાતમે ગુણઠાણે) અંતમુહૂર્ત જેટલી સ્થિતિ આત્માનંદ દશા અનુભવે છે અને સદા કાળ અવસ્થિત આનંદ દશા તેરમે ગુણઠાણે પામે છે. ૧૮. તત્ત્વ પાયો શ્રા.શુ. ૧૦ ગુરુ મારા ઉપકારી છે એવા (સ્વાર્થયુક્ત) ભાવથી પણ માહરે ભકત બનવું નથી. આટલો પણ સ્વાર્થ છે ત્યાં અંતર છે, ભેદ છે. નિર્મળ સંબંધમાં કાંઈ પણ આડે હોતું નથી. ગુરુ ઉપર સ્વાભાવિક પ્રેમ, ભક્તિ, લાગણી તે જ સાચું તત્ત્વ છે. (સ્વાભાવિક ભક્તિમાં ગુણાકર્ષણ હોઈ શકે) દેવ માહરા ઉપકારી છે એ પણ પ્રાથમિક ભૂમિકામાં સંસારના સ્વાર્થ ભાવમાંથી નીકળી દેવ (જેમણે નિઃસ્વાર્થભાવે આપણી ચિંતા કરી છે તેમના) પ્રત્યે આપણા આત્માના સ્વાર્થને ચિંતવી સંસારની ભક્તિમાંથી છૂટી પરમાત્માની ભક્તિ પ્રગટાવવા માટે છે. દેવ પ્રત્યે સ્વાભાવિક કોઈ પણ સ્વાર્થની આડ વિના જેનામાં ભકિત છે તે સાચો ભક્ત છે. અને સ્વાભાવિક પ્રેમ, ભક્તિ તે જ તત્ત્વ છે. સકલ જીવરાશિ પ્રત્યે લાગણી-સ્નેહભાવ એ જ તત્ત્વનો પાયો છે. જે કાંઈ અધ્યાત્મ, તત્ત્વ, સમજ છે તે આ પાયાના આધારે છે. સહજ ભાવે જીવ-જીવત્વ પ્રત્યે ખેંચાણ તે તત્ત્વ પાયો છે. આ ખેંચાણ એની સજાતીયતાના કારણે છે. તે ખેંચાણમાં વિદનભૂત કાંઈ પણ હોય તો સ્વાર્થભાવ વગેરેની આડ છે. એની આડના કારણે રાગતેષાદિ મોહ વગેરે થાય છે અને સંસાર લંબાય છે. બીજું કોઈ કારણ નથી. સકલ આગમમાં આ સંસારોચ્છેદ માટેનાં જ અનુષ્ઠાનો બતાવેલાં છે અને તેના દ્વારા આત્મામાં પ્રગટ કરવાનું તો આ જ છે સકલ જીવરાશિ (જીવ7) પ્રત્યે લાગણી, સંબંધ, પ્રેમ. આ રીતે તત્ત્વનો પાયો નિઃસ્વાર્થ ભાવ, નિઃસ્વાર્થ પ્રેમ, લાગણી આમાંથી જ મોક્ષ સુધીની કેડી તૈયાર થાય છે. મોક્ષ પ્રાપ્તિની પ્રક્રિયા આગમોમાં બતાવી છે. તે પ્રક્રિયાનો સાર-તત્ત્વ આ જ છે જીવો પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ. દેવ-ગુરુ પ્રત્યે સ્વાભાવિક ભકિત એટલે કે દેવ-ગુરુ ઉપકારી છે વિગેરે ભાવોની આડ વિના સહજ પરમ તત્ત્વ પ્રત્યે પ્રીતિ-ભક્તિ તે આગમનો સાર છે. તત્ત્વનો મૂળ પાયો આ છે, અર્થાતું, ચૈતન્ય સાથે અભેદ સાધવો તે જ તત્ત્વનો પાયો છે. અભેદતા એટલે સકલ જીવરાશિની એકતામાં આપણે પણ મળી જવું તે જિન, જગત અને આત્મા (હું) ની એકતા છે. કોઈ પણ સ્વાર્થ ભાવ વિના મળી જવું, અર્થાતું, સંબંધમાં કોઈ પણ આડ ન હોય તેનું નામ ચૈતન્યભાવથી મળી જવું, અર્થાતુ, અભેદ સાધવો તે જ તત્ત્વનો પાયો છે. સાધકનો અંતર્નાદ 89 Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૯. સમાધિ પીન (પુષ્ટ) શ્રા.શુ. ૧૧ સમાધિથી પીન-પુષ્ટ કોણ હોય ? અંતરાત્મા. આત્મા જયારે બહિરાત્મા બને છે અર્થાતુ, જડપુગલની તીવ્ર રુચિથી તેમાં તન્મય બને છે ત્યારે અસમાધિમાં પીડાતો હોય છે. જયારે આત્મા પરમાત્મ સ્વરૂપ અનુભવે છે ત્યારે સમાધિથી પુષ્ટ થાય છે. તેનો અર્થ એ થયો કે સમાધિનો અનુભવ જડ રુચિ જીવ કરી શકતો નથી પણ ચૈતન્ય રુચિ જીવ જ કરી શકે છે. જેટલો સમય પુગલભાવમાં આત્મા રમે છે તેટલો સમય તે પર વસ્તુ (વિજાતીય) નો આત્માને સંસર્ગ થવાથી, સ્પર્શવાથી આત્મા પીડાનો અનુભવ કરે છે, એ જ અસમાધિ છે. જેટલો સમય સ્વભાવમાં-આત્મભાવમાં રમે છે તેટલો સમય સ્વવસ્તુ (સજાતીય)નો સંસર્ગ થવાથી આત્મા નાચી ઊઠે છે તે સમાધિ છે. આ રીતે વારંવાર પુગલભાવથી વિરમી સ્વભાવમાં રહેવાનો અભ્યાસ જીવ કરે અને સમાધિમાં ડૂબેલો રહે તો સમાધિથી આત્મા એવો પુષ્ટ થાય છે કે જગતની કોઈ જડ વસ્તુ એને પીડા આપી શકતી નથી. જેમ શરીરની નિર્બળતામાં અનેક રોગો પ્રવેશ કરે છે તેમ પુલભાવમાં રમતો આત્મા નિર્બળ બને છે એટલે રાગ, દ્વેષ, મોહ, કષાયોરૂપી અનેક રોગો પ્રવેશ કરે છે. પરંતુ શરીર પુષ્ટ બળવાન હોય તો રોગનો સામનો થઈ શકે છે. તેમ આત્મભાવમાં રમણ કરતો આત્મા સમાધિથી એવો પુષ્ટ બને છે કે તેનામાં રાગાદિ રોગો પ્રવેશી શકતા નથી, અર્થાતું, રાગાદિના ઉદયમાં તે હારતો નથી પણ તેને જીતી લે છે. અસમાધિનું મૂળ જડભાવ, જડરુચિ, જડ તરફ ખેંચાણ છે. સમાધિનું મૂળ પરમાત્મભાવ છે. પરમાત્મા તરફ આત્માનું ખેંચાણ એટલે શુદ્ધ સ્વરૂપને પામેલો આત્મા (તે પરમાત્મા) તરફનું તેનું ખેંચાણ. શુદ્ધ સ્વરૂપને પામેલા આત્માનું ખેંચાણ રહેવાથી જીવ વારંવાર તેમાં ખોવાઈ જાય છે એટલે બહિર્દશા ધીમે ધીમે વિરામ પામે છે અને સમાધિમાં આનંદની અનુભૂતિ કરતો આત્મા પુષ્ટ બને છે. પછી તેને જગતના જડભાવો કંઈ કરી શકતા નથી અર્થાતુ, તેનું આત્મધન તે લૂંટારા (કષાયાદિ) લૂંટી શકતા નથી. તેથી સમાધિથી પીન બનવું હોય તેણે જડ-ચેતન્યનો ભેદ આત્મામાં ભાવિત કરવો અને ચૈતન્ય સાથે અભેદ સાધી આત્મામાં ભાવિત કરવો જેથી જીવ ગમે તે અવસ્થામાં કે સંયોગોમાં પોતાની સમાધિ ગુમાવી દેતો નથી. જડ-ચૈતન્યના ભેદને સિદ્ધ કરવા તેના ગુણ-દોષ વિચારવા, મારું-પરાયું વિચારવું, સજાતીયતા, વિજાતીયતાના કારણે જડ એ પરાયું છે, ચૈતન્ય એ મારું છે એમ વિચારી જડ પ્રત્યે ઉપેક્ષા અને સાધકનો અંતર્નાદ Page #111 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય પ્રત્યે પ્રીતિ ધારણ કરવી. ચૈતન્ય પ્રત્યે પ્રીતિ પેદા થાય પછી તેની એકતા માટેની બધી સાધના સહજ-સરળ બની જાય છે. અને ચૈતન્ય સાથે અભેદ અને જડ સાથે ભેદ સિદ્ધ થાય, અર્થાત્, ભાવિત થાય એટલે સમાધિની સાધના અહીં સંપૂર્ણ થાય છે. આ રીતે સમાધિ સાધવાનો સરળ ઉપાય પરમ ઉપકારી પરમાત્માએ આપણને બતાવી આપણી આનંદમય સ્થિતિને નિહાળવાની તક આ પંચમ કાળમાં પણ મળે અને આપણી દુઃખમય પીડા (સંસારના આધિ-વ્યાધિ-ઉપાધિ) દૂર થાય એવો રાહ બતાવ્યો છે અને આપણી આગળ પરમ ઉપકારી ગુરુદેવોએ તે રાહ પ્રગટ કરી આપણને સદા માટે આનંદમય સમાધિ આપી છે. તે સિદ્ધ કરવાની આપણે છે. ધન્ય છે વિતરાગ ભગવંતને ! ધન્ય છે તેમના બતાવેલા માર્ગને ! ધન્ય છે તેની ચાવી બતાવનાર-ખોલી આપનાર ગુરુવર્યોને ! ત્રણેનું શરણું સ્વીકારી મારા ઉપર ચઢતા તેઓના ઋણથી મુક્ત થવા પ્રયત્ન કરું એ જ અભિલાષા. ર૦. કષાયની ઉપકારકતા શ્રા.શુ. ૧૨+૧૩ કષાય ઉપકારક હોઈ શકે ? હા, પરંતુ તેના પ્રકાર સમજવા જોઈએ. (૧) સ્વ વિષયક (૨) પરવિષયક, પોતાના ઉપર કષાય થાય અર્થાત્, પોતાના દોષો પ્રતિ કષાય થાય તો ઉપકારક થાય છે અને પર પ્રતિ થાય તો નુકસાનકારક છે. કષાય વ્યક્તિ (પાપી) ઉપર થાય તો અપકારક છે, પાપ પ્રત્યે થાય તો ઉપકારક છે. જગત-સમગ્ર સંસાર ઉપકારક છે. એક એક શુભાશુભ પદાર્થ આપણા મોક્ષ પ્રતિ ગમનમાં સહાયક છે. અનંતાનુબંધી કષાય છે તો તેનો નાશ કરી જીવ સમકિતનો સ્વાદ લે છે. ચારે કષાય તે તે ગુણઠાણે પહોંચવામાં આ રીતે મદદ કરે છે. આપણી પાસે પુરુષાર્થ કરાવી પોતે ખતમ થઈ અને આપણને આગળની ભૂમિકામાં મોકલે છે. જગતમાં એવી તો કઈ વસ્તુ છે કે જે આપણા મુક્તિગમનમાં મદદકર્તા ન હોય ! વળી આપણો કપાય અને બીજાનો આપણા ઉપર કષાય. આ બંને આ રીતે ઉપકારક છે. આપણો કષાય આપણને પુરુષાર્થ કરવાની તક આપી ઉપરના ગુણઠાણે મોકલે છે અને પોતે વિદાય લે છે જેથી આપણી ઋદ્ધિ-આત્મ સંપત્તિ આપણે જોઈ શકીએ છીએ. બીજાનો આપણા ઉપર કષાય-આપણો ક્ષમા ગુણ પ્રગટાવવામાં સહાય કરે છે. આત્માની અંદ૨ ગુપ્ત રીતે પડી રહેલ સ્વ સંપત્તિને પ્રગટ કરાવી આપનાર બીજાનો આપણા ઉપરનો કષાય છે માટે બધી રીતે કષાયની ઉપકારકતા જીવને છે તે ઉપકારકતાને વિચારીને કષાય મોહની ઉદયાધીનતામાં કષાયને ઉપકારક બનાવવો તે જ સ્વ ઉદયની સિદ્ધિ છે. સાધકનો અંતર્નાદ 91 Page #112 -------------------------------------------------------------------------- ________________ ર૧. સર્વોત્તમ કાળનું સાધ્ય શ્રા.શુ. ૧૪ સર્વોત્તમ કાળ તો આપણા આત્માને મોક્ષ તરફ પ્રગતિ કરાવે તે કહેવાય અને તે તે કાળે આપણા આત્માની પ્રગતિ થતી હોય છે. સર્વોત્તમ કાળનું સાધ્ય તો આ રીતે મોક્ષ જ થયું, પણ મોક્ષ તરફ પ્રગતિ કરાવે તેવો કાળ આપણા પુરુષાર્થથી જ આવતો નથી તેમાં ભવિતવ્યતા પણ કારણ છે. જો પુરુષાર્થથી જ તે કાળ આવતો હોય તો મોક્ષપ્રાપક સામગ્રી મળતાં ઘણા એવા હળુકર્મી જીવો એવો પુરુષાર્થ કરે છે કે તેને મોક્ષ અવશ્ય મળે પણ તેની ભવિતવ્યતાનો પરિપાક થયો ન હોય અર્થાત્, સહજમલનું પડ એવું જામી ગયેલું હોય કે ટાઈફોડના તાવની જેમ તે મળને પકવવા કાળની જ રાહ જોવી પડે, માટે પાંચે કારણ મળતાં જ કાર્ય સિદ્ધિ (મોક્ષ) થાય છે. પરંતુ કાળની રાહ જોઈને બેસી રહેવાનું નથી. કાળને પકવવા પુરુષાર્થાદિ કારણોનું અવલંબન જરૂર લેવું જ જોઈએ. જો કે કાળે મોક્ષ અવશ્ય થવાનો જ છતાં તે કાર્ય સિદ્ધિ માટે જીવ પુરુષાર્થાદિ કારણો સેવ્યા વિના રહી શકતો જ નથી. જેમ ભાગ્યમાં હોય તો ધનાદિ મળવાનું જ છે છતાં કોઈ ભાગ્યનો આધાર લઈને બેસી રહેતું નથી. જીવ પુરુષાર્થ કર્યા વિના રહી શકતો જ નથી તેમ મોક્ષરૂપ સાધ્યની સિદ્ધિ માટે કાળની રાહ જોઈને બેસી રહી શકતો નથી પણ મુક્તિનો અર્થી સમકિત જીવને એવી ઉતાવળ થઈ જાય છે કે હું કયારે કર્મના બંધનથી મુકત થાઉં ? આમ કરું તો મુક્તિ થાય કે તેમ કરું તો મુક્તિ થાય? તે પ્રમાણે પ્રયત્ન કરતાં કરતાં તેનો કાળ આવી જાય. જેમ જેલમાં પકડાયેલો માણસ મુદતની રાહ જોઈને બેસી રહેતો નથી પણ છૂટવા માટે તેનો પ્રયત્ન સતત ચાલુ જ રહે છે. એમ કરતાં કરતાં તેની મુદત પણ પુરી થાય છે અને છૂટકારો મેળવે છે. એ જ પ્રમાણે મોક્ષની શ્રદ્ધાવાળો જેણે મોક્ષના માર્ગે ચાલવા માંડયું છે તેવો જીવ મુદતની રાહ જોઈને બેસી રહેતો નથી કેમકે તેણે કર્મ રહિત આત્માની શુદ્ધ દશાનું સ્વરૂપ શ્રુતજ્ઞાનથી જાણ્યું છે અને ઉપયોગ દ્વારા યત્કિંચિત્ સ્વરૂપની ઝાંખી પણ સમ્યક્ દૃષ્ટિ પ્રાપ્ત થતાં થઈ છે. માટે તે સ્વાદ ચાખ્યા પછી નિરંતર તેની ઝંખના કરતો, તેને પ્રાપ્ત કરવા માટે જંપીને બેસી રહી શકતો જ નથી, તે કાળનો વિલંબ પણ ભૂલી જાય છે. એક જ ઝંખના રહે છે કે કયા૨ે તે સ્વરૂપ પ્રગટ કરું ? તે માટે એવો જબ્બર પુરુષાર્થ આદરે છે કે જાણે હમણાં જ મુક્તિ મેળવી લઉં ! પરંતુ તેમ કરતાં કરતાં કાળ પાકતાં સંસાર અટવીને પાર થઈ જાય છે. આ રીતે સર્વોત્તમ કાળનું સાધ્ય-આત્મસ્વરૂપનું પ્રગટીકરણ સંપૂર્ણ થતાં સાધ્ય પ્રાપ્ત થાય છે, અર્થાત્, સિદ્ધ થાય છે. રર. પરમાત્માની પૂજનીયતા શ્રા.શુ. ૧૫ પરમાત્મા પૂજનીય શાથી ? તેમનામાં પૂજનીયતા શાથી પ્રગટ થઈ ? પૂજનીયતા કયા પ્રકારની? પરમાત્મા ત્રિલોકના નાથ છે કેમકે તે ત્રણે લોકમાં રહેલ સર્વ જીવોનું યોગ અને ક્ષેમ કરે છે, માટે ત્રણે લોકના જીવોથી પૂજનીય છે. સાધકનો અંતર્નાદ 92 Page #113 -------------------------------------------------------------------------- ________________ તેમનામાં પૂજનીયતા પ્રગટી તેનું કારણ ત્રણે લોકના જીવોને પોતાના વિશાળ હૃદયમાં સમાવી લીધા છે. સર્વ જીવો પ્રત્યે, તેના દોષો પ્રત્યે ઔદાસીન્યતા સેવી તેઓ તરફ કેવળ વાત્સલ્ય જ વહેવડાવ્યું છે. તેથી તેમનામાં પૂજનીયતા પ્રગટ થઈ. જેથી “સુર નર ઈદ્ર કરે તોરી સેવા', દેવેન્દ્રો ચક્રવર્તી, મુનિવરેન્દ્રો સર્વથી તેઓ પૂજનીય બન્યા. તે પૂજનીયતા મનુષ્યો માટે જુદી હોય છે. દેવો માટે ભિન્ન અને મુનિવરેન્દ્રો માટે તેનાથી પણ ભિન્ન હોય છે. દેવો પોતાની ઉત્તમ રિદ્ધિ-વૈભવ દ્વારા ઉત્તમ પ્રકારનાં દ્રવ્યોથી પૂજા કરે છે અને પોતાના સમકિતને દૃઢ અને નિર્મળ બનાવે છે. પૂજાની ભાવના ઊંચામાં ઊંચી હોવા છતાં પુણ્યથી ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરે છે પણ અવિરતિના બંધનથી બંધાયેલો દેવાત્મા પોતાનો ભાવ સમર્પણ કરી શકતો નથી. અર્થાતું, દ્રવ્ય સમર્પણથી પૂજા કરે છે પણ ભાવ સમર્પણ કરી સકલ જીવની હિંસા વગેરે મોટાં પાંચ પાપોથી વિરામ પામી શકતો નથી. માટે તેનું દ્રવ્ય પૂજન તેની સમકિતની નિર્મળતા કરાવે છે. આ પ્રભુની પૂજનીયતાનો પ્રકાર નથી પણ પૂજકના ભેદથી ભિન્ન પડેલી આ પૂજનીયતામાં ઉપચારથી પ્રકાર પાડેલો છે. નરેન્દ્રોને દ્રવ્ય અને ભાવ દ્વારા દેશથી આજ્ઞાપાલનતારૂપી ભાવપૂજન અને મુનિવરેન્દ્રોને સંપૂર્ણ આજ્ઞાપાલન દ્વારા પરમાત્માની પૂર્ણ પૂજા દ્વારા તેમની પૂજનીયતાનું ફળ મળે છે. ત્રિજગતનું પરમેશ્વરત્વ જેમને પ્રગટયું છે તેમની પૂજનીયતા તેમના પરમેશ્વરત્વના આધારે છે. પરમેશ્વર કોણ બને ? ત્રણે જગતનું યોગક્ષેમ કરી જેમણે ભાવ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે તે. ૨૩. નિરંજન આત્માની ભૂગર્ભતા. (શુદ્ધ નિરંજન એવા આત્માની ભૂગર્ભતા-આંતરસ્થિતિ) શ્રા.વ. ૧ નિશ્ચયથી આપણો આત્મા શુદ્ધ નિરંજન-નિરાકાર છે. તેની આંતરસ્થિતિ (ભૂગર્ભતા) વિચારતાં એમ જાણવા મળ્યું કે આત્માને જે કર્મબંધ થાય છે તે સંયોગ સંબંધથી, પરંતુ તાદામ્ય સંબંધથી તેની સાથે એકમેક મળી જતાં નથી. કેમકે તેનું સાચું સ્વરૂપ તો નિરંજન છે જેમાં ચીકાશ નથી. તેની સાથે સંબંધ થાય તો પણ ચોંટી ન જાય, પણ આત્માને કર્યો ચોંટે છે એમ સાંભળ્યું છે તો કઈ રીતે ચોટે? કર્મ રજ ચોટે છે તે તો રાગ દ્વેષાદિ ચીકાશના કારણે, શુદ્ધ નિરંજન નિરાકાર એવો આત્મા પણ અનાદિ કાળથી તેની તેવી ભવિતવ્યતાના કારણે તેને સહજમલ વળગેલો છે એટલે આત્મા તેવી (કર્મ બાંધવાની) યોગ્યતા ધરાવે છે જેથી મલના કારણે રાગ-દ્વેષ થાય અને એ રાગ દ્વેષાદિ ચીકાશથી કર્મ રજનો જથ્થો તેને ચોટે છે તે રજને ઉખેડવાનો પ્રયત્ન શુદ્ધ એવો આત્મા નિરંતર કર્યા કરે છે. કેટલીક રજ તો પ્રયત્ન કર્યા વિના કેવળ તેનો ભાર સહન કરતો ખેરવે છે, જેને અકામ નિર્જરા કહેવાય છે. ભાર સહન કરવો એટલે કર્મના વિપાકને સહન કરવો. વળી કેટલીક રજ ચોટે છે, કેટલીક વળી પાછી જોરથી પ્રયત્ન દ્વારા ઉખેડે છે. એમ કરતાં જયારે સાધકનો અંતર્નાદ 93 Page #114 -------------------------------------------------------------------------- ________________ તે કાળનું પ્રમાણ (જેને કાળ પાક્યો કહેવાય છે તે) પૂર્ણ થતાં એવા કોઈ જોરદાર પુરુષાર્થથી બધીજ રજ સહજમલ સાથે ઉખેડીને ફેંકી દે છે ત્યારે પોતાનું નિરંજન, નિરાકાર સ્વરૂપ સ્થિતિ સ્પષ્ટ થાય છે માટે નિરંજન એવા આત્માની આંતર સ્થિતિ તો તે પોતે કર્મથી બંધાતો નથી છતાં બંધાય છે તેવું રૂપ આપણને છઘસ્થતાના કારણે અનુભવાય છે. કેમકે જયારે અંદરની સ્થિતિ નિહાળીએ ત્યારે તે પોતાની આજુબાજુ પથરાયેલી કર્મચાળને દૂર ખસેડવા જ પ્રયત્ન કરતો હોય છે અર્થાત્ આત્મા સાથે કર્મોનો સંયોગ થયો છે એ કારણે જ કર્મબંધ સ્વરૂપે તે દેખાય છે. પરંતુ આત્મા બંધાતો નથી. કેમકે આત્મા એક સ્વતંત્ર, સ્વાધીન અનુપમ શક્તિને ધારણ કરનારો છે તેને કોણ બાંધી શકે? હા, પોતે સ્વતંત્ર છતાં પરતંત્ર બની ગયો છે. પોતાની સંપત્તિ સ્વાધીન છતાં પરાધીનપણાના ભાવે રીબાય છે. આ બધાનું કારણ તેણે કર્મની સોબત કરી છે તે અને તે કારણે જ તે બંધનથી બંધાયેલો હોય એમ માને છે. હકીકતમાં આત્મા કર્મથી બંધાતો નથી, કર્મને ભોગવતો નથી, પણ જડ વસ્તુની સોબતથી જડતાને ધારણ કરતો એટલે કે જડ જેવો બની ગયેલો, માયકાંગલો બની પોતાની સહજ શક્તિને ગુમાવી દીધી છે જેથી હું બંધાયેલો છું, દુઃખી છું, સુખી છું, પાપી છું, ક્રોધી છું, ધર્મી છું, વિગેરે માની તેમાં જ મસ્ત રહે છે અને પરાધીનતાનું દુઃખ વ્હોરી લઈ સ્વતંત્રતાનું સુખ ગુમાવ્યું છે. નિર્ અંજન. જેને કોઈ વસ્તુ સ્પર્શી શકતી નથી એવો શુદ્ધ અંજન-લેપ વિનાનો, આકાર વિનાનો, શુદ્ધ જ્યોતિર્મય, પ્રકાશમય, આત્મા સદા અનુભવવા લાયક છે. ર૪. ““સવિ જીવ કરું શાસન રસી'' તે ભાવની પરાકાષ્ઠાનું પૃથક્કરણ શ્રા.વ, ૨ દયા જિનધર્મની વેલડી છે. તે બે પ્રકારે છે. ૧. દ્રવ્ય દયા ૨. ભાવ દયા. તેમાં પહેલા પ્રકારની દયા સામાન્ય જનતામાં માર્ગાનુસારી ગુણને પામેલા જીવોને ઉદ્ભવે છે અને શકય તેના દુઃખને ટાળવાનો પ્રયત્ન પણ કરે છે, જે જીવને પુણ્ય બંધાવે છે. શાતાવેદનીયાદિને અનુભવે તેવા કર્મનો બંધ કરે છે, જે દ્રવ્ય દયા મોક્ષમાર્ગના મુસાફરને પ્રાથમિક પણે જરૂરી છે. પણ પછી આગળ વધતાં જીવમાં દ્રવ્ય દયાનો નાશ થઈને ભાવદયા પ્રગટતી નથી પણ દ્રવ્યદયા સાથે ભાવદયા પ્રગટે છે. તે દ્રવ્યદયાની મુખ્યતા તો પ્રાથમિક ભૂમિકામાં હોય છે. ઉપરની ભૂમિકામાં તો ભાવદયા મુખ્ય હોય છે, અને દ્રવ્યદયા ગૌણ હોય છે. જેમ છઠ્ઠા ગુણઠાણે રહેલા સાધુને હોય છે. દ્રવ્યદયા હોય ત્યારે પણ ભાવદયા ન હોય એમ નહિ. એમ તો તીર્થંકર પરમાત્માના જીવો ચોથે ગુણસ્થાનકે વર્તતા, છતાં ભાવદયામાંથી પ્રગટેલી પવિત્ર ઝરણારૂપ “સવિ જીવ કરું શાસન રસી ભાવનાની ટોચે પહોંચેલા હોય છે. જેના બળે ઉત્કૃષ્ટ પુણ્યબંધ કરે છે, જે પુણ્યની સમાનતામાં એક પણ પુણ્ય આવી શકે તેમ નથી. સાધકનો અંતર્નાદ 94 Page #115 -------------------------------------------------------------------------- ________________ રપ. “સવિ જીવ કરું શાસન રસી' (દુહા) ભાવદયા થકી ઉપન્યો, ભાવ સુધારસ જેહ, સવિ જીવને શાસન તણા, રસિક કરું ગુણ ગેહ. જગત જીવને આત્મસમ, જોતાં ઉદ્ભવે એહ, પર દુઃખે દુઃખી થતાં, ઉપજે અદ્ભુત સ્નેહ. સ્નેહ તણી ટોચે જઈ, નિરખે જગતના જીવ, દુઃખીયા લોકને જીવતાં, ઉપજે કરુણા સદેવ. કરુણાના ભંડાર જેહ, દયાદ્ર હૈયું થાય, પરાર્થ વ્યસનીયતાના બળે, ભાવના એહવી ઉભરાય. હું આ જગતના જીવને, દુઃખથી અપાવું મુક્તિ, દુખ સવિ દૂર થતાં, પામે મોક્ષની ભુકિત. વિશ્વમૈત્રીભાવે ચઢી, તદ્રુપતા લહે જીવ, સ્થિરતા પામે વિશ્વમાં, અનુપમ દેઢતા અતીવ. વિશ્વ સકલ જીવરાશિ છે, તેહનો બાંધે સંબંધ, ચૈતન્યભાવે એકતા, પામી મૂકે જગ ધંધ. એહવા ભાવની ટોચમાં, પહોંચ્યા ત્રિભુવન સંત, સર્વ જીવ કરું શાસન રસી', ઈમ ભાવે અરિહંત. એહ અપૂરવ ભાવના, સ્વામી અભુત એહ, મંગલતા પણ એહથી, પામ્યા જગપતિ તેહ. પરાકાષ્ઠા કરુણા તણી, જગમાં જેહ અનુપ, ધ્યાન કરો એ ભાવનું, લહીએ તેહનું સ્વરૂપ. તિણે પ્રભુ તાહરી દયા તણો, ઝરો વહે દિન રાત, પદર્શન માને તિણે, દયાસિંધુ અવદાત. જિગપતિ હુઆ પ્રભુ, સકલ જીવના તાત, ભિન્ન ભિન્ન નામે તુને, ભજે સકલ જગ વાત. અરિહંત-જિન નામે ભજે, તે જૈનો કહેવાય, તુજ સ્વરૂપ પિછાનીને, હૈયે ભક્તિ ઉભરાય. શંકર બ્રહ્મા વિષ્ણુને, ભજી લહે સુખશાત, શુદ્ધ સ્વરૂપ ભૂલી પ્રભુ, લહે વિવિધ તુજ વાત. તિર્ણ કારણ વિતરાગતા, ભક્ત નિહાળે તુજ, તબ પામે કિંચિત તુને, કરતાં ભકિત અદ્ભૂત. સાધકનો અંતર્નાદ 95 Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૬. દેખવાલાયક આ જગતમાં દુર્લભ એવો મનુષ્યભવ મેળવ્યા પછી આ જે મનસહિત ચક્ષુદર્શન મળ્યું છે તેનાથી દેખવા લાયક હોય તો સમગ્ર વિશ્વમાં સારભૂત અને આપણા જીવનમાં સારભૂત પરમાત્માની મૂર્તિ અને જિનેશ્વરની વાણી જેમાં ગૂંથાયેલી છે તેવા આગમ તથા જેમનામાં પરમાત્માની વાણી વ્યાપ્ત છે તેવા આત્માઓ એટલે કે મહાપુરુષો, સાધર્મિકો દર્શનીય છે. તયા સકલ જીવરાશિ દર્શનીય છે. આ જોવા માટે ચક્ષુદર્શન સાથે આંતરદૃષ્ટિ ખોલવી પડે છે. સકલ જીવરાશિનાં ચૈતન્યનાં દર્શન નિરંતર કરવા લાયક છે. અર્થાત્, જીવમાત્ર દેખવા લાયક છે. વ્યાપક દૃષ્ટિએ ચૈતન્ય સ્વરૂપે, સમાન ધર્મ (સ્વભાવ) તથા ઉપયોગ સ્વરૂપ જીવત્વના સંબંધથી (એટલે કે સજાતીયપણાથી) મિત્રતાના ભાવે દેખવા લાયક છે. ગુણવાન અને પુણ્યવાનને પ્રમુદિત ભાવે દેખવાલાયક છે. તથા દુ:ખી અને દયામણાને કારુણ્યભાવે દેખવા લાયક છે, અધમ, પાપી, ક્રૂરને તટસ્થ-માધ્યસ્થ ભાવે જોવાલાયક છે. સારાંશમાં આ ચક્ષુથી દેખવા લાયક જિનમૂર્તિ, જિન આગમ અને જીવરાશિ. જિનમૂર્તિ, જિન આગમ ચક્ષુ (બાહ્ય) તથા આંતરદૃષ્ટિથી. જીવરાશિ પણ પર્યાયરૂપે ચાર ભાવનાથી ગ્રાહ્ય-ચક્ષુ અને આંતરદૃષ્ટિથી. તથા સકલ જીવ રાશિ, પરમાત્મા અને આપણા આત્માને ચૈતન્ય સ્વરૂપે આંતરદૃષ્ટિથી નિરંતર જોવા લાયક છે. ૨૦. પ્રતિક્રમણ ૨૦૪૨, આ.વ. ૧૦, સોનારિકા પ્રતિક્રમણ કરવું એટલે પાપનો પશ્ચાત્તાપ થઈ જાય, એ કેવી રીતે થાય ? પ્રતિક્રમણનાં સૂત્રો ગણધરે રચેલાં છે અને તે સૂત્રો જે ક્રમ અને તેની જે જે મુદ્રાઓ છે તે સઘળું કર્મના આવરણને દૂર કરીને શુભ કર્મવર્ગણાને સર્જે છે. વળી પ્રતિક્રમણના સૂત્રોનો પુનઃપુનઃ ઉચ્ચાર સંબંધી જે ક્રિયા, તે તો મંત્રાક્ષરોની ક્રમબધ્ધ (કડીબધ્ધ) રચના છે અને તે રચનાથી આત્મા મન અને શરીરની આજુબાજુ મંગળનો આવર્ત રચાય છે. સાધકનો અંતર્નાદ 96 Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. ૩. ચૈતન્યનું ધ્યાન ૪. ૫. ૬. ૭. ચૈતન્યના ધ્યાનમાં જીવને બોધ આપતું ચિંતન યાને ભાવના શ્રેય અને પ્રેયની સાધના ગુરુ તત્ત્વ વિરતિ અને પ્રેમ મહાવીર પ્રભુનો જન્મ દિવસ તત્ત્વ ૮. તપ ૯. શીલ ૧૦. ચૈતન્યનું ધ્યાન ૧૧. ચૈતન્ય સાથે અભેદ ધ્યાન યાને અહંનું ધ્યાન સાધકનો અંતર્નાદ * અનુક્રમણિકા * સંવત ૨૦૪૩ ૧૨. ચૈતન્યનું જ્યોતિ સ્વરૂપ ધ્યાન ૧૩. આત્માનો પૂર્વ સ્વભાવ ૧૪. આત્માનું ચિંતન (આત્માની પરિણતિ) ૧૫. આત્માનો સ્વભાવ ૧, ૨ ૧૬. આત્માની પરિણિત (ચાલુ) ૧૭. આત્માના નીતિ-ન્યાય શું ? (ચાલુ) ૧૮. આત્માનો સ્વભાવ ૧૯. પરોપકાર ૨૦. આત્માનું સ્વરૂપ ૨૧. આત્માનું સ્વરૂપ ૨૨. આત્મસ્વભાવ-ચૈતન્ય સદ્ભાવ ૨૩. શીતલતા (પૂર્ણિમાના ચન્દ્રની) 97 Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧. ચેતન્યના ધ્યાનમાં જીવને બોધ આપતું ચિંતન જાને ભાવના ૨૦૪૩, મા.શુ. ૩+૪, સોનારિકા ફલેટ હે ચેતન ! તું ચૈતન્યમાં ડૂબકી માર ! પછી આ જગત તને નાટકરૂપ દેખાશે. જગત આખું જડ (કર્મ)ના સંસર્ગને પામેલું ચેતન છે માટે આ નાટક કરી રહ્યું છે, પણ તું ચૈતન્યમાં ભળી જા તો તારી જડને આધીન બનીને નાચવાની ક્રિયા બંધ થઈ જશે, જેથી તું સ્વરૂપના આનંદને પામીશ, જેમાં સહજાનંદ સુખની અનુભૂતિ છે. આખું જગત ચૈતન્યથી વ્યાપ્ત છે તેને તું જોતો નથી, તેમાં ભળતો નથી, તેમાં ડૂબકી મારીને તે સ્વરૂપમાં સમાતો નથી અને જે જડ (કર્મ)ની રચના છે તેમાં ભળીને તું પણ નાચે છે તે તારી ભૂલ છે તને જગત જડથી વ્યાપ્ત દેખાય છે. તારી દષ્ટિ પર પડેલ છે તેને દૂર ખસેડ. આખું વિશ્વ ચૈતન્યમય છે, એક ચૈતન્યના સમુદ્રની ઉપમા આપી શકાય એવું છે. તેમાં (તું અત્યારે શરીરમાંજડમાં ભરાયેલો છે તો) ઉપયોગ દ્વારા ડૂબકી માર ! જેથી જડ વ્યાપ્ત જગતને જોતી તારી દૃષ્ટિ ઉપરનું પડલ દૂર થતાં દષ્ટિ ખૂલી જશે અને ચૈતન્ય સમુદ્રમાં ડૂબકી મારતાં, જડ જગતનું વિસ્મરણ થતાં (દષ્ટિ ખૂલતાં) ચૈતન્યના સહજાનંદનો આનંદ અનુભવાશે. જગતમાં જડ ચેતન બંને દ્રવ્યો છે. પણ તારે જડ જગતને જોવાનું કામ નથી કેમ કે તે તારું નથી, માટે કહું છું કે તું તેને ભૂલી જા, અને તેને ભૂલવા માટે આ પ્રયોગ કર, તો તને સહજાનંદનું સુખ અહીં જ પ્રાપ્ત થશે. અર્થાતું, ઉપયોગ દ્વારા માણી શકીશ. તું ઊંચે આકાશમાં ચૈતન્ય સાથે ભળીને ઉડ્ડયન કર, પછી નીચે જો. જે જીવો પ્રવૃત્તિ કરી રહ્યા છે, દોડાદોડ કરી રહ્યા છે અને તેમાં લીન બની સ્વ સ્વરૂપને પણ ભૂલી ગયા છે, કેવળ જડે એવી ઈન્દ્રિયો દ્વારા જ (બાહ્યથી જ) આનંદ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે તે નાટક નથી તો શું છે ? તો હે ચેતન ! જડ જગતને નાટકરૂપ જો, વિશ્વ વ્યાપ્ત ચૈતન્યરૂપ જગતને (જયોતિમાં લીન થઈ) સ્વ-સ્વરૂપની એકતા કરતું સ્વરૂપ માનીને તેમાં લય કરતો સ્વરૂપ સ્થિતિ કર અને આત્માનંદ મેળવી સહજ સુખનો અનુભવ કર. પણ જયારે ચૈતન્યનો અભેદ પામે ત્યારે જડ જગતના નાટકને ભૂલી જા અને તેના ચૈતન્ય સ્વરૂપને જ જો અને અભેદતાનું સુખ મેળવ. ૨. શ્રેય અને પ્રેયની સાધના આ જીવનમાં શ્રેય અને પ્રેય સાધવા યોગ્ય છે. આ સાધના પરોપકારથી થાય છે અથવા શ્રેય અને પ્રેય સાધ્ય કરીએ છીએ ત્યારે સ્વાર્થ ગૌણ થઈ જાય છે અને તેથી પરમાર્થ સધાય છે. શ્રેય અને પ્રેય બેયમાં આપવાનું છે, શ્રેયમાં કલ્યાણની ભાવના બીજાને આપવાની છે, પ્રેયમાં બીજાને પ્રેમ આપવાનો છે. જગત આ બે વસ્તુ જ ઈચ્છે છે. શ્રેય અને પ્રેમ એ બેયમાં મધુરતા છે. જીવને મધુરતા ગમે છે. આ બેથી સ્વ-પર બેયને સાધકનો અંતર્નાદ 98 Page #119 -------------------------------------------------------------------------- ________________ મધુરતાનો અનુભવ અને આનંદ થાય છે. આ બંને વસ્તુ એવી છે કે તેમાં કોઈ ધનનો વ્યય નથી, તનનો વ્યય નથી, કેવળ શુભ અને મધુર ભાવનું દાન છે. શ્રેય સૌ પોતાનું ઈચ્છે છે. વળી એમાં આપણે કાંઈ આપવાનું નથી, ફકત શુભભાવથી જીવનું સુખ, કલ્યાણ, કુશલ ઈચ્છવાનું છે. આ ભાવની જીવને અસર થાય છે તેથી તેને આનંદ થાય છે અને આ ભાવ કરનાર તો તે જ વખતે જીવો પ્રત્યેના દ્વેષનો સંકલેશ તત્કાલ ટળી જવાથી શાંતિ, સુખ, આનંદ વગેરેથી ભરપૂર બની જાય છે. પ્રેય તો એક વશીકરણ છે (જગતના) જીવનો સ્વભાવ પ્રેમ કરવાનો છે, આડે આવે છે જીવષ. જે મોહના ઉદયથી (પરાધીનતાથી) ઊભો થયેલો છે. તે જીવના પ્રેમ સ્વભાવને વિકૃત બનાવે છે. પોતાનો સ્વભાવ પ્રેમ છે તે જોતાં જેને આપીએ છીએ તે પ્રસન્ન થાય છે અને આપનારને અનહદ સુખનો અનુભવ થાય છે. કેમકે તે જીવનો સ્વભાવ છે, તેથી જ જીવ તે ઈચ્છી રહ્યો છે અને તે મળતાં તૃપ્તિનો આનંદ અનુભવે છે. પ્રેય મળતાં બધું જ મળ્યાનો અનુભવ થાય છે. શ્રી લક્ષ્મી) આપવા લાયક તે શ્રેય તે જીવ જ છે. પ્રેમ આપવા લાયક તે પ્રેય તે જીવ જ છે. લક્ષ્મી એટલે બધું જ સારું જે છે તે સર્વ. બાહ્ય-અત્યંતર બે પ્રકારની લક્ષ્મી છે, તેમાં શ્રેષ્ઠ બધું જ આવી જાય છે, શ્રેષ્ઠ વસ્તુની ઈચ્છા કોને ન હોય? પ્રેમ બે પ્રકારનો, જીવનો અને જડનો. જીવનો પ્રેમ શુદ્ધ છે. જડમાં પ્રકાર પડશે. શુભ અને અશુભ. અશુભમાંથી શુભમાં પ્રેમને લઈ જઈ શુદ્ધ જીવ (આત્મા) તરફના વલણવાળો જીવ અંતે પ્રેમની સિદ્ધિ કરી વિજયની વરમાળા પહેરે છે. ૩. ચૈતન્યનું ધ્યાન પોષ વ. ૧, કુવાડવા ચૈતન્ય વિશ્વવ્યાપી છે. તેમાંથી નિરંતર આનંદનો ઝરો વહે છે પણ તેના દર્શનની આડે આવરણો છે તે ખસે ત્યારે દેખાય પણ પ્રત્યક્ષજ્ઞાન ચાર ઘાતીયા જાય ત્યારે થાય ત્યાં સુધી આવી ઉત્તમ વસ્તુના દર્શનનો બીજો કોઈ ઉપાય છે? હા. ચૈતન્યની એકતા સાધતો સાધક તે દશામાં જયાં સુધી રહે છે ત્યાં સુધી તેના દર્શનનો અનુભવ કરી શકે છે અને તે સમયે અનુપમ સુખનો પણ અનુભવ કરે છે. - સાધકની આ ચૈતન્યમય જગતને જોવાની દૃષ્ટિ ઊઘડે ત્યારે તે ચેતન્ય સ્વરૂપ ને આનંદમય, તેજોમય નિહાળતો તેમાંથી આનંદનો ઝરો વહે છે તેવું અદ્ભુત સૌંદર્ય ચૈતન્યનું જુએ છે. ત્યારે ક્ષણભર આ દુનિયા, જડ પદાર્થો, સંબંધો, ભૂલી જાય છે. અને અલૌકિક સુખ માણે છે. આ સુખને ઉપમા આપી શકાય તેમ નથી. આનંદ આનંદ આનંદ કેવળ આનંદ અને તેમાં જ ડૂબી ગયેલો, અનાદિના વિસરાઈ ગયેલા સ્વ-ભાવ સંબંધી આત્મિક સુખનો પિંડ ઝળહળતો પ્રત્યક્ષ નિહાળે છે સાધકનો અંતર્નાદ 99 Page #120 -------------------------------------------------------------------------- ________________ પછી કદી જડ સ્પૃહા ન થાય તેવો દૃઢ નિશ્ચય સ્થિર થાય છે. જેને સ્વની અનુભૂતિ યત્કિંચિત પણ થઈ છે તે જડ પદાર્થોમાં કદી પણ રાચતો નથી. તેને કોઈ પણ ભૌતિક સુખ ગમતું નથી. કેવળ આત્મ સ્વરૂપની સ્મૃતિ સદા રહે છે અને જયારે તક મળે છે ત્યારે તેમાં જ રમે છે તે રમવાની રાહ જ જોતો હોય છે. શરીરને ધારણ કર્યું છે માટે અને વ્યવહારથી આત્મામાંથી બહાર જવું પડે છે તે સિવાય બહારમાં એનું શું છે તે જાય ? જે છે તે બધું જ આત્મામાં જ છે, બહાર તો કાંઈ નથી, જીવ અજ્ઞાનથી સુખની શોધ માટે ફાંફા મારે છે. શરીર, તેના લીધે થયેલા સંબંધો એ બધું જ કાંઈ તારું નથી એમ માનીને સાધકદશાને વરેલો આત્મા સ્વની જ શોધમાં મશગૂલ હોય છે. તે જલ્દી જડતું નથી માટે જ જ્ઞાનીઓએ તેના માટે ઘણી ભિન્ન ભિન્ન જાતની પ્રક્રિયાઓ બતાવી છે. જે રુચે તે ગ્રહણ કરીને પુરુષાર્થ કર. સ્વરૂપમાં ખોવાઈ જવા માટે ચૈતન્ય સાથે પ્રથમ તો અભેદ સાધવો પડશે. ‘કંપે લાયા’ એ સૂત્ર ચૈતન્યની એકતા બતાવે છે. દરેક આત્મા વ્યક્તિથી ભિન્ન છે. શક્તિથી એક છે. સ્વરૂપે એક છે સ્વરૂપમાં એકતાથી અભેદની સાધના કરતાં જડના સંબંધે દેખાતી ભિન્નતા ટળી જતાં એકતાનો આનંદ જીવ અનુભવે છે. એ જ આત્મસ્વરૂપની-સ્વભાવની સ્મૃતિ નિરંતર રાખવામાં કારણભૂત બને છે અને જડભાવની વિસ્મૃતિ સહજ બને છે. ૪. ગુરુ તત્ત્વ ફા.સુ. ૪, સં. ૨૦૪૩, આરાધના ધામ, સુમિત્ર વિ.મ. ની કુંદકુંદ સૂ.મ.ની સ્વર્ગ તિથિ. ગુરુ તત્ત્વ એ એક અજર, અમર, શાશ્વત અવિનાશી તત્ત્વ છે, એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ તત્ત્વની સાધના વિના આત્માની સ્વરૂપ પ્રાપ્તિ નથી. જેમ દેવ તત્ત્વની સાધના પરમાર્થને પ્રાપ્ત કરાવે છે તેમ ગુરુ તત્ત્વની પણ તેટલા જ પ્રમાણમાં પરમાર્થ સાધવા માટે તેની સાધના જરૂરી છે. દેવ, ગુરુ, ધર્મ એ તત્ત્વત્રયી છે તત્ત્વમાં ‘ત્રયાનામ્ સમાદાર કૃતિત્રિતત્ત્વમ્' સમાહાર એ જ બતાવે છે કે એક પણ તત્ત્વના અભાવમાં સાધના પૂર્ણ થતી નથી. માટે જેમ રત્નત્રયીનું એક બીજા વિના રહેવું તે શકય નથી તેમ સાધનામાં તત્ત્વત્રયીમાં પણ એક બીજા વિના રહી શકતા નથી અર્થાત્, સાધનામાં ત્રણે સંકળાયેલાં છે. જો તેમ ન હોય તો સાધના પૂર્ણ થતી નથી અને કર્મ મુક્તિરૂપ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. અવિનાભાવ સંબંધે કાર્ય સિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત કરાવનાર છે. તત્ત્વ એટલે તે પણું. ગુરુમાં તે પણું અર્થાત્ ગુરુત્વ આ આપણી સાધનાનું આદર્શ છે. આ તત્ત્વત્રયી આપણા આત્મામાં સ્વરૂપે રહેલી છે તેને પ્રગટ કરવા માટે તેનું આલંબન લેવાનું છે. એમાં જેટલું પ્રાધાન્ય દેવતત્ત્વને આપીએ છીએ તેટલું જ પ્રાધાન્ય ગુરુતત્ત્વ અને ધર્મ તત્ત્વનું છે. જયાં સુધી આ દૃષ્ટિ ન ખૂલે ત્યાં સુધી તત્ત્વ પ્રાપ્તિ થઈ શકે નહિ. આ તત્ત્વપ્રાપ્તિ માટે પ્રાથમિક ભૂમિકામાં જે ગુરુઓએ આ તત્ત્વ સમજાવ્યું, તેના પ્રત્યે આદરબહુમાન પેદા કરવા માટે પોતાના જીવનથી આલંબન આપ્યું, જ્ઞાનાવરણીય, મોહનીયાદિ કર્મનો ક્ષયોપશમ સાધકનો અંતર્નાદ 100 Page #121 -------------------------------------------------------------------------- ________________ કરાવ્યો, કાંઈક જડતામાંથી સચેતન બનાવ્યા, અને દૃષ્ટિ ખોલી માર્ગ બતાવ્યો અને હાથને ટેકો આપી ચલાવવા માટે બળ આપ્યું એવા અનેક ગુરુઓના ઉપકારોની શ્રેણીને જીવનમાં આત્મસાત્ બનાવી ક્ષણે ક્ષણે ગુરુતત્ત્વનો અજપા જાપ, અને રોમે રોમે વ્યાપી ગયેલું એ તત્ત્વ, માર્ગમાં ચાલતાં સદા રક્ષણ કરે. સાધના માર્ગમાં અનેક વિદનો છે, અહંકારાદિ કાંટા તો એટલા પથરાયેલા છે કે પગ કયાં મૂકવો તે પણ સૂઝે નહિ. એવા માર્ગમાં એક ગુરુ તત્ત્વ અખંડ, અજર, અમર, અવિનાશી સહાય કરવા માટે સદા તત્પર છે, તેમના ઉપકારનું સ્મરણ થતાં તે કાંટાઓ બુટ્ટા બની જાય છે, સાથે-સાથે આગળનો માર્ગ પણ બતાવતા જાય છે તથા જવું છે ત્યાં સુધી ભોમિયાની જેમ સાથે રહે છે. તેમના જેવા માર્ગના જાણકાર બનાવીને પછી જ છૂટા મૂકે છે ત્યાં સુધી તો આપણે ભૂલા ન પડીએ તેની સદા ચિંતા કરે છે અને તેમની દૃષ્ટિમાં રાખે છે એવા ગુરુ તે માતા છે. જન્મદાત્રી માતા કરતાં પણ અનેકગણું નહિ પણ અનંતગણું વાત્સલ્ય આ ગુરુમાતાનું છે. જે તેનો અનુભવ કરે છે તેને આ દુનિયાના બાહ્ય વાત્સલ્ય ફિક્કા લાગે છે. એવા અનેક ભવમાં અનેક ગુરુ માતાના વાત્સલ્યથી પુષ્ટ થયેલો, અનેક ગુરુઓના ઉપકારો તળે દબાયેલો, અનેક ગુરુઓની સહાયથી આજે જે ભૂમિકાએ પહોંચ્યા છીએ તેઓના અનંત ઉપકારોનું સ્મરણ કરતાં કરતાં આ ભવમાં એ આપણા જીવનનાં ઉત્થાનમાં નિમિત્ત બન્યા છે તે પ્રત્યક્ષ ઉપકારી ગુરુ ભગવંતના ઉપકારો આપણા ચિત્તમાં સદાય સ્કૂર્યા કરે અને મન, વચન, કાયાને સમર્પણ કરી આપણું અસ્તિત્વ બાદ કરીએ એવી દશા ગુરુતત્ત્વની ઉપાસનાની પ્રાથમિક ભૂમિકા છે. તેનાથી આગળ વધતાં જગતુગુરુનું મિલન થાય છે અર્થાતું, ગુરુતત્ત્વએ સાક્ષાત્ જગતુગુરુનું મિલન કરાવે છે. દેહથી-ચક્ષુથી મિલન થાય ત્યાર પછી તેમણે ફરમાવેલા આદેશોમાં તન્મય, તદ્રુપ બની સાધક તેમની આજ્ઞામાં ઝીલે છે. ત્યારે ગુરુ તત્ત્વની સાધનાની ટોચે પહોંચેલો પોતે જ તે દશાને પામે છે. ગુરુ તત્ત્વની સાધનાની પ્રાથમિક ભૂમિકામાં ગુરુના ઉપકારોના સ્મરણથી હર્ષાશ્રુ, રોમાંચિત દેહ વગેરે સાધક અનુભવે. ત્યાર પછી તેમના ગુણોનું સ્મરણ અજપાજાપની જેમ થયા કરે તેટલી ભૂમિકા સુધી પહોચવા માટે નિરંતર અનેક ગુણોનું દર્શન થાય છે, (વ્યક્તિ ગુરુ-જેના આલંબને આજે જે ભૂમિકામાં છીએ) ચિંતન કરે છે, તેના પ્રભાવે તે ગુણોની પ્રાપ્તિની ઝંખના થતાં આપણું ઉપાદાન પુરૂષાર્થ પ્રતિ ડગ માંડે છે. કયો પુરુષાર્થ ? ગુરુનું આલંબન લઈને તેમના સ્મરણ દ્વારા કર્મનો ક્ષયોપશમ થતાં મન, વચન, કાયા પછી આત્મ સમર્પણ થાય છે. તે આત્મ સમર્પણ સુધીનો પુરુષાર્થ કરે છે ત્યારે તે ગુરુના ગુણોને સહજથી પ્રાપ્ત કરે છે અને છેલ્લી ભૂમિકામાં જગતુગુરુની સાથે અભેદ સાધતાં શ્રેણિમાં ચઢી આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. ૫. વિરતિ અને પ્રેમ ચે.શુ.પ્ર. ૧૦ વિરતિ, જીવો પ્રત્યેના પ્રેમને ખેંચી લાવે છે. કઈ વસ્તુની વિરતિ ? સર્વની વિરતિ. જેટલા પ્રમાણમાં વિરતિ તેટલા પ્રમાણમાં પ્રેમ થાય છે. જડની વિરતિ, કષાયની વિરતિ, કર્મોની વિરતિ. સાધકનો અંતનદ 101 Page #122 -------------------------------------------------------------------------- ________________ મુખ્યતાએ આ ત્રણ વિરતિ કરવાની છે. આ ત્રણ પ્રત્યેનો પ્રેમ છે તે જીવો પ્રત્યેના પ્રેમની વિરતિ લાવે છે. આ ત્રણના પેટાભેદો ઘણા થાય છે. જડ વસ્તુના પ્રેમથી જયાં સુધી વિરામ નહિ પામીએ ત્યાં સુધી જીવો પ્રત્યે સ્નેહ નહિ થાય. જડ અને ચેતન વિજાતીય છે. પરસ્પર વિરોધી છે લક્ષણ અને ગુણથી. તેથી તે બંનેને મેળ નથી છતાં બંને અજ્ઞાન-મોહના કારણે સંબંધમાં આવેલા છે તેથી તેમને ઝઘડા ઘણા થાય છે હવે એ ઝગડા મીટાવવા વિરતિનો આશ્રય લેવો પડે તેમ છે. જડના સંબંધમાં આવેલા જીવે અજ્ઞાનથી તેની સાથે પ્રીતિ કરી છે, હવે તેનાથી વિરામ પામે તો ઝગડો મટે અને પોતાના સ્વભાવમાં આવે, જેને જડ પ્રત્યેનો વૈરાગ્ય કહેવાય છે અને તે વખતે છા, સાતમા ગુણસ્થાનકનો સ્પર્શ થતાં સર્વવિરતિ પ્રગટે છે. જીવો પ્રત્યેનો દ્વેષ દૂર થાય છે અને પ્રેમ પ્રગટે છે, જીવો સાથેની એકતા પ્રગટે છે અને સમાનભાવે આચરણ કરે છે. જડના સંબંધમાં આવેલા જીવે અજ્ઞાનથી તે જડની જાતિના ૧. દ્રવ્ય કર્મ અને ૨. ભાવ કર્મની મિત્રતા કરી છે ભાવ કર્મ-રાગ, દ્વેષ, મોહ, કષાયાદિ. આ કર્મની મિત્રતા છૂટયા સિવાય જડ સાથેનો અનાદિનો ઝઘડો મટતો નથી, માટે કષાયની વિરતિનો આશ્રય લેવો પડે છે માટે સર્વ વિરતિ ગુણસ્થાનકને ઉલ્લંઘીને શ્રેણિએ ચઢતાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે કષાયથી વિરામ પામે છે અને રાગ, દ્વેષ, મોહનો નાશ થતાં ઉપરના ગુણસ્થાનકે જઈ કેવળદર્શી, કેવળજ્ઞાની બને છે. ત્યાં જગતને શુદ્ધ સ્વરૂપે જુએ છે, જાણે છે અને કષાયની વિરતિ થવાથી જીવો પ્રત્યે પ્રીતિ અતિ દઢ થાય છે. ૩. કર્મ વિરતિદ્રવ્ય કર્મો છે ત્યાં સુધી દેહાદિની ક્રિયાથી બીજા જીવોને પીડા છે માટે દ્રવ્ય કર્મોની સંપૂર્ણ મિત્રતા છૂટયા સિવાય જીવની સર્વથા નિશ્ચિત સ્થિતિ થતી નથી. માટે દ્રવ્ય કર્મોની સર્વથા વિરતિ માટે ચૌદમા ગુણસ્થાનકનો આશ્રય લે છે ત્યારે કર્મથી વિરામ પામે છે અને જીવો પ્રત્યેનો પ્રેમ સ્વભાવસ્થ બની જાય છે. તે અનંત કાળ સુધી તે સ્થિતિમાં રહી અનંત આનંદ અને સુખનો અનુભવ કરે છે. ૬. મહાવીર પ્રભુનો જન્મ દિવસ ચે.શુ. ૧૩ મહાવીર જન્મદીન કલ્યાણક વીર પ્રભુનું જન્મકલ્યાણક-પરમાત્મા જગત ઉપર ઉપકાર કરવા માટે જન્મ લે છે એ વિચાર આપણા શુભ ભાવને પેદા કરવા માટે છે. ખરેખર તો પરમાત્માનો જન્મ થાય છે. તેમાં કાળનું નિમિત્ત બળવાન છે. તેવા પ્રકારના ઉત્તમ જીવો તે તે યોગ્યતાના કારણે તે તે કાળે જન્મે છે અને ઉપકારક જીવન જીવે છે અર્થાતુ, જીવો ઉપર ઉપકાર કરનાર બને છે. આવું અનાદિકાળથી બનતું આવ્યું છે અને બનશે. કાળના બંધનમાં બધા જીવો બંધાયેલા છે. તે બંધન છોડવાનો આપણો પ્રયત્ન નિષ્ફળ જાય છે સાધકનો અંતર્નાદ 102 Page #123 -------------------------------------------------------------------------- ________________ ને બંધન તેની મેળે સમય થતાં છૂટી જાય છે. સહજભાવે આ બધી વસ્તુ થનારી છે. છતાં જીવ તેને છોડવા પ્રયત્ન કર્યા વિના રહી શકતો નથી. આ રીતે કાર્ય યોગ્ય કાળે જ થશે એમ વિશ્વાસ હોવા છતાં જીવનો પુરુષાર્થ પ્રયત્ન પણ સહજ ભાવે બનનારી વસ્તુ છે. જો તેમ ન હોય તો પોતે જાણે છે કે કાળ પૂર્ણ થશે ત્યારે કાર્ય સહજ ભાવે બનનારું છે તો પછી તેની રાહ કેમ જોતો નથી? પણ આ એક એની મેળે બનનારી વસ્તુ છે કે ગમે તેટલું મન સ્થિર કરીને કાળની રાહ જોતો બેઠો હોય તો ય પાછો ઊઠે કે લાવ આમ કરી જોઉં. તે કાર્ય બને છે કે કેમ ? આમ પુરુષાર્થ પણ જીવના સહજ સ્વભાવથી થઈ જ જાય છે. તેથી મહાવીર પ્રભુ અરિહત થવાના હતા. તેમનો કાળ આવ્યો એટલે આ ભૂમિ પર જન્મ લીધો. પણ તે પહેલાં ત્રીજા ભવથી તેમની મહેનત અરિહંત થવાની હતી. જો કે તે મહેનત સહજ રીતે જ થઈ છે. પોતાને કોઈ એવો ભાવ ન હતો કે હું અરિહંત થાઉં અને પૂજાઉં. પણ તેમની તેવી પર્યાય તે કાળે પ્રગટ થવાની હતી એટલે તેવો પુરુષાર્થ થઈ ગયો. ભાવ પણ તેવા ઉત્પન્ન થતાં તીર્થકર નામ કર્મ નિકાચિત કરનાર જબ્બર પુરુષાર્થ કર્યો. સાધના કરી વીસ સ્થાનક તપનું સેવન કર્યું અને તીર્થકર બનવા માટેનો કાળ આવતાં જન્મ થયો. એ જન્મ દિવસ આજે છે. આવા ઉપકારીના જન્મ દિવસની પણ પૂજા થાય છે અર્થાતું, તે દિવસ પણ પૂજાય છે, ગવાય છે, અર્થાત્, વખણાય છે. તેનું કારણ તેમણે કરેલા પુરુષાર્થથી પ્રાપ્ત થયેલો તે કાળ, કાળનું પણ પૂજન-ગીત, એ એમ બતાવે છે કે કાળ કેટલું મહત્ત્વનું કારણ છે? જે કાળે ઉત્પન્ન થયેલી-જન્મેલી એક વ્યક્તિ આખા જગતને ડોલાવી દે છે, દરેકના ચિત્તમાં ચમત્કાર ઉપજાવે છે અને ચારે ગતિના જીવોને શાંતિનો અનુભવ કરાવે છે, સુખના અંશને ચખાડે છે. તે તેમની દરેકને સુખ પમાડવાની ભાવનામાંથી ઉત્પન્ન થયેલી પુણ્યાઈના કારણે છે. પુણ્ય કર્મ પણ મહત્ત્વનું કારણ છે. જેના વિના તે કાળે પુરૂષાર્થ કરેલો હોવા છતાં આવા પ્રકારના તીર્થકરત્વને પ્રાપ્ત કરાવનાર પુણ્યના અભાવે જગત પર ઉપકારક જન્મ શી રીતે થાય ? તેથી તે વ્યક્તિનું પુણ્ય પણ પૂજનીય બને છે. તેનાં ગાણાં ગવાય છે. અર્થાત્ પ્રશસ્ય થાય છે. તેવા પ્રકારના પુરુષાર્થથી આવું પુણ્ય બંધાય તે હકીકત છે પણ આવો પુરૂષાર્થ પણ તે જ વ્યક્તિ કરી શકે જેને આવું પુણ્ય બાંધવાનું હોય. માટે આવા પુણ્યનો બંધ તે વ્યક્તિને જ સહજ ભાવે થાય છે, દરેકને નહિ. તેમાં નિયતિ કારણ છે. તે પણ મહત્ત્વનું કારણ છે. અને ભવિતવ્યતા-તે તે આત્માઓમાં સહજતાથી તે રીતની પડેલી જ હોય છે. તે પણ કાળ આવે ત્યારે સાથે ભવિતવ્યતા પરિપકવ બનીને તે પદાર્થને (આત્માને કે વ્યક્તિને) તેવા થવા માટેની અનુકૂળતા આપે છે. અને તેવા પ્રકારનું થયું તે સહજભાવે થાય છે. માટે આ કારણ પણ મહત્ત્વનું છે. આ રીતે પાંચ કારણોનો સમન્વય થતાં પ્રભુ મહાવીરનો જન્મ આ દિવસે થયેલો. તે દિવસ આપણા માટે પૂજનીય છે. કેમ કે જેનો જન્મ થયો છે તે આપણા જીવનના ઉત્થાનમાં મુખ્ય નિમિત્તરૂપે છે. આપણી બધી સુખાકારી તેમના નિમિત્તે જ છે. આપણે જે કાંઈ સારું છે તે બધું જ તેમને આભારી સાધકનો અંતર્નાદ 103 Page #124 -------------------------------------------------------------------------- ________________ છે. તેમના જ ચ્યવનથી, જન્મથી, તેમના જ સંયમ ગ્રહણથી, તેમના જ કેવળજ્ઞાનથી, જોયેલા પદાર્થોના આપેલા બોધથી, તેમના સિદ્ધિ માર્ગગમનથી સુખના માર્ગે જવાની રુચિ થતાં તેમણે બતાવેલા માર્ગે ડગ ભરતાં જે કાંઈ સારું મળ્યું છે તે તેમનો પસાય છે, ઉપકાર છે, માટે આ જન્મ દિવસની હું ઉજવણી કરું છું. ઉજવણીમાં તેમના ગુણગાન કરીશ, તેમના ઉપકારનું ઋણ ચૂકવવાની ભાવનામાં રમીશ, તેમના માર્ગે ચાલવા પુરુષાર્થ કરીને બીજા જીવોની પીડાને હરીશ, સહુનું સુખ ઈચ્છીશ. શિવ મસ્તુ સર્વ જગતઃ | સુખીનો ભવંતુ જીવાઃ | છે. તત્ત્વ ચે.શુ. ૧૪ ભગવંત! તત્ત્વ એટલે શું ? આત્મ સ્વરૂપ તે તત્ત્વ છે અને તેને પ્રાપ્ત કરવું તે તત્ત્વનું પણ તત્ત્વ છે. તેના માટે જે નિમિત્તો છે તે બધાય તત્ત્વ કહેવાય. જીવાજીવાદિ નવને પણ તત્ત્વ કહેવાય છે. અરિહંતાદિ નવપદને પણ તત્ત્વ કહેવાય છે, જ્ઞાનાદિ ત્રણને તત્ત્વત્રયી કહેવાય છે, દેવ, ગુરુ, ધર્મ તે પણ આત્મ સ્વરૂપની આરાધનામાં આલંબન રૂપ છે માટે ત્રણ તત્ત્વ કહેવાય છે. આ પ્રમાણે તત્ત્વનું સ્વરૂપ અનેક પ્રકારે છે. છેલ્લે, સાર શુદ્ધાત્માને પ્રાપ્ત કરવો તે છે. તેની પ્રાપ્તિ, જે જે આલંબનો છે તેને નમવાથી થાય છે, માટે પ્રાપ્ત કરવું અર્થાત્ નમવું, પરિણમવું એ તત્ત્વનું તત્ત્વ છે. એનો અર્થ નમસ્કાર, પરિણામ પામી જવું એ તત્ત્વનું તત્ત્વ છે. નમસ્કારની પ્રાથમિક ભૂમિકા-મસ્તકે અંજલિ કરી મસ્તક નમાવવું અને તે દ્રવ્ય નમસ્કારથી એટલે દ્રવ્ય સંકોચથી પ્રાપ્ત થાય છે. તેની આગળની ભૂમિકામાં આત્મામાં જે દોષો રહેલા છે તેને સંકોચવા તે ભાવ નમસ્કારથી ભાવ સંકોચ થાય છે અને તેથી આગળની ભૂમિકામાં આત્મસંકોચ જેને તત્ત્વથી સંકોચ કહેવાય છે. સંકોચાઈને (આત્માનું) બિંદુ બની જવું, સૂક્ષ્મ બની જવું, સૂક્ષ્મતર, સૂમતમ બનતાં પોતાનું અસ્તિત્વ ખલાસ કરી નાખવું અને તે સ્વરૂપમાં જ મળી જવું તે જ તત્ત્વનું તત્ત્વ છે. અર્થાતું, નમસ્કાર, તાત્ત્વિક-નમસ્કાર એ સારભૂત તત્ત્વ છે. નવતત્ત્વ ઉપરની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જીવાદિ નવ તત્ત્વને ઓળખવાં. નવમાંથી સંક્ષેપ કરીને જીવ અજીવને ઓળખવા. તેમાં ય એક જીવતત્ત્વને ઓળખવું. ઓળખીને આપણો આત્મા, જગત અને સિદ્ધાત્માની સરખામણી કરવી. પોતાના આત્માની બહિરાત્મા, અંતરાત્મા અને છેલ્લી પરમાત્મા દશાને જોવી. બહિરાત્મદશાને ત્યજી અંતરાત્મદશામાં સ્થિર રહીને પરમાત્મદશાને પ્રાપ્ત કરવાનો નિશ્ચય કરવો. જગતને આત્મ સમાન જોવું, સુખ દુઃખની લાગણીની સમાનતાથી એકતા સાધવી અને તેની સાથેનું વર્તન સુધારવું. કોઈ જીવને પીડા ન આપવી, ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા ધારણ કરવી, અપકારી સાધકનો અંતર્નાદ 104 Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે મધ્યસ્થ બની તેના ઉપર ઉપકાર કરવો. પોતાના આત્માને સિદ્ધ પરમાત્મા સમાન જોવો અને તેવી સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો. કેમકે તે રીતે આત્માને જોયા વિના પોતાની સંપત્તિ પ્રાપ્ત કરવાની લાલચ થતી નથી અને લાલચ વિના તે માટે પ્રબળ પુરુષાર્થ થતો નથી. માટે તેમના આલંબનથી અવશ્ય સત્તાએ શુદ્ધ એવા પોતાના સ્વરૂપને સ્મરવું. નવપદ-પરમાત્મદશા પ્રાપ્ત કરવા માટે નવપદને નમસ્કાર, આ નવપદમાં તત્ત્વત્રર્યા અને રત્નત્રયીનો સમાવેશ થઈ જાય છે. આ નવે પદો-તત્ત્વોનું આલંબન લીધા વિના પરમાત્મદશા પ્રાપ્ત થતી નથી. માટે નવપદમાં બે દેવ તત્ત્વને સાધ્ય બનાવી, ત્રણ ગુરુ તત્ત્વને અવલંબી સાધક દશા પ્રાપ્ત કરી, ચાર ધર્મ તત્ત્વના અવલંબનથી સાધના કરીને સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાની છે. આ નવપદની સાધનાની શરૂઆત દ્રવ્ય નમસ્કાર, પછી ભાવ નમસ્કાર, ત્યાર બાદ શુદ્ધાત્મામાં મળી જઈને સ્વ સ્વરૂપની પ્રાપ્તિ કરવી તે તત્ત્વ છે. ૮. તપ ચે.શુ. ૧૫ શરીરને અને આત્માને તપાવે તે તપ. શરીરને તપાવવાથી અનાદિની આહાર સંજ્ઞા તોડવાનો અભ્યાસ થાય છે. કષ્ટ સહન કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, જેથી સમાધિ મરણ સરળતાથી થાય છે અને તપથી શરીરની શુદ્ધિ થવાથી રોગાદિ ટળે છે. તપ આત્માને તપાવે છે તેથી તેના પર ચોંટેલી રજકણો ખરવા માંડે છે અને અણાહારી પદ તરફ તેની ગતિ શીધ્ર બને છે. આંતર શત્રને હઠાવવા તપ સિવાય બીજું કોઈ શસ્ત્ર નથી. બાર પ્રકારના તપમાં જુદી જુદી શક્તિ રહેલી છે. શરીરને તપાવીને જે ગુણો પ્રગટ કરવાના છે તે બાહ્ય તપથી થાય છે અને આત્માને તપાવીને જે ગુણો મેળવવાના છે તે અત્યંતર તપથી થાય છે. બાહા અને અભ્યતંર તપથી જ ભગવાને મોક્ષ સુધીની સાધના બતાવી છે. તેમાં છેલ્લે આંતર શત્રુને હણવા ઉગ્ર જાજવલ્યમાન કોઈ શસ્ત્ર હોય તો ધ્યાન તપ છે અને છેવટે કાયાનો પણ ઉત્સર્ગ કરીને કાયોત્સર્ગ તપથી સિદ્ધિ મેળવવાની છે. પરંતુ એકલા અત્યંતર તપથી આ શકય બનતું નથી. અત્યંતર તપની સાધનામાં ચિત્તને યોગ્ય બનાવવું પડે છે. તેની ચંચળતા મુખ્યતાએ શરીરાદિના કારણે બાહ્ય વસ્તુના મમત્વથી થાય છે. અહિં અને મમ આત્માને બાહ્ય વસ્તુના સંયોગથી થયેલું છે, તેમાં મુખ્યતા શરીરની છે, તેને તપ દ્વારા છોડાવવાના છે. પાંચ ઈન્દ્રિયોના દમનથી અને શરીરને કષ્ટ આપવા દ્વારા શરીર પ્રત્યેની લાગણી ઓછી થવા માંડે છે. ઓછી થવાથી શરીરના સંબંધમાં આવનારી બધી વસ્તુ-દેહ, સ્વજન, ધનાદિ પ્રત્યે વિરાગ થાય છે અને તે થવાથી કષાય અલ્પ બને છે. સાધકનો અંતર્નાદ 105 Page #126 -------------------------------------------------------------------------- ________________ એમ બાહ્ય તપથી વિષયના વિરાગ અને કષાયના ત્યાગ દ્વારા જિતેન્દ્રિય બનેલા આત્માને શરીર તરફનું મમત્વ ઘટે છે ત્યારે તેનું ચિત્ત અત્યંતર તપમાં જોડાય છે, સ્થિર થાય છે અને વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાયમાં સ્થિર બનેલો આત્મા ધ્યાનમાં જઈ શકે છે. અને આંતરશત્રુનો વિજેતા બને છે. ૯. શીલા ચ.વ. ૧+ર શીલ એ આત્માનો ગુણ છે, પાંચ ઈન્દ્રિયો દ્વારા આત્મા જયારે મોહાધીન બને છે ત્યારે કુશીલ બને છે. આત્મા પોતે સઆચારમય શીલયુક્ત છે. ઈન્દ્રિયો આત્માના જ્ઞાન ગ્રહણ કરવાનાં કાર છે. વિષયો પાંચ છે પાંચ વિષયોનું જ્ઞાન ઈન્દ્રિયો દ્વારા થાય છે. આ જ્ઞાન આત્માને નકામું છે એમ નથી. પાંચ વિષયમય જ જગત છે. જગતનું જ્ઞાન કર્યા વિના પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જગતના જ્ઞાનમાં આવતા મોદાદિ અંતરાયો પહાડ જેવા છે. તેને પોતાના સામર્થ્યથી ઉલ્લંઘી જાય ત્યારે પૂર્ણ જ્ઞાની બને છે. મોહાદિ અંતરાયો છે તે જ ઈન્દ્રિયોના વિષયોનું સત્ય જ્ઞાન કરવામાં વિદનભૂત બને છે. રૂપ, રસ, ગંધ સ્પર્શ, શબ્દમય જ જગત છે. તેનું ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન કરતાં આત્મા રાગ, દ્વેષ કર્યા વિના તટસ્થ રહે તેનું નામ સમત્વ, સમભાવ, સામાયિક. આ સામાયિક ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન થતાં સમભાવ રાખવા થાય છે. જો ઈન્દ્રિયો ન હોય, વિષયો ન હોય તો સમત્વ શી રીતે રાખી શકાય? માટે આ પાંચ ઈન્દ્રિયોના વિષયરૂપ જગતનું જ્ઞાન સમભાવનું કારણ બને છે અને આ રીતે રાગ, દ્વેષ, મોહને જીતીને આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને પોતાના સહજ શીલ સ્વભાવને પામે છે. પાંચ ઈન્દ્રિયો જયારે વિષયો ગ્રહણ કરતાં મોહાદિ હાજર થતાં આત્માને વિકૃત બનાવે છે, તે જ તેની કુશીલતા છે. વિષયોનો નાશ નથી થવાનો અને જયાં સુધી મુક્તિ નથી ત્યાં સુધી ઈન્દ્રિયોનો પણ નાશ નથી થવાનો. આ બંને વસ્તુની હાજરી છે તો જ ઈન્દ્રિય અને વિષયનો સંગ થતાં આત્મા તેનાથી અલિપ્ત રહી માધ્યય્યભાવ ધારણ કરે ત્યારે તેના (ઈન્દ્રિયોના) પાશમાંથી છૂટાય છે અને સદાચાર શીલમય ગુણ પ્રગટે છે. માટે વિષયો આપણને હેરાન કરે છે એમ માની તેના પર જુગુપ્સા કરવાની જરૂર નથી, ઈન્દ્રિયો મને ઉન્માર્ગે લઈ જનારી છે એમ તેના પર શત્રભાવ ધારણ કરવાની જરૂર નથી, વિષયો પ્રવાહથી શાશ્વત છે તેનો નાશ કરી શકાય તેમ નથી અને ઈન્દ્રિયો તો જ્ઞાન મેળવવાનું પ્રબળ સાધન છે તેના વિના તો મોક્ષ જ નથી. પરંતુ આત્માની જે અનાદિકાલીન ભૂલ છે તે સુધારવાની જરૂર છે. તું તો જ્ઞાન કરતાં કરતાં વિષયોના સારા નરસાનો વિવેક કરી બેસી નથી રહેતો પણ સારામાં આસકત બની ભોગવવા મંડી પડે છે, સુખ મેળવવાના ફાંફા મારે છે અને નરસાની દુવંછા કરી માનસિક ત્રાસ અનુભવતો દુઃખનો અનુભવ કરે છે. આ એની અનાદિની ભૂલ છે. તેને સુધારવા જ્ઞાનીના વચનથી જડ વિષયોને શેય સાધકનો અંતર્નાદ 106 Page #127 -------------------------------------------------------------------------- ________________ તરીકે અને જડ ઈન્દ્રિયોને કેવળજ્ઞાનના સાધન તરીકે સમજીને ઈન્દ્રિયોથી જ્ઞાન મેળવી વિષયોની આસક્તિ ત્યજી દે તો ઈન્દ્રિયો અને વિષયો જ તેના મોક્ષ તરફના પ્રમાણમાં સુંદર નિમિત બનીને ઉપકારક બને. ૧૦. ચેતન્યનું ધ્યાન ચિત્ર.વ. ૩, રાસંગપર આત્માનો મૂળ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે, તે એક છે, અખંડ છે, તે ચૈતન્ય સ્વરૂપ જગતમાં વ્યાપીને રહેલું છે. કોઈ પણ વસ્તુ ફેલાય એટલે વ્યાપી કહેવાય અને જે વસ્તુ વ્યાપીને રહેલી હોય તે અખંડ હોય. અહી વ્યક્તિ-આત્મા ભિન્ન ભિન્ન છે. આખા જગતમાં જ્ઞાનદૃષ્ટિથી જોઈશું તો અનંતાનંત આત્મારૂપી ભિન્ન ભિન્ન વ્યક્તિ છે. અર્થાતું, વ્યક્તિરૂપે આત્મા અનંત છે અને ભિન્ન ભિન્નરૂપે રહેલો છે. ચર્મ ચક્ષુથી જોઈશું તો પણ દેહધારી આત્માઓ નજરે પડશે તે પણ ગણ્યા ગણાય નહિ અર્થાત્ સંખ્યાતીત છે. આ પ્રમાણે વ્યક્તિરૂપે આત્માની વાત થઈ. તે વ્યકિતરૂપે આત્મા અખંડપણે પોતાના દેહમાં વ્યાપ્ય છે, પરંતુ શક્તિરૂપે આત્મા એક છે. અર્થાતુ, તેનું સ્વરૂપ એક છે અને જગતમાં વ્યાપીને રહેલું અખંડ એક તત્ત્વ છે પરંતુ આ સ્વરૂપ પહેલાં નાનું હતું અને પછી તેલના બિંદુની જેમ ધીમે ધીમે ફેલાઈને વ્યાપી ગયેલું છે એમ નહિ, આ એક સદાય વ્યાપ્ય સ્વભાવવાળું, સમગ્ર જગતમાં ફેલાઈને રહેલું, જગતની દશ્ય વસ્તુથી વિલક્ષણ તત્ત્વ છે. તે અખંડ અને એક છે, મધુર અને મહાન છે, વિશાળ અને વિરાટ છે, અનુપ અને અનંત છે જેનો તાગ ન પામી શકાય તેવું અગાધ અને અગોચર છે. આત્માના સ્વરૂપની આ વાત છે. જ્ઞાનીઓ પણ પોતાના જ્ઞાનથી આ સ્વરૂપને જોઈ અને જાણી શકે છે પણ તેનું સંપૂર્ણ વર્ણન વાણીનો વિષય બની શકતું નથી. એટલે આ અકથનીય-અવાગ્ય પદાર્થ છે. યોગીઓ તે સ્વરૂપનું મિલન કરી શકે છે અર્થાત્ ધ્યાનમાં તેનો અનુભવ કરી મિલનનો યત્કિંચિત્ આનંદ માણી શકે છે, તેનું ધ્યાન કરવા માટે આલંબનરૂપે “અહ” છે. “અહં' એ પરમાત્માની એક શક્તિ છે, તે શકિતનો દેહ છે. અર્થાતુ, પરમાત્મા સ્વરૂપનો આ અહં અક્ષર દેહ છે. તેમાં આર્પત્ય શક્તિ રહેલી છે તે જ આત્માનું ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્ય એક આત્માની શક્તિ છે. તેનું ધ્યાન એટલા માટે કરવાનું છે કે આત્મા ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં જોઈને જે આપણો જુદાગરાનો ભાવ છે તેને તોડીને છિન્નભિન્ન કરીને બધા આત્માઓમાં ઐકય સાધે છે તે ઐકયા આપણા એકલવાયાપણાથી નહિ સધાય અર્થાતુ બધાથી ભિન્ન આત્મા છું' એવા ભાવથી નહિ સધાય પણ બધાની સાથે મળી જવાથી સધાય છે. આપણા આત્માને જડથી (હું) ભિન્ન છું એમ ચિંતવવાનો છે તેને બદલે બધા આત્માથી ભિન્ન હું જુદો છું એવા એકાંતિક વિચારથી બધા આત્માઓથી જુદો પડી ગયેલો, દીન-ગભરાઈ ગયેલો, એકલો પડી ગયેલો, જુદા જ સ્વભાવથી વિચરે છે જે તેના દુઃખનું કારણ બને છે અને જગતના ચોગાનમાં એકલો અટૂલો ભમ્યા કરે છે, એ જ એનું ચતુર્ગતિરૂ૫ ભ્રમણ દેહને ધારણ કરાવે છે અને દુઃખનું સર્જન કરે છે. સાધકનો અંતર્નાદ 107 Page #128 -------------------------------------------------------------------------- ________________ એકલપેટાના વિભાવ સ્વભાવથી આપણે બધા એક જ જાતિના, એક જ રૂપે વિચરતા છતાં જુદાગરાના સ્વભાવથી જીવો સાથે મિત્રતા તોડી છે. એકાંતિક ભિન્નતાના વિચારથી જ સકલ જીવરાશિ સાથે કાંઈ પણ અગવડ ઊભી થતાં માની લીધેલા સુખની આડે આવનાર ઉપર વૈમનસ્ય ઊભું કરી શત્રુભાવ ધારણ કર્યો છે અને પોતાનું આગવું એક સ્વતંત્ર જીવન જીવી ભેદભાવથી બીજાને પીડા ઉપજાવી રહ્યો છે. તે ભાવને દૂર કરવા જ્ઞાનીઓએ આપણા ઉપર ઉપકાર દૃષ્ટિથી જીવો સાથે વ્યવહારિક જીવન જીવવામાં મૈત્રી આદિ ચાર ભાવના આત્માની સાથે ભાવિત કરવાની બતાવી છે જે ભાવનાના પ્રભાવે, કર્મ સંયોગે, દેહ ધારણ કરી જીવન જીવતાં આત્માને સુખપૂર્વક કાળ પસાર કરાવે છે. છેવટે તે મૈત્રી આદિ ભાવના ચૈતન્ય સ્વરૂપની એકતાના ભાન સુધી પહોંચાડે છે અને તે ભાન આવતાં અપૂર્વ આનંદની અનુભૂતિ જીવ કરે છે જેથી પોતાના આનંદ સ્વરૂપને એ રીતે જોઈ શકે છે, અનુભવી શકે છે. આ રીતે ભિન્નતાની વૃત્તિ તોડવા માટે સ્વરૂપનું ધ્યાન નિશ્ચયથી પણ કરવું અને અનંતાનંત આત્માઓ સાથે સ્વરૂપથી મિલન દ્વારા એકતા સાધવી છે તે માટે આપણે પ્રાથમિક ભૂમિકામાં પરમાત્માના “અહં' રૂપ અક્ષર દેહનું આલંબન લઈ ધ્યાન કરવાનું છે. ૧૧. ચેતન્ય સાથે અભેદ ધ્યાન યા ને અહંનું દયાના અહ” ને હૃદયમાં આકૃતિરૂપે સ્થાપિત કરવો. તેને ઉજ્જવલ દેદીપ્યમાન પ્રકાશિત કિરણોવાળો ચિંતવવો. તેને જગત વ્યાપ્ય બનાવવા માટે તે કિરણો ફેલાતાં સમગ્ર વિશ્વવ્યાપી બની જાય છે તેમ ચિંતવવું. તે વિશ્વવ્યાપી બનેલાં કિરણો તે જ અહમાં રહેલી આઈન્ય શક્તિ. અર્થાતુ, ચૈતન્યશક્તિ છે. તેને કલ્પનાની આંખેથી જોવી, જયાં સુધી આંખ ન ધરાય ત્યાં સુધી તે જોયા જ કરવી. ૧૨. ચેતન્યનું જ્યોતિ સ્વરૂપ ધ્યાન ચે.વ. ૪, રાસંગપર તે જયોતિ સ્વરૂપ ચૈતન્ય શક્તિમાં આપણા ઉપયોગથી પ્રવેશ કરવો. અર્થાતુ, તેમાં ઉપયોગને ડૂબાડવો. એ રીતે તે જયોતિમાં આપણે ડૂબકી મારવી અને તેમાં વિલીન થઈ જવું અને ચૈતન્યથી ઐકય સાધીને અભેદ બની જવું.આપણા વ્યક્તિરૂપ પર્યાયને તેમાં ભેળવી દેવી જેથી અનાદિકાળથી વ્યક્તિરૂપ પર્યાયને જોઈને જયારે એકલતા અનુભવતું આપણું ચૈતન્ય તેમાં મળી જાય છે ત્યારે અપૂર્વ આનંદ થાય છે. ચૈતન્ય સાગર હિલોળે ચડેલો તે પોતાનામાં અનેકને સમાવે છે. એવો તે વિશાળ છે. આપણે આપણું વ્યક્તિત્વ છોડતા નથી એટલે સિંધુમાંથી જેમ બિંદુ છૂટું પડી જાય છે અને જેવી તેની દશા છે તેવી દશા આપણો આત્મા નિરંતર અનુભવે છે. સાધકનો અંતર્નાદ 108 Page #129 -------------------------------------------------------------------------- ________________ છૂટા પડવામાં બિંદુને સુકાવાનું છે અર્થાતું, પોતાનું અસ્તિત્વ ગુમાવવાનું છે, તેમ વ્યાપક ચૈતન્ય શક્તિથી છૂટા પડીને આપણે જુદી જુદી પર્યાયોને ધારણ કરીએ છીએ તેને પોતાનું સ્વરૂપ માનીએ છીએ ત્યારે પોતાનું અસલી સ્વરૂપ વિખૂટું પડી જાય છે અને આપણું શક્તિ સ્વરૂપનું અસ્તિત્વ ગુમાવીએ છીએ અર્થાતું, તેમાં રહેલી નિત્યતાની સ્મૃતિ ચાલી જતાં તેની સ્મૃતિનો અનુભવ કરે છે એટલે જડ સ્વરૂપ એકલા વ્યક્તિને નિજ સ્વરૂ૫ માનીને તેની પર્યાયોમાં રમે છે અને તેના નાશ અને ઉત્પત્તિમાં દુઃખ-સુખને અનુભવતો ભવાટવીમાં ભટકે છે. માટે તેનાથી છૂટવા માટે હે આત્માનું ! પોતાના સજાતીય સાથે એકતાનો અનુભવ કરવા માટે તારી જાતિને તું જ. તું જે જાતનો છે તે જ જાતના સમગ્ર જગતના જીવો છે. તું તે જીવોનું વ્યક્તિત્વ અલગ ન કર. તમે એક જ જાતિના હોવાથી જુદા ન માન અને ઐકયથી તેમની શક્તિમાં તારી શક્તિ મેળવી દે, એકજ સ્વરૂપવાળા તારે તેનાથી જુદાઈ રાખવાની શી જરૂર છે ? બધા સાથે મળી જવાથી તારામાં અપૂર્વ બળ આવશે. બધી શક્તિ ભેગી થવાથી જ તું તારું મોક્ષરૂપ કાર્ય સરળતાથી સાધી શકીશ. ચૈતન્ય શક્તિ એક જ છે, તું તારી આગવી શક્તિનું અભિમાન કરતો નિર્બળ બની ગયો છે. એમની શક્તિ જુદી નથી, સમગ્રની શક્તિ એક જ છે. આ રીતે ચૈતન્ય આત્મા ભિન્ન ભિન્ન હોવા છતાં ચૈતન્ય શક્તિ દરેકમાં એક જ સ્વરૂપવાળી હોવાથી ચૈતન્ય શક્તિ એકજ છે, તેનો તું અનુભવ કરે અને જીવો સાથે ચૈતન્ય સ્વરૂપથી અભેદ સાધ. જે તારું સ્વરૂપ છે તેને તું ભૂલી ન જા. એકતામાં આનંદ છે, અપૂર્વ સમાધિ છે. સુખનો ભંડાર છે. આનંદ, આનંદ આનંદ જ ! પૂર્ણતાનું સુખ આમાંથી અનુભવાય છે. ૧૩. આત્માનો પૂર્વ સ્વભાવ ચે.વ. ૫, લખીયા જીવ અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેશે અર્થાતું, આદિ નથી અને અંત નથી. એવું આ જીવ તત્ત્વ અનાદિ કાળથી કર્મ સાથે જોડાયેલું છે. તો એ સ્થિતિમાં તેનો સ્વભાવ કેવો છે ? જીવે પહેલેથી જ મિથ્યાત્વના આવરણથી મૂઢ સ્વભાવ ધારણ કરેલ છે. પણ તેનો મૂળ સ્વભાવ તેવો નથી. મૂળ સ્વભાવ તો શુદ્ધ છે. નિરંજન હોવાથી તેને એક ડાઘ નથી. તેજસ્વી, નિર્મળ તેની દશા છે. પણ પહેલેથી જ તેમાં જામેલા મિથ્યાત્વના થરથી એટલો બધો મલિન છે કે તેમાં તેનું નામ નિશાન દેખાતું નથી. કેવળ જાણે મલસ્વરૂપ જડતાનું સમરણ કરાવતો, જેણે મલના થરનું જ સ્વરૂપ ધારણ કર્યું છે તેથી તે ઓળખાતો નથી અને એ જ કારણે તેનો સ્વભાવ મૂઢતાનો પ્રત્યક્ષ અનુભવાય છે. એની મૂઢતાની પાંચ અવસ્થા છે. પ્રથમ અવસ્થા-પ્રથમ કેવળ મલમાં રગદોળાયેલો મલ સ્વરૂપ જ જેનું અસ્તિત્વ છે. તેની અંદર કોઈ તેજસ્વી વસ્તુ રહેલી છે તેની કલ્પના પણ થતી નથી. તેનું અજ્ઞાનનું આવરણ તેના શુદ્ધ સ્વભાવને સદંતર ઢાંકી રાખે છે. એ તો સારું છે કે એ જીવ તત્ત્વ જગતની બધી વસ્તુથી સર્વોપરિ વસ્તુ છે એટલે તેના આટલા મલ વચ્ચે પણ પ્રકાશનાં આઠ કિરણો છાનાં નથી રહેતાં. એ તો સદાને માટે મલના સાધકનો અંતર્નાદ 109 Page #130 -------------------------------------------------------------------------- ________________ આવરણ નીચે આવ્યા નથી અને આવશે નહિ એ કારણે જ મલ નીચે પણ દબાયેલા એવા તેની કિંમત બધા જ આંકે છે. કેમકે તે આઠરૂચક પ્રદેશો જ તેનું અસ્તિત્વ બતાવી રહ્યા છે. નહિતર તો અંધારું ઘોર, તેમાં તેનાં દર્શન કયાંથી થાય? આવી અવસ્થામાં તેની પૂર્વ સ્વભાવની પ્રાથમિક ભૂમિકામાં કેવળ મહામૂઢતા છે. તે જડની માફક જ રહેલો છે. જડમાં અને જીવમાં કાંઈ જ ફેર નહિ. કેવળ પેલા આઠ નિર્મળ આત્માના પ્રદેશો જ તેના જીવત્વને પ્રકાશી રહ્યા છે. હવે પ્રાથમિક ભૂમિકામાં તેનો મહામૂઢતમ જે તેનો સ્વભાવ રહેલો છે તે બદલાય શી રીતે? અને કયારે બદલાય? બીજી અવસ્થા-પાંચ કારણમાં એક કારણ ભવિતવ્યતા નામનું છે તે અચ્છરાભૂત છે. જયારે તે કારણ ઉપસ્થિત થાય છે ત્યારે કોઈનું કાંઈ જ ચાલે નહિ અને તેનો મહામૂઢ સ્વભાવ છોડવો પડે છે અને લોકનાં દર્શન કરે છે અર્થાતુ લોકના વ્યવહારમાં આવતા તેના ઉચ્ચ સ્વભાવને પામવાનાં દ્વાર મળે છે. મહામૂઢતા છોડી પહેલી અવસ્થામાંથી બીજીમાં આવ્યો એટલે સામાન્ય મૂઢતાને પામવાની કક્ષામાં આવે છે જેથી તેને લોકો ઓળખી શકે છે કે “આ જીવ છે.' જડ અંશતા ઘણી ખરી ટળી જાય છે. જીવત્વ દશાને ઓળખી શકવાની લાયકાતને મેળવે છે. આ બીજી દશા પામવા માટે પુરુષાર્થ કોઈ હોય તો ક્ષણે ક્ષણે થતાં જન્મ મરણનાં દુઃખો ભોગવવા તે છે. સહજ ભાવે ભોગવવા પડતાં દુઃખો તેને ત્યાંથી ઊંચે લાવે છે કારણકે દુઃખો તે મલ પકવવાની ગરમી છે એટલે તેનાથી પાકેલા મલ ખરતાં જાય છે તેમ તે ઊંચો આવે છે. પણ મૂઢ દશાથી મિથ્યાત્વ મોહ કર્મનાં જાળાં તેના (આત્મા) પર બાઝે છે. આ બધો આત્માનો મૂઢ સ્વભાવ તે પૂર્વ સ્વભાવ છે. એ મિથ્યાત્વ મોહ ધર્મનાં જાળાં પથરાતાં જાય છે પણ પેલા મલનો જામ દુઃખ ભોગવીને પકવેલો, તેનો ભાર ઓછો થતાં તે થોડો ઉપર આવેલો છે એટલે બહાર નીકળવાની જગ્યા થઈ અર્થાત્ વિવાર (દ્વાર) થયું એટલે મહામૂઢતામાંથી સ્વભાવ બદલાઈ મૂઢ દશા થઈ છે. અહીં પણ જીવ કર્મનાં જાળાં બાઝતાં દુઃખ ભોગવીને જાળાને તોડતો આગળ વધે છે ત્યાં પણ દુઃખના ઢગ પડયા છે તેમાં મૂંઝાતો કાળ પસાર કરે છે. ત્રીજી અવસ્થા-હવે પસાર થતાં કાળને પકવવા માટે દુ:ખના સમૂહને ભોગવે છે. અને જાળાં તોડે છે. અને થોડો થોડો મલ પાકીને ખરતો જાય છે. આ રીતે તેનો મૂઢ દશામાં કાળ પસાર થાય છે. ત્યાંથી આગળ કંઈક કર્મ વિવર આપે છે. દુઃખ ભોગવવાથી જે અકામ નિર્જરા થઈ છે. તેનાથી બંધાયેલા પુણ્યથી ઈન્દ્રિયોના વિકાસને પામે છે અને કંઈક મૂઢતાની ન્યૂનતા થતાં સ્વભાવ બદલાય છે. પણ જયાં સુધી તેને દિશાની ઝાંખી થતી નથી અને અજ્ઞાન અંધેરમાં અટવાતો જ રહ્યો છે ત્યાં સુધી જે અવસ્થા છે તે જીવનો પૂર્વ સ્વભાવ છે. ત્યાંથી આગળ પુષ્ય જે અકામ નિર્જરાથી મેળવેલું છે તેના પસાયે ઊંચો આવે છે. સાધકનો અંતર્નાદ 110 Page #131 -------------------------------------------------------------------------- ________________ ચે.વ. ૬, રંગપુર ચોથી અવસ્થા-તે પુણ્ય સામગ્રીના પ્રભાવે ઈન્દ્રિયોનો વિકાસ અને દુઃખ ભોગવવાથી થયેલ કર્મ નિર્જરારૂપી પુણ્ય તેને આગળ ધકેલે છે ત્યાં તેની મૂઢતા ઢીલી પડે છે. મૂઢતાની શિથિલતા થતાં ચોથી અવસ્થાની શરૂઆત થાય છે ત્યાં તે પુરુષાર્થ કરે છે, પ્રકાશ થાય છે, દિશા સૂઝે છે. માર્ગનું દર્શન થાય છે. માર્ગનું દર્શન થતાં ચાલવાની તૈયારી કરે છે પણ ચક્ષુ પરનાં આછાં પડેલ દૂર થયાં નથી તેથી કાંઈક મૂંઝાય છે એટલે માર્ગ પર ચાલવાની હિંમત થતી નથી. પણ ચાલવાનો કંઈક પુરુષાર્થ કરે છે ત્યાં સદગુરુ મળે છે અને જીવનો હાથ ઝાલે છે, સન્માર્ગે દોરી જાય છે, પણ મોહનીયના ગાઢ આવરણથી પગ ઉપાડતો નથી. તેને એમ થાય છે કે આ માર્ગ બરાબર હશે કે કેમ ? એ વિચારથી ચાલતાં ખચકાય છે. પગ અટકે છે. આ ચોથી અવસ્થામાં જીવનો સ્વભાવ એટલો બદલાયો છે જે તેને દિશાની સૂઝ ન હતી તે હવે સૂઝી, એટલું અજ્ઞાનનું પડલ ખસ્યું. એટલે સદ્ગુરુએ હાથ ઝાલી સન્માર્ગે દોરવા માંડ્યો. પણ પોતાની અવિદ્યાના જોરથી પગ માંડતો નથી. હવે મૂઢતા ટળી પણ મિથ્યાજ્ઞાનનું પડલ સંપૂર્ણ દૂર થયેલું નહિ હોવાથી માર્ગે ચાલવાની હિંમત ચાલથી નથી. ચોથી અવસ્થામાં મૂઢતા ટળી અને સૂઝ મળી. પાંચમી અવસ્થા-હવે પાંચમી અવસ્થા પામવાની તૈયારી કરે છે. સદ્ગુરુના શરણે જાય છે, પોતાનું સર્વ સમર્પણ કરે છે ત્યારે સત્યજ્ઞાન આપે છે. પ્રકાશ થતાં અજ્ઞાન, અંધાર ઉલેચાય છે, પડલ ખસી જાય છે, રાગ દ્વેષની ગ્રંથિ જ્ઞાનરૂપી અગરથી ભેદી નાંખે છે ત્યાં દષ્ટિ ખૂલી જાય છે. પ્રકાશ પ્રકાશ થઈ જાય છે, માર્ગ ચોખ્ખો દેખાય છે અને જે મહામૂઢતાનો પૂર્વ સ્વભાવ હતો તે બદલાઈને નિજ સ્વભાવમાં આવે છે. નિજ સ્વભાવમાં આવે એટલે પરભાવ છૂટી જાય છે. આ પાંચમી અવસ્થામાં સમ્યગુદૃષ્ટિ પ્રાપ્ત થતાં પૂર્વ સ્વભાવ જે અનાદિનો હતો તેને છોડે છે અને સત્ય સ્વભાવ પ્રગટ કરે છે. પૂર્વ સ્વભાવની પાંચમી અવસ્થા પૂર્ણ થઈ ત્યારે નિજ સ્વભાવનું ભાન થયું. તેનું નામ સમ્યગુદૃષ્ટિ. ૧૪. આત્માનું ચિંતન (આત્માની પરિણતિ) ચે.વ. ૭ આત્મા એ છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય છે, તેને જીવદ્રવ્ય કહેવાય છે. તે શાશ્વતું છે, તેના એક અંશને પણ કોઈ દ્રવ્ય નુકસાન કરી શકતું નથી કે નથી લાભ કરી શકતું. તે સદા પોતાનામાં જ રહે છે, તે બીજા દ્રવ્યમાં પ્રવેશ પામતું નથી, તેનામાં કોઈ દ્રવ્ય પ્રવેશ પામી શકતું નથી. એવું તે ઘન સ્વરૂપ છે. છતાં તેમાં ગુણો રહેલા છે અને પર્યાયો પણ રહેલી છે. ગુણો તેમાં એકમેક રહેલા છે, તે પર કોઈ દ્રવ્ય કે પદાર્થ નથી પણ પોતાનું જ સ્વરૂપ છે તે (ગુણ) સહજભાવિ છે માટે શાશ્વત છે કદી તેનાથી (દ્રવ્યથી) ભિન્ન થતા નથી. પર્યાય પણ સદા સાથે રહેનારી છે, પણ ક્રમભાવી છે અને છેલ્લે શુદ્ધતાને પામીને શાશ્વત બને છે છતાં ક્રમભાવી સ્વરૂપ બદલાતું નથી. માટે એ રીતે ક્રમે થનારી હોવાથી અનિત્ય કહેવાય છે. સાધકનો અંતર્નાદ 111 Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૫. આત્માનો સ્વભાવ - ૧ ચે.વ. ૬, રંગપુર આત્મા છે તે સદાય સ્થિર છે પણ પર્યાયોના વિચળ સ્વભાવથી (બદલાવાના સ્વભાવથી) આત્મામાં તે રહેલો હોવાથી આત્માનું તેવું સ્વરૂપ (અસ્થિર) દેખાય છે, પણ તે ખરેખર નથી. આ રીતે પર્યાયોના બદલાવાથી પોતે નિર્વિકારી હોવા છતાં વિકૃત રૂપ ધારણ કરે છે. એ જે તેની વિકારી દશા છે. તેમાં તેની પરિણતિ ઘડાય છે અને પરિણતિ પ્રમાણે તેના સ્ટેજની ઊંચી નીચી દશા દેખાય છે. આત્મા અનાદિ કાળથી જડના સહવાસમાં રહેલો છે. તેના કારણે તેને અવલંબીને પોતે વિકૃત બનેલો અશુદ્ધ પર્યાયને પોતાનામાં રાખે છે, જેથી પોતે નિર્વિકાર હોવા છતાં વિકારી બનેલો હોય તેમ વર્તે છે. આ તેની વિકારી દશાના કારણે જ જડનો સહવાસ વધારતો જાય છે અને તેની સાથે તન્મયતા ધારણ કરે છે તેથી ચારગતિરૂપ ભવનું ભ્રમણ થયા કરે છે. અને પોતાની શુદ્ધ પર્યાય છે તેને ભૂલી જ જાય છે. હવે તેને આ વિકારી દશામાંથી બહાર નીકળવું હોય તો જ્ઞાની ભગવંતે બતાવેલા માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ અને એ રીતે પુરુષાર્થ પ્રબળ કરવો જોઈએ. પ્રથમ સ્ટેજની પરિણતિ તો એટલી બધી વિકૃત હોય છે કે જડના સહવાસે જડનો પક્ષપાતી બની ગયેલો તે વિજાતીય દ્રવ્યમાં ભળીને રહેવાથી પોતાની જ્ઞાતિ (જીવો) સાથે વેર ઊભું કરે છે અને તેનો (જીવોનો) સહવાસ હોવા છતાં છૂટવા માટે રૌદ્ર પરિણતિવાળો બને છે અને કેવળ પોતાના સુખની ઈચ્છા અતિ ઉગ્ર થવાથી બધાનું મરણ ઈચ્છે છે અને પોતે એકલો સુખ ભોગવે એ પરિણતિ તીવ્ર બને છે. એ જ એની ઊંધી સમજ છે અને એ કારણે અનંત કાળ સુધી જન્મ-મરણની નિગોદાદિ ગતિમાં ભરાઈ રહેવું પડે છે. અનંતકાળ સુધી અનંત ગુણનો ધણી-અનંત સુખનો સ્વામી તે નિગોદરૂપી હેડમાં પડયો પડયો ઘોર પીડાઓ અને યાતનાઓ ભોગવે છે. તે પીડાને અવ્યક્તપણે પણ સહન કરવા રૂપ અવ્યકત પરિણતિની જે શુભતા છે તેનાથી કર્મોની અકામ નિર્જરા થાય છે ત્યાર પછી કંઈક આત્મા ઉપર લાગેલી મલિનતા ઓછી થાય છે એટલે કે પર્યાયની અશુદ્ધતા-મલિનતા જે ગાઢ છે તેમાં કાંઈક ગાબડું પડતાં વ્યવહાર રાશિમાં પરના પુરુષાર્થે (એક જીવ મોક્ષે જઈને જગ્યા ખાલી કરે તો) કૂદીને બહાર આવી જાય છે. આ તેનું કોઈ ભવિતવ્યતાવશાત્ ઘોર અંધારી કોટડીમાંથી બહાર આવવું થાય છે તે તેની મહાન ભાગ્યની નિશાની છે, જેથી તેનો નંબર લાગી ગયો, અને કંઈક પ્રકાશમાં આવ્યો જેથી લોકને ઓળખવામાં નંબર તેનો લાગ્યો. અહીં તેને આગળ વધવા માટે કોઈ સામગ્રી મળી નથી, તેથી અથડાઈ કુટાઈને જ પીડાઓ, દુઃખો સહજ ભાવે સહન કરતાં કરતાં (સહન કરવાનો કોઈ આશય કે ભાવ નથી) અકામ નિર્જરા થતાં કાંઈક અવ્યકત પણ જ્ઞાન પામવાની સામગ્રીરૂપ ઈન્દ્રિયોને પામતો જાય છે તેમ તેમ તેની અવ્યકતતા ઘટતી જાય છે. સ્વ પુરુષાર્થ અહીં કોઈ નથી પણ અકામ નિર્જરા વધતી જાય છે. જેમ જેમ ઈન્દ્રિયો વધારે તેમ ઈન્દ્રિયો દ્વારા જ્ઞાનથી અવ્યકત પીડા વધારે સહન કરતો અકામ નિર્જરા વધારતો સાધકનો અંતર્નાદ 112 Page #133 -------------------------------------------------------------------------- ________________ જાય છે અને તેની ભૂમિકા ઉપર આવતી જાય છે, અહી પરિણતિ પણ અવ્યકત જ છે એટલે સકામ નિર્જરાથી જે ઝડપી વિકાસ સાધવો જોઈએ તે સાધી શકાતો નથી. - ત્યાર પછી મન મળે છે ત્યારે પાંચ ઈન્દ્રિયો અને સાથે મનરૂપી સામગ્રી પામેલો આત્મા પોતાની વિકાસની ભૂમિકા શીધ્ર આગળ વધી શકે તેમ હોવા છતાં કેટલાક પર્યાયો એવા તેના ઉપર લાદેલા છે કે મન છતાં વિવેક નહિ એવા તિર્યંચ પર્યાય, મન છતાં અતિ સુખ આસકિત એવા દેવ પર્યાય, મન છતાં અતિ પીડિત અવસ્થાના કારણે દુઃખમાં રિબામણ એવા નરક પર્યાય, આ બધા પર્યાયો તેના શીધ્ર વિકાસને અટકાવે છે. અર્થાતુ, તેની વિકૃતિ શીધ્ર હઠતી નથી. કદાચ તે ત્રણે પર્યાયોમાં પાંચ ઈન્દ્રિયો અને મન રૂપ સામગ્રી છે તો પણ મિથ્યાત્વ ઊંધી સમજને દૂર કરી શકે પણ તેથી આગળનો કોઈ પ્રબળ પુરુષાર્થ તે પર્યાયમાં રહેલો આત્મા કરી શકતો જ નથી, તિર્યંચનું શરીર અવિવેકી રાખે છે, દેવનું શરીર ભોગી બનાવે છે, નારકનું શરીર પીડાથી સંતપ્ત હોવાથી આ ત્રણમાંથી કોઈનો પુરુષાર્થ આગળના સ્ટેજની પરિણતિને ઉપસવા દેતો નથી. હવે એક ગતિ જે મનુષ્યની છે, તેને મળેલી પાંચ ઈન્દ્રિયો, અને મન અતિ પુણ્યથી મળેલાં છે જે તેના વિકાસને માટે બધી સામગ્રી ભેગી કરી શકે છે. જો કે તેમાં કેવળ ઈન્દ્રિયો અને મનરૂપી પુણ્યથી ચાલતું નથી પણ બીજા તેના સહકારી પુણ્યનો ઉદય પણ આ જ ગતિમાં થઈ શકે છે અગર એ બધી સામગ્રી આ મનુષ્ય ભવમાં જ મળે છે માટે આ ગતિને શાસ્ત્રકારોએ આત્માના ઉત્થાત્ માટે, વિકાસ માટે વખાણી છે. હવે અહીં રહેલો આત્મા પોતાનું ઉત્થાન અને વિકાસ કઈ પરિણતિથી કયા સ્ટેજ ઉપર આવીને સાધે છે અને વિકૃતતાનો ત્યાગ કરીને પોતાની નિર્વિકારતાને પ્રાપ્ત કરે છે, તે હવે જોઈશું. આત્માનો સ્વભાવ - ૨ ચૈ શુ. ૮ મનુષ્ય ગતિમાં, દેવગતિમાં, તિર્યંચ ગતિમાં, નરક ગતિમાં રહેલો આત્મા, પૂર્વ સ્વભાવ-જે અનાદિની મૂઢતા હતી તેને ત્યજીને તેવી વૈરાગ્ય જનિત પરિણતિ પ્રાપ્ત કરી શકે છે જેથી સંસારચતુર્ગતિરૂપ છે તેમાં ભ્રમણનો કંટાળો આવે છે અને જડનો પક્ષ છૂટે છે - આત્મા તરફ દષ્ટિ જાય છે અને જડની કોઈ પણ રાગ જનક અવસ્થામાં વિરાગતાથી જીવે છે. આત્મ સ્વભાવ પ્રગટ કરવાની તાલાવેલી જાગે છે અને તેને લીધે સંસારનાં બધાં પ્રલોભનોમાં મધ્યસ્થ રહે છે એ મધ્યસ્થતા આવવાથી કષાયો ઉપશાન બનેલા હોવાથી ઉપશમ ભાવને પામેલો હોય છે. બીજા જીવો પ્રત્યે સમાનતાનો ભાવ પેદા થયેલો હોવાથી તેના દુઃખમાં ભાગ લે છે અને આ ચારે વસ્તુની પ્રાપ્તિ થતાં વેગથી મોક્ષ માગે જવાની તાલાવેલી થતાં પરમાત્માના બતાવેલા માર્ગને શ્રદ્ધાથી વળગી રહે છે. આ સમ્યગુ દષ્ટિ પ્રાપ્ત થતાં જે અનાદિની ઊંધી દૃષ્ટિ (મિથ્યા દૃષ્ટિ-સમજ) હતી તેને ત્યજે છે જેથી નરક તિર્યંચનાં દુઃખો, પોતે કરેલા કર્મના વિપાકરૂપ માનીને જીવ સમભાવથી ભોગવે છે. દેવ ગતિનાં સુખો, એ પણ પુણ્ય સાધકનો અંતર્નાદ 113 Page #134 -------------------------------------------------------------------------- ________________ કર્મના ભોગરૂપ ફળ છે તેમાં અલિપ્ત ભાવથી ભોગવતો (સમ્યમ્ દષ્ટિ) કર્મની નિર્જરા કરે છે. આ ત્રણે ગતિના જીવો અનાદિની ઊંધી દષ્ટિ ત્યજીને અહીં સુધીની પરિણતિમાં રમતાં જીવન પસાર કરી શકે છે. જયાં સુધી સમ્યગુ દષ્ટિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી ચારે પ્રકારની ગતિમાં જીવની પરિણતિ મિથ્યાભાવમાં રમતી હોય છે. નરકના જીવો પોતાના કર્મ વિપાકને વેદતા પરસ્પર ત્યાંના જીવો પ્રત્યે પૂર્વનાં વૈર સંભારીને દ્વેષ ધારણ કરતાં પોતે તો દુઃખ ભોગવે છે પણ બીજા જીવને પણ દુઃખ અને પીડા ઉપજાવે છે અને લેશ પણ શાંતિ પામી શકતા નથી. તિર્યંચો પણ બીજા જીવો પ્રત્યે દુષ્ટ ભાવને ધારણ કરતાં રૌદ્ર પરિણામી બની ત્યાંથી નરકગતિમાં જવાની તૈયારી કરે છે. દેવો સુખમાં આસકત બની તેમાં આડે આવતા બીજા જીવોને પોતાની દેવી શક્તિનો દુરુપયોગ કરી સતાવે છે. પોતે કે બીજા શાંતિ પામી શકતા નથી. રાગની અતિમાત્રા તેને છેક એકેન્દ્રિયપણામાં ધકેલી દે છે. પગલિક સુખમાં જ રચ્યા પચ્યા રહે છે અને મનુષ્યગતિમાં પણ જયાં સુધી ઊંધી સમજ ટળી નથી ત્યાં સુધી અનેક કુકર્મો કરે છે. અહીં છેક નીચે ઉતરવાની પણ શક્તિ મળેલી છે અને છેક ઊંચે ચઢવાની પણ શક્તિ મનુષ્યની જ છે એ તેને મળેલી વિશિષ્ટ શક્તિનો ઉપયોગ જો સન્માર્ગે થાય તો મોક્ષ પર્વતની ભૂમિકા સુધી તે પહોચી શકે અને ઉન્માર્ગે થાય તો છેક સાતમી નરક ભૂમિમાં પણ તે જ જઈ શકે. જે તેને દુઃખ-સુખની સમાનતાવાળો ભવ અને ઔદારિક શરીરરૂપ સામગ્રી મળી છે તે તેમાં કારણ છે. જયાં સુધી ઊંધી સમજ હતી ત્યાં સુધી જીવ અનેક જીવોને સતાવવાના, દુઃખી કરવાના, સ્વાર્થપરાયણતામાં રમવાના અને પોતે એકલા જ સુખ ભોગવવાની તાલાવેલીના અધ્યવસાયોમાં રમ્યો છે. જેથી બીજા જીવો પર ક્રૂરતાના, નિર્દયતાના, જડ વસ્તુના રાગ અને દ્વેષના, અધ્યવસાયો કરી દુષ્ટ પરિણતિ ઘડી છે, તેથી પોતે જ પોતાના હાથે પીડા ઊભી કરી નરક તિર્યંચ ગતિમાં ભોગવવા ચાલ્યો જાય છે એમ અનેક ભવો ભૂલો કરતાં કરતાં પાંચ કારણ મળે છે ત્યારે તેની સુદૃષ્ટિ પ્રાપ્ત થવાનાં સાધન સામગ્રી એકઠાં થાય છે, તે સામગ્રીનો સદુપયોગ કરી સમ્યગુ દેષ્ટિ પ્રાપ્ત કરે છે ત્યારે તેની પરિણતિ બદલાય છે અને પોતે અને બીજા જીવો પોતાના તરફથી શાંતિ પામે છે. હવે તેની ઊર્ધ્વગમનની પરિણતિ કેવી હોય અને છેલ્લે પોતાની નિર્વિકાર દશાને કેવી પરિણતિથી પામે છે? તે હવે આગળ જોઈશું. ૧૬. આત્માની પરિણતિ ચે.વ. ૧૦ જીવને સંસારનાં સુખો પ્રત્યે પણ વૈરાગ્ય છે. સુખો ભોગવવાં પડે એટલે અલિપ્તભાવે ભોગવે છે. તે સિવાય તો સુખ માટે ફાંફા મારવાનો કોઈ ભાવ જાગતો નથી, જે મળ્યું છે તે પણ બંધનરૂપ અને અધૂરું સુખ માને છે, આત્મિક સુખની ઝંખના તીવ્ર હોવાથી આ સુખ ફિક્કો લાગે છે. અને મુક્તિના પરમ સુખને ચાહતો હોવાથી આ સુખને છોડવાની ભાવનામાં રમતો હોય છે. જ્યારે હું આ સાધકનો અંતર્નાદ 114 Page #135 -------------------------------------------------------------------------- ________________ સુખોથી નિર્લેપ બની સમભાવમાં રમું? અને આત્માનંદના પરમ સુખને પામું ? આવી પરિણતિમાં રમતો જીવ સદા સંગનો ત્યાગ ઈચ્છતો, જીવરાશિ પ્રત્યે સમભાવે જીવતો, તેને પીડા ન ઊપજે તે રીતે વર્તન કરે છે. તે રીતનું નિષ્પાપ જીવન જીવવા માટે અર્થાતુ, કોઈ જીવને દુઃખ ન થાય તે રીતનું જીવન જીવવા સંસારનાં સુખોનો ત્યાગ કરે છે. ઘર, સ્વજન-પરિવારનો ત્યાગ કરી એકાંતમાં સકલ જીવરાશિ સાથે આત્મૌપજ્ય ભાવને સિદ્ધ કરવા ચાલ્યો જાય છે અર્થાતું, પોતાના આત્માની જેમ બીજા જીવો સાથે જીવવા માટે તેની સાથેના વર્તનને સુધારે છે, કોઈને પીડા ઉપજાવતો નથી, જેને સઆચાર કહેવાય છે. (સમ્યક ચારિત્ર) અહીં તેની પરિણતિ અતિ આનંદકારી, સુખ ઉપજાવે તેવી છે કારણ કે ત્યાં રહેલા જીવો પ્રત્યેના દ્વેષભાવને ત્યજી દીધા છે અને સ્નેહભાવ સર્વ પ્રત્યે ધારણ કર્યા છે. સ્નેહભાવમાં માધુર્ય રહેલું છે. તે ભાવમાં વર્તતો જીવ સદા આનંદિત હોય છે. જેમ શેરડીમાં માધુર્ય રહેલું છે તેનો અનુભવ જીભથી થાય છે તેમ સ્નેહભાવમાં રહેલા માધુર્યનો આસ્વાદ મનથી થાય છે. અર્થાતુ, આગળની ભૂમિકામાં સીધો આત્મા જ તે મધુરતાનો આસ્વાદ લેતાં અતિ આનંદનો અનુભવ કરે છે. કારણ તેમાં નિઃસ્વાર્થતા હોય છે પરમાર્થ ભાવ હોય છે. જયાં કષાયોની મંદતા હોય ત્યાં આનંદનો અનુભવ હોઈ શકે. આ રીતે જીવ જીવો સાથે અભેદ સાધીને અહીં છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકનો સ્પર્શ કરે છે. આવા પ્રકારના આનંદના રસને સ્થિર કરવા આત્મા હવે આગળ કષાયોની સામે યુદ્ધ ખેલે છે અર્થાતુ, એકપછી એક (કષાય)ને વિદાય આપીને પરિણતિને સ્વભાવસ્થ બનાવે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને ઝંખતો નિરંતર તેનું ધ્યાન કરે છે અર્થાતું, પોતાની પરિણતિ પોતાના સ્વરૂપમાં સ્થિર કરે છે. ત્યાં પોતાના તીવ્ર અને શુદ્ધ અધ્યવસાયથી વીર્ય ફોરવી લોકાલોક પ્રકાશક જ્ઞાનની પ્રાપ્તિ મોહાદિ કષાયોની નિવૃત્તિથી પ્રાપ્ત કરે છે. ત્યાર પછી યોગરૂપ પણ કર્મબંધનું જે કારણ છે તેને પણ અઘાતિ કર્મોનો નાશ કરી દૂર ફેંકી દે છે અને સિદ્ધશિલા ઉપર જઈને અજર, અમર બને છે. આ પ્રમાણે આત્માના ચિંતન દ્વારા તેનું સંપૂર્ણ સ્વરૂપ સમજીને કઈ ભૂમિકા કઈ પરિણતિથી આગળ વિકાસ સાધતો જીવ નિર્વિકારી બને છે અને પોતાની બધી અશુદ્ધ પર્યાયોને ફગાવી દઈને નિર્વિકાર દશા પ્રાપ્ત કરી સ્વ સંપત્તિને મેળવી પ્રભુતાને પામે છે, તે જાણ્યા પછી તે તે પરિણતિમાં રમતો જીવ પ્રમાદ ત્યજીને આગળના સ્ટેજે પહોંચવા પુરુષાર્થ બને અને પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે એ જ એક શુભ અભિલાષા. ૧૦. આત્માની નીતિ-ન્યાય શું ? ચે.વ. ૧૧ આત્માની નીતિ શું છે તે ઓળખવી મુશ્કેલ છે. આત્મામાં ઊંડા ઊતરવાથી તે ઓળખાય છે. તેની સાધકનો અંતર્નાદ 115 Page #136 -------------------------------------------------------------------------- ________________ મુખ્યતાએ નીતિ તો એ છે કે તે કોઈ પણ જીવને સજાતીયપણાથી દૂર રાખતો નથી અને તે કારણે જ બધે ય જીવો એક જ સરખી રીતે ઓળખાય છે. ગમે તે દર્શનમાં પણ તેના છેલ્લા સ્થાનને તો તે મુકત જ મનાય છે. ૧૮. આત્માનો સ્વભાવ ચે.વ. ૧૨ આત્માનો સ્વભાવ મૂળ એક જ પ્રકારનો છે અને બીજી રીતે અનેક પ્રકારનો છે. જ્ઞાન સ્વભાવ એ તેનો મૂળ સ્વભાવ છે અને બીજી રીતે તો જેટલા ગુણો છે તેટલા પ્રકારનો તેનો સ્વભાવ છે. આત્માનું કાર્ય તેના સ્વભાવ પ્રમાણે હોય છે, જ્ઞાન સ્વભાવ હોવાથી તેનું કામ જાણવું અને જોવું તે છે. જો તે પણ જ્ઞાન સ્વભાવથી કાર્ય કરે છે. પ્રથમ દર્શને જે જ્ઞાન થાય છે તેને દર્શન કહેવાય છે અને પછી જે થાય છે તે જ્ઞાન કહેવાય છે, તેથી દર્શન એ પણ જ્ઞાન જ છે. એ જ્ઞાન સ્વભાવના જ બીજા અનેક પ્રકારે સ્વભાવરૂપ આત્મા હોય છે. દા.ત. ક્ષમા આત્માનો સ્વભાવ છે. મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યથ્ય, સ્વભાવ, સરળતા, નમ્રતા, નિર્લોભતા, અકિંચનતા, ગુરુતા, લઘુતા, પ્રેમ, વિરાગતા, પ્રશમતા, પ્રશાંતતા, કોમળતા, નિર્મળતા, વિમલતા, શાંતતા, નિર્વિકારિતા સ્થિરતા, આત્મીયતા, પરોપકારિતા, દાન, શીલ વગેરે સ્વભાવ અનંતગુણ સ્વભાવ છે. આ બધા સ્વભાવ જ્ઞાન સ્વભાવમાંથી જ પ્રગટેલા છે માટે મૂળ સ્વભાવ તો જ્ઞાન જ છે. જ્ઞાન હોય તેમાં જ ક્ષમા ગુણ હોય. જ્ઞાન હોય તેમાં જ મૈત્રી હોય. જ્ઞાન હોય તેમાં જ પ્રમોદ વગેરે હોય. જેનામાં સમજ નથી તેનામાં ગુણો હોય શી રીતે? આ તો આપણી બાહા પ્રવૃત્તિને આધારે કહ્યું પણ આત્માની અત્યંતર પ્રવૃત્તિ સહજ છે તેના આધારે જે પેટા સ્વભાવ કહ્યા તે સ્વરૂપે આત્મા અનાદિ કાળથી હોય છે પરંતુ તે સ્વભાવ અવરાયેલો હોય ત્યારે આત્માનું વિકૃત સ્વરૂપ-સ્વભાવ થાય છે એટલે તેના મૂળ સ્વભાવથી ઊલ્ટો અર્થાત્, વિરુદ્ધ પ્રવૃત્તિ કરતો દેખાય છે તે તેની વિભાવ દશા કહેવાય છે, જેમકે ક્ષમા અવરાય ત્યારે સ્વભાવ ક્રોધરૂપે વિકૃત બને અને તે વખતે વૈભાવિક સ્વરૂપ આત્મા ધારણ કરે. જેમ કોઈને ચોરી કરવી હોય ત્યારે તેવા કાળાં કપડાં પહેરીને વેષ બદલે છે કોઈ ઓળખે નહિ તે માટે. તેવી જ રીતે પોતે વિકૃત બને છે ત્યારે તેવી પ્રવૃત્તિ કરવા માટે આવરણ ધારણ કરે છે તેથી તે ઓળખાતો નથી અને એ આવરણમાં તેને પોતાના સ્વભાવની વિરુદ્ધ કાર્ય કરવું હોય તે કરી શકે છે. તે તેના વૈભાવિક રૂપમાં હોય છે ત્યારે તે વિકૃત હોય છે. વિકૃત એટલે મૂળરૂપ નહિ. પણ મોં પર સોજા હોય તેની જેમ આત્માનો આખો દેખાવ બદલાઈ જાય છે. તેની વિકૃત અવસ્થામાં કોઈ તેને ઓળખી શકતું નથી તેથી તે નિર્લજ્જ થઈને પોતાના સાધકનો અંતર્નાદ 116 Page #137 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવથી વિરુદ્ધ કાર્ય કરી શકે છે. પણ એટલું ખરું કે વૈભાવિક દશામાં રહીને કાર્ય કરવું હોય તો પણ તેનામાં રહેલો ન્યાય અખંડ જાળવી રાખે છે. એટલે કે તે સ્વભાવ દશામાં રહીને વિરુદ્ધ કાર્ય કરી શકતો નથી. પણ ખાસ વેષ બદલીને જ કરે છે જેથી પોતે જાહેર થાય છે કે “હું ચોર છું તે જ તેની વૈભાવિક દશા છે. આ રીતે આત્માની સ્વભાવ અને વિભાવદશા કહી. જ્ઞાન એનો સ્વભાવ છે. અવિદ્યા-મોહ જન્ય અજ્ઞાન તે તેનો વિભાવ છે. ક્ષમા એનો સ્વભાવ છે. ક્રોધ એનો વિભાવ છે. એ રીતે જ્ઞાન સ્વભાવના કારણ તે સદા માટે ન્યાયયુક્ત હોય છે. વિભાવમાં ન્યાય નથી પણ એ તેનો સ્વભાવ નથી માટે અન્યાય આત્માનો નથી, તે તો સદા ન્યાયથી જ રહે છે. પ્રેમ એ તેનો સ્વભાવ છે, દ્વેષ તેનો વિભાવ છે જયારે સ્વભાવમાં સ્થિર હોય છે ત્યારે ન્યાય દેખાય છે જગતના જીવ માત્રને પોતાના જેવા જ જાણે છે, જુએ છે અને પ્રવૃત્તિ પણ પોતાને જેવી ગમતી હોય (સુખ ગમે છે દુઃખ નથી ગમતું) તેવી જ કરે છે, કોઈને પીડા આપતો નથી. આ તેની ન્યાયયુકત પ્રવૃત્તિ છે, સમજ છે. પરમાત્માને જોઈને નિજ સ્વભાવનું ભાન થાય છે જેથી તેમના જેવું જ શિવત્વ પોતાનામાં અને જગતના જીવોમાં જુએ છે, આનંદ પામે છે આ તેનો સ્વભાવ છે. આ પણ તેનો શુદ્ધ ન્યાય છે, પણ જયારે પોતાના અને જીવરાશિના પર્યાયને જોઈને સ્વ માટે અહંકાર અને જીવો પ્રત્યે દ્વેષ કરે છે તે તેની વિભાવ દશા છે. અર્થાતુ, જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જોતો નથી તે તેની વિકૃતિ છે અર્થાત્ તે જ્ઞાન સ્વભાવ પર આવરણના કારણે ઊંધું દેખાય છે એ વિભાવ દશા છે. સ્થિરતા એ તેનો સ્વભાવ છે, ચંચળતા તે વિભાવ છે. ૧૯. પરોપકાર ચે.વ. ૧૩ બીજા પર ઉપકાર કયારે થઈ શકે ? પોતાનો સ્વાર્થ છોડે તો સ્વ એટલે પોતાનું, અર્થ એટલે પ્રયોજન. જીવને પોતાના પ્રયોજન એટલાં બધાં હોય છે કે બીજા જીવની કાંઈ પણ ચિંતા કરતો નથી. પોતાનાં પ્રયોજનો જાત ઉપરની મમતા અને અહંકાર નામના દોષમાંથી જ ઘણા ઊભા થયા છે. અહં અને મમ એ અનાદિ કાળથી પાછળ પડેલા કુસંસ્કારો છે. તેને ટાળવા માટે પોતાની મહત્તાનો મોહ છોડવો જોઈએ અને તે મહત્તાને લીધે જે ગ્રહો ભેગા કરેલા છે (પરિ-કદા-આ-વિ-સં વગેરે-અર્થાત્ પરિગ્રહ-કદાગ્રહ-આગ્રહ વિગ્રહ-સંગ્રહ) તેને તજવા જોઈએ. મહત્તાને છોડવાથી અહં જાય છે અને ગ્રહો છોડવાથી મમ્ જાય છે. મહત્તા પોતાની છે તે અહંકાર કરાવે છે, તે બીજાની આંકવાથી નમ્રતા આવે છે. નમ્રતાનો અભ્યાસ-દેવ-ગુરુ જે ગુણોથી મહત્તાને પામેલા છે તેમને મહતુ માનવાથી થઈ શકે છે, તે અભ્યાસ થતાં નમ્રતા આવે છે. મોટું કોણ? તો અંદર બેઠેલો આત્મા અનાદિના કુસંસ્કારથી જવાબ આપે છે કે હું પણ તે અહંના સાધકનો અંતર્નાદ 117 Page #138 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારને કાઢવા આત્માને ગુણાનુરાગી બનાવવાથી ગુણથી મોટાઓને મહાન માનવાનો અભ્યાસ કરે ત્યારે તેનામાં નમ્રતાના અંકુરો ફૂટે. આ અભ્યાસ માટે જેને વિષય બનાવવાના છે તે એટલા બધા મોટા છે કે તેમનો એક ગુણ પણ આ જગતમાં સમાય એવો નથી અને શાસ્ત્ર ચક્ષુથી પ્રત્યક્ષ તે ગુણનો સમૂહ જોઈ શકાય છે માટે જ પ્રાથમિક અભ્યાસમાં દેવને મહત્તાનો વિષય બનાવવાથી સરળ બને છે કારણ કે તેમનામાં દોષનો એક અંશ પણ નથી. તે પછી ગુરુ-જે છઘ0 છે એટલે તદ્દન નિર્મળતા આપણાં ચર્મચક્ષુથી ન દેખાય છતાં અનંતા ઉપકાર કરનારા છે તેથી તેમના (નર્વા) કેવળ ગુણોનું જ દર્શન જીવ ગુણાનુરાગી બનીને કરી શકે છે પણ તે પેલા કરતાં જરા અધરું છે. અભ્યાસ કઠિન છે, તેમાં પાસ થવું મુશ્કેલ છે અને અહં ટળવો દુર્લભ છે અર્થાત્ તેમની મહત્તા માનવી તે દેવની મહત્તા માનવા કરતાં જીવને વધુ મહેનત પડે છે. પરંતુ જો તે કૃતજ્ઞી બને અથાંતુ તેમના (ગુરુના) નિઃસ્વાર્થભાવે થયેલા ઉપકારોને નજર સમક્ષ રાખે તો કૃતજ્ઞ બનેલા જીવની બુદ્ધિ નિર્મળ બનતાં એવી જાતનો માન, મોહનો ક્ષયોપશમ થાય છે જેથી પોતાની મહત્તા છૂટી જાય છે અને ગુરુમાં મહત્ત્વને જોઈ શકે છે. તે પછી જગતના જીવો-ગુણી-અવગુણી બધી જ જાતના છે તેમના પ્રત્યે ગુણગ્રાહી દષ્ટિ કેળવીએ ત્યારે જ તે બધામાં મહત્તા લાગશે, પોતાની મોટાઈની કિંમત ઓછી કરશે ત્યારે પ્રયોજનો જે અહં અને મને પોષવા માટે જ વધી રહ્યાં હતાં તે ઓછાં થશે અને બીજાની ચિંતા થશે. જગતના જીવો પ્રત્યે મૈત્રી આદિ ભાવથી તેમને જોવાથી તેમના દોષો પ્રત્યેની દૃષ્ટિ ટળી જશે અને જીવને શિવરૂપે જોતાં તેમનામાં મહત્ત્વ દેખાશે, જેથી નમ્ર બનેલો આપણો આત્મા બીજાનાં પ્રયોજનો સધાવવા માટે રસ ધારણ કરશે, જેને પરાર્થભાવ કહેવાય છે. પરાર્થભાવ જાગ્યા પછી પરોપકાર થઈ શકે છે. આમાં આત્મા, જગત અને પરમાત્મા-ત્રણેના મહત્ત્વની વાત આવે છે. કોને મોટાઈ આપવી ? પોતાના આત્માને મોટાઈ આપવી તે તો ભૂલ છે. સૌથી પ્રથમ પરમાત્માને, ગુરુને બીજા નંબરે, ત્રીજા નંબરે જગતના જીવોને મોટાઈ આપવા માટે નમ્ર બનવું, જે બીજાને આપવાનું છે તે જ પોતે લઈને બેઠો છે. તે જ તેની ભૂલ છે. પોતે નમ્ર બને ત્યારે પરના હિતની ચિંતા કરી શકે છે અથવા પરહિત, પરોપકાર કરી શકે છે. જો કે પરોપકાર કરવા માટે જીવો પ્રત્યે લાગણી, દયા, સ્નેહભાવ જરૂરી છે પણ તે બધું પોતાની જાતને નમ્ર અને વામણી બનાવવાથી જાગે છે. જીવ અહંકારમાં જ પૂર બને છે, લાગણી બુટ્ટી બની જાય છે અને સ્વના રાગથી જાતના સ્નેહ તંતુથી બંધાયેલો છે. જયાં અહંકાર આવે ત્યાં મમત્વ આવે જ છે અને ક્રૂરતા આદિ ઉગ્રરૂપ ધારણ કરે છે અને પરોપકારનો તો વિચાર સરખો પણ આવતો નથી. માટે જ ભાવ પરોપકારની પરાકાષ્ઠાએ જીવ પહોંચે છે ત્યારે જીવ, જગત અને પરમાત્મા ઐક્ય ધારણ કરે છે અર્થાતુ પોતે જીવ અને શિવ (પરમાત્મા)માં જાતને વિલોપન કરી નાખે છે અને આનંદ અનુભવે છે. બીજાનો વિચાર નથી ત્યાં ધર્મ નથી માટે પરોપકારનો પ્રથમ ગુણ સ્થાનકથી જ અભ્યાસ શરૂ સાધકનો અંતર્નાદ 118 Page #139 -------------------------------------------------------------------------- ________________ થાય છે. તેનો વિકાસ થતાં થતાં જીવ ચૌદમે ગુણસ્થાનકે જઈને મોક્ષમાં જાય છે, ત્યાં વિશિષ્ટ પરોપકાર થાય છે. જેથી તે સિદ્ધાત્મા તરફથી હવે કદી કોઈ જીવને પીડા થવાની નથી અને કેવળ ઉપકાર જ ક્ષણે ક્ષણે પોતાના અસ્તિત્વ માત્રથી થયા કરે છે. ૨. ર૦. આત્માનું સ્વરૂપ ચિ.વ. OIL ૧. હે ચેતન ! તું તારું સ્વરૂપ નિહાળ! તે કેટલું ગંભીર-અગાધ છે ! ઊંડું છે ! તેનો તાગ ત્રિભુવનમાં ય કોઈ પણ પામી શકે નહિ. તું ઊંચું જો ! તેનું સ્વરૂપ કેટલું વિરાટ અને વિશાળ છે ! તેમાં આખું જગત સમાઈ ગયું છે. તારા ગંભીર, અગાધ સ્વરૂપના ચિંતનથી, તારા સ્વરૂપમાં એટલો ઊંડો ઊતરી જઈશ કે તેના આનંદ સ્વરૂપ મહોદધિમાં તું ડૂબી જઈશ અને તેમાંથી તું એવી મહાસમાધિમાં સ્થિર થઈશ કે તને જગાડવા માટે ઢંઢોળવો પડશે, અર્થાત્, સમાધિને પામેલો તું અપૂર્વ આનંદમાં મસ્ત બનેલો જગતના ક્ષણિક સુખ માત્રને ભૂલી જઈને કોઈ અગમ્ય દુનિયામાં મ્હાલતો હોંશ. હે ચેતન ! તારા વિરાટ સ્વરૂપનું દર્શન કરતો હોઈશ ત્યારે સમગ્ર વિશ્વ સાથે અભેદતાનું અનુપમ સુખ માણતો હોઈશ. આખા જગતને તું તારામાં સમાવી લઈશ એવી વિશાળતાથી જગતના જીવો સાથે ઐકયથી પોતાના અસ્તિત્વને પણ ભૂલી જઈશ ત્યારે જે પરમ સુખનો અનુભવ કરીશ તે અદ્વિતીય હશે. હે ચેતન ! તારું સ્વરૂપ કેટલું વ્યાપક છે ! કોઈ સ્થળ એવું નથી કે જયાં તું ન હોય ! તેથી જ આખું જગત તને સ્પર્શે છે. આ તારા વ્યાપકતાનાં દર્શન તું કરતો હોઈશ ત્યારે તેમાં ડૂબેલું તારું ચૈતન્ય જડ જગતથી વિરમી ચૈતન્યથી અભેદ પામેલું સકલ ઉપાધિથી મુક્ત બનશે ત્યારે જીવન્મુકિતના અનુપમ સુખને પામીશ. ૪. હે ચેતન ! તું તારી સમગ્રતા નિહાળ ! વ્યાપકતામાં સમગ્ર વિશ્વની સઘળી ચૈતન્ય સુખની વાનગી એકલો તું ભોગવતો હોઈશ. તેમાંથી સમગ્રતાનો અંશ તું પોતાનામાં અનુભવીશ અગર તારા સિવાય વિશ્વમાં બીજું કાંઈ નહિ દેખાય અર્થાત્, વિશ્વ એ જ તું. આ પ્રમાણે તારી સમગ્રતા વિશ્વ વ્યાપી હોવાથી વિશ્વ તારાથી જુદું નહિ ભાસે ત્યારે ભિન્નતાના ટુકડા મટવાથી એકતાનું પરમ સુખ પામીશ. તું તારી સમગ્રતામાં એટલો મસ્ત હોઈશ કે ઈન્દ્ર કરતાં પણ અધિક આત્મિક સુખ ભોગવતો તેમાં જ લેપાઈ ગયેલો હોઈશ. ૫. હે ચેતન ! તારી શાશ્વતતા તો જો ! ત્રિભુવનમાં પણ કોઈની તાકાત નથી કે તારો નાશ કરી શકે. અર્થાતુ, અખંડ તારું સ્વરૂપ છે તેને કોઈ ખંડિત કરવા આ જગતમાં સમર્થ નથી. હે ચેતન ! તું સાધકનો અંતર્નાદ 119 Page #140 -------------------------------------------------------------------------- ________________ તારું શાશ્વત સ્વરૂપ નિહાળતો હોઈશ ત્યારે તારામાં વીર્ય સ્ફૂરણા જોરદાર થશે અને તેની શાશ્વતતાથી નિર્ભય બનેલો તું પ્રમાદને હઠાવીને તેમાં (સ્વરૂપમાં) સ્થિરતાનું અનુપમ સુખ અનુભવતો હોઈશ. આવી છે ચૈતન્યની ગંભીરતા, અગાધતા, વિરાટતા, વિશાળતા, વ્યાપકતા, સમગ્રતા, શાશ્વતતા, અખંડિતતા. ર૧. આત્માનું સ્વરૂપ વૈ.શુ. ૧, ૨૦૪૩ હે ચેતન ! તારું સ્વરૂપ જો ! તેની પ્રભુતા-પરમેશ્વરતા અખૂટ છે. તેનું પ્રભુત્વ સમગ્ર વિશ્વ ઉપર છે. તેની શક્તિ જગતનો નાશ કરવાની પણ છે અને વિશ્વને ધારી રાખવાની પણ છે, પરંતુ તે શક્તિનો ઉપયોગ કરવા માટે વિકૃતતા નથી, માટે તે રૂપે કરતા નથી. જે પ્રભુ છે તેનું ઐશ્વર્ય પણ તેવું જ હોય છે. તું તારા પ્રભુત્વ સ્વરૂપને નિહાળતો હોઈશ ત્યારે તારી દીનતા સદા માટે ચાલી જશે. અને તારી અચિંત્ય શક્તિમાં લીન બનેલો પરમાર્થને સાધીશ. હે ચેતન ! તારું પૂર્ણ સ્વરૂપ તો નિહાળ ! તેની પૂર્ણતા-પવિત્રતા અમાપ છે. જેથી જયાં દિષ્ટ જાય છે ત્યાં પૂર્ણતા જ ભાસે છે. કાંઈ અધૂરું જ નથી. પૂર્ણતાને પામેલું તારું સ્વરૂપ હવે કાંઈ પણ ઈચ્છતું નથી. જેથી જગતને પૂર્ણ જોતો, ઈચ્છાના અંતના કારણે પોતામાં તે સ્વરૂપ સમાઈ જાય છે. કોઈને ડખલગીરી કરતો નથી. સ્વમાં સમાયેલું એ સ્થિરતાને પામેલું છે, જેથી અવર્ણનીય સુખનો અનુભવ કરે છે. જે પૂર્ણ છે, તે પવિત્ર છે. કારણ કે ઈચ્છારૂપ મલિનતા તેની પૂર્ણતાથી ધોવાઈને સારી થઈ ગઈ છે. એવું પૂર્ણતાનું સુખ તું ભોગવ ! હે ચેતન ! તારું અનંત સ્વરૂપ નિહાળ ! તે લોકના અંતને પણ ઉલ્લંઘી ગયેલું છે. તેની અનંતતાઅમાપતા જગતને પેલે પાર ચાલી ગયેલી છે. તારું સ્વરૂપ નિહાળવાથી તારી પાસે અલ્પતાનો અંશ રહેતો નથી, જેથી સદા પોતાનામાં જ ભરેલો ભરેલો લાગવાથી સાચા સુખનો અનુભવ કરે છે. રર. આત્મસ્વભાવ-ચૈતન્ય સદ્ભાવ શ્રા.શુ. ૧, ૨૦૪૩, બંગલો જામનગર આત્માના સ્વભાવમાં ચૈતન્યનો સદ્ભાવ છે. આત્માનો સ્વભાવ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ છે. ચૈતન્ય સત્-ચિત્-આનંદ સ્વરૂપ છે. દર્શન એ સત્તા સંબંધવાળું છે, ચિદ્ એ જ્ઞાનના સંબંધવાળું છે અને ચારિત્ર એ આનંદના સંબંધવાળું છે. દર્શન એ આત્માની સત્તાનું આલંબન લે છે, જ્ઞાન એ આત્માના ચિત્ સ્વરૂપનું આલંબન લે છે, ચારિત્ર એ આત્માના આનંદ સ્વરૂપનું આલંબન લે છે. સાધકનો અંતર્નાદ 120 Page #141 -------------------------------------------------------------------------- ________________ આલંબન લે છે એટલે તેનો આધાર લઈને પોતાનો દેહ(સ્વરૂ૫) બનાવે છે. આત્માનો દર્શન દેહ આત્માની સત્તારૂપે બનેલો છે. આત્માનો જ્ઞાન દેહ આત્માની ચિટૂપે બનેલો છે. આત્માનો ચારિત્ર દેહ આત્માના આનંદરૂપે બનેલો છે. દર્શન એટલે જીવ (આત્મા)ના અસ્તિત્વની (સત્તાની) શ્રદ્ધા. જ્ઞાન એટલે જીવ (આત્મા)ની ઓળખાણ-જાણવો-જ્ઞાન. ચારિત્ર એટલે જીવ (આત્મા)ના સ્વરૂપ સ્થિતિથી ઉત્પન્ન થતી પ્રસન્નતા-આત્મામાં રમવું. દર્શન એટલે આત્માની સત્તાને સ્વીકારવી. જ્ઞાન એટલે આત્માની ઓળખાણ થવી. ચારિત્ર એટલે આત્માને આનંદ થવો. આત્માએ મેળવવાનું શું? પ્રગટ કરવાનું શું? આત્માના સત્-ચિ-આનંદ સ્વરૂપ આત્મ સ્વભાવ. છ એ દ્રવ્યનું સત્તારૂપે સજાતીયપણું છે. એટલે આત્મા સત્ સ્વરૂપે એ દ્રવ્યમાં એકતાથી છે. ચિત્ અને આનંદ સ્વરૂપે પાંચે દ્રવ્યથી ભિન્ન છે. સત્તા સ્વીકારવી એ જ મહત્ત્વની વસ્તુ છે. જીવનું અસ્તિત્વ સ્વીકારવાથી આસ્તિક્ય નામનું સમ્યકત્વનું લક્ષણ પ્રગટે છે. આસ્તિકય પ્રગટ એટલે અનુકંપા નામનું લક્ષણ તેની પાછળ પ્રગટે જ. અનુકંપા પ્રગટે એટલે ઉપશમ આવે જ. ઉપશમની સાથે જ સંવેગ-નિર્વેદ સંકળાયેલા છે. સંવેગ, નિર્વેદ થવાથી જીવ ઠરે છે ત્યારે શમ આવે છે. જીવની ચંચળતા સંવેગ-નિર્વેદના અભાવે હોય છે. અને ચંચળતા એ પ્રશમને રુંધનાર છે. મોક્ષાભિલાષ અને ભવ ભ્રમણનો કંટાળો જાગ્યા પછી જગતના જડ પદાર્થોથી થતી જીવની ચંચળતા ટકતી નથી. પરંતુ પ્રશમભાવ પ્રગટ થાય છે. નિર્વેદ-ચતુર્ગતિરૂપ સંસારના ભ્રમણનો ખેદ જીવને અકળાવે છે એટલે જડ પદાર્થોનો રાગ ઊઠી જાય છે. આ રીતે આત્માના સ્વભાવરૂપે રહેલું સ્વરૂપ આપણા દર્શનગુણને પ્રગટાવનારું છે. સના આલંબને શ્રદ્ધા પ્રગટે છે. આત્મા છે એવી શ્રદ્ધા તેનું નામ સમ્યકત્વ. આત્માના સ્વભાવરૂપે રહેલું ચિસ્વરૂપ આપણા જ્ઞાનગુણને પ્રગટાવનારું છે. ચિતુના આલંબને આત્માની ઓળખાણ થાય છે, અનુભવાય છે તેનું નામ જ્ઞાન. આત્માના સ્વભાવરૂપે રહેલું આનંદ સ્વરૂપ આપણા ચારિત્ર ગુણને પ્રગટાવનારું છે. આનંદના આલંબને સ્વ-સ્વરૂપમાં રમણતા થાય છે. ત્યારે સ્થિરતાનું સુખ અનુભવાય છે, તેનું નામ ચારિત્ર. માટે આત્માનો સ્વભાવ એટલે ચૈતન્યનો સદ્ભાવ. સદ્ભાવ એટલે અસ્તિતત્વ કોનું? ચેતન્યનું.... કયાં? આત્મામાં..... ચૈતન્ય એ આત્માની શક્તિ છે તેનો સદ્ભાવ આત્મામાં જ છે. સાધકનો અંતનદ 121 Sain Education International Page #142 -------------------------------------------------------------------------- ________________ ૨૩. શીતળતા (પૂર્ણિમાના ચંદ્રની) શ્રા.શુ. ૧૫ શીતળતા એ શબ્દ સુણતાં હૃદયમાં ચમકારો થાય છે. શેની શીતળતા? આત્માની? શરીરની? સ્વભાવની ? આ બધાની શીતળતા સહુ ઈચ્છે છે, કારણ કે તેમાં સુખ અને શાંતિનો અનુભવ છે. શીતળતા કેવી હોય? તેને કોની સાથે સરખાવીને ઓળખાવી શકાય ? પૂર્ણિમાના ચંદ્રની સાથે, કેમકે તે દિવસનો ચંદ્રમા આપણને શીતળતાનો અનુભવ કરાવે છે. શીતળતા ઈન્દ્રિયગ્રાહ્ય નથી તે ચક્ષુથી કે સ્પર્શથી જણાથી નથી પરંતુ અનુભવથી જ સમજાય છે. ઠંડું, ઊનું એ સ્પર્શગ્રાહ્ય ગુણ છે પણ શીતળતા એ ઠંડકથી ભિન્ન વસ્તુ છે. શીતળતા આત્મા અનુભવે છે. ઠંડકનું સ્પર્શેન્દ્રિય દ્વારા આત્મા જ્ઞાન કરે છે. તે ઠંડક જડ વસ્તુમાં રહેલી છે. શીતળતા ચેતન વસ્તુમાં રહેલી છે. તે શીતળતા પરમાત્માના મુખની પ્રશાંતતામાં અનુભવાય છે, તે શીતળતા ગુરુના મુખની પ્રસન્નતામાં અનુભવાય છે, તે શીતળતા ચૈતન્ય સ્વરૂપ જગતના સકલ સત્ત્વ, પ્રાણી, જીવના સુખ અને આનંદમાં અનુભવાય છે. તે શીતળતા સકલ જીવોની સાથે ઐકયને અનુભવતા પોતાના આત્મામાં અનુભવાય છે. જડ વસ્તુમાં રહેલી ઠંડક અલ્પજીવી હોય છે, વળી પછી તરત જ સંતાપને ઉત્પન્ન કરનારી હોય છે. ચેતનમાં રહેલી શીતળતા શાશ્વત અને અનંતકાળ સુધી રહેનારી હોય છે. શીતળતાથી પૂર્ણ એવો પૂર્ણિમાનો ચંદ્ર જગતના જીવોને શીતળતા ઉપજાવે છે કારણ કે તે ચંદ્રની ચાંદની-જયોસ્નામાંથી અમૃત ઝરે છે, તે અમૃતમાંથી સદા શીતળતા વહે છે, તેમ ચંદ્રની ઉપમા પ્રભુનું મુખ શીતળતા ઉપજાવે છે તે કેવી છે ? તે સમજવા માટે છે. પ્રભુનું મુખ શીતળતા ઉપજાવે છે કેમકે તે મુખમાં અનંતગુણોરૂપી જ્યોત્મા છે તેમાંથી અમૃત ઝરે છે. તે અમૃત છે. અનંતગુણોની લવણિમતા, તેમાં તરબોળ બનેલ તે અમૃતમાંથી વહેતી શીતળતાનો અનુભવ કરે છે. તે પ્રમાણે ગુરુની પ્રસન્નતારૂપી જ્યોન્ઝાનાં કિરણોમાંથી પણ નિરંતર શીતળતા વહી રહી છે. તેને ગુરુગુણમાં તરબોળ બનેલો આપણો આત્મા અનુભવી શકે છે. શ્રાવણ સુદ પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાએ ખીલેલો છે તેવા સમયે એક મહાપુરુષનો જન્મ થયો છે. તે પણ કેટલાય જીવોને અનુપમ શીતળતાનો અનુભવ કરાવે છે આવી છે શ્રાવણ પૂર્ણિમાની ચાંદની, કે જેણે અમારા બધાના જીવનમાં જેણે શીતળતા - શીતળતા રેલાવી દીધી છે. ધન્ય છે એ મહાયોગીપુરુષ સિદ્ધિસૂરિશ્વરજીને.(બાપજી મ.સા.ને) સાધકનો અંતર્નાદ 122 Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧. ધ્યાનની સૂક્ષ્મતા ૨. ૩. ૪. શબ્દબ્રહ્મ-પરબ્રહ્મ નમ્રતા ૫. આત્માની સમ્યગ્ દશા ૬. આત્માની અનુભવગમિક વાર્તા ૭. ક્ષમા ૯. ૮. પરમાત્માના ગુણો જ્ઞાન-ધ્યાન-તપ આત્માના પૂર્ણાનન્દ સ્વરૂપની મહત્તા ૧૦. બોધિ ૧૧. ઉપયોગનું કીર્તન ૧૨. સમાધિરાજ ૧૩. વીર રસ * અનુક્રમણિકા * ૧૪. કરુણ રસ ૧૫. નમો અને ખમો ૧૬. ક્ષમાપના પર્વ ૧૭. જીવતત્ત્વની સાધના અને સિદ્ધિ ૧૮. સાધના ૧૯. ગ્રહ સાધકનો અંતર્નાદ '' સંવત ૨૦૪૩-૪૪ ૨૦. ગુરુ સ્તુતિ ૨૧. (i) સર્વજીવ હિતાશય (ii) પરહિતમાં સ્વહિત (iii) પરોપકાર (iv) મૈત્રી ૨૨. શિવમસ્તુ સર્વજગતઃ ૨૩. સકલ સત્ત્વ હિતાશય-પરોપકાર-૧ ૨૪. સકલ સત્ત્વ હિતાશય-૨ ૨૫. સકલ સત્ત્વ હિતાશય-૩ ૨૬. શિવમસ્તુ સર્વ જગતઃ ૨૭. અરિહંત પ્રભુના ગુણોનું ધ્યાન ૨૮. આર્હત્ત્વમ્ ૨૯. જ્ઞાતૃત્વ ૩૦. ઔચિત્યમ્ ૩૧. પંચ કલ્યાણક ૩૨. પંચ સૂત્રનું પહેલું સૂત્ર ૩૩. ચેતના (રંગીલી) ૩૪. હ્રીઁ ની સાધના 123 Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧. દયાનની સૂક્ષ્મતા વૈ.શુ. ૧૪, આ.ધામ, પં.મ. સ્વર્ગદિન ધ્યાન એટલે એકાગ્રતા. શરૂઆતમાં એકાગ્રતા બાહ્યભાવોમાંથી વિરમીને ચિત્તને આંતરભાવમાં લાવવાથી થાય છે. આંતરભાવમાં લાવવા પણ ત્યાં (અંતરમાં) આલંબન ગોઠવવું પડે છે. આલંબનમાં ચિત્ત જોડાય છે ત્યારે બાહ્યમાંથી ચિત્ત વિરામ પામે છે. આલંબનમાં જોડાયેલું ચિત્ત બાહ્યભાવમાં રમતું હોય છે તેના કરતાં સંકોચન પામેલું હોય છે. હવે આલંબનમાં સ્થિરતાને ધારણ કરતું ચિત્ત યાતાયાત અવસ્થાવાળા ચિત્ત કરતાં થોડું સૂમ બનેલું હોય છે. આ રીતે પ્રથમ ચિત્તને એકાગ્ર બનાવવા આલંબન લેવાનું હોય છે, તેમાં સ્થિરતા એ ધ્યાનની પ્રાથમિક અવસ્થા. ત્યારબાદ આલંબનમાં અતિ સૂમ બનીને તેમાં જયારે મળી જવાની તૈયારી હોય છે તે ધ્યાનની બીજી અવસ્થા. ત્યારબાદ તે અવસ્થામાં પણ સ્થિરતાને ધારણ કરે તો સૂક્ષ્માતિસૂક્ષ્મ અવસ્થાને પામીને ચિત્ત તેમાં વિલય પામી જાય છે ત્યારે આલંબન અને પોતાનો ભેદ ભાંગી જાય છે અને એક બની જાય છે એ તેની ત્રીજી અવસ્થા. આ પ્રમાણે ધ્યાનની સૂક્ષ્મતા સાધવી. પ્રથમ અવસ્થામાં બાહ્યથી અટકાવીને અંતરંગમાં લઈ જવા, અંતરમાં સ્થાપન કરેલા આલંબનમાં ચિત્તને લઈ જવું. બીજી અવસ્થામાં ચિત્તને કંઈક સૂક્ષ્મ બનાવીને આલંબનમાં પરોવવું. ત્રીજી અવસ્થામાં ચિત્તને સૂક્ષ્માતિસૂક્ષ્મ બનાવીને તેનું અસ્તિત્વ દૂર કરીને એકતા સાધવી તેનું નામ એકાગ્રતા. આ એકાગ્રતા લાવવા માટે આલંબનમાં બિંદુ લેવું. કેમકે, જેટલું મોટું આલંબન તેટલું ચિત્તને મોટું સ્વરૂપ ધારણ કરવું પડે અને સૂક્ષ્મ બનતા સમય લાગે, માટે આલંબન જેટલું સૂક્ષ્મ તેટલું ચિત્ત સૂક્ષ્મ બનેલું રહે અને છેવટે તેનો વિલય થતાં અભેદ સાધી શકાય અને ઐકયનો આનંદ ભોગવી શકાય. તે બિંદુનું આલંબન આજ્ઞાચક્રમાં લેવું ત્યાંથી સ્થિર થતાં થતાં તે બિંદુના વિલયને જોતાં જોતાં સહસ્ત્રારમાં જઈને સ્થિર થવું. તેનાથી અનુપમ આનંદ અનુભવાશે. આ ધ્યાનની સૂક્ષ્મતા પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રમાં બિંદુ નવકની ક્રમશઃ કેવી રીતે ભેદન થતાં થતાં સૂમમાં જવાય છે તે પ્રક્રિયા બતાવી છે. આ પ્રમાણે ધ્યાનની સૂક્ષ્મતા પામી શકાય છે પણ તે પહેલાં આલંબનમાં પરમાત્માની મૂર્તિ લેવી અને ધીમે ધીમે સૂક્ષ્મ આલંબન બિંદુનું લેતાં ધ્યાનની સૂક્ષ્મતા પામવી. ૨. શબ્દબ્રહ્મ-પરબ્રહ્મ વૈ.શુ. ૧૫, આરાધના ધામ અહ” એ પરમાત્માનો અક્ષર દેહ છે. અર્થાત્ અક્ષરરૂપ આત્માનું સ્વરૂપ છે. શબ્દ એટલે અક્ષરબ્રહ્મ એટલે આત્મા, પરમાત્માએ અક્ષરરૂપ દેહ ધારણ કર્યો છે. કારણ પરમાત્મા અરૂપી છે તેને ઓળખવા-જાણવા માટે ૪૯ અક્ષરના આદિ અને અન્તના અક્ષરો છે. આદિ અક્ષર “એ” અને અનંતનો છે. આ બે અક્ષરથી ઓળખી શકાય તેવું પરમાત્માનું સ્વરૂપ છે તે સિવાય તે અવાચ્ય-અગોચર સાધકનો અંતર્નાદ 124 Page #145 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ છે. માટે પરમાત્માનું અક્ષરાત્મક દેહ સ્વરૂપ તે તેમના સ્વરૂપને જાણવા માટે છે. આ શબ્દબ્રહ્મ સ્વરૂપ પરમાત્માના ધ્યાનમાંથી પરબ્રહ્મમાં જવાય છે. પરબ્રહ્મ એટલે આત્મા. પરમાત્માના શબ્દબ્રહ્મ સ્વરૂપનું ધ્યાન કરવાથી જે બ્રહ્મ-પર છે તેમાં લઈ જાય છે. શબ્દ રૂપ આત્માને ઓળખ્યો એટલે જે આત્મા પર છે તેમાં જવાનું દ્વાર મળે છે. શબ્દ એ આત્માને ઓળખાવે છે માટે શબ્દ બ્રહ્મ. તેના દ્વારા જે આત્મા પર થઈ ગયો છે, છેલ્લી અવસ્થાને પામી ગયો છે તે. તેમાં લઈ જવા માટે શબ્દરૂપે આત્માએ દેહ ધારણ કર્યો છે. આ રીતે પોતાના આત્મામાં સ્થિર થવા માટે શબ્દબ્રહ્મ સ્વરૂપ ‘અર્હ’નું ધ્યાન કરવું. તેનાથી આપણું પરબ્રહ્મ સ્વરૂપ સત્તાએ રહેલું છે તેનું સ્મરણ થાય છે અને અરૂપી એવા પરમાત્માનું આલંબન અક્ષરરૂપે લેવા માટે ‘અર્હ’ એ શબ્દબ્રહ્મ છે તેના ધ્યાનથી પરબ્રહ્મ સ્વરૂપ જે પોતાનું છે તેને પામી શકાય છે એટલે પરબ્રહ્મમાં જવા માટે શબ્દબ્રહ્મ એ પુલ છે. પરબ્રહ્મ એ શાંતિનો મહાસાગર છે. આપણો આત્મા અત્યારે સંસારરૂપી ખારા સાગરમાં રહેલો છે. શાંતિના મહાસાગરમાં જવા માટે વચ્ચે પુલનું કામ શબ્દબ્રહ્મ કરે છે. માટે તેનું (અહ) નિરંતર સેવન કરવું, અર્થાત્ ધ્યાન કરવું. તેનું ધ્યાન તે સ્વ આત્માનું જ ધ્યાન છે. અર્હ એ આપણું પોતાનું જ સ્વરૂપ છે. તેનું નિરંતર સ્મરણ કરવાથી આપણી આત્મશક્તિનું સ્મરણ થાય છે. પોતાનું સ્વરૂપ ભૂલવું એ જ વિભાવદશા છે. માટે સ્વમાં રમણતા કરવા અથવા સ્વભાવ દશામાં સ્થિતિ કરવા માટે અર્હ રૂપ અક્ષરદેહને સ્મરવો. તે તેની અરૂપી સ્થિતિને ઓળખાવશે. ‘અર્હ’ તે શબ્દબ્રહ્મ એટલે પરમાત્માને (આત્માને) ઓળખવા માટે અક્ષરાત્મકરૂપી અવસ્થા. તેનું ધ્યાન આત્માની અરૂપી અવસ્થાને ઓળખાવશે. ટુંકમાં અર્હ એ આત્માનું રૂપ છે એટલે શબ્દ બ્રહ્મ અને આત્માની અરૂપી અવસ્થા તે પરબ્રહ્મ અરૂપીના ધ્યાન માટે આલંબન રૂપે અક્ષરબ્રહ્મ રૂપે અહં એ રૂપી અક્ષરાત્મક દેહ છે તેનું ધ્યાન કરવાનું છે. પરમાત્માની મૂર્તિ તે પણ આપણા આત્માના ધ્યાન માટે આલંબનરૂપ છે. પણ તે સ્વરૂપ તેમની દેહધારી આકૃતિ છે. તેના આલંબનથી જ્યોતિ સ્વરૂપ આત્માનો અનુભવ થાય છે અહં તે પણ પરમાત્માનો અક્ષરાત્મક દેહરૂપે આલંબન છે. તેના આલંબનથી અનાહત નાદ સ્વરૂપ આત્માનો અનુભવ થાય છે. કેમકે અક્ષર ધ્વન્યાત્મક છે. ધ્વનિ આહત હોય છે. આહત ધ્વનિમાં પરમાત્માના ધ્વન્યાત્મક દેહનું આલંબન લઈને અનાહત નાદ સ્વરૂપ આત્મામાં જવાનું છે. તેના ધ્યાનથી આત્માનો નાદ પ્રગટે છે. તેને અનાહતનાદ કહેવાય. મૂર્તિ તે પણ પરમાત્માનો દેહ છે. તે તેમના ગુણ સમૂહરૂપ દેહ રૂપે આલંબન આપે છે અને તેના ધ્યાનથી અનંતગુણો રૂપ જ્યોતિનું દર્શન થાય છે. તેને આત્મ જ્યોતિ કહેવાય. આ રીતે પરમાત્માની મૂર્તિ અને અક્ષરાત્મક દેહધારી પરમાત્માનું આલંબન લઈને ધ્યાન કરી શકાય છે અને તેનાથી અનુક્રમે પોતાના આત્માનું જ્યોતિરૂપે દર્શન થાય છે. અને નાદરૂપે શ્રવણ થાય છે. સાધકનો અંતર્નાદ 125 Page #146 -------------------------------------------------------------------------- ________________ વૈ.વ. ૧, આરાધના ધામ, હાલાર શબ્દ બ્રહ્મ તે પરમાત્માની અક્ષરાત્મક રૂપી અવસ્થા, મૂર્તિ એ પરમાત્માની આકારાત્મક રૂપી અવસ્થા. અહં એ પરમાત્માનો શબ્દ દેહ છે, મૂર્તિ એ પરમાત્માનો તેમના ગુણો બતાવનાર આકારાત્મક દેહ છે. ધ્યાનમાં અક્ષરરૂપ દેહનું આલંબન લેવાનું છે અને આકાર રૂપ દેહનું પણ આલંબન લેવાય છે. વિશેષતા એટલી છે કે અક્ષરરૂપ દેહનું આલંબન આપણા આત્મામાં રહેલા અનાહત નાદને જગાડે છે આકારરૂપ દેહનું આલંબન લેવાથી આપણા આત્મામાં રહેલી નિરાકારતા જ્યોતિ સ્વરૂપે પ્રકાશે છે. અનાહતનાદ તે શ્રવણ રૂપે થાય છે, જ્યોતિ દર્શનરૂપે થાય છે પણ, છે તે બન્ને સ્વરૂપો આત્માના. તે શ્રવણ અને દર્શન આત્મા પોતે બાહ્યભાવ છોડીને અંતર્મુખ બને છે ત્યારે થાય છે. તે જડ એવા ચક્ષુ અને કર્ણનો વિષય બનતા નથી કિન્તુ કેવળ આત્માના ઉપયોગનો વિષય બને છે. અર્થાત્ ક્ષયોપશમ ભાવના જ્ઞાન અને દર્શનનો વિષય બને છે. તેમાં સાધન ચક્ષુ અને કર્ણ નથી પરંતુ આત્મા-ઉપયોગ સાધન છે. આ રીતે અનાહતનાદ અને જ્યોતિનું શ્રવણ અને દર્શન શબ્દબ્રહ્મથી થાય એટલે કે પરબ્રહ્મમાં જતાં વચ્ચે નાદશ્રવણ અને જ્યોતિદર્શન થાય છે. જયારે તે થાય છે ત્યારે પરબ્રહ્મની નજીક હોઈએ છીએ. જો તે શ્રવણ દર્શનમાં સ્થગિત થઈ જાય તો પરબ્રહ્મ સ્વરૂપમાં જતાં ત્યાંજ રોકાઈ તેનો જ આનંદ મેળવે છે. પરંતુ તેમાં જ સર્વસ્વ માની લેનાર પોતાનું પરબ્રહ્મ સ્વરૂપે પ્રાપ્ત કરીને સહજ સુખનો અનુભવ ન કરી શકે. માટે નાદ શ્રવણમાં લીન બનવું પણ આશ્ચર્યમુગ્ધ બનીને ત્યાંથી પાછા ન ફરવું. કેમકે નાદ શ્રવણ પણ અતિમુગ્ધ કરી દે છે. જેથી આત્મા આશ્ચર્યમાં ગરકાવ બનીને અસ્થિર બને છે. પરંતુ જો તેમાં લીનતા પામતાં વધુ સ્થિર બને તો પરબ્રહ્મ સ્વરૂપ નિજ આત્મ સ્વરૂપનો અનુભવ અવશ્ય કરે છે. તે રીતે જ્યોતિ દર્શનમાં પણ આશ્ચર્ય મુગ્ધ બનેલો જો ત્યાંથી ફરે તો પોતાના નિર્વિકાર સ્વરૂપમાં લીનતા પામીને આત્માના સહજ સ્વરૂપના સુખનો અનુભવ ન કરી શકે. પરમાત્માનું ધ્યાન આલંબન લઈને કરીએ તો ત્યારે આ પ્રમાણે અક્ષર દેહ અને મૂર્તિનું આલંબન લઈ શકાય છે. તે બન્ને સ્વરૂપ પરમાત્માનાં છે તેના આલંબને આપણા આત્માનો અનુભવ કરવાનો છે. તે બન્ને રીતના અનુભવમાં આનંદ જ છે પણ સ્વરૂપ જુદા છે. જેમ કોઈને જોવામાં આનંદ આવે છે, તેમ કોઈકને સાંભળવામાં આનંદ આવે છે તેમ આપણા સ્વરૂપનો અનુભવ કરીને આનંદની પ્રાપ્તિ કોઈને નાદ શ્રવણ દ્વારા થાય છે, તો કોઈને જ્યોતિદર્શન દ્વારા થાય છે. નાદશ્રવણ માટે શબ્દબ્રહ્મ રૂપ અ થી ૭ સુધીના અક્ષરોનો જેમાં સમાવેશ થઈ જાય છે એવા “અહ”નું આલંબન લેવાનું છે. જ્યોતિદર્શન માટે વિતરાગતા-નિર્વિકારતાને બતાવનાર દેહનું આલંબન લેવાનું છે કે જે દેહ દ્વારા જેમણે અનંતગુણો સિદ્ધ કર્યા છે. માટે તેવા દેહરૂપે પરમાત્માનું આલંબન લઈને તેમની અનંતગુણોરૂપી જ્યોતિનું દર્શન થાય છે. તેનાથી પરમસુખનો અનુભવ થાય છે. સાધકનો અંતર્નાદ 126 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૩. ક્ષમાં વૈ.વ. ૨, મોટા માંઢા ક્ષમા એટલે સહન કરવું, શું સહન કરે ? કોણ સહન કરે ? શા માટે સહન કરે ? યોગ દ્વારા મોક્ષના માર્ગે ચાલવાનું છે. આત્માને મોક્ષે જવા માટે મન, વચન, કાયાની સહાય લેવી પડે છે. આત્માએ ત્રણે યોગને કર્મના કારણે ગ્રહણ કર્યા છે. તેમાં શુભાશુભતા આત્મામાં લાગેલા રાગ દ્વેષાદિ ભાવ કર્મને કારણે જ છે. યોગો શુભાશુભ નથી, પણ શુભાશુભ બનાવનાર કર્મ છે. અશુદ્ધ નિશ્ચયનયથી આત્મા પોતે છે હવે મન, વચન, કાયાની જે પ્રવૃત્તિ છે તે અશુભ હોય છે ત્યારે બીજા જીવોને દુ:ખપીડાનું કારણ બને છે માટે જ ભગવાને કહ્યું છે કે અશુભ યોગોને ટાળવા, શુભ યોગ પ્રવર્તાવવા અર્થાત્ યોગમાં રહેલી અશુભતા ટાળવી તે ટળે નહિ તો બીજા જીવોને પીડાકારક બને છે. તેનાથી તે જીવોની સાથેનો સારો સંબંધ છે તે તૂટી જાય છે. તે સંધાવનાર આ ક્ષમા છે. ક્ષમા એટલે ક્રોધનો અભાવ. સહન કરવું. આપણને યોગ દ્વારા બીજા તરફથી થતી પીડા-દુઃખો સહન કરી લેવાં અને આપણે યોગ દ્વારા બીજા જીવોને પીડા દુઃખ આપીએ છીએ તેની ક્ષમા માંગવી. શું સહન કરે? બીજા તરફથી આવતા આઘાત પ્રત્યાઘાતોમાં મધ્યસ્થ રહેવું તેનું નામજ ક્ષમા છે. ક્ષમા એ સમભાવની સાધના છે. તેનાથી સામાયિક યોગ સધાય છે. જે કોઈ મોક્ષે ગયા તે છેલ્લે સમત્વભાવની સાધનાથી જ ગયા છે. તે સમત્વભાવથી ક્ષમાગુણ સધાય છે. જીવો પ્રત્યે માધ્યસ્થવૃત્તિ આવે ત્યારે જ સહન કરવાની વૃત્તિ જાગે છે. ક્ષમા એ આત્માનો શાશ્વત ગુણ છે. તેને પ્રગટ કરવા માટે પ્રાથમિક ભૂમિકામાં સહન કરવું તે છે. સહન કરવું એટલે બીજા તરફથી મન, વચન, કાયાના યોગોની પ્રવૃત્તિ દ્વારા આપણને થતી પીડા-દુઃખો તે સહન કરવાં. કોણ સહન કરે ? આપણો આત્મા કારણકે યોગોને પ્રવર્તાવનાર આત્મા છે. યોગોમાં કોઈ ક્ષમાગુણ નથી. તે તો જડ છે. પણ તેનો સંચાલક આત્મા તેમાં શુભાશુભતા રાગ દ્વેષાદિના કારણે લાવે છે. એટલે તેની પ્રવૃત્તિ સુધારવા માટે આત્માએ પુરુષાર્થ કરવો પડશે. બીજાના શુભાશુભ યોગોની પ્રવૃત્તિની અસર આપણા આત્મા પર થાય છે. આપણા શુભાશુભ યોગોની પ્રવૃત્તિની અસર બીજા પર થાય છે. પરંતુ આપણે બીજાની અશુભ પ્રવૃત્તિને સહેવી તે ધર્મ છે અને બીજાને આપણી પ્રવૃત્તિને સહન ન કરાવવી તે ધર્મ છે. તેનું નામ છે ક્ષમા. શા માટે સહન કરવી, બીજાને ન સહન કરાવવી? કોઈ જીવને દુઃખ પીડા-ગમતાં નથી. માટે જીવો પ્રત્યે કરુણાથી પીડા ન આપવી અને બીજા તરફથી પીડાને સહન કરવી કેમકે કર્મ સિવાય પીડા આવતી નથી માટે બીજાને નિમિત્ત માનીને ગુનેગાર ગણવા નહિ. ગુનેગાર ગણવા તે જ અક્ષમા છે. કર્મને નિમિત્ત માનીને અર્થાતુ પોતાના જ આત્માને ગુનેગાર માનવો તે જ ક્ષમા છે. તેનાથી જીવનો અભેદ સધાય છે. જીવો સાથે અભેદ સાધવાથી ચૈતન્ય પ્રત્યેનું મમત્વ જાગે છે અને જડ પ્રત્યેનું મમત્વ તૂટે છે. ભેદ પાડનાર આ જડનું મમત્વ છે, અભેદ સાધનાર જીવો પ્રત્યેનું મમત્વ છે તે ક્ષમાગુણથી પ્રગટે છે. યોગ દ્વારા થયેલી ભૂલોનું ફળ જીવને મળે છે અને દુર્ગતિના ખાડામાં ધકેલાઈ જાય છે. માટે આત્મા તે સાધકનો અંતર્નાદ 127 Page #148 -------------------------------------------------------------------------- ________________ ભૂલોમાં ક્ષમા રાખે તો જીવો સાથે ઐકય સધાય છે. તે પરમાત્મા સાથે એકતા સાધી છેવટે તેઓની સાથે મળી જઈને શુદ્ધ, સિદ્ધ, બુદ્ધ પોતે પણ તેવું જ પરમાત્મ સ્વરૂપ ધારણ કરે છે અને ક્ષમા ગુણની અંત્ય અવસ્થા પામે છે, અર્થાતુ ક્ષમામય પોતાનું સ્વરૂપ પ્રગટ થવાથી અનંતની જ્યોતિમાં મળી જાય છે. 0 0 વૈ.વ. ૩ ક્ષમા એ આત્માનો ગુણ છે તેના ઉપર મોહનીય કર્મનું આવરણ આવવાથી ક્ષમા અવરાઈ જાય છે અને તેના અભાવરૂપ દોષ પ્રગટે છે જેને ક્રોધ કહેવાય છે. સાધુ ધર્મના દશ પ્રકાર છે તેમાં ક્ષમાને પ્રાથમિકતા આપવામાં આવી છે કેમકે તેના અભાવે સાધુ ધર્મનો નાશ થાય છે તો દષ્ટાંતરૂપ ચંડકૌશિકનો પૂર્વભવ. ક્ષમા એ યતિધર્મનો મુખ્ય પાયો છે. યતિ ધર્મ અહિંસા ઉપર નિર્ભર છે. અહિંસાના પાલનમાં ક્ષમા આવશ્યક છે. જયાં ક્ષમા નથી ત્યાં અહિંસા ટકી શકતી નથી. જીવોને પરસ્પર સંબંધમાં આવવાનું સહજ બને છે તે સંબંધમાં અનાદિ કાલીન રાગ-દ્વેષ ને કારણે જીવોને પીડા આપવાનું બને છે. પણ જો તેમાં સ્વ-પરના અપરાધોને ખમવા ખમાવવારૂપ ક્ષમાનો ઉપયોગ ન કરીએ તો તે જ દુર્ગાન દ્વારા ભવભ્રમણનું કારણ બને છે. - યતિધર્મના દશે પ્રકારમાં ક્ષમાને પ્રધાનતા આપી છે તેનું કારણ તેના વિના તે સિવાયના નવે પ્રકારોનું પાલન નિષ્ફળ છે. ધર્મનો મૂળ પાયો હોય તો ક્ષમા છે. માટે જ ક્ષમાપના પર્વ તરીકે દર વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે. જો ક્ષમાપના ન થાય તો સમ્યકત્વ આવેલું પણ ચાલ્યું જાય. અગર જયાં સુધી જીવો પ્રત્યે મૈત્રીભાવ ન જાગે ત્યાં સુધી આ બધા ધર્મો પ્રગટતા નથી. મૈત્રીભાવથી એ ક્ષમા સરળતાથી આવે છે. ક્ષમા આવવાથી કોઈ પ્રત્યે વેરભાવ રહેતો નથી. એટલે મૈત્રી અને ક્ષમા એ સાથે રહેનારા છે. એક બીજાના અભાવમાં તે ટકી શકતા નથી. માટે જ “ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુ મે'ના ત્રીજા પદમાં ‘મિત્તી મે સવભુએસે ક્ષમા અને મૈત્રી આવ્યા પછી કોઈની સાથે વૈરભાવ રહેતો નથી માટે ચોથા પદમાં ‘વેર મજઝ ન કેણઈ' કહેવામાં આવ્યું છે. આ રીતે ક્ષમા ગુણ પ્રગટાવવા માટે સાધુ ધર્મનું પરિણામ જોઈશે કે જેમાં સકલ જીવરાશિ પ્રત્યે સ્નેહભાવ રહેલો છે. તે સ્નેહભાવમાંથી પ્રગટેલી સકલ જીવ રાશિની હિતની ચિંતારૂપ મૈત્રી જોઈશે. મૈત્રીભાવ આવે એટલે જીવોના સઘળા અપરાધોને ખમવાની શક્તિ આવે છે અને ભલું કરવાની ભાવના જાગે છે. તેથી તેના પ્રત્યે અપરાધો કરવાના આપોઆપ અટકી જાય છે. આ કારણે, આત્મામાં કૃતજ્ઞતા ગુણ, પરોપકાર ગુણ, મૈત્રી, ક્ષમા, વિગેરે એક બીજા ગુણના પૂરક બને છે. અર્થાત, તે રીતે સહાયક બને છે. અર્થાત્ એક ગુણ હોય ત્યાં બીજા ગુણનું અસ્તિત્વ સહજભાવે હોય જ છે. ન હોય તો પેલો એક ગુણ લાંબો સમય ટકતો નથી. મૈત્રીભાવ જાગે અને ક્ષમા ગુણ ન આવે તો મૈત્રીભાવ ટકે નહિ અને જીવો પ્રત્યે વેરભાવ જાગે. વેરભાવ જાગે એટલે પરોપકાર કરી શકાય નહિ. પરોપકારની સાધકનો અંતર્નાદ 128 Page #149 -------------------------------------------------------------------------- ________________ કિંમત ન હોય ત્યાં બીજાના કરેલા ઉપકારો યાદ આવતા નથી, માટે જ ધર્મનો મૂળ પાયો ક્ષમા છે અને તે જીવોના અપરાધોને ખમવાથી પ્રગટે છે અને આપણે કરેલા અપરાધોને કબૂલવાથી પ્રગટે છે. અપરાધોને કબૂલવા માટે નમ્રતા લાવવી પડે છે. નમ્રતા બીજાના ઉપકારો માનવાથી આવે છે. કૃતજ્ઞ બનેલો જીવ અહંકાર છોડી શકે છે. મૂળ રોગ અહંકાર તેના નાશ માટે અનેક કરણો છે તેમાંનું એક કરણ કૃતજ્ઞભાવ છે અને તે કરણ અનેક કરણોને લાવીને મૂળમાંથી તેનો નાશ કરે છે. તેમાં એક કરણ ક્ષમા પણ છે. અહંકારી ખમી ન શકે અને પોતાની ભૂલ પણ કબૂલી ન શકે. આ રીતે ક્ષમા ગુણ પ્રગટવાથી જીવો સાથેનો સંબંધ સુધરે છે અને ભેદ મટીને અભેદપણાને પામીને શાશ્વત સંબધ બાંધે છે. ૪. નમ્રતા સમભાવથી ક્ષમા પ્રગટે છે અને નમસ્કારભાવથી નમ્રતા પ્રગટે છે. નમસ્કારની સાધના મુખ્યતાએ અહંકારનો નાશ કરી નમ્રતા પ્રગટાવવા માટે છે. નમ્રતા એટલે નમ્ર પણું, નમ્ર થવું એટલે નમી જવું. કેવી રીતે ? ભાવથી નમવું. ભાવથી નમી જવાથી નમ્રતા આવે છે. તે નમ્રતા લાવવા માટે બાહ્યથી અર્થાત્ દ્રવ્યથી નમી જવું તેને માનસિક, વાચિક, કાયિક નમસ્કાર કહેવાય છે. કાયિક નમસ્કાર બે હાથ જોડીને મસ્તક નમાવવાથી થાય છે. વાચિક નમસ્કાર ‘મર્ત્યએણ વંદામિ’એ પ્રમાણે વચન ઉચ્ચારવાથી થાય છે અને માનસિક નમસ્કાર-નમવાના વિચારથી થાય છે. આ ત્રણે નમસ્કારમાં ભાવ ભળે છે ત્યારે ત્રણે નમસ્કાર નમ્રતાનાં કારણ બને છે. નમ્ર ભાવ આવે એટલે અહંકાર ઓગળવા માંડે છે અને મન, વચન, કાયાના યોગથી નમી ગયેલો તે જયારે આત્માથી નમે છે ત્યારે જીવો સાથેનો ભેદ તોડીને અભેદતાને પામે છે ત્યારે આત્માનું નમ્રતા સ્વરૂપ પ્રગટ થાય છે. નમ્રતા આત્માનો ગુણ છે, તેની પરાકાષ્ઠા જીવો સાથે મળી જવામાં છે. જીવો સાથે ભેદ અહંકારને લીધે છે. હું અને તું નો ભેદ પાડનાર અહં છે. તે ‘અહં’ અનાદિ કાળથી જીવો પરના દ્વેષને લીધે છે. જીવો પરનો દ્વેષ સહજમલના કારણે છે. તે સહજમલ તથાભવ્યત્વના પરિપાકથી ખરે છે તથાભવ્યત્વનો પરિપાક નમ્રતાથી થાય છે અર્થાત્ ચારનું શરણ, દુષ્કૃત નિંદા, સુકૃતાનુમોદનથી થાય છે. કારણ કે, આ ત્રણે પ્રકારની આરાધના નમ્રતા હોય તો જ સાધી થઈ શકે છે. અરિહંતાદિ ચારનું શરણ સાચી રીતે લેવું એટલે અહંકાર છોડીને તેમને સમર્પણ થઈ જવું, દુષ્કૃત નિંદા એટલે અહંકાર છોડીને, અર્થાત્ નમ્રતા લાવીને પોતે કરેલી ભૂલોની કબૂલાત કરવી અને પશ્ચાતાપ કરવો, પાપોને (પોતાના) ખોટાં માનવાં-ખરાબ માનવાં. સુકૃતાનુમોદન એટલે અહંકાર છોડીને બીજા સુકૃતોને જાણી-જોઈ હર્ષિત થવું. આ રીતે આ ત્રણે પ્રકારની આરાધના નમ્રતા સિવાય ન થઈ શકે. નમ્રતા ન હોય તો સાચા ભાવથી ચારેનું શરણ સ્વીકારી શકાતું નથી. નમ્રતા ન હોય તો પોતાનાં પાપ ખુલ્લાં કરી શકાતાં નથી. નમ્રતા ન હોય તો બીજાના સત્કાર્યો જોઈ ખુશી થઈ શકાતું નથી અર્થાત્ આ ત્રણે પ્રકારની આરાધના ‘અહં’ને લીધે જીવ સાચા સ્વરૂપે કરી શકતો નથી. સાધકનો અંતર્નાદ વૈ.વ. ૫, ૨૦૪૩, મોટા માંઢા. 129 Page #150 -------------------------------------------------------------------------- ________________ માટે જ પ્રથમ નમસ્કારની સાધના બતાવી છે. શરૂઆત કાયાથી કરવાની છે પછી આગળ વધતાં વચન અને મન યોગને નમ્ર બનાવવાના છે ત્યાર પછી આત્મા નમ્ર બને છે એટલે ચૈતન્ય સ્વરૂપમાં પ્રવેશી એકતાને ધારણ કરે છે ત્યારે તે નમ્રતા આત્મિક સુખ-આનંદ ચખાડે છે. નમસ્કારનો વિષય પ્રથમ અરિહંતાદિ પંચ પરમેષ્ઠિ છે જે પદોમાં મલિનતાનો પ્રવેશ નથી, નિર્મળ છે, પરમ ઉપકારી છે. બીજા સ્થાને ગુર્નાદિ વડીલો છે જે આપણા નજીકના ઉપકારી છે આપણા આત્માના ઉત્થાનમાં-વિકાસમાં નિમિત્તભૂત છે અને આત્માને નિર્મળ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્રીજા સ્થાને માતા પિતાદિ છે જે આપણા ઉપકારી છે જેમણે આપણા જીવનની ચિંતા કરીને અહીં સુધી પહોંચાડ્યા છે. ચોથા સ્થાને સકલ જીવરાશિ છે જે આપણા પર જાણ્યે અજાણ્યે ઉપકારી બની રહ્યા છે. માટે નમસ્કારનો વિષય આ પ્રમાણે તે તે સ્થાને રહેલા જીવને તે તે બને છે તેમાં નમસ્કારનો વિષય કાયિક, વાચિક, માનસિક તે તે જીવોની વિકસેલી યોગ્યતા પ્રમાણે બને છે. બધાય જીવોને કાયિક પ્રણામ ન કરાય, વાચિક પ્રણામ ન કરાય પરંતુ ભાવથી નમ્ર દરેક જીવો માટે બની શકાય કારણ કે, કોઈ જીવ તિરસ્કારને પાત્ર નથી તિરસ્કારનો ભાવ મિટાવવા માટે છેલ્લો ઉપાય જીવો સાથે મળી જવું તે છે. વૈ.વ. ૬, મોટા માંઢા નવકાર અને કરેમિ ભંતે ! એ બે સૂત્ર આત્માની ઉન્નતિના છે. કેમકે નવકારથી નમસ્કારની સાધના થાય છે, કરેમિ ભંતેથી સામાયિકની સાધના થાય છે. નમસ્કાર એ પરમ મંગલ છે. સામાયિકએ સર્વ મંગલ માંગલ્યમ્, સર્વકલ્યાણ કારણે, પ્રધાન સર્વ ધમણાં, જૈન જયતિ શાસનમું,' એટલે સર્વ મંગલોનું મંગલ છે કારણ કે નમસ્કારનો વિષય પંચ પરમેષ્ઠિ છે તેઓ પરમ પદે સ્થિત હોવાથી પરમેષ્ઠિ કહેવાય છે તે સમિતિ, ગુપ્તિ આદિ મય છે તેથી મંગલ સ્વરૂપ છે. સામાયિકનો વિષય સકલ જીવ રાશિ છે. સામાયિક એટલે સમભાવમાં રહેવું. જીવો પ્રત્યે સમભાવ, “જૈન જયતિ શાસનમું જિનેશ્વર ભગવંતનું શાસન-આજ્ઞા છે કે સમભાવમાં રહેવું તે સર્વ મંગલ માંગલ્યમ્' છે માટે સામાયિક એ સર્વ મંગલોનું મંગલ છે. નમસ્કાર અને સામાયિકથી નમ્રતા અને ક્ષમા ગુણ પ્રગટે છે. નમસ્કારથી નમોની સાધના કરવાની છે સામાયિકથી ખમોની સાધના કરવાની છે. નમો અને ખમો એ બંનેની સાધના કર્મથી મુક્તિ કરવામાં સમર્થ છે. જે કાંઈ અનુષ્ઠાનો છે તેમાં આ બે સાધના અનુસ્મૃત છે. પ્રતિક્રમણમાં પણ આ બેથી જ, પાપથી પાછા હઠવાનું છે. અર્થાત્ અહંકાર અને અક્ષમા આ બે જ મોટાં પાપો છે જે બધાં પાપોનું ઉત્પત્તિ સ્થાન છે. “લોગસ્સ' વિગેરે સૂત્રો સ્તવ છે તેમાં નમસ્કારની સાધના કરીને અહંકાર ટાળવાનો છે. “ઈચ્છામિ ઠામિ’ વગેરે પ્રતિક્રમણ સૂત્રોથી જગતના સર્વ જીવો પાસે ક્ષમા માંગવાની અને આપવાની છે આ રીતે નમસ્કાર એટલે નમ્રતા, નમ્રભાવ એ નવકારથી, લોગસ્સ, શક્રસ્તવ, ચૈત્યસ્તવ, શ્રુતસ્તવ, સાધકનો અંતર્નાદ 130 Page #151 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસ્તવ વગેરે સૂત્રોની સાધના દ્વારા આશય સિદ્ધિ કરવાનો છે. ક્ષમા, સહન કરવું, સમભાવને કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ, ઈરિયાવહીયં, સાત લાખ, ૧૮ પાપસ્થાનક, વંદિતુ વગેરે સૂત્રોની સાધના દ્વારા સિદ્ધ કરવાનો છે. નમ્રતા પ્રાથમિક ભૂમિકામાં બાહ્યથી પ્રગટાવવાની છે તેમાં નમસ્કાર-હાથ જોડવા, મસ્તક નમાવવું વિગેરે દ્રવ્ય નમસ્કારથી કાયિક અક્કડતા છોડવાની છે, નમસ્કાર કરું છું એવા વચનદ્વારા વાચિક અડતા છોડવાની છે, હું નમું એવા વિચાર દ્વારા માનસિક અક્કડતા છોડવાની છે, છેવટે ભાવથી નમ્ર બની ગયેલો આત્મા ભાવ નમસ્કારથી પંચ પરમેષ્ઠિઓના અંતરાત્મામાં પ્રવેશ કરી શકે છે. તેમાં પ્રવેશ મળ્યા પછી આત્મા નમ્રાતિનમ્ર બનવાથી પોતાનું અસ્તિત્વ છોડીને પંચ પરમેષ્ઠિનું સ્વરૂપ ધારણ કરે છે અને અનહદ આનંદનો અનુભવ કરે છે. ક્ષમાં પણ પ્રાથમિક ભૂમિકામાં બાહ્યથી ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાકક્ષમાથી આત્માને મન, વચન, કાયાથી-બાહ્યથી સહન કરવાનો અભ્યાસ થાય છે. છેવટે ભાવથી સહન કરતો આત્મા પરમાત્માના આજ્ઞારૂપ-સમભાવને પ્રાપ્ત કરે છે, તે વચન ક્ષમાને પામેલો આત્મા પરમાત્માની આજ્ઞામાં તદ્રુપ બની આજ્ઞામય બનેલો પોતાનું સ્વરૂપ તે રૂપે અનુભવે છે ત્યારે ધર્મ ક્ષમા પ્રગટે છે. સહજ ક્ષમાવાન આત્માનો અનુભવ અનહદ સુખની પ્રાપ્તિ કરાવે છે. અર્થાત્ આત્માનો સહજ સ્વભાવ અનુભવતાં સકલ જીવ રાશિ સાથેની એકતાના સુખનો આસ્વાદ લે છે. પ. આત્માની સમ્યમ્ દશા વે.વ. ૭, મોટા માંઢા આત્માની સમ્યગુ દશા ચોથે ગુણઠાણે પ્રગટ થાય છે. તે પહેલાની અનંતાનંત કાળ સુધીની મિથ્યાદશા છે. તે મિથ્યાદશામાં જીવે અનેક કુકર્મો કરીને પોતાનું જ દુઃખ ઊભું કર્યું છે. એટલું જ નહિ, બીજા જીવોને પણ દુઃખ થાય તે રીતે જીવ્યો છે. જેમાં મિથ્યાભિમાનિતા એ મુખ્ય ભાગ ભજવ્યો છે. આત્માની દશા બહિરાત્મદશા, અંતરાત્મદશા અને ત્રીજી પરમાત્મ દશા કહેવાય છે. તેમાં સમ્યગુ દશાનો સમાવેશ અંતરાત્મ દશામાં થાય છે તે પહેલાંની જે મિથ્યાદશા છે તેનો અંતર્ભાવ બહિરાત્મદશામાં થાય છે પણ તેનું સ્વરૂપ જુદું છે. સાચી દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જે અવસ્થામાં રહે તે મિથ્યાદશા. આત્માની બહાર રહે તે બહિરાભદશા. અર્થાતુ, આત્માથી પર એવા પદાર્થોમાં રમતો આત્મા તે બહિરાત્મા. જયારે મિથ્થા દશા તો બહિરા- દશાની નીચલી કક્ષામાં રહેલો તે અવસ્થામાં મિથ્યાદશા હોય છે. પર પદાર્થોમાં રમવા ઉપરાંત પર વસ્તુના રાગે સજાતીય ઉપરના શ્રેષમાં વર્તતો આત્મા જે દશામાં હોય તે મિથ્યાદશા. મિથ્યા એટલે ઊંધું, સમાન જાતિ વાળા માટે ઊંધો ભાવ, રાગ ને બદલે દ્વેષભાવમાં રહેવું તે મિથ્યાદશા, તે ટળે ત્યારે સમગુ દશા પ્રાપ્ત થાય, જે સમ્યગ્ દશા અંતરાત્મદશામાં લઈ જાય છે. સમ્યગુ દશામાં પોતાના સમાન સકલ જીવ રાશિને માનતો તેના પ્રત્યે પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, રાગ સાધકનો અંતર્નાદ 131 Page #152 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરે છે તેમાંથી અંતરાત્મદશા પ્રગટે છે. અર્થાતુ, આત્મામાં રમણ દશા પ્રાપ્ત કરી શકે છે. અંતરાત્મદશા એટલે સ્વભાવ દશા, બહિરાત્મ દશા એટલે વિભાવ દશા, મિથ્યાદશા, અર્થાત્ જીવ ઉપરનો દ્વેષ હોય છે તે વૈભાવિક દશા પર પદાર્થોના રાગને કારણે જીવો પરનો સ્નેહ હોય છે. સ્વભાવરૂપ આત્મામાં સ્થિતિ હોવાના કારણે અંતરાત્મદશા હોય છે. આ રીતે આત્માની સમ્યગુદશા ચોથા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે ત્યારે બીજા જીવોને આપણા તરફથી કાંઈક શાંતિનો અનુભવ થાય છે, નિર્ભય રહે છે. તે પહેલાંની બધી દશા પરને પીડા અને ભયનો અનુભવ કરનારી બની છે. ચોથાથી ઉપરના બધા ગુણઠાણાની દશા સમ્યગુ જ છે પણ ઉત્તરોત્તર ચઢિયાતી છે. અર્થાત્ આપણા તરફથી બીજા જીવોને વિશેષ નિર્ભયતા આપનારી છે. આ કારણે આપણે જે કાંઈ પ્રગતિ સાધવી છે તેમાં બીજા જીવોને નિર્ભયતા આપવી એ મુખ્ય હેતુ બની રહે છે. આપણા સુખ માટે ગુણશ્રેણિ ચઢવાના, સમ્યગુ દશા પ્રાપ્ત કરવાના મનોરથ જયાં સુધી છે ત્યાં સુધી એક પણ ગુણનું પગથિયું ચઢવાનું સામર્થ્ય પ્રગટતું નથી. કારણ તેમાં કેવળ પોતાની સુખ પ્રાપ્તિનો નર્યો સ્વાર્થ ભરેલો છે તેમાં સમ્યગુપણું જ કયાં છે ? બીજાનો વિચાર નથી ત્યાં સુધી બધી મિથ્યાદશા છે. સમ્યગુદશામાં જ મૈત્રી આદિ ભાવો પ્રગટે છે અને તે ભાવ દ્વારા જ બીજા જીવોને આપણા તરફથી પીડા ન થાય અને નિર્ભયતા પ્રગટે. છેવટે તે જ દશાનો વિકાસ થતાં થતાં આપણી વિદેહ દશા પ્રાપ્ત થતાં સકલજીવ રાશિ નિર્ભય બને છે તે પછી આપણા તરફથી કોઈ જીવને કોઈ ભય રહેતો નથી તે આપણી સમ્ય દશાની પરાકાષ્ઠા છે. ૬. આત્માની અનુભવગમિક વાર્તા વૈ.વ. ૮, મોટા માંઢા આત્મા અનુભવી છે અર્થાતુ આત્માનો સ્વભાવ અનુભવ કરવાનો છે છતાં પોતે શું અનુભવ્યું તેની તે નોંધ લેતો નથી તે તેનો પ્રમાદ છે. ડગલે ને પગલે અનુભવ ચાલુ જ હોય છે. જો તેની તે નોંધ લે તો ખાટા, તીખા, કડવા, મીઠા એવા અનેક અનુભવથી આત્માને ઘડી શકે. સમભાવ અને આ અનુભવોમાં પાસ થયેલો તે આત્માનુભવમાં સ્થિર થઈ શકે. - દુનિયાના બાહ્ય અનુભવો એ કસોટી છે તેમાંથી પસાર થવું અને હેમખેમ બહાર નીકળવું તેમાં કુશળતાની જરૂર છે. તે કુશળતા પણ ક્ષયોપશમ તેવા પ્રકારના હોય તો જ પ્રાપ્ત થાય છે. કેમકે જગતમાં અનેક પ્રકારના અનુભવો પોતાના જીવન જીવવાના પ્રસંગમાં જ થાય છે. તેમાં દરેક જાતના અનુભવોમાં સ્થિરતા, ધીરતા આદિ ગુણોથી મધ્યસ્થ ભાવે બહાર નીકળે તો તેમાં જ આત્મવિકાસની ભૂમિકા રહેલી છે. જીવને કડવો અનુભવ થાય છે ત્યારે તેનું મન વિહ્વળતા અનુભવે છે. ક્યાંય ચેન પડતું નથી. સાધકનો અંતર્નાદ 132 Page #153 -------------------------------------------------------------------------- ________________ મીઠો અનુભવ થાય છે ત્યારે મન પ્રસન્ન બને છે, પ્રસન્નતાના અતિરેકથી ઘેલો બને છે. આ તેની અસ્થિરતા અને અધીરતા છે. જો કે અનુભવવા લાયક તો એક આત્મા જ છે છતાં શરીરના બંધનથી બંધાયેલા આત્માને કાલ્પનિક સુખ-દુઃખના અનેક અનુભવો થાય છે. તેમાં સમભાવી બને ત્યારે જ આત્માનુભવ સુધી પહોંચી શકે છે માટે આત્મા સિવાયના અનુભવો છે ત્યાં જ આત્માની કસોટી-પરીક્ષા છે તેમાં પસાર થવા માટે દીર્ઘ અભ્યાસ જોઈશે. શેનો અભ્યાસ ? જડ અને ચેતન એ બેની રમતમાં આપણે કેવા તટસ્થ રહેવું તેનો અભ્યાસ. જે કાંઈ દુન્યવી અનુભવો છે તે જડ, ચેતનના મિશ્રણથી થયેલી રમત છે. જ્ઞાનીની દૃષ્ટિમાં તે બાલ ચેષ્ટા છે પણ જીવને મોટા થવું હોય તો તે પહેલાં બાળપણું અનુભવવું પડે છે, પછી યુવાની આવે છે, પછી પ્રૌઢ બનીને વૃદ્ધ બને છે. તેમ અહીં પણ જ્ઞાનીની દૃષ્ટિમાં જે રમત લાગે છે, બાળક જેવા અજ્ઞાની એવા આપણે તેને અનુભવવી પડે છે. તેમાંથી જ જડ-ચેતનના સંબંધમાં થતી રમતોમાં મધ્યસ્થ રહેવાનો અભ્યાસ થાય છે અને છેવટે યુવાન-સમજદાર બને છે કે આ તો જડચેતનનું મિશ્રણ છે તેની સાથે મારે રમત ન કરાય. હું કોણ ? ચેતન. મારું સ્વરૂપ શું ? જ્ઞાનાદિ ગુણો. જેમ બાલ મટીને યુવાન બનેલાને સમજ આવવાથી પોતાની જવાબદારીનું ભાન થાય છે તેમ પોતાના સ્વરૂપનું ભાન સમજમાં આવેલા આત્માને થાય છે તે તેની યૌવન અવસ્થાનો અનુભવ છે. આ રીતે સમજદાર બનેલો ધીર ગંભીર બનવાથી પ્રૌઢ બને છે. પછી તેને જડ ચેતનના મિશ્રણથી અનુભવાતી સુખ દુઃખની શ્રેણિ કાલ્પનિક લાગે છે. તેનો અનુભવ થવા દેતો નથી, પણ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અનુભવવા માટે પુરુષાર્થ કરે છે. આ પુરુષાર્થ માનસિક છે. તેમાં કાંઈ કરવાનું નથી, ફકત મનની ચંચળતાને દૂર કરવા માટે મનને શુભ અને શુદ્ધ આલંબનોમાં બાંધવાનું છે. ત્યાર પછી સ્થિર થાય છે એટલે તે આત્માનુભવમાં આડે આવતું નથી અર્થાત્, તેને હવે બંધન થવાથી રસ રહેતો નથી એટલે મન વિદાય લે છે. ત્યારે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે, તે છે તેનો અંતિમ અનુભવ. to. આત્માના પૂર્ણાનન્દ સ્વરૂપની મહત્તા વૈ.વ. ૯, મોટા માંઢા આત્માનું સ્વરૂપ એક ચૈતન્યથી ઓળખાય છે પણ બીજી રીતે તેનાં સ્વરૂપ અનેક છે. જ્ઞાન સ્વરૂપ, દર્શન સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ, ચિદ્ સ્વરૂપ વિગેરે. પણ તે બધામાં આત્માનું પૂર્ણાનન્દ સ્વરૂપ છે તેની મહત્તા છે. ચૈતન્ય તો એનું (આત્માનું) લક્ષણ સ્વરૂપ છે. જયાં જયાં ચૈતન્ય જ્યોતિ ઝળહળતી હોય ત્યાં ત્યાં આત્મત્વ હોય. આ રીતે આત્માને સ્વરૂપથી ઓળખવા માટે ચૈતન્યત્વ લક્ષણ છે. ચૈતન્ય સ્વરૂપ આત્માને ઓળખવા માટે છે. ચેતના શબ્દ ઉપરથી ચૈતન્ય શબ્દ બનેલો છે. “ચેતનાયાઃ માવ: કૃતિ ચૈતયં'' બાકીનાં સ્વરૂપો તેના જ એક અંશરૂપ છે. છતાં ચેતના જયારે આનંદ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે જ આત્માને અનુભવી શકાય છે માટે તે સ્વરૂપની મહત્તા સાધકનો અંતર્નાદ 133 Page #154 -------------------------------------------------------------------------- ________________ છે. તે પણ આત્મા પોતાના સ્વરૂપમાં લય પામે છે. અર્થાતુ, ચૈતન્ય સ્વરૂપમાં લીન બને છે ત્યારે પોતાનું સંપૂર્ણ આનંદ સ્વરૂપ અનુભવે છે. માટે આત્માના પૂર્વાનન્દ સ્વરૂપની મહત્તા છે. આનંદ સ્વરૂપ આત્મા હોવાથી જયારે જયારે તેને મનગમતા વિષયો મળે છે, ત્યારે તે સ્વરૂપ પ્રગટે છે પણ જયાં સુધી આત્મા બાહ્ય વિષયો (જડ વસ્તુ)માં રુચિ ધરાવે છે ત્યાં સુધી તે તે પદાર્થોમાં રતિ હોવાથી જયારે તે મળે છે, ભોગવે છે, ત્યારે આનંદ પામે છે. કેમકે તે પોતાનું મહત્ત્વનું સ્વરૂપ છે પણ જયાં સુધી બાહ્ય પદાર્થોમાં જ જીવ આનંદ મેળવવા ફાંફા મારે છે ત્યાં સુધી તેનો નાશ થતાં શોક થાય છે અને દુઃખી થાય છે, પરંતુ જયારે તે આભાસરૂપ આનંદને સમજે છે અને તેનો વિષય અનિત્ય પદાર્થો હોવાથી તે જ આનંદ શોકમાં પરિણમી જાય છે એવું જ્ઞાન થાય છે ત્યારે ત્યાંથી પાછો વળે છે અને સાચા આનંદને મેળવવા આનંદ સ્વરૂપ સાચું કયાંથી પ્રાપ્ત થાય છે તે શોધે છે. તેને પ્રભુની વાણીમાંથી માર્ગ મળે છે અને પોતાની ભૂલનો ખ્યાલ આવતાં આનંદના વિષયો જે આત્માથી બાહ્ય વસ્તુઓ છે તેના પ્રત્યે નિરાદર બની વિરાગી બને છે. તે જ સાચો મુમુક્ષુ છે. માટે જ જ્ઞાની કહે છે કે બાર માસનો સંયમ પર્યાય થતાં આત્મા પોતાના સ્વરૂપના અનુભવથી અનુત્તર વિમાનવાસી દેવોના સુખ અને આનંદને ઓળંગી જાય છે. તેનું કારણ પર વસ્તુથી મેળવેલા આનંદની અનિત્યતા ઓળખી તેના પર વિરાગી બનેલો જીવ જડ વસ્તુના રાગને છોડી સંયમી બને છે અને આત્માના આનંદને શોધતો-અભ્યાસ કરતી એક વર્ષમાં તે આનંદ સ્વરૂપનો અનુભવ કરે છે. અર્થાતું એક વર્ષના અભ્યાસમાં પૂર્વ જીવનમાં જે જડની રમતોમાં આનંદ મેળવવાની ટેવો હોય છે તે છૂટતાં આત્મા તરફનું વલણ વધે છે અને આત્માના આનંદનો અભ્યાસ થતાં તેનો અનુભવ કેવો હોય તે માટે અનુત્તરના દેવોના સુખને પણ ઓળંગી જાય તે ઉપમા બતાવી છે. આનંદ સહુને ગમે છે પણ તેનું મૂળ સ્થાન કયાં છે ? કયાંથી મળે તેમ છે ? એ માટે દીર્ધ વિચાર કરે અને તે પ્રમાણે પુરુષાર્થ કરે તો સાચો આનંદ મળે. જીવનું સ્વરૂપ આનંદ છે માટે જ તેને ગમે છે પણ સત્ય માર્ગ ઉપર ચાલે તો પોતાનું સત્ય આનંદ સ્વરૂપ ભોગવી શકે અને સાચો માર્ગ ન મળે ત્યાં સુધી જે આનંદનાં સ્થાનો અજ્ઞાનતાથી માન્યાં છે તે જ તેના શોકનાં કારણ બને છે. વળી પાછો તેવો જ આનંદ મેળવવા જુદો જુદો પુરુષાર્થ કરે અને પટકાય છે, છેવટે થાકે છે અને જો કર્મ વિવર આપે અને કોઈ જ્ઞાની સાચો રસ્તો દેખાડે તો તેની આનંદ મેળવવાની ખોટી દોડ અટકે છે અને સત્ય માર્ગે ચાલી પોતાના પૂર્ણાનંદ સ્વરૂપને મેળવે છે. ૮. પરમાત્માના ગુણો વૈશુ. ૧૧, ગુ.દે. પરમાત્માના ગુણો અનંતાનંત છે તેનું વર્ણન કોઈ કરી શકે તેમ નથી. કેવલી ભગવંત જાણે પરંતુ કહી શકે નહિ. પણ તેમના ગુણોની પ્રશંસા ભક્તજન પોતાની કાલીઘેલી ભાષામાં કર્યા વિના રહી શકતો નથી. તેથી ભલ ભલા મહાપુરુષોએ પણ બાળકની જેમ પોતાની અજ્ઞાનતા તેમના ગુણો ગાતાં પ્રકાશી છે. સાધકનો અંતર્નાદ 134 Page #155 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભુ! ક્યાં હું અજ્ઞાની, પામર, બાલ, મૂર્ખ જીવ અને કયાં મેરૂ જેટલા મહાન આપના ગુણો ! છતાં ભક્તિવશથી ભક્ત પોતાના સ્વામીની પ્રશંસા કર્યા વિના રહી શકે નહિ. કારણકે “ગુણીજનના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ” પોતાને ગુણ-પ્રાપ્તિનો ઉત્તમ ઉપાય હોય તો ગુણવાનોના ગુણ ગાવા. ગુણ ગાવાનું મન પણ ગુણાનુરાગી બન્યા વિના થતું નથી. ગુણાનુરાગી બનવા માટે જેના જે ગુણો હોય તેનું જ્ઞાન મેળવવું જોઈએ. એ જ્ઞાન શાસ્ત્રમાંથી ગુરુ દ્વારા મળે. ગુણવાન બનવા માટે ગુણીજનની સેવા કરવી, ગુણીજનના ગુણોનું દર્શન કરવું, પ્રશંસા કરવી, તેમના ગુણોનું બહુમાન કરવું, આદર-પ્રીતિ કરવી. આ રીતે ત્રિકરણ યોગે ગુણીજનની સેવા કરવી, મનથી તેમના ગુણોનું બહુમાન, પ્રીતિ કરવી, વચનથી તેમના ગુણોની મુક્તકંઠે પ્રશંસા કરવી, કાયાથી તેમની સેવા કરવી અર્થાત્ સ્તુતિ દ્વારા જીભને પવિત્ર બનાવવી. ગુણીજનોના ગુણો જોઈ નેત્રને પવિત્ર કરવાં અને તન, મન, ધનથી સેવા કરીને ત્રણેને પવિત્ર બનાવવા. એનાથી પ્રાપ્ત થયેલી પુણ્યાઈના યોગે ગુણીજનનો મેળાપ સહેલાઈથી થાય છે અને પોતાનો વિકાસ સાધી શકે છે. ગુણોની તરતમતા સકલ જીવરાશિમાં હોય છે. તેમાં સૌથી વધારે ગુણોત્તમ અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન છે. ત્યાર પછી આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંત, શ્રાવક-શ્રાવિકા આદિ છેક માગનુસારિતા સુધીના જીવો છે. તેમાં પરમાત્માના ગુણો અરૂપી હોવાથી અને આપણે તેમના ગુણોથી અજાણ હોવાથી જાણવા મુશ્કેલ છે. છતાં પરમાત્માના ગુણોનું વર્ણન શાસ્ત્રકારોએ જે કાંઈ યત્કિંચિત્ કર્યું છે તેના આધારે ગુણો ગાઈને આપણી જીદ્વાને પવિત્ર બનાવીએ. પ્રભુ વિતરાગ છે, જયાં રાગ નથી ત્યાં દ્વેષ પણ નથી. પરમાત્માને તે સ્વરૂપે જોવાથી આપણા રાગ-દ્વેષ ઢીલા પડે છે. રાગ-દ્વેષ અને મોહ જ અનાદિ કાળથી જીવને સંસારમાં રખડાવે છે. તે ત્રણના અભાવરૂપ સ્વરૂપ કેવું હોય તે શાસ્ત્રમાં અને મૂર્તિમાં સ્પષ્ટ દેખાય છે, એટલે ગુણાનુરાગ કેળવાય છે. ગુણાનુરાગી બનેલો જીવ પરમાત્માને સમર્પિત થઈ શકે છે. વિતરાગતાથી પરમાત્મામાં ત્રણ ગુણોનું દર્શન થાય છે. રાગ રહિત પણું, વેષ રહિત પણું, અને નિર્મોહીત્વ આ ત્રણે ગુણો પ્રાપ્ત કરવા માટે તેમના એ ત્રણે ગુણોનું દર્શન કરવું, સ્તુતિ દ્વારા પ્રશંસા કરવી, બહુમાન કરવું. બીજું પ્રભુ અનંતજ્ઞાની, અનંતદર્શની, અને અનંત ચારિત્રી હોવાથી આત્માના ગુણોનું જ દર્શન કરે છે, સકલ ગુણ-પર્યાયને જાણે છે. અને પોતાના આત્મામાં જ રમે છે અને સ્થિરતાને પામે છે, આવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ ગુણ યુક્ત પરમાત્મા છે. વળી આ બધા મૂળભૂત ગુણોના પેટાભેદ તરીકે પ્રભુના ગુણો નિરાશસી, નિરાશી (આશા રહિત) નિશ્ચલ, શુદ્ધ, બુદ્ધ, અકલંકી, અચલ, અમર, નિર્મલ, અમલ વગેરે અનેક ગુણોથી ભરપૂર પરમાત્મા છે. તેમને કોટિ કોટિ વંદના. સાધકનો અંતર્નાદ 135 Page #156 -------------------------------------------------------------------------- ________________ ૯. જ્ઞાન-ધ્યાન-તપ વૈ.શુ. ૧૨ જ્ઞાન-ધ્યાન-તપ એ સાધુ જીવનનો પ્રાણ છે, શાસ્ત્રમાં જે પરમષિઓએ બતાવ્યું છે તે ભગવાનની વાણી છે. તેમાં શું બતાવ્યું છે? (આપણા) આત્માનો વિકાસ ક્રમ. આત્માની ઓળખ કરીને વર્તમાનમાં આત્મા કઈ સ્થિતિમાં છે? ત્યાંથી મુક્ત અવસ્થા સુધી કઈ કઈ સ્થિતિમાં હોય છે? અને તે તે સ્થિતિમાંથી પસાર થયા પછી કઈ રીતે કર્મોથી સંપૂર્ણ છુટકારો મેળવે છે તે બતાવ્યું છે. જે કાંઈ બતાવ્યું છે તે કેવળ આત્માનું હિત કઈ રીતે થાય તે કરુણાભાવથી પ્રભુએ દેશના દ્વારા પ્રરૂપેલું છે. તેને શાસ્ત્રમાં ગણધર ભગવંતોએ ગૂંચ્યું છે, રચ્યું છે. આપણે જે કાંઈ જ્ઞાન મેળવીએ છીએ તે ભગવાને જે હેતુથી (કરુણાદેષ્ટિથી જોઈને) બતાવ્યું છે, સમજાવ્યું છે તે હેતુનો આપણે કોઈ વિચાર ન કરીએ તો તે જ્ઞાન આપણું કાંઈ પણ હિત ન કરી શકે. માટે જે કાંઈ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થાય, તેમાં પરમાત્માની કરુણાનાં દર્શન કરી, તેમનો આપણા માટેનો હિતનો ભાવ વિચારીને તે તે હેતુપૂર્વની તેમની દેશના પ્રરૂપણા સમજીને, તે જ્ઞાનનું આલંબન લઈએ તો જ તે જ્ઞાન સફળ છે, અન્યથા “જહા ખરો (ગધેડો) ચન્દન ભારવાહી' એ દષ્ટાંતે ભાર વહન કરવારૂપ પરિશ્રમ છે. તે પણ માનસિક, જો કે ખર જેવા આપણે અવિવેકી નથી કે સુગંધનો પણ અનુભવ ન કરી શકીએ, પણ જેમ ચંદનનો સ્વભાવ સુગંધ ફેલાવવાનો છે અને આપણા નાકમાં તે સુગંધ પેસી જાય, પણ આપણો ઉપયોગ તે સુગંધ માણવામાં ન હોય તો તે જેમ આનંદ ન ઉપજાવે, તેમ જ્ઞાનનો સ્વભાવ સમજણ, ઓળખ આપવાનો છે, એટલે આપણે પદાર્થને ઓળખી લઈએ એટલે સમજયાનો આનંદ મેળવી લઈએ. પણ પરમાત્માનો જે હેતુ હતો (આપણા માટે કરુણાથી પદાર્થોનું સ્વરૂપ બતાવ્યું હતું તેમાં આપણા પોતાના આત્મહિતનો હેતુ હતો, તે આપણે જ્ઞાન મેળવતા ચિંતવીએ તો ત્યાંથી આપણો પણ વિકાસ શરૂ થઈ જાય અને આત્મિક આનંદ-પરમાનંદ પ્રાપ્ત થાય. કેવળ (માત્ર) જ્ઞાન મેળવ્યાનો (સમજવાનો) આનંદ તે આભિમાનિક આનંદ છે. પરમાત્માના કથનનો હેતુ, તેમની આપણા પરની કરુણા હોવાથી “આપણે કર્મમુક્ત બનીએ તે છે. તે પરમાત્માની ભાવના સમજીને શાસ્ત્ર જ્ઞાન મેળવીએ તો આત્મિક આનંદ અનુભવાય છે. આત્મિક આનંદ મેળવવા માટે જ્ઞાન મેળવ્યા પછી ભગવાને બતાવેલા પદાર્થોને કઈ રીતે, આત્માની કઈ અવસ્થામાં, કેવો ઉપયોગ કરવો તેના માટે જે પ્રક્રિયા બતાવી છે તેને ધ્યાન કહેવાય છે. માટે વ્યવહારમાં પણ જ્ઞાન શબ્દ સાથે જ ધ્યાન શબ્દ વપરાય છે. જ્ઞાન-ધ્યાન કેમ ચાલે છે ? આ વ્યવહારિક શબ્દોમાં ગૂઢ રહસ્ય રહેલું છે. એકલું જ્ઞાન, કોરું જ્ઞાન કામ ન લાગે પણ તે જ્ઞાનને અનુભવાત્મક બનાવવા માટે વ્યવસ્થિત પ્રક્રિયા કરવી જોઈએ. શીરો બનાવવાનું જ્ઞાન મેળવ્યું પણ પ્રક્રિયા દ્વારા તેને બનાવીને આરોગીએ ત્યારે જ્ઞાન સફળ બને છે અગર સ્વાદનો અનુભવ થાય છે. તેમ આત્માના હિત માટે બનાવેલું છે તેને તે બતાવેલી પ્રક્રિયા દ્વારા અનુભવીએ ત્યારે આત્મિક આનંદનો આસ્વાદ મળે, તે જ્ઞાનની સફળતા છે. સાધકનો અંતર્નાદ 136 Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રક્રિયા દ્વારા પણ જો અનુભવ ન થાય તો સમજણ અધૂરી છે એમ મનાય. અહીં પ્રક્રિયા છે તે તપાનુષ્ઠાન છે. તપના બારે પ્રકારનો તે પ્રક્રિયામાં સમાવેશ થાય છે. તપનું આચરણ કરવા છતાં પણ પરમાત્માના કથનમાં આપણા હિતનો જે હેતુ છે તેના લક્ષ્ય વિના થવાથી તે તપ પણ અભિમાનિક થાય છે. માટે પરમાત્માના (હિતનો માર્ગ બતાવવારૂપ) ઉપકારના સ્મરણપૂર્વક, આપણા આત્માના હિતના લક્ષ્યપૂર્વક, તે પ્રક્રિયા વિધિપૂર્વક કરવામાં આવે તો આત્મહિત સાધી શકાય. આપણે જે કાંઈ પ્રક્રિયા કરીએ છીએ તે પરમાત્માના હેતુને સફળ બનાવવા કરીએ છીએ એ ભાવનાથી ઓતપ્રોત બનીએ તો નમ્રતાદિ ગુણોનો વિકાસ થાય અને આત્મવિકાસ સરળતાથી થાય. ૧૦. બોધિ અ.વ. ૧૦, ચાતુર્માસ, સુવાસ બંગલો, જામનગર બોધિ એ બુધ-ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે. સમજ એ આત્માની વસ્તુ છે કારણ તે આત્મામાં ઉત્પન્ન થાય છે. કઈ સમજ? સ્વને ઓળખવાની સમજ તો આત્મામાં ક્ષયોપશમ ભાવે છે એ દ્રવ્યોની હોય છે, ક્ષાયિક ભાવે સત્તામાં પડેલી છે. એ છ દ્રવ્યોની માત્ર સમજને જ બોધિ કહેવાતી નથી. બુધ ધાતુરૂપે તેનો અર્થ “સમજણ” એટલો જ થાય છે. પરંતુ તેને કિવધુ પ્રત્યય લગાડીને વિશેષિત કરવામાં આવે છે ત્યારે વિશેષ અર્થ બતાવે છે. અર્થાત્ એ સમજને વિશિષ્ટ બનાવી દે છે. સમજ એ છ દ્રવ્યના સ્વરૂપની ઓળખાણ કરાવે છે જયારે બોધિ ઓળખાણ કરાવીને તે સમજને પરિપકવ બનાવે છે, જેથી વિવેક પ્રગટ થાય છે. અને વિવેકી બનેલો આત્મા તે છ એ દ્રવ્યોને પોત પોતાના સ્થાને બુદ્ધિમાં-સમજમાં સ્થાપીને તેની સાથે યોગ્ય વ્યવહાર કરવાની સમજ પેદા કરે છે. જડ અને ચેતન એ બે મુખ્ય દ્રવ્યો છે, તેમાં જડ એ પર વસ્તુ છે, “ચેતન એ સ્વ વસ્તુ છે. જડ એ પરભાવ છે, ચેતન એ સ્વભાવ છે.” એવી પરિપકવ બનેલી સમજમાંથી ઉત્પન્ન થયેલો વિવેક તે બને દ્રવ્યો સાથેનો વ્યવહાર શુદ્ધ કરવાની ભાવના ઉત્પન્ન કરે છે. સ્વભાવ એ આત્માનો ધર્મ છે, તે ધર્મની પ્રાપ્તિ થવી તે ધર્મ પ્રત્યે અવિચલિત શ્રદ્ધાનું ફળ છે. તે શ્રદ્ધાને બોધિ કહેવાય છે. આ શ્રદ્ધા આત્મામાં તેવા પ્રકારનો ક્ષયોપશમ થવાથી થાય છે. સ્વભાવ-આત્મધર્મ પ્રત્યે અવિચલિત શ્રદ્ધાના પરિણામે તેના પ્રત્યે મમત્વ પ્રગટે છે ત્યારે પરભાવ (જડ ધર્મો) પ્રત્યે ઉદાસીનતા પ્રગટે છે. એ જડ પ્રત્યે ઉદાસીનતા છે, તે બોધિ છે, આત્મધર્મ પ્રત્યે મમતા છે તે બોધિ છે. આ બોધિ પ્રગટયા પછી આત્મ સન્મુખ શીઘે જઈ શક્ય છે. આત્મ સન્મુખ થવાથી જડથી વિમુખ બનેલો આત્મા, હવે પાંચ ઈન્દ્રિયોના વિષયો તરફ તેનું મન ઉદાસીન બનવાથી તેને સતાવી શકતા નથી. આત્મા ઉપર તેનું જોર ચાલતું નથી. ઊંધી સમજ બદલાવાથી પરમ સુખ અને સમાધિનો અનુભવ આત્મા કરે છે તે જ બોધિનું ફળ છે. સાધકન અંતર્નાદ 137 Page #158 -------------------------------------------------------------------------- ________________ આ બોધિ અનંત કાળે જીવને પ્રાપ્ત થાય છે તે રત્ન અને ઝવેરાત કરતાં પણ મહામૂલ્યવાન છે માટે તેનું કાળજીપૂર્વક રક્ષણ કરવું જોઈએ. સાચી સમજ તેનું નામ બોધિ. જડ ચેતનની વહેંચણી કરતાં આવડે તેનું નામ સાચી સમજ. સાચી સમજ આવ્યા પછી વિષયોનો વિરાગ અને કષાયોનો ત્યાગ અથવા વિરામ જીવ સહેલાઈથી પામી શકે છે. આ બોધિને પામવા માટે આત્માનું શુદ્ધ સ્વરૂપ જેમને પ્રગટ થયું છે એવા પરમાત્માના આલંબને સ્વ શુદ્ધ આત્મ સ્વરૂપની ઓળખાણ થવાથી થાય છે. માટે પરમાત્માનું આરાધન-સેવન સતત કરવું. ૧૧. ઉપયોગનું કીર્તન અ.વ. ૧૧ ઉપયોગ એટલે આત્માનો પ્રાણ. જો તે ન હોય તો આત્માનું અસ્તિત્વ ન હોય. આત્માનાં જે ગુણગાન, પ્રશંસા, સ્તુતિ, વંદના, પૂજના, નિદિધ્યાસના થાય છે, તે બધું ઉપયોગને આભારી છે. આત્મા એ કોઈ સ્વતંત્ર ચીજ નથી, ઉપયોગમય આત્મા છે. ઉપયોગ સ્વરૂપ આત્મા છે. આત્માની અંદર રહેલા જે અનંતધર્મો છે, તેનું પ્રાગટ્ય ઉપયોગથી થાય છે. આત્માના એક એક અંશને ઓળખવા ઉપયોગનો જ આધાર લેવાય છે. ઉપયોગ શુદ્ધ જ છે, તેને મલિન કરનાર કર્મ પડેલું છે. જો કે તે તેનાથી લપાતો નથી પણ સૂર્યની આડે વાદળ આવે એટલે તેનો પ્રકાશ ઢંકાય, તેમ ઉપયોગની શુદ્ધતા કર્મ-પડલોથી ઢંકાવાથી અનુભવાતી નથી. કર્મ પડલોથી ઢંકાય છે ત્યારે તેને ઉપચારથી અશુદ્ધ ઉપયોગ કહેવાય છે. પાધિકતાથી (ઉપાધિના ભેદથી) તેનો આ પ્રકાર (અશુદ્ધ ઉપયોગ) ઉપચારથી છે. સાચે સાચ તો તે શુદ્ધ જ છે. કર્મ પડલ પણ ઉપયોગ ઉપર નથી પણ આત્મા ઉપર છે, પરંતુ તે ઉપયોગ આત્મામાં તપ છે તેથી તેનો ઉપયોગનો) પણ પ્રકાશ પડલના પ્રભાવે ઢંકાય છે. આ ઉપયોગનું કીર્તન કરીએ એટલું ઓછું છે. સમ્યગુ દર્શન પણ ઉપયોગની શુદ્ધિ પર જ આધારિત છે માટે જ ઉપયોગને રક્ષો, તેને કયાંય આત્મામાંથી બહાર જવા ન દો, તે મહામૂલ્યવાનકિંમતી વસ્તુ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર એ રત્નો છે તેની પ્રાપ્તિ પણ ઉપયોગથી છે. આત્માની રુચિમાં ઉપયોગ રાખવો તે દર્શન, આત્માને ઓળખવામાં ઉપયોગ રાખવો, સ્થિર કરવો તે જ્ઞાન. ઉપયોગ દ્વારા જ અનુભવાત્મક જ્ઞાન થાય છે. આત્માનુભવ કરાવનાર હોય તો પૂજનીય ઉપયોગ જ છે. આત્માની રમણતામાં ઉપયોગ રાખવો તે ચારિત્ર. અર્થાતુ, (૧) આનંદાનુભવ (ચારિત્ર) ઉપયોગ કરાવે છે. (૨) આત્માનુભવ (જ્ઞાન) ઉપયોગ કરાવે છે. (૩) આત્માની રુચિ, શાંતિનો અનુભવ (દર્શન) ઉપયોગ કરાવે છે. (૪) આત્મામાં સુખાનુભવ (તપ) ઉપયોગ કરાવે છે. સાધકનો અંતર્નાદ 138 Page #159 -------------------------------------------------------------------------- ________________ દર્શનમાં આત્માની રુચિ થવાથી શાંતિનો અનુભવ એટલા માટે થાય છે કે - ઉપયોગ સુખ લેવા માટે કર્મના પરાધીનપણાથી જયાં જયાં ફાંફા મારતો હતો તે હવે પોતાના ઘર(આત્મા)માં અંદર રુચિ થવાથી બહાર ભટકતો નથી, પરંતુ પોતાના ઘરમાં રહીને તેની શીતળ છાયામાં શાંતિનો અનુભવ કરે છે. આ રીતે ઉપયોગ સમ્યગ્ ધર્મ સ્વરૂપ હોવાથી દરેકમાં સહાયક બને છે અને પોતાનો પ્રકાશ ફેલાવે છે. જેથી આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરીને શાંતિ અને સુખનો અનુભવ કરે છે. ૧૨. સમાધિરાજ " सम्यग् आधीयते इति समाधि सम्यग् आधीयते चित्तं अनेन इति समाधि. " શું ધારી રખાય છે ? ચિત્ત. સમાધિ તેને કહેવાય કે ચિત્ત સારી રીતે ધારણ કરી શકાય, સ્થિર રાખી શકાય. ચિત્તને સમભાવી બનાવવું તે સમાધિ. તેમાં રસાધિરાજ જે આઠ રસોનો રાજા છે તે શાન્તરસ આ સમાધિમાં ભળ્યો હોય તે સમાધિરાજ. તે કોણ છે ? આત્મા. આત્માની સ્થિરતાને સમાધિ કહી, તેમાં શાન્તરસ મેળવાય ત્યારે તે આત્મા (ચિત્ત) સ્થિરભાવમાં શાન્તરસનો અનુભવ કરતો અદ્વિતીય આનંદરસને આસ્વાદતો સમાધિરાજ બને છે. સમાધિરાજ આત્મા છે. જડ સમાધિમાં આખી દુનિયા ડૂબેલી છે. પાંચ ઈન્દ્રિયોના રસનો લોલુપી જયારે તે ૨સને આસ્વાદતો હોય ત્યારે સમાધિ પામે છે, પરંતુ તે જડ સમાધિમાં શાન્તરસ-૨સાધિરાજ ભળ્યો નથી હોતો. બાકીના આઠ રસોમાંથી કોઈ પણ રસ ભળ્યો હોય છે. તેના કારણે તે સમાધિમાંથી બહાર આવતાં અર્થાત્, તે સમાધિ છૂટી જતાં તુરત આક્રંદકારક દુઃખનો અનુભવ કરે છે. કારણકે બાકીના જે આઠ રસો છે તે તેને જડ ભાવોના બનાવી દીધા છે અર્થાત્, આત્મા જડ વસ્તુમાંથી તે રસોનો આસ્વાદ લેતો હોય છે. શ્રા.શુ. ૧૨ જો તે આઠ રસોનો આસ્વાદ ચેતનમાંથી લેવાય તો તે દુઃખદાયક બનતો નથી. આત્મામાંથી તે આઠ રસોને કેવી રીતે મેળવવા ? તેનું વિજ્ઞાન જે છે તે જાણીને તે રસો મેળવવાથી અંતે છેલ્લો રસાધિરાજ શાન્તરસ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ શાન્તરસને સમાધિમાં ભેળવવાથી આત્મિક આનંદરસની ઉત્પત્તિ થાય છે ત્યારે સમાધિમાં ડૂબેલો આત્મા સમાધિરાજ બને છે. જડ વસ્તુમાં જીવન સમાધિ ભ્રમરૂપે અનાદિકાળથી છે તેથી તેના દ્વારા જ પોતે પોતાનું ભવભ્રમણ ચાલુ રાખ્યું છે. સમાધિ બે પ્રકા૨ે-૧. જડ સમાધિ ૨. આત્મસમાધિ. ૧. જડ વસ્તુ (પાંચ ઈન્દ્રિયોના વિષયો)માં ચિત્તને (આત્માને) સમ્યક્ પ્રકારે (સારી રીતે) ધારણ કરી રાખે અર્થાત્ અત્યંત સ્થિર કરી દે તો આત્માની શું હાલત થાય ? વિષયોમાં ચિત્તને સ્થિર કરે ત્યારે આઠે રસો તેમાં ભળે ત્યારે આત્મા અસમાધિરાજ બને છે. સાધકનો અંતર્નાદ 139 Page #160 -------------------------------------------------------------------------- ________________ આત્મા ચિત્તને સ્વમાં સ્થિર કરે અર્થાતુ, આત્મા આત્મામાં સ્થિર થાય ત્યારે તેમાં આઠ રસો ભળે ત્યારે એક એક રસનો આનંદ અદ્વિતીય હોય છે. અને તે રસોથી પુષ્ટ બનેલો આત્મા છેવટે નવમાં શાના રસાધિરાજને પામે ત્યારે આત્માના આ અપૂર્વ રસમાં ડૂબેલો પોતે અદ્વિતીય આનંદ રસમાં તરબોળ બનેલો સમાધિરાજને પામેલો લાંબો કાળ સુખને અનુભવે છે. આત્મામાંથી આઠ રસોને મેળવવાનું વિજ્ઞાન. આધ્યાત્મિક નવ રસ છે. નવ રસો છે. ૧. કરુણ રસ ૨. રૌદ્ર રસ ૩. ભયાનક રસ ૪. બીભત્સ રસ ૫. હાસ્ય રસ ૬. શૃંગાર રસ ૭. અદ્ભુત રસ ૮. વીર રસ ૯. શાન્ત રસ ૧. શૃંગાર રસ-આત્મભાવમાં રતિ-આનંદ તે શૃંગાર રસનો સ્થાયીભાવ છે. ૨. કરુણ રસ-સંસારી જીવોની દયા-તેનો સ્થાયીભાવ ઉદાસીનતા સ્વરૂપ શોક છે. ૩. ભયાનક રસ-પાપથી દુઃખ થશે તેમ જાણવા છતાં ન છોડે તે-તેનો સ્થાયીભાવ ભય. ૪. બીભત્સ રસ-વિષયો વિષ્ટારૂપ છે તેમ માનવા છતાં ન છોડે તે સ્થાયીભાવ જુગુપ્સા. ૫. રૌદ્ર રસ-કષાયોથી રૌદ્રતા આવે તે તેનો સ્થાયીભાવ ક્રોધ છે. ૬. હાસ્ય રસ-સંસાર હસવા જેવો લાગે તે તેનો સ્થાયીભાવ હાસ્ય છે. ૭. વીર રસ-અપ્રમત્તપણે સંયમમાં પરાક્રમ ફોરવે તેનો સ્થાયીભાવ ઉત્સાહ છે. ૮. અભુત રસ-કર્મના ન્યાયથી સંસાર અભુત લાગે છે તે તેનો સ્થાયીભાવ વિસ્મય છે. ૯. શાંત રસ-રસાધિરાજ-તૃષ્ણાનો ક્ષય-સમતાનો ભાવ તેનો સ્થાયીભાવ તે શાંતરસ છે. જયારે આત્મા સ્વમાં સ્થિરતાને પામેલો વીર રસમાં તરબોળ હોય છે ત્યારે જ્ઞાન મુદ્ગરનો ઉપયોગ કરી કર્મોને ખંખેરવામાં, ઝુડવામાં તે (વીર) રસનો ઉપયોગ કરે છે. જયારે આત્મા બીભત્સ રસમાં તરબોળ હોય છે ત્યારે જડભાવ તરફથી મોં ફેરવી પોતાની સમ્યગુ દષ્ટિનો ઉપયોગ કરી આત્મભાવ-સ્વ ભાવમાં સતત સ્થિર બનવામાં તે રસનો ઉપયોગ કરે છે. જયારે આત્મા શૃંગાર રસમાં તરબોળ હોય છે ત્યારે આત્મા જડની શોભાથી નીરસ બની પોતાના ચારિત્ર-સદાચાર મિત્રની સહાયથી આત્મા પોતાના આત્મ-ગુણોનો શૃંગાર-શોભાને નિરખવામાં તે રસનો ઉપયોગ કરે છે. જયારે આત્મા કરુણરસમાં તરબોળ હોય છે ત્યારે આત્મા જડ ભાવમાં ગયેલા આત્મા પ્રત્યે પરમાત્માની કરુણાભાવ (સવિ જીવ કરું શાસન રસી)ની સહાયથી દયાર્દ બનેલો સ્વભાવમાં પાછો લાવવા આ રસનો ઉપયોગ કરે છે. ૧૩. વીર રસ શ્રા.વ. ૨ આત્મામાં સ્થાયીભાવ વિભાવ, અનુભાવ, સંચારીભાવ આ ત્રણ ભાવો છે. તેમાં સ્થાયીભાવ એક સાધકનો અંતર્નાદ 140 Page #161 -------------------------------------------------------------------------- ________________ શાંતરસમાં જ છે. બીજા ભાવો-વિભાવ, અનુભાવ, સંચારીભાવ બાકીના આઠ રસમાં છે. જગતના જડભાવોમાં રમતા આ જીવે, વીર રસ પ્રગટયો ત્યારે આત્માની ખુવારી કરી નાંખી છે. પોતાનું વીર્ય સ્કૂરણ કરીને જેટલો પુરુષાર્થ ખેડાય તેટલો તેમાં ખેડયો છે, જેથી કર્મના ઢગ ખડકયા છે. વીર્ય આત્માનું અને વીર રસ પણ આત્માનો. તે બંને આત્માની વિભાવદશાના કારણે જડનું કામ કરવા લાગ્યા. જે જડ આત્માથી ભિન્ન છે, જેનું લક્ષણ પણ ભિન્ન છે, જડ અને ચેતન તે બંને ત વિરોધી સ્વભાવવાળા છે માટે જડમાં વપરાતા વીર રસનો સ્થાયીભાવ નથી. માટે આત્મા પોતાના ક્ષાયોપશમિક ભાવના જ્ઞાન ગુણથી તે જ્ઞાનમાં સમ્યગુ પરિણતિને મિલાવીને આત્મા અને પુગલનો ભેદ સમજીને જડભાવને પરાયો માનીને આત્મભાવમાં વીર રસનો વળાંક લેવાથી, વીર્ય સ્કૂરણ સમ્યગુ બને ત્યારે તે વીર રસનો પ્રવાહ શાન્તરસમાં મળે છે ત્યારે એક સ્થાયીભાવનો જ રસ બની રસાધિરાજ બને છે. અર્થાતું, વીર રસ વિભાવ, અનુભાવ, સંચારીભાવ પામીને શાન્તરસ મળે છે ત્યારે તે એક સ્થાયીભાવ જ બની રસાધિરાજ બને છે. ૧૪. કરુણ રસા શ્રા.વ. ૩, ગુ.દે. કરુણરસ આત્મામાં સ્થાયીભાવ છે. જેથી તીર્થંકર પરમાત્માના આત્માઓ તે રસના કારણે જ તીર્થકર નામકર્મ બાંધવાના નિમિત્તભૂત ભાવકરુણાના સ્વામી બનેલા તે પુણ્ય ઉપાર્જન કરે છે, તે પુણ્ય સ્વરૂપે અહીં ભોગવે છે.પણ તે રસ સ્થાયીભાવ હોવાથી વિતરાગદશામાં પણ સહજ કરુણાના પ્રભાવે જીવોને તારે છે. મોક્ષમાં ગયા પછી પણ તે સહજ કરુણાનો વરસાદ વરસે છે. તે સિવાયના આત્માઓને તે કરુણરસના કારણે તે રસનો ઉપયોગ મર્યાદિત બની જાય છે, મોહ ભળવાથી સ્વાર્થયુકત બની જાય છે, ભેદભાવવાળો બની જાય છે અને તે કર્મબંધનનું કારણ બને છે. તે રસને સર્વ જીવો ઉપર વિસ્તારવાથી વિભાવ, અનુભાવનો રસ સંચારીભાવ બનીને સ્થાયીભાવ બને છે ત્યારે શાક્તરસમાં મળી જાય છે ત્યારે આત્માને હિતકારક બને છે. - આ રીતે દરેક રસો વિકૃત હોય ત્યારે વિભાવ હોય છે. તેમાંથી થોડા જીવો માટે એટલે કે મર્યાદિત હોય ત્યારે અનુભાવ બને છે અને જયારે તે રસ સકલ જીવો પ્રત્યે વિસ્તૃત બને છે ત્યારે સંચારીભાવ બનીને શાન્તરસમાં પરિણમે છે ત્યારે તે રસમાં ડૂબી ગયેલો આત્મા અદ્ભુત આનંદની અનુભૂતિ કરે છે. તે રસ પોતાના આત્મા માટે (આત્મા પ્રત્યે કરુણરસ પ્રગટે ત્યારે) જયારે સ્થિરતાને પામે છે ત્યારે વિભાવને-પુદ્ગલભાવને (પુદ્ગલ ભાવ એ વિકૃતિ છે) છોડીને આત્માના ગુણો પ્રત્યે (આત્મા પ્રત્યે કરુણરસ પ્રગટે ત્યારે) સંચારીભાવ પામીને શાક્તરસમાં પરિણમે છે ત્યારે આત્મ રમણતા પામે છે. દરેક રસો આત્મામાં પડેલા છે તે સુષુપ્ત છે તેને જાગૃત કરીને, જે સુષુપ્ત અવસ્થામાં ગમે ત્યાં વેડફાઈ રહેલા (જડ ભાવમાં વપરાતા) તે રસો છે તેનો સદુપયોગ કરવા માટે આત્મા તરફ વાળવાથી સાધકનો અંતર્નાદ 141 Page #162 -------------------------------------------------------------------------- ________________ તે જ કરુણરસ, તે જ વીર રસ, તે જ બીભત્સ રસ. આત્માનું, આત્માના ગુણોનું કાર્ય કરવામાં કામ લાગે છે ત્યારે તે રસો સંપૂર્ણ જાગૃત રહે છે જેથી તેનો અનુભવ આત્મા કરી શકે છે, છેવટે તે રસો શાન્તરસમાં વિલય પામે છે. તે રસો સુષુપ્ત અવસ્થામાં તો જડભાવનું કાર્ય કરતા તે રસો જ આપણા આત્માને બેભાન બનાવીને કર્મથી ભારે બનાવે છે માટે પ્રતિક્ષણે નવે રસોને નિહાળવા, જાગૃત કરવા અને આત્માના કાર્યમાં ઉપયોગમાં લેવા. સુષુપ્ત રહીને જડભાવના દરેક કાર્યોમાં તે રસ રેડાતો હોય તો તે કાર્યો એવાં સ્થિર બની જાય છે કે ત્યાંથી બહાર નીકળવું અતિ કષ્ટકારક બને છે. માટે તે રસો જયારે જડભાવનું કાર્ય કરતા હોય ત્યારે તેને પ્રથમ વિરસ બનાવવા માટે પાછા વાળવા પ્રયત્ન કરવો અને તે માટે બીભત્સ રસને જાગૃત કરવો પછી તે કાર્યથી રસને આત્માના કાર્યમાં વાળી આત્મા પ્રત્યે કરુણ રસ પ્રગટાવીને આત્માના ગુણો દઢ બનાવવા. જેથી વિભાવ, અનુભાવ, સંચારીભાવ પામીને તે રસ સ્થાયીભાવ બનશે એટલે શાન્તરસમાં પરિણમેલો તે રસ આત્મામાં આનંદ મંગલ પ્રવર્તાવશે. ૧૫. નમો અને ખમો શ્રા.વ. ૧૨, પર્યુષણા પ્રારંભ નમવું અને ખમવું નમ્રતા અને ક્ષમાપના નમસ્કરણીય કોણ ? અને ક્ષમાપનીય કોણ? નમસ્કરણીય પંચ પરમેષ્ઠિ, ક્ષમાપનીય સર્વ જગત. નમ્રતા અને ક્ષમા એ બંને મૂળભૂત ગુણો આત્માના ધર્મને (સ્વભાવને-સ્વરૂપને) પ્રગટાવવાનાં મૂળભૂત સાધનો છે માટે વિનયને ધર્મનું મૂળ કહ્યું છે અને ક્ષમાને પણ ધર્મનું મૂળ કહ્યું છે. જેને નમવાનું છે તે ક્ષમાના ભંડાર છે માટે નમનીય છે. નમસ્કારથી વિનય પ્રગટે છે, ક્ષમાપનાથી ક્ષમાં પ્રગટે છે. વિનયથી અહંકાર જાય છે, ક્ષમાથી ક્રોધ જાય છે, આ રીતે ક્ષમાપના અને નમસ્કાર એ જે બધા દોષોને લાવનાર ક્રોધ અને માન છે તેનો હૂાસ કરનાર છે. અથવા બધા દોષોને પ્રગટાવનાર ક્રોધ અને માન છે તેનો નાશ કરવા માટે આ પર્વ છે, આત્માના મૂળભૂત ગુણો નમ્રતા અને ક્ષમા પ્રગટાવનાર આ પર્વ છે તેથી એને મહાપર્વ કહેવાય છે, પર્વાધિરાજ કહેવાય છે. નમસ્કારથી પરમાત્માની સાથે અભેદ સધાય છે. ક્ષમાપનાથી સર્વ જગતના જીવો સાથે અભેદ સધાય છે. આ બંને સાથે અભેદ સધાવાથી જગત, જીવ અને આત્મા (પોતે) આ ત્રણેની એકતા થતી હોવાથી તે એકતા જીવને શીધ્ર મુકિતનો સંગમ કરાવે છે. નમસ્કરણીય પંચ પરમેષ્ઠિઓ છે. તેઓ ક્ષમા ગુણની પરાકાષ્ઠાએ પહોંચેલા હોવાના કારણે સાધકનો અંતર્નાદ 142 Page #163 -------------------------------------------------------------------------- ________________ નમવા યોગ્ય બન્યા છે. તેઓએ આખા જગતને ખમીને પોતાના હૃદયમાં ધારણ કર્યું છે, એવું વિશાળ હૃદય તેનું જ બની શકે કે જેમનામાં ક્ષમા હોય. માટે જ એ ગુણને પ્રગટાવનાર પર્વ તરીકે પર્યુષણા પર્વ છે, જેનો અર્થ થાય છે આત્માની સમીપમાં વસવું. આત્માની સમીપમાં વસવા પ્રથમ આખા જગતમાં પહોળા થવું પડે, વિસ્તરવું પડે પછી સંકોચ પામીને આત્મામાં વસી શકાય છે. જે વિસ્તર્યો નથી તેને સમાવાનું શેમાં ? આખા જગતની સાથે મળીને (અભેદ સાધીને ક્ષમાપના દ્વારા) સ્વનું મિલન કરે તે સાચું મિલન છે, મધુર મિલન છે. એકલો પોતાનું મિલન કરે છે (આત્માનો અભેદ પરમાત્મા સાથે સાધે છે) તે શુષ્ક મિલન છે, તેમાં મધુરતા નથી આનંદ નથી. એકલો જમી લે તેનો આનંદ ક્ષણભરનો હોય છે પણ અનેકની સાથે મળીને ભોજન કરનારનું જમણ મધુર બને છે તેમ. જીવ એકલો રહી શકતો નથી અને કોઈને સહી શકતો પણ નથી માટે જ તેનું જીવન અકારું બને છે. તેથી નમો અને ખમોની સાધના કરે તો તેનું જીવન આનંદમય બનશે. નમો અને ખમોથી વ્યવહાર અને નિશ્ચય બંને સધાય છે. આ બે ગુણ વિના વ્યવહાર પણ સધાતો નથી અને નિશ્ચય પણ સધાતો નથી. ધર્મની શરૂઆત જ નમોથી થાય છે અને અંત પણ જીવો સાથે અભેદ થતાં તાત્ત્વિક નમસ્કારમાં થાય છે. નમવામાંથી છેલ્લે જીવો સાથે પરિણમવાનું છે, અભેદ થવાનું છે ત્યાં સુધી વચ્ચે ક્ષમા જોઈશે. અર્થાત્, ધર્મના પ્રારંભ પછી જીવો સાથેના સંબંધમાં મધ્યમાં, વચ્ચેના સમયમાં ક્ષમા જોઈશે. તો જ તાત્ત્વિક નમસ્કારરૂપ અભેદ સાધી શકાશે અને એ અભેદથી સમગ્ર જીવરાશિ સાથે ઐકયને અનુભવનાર આત્મા શીઘ્ર મુક્તિના પંથને કાપે છે અને ત્યાં પહોંચી જાય છે. ક્ષમા પ્રગટાવવા માટે જ ઉપાયો તરીકે મૈત્રી આદિ ચાર ભાવનાઓ છે આત્મસમદર્શિત્વ ભાવ વિગેરે છે. જો ક્ષમા જાય તો સમકિત પણ જાય. અર્થાત્, ક્રોધને સકિતનો નાશ કરનાર કહ્યો છે. કેમકે ક્ષમા જાય એટલે જીવો પ્રત્યેનો આત્મસમદર્શિત્વ ભાવ ટકે નહિ અને તે ભાવ જાય એટલે દર્શન ગુણ ટકે નહિ. ૧૬. ક્ષમાપના પર્વ શ્રા.વ. ૧૩ ક્ષમાપના હંમેશા કરવી જોઈએ. જીવોથી એક ક્ષણ પણ ભેદમાં ન રહેવું જોઈએ. જયાં બીજા જીવોના દુઃખનું કારણ બનીએ છીએ ત્યાં તેની સાથે ભેદ થઈ જાય છે. એ ભેદ જ આપણી દુર્ગતિનું કારણ છે માટે જ પ્રતિદિન સવાર-સાંજ બંને વખત તૂટી ગયેલા સંબંધને જોડવા માટે ‘લામંમિ સવ્વનીવ’’નું સ્મરણ અવશ્ય કરવાનું હોય છે, જેથી પ્રતિક્રમણને આવશ્યક કહ્યું છે. તે સ્મરણ એટલા માટે કરવાનું કે જીવો સાથેનો સંબંધ તોડીને આપણે એક નાની પણ ધર્મક્રિયા શુદ્ધ કરી શકતા નથી માટે કોઈ પણ અનુષ્ઠાનની પહેલાં જીવો સાથેના તૂટી ગયેલા સંબંધને જોડવા માટે “ઈરિયાવહી પડિક્કમવાના'' હોય છે. સાધકનો અંતર્નાદ 143 Page #164 -------------------------------------------------------------------------- ________________ દેવસિ, રાઈ, પકખી, ચાતુર્માસિક, સાંવત્સરિક પ્રતિક્રમણ આ પ્રમાણે જે ગોઠવણી છે તેનું કારણ દેવસિ, રાઈ ક્ષમાપના સંપૂર્ણ ન થઈ હોય, બરાબર ન થઈ હોય તો ચાર મહિને ચાતુર્માસિક ક્ષમાપના અને તેમાં પણ જો કાંઈ ભેદ રહ્યો હોય તો બાર મહિને તે ભેદ પણ તોડી નાંખવો જોઈએ. - વારંવાર ઈરિયાવહી જીવો સાથે પડેલા ભેદને તોડવા, તેમાં રહી ગયેલા દોષોને પખાળવા દેવસિ, રાઈ પ્રતિક્રમણ તેમાં પણ રહી ગયેલા ભેદને તોડવા ચોમાસી અને છેલ્લે સાંવત્સરિક પ્રતિક્રમણ છે. ક્ષમાપના સંપૂર્ણ તે કહેવાય જેમાં ખમવું અને ખમાવવું છે. એકલી ખમાવવારૂપ ક્ષમાપના અધુરી છે માટે બીજાઓએ કરેલા અપરાધોને પણ જયારે આપણે ખમીએ છીએ, જતા કરીએ છીએ, માફ કરીએ છીએ, ત્યારે પોતાની ખમાવવારૂપ ક્ષમાપના પૂર્ણ થાય છે. ક્ષમાપના તાત્ત્વિક તો ત્યારે થાય છે કે પોતાના આત્માને ખમે, ખમાવે. આત્માને ખમાવવો એટલે આત્માએ તેના બધા અપરાધોને માફ કરીને સ્વમાં સ્થિર કરવો, તેની વિભાવદશાને માફ કરી સ્વભાવ દશામાં લાવવા વિનંતિ કરવી અર્થાત્ તેમાં સ્થિર કરવો અને રમવું. આ તાત્ત્વિકી ક્ષમાપના લાવવા માટે જ બીજા જીવો સાથે પડેલા ભેદને તોડવા માટે ક્ષમાપના કરવાની છે. ધર્મની શરૂઆત જેમ જીવ પ્રત્યે નમસ્કારથી થાય છે તેમ જીવ પ્રત્યે ક્ષમાપનાથી થાય છે. (નમસ્કાર મહામંત્રથી નમસ્કારની સાધના થાય છે, ઈરિયાવહીયાથી ક્ષમાપનાની સાધના થાય છે.) માટે જિન ભક્તિ અને જીવમૈત્રી પ્રગટાવવા પુરુષાર્થ કરવાનો છે. જિન એ પરમ આત્મા છે (પરમાત્મા) જીવ એ સમાન આત્મા છે. પરમને નમવાનું હોય છે સમાનને ખમવાનું હોય છે. માટે આ પર્યુષણ પર્વમાં નમો-જિનભક્તિ અને ખમો-જીવમૈત્રી તેની વિશેષ આરાધના કરીને આત્મસ્વરૂપ પ્રગટાવીએ એ જ અભ્યર્થના. Oll ૧૦. જીવ તત્ત્વની સાધના અને સિદ્ધિ શ્રા.વ. ષ દ્રવ્યમય આ જગત છે, તેમાં સાધના એક દ્રવ્યની કરવાની છે અને તે છે જીવ દ્રવ્ય. તેને સાધના દ્વારા સિદ્ધ કરવું છે. એક જીવ દ્રવ્યની સિદ્ધિ માટે બાકીનાં પાંચ દ્રવ્યોની સાધના છે. સિદ્ધિ એટલે જીવના સ્વરૂપને સિદ્ધ કરવાનું છે પરંતુ કેવળ જ્ઞાન-સમજ દ્વારા સિદ્ધ નથી કરવાનો. તેનું સ્વરૂપ અનાદિથી જે ઢંકાયેલું છે તેને પ્રગટ કરવાનું છે. કોઈ પણ વસ્તુની સિદ્ધિ જેમ સમજ માટે તર્ક લગાડીને તેના સમાધાન દ્વારા સિદ્ધ કરે છે. તેમ આમાં તેના સ્વરૂપને પ્રક્રિયા દ્વારા સિદ્ધ કરવાનું છે (સત્ય સ્વરૂપે પ્રગટ કરવાનું છે.) અને તે માટે બાકીનાં પાંચ દ્રવ્યોની સાધના છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ એ ત્રણ સહાયક દ્રવ્યો છે. બીજી ઘણી રીતે જીવ સાથે તેનું સારૂપ્ય છે પણ જડત્વનો દોષ છે. માટે ત વિરોધી દ્રવ્ય છે. અરૂપિત્વ, વ્યાપકત્વ, અવિનાશીત્વ, નિત્યત્વ, સહાયકત્વ, સહવાસિત્વ વગેરેનું સારૂપ્ય છે. માટે ત્રણ દ્રવ્યોની સાધના તેના અસ્તિત્વની શ્રદ્ધા દ્વારા સહાયકત્વ વગેરે માની સાધકનો અંતર્નાદ | 144 Page #165 -------------------------------------------------------------------------- ________________ : 500 500 કેવી જીવ દ્રવ્યથી જડત્વ દ્વારા ભિન્નત્વ માની એક જીવ દ્રવ્યના જીવત્વ પ્રત્યે ઓવારી જવા માટે તે ત્રણ દ્રવ્યોની સહાય લીધી તે તેની સાધના કહેવાય. આ સાધના દ્વારા એ રીતે જીવ પ્રત્યે બહુમાન વગેરે પ્રગટાવી તેના મૂળ સ્વરૂપને સિદ્ધ કરવાનું છે. વળી છ દ્રવ્યમાં એક પુદ્ગલ દ્રવ્ય છે તેની સંપૂર્ણ સહાય લઈને જ સિદ્ધિ મેળવવાની છે. માટે પુદ્ગલ દ્રવ્યની સાધના કરવાની તેની સાધનામાં જેમ મદારી સાપને ખેલાવે છે તેમ તેની સંપૂર્ણ મદદ લેવા છતાં તેનાથી અળગા રહેવું. વળી તેની સાધનામાં ચિત્તની અતિશય સ્થિરતા વગેરે જોઈએ, તે રીતે પુગલની સાધના પણ સ્થિરતાથી કરવાની છે. તે જ આ પુદ્ગલ દ્રવ્યો છે જે સંસાર વૃદ્ધિકારક બન્યા છે, તેની સાથે અનેક રીતે રમતો કરી છે, રાગ દ્વેષની પરંપરા તેની સહાય લઈને જ વધારી છે. તે પુગલને સાધવા મોહના મહાન યોદ્ધા (રાગ-દ્વેષ) તેની સાથે જ આત્માના યોદ્ધા વૈરાગ્ય અને સમતારૂપી છે, તેના દ્વારા યુદ્ધ કરીને જીતવાના છે અને તે પુગલ દ્રવ્યની સાધના કરવાની છે. ત્યાર બાદ જડની ચેતનથી ભિન્નતા સિદ્ધ કરવાની છે. તે બંનેના પૃથક પૃથક ગુણ, લક્ષણ, સ્વભાવ સિદ્ધ કરવાના છે અને ત્યારબાદ જડની મદદ છોડીને સ્વમાં-આત્મામાં લીનતા કરવાની છે. લીન બનેલો આત્મા બધાં બંધનોથી છૂટી મોક્ષમાં પહોંચી જાય છે. કાળ દ્રવ્ય સહાય કરીને તેને (આત્માને) અસર કરે છે. બાળ, જુવાન, ઘરડો બનાવે છે. પુદ્ગલ દ્રવ્યને અસર કરે છે. જૂનું નવું બનાવે છે. છતાં જીવના વૈરાગ્યમાં તે તે અવસ્થાઓ સહાયક બને છે. વળી મુકિતમાં જવા માટે તે કાળ બંધનરૂપ છે, પરંતુ જયારે જડની સાધના યોગ્ય રીતે થતાં કર્માદિ પુગલો આત્માથી છૂટાં પડે છે એટલે કાળનું બંધન છૂટી જાય છે અને પોતે એક સ્વતંત્ર દ્રવ્ય છે તેને સિદ્ધ કરી બતાવે છે અને પોતે આત્મા પોતાનામાં સ્થિર થઈ અનાદિની મસ્તી માણે છે. ૧૮. સાધના. ભા.. ૧ જે સાધન દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે તે પ્રક્રિયાને સાધના કહેવાય છે. અર્થાતુ જે નિમિત્તને ગ્રહણ કરીને વ્યાપાર કરવામાં આવે છે તે સાધના. જેમ ચક્ર, દંડ એ ઘટ બનાવવામાં નિમિત્તકારણ છે, માટી ઉપાદાન કારણ છે. કુંભાર નિમિત્તકર્તા છે. તેમાં ચક્ર દ્વારા ઘટ બનાવવા માટે વ્યાપાર કરવામાં આવે તે ઘટ રૂપ કાર્યની સિદ્ધિની સાધના કહેવાય. તેમ આત્મા સ્વયં ઉપાદાન કારણ છે તેનું મોક્ષરૂપ કાર્ય કરવામાં નિમિત્ત કારણો જે તત્ત્વત્રયીરૂપ આલંબન છે તે છે. તે સાધન દ્વારા અથવા આલંબન દ્વારા આપણો જે વ્યાપાર અથવા પ્રક્રિયા તે સાધના કહેવાય. કાર્ય સિદ્ધિ માટે આપણા માટે બધી વસ્તુ હાજર છે. ઉપાદાન કારણ આપણો આત્મા છે, નિમિત્તકારણરૂપ આલંબનો અર્થાતું સાધન હાજર છે. ફકત પ્રક્રિયા-વ્યાપાર (ઉપાદાન અને નિમિત્તને ભેગાં કરીને) કેવી રીતે કરવો? તેની સમજ મેળવવાની છે. સાધના (વ્યાપાર) કેવી રીતે કરવી તે સાધકનો અંતર્નાદ 145 Page #166 -------------------------------------------------------------------------- ________________ સમજના અભાવે વ્યાપાર કરવા છતાં (ઉપાદાન અને નિમિત્ત ભેગા થવા છતાં) કાર્ય સિદ્ધિ થતી નથી. સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી આપણું મોક્ષરૂપ કાર્ય સિદ્ધ થાય તેની સમજ માટે સદ્ગુરુનો હાથ પકડવાનો છે, શરણે જવાનું છે. ૧૯. ગ્રહ ભા.શુ. ૩ ગ્રહ એટલે ગ્રહણ કરવું, પકડવું. આ ગ્રહ સાથે જુદા જુદા ઉપસર્ગ લાગતાં જુદા જુદા અર્થ બતાવે છે. તેમાં સમું ઉપસર્ગ લાગે ત્યારે ભેગું કરવું એ અર્થ થાય છે. તેમાં ય ગ્રહણ અર્થ તો આવી જાય છે. ગ્રહણ કરીને રાખી મૂકવું પણ છોડવું નહિ પણ વસ્તુ સમુદાયને પકડી જ રાખવું. એ જ પ્રમાણે દુરાગ્રહ-ખોટી રીતે પક્કડ, પરિગ્રહ-મમત્વથી પક્કડ, વિગ્રહ-ક્રોધથી પક્કડ, નિગ્રહ-ભૂલથી પક્કડ. કોઈના કટુ શબ્દોનો સંગ્રહ-પરિગ્રહ કરીએ છીએ તો તે જ ગ્રહ શબ્દમાં ઉમેરવાથી વિગ્રહ થાય છે. તે વિગ્રહ આજના દિવસે છોડવાનો છે. આપણે હજુ ક્ષમા માંગી શકીએ છીએ પરંતુ ક્ષમા આપી શકતા નથી અર્થાત્ સંગ્રહ કરેલાપરિગ્રહ કરેલા કટુ શબ્દોને છોડી શકતા નથી તે પણ એક જાતનો જીવનો દુરાગ્રહ છે, તેથી વિગ્રહ શમતો નથી. ક્ષમા માંગવી અને આપવી. માગવામાં નમ્રતા જોઈએ છે, આપવામાં દિલની ઉદારતા જોઈએ છે. હજુ નમ્રતા લાવવી સહેલી છે પણ ઉદારતા લાવવી કઠિન છે કેમકે નમ્રતામાં જાતને નમાવવાની છે ઉદારતામાં મનને નમાવવાનું છે. નમ્રતામાં અહંને ઓગાળીને ઉદારતામાં તે અહંને જ વિસ્તૃત બનાવવાનો છે. હું એકલો જ નહિ પણ આખું જગત તે હું જ છું. આ ભાવ આવે ત્યારે સાચી ક્ષમાપના થાય છે. અહં અને મમ જે સ્વમાં જ ગુંગળાઈ રહેલો છે તેને આખા વિશ્વમાં વિસ્તારવાથી તે જ અહં અને મમ મોક્ષદાયક બને છે. આ દુનિયાના બધાથી તું જુદો પડી ગયો છું તે જ તારી દુઃખી અવસ્થા છે. એક થઈ જવાથી ક્ષમા, સમતા વિગેરે ગુણો પ્રગટ થાય છે અને મુક્તિ પ્રાપ્ત થાય છે. જીવના ભેદને ટાળવા માટે ક્ષમાપના પર્વ છે. તે કારણથી તેને મહાપર્વ કહ્યું છે. જીવો સાથે પડી ગયેલા ભેદને ટાળીને ક્ષમા ગુણ પ્રગટાવવાનો છે તે દિવસ પર્વાધિરાજ બને છે. બીજા પર્વો આત્માના ગુણ પ્રગટાવવા માટેની જ સાધના માટે છે પણ ક્ષમાપના પછી જ તે સાધના ગુણકારી બને છે. માટે ક્ષમાપના પર્વને સૌથી મોટો રાજા બનાવવામાં આવ્યો છે. તે ક્ષમાપના કરી અને સ્વીકારથી બીજાએ કરેલી ક્ષમાપના સ્વીકારવામાં સંગ્રહાયેલા વિકૃતોને જ તિલાંજલિ આપવાની છે. તો જ ખમી શકાય. ખમીએ અને ખમાવીએ ત્યારે જ સાચી ક્ષમાપના થાય છે. સાધકનો અંતર્નાદ 146 Page #167 -------------------------------------------------------------------------- ________________ ર૦. ગુરૂ સ્તુતિ કરુણા તણા ભંડાર હે ગુરુદેવ ! તુમને વિનવું, આપો ચરણની સેવના જેથી ગુણોને મેળવું, આનંદની ઘડી આવશે તેમાં નહિ શંકા જરી, હે ગુણમણિ ભંડાર ! ગુરુજી, હું નમું પાયે પરી. ૧ મારગ બતાવ્યો યોગનો આ બાલને વાત્સલ્યથી, અધ્યાત્મની ઝાંખી કરાવી પ્રેમે કરી મૃદુ હાસ્યથી, મુજ સાધનામાં આવતા સંકટ સમૂહ દૂરે કરી, આપી સમાધિ હે ગુરુજી હું નમું પાયે પરી. ર વિષમ આ અવસર્પિણીમાં, દુ:ષમ કાળે ગુરુ મળ્યા, પણ મૂર્ખતાથી પરમ ગુરુને, મેં જરીયે નિવ કળ્યા, થાશે હવે શું માહરું ગુરુદેવ મુજ કરુણા કરી, તારક બનીને તારજો, વિનવું પ્રભુ પાયે પરી. ૩ ભવરાનના ગહને ભ્રમણ કરતાં હું પામ્યો ગુરુ તને, અતિ સ્નેહથી હે દીન દયાળુ ! માર્ગ દેખાડયો મને, આ ભીષણકાળે કષ્ટથી પ્રભુમાર્ગ સાધુ કિમ કરી, રક્ષો પતનના માર્ગથી, પ્રેમે નમું પાયે પરી. ૪ ૨૧. સર્વ જીવહિતાશય સકલ સત્ત્વહિતાશય વૈ.શુ. ૫, ૨૦૪૩, ગાંગવા (હાલાર) આ જીવ અનાદિ કાળથી આ સંસારમાં પર્યટન કરે છે અને અનેક જીવોના સંબંધમાં રહીને પોતાનું જીવન પૂર્ણ કરે છે. આ પ્રમાણે અનંત પર્યટનમાં અનંત જીવોની સાથે આ જીવના સંબંધમાં આવવું પડયું છે. પરંતુ તેની સાથે જીવ્યો કેવી રીતે ? તે વિચારવાની જરૂર છે. જીવને પોતાના ઉપર અખૂટ પ્રેમ-રાગ છે, તેથી તેણે એકલા પોતાની જ ચિંતા કરી છે. એ કારણે જ જયાં જયાં પોતાને અગવડ કે કષ્ટ પડચાં છે ત્યાં બીજા સાથે વિરોધ કર્યો છે અને સ્વાર્થભાવને વિસ્તાર્યો છે. આ સ્વાર્થભાવ જ તેના ભવભ્રમણનું મુખ્ય કારણ છે માટે જ્ઞાની ભગવંતોએ આ સ્વાર્થભાવને અધર્મ કહ્યો છે અને તેના વિરોધી પરાર્થભાવને ધર્મ કહ્યો છે. ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા શ્રી સૂરિપુરંદર પૂ. હરિભદ્ર સૂરીશ્વરજી ભગવંતે લલિત વિસ્તરા ગ્રંથમાં કહ્યું છે કે “સત્તા સત્ત્વ દિત્તાશય પ્રવૃત્તરિનામ ઝેવ સાધુ ધર્મ: ।'' ધર્મ પરિણામમાં રહેલો છે અને સાધકનો અંતર્નાદ 147 ભા.વ. ૧૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ તે પણ કર્યું પરિણામ ? બીજા જીવોની હિતની ચિંતારૂપ પરિણામ. આ પરિણામ આવે ક્યારે ? સ્વાર્થભાવને તિલાંજલિ આપીએ ત્યારે. - સાધુનો ધર્મ છ ગુણસ્થાનકે પ્રગટે, પરંતુ તેની પૂર્વના ગુણસ્થાનકે રહેલા જીવોમાં તે તે ગુણસ્થાનકને યોગ્ય ધર્મની શરૂઆત હોય કે નહિ? પાંચમે ગુણસ્થાનકે છટ્ટા કરતાં તેટલા અંશમાં પરિણામની ન્યૂનતા હોય પણ સકલ સત્ત્વ હિતાશય પરિણામ મૂળમાં જ ન હોય તેવું કેમ બને? (ii) પર હિતમાં સ્વહિત માટે જ જ્ઞાનીઓએ પરહિતમાં સ્વહિત રહેલું છે એમ કહ્યું છે અને એ સ્વહિત જ ધર્મની પ્રાપ્તિરૂપે સંબોધાય છે. જયાં પરાર્થભાવ નથી ત્યાં સ્વાર્થભાવ કામ કરતો જ હોય છે અને જયાં સ્વાર્થભાવ છે ત્યાં જીવનાં પરિણામ સંકલેશવાળાં હોય છે. તેથી તે પરિણામમાં ધર્મ તો નહિ પણ ધર્મનું બીજ પણ પડયું નથી હોતું. માટે જ પ્રથમ ગુણસ્થાનકે મિત્રા દૃષ્ટિમાં મંદ મિથ્યાત્વીના પરિણામ વર્ણવતાં કહ્યું છે કે - આ દૃષ્ટિમાં રહેલો પણ યત્કિંચિત્ પરહિતના પરિણામવાળો હોય. दुःखितेषु दयात्यंत-मद्वेषो गुणवत्सु च । औचित्यात्सेवनं चेव सर्वत्रवाविशेषतः ।।१।। દુઃખીઓ પ્રત્યે અતિશય દયાવાળા હોય, ગુણવાનો પ્રત્યે દ્વેષ ન હોય, કોઈ પણ ભેદ વિના સર્વ ઠેકાણે ઉચિત પ્રવૃત્તિ કરનારો હોય. આ પ્રમાણે મિત્રાદષ્ટિમાં પણ પર-બીજા જીવોનો વિચાર હોય છે. આગળ આગળની દૃષ્ટિમાં જીવના પરિણામની વિશુદ્ધિ વધે છે ત્યારે તેના બળે જ પોતે રાગદ્વેષની ગ્રંથિ ભેદવા માટે સમર્થ બને છે અને વર્ષોલ્લાસ વધતાં અપૂર્વ પરિણામ-સ્વનો રાગ અને પર પ્રત્યેનો દ્વેષ તોડવા માટે જાગૃત થાય છે. ત્યારે સકલ જીવો પ્રત્યે આત્મૌપમ્ય દષ્ટિ થતાં સમ્યગ્દષ્ટિ ઊઘડે છે, મિથ્યાષ્ટિ નષ્ટ થાય છે. - સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ-એમ ધર્મ બે પ્રકારે કહ્યો છે. સાધુધર્મ સર્વવિરતિરૂપ છે, શ્રાવક ધર્મ દેશવિરતિરૂપ છે. જેમ સાધુ ધર્મ સકલ સર્વી હિતવિષયક પરિણામ યુક્ત હોય છે તેમ શ્રાવક ધર્મ પણ જીવોના હિતવિષયક પરિણામ વિના કેમ ઘટે? એ રીતે તેની પણ પૂર્વાવસ્થામાં ચોથે ગુણસ્થાનકે અવિરતિ હોવાથી તે હિતવિષયક પરિણામ પ્રમાણે વર્તન કરી શકતો નથી, પણ તેની દૃષ્ટિ સમ્યગું છતાં સર્વ જીવના હિત વિષયક પરિણામ વિના કઈ રીતે કહી શકાય? દષ્ટિ બે પ્રકારની છે, સમ્યગુ અને મિથ્યા. સર્વ જીવો પ્રત્યે આત્મૌપજ્યભાવ તે સમ્યગુ દષ્ટિ, અનાત્મૌપજ્ય ભાવ તે મિથ્યાદેષ્ટિ. આત્મૌપજ્યભાવ તે સર્વજીવ હિત વિષયક આશયનું બીજ છે. દષ્ટિ એટલે સમજ. તેને મિથ્યા કહીએ તેમાં કારણ પરમાત્માએ બતાવેલા પદ્રવ્યરૂપ આ જગતને ભગવાને કહ્યું છે તે રૂપે ન ઓળખવું, પણ સ્વ-મતિથી સ્વાર્થ માટે જે રીતે પોતાને અનુકૂળ પડે તે રીતે માનવું તે જ મિથ્યાષ્ટિ છે. સાધકનો અંતર્નાદ 148 Page #169 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માએ બતાવેલા છ દ્રવ્યમાં જડ અને ચેતન એ બે મુખ્ય દ્રવ્ય છે. જડની સાથે સતત રમતો આ જીવ સ્વાર્થ પરાયણતાથી જડમાં ચેતનને સ્થાપે છે આ જ તેની ઊંઘી સમજ છે. સ્વાર્થ પરાયણતા એ જ તેની અનાદિની અવિદ્યા છે. જીવને પોતાનો રાગ એ જ સ્વાર્થ છે, તે જ કારણથી બીજા જીવોની ચિંતા કરવા એ તૈયાર નથી થતો આ જ અધર્મ છે. પરિણામરૂપ (સકલ સત્ત્વ હિતાશય) ધર્મની શરૂઆત ચોથે ગુણસ્થાનકેથી થાય છે, પણ તે પહેલા મંદ મિથ્યાત્વીમાં પણ એનું બીજ પડેલું હોવાથી એ પરિણામનો અંશ ત્યાં પણ હોય છે. જેના કારણે પહેલે ગુણસ્થાનકે રહેલો જીવ પણ બીજા જીવોનો વિચાર કરે છે. જો કે તેની પ્રવૃત્તિ કેવળ બાહ્ય દુઃખો ટાળવાની હોય છે જેને દ્રવ્યદયા કહેવાય છે. પરંતુ તેનાથી જીવ પુણ્યનો બંધ કરતો, બીજા જીવોના હિતના પરિણામનો અંશ વૃદ્ધિ પામતો પામતો ગ્રંથિભેદ કરીને સર્વ જીવને પોતાના સમાન ભાવથી જોવાની દૃષ્ટિરૂપ અપૂર્વ પરિણામ પ્રગટે છે ત્યારે બીજા જીવોને પીડા ન આપવી' આવા પ્રકારના વિચારને-પરિણામને દઢ કરે છે અને સકલ જીવોનું સુખ ઈચ્છે છે. | (iii) પરોપકાર પરોપકાર ગુણમાં પણ બીજા જીવની પીડા દૂર કરવી અને તેનું સુખ ઈચ્છવું એ જ ભાવ રહેલો હોય છે. આ ભાવ સિવાય પરોપકાર થઈ શકતો નથી. પરંતુ પર્યાયભેદે પરોપકારની પ્રવૃત્તિમાં ભેદ પડે છે. પ્રાથમિક ભૂમિકામાં જીવને ભોજનાદિ બાહ્ય સાધનો દ્વારા સુધા-તૃષા વગેરેની પીડા દૂર કરી સુખ આપવાની ઈચ્છા હોય છે. તેની આગળની ભૂમિકામાં જીવોને બીજાને સદાને માટે પીડા રહિત કરવા અને સુખી કરવા ઈચ્છે છે. ગૃહસ્થ જીવનમાં રહેલો જીવ બીજાના બાહ્યથી-દ્રવ્યથી દુઃખ દૂર કરી અને ભાવથી તેને ધર્મ પમાડીને આત્મિક સુખ પમાડવા ઈચ્છે છે. સાધુ ભગવંતો કેવળ કરુણા બુદ્ધિથી સન્માર્ગ બતાવીને પાપથી મુક્ત કરી દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે અને મોક્ષ માર્ગનો સંપૂર્ણ રસ્તો બતાવીને તે માર્ગે ચઢાવીને કાયમનું સુખ આપવા પ્રયત્ન કરે છે. આ પ્રમાણે પોત પોતાના સ્થાને રહેલા જીવો પરોપકાર કરવા દ્વારા ધર્મ સાધી રહેલા છે. પરંતુ આ ધર્મનું મૂળ સર્વ જીવ હિતવિષયક પરિણામ જ છે, જેને પરાર્થભાવ કહેવાય છે અને કેવળ સ્વહિતવિષયક પરિણામ તે જ અધર્મ છે, જેને સ્વાર્થભાવ કહેવાય છે. સર્વ જીવ હિતવિષયક પરિણામ કહો કે પરાર્થભાવ કહો બંને એક જ છે. (iv) મેત્રી. સર્વ જીવ હિત વિષયક પરિણામતેમાં હિતની વ્યાખ્યા “સુખની ચિંતા’ એ પ્રમાણે કરવી. સર્વ જીવના સુખનો વિચાર કરવારૂપ પરિણામ. “પર હિત ચિંતા મૈત્રી' તેમાં પણ બીજા જીવોના હિતની ચિંતા. બીજા જીવોનું હિત એટલે શું? બીજા જીવોનું સુખ. કયું સુખ? દુઃખ મિશ્રિત સુખ તો કોઈ પણ સાધકનો અંતર્નાદ 149 Page #170 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છતું નથી માટે આપણે પણ તેવા તે સુખની ઈચ્છા પણ ન કરાય. બીજા જીવોને સુખ મળો, દુઃખ ટળો” આ ભાવનાને મૈત્રીભાવ કહ્યો છે. બીજા જીવો અજ્ઞાનથી, સાચા સુખને નહિ સમજવાથી બાહ્ય સુખને મેળવવા ફાંફા મારે છે પરંતુ આપણે તેના તે સુખની ચિંતા કરવાની નથી પણ તેના અજ્ઞાનની દયા લાવીને સાચા સુખનો માર્ગ દેખાડવાનો છે અને તે માર્ગે ચઢતાં બાહ્ય-જીવન જીવવામાં આવતાં કષ્ટો વિદનભૂત બનતાં હોય અર્થાતુ, બાહ્ય જીવન વ્યવહારોમાં મુશ્કેલી આવવાથી વિદનો આવતાં હોય તેને દૂર કરવાની ચિંતા કરવી તે પણ મૈત્રીભાવ છે અને તે જ મૈત્રીના વિકાસરૂપે છઠ્ઠા ગુણસ્થાનકે સર્વ વિરતિના પરિણામ જાગૃત થાય છે. આથી એ નિશ્ચિત થાય છે કે મૈત્રી ભાવ વિના સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થતી નથી, મિથ્યાત્વે પણ મૈત્રીભાવ હોય છે કારણકે પરોપકારના કારણરૂપ તો મૈત્રીભાવ જ છે. બીજાના સુખની ચિંતા વિના પરાર્થ થતો નથી. પરંતુ પ્રથમ ગુણસ્થાનકે રહેલો જીવ સાચી સમજણ નહિ પામેલો હોવાથી બીજા જીવનું હિત કેવળ તેનાં બાહા દુ:ખો ટાળવામાં અને બાહા સુખો આપવામાં જ સંપૂર્ણતા માને છે, જેને અધુરી સમજ અર્થાતું, ઊંધી સમજ કહેવાય છે અને તે કારણે તે મિથ્યાષ્ટિ છે. આવા પરોપકારી જીવને સાચી સમજણ આપનાર જ્ઞાની મળે છે એટલે તેના કરેલાં પરોપકારનાં કાર્યોથી તેવા પ્રકારનો ક્ષયોપશમ થાય છે જેથી શીઘ્ર સાચી સમજ પામે છે, કેમકે બાહ્ય પણે બીજાનું દુઃખ દૂર કરવામાં અને સુખ આપવામાં પોતાનો સ્વાર્થ છોડ્યો છે અને બીજાનું સુખ ઈચ્છયું છે. પર પીડા તેના અંતરને વેદના કરનારી બની છે અને પરના સુખની ઈચ્છા પોતાના એકલાના સુખની ઈચ્છાને રોકનારી બની છે જેથી ગાઢ સ્વાર્થભાવથી અત્યાર સુધી બીજા જીવોના બાહ્ય સુખને છીનવી લેતો હતો અને દુઃખી કરતો હતો, વળી પોતાના દુઃખને દૂર કરવા બીજાને પીડા આપવામાં પાછી પાની કરતો ન હતો તે દોષ આ પરોપકારના ગુણથી અટકયો છે. આ પ્રાથમિક ભૂમિકામાં પણ કરેલો સ્વાર્થનો ત્યાગ અને પરમાર્થ રાગ જીવને આગળ લઈ જઈને શુભ પરિણામ પેદા કરાવે છે. તેનાથી આગળના ગુણઠાણે જતો જીવ તે જ ભાવની પરાકાષ્ઠાએ પહોચેલો સર્વ જીવો સાથે એકતા સાધીને પરમાત્મા સાથે ઐક્ય સાધે છે અને પરંપરાએ અનંત સિદ્ધાત્માઓની જયોતિમાં જયોતિ મળીને શાશ્વત સુખ ભોગવે છે. રર. શિવમસ્તુ સર્વ જગતઃ વૈ.શુ. ૬, જોગવડ સકલ સર્વી હિતાશય એટલે સઘળા જીવના સુખનો પરિણામ. બધા જીવો સુખી થાય એવી ઈચ્છા. હવે પ્રશ્ન એ થાય છે કે ક્યું સુખ ? સુખ બે પ્રકારે છે. ૧. ભૌતિક-પગલિક ૨. આત્મિક સાધકનો અંતર્નાદ 150 Page #171 -------------------------------------------------------------------------- ________________ ભૌતિક પદાર્થોમાંથી મળતું સુખ ઠગારું છે, તાત્કાલિક સુખની ભ્રાન્તિ કરાવીને એવા દુઃખમાં જીવને ધકેલી દે છે કે ત્યાંથી ઘણા કાળે તે ઊંચો આવી શકે છે. દયાર્દ્ર આત્મા બીજા જીવો માટે આવા સુખને ઈચ્છે એટલે ખરેખર તો દુઃખને જ ઈચ્છયું કહેવાય, માટે બીજા જીવોના પરમ મહોદયરૂપ આત્મિક સુખ ઈચ્છવું એ જ સકલ જીવોના હિતનું પરિણામ કહી શકાય. અહીં એક પ્રશ્ન થાય છે કે બીજા જીવો માટે તેમનું પરમ પદનું ઉત્તમ સુખ ઈચ્છવા છતાં જયાં સુધી તે ન પામી શકે ત્યાં સુધી ભવભ્રમણ કરતાં તેને જે કાંઈ પીડિત અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે દયાદ્ર આત્મા શું કરે ? તેનું સમાધાન આ પ્રમાણે થાય છે કે તેની પીડા દૂર કરવા ઈચ્છે અને પ્રવૃત્તિ કરે. પીડા દૂર કરવી એટલે અથપત્તિએ કહી શકાય કે તેનું સુખ ઈચ્છવું. દ્રવ્યદયા દ્વારા ફકત પીડામુક્તિનો જ ભાવ છે પરંતુ બાહ્ય સુખમાં આવતા અવરોધો દૂર કરવા પણ કોઈ પ્રયત્ન નથી. પીડામુક્તિરૂપ સુખ તે દુઃખના અભાવરૂપ ગણાય પણ ભૌતિક સુખને ઈચ્છયું ન કહેવાય. જો આટલી પણ અનુકંપારૂપ દ્રવ્યદયા ન હોય તો સકલ જીવના હિતનો આશય પ્રગટવો મુશ્કેલ છે. આ કારણે જ પુણ્ય બાંધવાના નવ પ્રકારમાં પણ આ દયાને જ મુખ્યતા આપી છે પછી પાત્રભેદે પુણ્યબંધમાં તરતમતા હોય પરંતુ પ્રકાર તો આ જ છે. ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને પાણી આપવું વગેરેથી દાનધર્મની મુખ્યતા રાખી છે તેની પાછળ બસ આ જીવો પ્રત્યેની દયા-લાગણી જ કારણ છે. આ દ્રવ્યદયા ભાવદયાનો હેતુ બને છે. માટે પ્રાથમિક ભૂમિકામાં જીવોનું હિત દ્રવ્ય સાધન દ્વારા સાધવાની ભાવનામાંથી દ્રવ્યદયાની પ્રવૃત્તિ આદરે છે. તેમાં તેની દ્રવ્ય દુઃખમુક્તિ કરવાનો આશય છે. તેમાંથી તેના દુઃખનું કારણ જે પાપ અને પાપવૃત્તિઓ છે તે દૂર કરવાના ભાવ સાથે શકય પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિ તો યથાશક્તિ થઈ શકે છે. પણ અંતરમાં ભાવના તો સદાય એક જ રમતી હોય કે બધા જીવો આત્મિક સુખને પામો. તે પણ શાશ્વત પરંતુ દુઃખ મિશ્રિત નહિ અને તેની પાછળ પણ દુઃખાનુભવ ન કરાવે તેવું. એવું સુખ કર્મમુક્તિ સિવાય પ્રાપ્ત થતું નથી, માટે સર્વ જીવો કર્મમુક્ત થાઓ એ ભાવના પણ સકલ સત્ત્વ હિતાશયની પાછળ રહેલી છે. વળી કર્મબંધનું કારણ પાપ અને પાપવૃત્તિઓ છે માટે સર્વ જીવ હિતાશયમાં બધા જીવો પાપ-દોષ રહિત થાઓ એ ભાવના પણ રહેલી છે, તે માટે જ. शिवमस्त् सर्व जगतः परहितनिरता भवंतु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ।।१।। આ ભાવના તીર્થકરત્વને જન્મ આપનારી છે, કારણ કે તીર્થકરોના જીવોને જ આ ભાવના ટોચે પહોંચેલી છે. કેમકે તેમનું બોધિ-સમજ વર-શ્રેષ્ઠ હોય છે અને તે કારણે જ તેઓ વરબોધિના સ્વામી કહેવાય છે. બોધિ એટલે સમ્યગુ દર્શન, તેને પામેલા જીવને આ ભાવના સામાન્ય પણ હોય જ છે. આ ભાવના સ્પર્શે ત્યારે જ જીવ સમ્યગું દર્શન પામે છે. સમકિતિ જીવ, સર્વ જગત એટલે સકલ જીવરાશિનું શિવ એટલે કલ્યાણ ઈચ્છે છે. કલ્યાણ સાધકનો અંતનાદ 151 Page #172 -------------------------------------------------------------------------- ________________ એટલે ભલું. બધા જીવોનું ભલું થાઓ, સુખી થાઓ, સારું થાઓ. સારું થાય શી રીતે ? તે જીવો પણ બીજા જીવોનાં હિતમાં રકત બને ત્યારે, માટે સકલ જીવો બીજાના હિતમાં રકત બનો એવી ભાવના ભાવે છે. જીવ પરહિતમાં રક્ત ક્યારે બને? તેનામાં રહેલા દોષો ટળે ત્યારે, માટે ત્રીજી ભાવના એ ભાવ કે સકલ જીવોમાં રહેલા દોષો નાશ પામો. આ પ્રમાણે કલ્યાણ, કલ્યાણ માટે પરના હિતમાં રકતતા, પર હિતમાં રક્ત થવા માટે દોષોનો નાશ આ બધી વસ્તુની પ્રાપ્તિ થાય તો સુખ મળે, માટે છેલ્લે સર્વ લોક-સમગ્ર વિશ્વ સુખી થાઓ. આ ભાવના સમકિતિની હોય છે તેમાં પણ મૂળ હેતુભૂત તો સકલ જીવના હિતનો જ આશય રહેલો છે. માટે સકલ સત્ત્વ હિતાશયરૂપ અમૃત પરિણામ કહો કે શિવમસ્તુ સર્વ જગત: એ ભાવના કહો કે મૈત્યાદિ ચાર ભાવના કહો તે સર્વે એકજ અર્થ બતાવે છે. મૈત્યાદિ ચાર ભાવનાનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે __ परहित चिंता मैत्री, परदुःख विनाशिनी तथा करुणा । ઘરમુઘતુષ્ટિકતા, પરોપમુક્ષ મુવેક્ષા ||૧|| આ શ્લોકમાં મૈત્રાદિ ભાવનામાં બીજા જ જીવોનો વિચાર છે. માટે ચારે પદમાં પર શબ્દ મૂકીને બતાવ્યું છે કે હિતની ચિંતા પણ પરની, સ્વની નહિ. જીવને અનાદિકાળથી સંસ્કાર સ્વની ચિંતા કરવાનો પડેલો જ છે. તે ભાવના દઢમૂળ બની ગયેલી હોવાથી જ બીજાનો વિચાર જીવને આવતો નથી, માટે જ અનાદિના દેઢમૂળ થયેલા સ્વાર્થના સંસ્કારને દૂર કરવા આત્માને મૈત્રી આદિ ભાવનાથી ભાવિત કરવાનો છે, જેથી અનાદિના સ્વાર્થના સંસ્કારને લીધે પર જીવોને પીડા આપવી વિગેરે પાપો આજ સુધી ચાલુ રહ્યા અને તે કારણે ભવભ્રમણ પણ ચાલુ રહ્યાં છે તે અટકે. માટે પર હિતની ચિંતા કરીને જગતના સર્વ જીવો સાથે મૈત્રી સાધવી. સકલ જીવરાશિ સાથે મૈત્રીનો ભાવ જાગ્યા પછી તેમાંથી કોઈ પણ જીવને દુઃખ કે પીડા થાય એટલે કરુણા આવ્યા વિના રહેજ નહિ, તથા સકલ જીવ રાશિમાં જો કોઈ જીવ ગુણી હોય કે સુખી હોય તો હર્ષ-પ્રમોદ થયા વિના રહે નહિ અને કોઈ પાપી જીવ હોય તો તેના દોષો પ્રત્યે ઉપેક્ષા થયા વિના પણ રહે નહિ. આ ચારે ભાવનાનું મૂળ મૈત્રી ભાવના છે એ માટે સ્વાર્થભાવ ત્યજવો અને પરાર્થભાવ જગવવો એ મુખ્ય સાધના બને છે. ૨૩. પરોપકાર (સકલ સર્વી હિતાશય) વૈ.શુ. ૭, ખટીયા સકલ સર્વી હિતાશય એટલે સમગ્ર જીવરાશિના હિતનું પરિણામ. આ પરિણામમાંથી જ બીજા જીવો પર ઉપકાર કરવાની વૃત્તિ જન્મે છે. એટલે ઉપરોકત પરિણામ એ પરના ઉપકારનું કારણ છે સાધકનો અંતર્નાદ 152 Page #173 -------------------------------------------------------------------------- ________________ અને પરોપકાર એ કાર્ય છે. આ ઉપરથી એ સમજાય છે કે પરિણામ એ ભાવનારૂપ છે તે એકલાથી કાર્ય સરતું નથી. જેના હિતનું પરિણામ. જાગૃત છે તે બીજાનું હિત કર્યા વિના રહી શકતો જ નથી. પરિણામ એ શકય એવી પ્રવૃત્તિ કરાવે જ છે માટે હિતનું પરિણામ એ ખૂબ જ આવશ્યક છે, એ પરિણામનો જન્મ મૈત્રી આદિ ભાવનામાંથી થાય છે. પરોપકાર એટલે બીજાનું હિત કરવું, સકલ સત્ત્વ હિતાશય એટલે બીજા જીવોના હિતનું પરિણામ, મૈત્રી એટલે બીજા જીવના હિતનું ચિંતન કરવું, આ પ્રમાણે પરિણામ, ચિંતન અને ક્રિયા-ત્રણે ભેગાં મળે ત્યારે ધર્મ થાય છે. આમાંથી એક પણ ન હોય તો ત્રણમાંથી એકે સાચા નથી. હા, શક્તિના અભાવે ત્રણમાંથી એકનો અભાવ હોય પણ શક્તિ હોય તો તે હિતના પરિણામમાંથી જન્મેલી ચિંતાવાળો હોય અને ચિંતા કરનારો સક્રિય બને, હિતની ચિંતાવાળાને હિતનું પરિણામ ન હોય તે ન બને અને પરોપકાર કરનારને ચિંતા ન હોય તે ન બને. આ પ્રમાણે ત્રણે એક બીજા સાથે સંકળાયેલા છે. પરોપકાર પણ દયાની જેમ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે થાય છે. જીવના બાહ્ય હિતની ચિંતાથી જે જે કરાય તે દ્રવ્ય ઉપકાર છે અને આત્માના હિતની ચિંતાથી જે જે કરાય તે ભાવ ઉપકાર છે. દ્રવ્ય દયામાંથી દ્રવ્ય ઉપકાર જન્મે છે અને ભાવદયામાંથી ભાવોપકાર થાય છે. દ્રવ્ય ઉપકારની પણ ભાવોપકાર જેટલી જ જરૂર છે. દ્રવ્ય ઉપકાર કર્યા વિના સાચો ભાવઉપકાર થતો નથી. જીવને જે જે પીડા હોય, તેને જીવનમાં વિઘ્નો, સંકટો, ઉપદ્રવો સતાવતા હોય તે બધાને પણ દૂર કરવા પ્રયત્ન કરવો તે દ્રવ્ય ઉપકાર છે. ઉપકારનો બીજો અર્થ દાન પણ થઈ શકે, કેમકે જીવને જે જે વસ્તુની જરૂરિયાત હોય, જેના વિના તેનો જીવન નિર્વાહ ન થતો હોય, અર્થાત્ દુઃખી થતો હોય તેવી વસ્તુને, નીતિને બાધ ન આવે તેવી રીતે આપવી. દયાથી જરૂરિયાત પૂરી પાડવી તેનું નામ દ્રવ્ય ઉપકાર છે. તેવા દુઃખી જીવો ઉપર દ્રવ્ય ઉપકાર કર્યા પછી સાચો ભાવોપકાર કરી શકાય છે. ભાવ ઉપકારમાં તેને જ્ઞાનનું દાન કરવાનું હોય છે, દ્રવ્ય ઉપકારમાં જરૂરી વસ્તુનું દાન કરવાનું હોય છે આ પ્રમાણે બંનેમાં દાન જ છે. જીવ અજ્ઞાનથી પોતાના ભવભ્રમણની વૃદ્ધિ કરે છે તે વખતે તેના ઉપર ભાવ દયા ઉત્પન્ન થવાથી તેને સાચી સમજ આપીને સન્માર્ગે ચઢાવીએ તે ભાવોપકાર છે. તથા ભગવાને બતાવેલો માર્ગ તેને સૂઝે તે માટે જે કોઈ પ્રવૃત્તિ કરીએ તે બધો ભાવોપકાર જ ગણાય. આ ભાવોપકારની પ્રવૃત્તિ સાધુ ધર્મનું પાલન કરનાર વિવેકી મહાપુરુષો જ કરી શકે છે. કેમકે તેમના હૃદયમાં સકલ સત્ત્વ હિત વિષયક આશય રહેલો છે. તે કારણે જ અજ્ઞાની એવા હળુકર્મી જીવો સાધુ પાસે જ્ઞાનની માંગણી કરે છે. (ભીખ માંગે છે) તેઓ જાણે છે કે સાધુ ભગવંતોમાં સકલ સત્ત્વ હિત વિષયક પરિણામરૂપ ધર્મ રહેલો છે. તેઓ ભાવ દયાના ભંડાર છે. તેથી આ સંસારમાં ભટકતા, અથડાતા, કુટાતા આપણને સાચો રાહ બતાવીને આ ભયંકર અટવીમાંથી બહાર કાઢશે. સાચો રાહ બતાવવો એ જ તેમનું જ્ઞાનદાન છે અને સંસાર અટવીમાંથી બહાર કાઢે છે તે જ સાધકનો અંતર્નાદ 153 Page #174 -------------------------------------------------------------------------- ________________ તેઓનો ભાવોપકાર છે. આથી એ નક્કી થાય છે કે સાધુ ધર્મ એટલે સકલ સત્ત્વ હિતાશયરૂપ અમૃત પરિણામ એ પ્રણિધાન છે, મૈત્રી એટલે પરહિતચિંતા એ પ્રવૃત્તિ છે, તેમાં આડે આવતા કષાયાદિ અંતરંગ શત્રુઓ વિઘ્નરૂપ બને તેનો જય કરવો (પરિસહ સહનાદિ દ્વારા) તે વિનજય છે, ત્યાર બાદ પરોપકારની વૃત્તિ જાગવી તે સિદ્ધિ છે, ભાવોપકારથી તે જીવોને ધર્મ આપે તે વિનિયોગ છે અર્થાત્, સાધુ ધર્મ પમાડવો તે વિનિયોગ છે. આ પ્રમાણે સંપૂર્ણ સાધના સકલસત્ત્વહિતાશય મૈત્રી અને પરોપકારથી થાય છે. ર૪. સકલ સત્ત્વ હિતાશય વૈ.શુ. ૮, મીઠોઈ આ પ્રમાણે ૧. સકલ સત્ત્વ હિતાશય ૨. મૈત્રી અને ૩. પરોપકાર એ ત્રણેની સાધના એ જ શાસનની આરાધના છે. પ્રભુની આજ્ઞા આ જ છે. આ ત્રણે વસ્તુ શાસ્ત્રોમાં વ્યાપકપણે રહેલી છે તેનું સંશોધન કુશાગ્ર બુદ્ધિથી કરવામાં આવે તો આ ત્રણ સિવાયની સાધના તે સાધના ન કહેવાય એમ લાગ્યા વિના રહે નહિ. આ ત્રણ વસ્તુનો સમાવેશ એકમાં કરવામાં આવે તો સકલ સત્ત્વ હિતાશય અમૃત પરિણામરૂપ સાધુધર્મ છે તેમાં થઈ શકે. શાસ્ત્ર, શાસન, પરમાત્માની આજ્ઞા - આ બધા એકાર્થવાચી શબ્દો છે. શાસ્ત્રમાં ધર્મનું પ્રતિપાદન કરેલું છે એનો અર્થ એ છે કે જીવો પ્રત્યે હિતબુદ્ધિથી મુક્તિનો, સુખનો માર્ગ બતાવ્યો છે. તે ધર્મ સકલ સત્ત્વ હિતાશય અમૃત પરિણામરૂપ છે, તે પરિણામનું ફળ મૈત્રી છે. મૈત્રીનું ફળ પરોપકાર છે. મોક્ષ એટલે નિજ સ્વરૂપની પ્રાપ્તિ તેના માટેનો માર્ગ બતાવવો એટલે કે સત્ય સમજ આપવી. આ મોક્ષમાર્ગ બીજા જીવોના વિચાર સિવાય હોઈ શકે નહિ એ નક્કી થાય છે. પાંચ મોટાં પાપ-હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ એને પાપ કેમ કહ્યા ? તેમાં બીજા જીવોને પીડા છે. તે પાંચ પાપોથી સર્વને વિરામ પામવા માટે સાધુ ધર્મ છે. દેશથી વિરામ પામવા માટે શ્રાવકગૃહસ્થ ધર્મ છે. આ બંને ધર્મનું પાલન શી રીતે થાય ? પંચ મહાવ્રતના પાલનથી થાય. તેના માટે ૧. બીજા જીવોની હિંસા ન કરવી, તે માટે પ્રથમ વ્રતનું પાલન. ૨. બીજા જીવો સાથે જુઠ્ઠું ન બોલવું કેમકે અસત્ય વચન બીજાને પીડાકારક છે તે માટે બીજા વ્રતનું પાલન. બીજાની વસ્તુ ચોરવી નહિ કેમકે બીજાની વસ્તુ તેનાથી ગુપ્તપણે આંચકી લેવામાં આવે તે તેને દુઃખનું કારણ બને છે માટે ત્રીજા વ્રતનું પાલન. ૫. ૪. અબ્રહ્મનું સેવન ન કરવું, કેમકે તેમાં અસંખ્ય જીવોનો ઘાત છે તે માટે ચતુર્થ વ્રતનું પાલન. પરિગ્રહ એ મોટું પાપ છે તેમાં આરંભ-સમારંભથી અનેક જીવોનો વિનાશ અને પદાર્થ પ્રત્યે મમત્વ કરવાથી બીજા જીવોને આપણા તરફથી દુ:ખનું કારણ બને છે તે માટે પાંચમા વ્રતનું સાધકનો અંતર્નાદ ૩. 154 Page #175 -------------------------------------------------------------------------- ________________ પાલન. આ પ્રમાણે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણગુપ્તિનું પાલન આદિ સમગ્ર સાધુ ધર્મના આચારમાં સકલ સર્વી હિતાશય વ્યાપક રીતે રહેલો છે. શ્રાવક ધર્મમાં પણ એ જ પાપો દેશથી ત્યજ્યા છે. આ રીતે પરનું હિત કરવાથી ધર્મ થાય છે અર્થાતુ, સ્વ-હિત થાય છે, માટે જ પરહિતમાં સ્વહિત રહેલું છે, એમ વ્યવહાર નથી કહેવાય છે. નિશ્ચયનયથી સ્વહિતના ધ્યેયથી કરેલું પરહિત તે ધર્મ છે. જયાં પોતાના આત્માનું ધ્યેય નથી તે ધર્મ ન બને. આ રીતે પારસ્પરિક સમન્વય નયના ભેદથી થાય છે. છઠ્ઠા ગુણસ્થાનક સુધી વ્યવહાર પ્રધાન ધર્મ છે એટલે કે પરની સહાયથી ગુણઠાણાની પ્રાપ્તિ છે માટે નિમિત્તને મુખ્ય રાખીને, ઉપકારનું ચિંતન કરવાથી અહંકારાદિ દોષો ટળે છે અને ઉપર ઉપરની ગુણશ્રેણિએ ચઢી શકાય છે. માટે ત્યાં સુધી પરહિતમાં સ્વહિત માનવું ખૂબ જ જરૂરી છે. આઠમા ગુણસ્થાનકથી બારમા સુધીનો સમય અંતર્મુહૂર્ત છે. ત્યાં પહોંચવા માટે પરનું આલંબન નથી લેવાનું. સ્વના બળથી કર્મો સાથે ઝઝુમવાનું છે. માટે ત્યાં પહોંચ્યા પછી આ બધા પદાર્થોનો કોઈ વિચાર નથી. પરંતુ છ ગુણઠાણે રહીને જ સાધુ ધર્મની-અર્થાત્, ધર્મની સાધના કરવાની છે ત્યાં વ્યવહારને મુખ્ય રાખીને ચિંતન કરવાથી આત્માને ઉપકારક બને છે અને વ્યવહાર ધર્મમાં પરનું જ આલંબન મુખ્યત્વે રહેવાનું. જગતના જીવો, આપણો આત્મા અને શુદ્ધાત્મા-સિદ્ધ પરમાત્મા આ ત્રણ વિભાગમાં રહેલા આત્માઓને કેવી રીતે જોવા, જાણવા અને વર્તવું એ વ્યવહાર ધર્મ સાધવા માટે વિચારવાની જરૂર છે. કારણ કે આ ત્રણમાં સાધ્ય, સાધન અને સિદ્ધિ રહેલાં છે. સાધક આપણો આત્મા છે, સાધ્ય-સિદ્ધિ પરમાત્મા છે અને જગતના જીવો એ સાધન (આલંબન) છે. સાધક વ્યવહાર માર્ગમાં જગતના જીવો સાથે કેવી રીતે જીવે તો તે સિદ્ધિરૂપ સાધ્ય પામી શકે? અર્થાતુ, સાધન (આલંબન)નો ઉપયોગ કેવી રીતે કરવો ? તે માટે વ્યવહાર ધર્મ બતાવ્યો છે. જીવો સાથેના શુદ્ધ વ્યવહારને ધર્મ કહ્યો છે. ધર્મ અને સાધ્ય સિદ્ધિનું સાધન છે અને એ ધર્મ સકલ સત્ત્વ હિત વિષયક પરિણામરૂપ છે. આ વ્યવહાર ધર્મમાં જગતના સમગ્ર જીવોને આત્મ સમાન માનવા, જાણવા અને તે રીતે વર્તવું, બીજા શબ્દોમાં તેને આત્મસમદર્શિત્વ, આત્મ સમજ્ઞાતૃત્વ, આત્મ સમવર્તિત્વ કહેવાય છે અને તેને જ સમ્યગુ દર્શન, જ્ઞાન, અને ચારિત્ર કહ્યાં છે. માટે સાધક એવો આપણો આત્મા વ્યવહારથી સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના છઠ્ઠા ગુણઠાણે રહેલો સમગ્ર જીવરાશિ પ્રત્યે આત્મૌપજ્યભાવથી કરે છે. તે આત્મૌપજ્ય ભાવ ચોથે ગુણઠાણે હોય છે અને છદ્દે ગુણઠાણે સાધુને તે પ્રમાણે વર્તન હોય છે. તેથી બીજા જીવો સાથેના વર્તનમાં હિતનું પરિણામ હોવાથી મૈત્રી આદિ ભાવોમાં વર્તતો તે જીવ પરોપકાર કરે છે અને બીજા જીવોએ કરેલા ઉપકારને ભૂલતો નથી અર્થાતુ, કૃતજ્ઞી બને છે. જગતના જીવો, આપણો આત્મા અને સિદ્ધ ભગવંતો આ બધા જ આત્મા છે. “પયો ત્તાક્ષા” એ સૂત્રથી ઉપયોગ લક્ષણવાળા જીવો હોવાથી જીવત્વેન સર્વે સરખા છે. માટે જીવોને આત્મસમદર્શિત્વ સાધકનો અંતર્નાદ 155 Page #176 -------------------------------------------------------------------------- ________________ ભાવથી જોવાના છે અને આપણા આત્માને પરમાત્મસમદર્શિત્વ ભાવથી જોવાનો છે. માટે વ્યવહાર ધર્મમાં જગતના જીવોને આત્મસમદર્શિત્વભાવથી જોવા અને નિશ્વયથી આપણા આત્માને પરમાત્મસમદર્શિત્વ ભાવથી જોવો. વળી સમાન હોવાથી તે બધાને પરસ્પર સંબંધ છે. “પરસ્પરોપ્રદ નીવાના” આ સૂત્રથી તેમનો પરસ્પર સંબંધ સિદ્ધ થાય છે. આ પણ જીવનું લક્ષણ છે પણ સંબંધ બતાવનારું લક્ષણ છે. જીવોને સંબંધ હોવાથી પરસ્પર ઉપકાર-અપકાર થાય છે, તેને માનવો જોઈએ. સંબંધના કારણે નિગ્રહ માનવાથી બીજા જીવોને આપણા તરફથી નિગ્રહ ન થાય તે રીતે જીવીએ, જેથી સ્વ-પર અહિત ન થાય અને અનુગ્રહ માનવાથી બીજા જીવો તરફથી થયેલા ઉપકારો વિસરાતા ન હોવાથી કૃતજ્ઞતા ગુણ ખીલે છે. અર્થાતુ, કૃતદની બનીને બીજા જીવોને પીડા નથી ઉપજાવતો. કૃતજ્ઞતા ગુણથી અહંકાર ટળે છે. જે અહંકારને નાથવા માટે બધા ઉપાયો નિષ્ફળ જાય છે એવો અનાદિ કાળથી વકરેલો એ ભયંકર દુર્ગુણ છે. બીજાના ઉપકારને માનવા અર્થાત્ ભૂલવા નહિ તે કૃતજ્ઞતા ખીલવવાનો પરમ હેતુ છે. પરોપકાર કરવો અને પરના ઉપકારને ભૂલવા નહિ તે જ સાધના છે. હવે સિદ્ધ પરમાત્માને સાધ્ય જોતો આપણો આત્મા પરમાત્મસમદર્શી બને છે અર્થાતું, પોતાના આત્માને પરમાત્મ સમાન જુએ છે. કારણકે નિશ્ચય નયથી સત્તાએ પોતાનો આત્મા સિદ્ધ સમાન છે. છઠ્ઠા ગુણસ્થાનકે રહેલો જીવ અંતર્મુહૂર્તે સાતમા ગુણસ્થાનકને ન સ્પર્શે તો છા ગુણસ્થાનકે જીવ ટકી શકતો નથી. સાતમે ગુણઠાણે પોતાના સ્વરૂપમાં જીવ રમે છે. તે કયારે બની શકે? પોતાના શુદ્ધ-સ્વરૂપને ઓળખે તો તેને ઓળખવા માટે સિદ્ધ પરમાત્મા આલંબનરૂપ છે. માટે પરમાત્મ સમ સ્વઆત્માને જોવો તે નિશ્ચયથી સમ્યગુદર્શન છે, પરમાત્મ સમ સ્વઆત્માને જાણવો તે નિશ્ચયથી જ્ઞાન છે અને પરમાત્મા સમ સ્વઆત્મામાં રમવું તે ચારિત્ર છે. આ પ્રમાણે વર્તન કરવું તે નિશ્ચયથી ચારિત્ર છે અર્થાતુ, સ્વરૂપ રમણતારૂપ ચારિત્ર સિદ્ધ પરમાત્માના આલંબનથી પ્રાપ્ત થાય છે. સ્વરૂપ દર્શન તે નિશ્ચયથી સમ્યકત્વ. સ્વરૂપનું જ્ઞાન તે નિશ્ચયથી જ્ઞાન. સ્વરૂપમાં રમણતા તે નિશ્ચયથી ચારિત્ર. સ્વરૂપમાં સ્થિરતા તે નિશ્ચયથી તપ. આ પ્રમાણે વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ બન્નેની સાધના પર આત્માના આલંબને થાય છે. વ્યવહાર ધર્મ જગતના જીવોના આલંબને પ્રગટે છે અને નિશ્ચય ધર્મ પરમાત્માના આલંબને પ્રગટે છે. વ્યવહાર ધર્મની સાધના એ નિશ્ચય ધર્મમાં સાધનભૂત છે. કેમકે જીવો સાથેનો સંબંધ સાક્ષાત્ છે તેમાં જીવત્વનું દર્શન થાય છે તે પરોક્ષ એવા સિદ્ધાત્માની શુદ્ધતા તરફ આકર્ષે છે. સાધકનો અંતર્નાદ 156 Page #177 -------------------------------------------------------------------------- ________________ ૨૫. સકલ સર્વી હિતાશય વૈ.શુ. ૧૦, આરાધના ધામ સકલ સત્ત્વ એટલે સમગ્ર જીવરાશિ, તેના હિતનું પરિણામ. આ વિશ્વમાં જડ અને ચેતન એ બે દ્રવ્યો મુખ્ય છે. બીજા ચાર દ્રવ્યો તેનાં સહાયક દ્રવ્યો છે, જડ ચેતનથી ભરેલા આ વિશ્વમાં જડ કરતાં ચેતનની કિંમત વધારે છે. જે કાંઈ ચક્ષુથી નજરે પડે છે તે બધું ચેતનનું સર્જન છે. આપણે આ બે દ્રવ્યથી ભરેલા વિશ્વમાં રહીએ છીએ અર્થાતુ, મુસાફરી કરીએ છીએ. તે બંને દ્રવ્યો સાથેના સંબંધમાં કેવી રીતે રહેવું તેને શીખવનાર પરમાત્મા છે અર્થાત્ તેને જ ધર્મ કહેવાય છે કે બંને દ્રવ્યો સાથે સંબંધમાં આવેલા છે તો કેવી રીતે સંબંધ કરવો ? જેથી રાગ, દ્વેષાદિ જે આત્મધર્મ પ્રગટાવવા માટે બાધારૂપ છે તે બાધા ન કરે. એ માટે પ્રભુએ વ્યવહાર ધર્મ પ્રયોજ્યો છે. વ્યવહાર ધર્મ છઠ્ઠા ગુણઠાણા સુધી છે. માટે આપણે આત્મધર્મ પ્રગટાવવા પ્રથમ વ્યવહાર ધર્મની શુદ્ધિ કરવી જોઈએ. એ વ્યવહાર ધર્મમાં જડ ચેતન સાથેનો વર્તાવ કેવો જોઈએ એ શીખવાનું છે. પરમાત્માએ કહ્યું છે કે જડ પ્રત્યે વૈરાગ્ય કરવો અને ચેતન પ્રત્યે રાગ કરવો. જડ વસ્તુ પાંચ ઈન્દ્રિયોના વિષયો છે, જે જગતમાં ભરપૂર પડ્યા છે. તેના પ્રત્યેનું આકર્ષણ-રાગ, ચેતન એવા આપણને હંફાવી દે છે અર્થાતુ, તેને પરવશ પડેલો આત્મા પોતાના ધર્મને ભૂલી જાય છે. માટે જડ વિષયો પ્રત્યે શુભાશુભમાં મધ્યસ્થ રહેવું અર્થાતું, સારામાં રાગ અને નરસામાં ઠેષભાવ કરીને આત્માને મલિન ન કરવો પણ જ્ઞાતા-દ્રષ્ટાભાવે રહી સ્વ-ભાવમાં રહેવું. વિષયો તે વિભાવ છે. આત્માના ઘરની વસ્તુ નથી. આ તો જડ સાથે રહેવાનું બન્યું છે માટે સાચવીને તેની સાથે રહીને આપણું (આત્માનું) સિદ્ધિરૂપકર્મમુક્તિરૂપ કાર્ય સાધી લેવાનું છે. આ રીતે જડ સાથેનો વ્યવહાર ધર્મ, જ્ઞાતા-દ્રષ્ટાભાવે મધ્યસ્થ રહીને જડના સંબંધમાં રહ્યા છતાં પણ ચેતનનું જ કાર્ય કરવા માટે બતાવ્યો છે. માટે વિભાવમાં પરિણામને સાચવવાનાં છે. મલિન વૃત્તિઓને ઉત્પન્ન કરનાર વિભાવ છે, માટે ચેતને તેમાં ખૂબીથી પોતાનું કાર્ય કરી લેવાનું છે. સાથે રહેવું અને ખૂબી ન આવડે તો પોતાનું કાર્ય બગડે છે. વ્યવહાર ધર્મ ચેતનના કાર્યમાં સફળતા મેળવવા માટે અવિનાભાવી છે અર્થાતુ, વ્યવહાર ધર્મ વિના ચેતનનું કાર્ય થનાર નથી. ટૂંકમાં જડ પદાર્થો જે પાંચ ઈન્દ્રિયોના વિષયો છે તેની સાથેના સંબંધમાં જ્ઞાતા-દ્રષ્ટાભાવે રહેવું. ઈન્દ્રિયોનો સ્વભાવ જ્ઞાન કરવાનો છે અને છ મન જો તેમાં દલાલી ન કરે તો તે પોતે જ્ઞાનના સાધનરૂપ બને. નિર્જીવ બિચારી ઈદ્રિયો કાંઈ કરી શકતી નથી. પણ મન દલાલી કરે કે “આ સારું છે, આ ખરાબ છે માટે તેમાં રાગ-દ્વેષ કર. પણ તે વખતે મનને રાગ-દ્વેષના વિષયો, પદાર્થો એવા સામે ધરી દઈએ કે આત્માને કંઈ પણ નુકસાન ન થાય. અર્થાતું, આત્માને હિત કરનાર દેવ, ગુરુ, ધર્મ, આત્મા આદિ ઉપર રાગ કરવો અને આત્માનું અહિત કરનાર મોહાદિ ઉપર દ્વેષ કરવો. આ રીતે રાગસાધકનો અંતર્નાદ 157 Page #178 -------------------------------------------------------------------------- ________________ ષની પરિણતિનો વિષય જડને બદલીને ચેતનને બનાવી વળાંક આપવો જોઈએ. આ રીતે જડ ઉપર વૈરાગ્ય સાધવો અને ચેતન ઉપર રાગ સાધવો. ચેતન દ્રવ્યો ૧. પોતાનો આત્મા ૨. જગતના જીવો અને ૩. પરમાત્મા. આ ત્રણે ઉપર રાગ કઈ રીતે કરવો ? જીવત્વેન સજાતીયતાના સંબંધે રાગ કરવો. સ્વભાવ-વિભાવ એ કોઈ જુદો પદાર્થ નથી. પરિણતિનાં બે સ્વરૂપ છે. પરિણતિ જડ પદાર્થોમાં રહેવી તે વિભાવ, પરિણતિ ચેતનમાં રહેવી તે સ્વભાવ. હવે ચેતનમાં (સ્વભાવમાં) પરિણતિને રાખવા માટે શું કરવું? તે માટે જીવરાશિ માત્ર સાથે કેવો સંબંધ રાખવો તે શીખવાનું છે. તે શીખવા માટે સાધુ ધર્મ ઉપદેશ્ય છે. જેનું લક્ષણ “મદ સત્ત્વ દિતાશયરુપ મૃત પરિપામ વત્ સાધુધર્મ:” કહ્યું છે. તે પરિણામને વિકસાવવા, “રતિ દિતા મંત્રી' કહી છે અને તેને સક્રિય બનાવવા, દાન ધર્મ જેને પરોપકાર કહેવાય છે, તે બતાવ્યો છે. જીવરાશિ પ્રત્યે પ્રેમ-રાગ પ્રગટાવવા માટે ૧. જડ વિષયો પ્રત્યે વૈરાગ્ય જોઈએ. જડ પ્રત્યેનો રાગ જ જીવ પ્રત્યે દ્વેષ કરાવનાર છે. ૨. ચેતન પ્રત્યે તેના સંબંધમાં રહેવાની આવડત જોઈએ. તે માટે “પયા નક્ષUT” અને “પરસ્પરોપગ્રહો નીયાના” આ બે જીવનાં લક્ષણો સમજવાં પડશે. જીવનું લક્ષણ ઉપયોગ છે. કયા જીવનું? આપણા એકલાનું? ના, સમગ્ર જીવરાશિનું લક્ષણના સંબંધે એક બનેલા આપણે બીજા જીવો સાથે કંઈ લેવાદેવા ખરી ? હા, મારે શું ? એમ કરીને છૂટી શકાય તેમ નથી. તેના માટે જ ભગવાને આખો વ્યવહાર ધર્મ પ્રરૂપ્યો છે. ભગવાન કહે છે કે તમે એક જાતિના છો તેની સાથે સંપીને રહેવું, એક બીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનીને ફરજ અદા કરવી. તેમાંથી છૂટવા માંગો તો ન ચાલે, છૂટવા માંગો તે તમારી સજ્જનતા પણ ન ગણાય. માટે જીવો સાથે કેવી રીતે વર્તવું? તે વર્તન કેવાં પરિણામ હોય તો થઈ શકે ? વિગેરે વિસ્તારથી સાધુધર્મ પ્રરૂપીને આપણા ઉપર ઉપકાર કર્યો છે. સકલ જીવરાશિના ત્રણ વિભાગ પાડીને સંબંધનો નિર્ધાર કરવો છે. ૧. પોતાનો આત્મા ૨. જગતના જીવો ૩. અને કર્મમુક્ત આત્માઓ. પોતાનો આત્મા સાધક છે, સિદ્ધાત્મા સાધ્ય છે અને જીવ રાશિ સાધન છે. આ વ્યવહારથી સમજવું. નિશ્ચયથી પોતાનો (શુદ્ધ) આત્મા સાધ્ય છે શુદ્ધ-અશુદ્ધ આત્માઓ સાધન છે અને સાધક પોતાનો અશુદ્ધ આત્મા છે. વ્યવહાર ધર્મમાં સિદ્ધ પરમાત્માને લક્ષ્ય બનાવીને જગતના જીવોને વિષય (સાધન) બનાવવા દ્વારા સિદ્ધિ મેળવવાની છે. જગતના જીવોને વિષય બનાવીને આપણા પરિણામ સ્વરૂપ તેઓ પ્રત્યેના હિતને પ્રગટાવવા જોઈએ, જેથી તેઓ સાથેનો સંબંધ સુધરતાં જીવો સાથે ઐકય સાધીને મળી જવાય, એકમેક થઈ જવાય. સાધના કાળમાં પરિણતિ દ્વારા એકમેક થઈ જવાનું છે અને છેવટે સિદ્ધિ થતાં જ્યોતિમાં જ્યોતિરૂપે સદા માટે એક મેક થવાનું છે. સાધકનો અંતર્નાદ 158 Page #179 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયથી આત્મા સાધ્ય છે, આત્મગુણો પ્રગટાવવા તે લક્ષ્ય છે અને તેનો વિષય-સાધન જગતના જીવો અને સિદ્ધાત્માઓ છે, જે શુદ્ધાશુદ્ધ આત્માઓ છે તેને સાધનાનો વિષય બનાવીને આત્મસિદ્ધિરૂપ કાર્ય સાધવાનું છે. તેમાં જગતના જીવોના ત્રણ પ્રકાર ૧. ઉપકારી ૨. અપકારી ૩. ન ઉપકારી ન અપકારી (ઉભય) ઉપકારી સાથે કેવી રીતે વર્તવું ? અપકારી સાથે કેવી રીતે વર્તવું ? અને તે સિવાયના જીવો સાથે કેવી રીતે વર્તવું ? ૧. ઉપકારી સાથેનું વર્તન ઃ તેમના ઉપકારને સતત સ્મરણમાં રાખીને તેઓ પ્રત્યે કૃતજ્ઞતાપૂર્વક નમ્રતાથી વર્તવું. ઉપકારી નમસ્કરણીય છે, તેમના ઉપકારને યાદ કરી નિરંતર કૃતજ્ઞભાવ ધારણ કરવો જોઈએ. એ પ્રમાણે ન કરો તો ન ચાલે અર્થાત્, આપણો ગુનો છે. કારણ કે તમે સંબંધથી બંધાયેલા છો. માટે તે ગુનાનો દંડ, સજા અવશ્ય ભોગવવી પડે છે અર્થાત્, દુર્ગતિનાં દુ:ખ ભોગવવારૂપ સજા થાય છે. અરિહંત પરમાત્મા ત્રણ જગતના નાથ છે, રાજા છે. રાજા પ્રજાનો ન્યાય કરે છે, ન્યાય દ્વારા પ્રજાનું જતન કરે છે. તેમ અરિહંત પરમાત્મા ત્રણ જગતના રાજા છે. વિતરાગ પરમાત્મા કરુણાળુ હોવાથી જગતનો ન્યાય પોતે કરતા નથી પણ રાજ્ય ચલાવનાર ધર્મસત્તા અને કર્મ સત્તારૂપ બે સત્તાધીશો ન્યાય કરે છે. તેઓ કહે છે કે અરિહંત પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ ચાલશો તો તમે દુ:ખી થશો અને આજ્ઞા પ્રમાણે વર્તશો તો તમે સુખી થશો. અર્થાત્, દુર્ગતિના દુઃખરૂપ સજા કર્મસત્તારૂપ કર્મચારી સજા કરે છે. તે ન્યાયાધીશોએ કહ્યું છે કે અનંતા પરમાત્માની આજ્ઞા પ્રમાણે ચાલો તો કર્મચારીઓ સહાય કરશે. આજ્ઞા વિરુદ્ધ કરશો અગર ભૂલ કરશો તો દંડ કરશે. ઉપકારીના ઉપકારને સતત સ્મરણમાં રાખી તેમના પ્રત્યે કૃતજ્ઞી બનવું, કૃતજ્ઞી બનેલો ઉપકારીની સેવા, ભક્તિ, આદર, બહુમાન વિગેરે કરે, તેને આપણે ધર્મક્રિયા, અનુષ્ઠાનો કહીએ છીએ. તેના પાલન દ્વારા કૃતજ્ઞભાવ, નમ્રભાવને પ્રગટ કરવો, આમાં ‘નમો' ની સાધના છે. ૨. અપકારી સાથેનું વર્તન : અપકારીને આત્મસમદર્શિત્વ ભાવથી જોવા અને તેની સાથેનો વ્યવહાર સુધારવો. તેમાં ‘ક્ષમા’ની સાધના છે. અપકારીના અપરાધને માફ કરવા. આપણે પણ કોઈના અપકારી હોઈએ છીએ માટે આપણા અપરાધોની માફી માંગવી. કોઈ જીવ આપણો શત્રુ નથી, પૂર્વોપાર્જિત કર્મની પરાધીનતાથી જીવો સાથેનું તેનું વર્તન બરાબર ન હોય માટે તેને માફ કરવો જોઈએ અને તે પોતે કર્મથી પીડાઈ રહ્યો છે એમ ભાવદયા ધારણ કરવી જોઈએ અને આપણે બીજા જીવોને પોતાના આત્મસમાન માનીને વ્યવહાર સુધારવો. કોઈ જીવને પીડા-દુઃખ ન આપવાં. સુખ-દુઃખની લાગણી આપણી સમાન છે માટે તે જીવો આત્મસમ છે. માટે જેવું આપણા આત્માનું સુખ ઈચ્છીએ છીએ અને દુઃખ નથી ઈચ્છતાં અને વર્તન પણ તે રીતે કરીએ છીએ, તે રીતે સઘળા જીવો માટે કરવું તેને જ વ્યવહારથી ચારિત્ર ધર્મ કહ્યો છે. સાધકનો અંતર્નાદ 159 Page #180 -------------------------------------------------------------------------- ________________ આ રીતે ઉપકારીઓના આલંબનથી “નમો’ ની સાધના થાય છે અને અપકારીઓના આલંબનથી ખમોની સાધના થાય છે. આથી આપણો આત્મા નમ્ર બને છે. અનાદિકાલીન અહંકારની ટેવને સુધારે છે અને “ખમોથી સહનશીલ બને છે. તેમાં સમતાની, સામાયિકની સાધના છે. આ રીતે નમસ્કાર અને સામાયિકની સાધના કરીને અવિચલ એવું સકલ જીવોની સાથેનું સમાનપણું સિદ્ધ કરવાનું છે. અર્થાતુ, સમભાવ સિદ્ધ કરવાનો છે. ૩. ત્રીજા પ્રકારના જીવો ઃ અત્યારે આ જીવનમાં કોઈ તેમનો પ્રત્યક્ષ ઉપકાર પણ નથી અને અપકાર પણ નથી. તેની સાથે કેવી રીતે વર્તવું? અર્થાતુ, તેઓ પ્રત્યે કેવો ભાવ રાખવો ? કોઈ પણ જીવને જોઈને ઉપકારી-અપકારી ન હોવાથી કોઈ પણ જાતનો ભાવ ન જાગે અગર ઉપેક્ષા, માધ્યસ્થપણું રહે તો તે આપણો ગુનો છે. જીવને જોઈને આનંદ નથી થતો તે જીવ પ્રત્યેનો નિરાદરભાવ છે. જીવ એટલે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંત ગુણનો સ્વામી. તેની કોઈ કિંમત આપણે આંકીએ નહિ તે. જીવ પ્રત્યેની બેદરકારીથી તેના મહત્ત્વની ઊણપ પ્રગટાવીએ છીએ. જીવની કિંમત ન કરવી તે સર્વ જીવતત્ત્વ પ્રત્યેનો અનાદર છે, તેથી જીવની આશાતના થાય છે. અગર એ મહાન તત્ત્વની આશાતના છે. આત્મા આત્માને જોઈને હરખાય નહિ તો તે મહાન દોષ છે. આ રીતે જીવરાશિ પ્રત્યે હિતના પરિણામમાં સાધુધર્મનું અસ્તિત્વ છે. તેમાં ઉપકારી પ્રત્યે નમસ્કાર, અપકારી પ્રત્યે ક્ષમા અને તે સિવાયના જીવો પ્રત્યે ઉપેક્ષા-મધ્યસ્થતા છોડીને જીવત્વને નિહાળીને આનંદ-પ્રમોદ થવો. આ સાધનાથી સર્વ સત્ત્વ હિતાશય સધાય છે. ઉપકારીનું હિત, તેમના પ્રત્યે આપણે કૃતજ્ઞભાવથી નમવું તે છે. અપકારીનું હિત, તેમના પ્રત્યે આપણે ક્ષમા રાખી સહન કરવું તે છે. બાકીના જીવોનું હિત, તેમની જીવ હોવાની કિંમત આંકીને હર્ષિત થવું તે છે. ર૬. શિવમસ્તુ સર્વ જગતઃ અ.વ. ૫, ૨૦૪૩, સુવાસ બંગલો, જામનગર સવિ જીવ કરું શાસન રસી. પરમાત્માનો ભાવ છે સવિ જીવ કરું શાસન રસી. તે ભાવ એટલે જગતના સર્વ જીવના હિતનો ભાવ. તે ભાવ એટલે જગતના સર્વ જીવો સુખી થાઓ એ ભાવ. તે ભાવ એટલે જગતના સર્વ જીવોમાં કોઈ પણ જીવ દુઃખી ન થાઓ. તે ભાવ એટલે જગતના સર્વ જીવોના પરમ પદની પ્રાપ્તિનો ભાવ. તે ભાવ એટલે જગતના સર્વ જીવોની સર્વ ઈચ્છાની તૃપ્તિનો ભાવ. તે ભાવ એટલે જગતના સર્વ જીવોના ચૈતન્ય સ્વરૂપના પ્રાગટયનો ભાવ. સાધકનો અંતર્નાદ 160 Page #181 -------------------------------------------------------------------------- ________________ તે ભાવ એટલે સમગ્ર વિશ્વને આત્માનંદમાં કલ્લોલ કરતું દેખવાનો ભાવ. તે ભાવ એટલે સમગ્ર વિશ્વને જ્ઞાનોદધિમાં ડુબકી મારીને પરમ સુખને અનુભવતું જોવાનો ભાવ. તે ભાવ એટલે સમગ્ર વિશ્વને પરમ પરમ પરમ આત્મલીનતાના સુખને ચખાડવાનો ભાવ. આ ભાવનાના ફળ સ્વરૂપે તીર્થકર પદ અનંત અરિહંત પરમાત્માઓએ મેળવ્યું છે. એ પદ કોઈ વિશેષ પ્રકારની બાહ્ય સુખ, સમૃદ્ધિ, વૈભવનું પદ નથી. હા, ગુણ સંપત્તિ છે તેને બતાવે છે, પણ તે ગુણ સંપત્તિનું પ્રાગટ્ય સિદ્ધ પરમાત્મામાં છે, પરંતુ અરિહંત પરમાત્મામાં એટલી વિશેષતા છે કે જે ભાવ દ્વારા અનંત જીવોના પરમ સુખની ઈચ્છા-ભાવના પ્રગટી છે, તે તેમના સિવાય બીજા કોઈમાં હોતી નથી અને એ ઉત્કૃષ્ટ ભાવનાના ફળ સ્વરૂપે દેવેન્દ્રો, નરેન્દ્રો, અસુરેન્દ્રોની વિશિષ્ટ પૂજાને પામીને અનેક ભવ્ય જીવોના સુખના માર્ગદર્શક બની માર્ગદાતા-સુખદાતાનું બિરૂદ પ્રાપ્ત કરે છે અને ભાવ દયાના સ્વામી એવા પ્રભુ અનેક જીવોના કરુણાળુ પરમાત્મા આશ્રયદાતા બની તીર્થંકર નામ કર્મને ખપાવે છે અને પછી સ્વ સ્વરૂપને પામેલા પોતે અનંત સુખના ભોક્તા બને છે. ૨૦. અરિહંત પ્રભુના ગુણોનું ધ્યાન દાસીન્યમ્ ફા.વ. ૧૪, ૨૦૪૪, નવાગામ અરિહંત પરમાત્મા પ્રવ્રજ્યા સ્વીકારે છે ત્યારે તેમનામાં જગતના જડભાવો પ્રત્યે ઔદાસી ભાવ હોય છે અને ત્યાર પછી આત્માની ખોજ કરવા માટે જંગલમાં એકલા ચાલ્યા જાય છે, તેમના પ્રત્યે ગુણના રાગથી ખેંચાયેલા અનેક આત્માઓ તેમની સાથે પ્રવજ્યા સ્વીકારે છે. છતાં તેમનો ઔદાસી ભાવ અખંડ રહે છે અને વિહાર કરીને જાય છે ત્યાં એકાંત પ્રદેશમાં કાયોત્સર્ગમાં રહે છે પરમાત્મા કાયોત્સર્ગમાં કાયાથી સ્થિર, વચનથી મૌન અને મનથી ધ્યાનમાં રહે છે. તે વખતે ત્રણે યોગની સાધના કરે છે. સાધ્ય આત્મા છે, તેમાં સાધનભૂત ત્રણ યોગને સ્થિર કરી આત્માની સ્થિરતા સાધે છે. પરમાત્માને ત્રણ યોગને સ્થિર કરવાની જ સાધના હોય છે તે સિવાયના નિઃસર્વ જીવોને અશુભમાંથી શુભમાં યોગને પ્રવર્તાવવાનો અભ્યાસ કરવાનો હોય છે, ત્યાર પછી શુદ્ધમાં (સાધ્ય-આત્મામાં) જોડાઈને સ્થિર કરવાનો અભ્યાસ કરવાનો હોય છે. પરમાત્માએ અશુભમાંથી શુભમાં પ્રવર્તાવવાનો અભ્યાસ અનેક ભવોમાં કરીને યોગશુદ્ધિ કરી લીધેલી છે તેથી જ જડભાવો પ્રત્યે જન્મથી જ ઉદાસીન હોય છે. છતાં યોગો પ્રવૃત્ત હોવાથી હવે આગળની સાધનામાં આત્માની સ્થિરતા, યોગોની સ્થિરતા દ્વારા કાયોત્સર્ગથી કરે છે અને તે માટે પ્રવ્રજ્યા સ્વીકારે છે અને તે દિનથી જ તે સાધનાનો આરંભ (કાયોત્સર્ગમાં રહેવું) કરી દે છે અને ઔદાસીન્યની ટોચે પહોંચેલા પ્રભુ પોતાના આત્મામાં સ્થિરતાનો અનુભવ કરે છે. આ ઔદાસીન્યની સાધનાનો આપણે પણ અહીંથી જ અભ્યાસ શરૂ કરવાનો છે. ત્યાગ-વૈરાગ્ય પણ તે માટે જ છે, ત્રણે એગોની અશુભ પ્રવૃત્તિથી અટકવા માટે ત્યાગ-વૈરાગ્ય છે. અર્થાતુ, ત્યાગ વૈરાગ્ય એ જ યોગોની શુભ પ્રવૃત્તિ છે. ત્યાગ-વેરાગ્ય દ્વારા જડ ભાવો તરફ આકર્ષાયેલા યોગો નિવૃત્તિ સાધકનો અંતર્નાદ 161 Page #182 -------------------------------------------------------------------------- ________________ લે છે અથવા પાછા ફરે છે તે કારણથી આત્મા ઉદાસીન બને છે. આ ઉદાસીનતા એ વિષયોના અભાવની દીનતામાંથી પ્રગટેલી નથી, પણ આ ઉદાસીનતા આત્માની સ્વતંત્રતામાંથી પ્રગટેલી છે. હું સ્વતંત્ર છું, માટે યોગોને પરવશ બનીને તેની ઈચ્છાથી શા માટે વિષયો તરફ આકર્ષાઈ ને હું મારી સ્વતંત્રતાને તેના આધીન બનાવું? દુઃખી થાઉં? એમ ખુમારીથી પોતાની સ્વતંત્રતાના સ્મરણથી જડ ભોગો તરફ દુગંછા કરતો, પોતાના શુદ્ધ સ્વરૂપની રમણતાના ભોગનો આસ્વાદ કરવા ઈચ્છતો, જડ ભાવો તરફ ઔદાસીન્ય ભાવથી ત્રણે યોગોને સ્વમાં સ્થિર થવા માટે ઉપયોગ કરી આત્મામાં સ્થિર થયેલો પોતે યોગોને છોડી દેવા તરફના લક્ષ્યવાળો બને છે અને છેવટે બાહ્ય યોગોને પણ છોડીને ચૌદમે ગુણસ્થાનકે પહોંચેલો એક ક્ષણવારમાં સિદ્ધિ સદનમાં પહોંચી જાય છે અને ત્યાં અનંતકાળ સુધી સ્વતંત્રતાનું સુખ ભોગવે છે. ૨૮. અરિહંત પ્રભુના ગુણોનું ધ્યાન આહૈત્યમ્ કા.વ, Oll, ૨૦૪૪, નવાગામ પરમાત્મા સાધના કાળમાં ઔદાસીન્યની ટોચે પહોંચેલા પૃથ્વી પર વિચરે છે અને આત્માની અંદર લીન થાય છે. કાયોત્સર્ગ દ્વારા આત્મામાં સ્થિરતાની સાધના દરમ્યાન કર્મ શત્રુઓને હઠાવવા શ્રેણિમાં ચઢેલા પ્રભુ આત્મપુરુષાર્થ કરે છે તે પુરુષાર્થ પણ સ્થિરતા રૂપ જ છે. તેમાં પોતાના ગુણોનો ઉપયોગ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર દ્વારા કર્મ શત્રુઓને ખંખેરી કાઢે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે પછી અરિહંત બનેલા પ્રભુને (સમવસરણમાં બેઠેલા) આઈજ્ય પ્રગટેલું હોવાથી ત્રિભુવનની પૂજાને યોગ્ય બનેલા તે ચારે અતિશયથી યુક્ત બને છે. અષ્ટ પ્રાતિહાર્ય, ચાર અતિશય, ૩૪ અતિશય, ૩૫ વાણીના ગુણો વગેરે આહત્ય શક્તિરૂપ છે, તે આહત્ય શક્તિનું બાહ્ય સ્વરૂપ છે. આઈજ્યનું અત્યંતર સ્વરૂપ લોકાલોકના પ્રકાશરૂપ કૈવલ્ય છે જેથી તેના પ્રભાવે જગતના સર્વભાવોને એકી સાથે જુએ છે, જાણે છે અને અવ્યાબાધ સુખનો ભોગવટો કરે છે. - આ આહત્યનું સ્વરૂપ અકથનીય છે કારણ કે તે અનુભવગમ્ય છે, તે સકલ અરિહંતોમાં રહેલું છે એટલે “સત્તાાર્દનું પ્રતિષ્ઠાન-પ્રાર્ટી” છે. વળી મોક્ષ લમી તેમાં રહેલી છે. આ હત્ય શકિત જ મોક્ષ લક્ષ્મીને પ્રાપ્ત કરાવનાર છે, માટે “ઉધષ્ટાનું વિચ: કાર્દામા'વળી ત્રણે જગતનું સ્વામીત્વ તેમાં રહેલું છે. આ આહત્ય શકિતથી જ ત્રણ જગતના ઈશ પરમાત્મા બને છે. માટે “મૂર્ખવા સ્ત્રીશાન” છે. આવું અદ્ભુત આહત્ય (આત્મશક્તિ) પરમાત્માને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય પછી પ્રગટે છે. પરમાત્મામાં ઔદાસીય જન્મથી માંડીને હોય છે. તે દાસીન્ય સંયમ પ્રાપ્ત થયા પછી ટોચે પહોંચેલું સાધનાની અગ્રિમતાને પ્રાપ્ત કરાવે છે. સાધના કાળમાં છેલ્લે સ્વભાવસ્થ બનેલું ઔદાસીન્ય આહત્યને પ્રગટાવે છે. તે આહત્યનું સ્વરૂપ અરિહંતોમાં પ્રગટપણે છે. તે તેમાં બાહ્ય સ્વરૂપથી દેખાય છે. તેનું અંતરંગ સાધકનો અંતર્નાદ 162 Page #183 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ ત્રિકાલાબાધિત છે. તેના દ્વારા પરમાત્મા જયાં જયાં વિચરે છે ત્યાં-ત્યાં સવાસો જોજનમાં જીવોને રોગાદિ થતા નથી, સમવસરણમાં જાતિ વેર ભૂલી જાય છે, સમવસરણના પગથિયાં જીવો થાકયા વિના ચઢી જાય છે વિગેરે વિગેરે અનેક શક્તિ પ્રગટે છે જેને અતિશય કહેવાય છે. તે અંતરંગ સ્વરૂપનું ધ્યાન કરવા માટે આહત્ય વિશ્વવ્યાપી ચિંતવવું અને તેનાથી સમગ્ર જગતનું રક્ષણ થાય છે. પોતાના દિવ્ય પ્રભાવથી અનેક જીવોને ધર્મ સમ્મુખ કરે છે. તેનો મંત્ર છે હ્રીં શ્ર અઈમ્ નમઃ | ર૯. અરિહંત પ્રભુના ગુણોનું ધ્યાના જ્ઞાતૃત્વ મા.શુ. ૨, મીઠોઈ પરમાત્માનું જ્ઞાતૃત્વ અદ્ભુત છે, તેમની સમજ તીક્ષ્ણ અને જ્ઞાન અગાધ છે, તેની તુલનામાં ત્રણ ભુવનમાં કોઈ પણ આવી શકે તેમ નથી અને એજ કારણે તેમનો વૈરાગ્ય જ્વલંત છે. વૈરાગ્ય એક એવી અદ્ભુત વસ્તુ છે કે જેનામાં હોય તે અપૂર્વ સમાધિ રસમાં ઝીલે છે કારણ કે, તે જીવને જડ પ્રત્યેનું આકર્ષણ ઓછુંને ઓછું થતું જાય છે, જે આકર્ષણ અસમાધિને ઉત્પન્ન કરનાર છે. આપણા શરીરથી માંડીને જે કોઈ વસ્તુ દેશ્ય છે તે સર્વ વસ્તુ પુદ્ગલ છે તેના પ્રત્યે તીવ્ર રાગ જ અસમાધિ ઉત્પન્ન કરે છે. તેને તોડવા માટે વૈરાગ્ય જોઈએ, જયારે જગતના તમામ પદાર્થો પ્રત્યે (ચેતન દ્રવ્યને છોડીને) ઉદાસીનભાવ આવે ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ઉદાસીનભાવ એટલે મધ્યસ્થભાવ, નહિ રાગ કે નહિ કેષ, નહિ મમ કે નહિ તવ, નહિ સ્વાર્થ કે નહિ પરાર્થ-જડાર્થ. આ વસ્તુ જયારે સિદ્ધ થાય ત્યારે તટસ્થ બનેલો જીવાત્મા સ્વ દ્રવ્ય પ્રત્યે આત્મ તત્ત્વ પ્રત્યે રુચિવંત બને છે. પછી પર-જડ વસ્તુ તેને લોભાવી શકતી નથી. તેથી જવલંત વૈરાગ્ય જડ વસ્તુ પ્રત્યે જાગે છે અને સ્વની શોધમાં પડે છે. પ્રભુ પણ જન્મથી માંડીને જ વેરાગી હોય છે. કારણકે ત્રણ જ્ઞાનના સ્વામી જગતના જડ ભાવોને સમજે છે કે તે આત્માથી જુદા છે, વળી તે પોતાના નથી, પરાયા છે. તેનાથી આપણો પરમાર્થ સધાતો નથી. તેથી તેની સાથે કામ લેવા પૂરતો સાથે રાખીને અલિપ્તભાવે વિચરવું, એ જ તેમનું જીવન બની રહ્યું હોય છે. આથી જ તીવ્ર વૈરાગ્યવંત પ્રભુ દરેક અવસ્થામાં-સંયોગોમાં પરમ સમાધિમાં ઝીલી અપૂર્વ સમતા રસમાં તરબોળ બની આનંદ અને સુખમગ્ન બની રહે છે, તે પ્રભુનાં ચરણો સદા-સદા મારું શરણ હો. જેના દર્શનથી મારો વૈરાગ્ય જવલંત અને પરિપકવ બને. ૩૦. અરિહંત પ્રભુના ગુણોનું ધ્યાન ઔચિત્યમ્ માં.શુ. ૧, ૨૦૪૪, પડાણા પરમાત્માના ગુણો લોકોત્તર છે, તેને લૌકિક ગુણોની સાથે સરખાવી શકાય તેમ નથી. અરિહંત પરમાત્મા ઔચિત્યના ભંડાર છે. જે ઔચિત્યને લોક ભાષામાં વિવેક કહે છે. જેની જેવી કક્ષા હોય તે પ્રમાણે તેના પ્રત્યે ઔચિત્યને ચૂકતા નહિ. ઔચિત્ય ત્રણ યોગોથી થાય છે. સાધકનો અંતર્નાદ 163 Page #184 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા દરેક જીવોને આત્મવત્ માને છે, છતાં જીવોને કર્મના (વિપાક) નિયમ પ્રમાણે ભિન્ન ભિન્ન આકારાદિ જાતિ આદિ પ્રાપ્ત થયેલા છે. તે જીવોની સાથે કેવું ઔચિત્ય કરવું તે ત્રણ જ્ઞાનના સ્વામી પરમાત્મા જાણે છે તેથી એવા પ્રકારનું ઔચિત્ય કરે છે કે તે જીવ પ્રસન્નતાને પામે છે અને તે ગુણ પણ ટોચનો હોવાથી પોતાની ભૂમિકા પ્રમાણે દરેક જીવો સાથે કયાંય પણ પૂનાધિકતા થતી નથી અને તે ઔચિત્ય ગૃહસ્થાશ્રમમાં જ હતું એમ નહિ પણ સંયમ લીધા પછી આત્મવત્ સર્વ જીવોને જોતા પ્રભુ તેને જરા પણ પીડા ન ઉપજે તે રીતે જીવન જીવતા હતા. તે તેમનું સંયમ ગ્રહણ કર્યા પછીનું ઔચિત્ય હતું અને શ્રેણિમાં ગયા પછી દરેક જીવો સાથે શુદ્ધ દ્રવ્ય નયથી એકતા સાધતા અભેદને પામેલા સર્વત્ર શિવત્વને જોતા તે તે જીવોમાં મળી જતા. ઔચિત્યની ટોચને સિદ્ધ કરી સ્વભાવસ્થ બની ગયેલી તે ઔચિત્યના કારણે સદા જગતના જીવોને તેમનું દર્શન આનંદકારી બની ગયું હતું. ઔચિત્ય માટે નમ્રતા જોઈએ છે. અહંકારીને ઔચિત્ય સેવન દુર્લભ છે. પ્રભુ જન્મથી જ નિરાભિમાની હોવાથી એક પણ દુર્ગુણ તેમને સ્પર્યો ન હતો. બાલ્યકાળમાં માતા પિતા સ્વજનાદિનું ઔચિત્ય એવા પ્રકારનું સેવ્યું કે તેમનું મુખ જોઈને દરેકને આનંદની ઊર્મિઓ ઉછળતી હતી. ઔચિત્ય એટલે જે કાળે જે વ્યક્તિ માટે જે ઉચિત હોય તેવો વ્યવહાર કરવો તે સ્થૂલ ઔચિત્ય છે. તે પછી આગળ આગળ જતાં તેમાંથી આત્મ સંબંધથી જીવો સાથે યૌગિક વ્યવહાર સાથે આત્મિક વ્યવહાર કરવો તે મધ્યમ ઔચિત્ય. તેથી આગળ, દરેક જીવોની સાથે કેવળ શુદ્ધ આત્મદ્રવ્યથી શુદ્ધ આત્મદ્રવ્ય સાથે મિલન કરવું તે ઉત્તમ ઔચિત્ય. ૩૧. પંચ કલ્યાણક માં.શુ. ૧૨, મોટા માંઢા અનાદિ કાળથી ભટકતા આ જીવને આટલે ઊંચે લાવનાર હોય તો પંચ પરમેષ્ઠિ ભગવંતો છે. તેમાં અરિહંત પરમાત્મા માર્ગ બતાવનાર છે, સિદ્ધ ભગવાન સિદ્ધિને પામેલા છે, આચાર્ય ભગવંત તે માર્ગનું પાલન કરનારા છે, ઉપાધ્યાય ભગવંત તે માર્ગનું જ્ઞાન આપનાર છે, સાધુ ભગવંત તે માર્ગની સાધના કરનારા છે અર્થાતુ, તે માર્ગે ચાલનાર છે. એવા અનંત અનંત ઉપકારોને વરસાવનાર અરિહંત પરમાત્માના પાંચે કલ્યાણક ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ-જગતના જીવોનું કલ્યાણ કરનારા છે. અરિહંત પરમાત્માનું ચ્યવન થયું, માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પ્રભુનું ભવમાં ભટકવાનું બંધ થયું. નિશ્ચિત થઈ ગયું કે હવે પરમાત્માને ગર્ભમાં રહેવાનું આ છેલ્લું જ છે. પરોપકાર માટે જ આ છેલ્લો ભવ મનુષ્યગતિમાં આવ્યા. જીવ અનાદિ કાળથી છે અને આ સંસારમાં ભ્રમણ કરે છે તે પણ અનાદિ કાળથી અને તેનું સાધકનો અંતનાદ 164 Page #185 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધન પણ અનાદિથી છે. માટે સંસારભ્રમણ દુઃખરૂપ છે, એ ભ્રમણનું ફળ પણ દુઃખ જ છે અને દુઃખની પરંપરાનું સર્જન કરનાર છે. એ સંસારના ભ્રમણનો નાશ કરવા માટે શુદ્ધ ધર્મની સાધના કરવી જોઈએ. શુદ્ધ ધર્મને સાધવા માટે પાપનો વિગમ કરવો જોઈએ અને પાપનો વિગમ કરવા માટે તથા ભવ્યત્વનો પરિપાક થવો જોઈએ તે પરિપાક માટે - ૧. અરિહંતાદિ ચારને શરણે રહેવું જોઈએ. ૨. દુષ્કતનિંદા કરવી જોઈએ. ૩. સુકતાનુમોદન કરવું જોઈએ. શરણે રહેવા માટે તેમની (અરિહંતાદિની) ભક્તિ કરવી જોઈએ. ભક્તિ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે થાય છે. દ્રવ્યથી-દેવ, દાનવ, મનુષ્ય વગેરે ઉત્તમ પ્રકારના દ્રવ્યથી કરે છે. ભાવથી-મનુષ્ય અને તેમાંય સાધુ ભગવંત તેમની આજ્ઞાપાલન દ્વારા સંપૂર્ણ ભક્તિ કરે છે. અરિહંત પરમાત્માની ઉત્કૃષ્ટ દ્રવ્ય ભક્તિ તેમના પંચ કલ્યાણકના અવસરે વિશિષ્ટ દ્રવ્યોથી દેવો કરે છે. પંચ કલ્યાણકમાં ભગવાનનું પ્રથમ કલ્યાણ ભગવાનનું સ્વર્ગમાંથી ચ્યવન થાય છે ત્યારે આખા દેવલોકમાં અરે ! ત્રણે ભુવનમાં આનંદ આનંદ થાય છે, જયાં નિરંતર દુ:ખ દુઃખને દુઃખ જ છે એવા નરકમાં પણ ક્ષણવાર એવો ઉદ્યોત થાય છે, જેથી નરકના જીવો નરકગતિના કારમાં દુઃખોની અંદર શાંતિ અને સુખનો અનુભવ કરે છે. પ્રભુની તે પ્રકારની સકલ જીવ રાશિના સુખની ભાવનાથી, દુઃખમુક્ત કરવાની ભાવનાથી તેવો આત્માની નિર્મળતાનો પ્રવાહ સકલ વિશ્વમાં ફેલાય છે જેથી નરક અને નિગોદના જીવો જે સતત દુઃખમય જીવન પસાર કરે છે તેને ક્ષણિક સુખનો અનુભવ થાય છે અને “સવિ જીવ કરું શાસન રસી' તે ભાવનાની પ્રચંડ શક્તિ ઈન્દ્રના સિંહાસનને પણ ડોલાવે છે. ઈદ્ર પણ અવધિજ્ઞાનથી પ્રભુનું આગમન આ ભરતક્ષેત્રમાં અથતુ, મનુષ્ય લોકમાં થયું જાણી ખૂબ હર્ષિત થાય છે અને એમ વિચારે છે કે જે તીર્થની આપણે રાહ જોતા હતા, જે તીર્થ દ્વારા અનેક જીવોને દુઃખ મુક્તિનું માર્ગદર્શન મળવાનું છે, સાચી દષ્ટિ પ્રાપ્ત થવાની છે તેને પ્રવર્તાવનાર એક મહાન વિભૂતિ આ મનુષ્ય લોકમાં પધારી છે, સર્વત્ર આનંદ આનંદ છવાઈ જાય છે. ઈદ્ર પણ સિહાસન ઉપરથી એકદમ ઊભા થઈને તેમનું બહુમાન કરે છે, તેમની સામા સાત-આઠ ડગલાં જઈને પ્રણામ કરે છે અને બે જાનુ ભૂમિ ઉપર સ્થાપન કરીને તેમના પ્રત્યે અતિ ઉત્તમ ભક્તિ સભર એવા ઉત્તમ પ્રકારના શબ્દોથી ગદ્ગદિત સ્વરે તેમની સ્તુતિ કરે છે અને હૃદયની અંદર તેમને સ્થાપિત કરે છે ત્યાર પછી વારંવાર પોતાના નિર્મળ અવધિજ્ઞાનથી જુએ છે, નમે છે, સ્તુતિ કરે છે, બહુમાન ધારણ કરે છે અને નંદીશ્વર દ્વીપમાં જઈને અષ્ટાબ્દિકા મહોત્સવ કરે છે. એક મહાન આત્મામાં ત્રિભુવનને ડોલાવવાની શક્તિ છે, તેમાં મૂળભૂત કારણ હોય તો તેમની સાધકનો અંતર્નાદ 165 Page #186 -------------------------------------------------------------------------- ________________ સવિ જીવ કર શાસન રસી’ એ ભાવના જ છે. પરાર્થની ભાવનામાંથી આ સર્જન થાય છે. એ મહાન વિભૂતિ, ત્રિભુવનપતિ, ત્રિલોકેશ્વર, ત્રિજગનાથ વિગેરે વિગેરે બિરૂદન-વિશેષણો પામેલા છે તેનું કારણ તેમણે કોઈ જીવને સુખી કરવાની ભાવનામાંથી બાદ કર્યો નથી. જડ ચેતન આખું જગત તેમની આજ્ઞા નીચે રહેલું છે તે સદા ત્રિજગત્પતિની આણને વહન કરવા તત્પર છે અર્થાત્ આણ વહન કરવી પડે છે, વહન ન કરે તો કર્મ સત્તાના ગુનેગાર બનેલા જીવને દુ:ખ સહન કરવું પડે છે. તે પરમાત્મા ધર્મના આદિ કરનારા છે, કેમકે ધર્મને પ્રગટ કરવાના મૂળભૂત કારણ હોય તો અરિહંત પરમાત્મા જ છે. તેઓ તીર્થને કરનારા છે કારણકે તે ધર્મ પ્રગટ કરવા માટે ત્યાં પહોંચવા અગર તે મોક્ષ સાગરમાં પ્રવેશ કરવા માટે અને સંસાર સાગરથી ઉતરવા માટે આરો છે. અર્થાતુ, પુલની જેમ અરિહંત પરમાત્મા આત્મ સ્વરૂપે પ્રગટ કરવામાં મદદ કરે છે, પુષ્ટ આલંબન છે. પ્રભુ સ્વયંબોધ પામેલા છે, કેમકે પોતે જ બોધક છે, તેમના સિવાય બીજા કોઈ બોધક બની શકતા નથી. ત્રણ જ્ઞાન સહિત જન્મ જેણે લીધો છે તેમને બીજાના બોધની જરૂર નથી, પ્રભુ જ્ઞાની છે, સાથે સાથે જગતના પદાર્થોની સમજ છે. પ્રભુ જગતના સર્વ પુરુષોમાં ઉત્તમ છે, બધા પશુઓમાં સિંહ જેમ વનરાજા છે તેમ અતિ બળવાન એવા કર્મ શત્રુઓને ભય પમાડવામાં સિંહ જેવા છે. પ્રભુ, જેમ બીજા કમળો કરતાં પુંડરિક કમળ ઉત્તમ છે તેમ ચારે બાજુ તેમના ગુણોની સુવાસ ફેલાવાથી પુરુષોમાં ઉત્તમ કમળ સમાન છે. બીજા હાથીઓના મદને ઉતારનાર જેમ ગંધ હસ્તી છે તેમ ભગવાન બીજા પુરુષોમાં ઉત્તમ ગંધહસ્તિ સમાન છે, જેથી કુવાદિઓના મદને ઉતારી નાંખે છે. આ ત્રણે લોકમાં ઉત્તમમાં ઉત્તમ હોય તો અરિહંત પરમાત્મા તમે જ છો, ત્રણ લોકના નાથ પણ તમે જ છો કારણકે તમે જ ત્રણે લોકના જીવોનું યોગ અને ક્ષેમ કરનારા છો. ત્રણે લોકનું હિત પણ તમે જ છો, જે કાંઈ જીવોને હિત કરનારું છે તે બધું તમારામાં જ છે માટે જ તમે લોકનું હિત છો. અંધારામાં દીવો પ્રકાશ આપે છે તેમ અજ્ઞાનરૂપી અંધારામાં આપે જ્ઞાનરૂપ પ્રકાશ પાથરી દીધો. જેથી અંધારામાં ભટકતા જીવો તે માર્ગે ચાલશે તેથી આપ જ ત્રણ લોકના પ્રદીપ છો. ચંદ્ર જેમ પોતાની ચાંદનીમાંથી-જ્યોખ્ખામાંથી અમૃત વરસાવે છે અને જગતને ઠંડક આપે છે. તેમ ત્રણ લોકનાં દુઃખરૂપી તાપને હરવા માટે આપ ઠંડો પ્રકાશ આપની ફકત હાજરીથી જ આપી રહ્યા છો આપની આ લોકમાં પધરામણી થવા માત્રથી લોકના સંતાપનું હરણ કરનારા બન્યા છો તે ખરેખર આપ જ લોકના પ્રદ્યોતકર છો. આપ સાતે ભયના હરનારા છો કારણકે આપના આવાગમનથી બધા ઈતિ ઉપદ્રવો ભાગી ગયા સાધકનો અંતર્નાદ 166 Page #187 -------------------------------------------------------------------------- ________________ છે અને સુખ સુખ અને સુખનું જ સામ્રાજ્ય છવાઈ ગયું છે જેથી આપ જ અભયદાતા છો. અંધને જેમ નેત્ર મળે તેમ અજ્ઞાનથી અંધ એવા જીવોને આપે જ્ઞાનરૂપી નેત્ર આપીને દેખતા કર્યા છે તેથી આપજ ચક્ષુદાતા છો. આપે કષ્ટો વેઠીને જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત કરીને અમારા સાચા માર્ગદાતા બન્યા છો, માર્ગ વિના ચારે ગતિમાં રઝળતા જીવોને માર્ગ આપી સન્માર્ગી બનાવ્યા છે. શરણ આપનાર આપ જ છો. સાચી સમજ પ્રભુ આપજ આપનાર છો, ઊંધી સમજે સંસારમાં ભટકી રહેલા જીવોને માટે આપ જ બોધિદાતા છો. સમવસરણમાં બેસી તમે જ ધર્મ બતાવનાર છો, જે માર્ગથી ભૂલા પડેલા જીવો આમ તેમ અટવાતા હતા તેને હાથ ઝાલીને સંસાર અટવીથી પાર ઉતારનાર છો. પ્રભુ મોક્ષ માર્ગ (ધર્મ)ના નાયક પણ આપજ છો કેમકે આ ભગીરથ કાર્ય આપ જ કરી શકો કેમકે ધર્મ આપે કેવળજ્ઞાનથી જાણીને બતાવ્યો છે. પ્રભુ ! ધર્મના સારથિ આપ જ છો. ભવાટવીથી પાર ઉતારવા-મોક્ષ માર્ગે પહોંચતાં રસ્તામાં રાગ દ્વેષ આદિ ચોર ડાકુ જે કોઈ જીવને હેરાન કરનાર છે તેનાથી બચાવવા જીવને ધર્મ બતાવી સારથિરૂપ આપજ બનો છો. ચારગતિના અંત સુધીનું સઘળું સામ્રાજય મેળવી ધર્મ બતાવીને ચક્રવર્તી બન્યા છો. ૩૨. પંચ સૂત્રનું પહેલું સૂત્ર મા.શુ. ૧૩, મોટા માંઢા નવકાર ગણીને શરૂઆત કરી. પંચ સૂત્રનું પહેલું સૂત્ર. જીવ અનાદિનો છે, સંસાર પણ અનાદિનો છે અને જીવ અનાદિથી કર્મના સંયોગને પામેલો છે. અનાદિ એવા કર્મનો વિયોગ શુદ્ધ ધર્મની પ્રાપ્તિથી થાય છે અર્થાતુ, આત્માના શુદ્ધ સ્વરૂપના પ્રગટવાથી થાય છે, શુદ્ધ સ્વરૂપ આત્મા ઉપર લાગેલા પાપ કર્મના વિગમથી થાય છે, અર્થાતુ, કર્મથી મુક્ત બનેલો આત્મા શુદ્ધ સ્વરૂપી બને છે. હવે એ કર્મનો વિગમ-નાશ થાય કેવી રીતે? તેના માટે એક જ રસ્તો છે તથાભવ્યત્વનો પરિપાક, તે થાય ત્યારે આત્મા ઉપર લાગેલાં કર્મ ખરી પડે છે. માટે આપણે પુરુષાર્થ એટલો જ કરવાનો, ભવ્યત્વને પકવનારા ઉપાયોનું સાધનોનું સેવન કરવું. તે સાધનો ત્રણ છે. ૧. જેમણે કર્મનો નાશ કરવાનો ઉપાય બતાવ્યો છે, ૨. જેમણે કર્મનો નાશ કર્યો છે, અને ૩. જેઓ કર્મનો નાશ કરવા માટે સફળ પુરુષાર્થ કરી રહ્યા છે. એવા પંચ પરમેષ્ઠિનું શરણું લેવું. તેમનું શરણું લેવું એટલે તેમનું સ્મરણ કરવું, તેમને સમર્પિત થવું, તેમનું જીવન દર્શન કરવું, જેથી બહુમાન થાય અને તેમના આચરેલા તે માર્ગના અનુષ્ઠાનો આચરવા માટે ઉલ્લાસ-ઉત્સાહ થાય, તેમના જીવનનું આલંબન મળે જેથી તે માર્ગે ચાલવાની યોગ્યતા પ્રગટે, તેમને વારંવાર સ્મરવાથી સાધકનો અંતનંદ 167 Page #188 -------------------------------------------------------------------------- ________________ અનાદિના દોષો વિદાય લે, ગુણોના બીજનું આધાન થાય. આ જગતમાં શરણ કરવા લાયક વસ્તુ ચાર જ છે. તેમાં તમામ શરણ્યનો સંગ્રહ થઈ જાય છે. ૧, અરિહંત પરમાત્મા ૨. સિદ્ધ પરમાત્મા ૩. સાધુ ભગવંતો ૪. કેવલિ ભગવંતે બતાવેલો ધર્મ અથાત્, ૧. દેવ ૨. ગુરુ અને ૩. ધર્મ આ ત્રણ જ શરણ કરવા યોગ્ય છે. તેમનું શરણ લેવું એટલે તેમને સમર્પિત થવું, તેમના જીવનને યાદ કરી તેમના જેવા થવા માટે પોતાનું જીવન તેમને સોંપી દેવું. હવે અરિહંત પરમાત્મા છે તે આપણા જીવન વિકાસમાં મુખ્ય ભાવ ભજવે છે. તેમના આપણા ઉપર અનંતાનંત ઉપકારો છે. તેઓએ આપણને જો મુક્તિનો માર્ગ દેખાડયો ન હોત તો આપણે મુક્તિની ઈચ્છા અને ત્યાં પહોંચવા માટે જે જે પુરુષાર્થ-અનુષ્ઠાન કરવાના છે તે કયાંથી કરત? અને એ ન કરત તો ભવ ભ્રમણ કરતાં મુક્તિએ ન પહોંચીએ ત્યાં સુધી જે કાંઈ ધર્મની અને બીજી અનુકૂળ સામગ્રી જરૂરી છે તે કયાંથી મળત? એવા અરિહંત પરમાત્માનું જીવન અલૌકિક છે તેની વિચારણા પણ આપણને સુખ અને શાંતિનો અનુભવ કરાવે છે અને કલ્યાણ અર્પે છે. ત્રીજા ભવમાં જગતના જીવો માટે કરેલી સુખની ચિંતા અને સુખ માટે માર્ગદર્શન જેને શાસન સ્થાપ્યું કહેવાય છે તેના પ્રભાવે તેમના ચ્યવન, જન્મ વગેરે અલૌકિક બને છે. તેઓ સ્વર્ગમાંથી ચ્યવે છે ત્યારે ત્યાંનો પરિવાર વિગેરે દુઃખ ધારણ કરે છે અને મનુષ્ય લોકમાં આનંદનો પાર નથી હોતો. પ્રકૃતિમંડલ એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. ઈદ્રનું અચલ એવું સિંહાસન પણ ડોલાયમાન થાય છે ત્રણ ભુવનમાં જીવસૃષ્ટિમાં સુખનો સંચાર થાય છે, તે તેમની સમગ્ર જીવોને સુખી કરવાની ભાવનાની સક્રિયતાનું પ્રતીક છે. વળી દેવલોકમાં પણ આનંદ આનંદ છવાઈ જાય છે. કે પ્રભુ જીવોનો ઉદ્ધાર કરશે. અનેક જીવોનો મોક્ષે જવાનો માર્ગ ખુલશે. અસંખ્ય દેવ દેવીઓ (સમ્યગ દષ્ટિ) તો નાચે છે અને આનંદઆનંદ પ્રવર્તાવે છે. ત્યારબાદ ઈન્દ્ર પણ તે મનુષ્ય લોકમાં શાસન સ્થાપવા માટે પધારેલા (માતાના ગર્ભમાં) પ્રભુનું બહુમાન કરે છે અને શકસ્તવ દ્વારા સ્તુતિ-ગુણાનુવાદ કરે છે. ૩૩. ચેતના (રંગીલી) માં.વ. ૫ ચેતના રંગીલી જાણજો. ચેતનાનો સ્વભાવ રંગાઈ જવાનો છે. તેની પાસે જે ધરીએ તેમાં તે રંગાઈ જવાના સ્વભાવવાળી છે. ચેતના પાસે પગલિક વિષયોને ધરો તો તેમાં શુભ વિષયોમાં મોહના ઉદયથી રતિની સોબત કરશે અને તેમાં રંગાઈ જશે. અશુભ વિષયોમાં તે અરતિની સોબતણ બની તેમાં રંગાયેલા આત્માને હેરાન-પરેશાન કરી મૂકશે. અને જો ચેતના પાસે આત્મા તરફના સૂર પૂરતાં દૃશ્યો અને શબ્દો મૂકશો તો તેમાં રતીની સોબત મોહના ક્ષયોપશમથી કરશે અને મોહનીય કર્મના ક્ષયોપશમથી ભાવિત બનેલો આત્મા પગલિક દેશ્યો તથા શબ્દોમાં શુભાશુભમાં તટસ્થ રહી અરતિની સોબત કરી તે ચેતના આત્માના ગુણોમાં સાધકનો અંતર્નાદ 168 Page #189 -------------------------------------------------------------------------- ________________ રંગાયેલી પ્રસન્ન-પ્રસન્ન બની જશે, આત્માને નિજાનંદમાં મશગૂલ રાખશે. માટે આવી રંગીલી ચેતનાને સાચી આત્મ તત્ત્વની શુદ્ધિ કરવામાં સહાયક રંગવી, એ આત્માના પુરુષાર્થ ઉપર આધાર રાખે છે. જો ચેતના રંગાવાના સ્વભાવવાળી છે તો તમારે આત્મદેવને પ્રસન્ન કરવો ઘણો સરળ છે. તમારે ફકત તેની સામે જે રંગે રંગવી હોય તે રંગ ધરવો જોઈએ અને રંગવાનો શુભ પુરુષાર્થ સ્વયં કરવો જોઈએ. આ ચેતના આત્માની સાથે સદાય રહેનારી છે છતાં પણ વસ્તુમાં રંગાયેલી જયારે તે જુદો સ્વાંગ ધારણ કરે છે ત્યારે આત્મદેવને હેરાન કરે છે અર્થાતુ, અનેક નવાં કર્મોથી બંધાય છે. આથી આપણો પુરુષાર્થ ચેતનાને શુભમાં જોડીને અશુભમાંથી પાછી વાળવા માટેનો હોવો જોઈએ અને શુદ્ધ તત્ત્વના રંગથી રંગી દેવી જોઈએ. તે શુદ્ધ તત્ત્વ છે પરમાત્મા, પરમાત્માના રંગથી રંગાયેલી ચેતના મોટે ભાગે પૌલિક ભાવોમાં રમતી નથી, સ્થિર રહેતી નથી. પરંતુ અલિપ્ત રહે છે. પૌગલિક ઉદાસીનતાથી પરમ તત્ત્વમાં રમતી થાય છે. પરમતત્ત્વ તે આત્મા-શુદ્ધાત્મા તેના રંગમાં રંગાય ત્યારે પરભાવ ભણી દષ્ટિ જતી નથી અર્થાતુ, પાછી વળે છે અને નિજ સ્વભાવમાં તદ્રુપ થતા આત્માને ચેતના પરમ સહાયક બને છે. એ જ તેનું રંગીલાપણું છે. - આ તેના રંગીલાપણાનું સ્વરૂપ સમજીને ચેતનાને કઈ વસ્તુમાં રંગવી અને કેવો પુરુષાર્થ કરવો એનું જ્ઞાન મેળવી જે વસ્તુમાં રંગવી હોય તે સિવાયની વસ્તુથી તેને પાછી વાળવી અને સ્વમાં રંગવી અર્થાત્ તે માટે પુરુષાર્થ કરવો. આ તેના રંગીલાપણાનું સાર્થકપણું છે. ૩૪. હૂ ની સાધના શ્રા.શુ. ૧૪, ૨૦૪૩, જામનગર ‘અહમ્' સ્વરૂપ આપણો આત્મા હુ થી વિંટાયેલો છે. ૐ હું અહમ્ નમ: ઋષિમંડલના મંત્રથી આ પ્રમાણે સ્થાપના કરવામાં આવી. તેનું ધ્યાન “तम्योपरि सकारान्तं, बीज मध्यास्थ सर्वगम् । नमामि विवमार्हन्त्यं ललाटस्थं निरंजनम्" એ ગાથાથી કરવાનું છે. હૂ ની મધ્યમાં રહેલું આઈનત્ય બિંબ હૃદયની મધ્યમાં રહેલું તે કેવું છે ? સર્વ વ્યાપી, લલાટ સ્થાને રહેલું, એટલે (હૃદયના નૈઋત્ય ખૂણામાં જે સ્થાન છે તે લલાટ સ્થાન છે) હૃદયના નૈઋત્ય ભાગમાં, નિરંજન (અંજન-કર્મરૂપી અંજન ચાલ્યું ગયું છે એવું છે તેવું) એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માનું ધ્યાન કરવું. તે હૂ થી વિંટાયેલો છે. હું ની કલામાંથી અમૃત ઝરે છે તે બ્રહ્મરન્દ્રમાંથી શરીરમાં પ્રવેશે છે, તે હૃદયમાં ફેલાય છે, આખા શરીરમાં ફેલાય છે, બ્રહ્મરદ્રમાંથી અંદર જાય છે ત્યારે તેમાંથી અમૃત ટપકે છે તેમાંથી આત્મામાં શીત લેશ્યાની શક્તિ પ્રગટે છે તેમાંથી શરીરમાં તેનો પ્રવાહ પ્રવાહિત કરવાથી શરીરમાં જે બળતરા છે તે શાંત થાય છે. શીતળતાનો-ઠંડકનો અનુભવ થાય છે એવું છે હૂ ની કલાનું અમૃત. હૂ માં ૨૪ તીર્થકર ભગવાન છે. હું થી વિંટાયેલો અહં સ્વરૂપ આત્મા ઉપર ૨૪ તીર્થકર ભગવાનમાંથી કરુણારસનાં ઝરણાં ઝરે છે તે અમૃત રસ છે, શીતળતાનો અનુભવ થાય છે તે શરીરમાં ફેલાય છે. ઠંડકથી શાંતિનો અનુભવ થાય છે. સાધકનો અંતર્નાદ 169 Page #190 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા - | સંવત ૨૦૪પ ૧. ઔચિત્ય ૨. કમઠનો ઉપસર્ગ અને ધરણેન્દ્ર તથા પદ્માવતી માતાની ભક્તિ ૩. પ્રભુ ભક્તિનું સ્વરૂપ ૪. ઉપયોગની તદ્રુપતા ૫. નવકાર અને શત્રુંજયનો અભેદ ૬. મહાવીર સ્વામી ભગવાનનો જન્મ દિન ૭. ગુરુ સંબંધી ઉપદેશ ૮. નેમિ પ્રભુ જન્મ દિવસ ૯. જ્ઞાન અને સુખની વ્યાખ્યા ૧૦. શુદ્ધાત્માનું ધ્યાન ૧૧. શુદ્ધ આત્મ દ્રવ્ય ૧૨. ગુરુકુળ ૧૩. પરમાત્મ સન્નિષ્ઠાવસ્થા ૧૪. વિરતિમાં આનંદ ૧૫. પરિણતિની શુદ્ધતા ૧૬. વ્યષ્ટિ-સમષ્ટિ ભાવ સાધકનો અંતર્નાદ 170 Page #191 -------------------------------------------------------------------------- ________________ दुःखं दुष्कृतसंक्षयाच्च महताम्, क्षान्तं पदे वैरिणाम्, कायस्याशुचिता विरागपदवी, संवेगहेतुर्जरा. सर्वत्यागमहोत्सवाय मरणं, जातिः सुहृत्प्रीतये, संपद्भिः परिपूरितं जगदिदं स्थानं विपत्तये कुतः ? ૧. ઔચિત્ય ઔચિત્ય-ઉચિતસ્ય કરણ-ઉચિત કરવું તે ઔચિત્ય. ઔચિત્ય આત્મ વિભાગમાં કેટલું અનિવાર્ય છે અને વ્યવહારિક જીવનમાં પણ તેની મુખ્યતા છે તે અતિ વિચારણીય છે. ઔચિત્ય વિના શુદ્ધ વ્યવહાર થતો નથી. ઉચિત કરવામાં જીવને જીવ પ્રત્યેના શુદ્ધ સંબંધનું સંભારણું સ્પષ્ટ થાય છે. ઉચિત કરવામાં મુખ્યત્વે વ્યવહાર જ છે છતાં જીવને જીવ પ્રત્યેના સ્નેહભાવને દઢ બનાવવામાં મુખ્યત્વે ભાવ ભજવે છે. ઔચિત્ય વિનાનો મૈત્રીભાવ પણ શુષ્ક છે. જીવ પ્રત્યેનો સ્નેહભાવ આત્મામાં રહેલો છે, તેનું ચિન્હ બાહ્ય વ્યવહારમાં ઔચિત્યનું સેવન છે. (સમષ્ટિ) સામાન્યથી સકલ જીવરાશિ પ્રત્યે ઔચિત્ય કરવાનું છે. વ્યક્તિથી તે ઔચિત્યના પણ પ્રકાર પડે છે. કઈ વ્યક્તિનું કેવું ઔચિત્ય ? તે તેના આત્મ ગુણોના વિકાસ અને પર્યાય (ઔયિક પર્યાય અને ક્ષાયોપશમિક-ક્ષાયિક પર્યાય)ના ભેદથી ઉચિત કરણના પણ ભેદ હોઈ શકે. સહુનું સરખું ઔચિત્ય કરવાથી પૂજયની અવહેલના થાય. અલ્પપુણ્યવાળાને માનનો ઉદય થાય માટે વ્યક્તિભેદે ઉચિત સેવનમાં તરતમતા હોઈ શકે પણ ઔચિત્ય તો દરેક જીવનું કરવાનું હોય છે. પણ જે જીવો તિર્યંચ-નરક ગતિના છે તેનું ઔચિત્ય તેના જીવત્વ પ્રત્યેના બહુમાનથી માનસિક ચિંતનરૂપે જ કરવાનું હોય છે. મનુષ્યમાં પણ જે આપણા ઉપકારી હોય તેમના પ્રત્યે ભક્તિ પ્રધાન ઔચિત્યનું સંપૂર્ણ પાલન હોય. દેવો પ્રત્યે પણ ભક્તિ બહુમાનપૂર્વક ઉચિત સેવન હોય છે. જે અપકારી છે તેના દોષને અવગણીને ઉચિત વ્યવહાર અવશ્ય કરવો જરૂરી છે, જેથી તેના દોષો દૂર થાય, અપકારને બદલે મૈત્રીભાવ યુક્ત બને, ક્ષમાપનાનો ભાવ જાગે. ‘જીવને જોઈને પ્રેમ જગાડવો' એ ઔચિત્ય કદી ચૂકવું નહિ. ઉપકારીમાં દેવ, ગુરુ, માતા, પિતા, વિદ્યાગુરુ વગેરે સમાવિષ્ટ છે આ દરેક પ્રત્યે માનસિક ભક્તિ સાથે જેને માટે જે જે સમયે જે જે ઉચિત વ્યવહાર જરૂરી છે તે તે વ્યવહારનું જ્ઞાન મેળવી જે વ્યવહાર જરૂરી છે તે કરવા કદી ચૂકવું નહિ. આ રીતે વડીલ અને પૂજ્યો પ્રત્યે ઔચિત્યનું સેવન કરવાથી આત્મામાં નમ્રતા ગુણ પ્રગટે છે અર્થાત્, નમ્રતાનું પ્રતીક આ ઔચિત્યકરણ ગુણ છે. ઉપકારી સિવાયની પણ કોઈ પણ વ્યક્તિ સાથે ઉચિતતા-તેના પ્રત્યે બહુમાન જાળવવા પૂર્વક જે જે વ્યવહાર કરવો ઉચિત હોય તે કરવો, જેથી તે જીવોને આનંદ થાય છે. સ્નેહભાવ આપણા પ્રત્યે સાધકનો અંતર્નાદ 171 Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રગટે છે. ઉચિતતા નહિ સાચવવાથી આપણા પ્રત્યે અરોચકભાવ પ્રગટે છે બીજા જીવોને (જીવ પ્રત્યે) અરોચકભાવ પ્રગટાવવામાં નિમિત્તભૂત બની તેને બહુ સંસારી બનાવીએ છીએ. ઔચિત્ય સેવન જીવ પ્રત્યેના પ્રેમભાવને ઉત્પન્ન કરે છે. અનૌચિત્યની ક્રિયા તે જીવોને અણગમો પેદા કરાવે છે. આપણા પ્રત્યે અણગમો થવાથી તેના કર્મ બંધમાં નિમિત્ત બનીએ છીએ. જીવને ઉચિત ક્રિયા (આપણી) ગમે છે. આનંદ આપે છે. માટે ઔચિત્ય ચૂકવું નહિ, મૂળભૂત ગુણ આત્મવિકાસનો આ (ગુણ) છે. ત્રણે યોગોની શુદ્ધિ ઔચિત્ય સેવનથી થાય છે, કાયા નમ્ર બને છે, વાણીમાં મધુરતા પ્રગટે છે અને મનની ચંચળતા ઘટે છે. યોગોની જ અશુદ્ધિ બીજા જીવોને દુઃખ, દ્વેષ, શોકનું કારણ બને છે. જયારે મન, વચન, કાયાથી બીજાનું ઔચિત્ય સચવાય છે ત્યારે તે જીવોને પ્રેમ, સ્નેહ, આનંદ, હર્ષ અને સુખ થાય છે. પ્રથમ ગુણ સ્થાનકે રહેલા જીવમાં પણ કર્મની થોડી હળવાશના કારણે આ ગુણ પ્રગટે છે, જે ગુણ જીવો સાથેના સંબંધને શુદ્ધ બનાવે છે અને એ સંબંધથી જીવત્વ પ્રત્યેનો સ્નેહભાવબહુમાન તેને ચોથા ગુણસ્થાનકે લઈ જાય છે. જયાં જીવને જડ તરફની અરુચિ ચેતન પ્રત્યેના ઋચિભાવમાંથી પ્રગટેલી હોવાથી જડ તરફથી અરુચિ સ્થિર થતાં ક્ષાયિક સમક્તિ પ્રગટાવે છે. જેનો ઔચિત્ય ગુણ ટોચનો છે, તેવા જ જીવો મહાન બને છે. તીર્થંકર પરમાત્માનું ઔચિત્ય ટોચનું હોય છે. ત્રણ જ્ઞાનના ધણી પોતાના માતા પિતાનો જે ઉચિત વ્યવહાર કરે છે તે જોઈને તેમની નમ્રતાની અવધિનું દર્શન થાય છે. કેવળજ્ઞાન થાય પછી પણ ‘‘નમાં તિસ્ત્યમ” કહીને ઔચિત્યનું સેવન ચૂકયા નથી. ધન્ય છે તીર્થંકર પરમાત્માની ઉચિતતાને ! ર. કમઠનો ઉપસર્ગ અને ધરણેન્દ્ર તથા પદ્માવતી માતાની ભક્તિ કા.વ. ૫, ૨૦૪૫, નરોડા આ ચિંતન કરતાં પ્રશ્ન ઊઠયો. નાગ નવકારનું શ્રવણ કરવાથી ધરણેન્દ્ર થયા એમ એકાંતે માની ન શકાય. ઈન્દ્રની પદવી એટલી સહેલી નથી કે તિર્યંચગતિમાં રહેલા ક્રૂર જાતિમાં રહેલા જીવને સેવક નવકાર સંભળાવે એટલા માત્રથી મળી જાય ! પરંતુ ભગવાન પાર્શ્વકુમાર ત્યાં હાજર હતા, તેમની કરુણાર્ધદષ્ટિ તે નાગ ઉપર હતી તેમાંથી કરુણાસુધાનું પાન કરતાં કરતાં તે નવકારનું શ્રવણ એટલું પ્રિય બની ગયું કે નવકારમાં તે સાથે પાર્શ્વનાથ ભગવાનમાં તન્મય બની ગયો. કારણકે પ્રભુની કૃપા ઉતરે પછી કહેવું જ શું ? પ્રભુની દૃષ્ટિ જેના પર પડે તે તર્યો જ સમજવો. પ્રભુની એવી કૃપાવૃષ્ટિ થઈ કે તે નવકાર મંત્રમાં નવકારના અક્ષરોમાં લીન બની ગયો સાથે સાથે પ્રભુના આત્મા સાથે સંબંધ પાકો કર્યો, આત્મીયતા થઈ. જેથી જયારે કમઠનો ઉપસર્ગ થયો ત્યારે બીજા કોઈનું આસન કંપાયમાન ન થતાં ધરણેન્દ્રનું જ થયું તેનું શું કારણ ? ધરણેન્દ્ર દેવે સાધકનો અંતર્નાદ 172 Page #193 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની સાથે નાગના ભવમાં આત્મીયતા સાધેલી તે કારણે પરમાત્માને કષ્ટ આવ્યું કે તેનું આસન ડોલાયમાન થયું અને ઈન્દ્ર મહારાજાની સાથે નાગણીએ તે જ ભવમાં આત્મીયતા સાધેલી તેથી માતાજી પણ તેટલાં જ ભક્ત બન્યાં. આ રીતે નવકારના શ્રવણમાં લીનતા થઈ તે એક પરમપુરુષની કૃપા વિના ન બને એમ બતાવે છે અને બીજા કોઈ ઈન્દ્રનું આસન નહિ કંપતાં ધરણેન્દ્રનું જ કંપ્યું તેમાં તે પરમાત્માની કરુણાર્દષ્ટિ પડી ત્યારે તે નાગે તેમની સાથે આત્મીય સંબંધ બાંધ્યો તે કારણ સિવાય બીજું શું હોઈ શકે ? તે લાકડામાં તે નાગનું ઘર હતું એટલે નાગણી પણ સાથે જ હતી તેણે પણ એ જ ભાવમાં નવકારનું શ્રવણ કર્યું અને ઈન્દ્રાણી થઈ અને પાર્શ્વપ્રભુની પરમ ભક્તાણી બની. માટે જ ઉપસર્ગ વખતે તેણીએ પણ પ્રભુનાં ચરણકમળમાં સ્થાન લઈને પ્રભુને પાણીથી અદ્ધર રાખ્યા અને ધરણેન્દ્ર ફણાનું છત્ર કર્યું. ૩. પ્રભુ ભક્તિનું સ્વરૂપ યાત્રા કરતાં ઉંમર પ્રમાણે થોડું કષ્ટ વધારે પડે પણ કર્મ પણ કષ્ટ સહન કરવાની પ્રસન્નતા ઉપર જ થોકે થોક ખપી રહ્યાં છે એ પણ ખૂબજ અનુમોદનીય છે. એક યાત્રા થાય છે તેથી પરમ પ્રભુ શ્રી આદિશ્વર ભગવાનની ભક્તિ પણ અનુપમ કરવાનો અવસર મળતો હશે. આ ભક્તિ જ છેક મોક્ષના દ્વાર દેખાડનારી છે. તે ભક્તિ દાસોડહંની પ્રાથમિક ભૂમિકાની છે તે પછી તદ્રુપોડહં અને છેલ્લે સોડહંની થયા પછી પ્રભુથી છૂટા પડવું. અર્થાત્, મંદિરમાંથી બહાર નીકળવું તેથી ખૂબ આત્મિક આનંદ અનુભવાશે. આ પ્રભુ ભક્તિનો ક્રમ છે, એકલી દાસોડહંની ભક્તિ સ્વ-રૂપનું સ્મરણ કરવા દેતી નથી, પરંતુ અશુદ્ધ પર્યાયમાં રહેલા આપણા આત્માનું શુદ્ધીકરણ કરવા માટે દાસભાવે પ્રભુના ચરણમાં આળોટતાં પોતાની (ગુણની) હીન પર્યાયનું ભાન થાય છે અને પ્રભુના શુદ્ધ પર્યાયનું શ્રુતદ્વારા સ્મરણ થાય છે એટલે તે પર્યાયને પ્રાપ્ત કરવાની ઝંખના ક્ષયોપશમ ભાવથી પ્રગટે છે, ત્યારે આત્મા પરમાત્માના ગુણોમાં તદ્રુપ થાય છે એટલે પોતાની આત્મશક્તિનું ભાન થતાં તદ્રુપોડહં ભક્તિમાં લીન થાય છે, ત્યારે બાહ્યભાવ છૂટી જાય છે અને આંતર ચેતના જાગ્રત થયેલી હોવાથી આંતરિક ભાવ પ્રગટે છે જેને આપણે ભાવથી ભક્તિ કરવા માટે ઈચ્છીએ છીએ તે આ છે. દાસોડહંમાં પણ ભાવથી જ ભક્તિ છે પણ એ ભાવમાં ભેદ છે. તદ્રુપોડહંમાં અભેદનું જ્ઞાન છે, સોડહંમાં અભેદ દશાનું ભાન છે. ભેદ ભાવમાં આત્મા અને પરમાત્માનું ઘણું અંતર નિહાળીએ છીએ. તેથી આપણી વિષય કષાયોની પરાધીનતાથી આત્માની નિમ્નદશાનું ભાન થાય છે અને જે આંતર ચેતના સુષુપ્ત હતી અને તેને ભાન પણ ન હતું કે હું પર વસ્તુથી દબાયેલો છું હવે તેનું ભાન થતાં પ્રમાદ છોડીને ચેતના જાગ્રત થાય છે અને પોતાની પ્રમાદ (અધમ) દશાનું ભાન થાય છે. સાધકનો અંતર્નાદ 173 Page #194 -------------------------------------------------------------------------- ________________ પરંતુ એકાંત ભેદ આપણને નિરાશ બનાવી દે છે અને સદાય માંગણ અને રોતડા રાખે છે અને આપણી આત્માની અનંતશક્તિનું બિલકુલ વિસ્મરણ થાય છે જેથી તેની આગળની ભૂમિકામાં પ્રવેશ અટકી જાય છે. જો કે ભેદનું ભાન થતાં સામે જે પરમાત્માનું આલંબન છે તેનું સ્વરૂપ નિહાળીએ છીએ અને આપણો અને તેમનો ભેદ જણાતાં પરમાત્માના સ્વરૂપ પ્રત્યે ખેંચાણ થાય છે અર્થાત્, તેવું સ્વરૂપ પ્રાપ્ત કરવા લાલચ જાગે છે અને તેમાં તદ્રુપ થતાં પોતાને ‘તે રૂપ હું છું’ એવો ભાવ જાગે છે ત્યારે ‘તદ્રુપોડહં' ભક્તિ સભર આપણે બની શકીએ છીએ. ત્યારબાદ સત્તાએ શુદ્ધ આપણા આત્મામાં સોડહં ભક્તિ જાગૃત કરવાની છે. તદ્રુપોડહં તે રૂપ હું છું તેમાં આપણી સત્તાથી આત્મ સ્વરૂપનું આપણને સ્મરણ થયું. તેમાં લીન થયેલો આત્મા તેમાંજ તન્મય થતાં ‘સોડહં’ ‘તે જ હું છું’ એ રૂપ ભક્તિ થતાં ભક્તિ, ભક્ત અને પરમાત્મા ત્રણ એકમાં અનુભવાય છે એટલે કે ભક્ત (આત્મા) અને પરમાત્માનો અભેદ અનુભવાય છે અને સોડહં સોડહં સોડહં સ્વરૂપની અનુભૂતિના આનંદમાં ખોવાઈ જાય છે. અહીં અભેદનું ભાન થાય છે. આવી ભક્તિ સિદ્ધગિરિ જેવા મહાતીર્થમાં અતિપવિત્ર પરમાણુઓના જથ્થામાં સ્નાન કરીને પ્રગટાવજો અને અનંત અનંત કર્મરાશિનો ક્ષય કરી આત્માને નિષ્કષાયી, નિરભિમાની, નિર્માયી, નિર્લોભી બનાવજો અને તે ચારે કપાયના સાધનરૂપ પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં વિરાગની જવાળા પ્રગટાવીને તેમાં સમભાવી બની જ્ઞાતા-દ્રષ્ટા-ભાવને આત્મામાં સ્થિર બનાવજો. જો કે આપ બધા અમારા કરતાં ઊંચા સ્થાને બિરાજમાન છો માટે ઉપદેશાત્મક લખાણ લખવાને યોગ્ય ન ગણાઉં પણ આ એક ચિંતન છે તેમ માનીને સાર ગ્રહણ કરજો અને મહાન પુણ્યે મળેલી સિદ્ધગિરિની યાત્રાની તકને સફળ બનાવજો. અથવા બીજી રીતે આ ત્રણ પ્રકારની ભક્તિ પ્રચલિત છે. દાસોડહં સોડહં ત્રીજી મયિ તદ્રુપ. પહેલા પ્રકારની દાસોડહંની ભૂમિકામાંથી પસાર થયા બાદ પરમાત્માની અને આત્માની ભિન્નતા જે અનુભવાઈ તેથી પરમાત્મ સ્વરૂપ પ્રત્યે ખેંચાણ થયું. આત્મા અને પરમાત્મા સ્વરૂપે એક છે. એવી પોતાની સત્તાનું ભાન થતાં સોડહં ભક્તિ જાગૃત થાય છે ત્યાર પછી તે હું છું એ ભાવમાં તન્મય બનેલો આત્મા મયિ તનૂપં તે સ્વરૂપ મારામાં છે એમ સ્વયં પરમાત્મ સ્વરૂપ બનેલા પોતાના આત્માને જુએ છે અર્થાત્, અનુભવે છે. આ રીતે છેલ્લે અભેદાનુસંધાન કરવા માટે આ ભક્તિ કરીને આત્માનુભૂતિ કરી તૃપ્ત થઈ આનંદ અનુભવવાનો છે. મહારાજશ્રી ! આપની જ્ઞાન મેળવવાની તમન્ના જાણી ખૂબ આનંદ થાય છે. જ્ઞાનનો વિકાસ સાધી આત્માનંદની મસ્તીમાં ડુબી જાઓ એ જ એક અભિલાષા રહે છે. લક્ષ્ય આત્મા તરફનું રાખીને જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તે બધું જ કર્મ નિર્જરા કરાવનારું બને છે પછી ભલે તે વ્યાકરણ હોય કે ન્યાય-તર્કનો ગ્રંથ ભાષાકીય જ ફકત ભણવાનો હોય પણ તે સાધકનો અંતર્નાદ 174 Page #195 -------------------------------------------------------------------------- ________________ ભણતાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવાના હેતુઓ જ ચિત્તમાં ઘડાતા હોય તો કર્મ નિર્જરાનું કારણ બની શકે કેમકે આપણી એક ક્ષણ પણ એવી ન હોવી જોઈએ કે જેમાં આત્માનું વિસ્મરણ હોય. વિસ્મરણ એટલે આત્માનું મરણ. જેના માટે આ બધો વરઘોડો છે એ જ જો ભૂલાઈ જવાય તો વર વિનાની જાન જેવું છે. જો કે વ્યાકરણમાં આત્માનું વર્ણન ન આવે પણ તે ભાષાના જ્ઞાન સંપાદનમાં લક્ષ્ય જે આત્મસ્વરૂપની પ્રાપ્તિના હેતુભૂત શ્રુતજ્ઞાનની આકાંક્ષા રહેલી છે તેથી જ તેમાં પણ આત્માનું સ્મરણ જીવતું જાગતું છે જ. એ રીતે જે બે પાંચ વર્ષ એની પાછળ કાઢવાં પડે તેમાં પણ હેતુને ભૂલતા નહિ..નહિતર કવચિત્ થોડી પણ પટુતા નમ્રતાને હરી લે છે અને આભિમાનિક આનંદમાં લીન બનેલા આપણને આત્માનંદનો અનુભવ સમજાતો પણ નથી અને ઉપરના આનંદને જ ચિરસ્થાયી માની પોતે જ્ઞાનાનંદ અનુભવતો હોય એવો ભ્રમ સેવે છે. આ બધી વાત આપની નથી પણ મારી વાત છે, કે જીવ કયા કયા સંયોગોમાંથી પસાર થતો ગતિ કરી રહ્યો છે. માટે આપણે જ્ઞાનનો આનંદ મેળવવા એકાંતમાં બેસીને આત્માની સાથે વિચારણા કરવી પડશે. પછી શ્રુતજ્ઞાન જે પરમાત્માની વાણી છે તેને એટલે કે પરમાત્મા અને પરમાત્માની વાણીની અભેદતા વિચારતાં (શ્રુતજ્ઞાન થતાં) પરમાત્માનું સ્મરણ થાય છે. એ રીતે પરમાત્માની સાથે અભેદ થતાં શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ થાય છે ત્યારે આત્મામાં પ્રકાશ થાય છે, તે જ્ઞાન આત્માને ઉપકારક બને છે. અર્થાતુ, જ્ઞાન ધ્યાનમાં જવા માટે છે તે ધ્યાન દ્વારા પરમાત્મા સાથે અભેદ સાધીને કર્મક્ષયનિર્જરા કરતાં વિકાસ સધાય છે. આ રીતે જ્ઞાન આત્માને ઉપકારક બને છે. ધ્યાનની વાત જરા મોટી થઈ ગઈ પણ ચિંતનરૂપે અભ્યાસ કરતાં યોગ્ય શરીર, બળ, સામર્થ્ય મળતાં ભવાંતરમાં પણ આ ભવનું રોપેલું બીજ પાંગરશે. એ આશાથી અહીંથી ધ્યાનનો અભ્યાસ તો દરરોજ નિયમિત કરવો પડશે. તમને આવા શાસનપ્રેમી સુયોગ્યપાત્ર પૂ. હેમરત્ન વિ.મ.નો સહવાસ મળ્યો છે. તે યોગ્ય છે, તેમનામાં પ્રભુભક્તિ, વિનય, સરળતાદિ ગુણો બાળપણથી હતા. તેમના લલાટના તેજથી તેઓ શ્રી શાસનને ઉપયોગી બનશે એવું લાગતું હતું અને તે આપણે જોઈએ છીએ. શાસનની પ્રભાવનાથી તો તીર્થકર નામકર્મના દળીયા જીવ ક્ષણે ક્ષણે બાંધે છે, તેમાં સ્વાર્થ નથી કેવળ પરાર્થભાવ રહેલો છે તેથી જ શાસનની પ્રભાવનાનાં કાર્યોથી ઉત્કૃષ્ટ પુણ્યસ્વરૂપ તીર્થકર નામ કર્મ બંધાય છે. જીવો પ્રભુના ધર્મને, આજ્ઞાને, શાસનને કેમ પામે, સંસારના દુ:ખથી મુક્ત થાય અને શિવસુખ પામે આ ભાવનારૂપ હેતુ તીર્થકર નામકર્મ બંધનો છે. આ તીર્થકર ભગવાનની ભાવના છે. તેમાં તેમને કોઈ સ્વાર્થ નથી, કેવળ કરુણાથી ઉત્પન્ન થયેલી પરાર્થ ભાવથી દુઃખમુક્ત કરવાની, સુખ પ્રાપ્તિ કરાવવાની ઉત્કૃષ્ટ ભાવના છે. અને શાસન પ્રભાવનાનાં કાર્યો પણ આ જ હેતુથી કરવામાં આવે છે. તીર્થકરના જીવોમાં તે ઉત્કૃષ્ટ પરિણામ જાગે છે. તેથી તે કર્મ નિકાચિત થાય છે પરંતુ તે સિવાયના જીવોમાં પણ પરાર્થભાવ સાધકનો અંતર્નાદ 175 Page #196 -------------------------------------------------------------------------- ________________ જાગે ત્યારે જ તે શાસનપ્રભાવના ધર્મસ્વરૂપ બને છે અર્થાતું, તે શાસન પ્રભાવના સ્વ આત્મધર્મને પ્રગટાવવા અથવા મુક્તિસુખમાં કારણ બને છે. ૪. ઉપયોગની તદ્રુપતા ફા.વ. ૭, ૨૦૪પ, મૂળી ઉપયોગ એટલે ચિત. ચિત્ ધાતુ ઉપરથી ચિત્ત બનેલું છે. ચિતિ સંજ્ઞાને ચિત્ ધાતુ જ્ઞાનાર્થક છે. ઉપ+યોગ. ઉપ સમીપ અર્થમાં છે. યોગ એટલે જોડવું સમીપમાં જોડવું. કોની સમીપમાં ? આત્માની. આત્માની સાથે જ જોડાય તે ઉપયોગ. તેને બીજા શબ્દમાં ચિત્ત કહીએ છીએ. કારણ કે આત્માની સાથે જોડાએલી જ્ઞાન સિવાય કોઈ વસ્તુ નથી. અર્થાતું, આત્મા સિવાય જ્ઞાન બીજે કયાંય રહેતું નથી. જ્ઞાન આત્મા સાથે અભેદતાથી રહેલું છે છતાં તે આત્મભિન્ન પર વસ્તુમાં જોડાય છે તેનું કારણ જયારે જ્ઞાન પરવસ્તુમાં એકમેક થઈ જાય છે ત્યારે આપણને પર વસ્તુ તે જ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલી જણાવાથી પર વસ્તુ સાથે જોડાયેલું જ્ઞાન લાગે છે અને પર વસ્તુ સાથે જ્ઞાનનો અભેદ અનુભવતાં સંકલિષ્ટતા ઉત્પન્ન થાય છે. કારણ કે તે જ્ઞાન આત્મા સિવાય બીજા કોઈની સાથે જોડાતું જ નથી. જે લાગે છે તે ભ્રમ છે અને એ ભ્રમણા જ જ્ઞાન દ્વારા મમત્વ ઉપજાવે છે. આત્માની સાથે જોડાયેલું (અભિન્ન) જ્ઞાન છે એ જ્ઞાન એ જ ચિત્ત છે. તે ચિત્તને આપણે ચંચળ કહીએ છીએ તે તો ઉપચાર છે. ચિત્તને જુદી જુદી જગ્યાએ લઈ જનાર સાધનરૂપ (ભિન્ન ભિન્ન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જડ ઈન્દ્રિયો જેમ સાધન છે તેમ) જડ મન પુદ્ગલ રૂપ છે તે ચંચળ છે. જેમ ચક્ષુનો સ્વભાવ એટલે કે કાર્ય જોવાનું છે, કાનનું સાંભળવાનું છે વિગેરે. તેવી રીતે મનનું કાર્ય ભિન્ન ભિન્ન સ્થળે ફરવાનું છે. અર્થાતુ જેમ આત્માને દર્શન દ્વારા જ્ઞાન કરવું હોય તો તેમાં ચક્ષુ સાધન બને છે, શ્રવણ દ્વારા જ્ઞાન કરવું હોય તો કાન સાધન બને છે, તેમ જુદાં જુદાં સ્થાનોનું જ્ઞાન કરવું હોય ત્યારે મન સાધન બને છે તેથી જ તે તેનું કાર્ય બજાવવા સદા ચંચળ રહે છે. તે કારણે ઉપચાર કરવામાં આવ્યો કે મનનો સ્વભાવ ચંચળ છે. ચક્ષુનો સ્વભાવ જોવાનો છે, કાનનો સ્વભાવ સાંભળવાનો છે. જો મનનો સ્વભાવ જ ચંચળ હોય તો યોગીઓ તેને સ્થિર કેમ કરી શકે? જેમ પાંચ ઈન્દ્રિયોનો પ્રત્યાહાર કરાય છે તેમ મનનો પણ પ્રત્યાહાર એટલે કે સાધનનો ઉપયોગ બંધ કરાય છે ત્યારે આત્મા પાંચ ઈન્દ્રિયો અને મનથી પર રહી પોતામાં સ્થિર રહે છે. અહી સ્વભાવ એટલે કાર્ય સમજવું. જડ ઈન્દ્રિયો અને અતિન્દ્રિય મનનો સ્વભાવ જોવું વગેરે ન હોય તેનો સ્વભાવ સડન, પડન, વિધ્વંસન છે. જોઈને સાંભળીને જ્ઞાન પ્રાપ્ત કરવાનો, જુદા જુદા પ્રદેશનું જ્ઞાન કરવાનો સ્વભાવ તો આત્માનો છે. (મન) આ આપણે ચિત્ત-ઉપયોગની ઓળખાણ કરી તેથી નક્કી થઈ ગયું કે તે આત્મા સાથે જ જોડાયેલું છે. તે તેમાં જ તદ્રુપ બનીને આત્માને સુખ અને શાંતિનો અનુભવ કરાવે છે. અર્થાત્ આત્મામાં જ તદ્રુપ બનેલું ચિત્ત-ઉપયોગ રહે છે ત્યારે આત્મા સુખ અને શાંતિનો અનુભવ કરી શકે છે. સાધકનો અંતર્નાદ 176 Page #197 -------------------------------------------------------------------------- ________________ આપણે ચિત્તને આત્મામાં તદ્રુપ બનાવવા પુરુષાર્થ કરવો પડે છે, છતાં તદ્રુપ થતું નથી તેનું કારણ ચિત્તને આત્મા સિવાય બીજી જીગ્યાએ લઈ જનાર એકાંતે મન જ છે એમ નહિ, મન તો આત્માને પર વસ્તુનું જ્ઞાન કરવું હોય તો ચિત્ત તેને સાધન બનાવે એ કાંઈ તેનો (આત્માનો) ગુનો નથી તેમ જ ચિત્તનો પણ ગુનો નથી. જ્ઞાન કરવું તે તો આત્માનો સ્વભાવ છે. પણ ચિત્ત પર લેશ્યા, અધ્યવસાય, કર્મ વગેરે ની છાયા (મલિન હોય કે સારી હોય) ના કારણે તેના રંગ (શુભ કે અશુભ) પ્રમાણે તેમાં રંગાય છે એટલે તે રૂપ ધારણ કરે છે તેને તદ્રુપતા કહેવાય છે. લેશ્યાની છાયા તેના પર પાડનાર મૂળ મોહ છે. તેને આધીન બનેલા આત્મામાં તે તે અધ્યવસાયો દ્વારા તે તે લેશ્યાના રંગો રચાય છે. મોહ પણ આપણને સામે ચાલીને કાંઈ કરતો નથી. આપણી જ અનાદિની અજ્ઞાનતા તેને આધીન બનાવે છે. અનાદિનો પર વસ્તુ પર રસ છે જ તે દ્વારા રંગાયેલા આત્મામાં પડેલી છાયા તે પર વસ્તુમાં ઉપયોગની તદ્રુપતાનો ખ્યાલ કરાવે છે. ખરેખર તે તદ્રુપ નથી. તે તે તદ્રુપ તો પોતાની વસ્તુમાં બની શકે છે, પરંતુ જયારે તે પર વસ્તુમાં ચેતના રંગાઈ જાય છે ત્યારે તેવો ભ્રમ થાય છે. માટે ઉપયોગની તદ્રુપતા જે સહજભાવની આત્મામાં છે તેને પ્રગટાવવી એ જ કાર્ય કરવાનું છે. પર વસ્તુમાં તદ્રુપતાને પામેલો ઉપયોગ અશુભ થવાથી આત્માને પણ ‘હું સુખી-દુ:ખી’ એવો અનુભવ કરાવે છે, જે ખરેખર સાચો અનુભવ નથી. સાચો અનુભવ તો આત્મામાં ઉપયોગની તદ્રુપતા છે તે જ છે. પણ તેને અનુભવવા માટે જડ મનને જ્ઞાનનું સાધન બનાવવા પુરતો જ ઉપયોગ કરવો જોઈએ પણ તે સાધનને જ મુખ્યતા આપીને ઉપયોગની આત્મામાં રહેલી તદ્રુપતાને ભૂલાવી ન જોઈએ. મોહ રસ દ્વારા લેશ્યાના રંગની છાયા ઉપયોગ ઉપર આવવા ન દેવી જોઈએ. આવી જાય તો પણ ઉપયોગને તેવો માનવો ન જોઈએ. પણ લેશ્યાની છાયા માનવી જોઈએ જેથી તે છાયાથી ભિન્ન એવા ઉપયોગની પ્રતીતિ થતાં તેના મૂળ સ્વરૂપને-આત્માની અંદર રહેલી તેની તદ્રુપતાને અનુભવી શકીએ-ઓળખી શકીએ. ન ગુણોની પર્યાયમાં લીન થઈ જવું તે શુકલ ધ્યાનનો પહેલો પાયો. ૫. નવકાર અને શત્રુંજયનો અભેદ વૈ.વ. ૦, ૨૦૪૫, તખતગઢની ધર્મશાળા, પાલીતાણા નમસ્કાર મહામંત્રમાં પંચ પરમેષ્ઠિ છે, શત્રુંજય મહાતીર્થ સ્વરૂપ ગિરિરાજમાં પંચ પરમેષ્ઠિ છે. નવકારમાં નામરૂપે પરમેષ્ઠિ છે ગિરિરાજમાં સ્થાપનારૂપે છે. નવકારમાં પાંચે પરમેષ્ઠિ અક્ષર દેહે છે, શત્રુંજયમાં પાંચે પરમેષ્ઠિ આકૃતિ દેહે છે. આજે પ્રત્યક્ષ પરમેષ્ઠિ ભગવાન નવકારમાં પણ નથી તેમ શત્રુંજય ગિરિમાં પણ નથી. નવકારમાં પાંચેનો અક્ષર દેહ રચ્યો તેમ શત્રુંજય ગિરિમાં તે પાંચે પરમેષ્ઠિનો અધ્યવસાય રૂપ દેહ રચ્યો. જેમ નવકારના અક્ષર દેહે રહેલા પાંચે પરમેષ્ઠિ આપણને આલંબન આપે છે અને ભવોદિધ પાર ઉતારે છે તેમ શત્રુંજય ઉપર અનંત આત્માઓએ આ પાંચ સ્વરૂપને પ્રાપ્ત કરીને મોક્ષ પ્રતિ પ્રયાણ કર્યું છે તે વખતે તેઓનો સ્થૂલ દેહ અહીં રહ્યો. મુક્તિગમન વખતે અનશન સાધકનો અંતર્નાદ 177 Page #198 -------------------------------------------------------------------------- ________________ દરમ્યાન જે જે અધ્યવસાયોનાં પૂર આ ગિરિ ઉપર વહેવડાવ્યાં તે સાગરરૂપ થઈને આખો ગિરિરાજ નિર્મળ અધ્યવસાયોના સ્ત્રોતથી ભરેલો છે તે આપણને આલંબન આપે છે. જે અધ્યવસાયો અણુરૂપ અહી ફેલાયેલા પડ્યા છે. ફકત કર્મથી મુકત થયેલો આત્મા સિદ્ધશિલા ઉપર વાસ કરવા ચાલ્યો ગયો અને અધ્યવસાય દેહ અહીં આપણા ઉપર ઉપકાર કરવા માટે મૂકતા ગયા તે આ દેહ શત્રુંજયની સ્પર્શના વખતે પવિત્ર પુગલો આપણને સ્પર્શે છે ત્યારે આપણો આત્મા પવિત્ર બને છે. આ રીતે નવકાર અને તીર્થાધિરાજ શત્રુંજય મહાતીર્થ, મંત્રાધિરાજ અને તીર્થાધિરાજ બંને અભેદ છે, એકજ છે. આપણે ફકત બંનેનું સેવન કરવાનું છે. આપણી શક્તિ ઓછી પડે છે તો બીજું કોઈ બળ-પુરુષાર્થ કરવાનું આપણી પાસે નથી. માત્ર ત્રિકરણ યોગે સેવન કરવાથી બધા જ મનોવાંછિત પૂર્ણ થાય છે. આપણને ધર્મારાધનમાં ત્રણે યોગોનું સત્ત્વ ખૂટે છે જયારે આવો મહામંત્ર અને મહાતીર્થ આપણને સ્પર્શ માત્રથી ખૂટતું બળ પૂરે છે અને કર્મથી હળવા બનાવે છે. નવકારના અક્ષરોનો મન સાથે સ્પર્શ થતાં આત્મા પવિત્ર બને છે. કર્મથી હળવો થાય છે. તે પવિત્ર થયેલા મનમાં, આત્મામાં ધર્મની સ્થાપના થાય છે. આ રીતે મંત્ર અને તીર્થ બંને અભેદ છે. બન્ને આ કલિયુગમાં સત્ત્વહીન જીવોને માટે પરમ આલંબનભૂત ત્રિકરણ યોગે ખાસ આરાધવા યોગ્ય છે. જેથી કર્મથી કંઈક હળવો બનેલો આત્મા શુદ્ધ પુરુષાર્થ માટે બળવાન બને અને સંપૂર્ણ ઉપયોગની શુદ્ધિ થવા માટેનું વીર્ય પ્રગટે શુદ્ધ ધર્મની આરાધના માટે (મંત્રાધિરાજ-તીર્થાધિરાજ) આ બંને ગુરુની જેમ માર્ગદર્શક બને છે તથા આત્માની શુદ્ધિ થતાં સ્વયં ગુરુ બને છે અર્થાતુ, અંદરથી જ સત્ય માર્ગની સૂઝ પ્રગટે છે. ૬. મહાવીર સ્વામીનો જન્મદિન ચે.શુ. ૧૩ અરિહંત પરમાત્માની કરુણા એવી આકર્ષક છે કે તેમની દૃષ્ટિમાંથી નીતરતી કરુણાનું દર્શન જાણે અમીવૃષ્ટિ હોય તેટલું સુખકારક બને છે. આમ થવાનું કારણ શું છે ? પરમાત્મા આત્મીય સંબંધથી જગતના જીવોને જુએ છે. પોતાના સુખ દુઃખને ન ગણકારતાં સમગ્ર જીવસૃષ્ટિના સુખની સતત ચિંતા કરે છે. હું બધાયને સુખી બનાવું'. જીવ સુખથી વેગળો કેમ રહે છે ? ઊંધા માર્ગે ચાલે છે તેથી, માટે જ જીવોને સુખી બનાવવા સુખનાં સત્ય માર્ગ બતાવવાની ભાવનામાં રમે છે. આ ભાવનાયુક્ત નેત્રોમાંથી સદા કરુણાની વૃષ્ટિ થતી જ હોય છે. જો આપણે તેમાં સ્નાન કરીએ તો તે અમૃતની ધારામાં ભીંજાયેલું મન જે સંસારના તાપથી સંતપ્ત હતું તે શાંતિને અનુભવે છે. પરમાત્માને કરુણા કેમ થાય છે? તેઓ સદા પર ઉપકારના ભાવમાં રમતા હોય છે. અર્થાતું, સાધકનો અંતર્નાદ 178 Page #199 -------------------------------------------------------------------------- ________________ બીજાના વિચારમાં રત હોય છે કારણ કે પરાર્થનું વ્યસન લાગેલું છે તેથી મારે શું? એ વિચાર તેમના અંતરાત્માને સ્પર્શતો જ નથી તે કારણે જીવોના દુઃખનું શ્રવણ, દર્શન અકારું બને છે અને પોતાના સમ્યગુ બોધથી ખ્યાલ આવ્યો છે કે દુઃખ મુક્તિનો સત્ય માર્ગ હયાત છે તેથી હું કર્મ મુક્તિના માર્ગે એકલો ચાલીને સ્વાર્થી ન બની શકું. મારા આત્મીયોનું શું? તે માટે ઉપાય જો પોતાને કરવાનો હોત તો બધાને મોક્ષે પહોંચાડીને પછી જ પોતે એ માર્ગે જઈ સાધનાથી સિદ્ધિ મેળવત. પરંતુ ઉપેય તૈયાર છે, પણ ઉપાદાન પોતાનું જ તૈયાર જોઈએ, માટે માર્ગ ચિંધવાનો જ રહ્યો તેથી તે સતત ચિંતામાં છે કે કયારે હું બધાને મોક્ષનો માર્ગ બતાવું અર્થાતું, સુખના માર્ગરૂપ શાસનના રસિક બનાવું આ છે ટોચની અરિહંત પરમાત્માની કરુણા. છે. ગુરુ સંબંધી ઉપદેશ કા.વ. ૭, ૨૦૪૬ ગુરુએ અસાધારણ પુરુષ છે, દિવ્ય પુરુષ છે. ગુરુને બુદ્ધિના તોલે ન તોલાય, શ્રદ્ધાના તોલે તોલાય. બુદ્ધિ એ દ્વન્દ્ર કરવાના સ્વભાવવાળી છે, અક્કલ એ સમન્વય કરવાના સ્વભાવવાળી છે. અક્કલ એટલે ડહાપણ, એકલી બુદ્ધિ એટલે ગાંડપણ. બુદ્ધિ મદ કરાવે છે, નશો ચઢાવે છે. અક્કલ નમ્રતા લાવે છે, નશો ઉતારે છે. અક્કલવાળી બુદ્ધિ મોક્ષ માર્ગે પ્રયાણ કરાવે છે. એકલી બુદ્ધિ સંસારમાં રખડાવે છે, સંસાર માર્ગે પ્રયાણ કરાવે છે. બુદ્ધિએ, ઉદ્ધતાઈ અને ઉશૃંખલતાને સારી પ્રગટાવે છે, અક્કલ શ્રદ્ધાને જન્માવે છે, બુદ્ધિ મિથ્યાત્વને જન્માવે છે. શ્રદ્ધાની તુક્કલ ઊંચે ઊંચે આકાશમાં ઊડે છે. બુદ્ધિની તુક્કલ પોતાની જ ચારે બાજુ આસપાસ ભમ્યા કરે છે, થોડું પ્રયાણ કરે તો પણ પાછી જ આવે છે. લક્ષ્યવેધક બનતી નથી, લક્ષ્યને સિદ્ધ કરનારી બનતી નથી. બુદ્ધિ એ ખોળિયું છે, અક્કલ એ પ્રાણ છે. શ્રદ્ધા પ્રાણ સાથે સંકળાયેલી છે. શ્રદ્ધા અક્કલમાં ભળે પણ બુદ્ધિમાં ન ભળે, અક્કલ હોય ત્યાં શ્રદ્ધા હોય, પણ શ્રદ્ધા હોય ત્યાં બુદ્ધિ ન હોય. બુદ્ધિ જડ છે, અક્કલ એ જ્ઞાન છે, ચેતન છે. બુદ્ધિ સ્વાર્થ માર્ગે પ્રયાણ કરે છે, તુચ્છતાને દીપાવે છે. અક્કલ પરમાર્થમાં પ્રયાણ કરાવે છે, ઔચિત્યને વધારે છે, શ્રદ્ધાને પુષ્ટ કરે છે. બુદ્ધિ લકિક પદાર્થોને સિદ્ધ કરે છે. શ્રદ્ધા પરમ તત્ત્વને સિદ્ધ કરે છે. બુદ્ધિ પ્રત્યક્ષ-અનુમાન અને ઉપમાન પ્રયાણ સુધી જ પહોંચે છે જ્યારે શ્રદ્ધા ચારે પ્રમાણમાં ફેલાઈને રહે છે. બુદ્ધિશાળી માણસો જડતાનો અનુભવ કરે છે અક્કલવાળા માણસો શ્રદ્ધાનો સાથ લઈ પરમાનંદ રસનો આસ્વાદ કરે છે, પરમાનંદના મહાસાગરમાં ડુબકી મારે છે. સાધકનો અંતર્નાદ 179 Page #200 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ એક પણ પ્રમાણને સિદ્ધ કરી શકતી નથી, ઊણપો રહે જ છે. કારણ કે તે સદા માટે અપૂર્ણ છે, જયારે શ્રદ્ધા પૂર્ણતાને પમાડે છે કારણ કે તેનો એક અંશ પણ પૂર્ણ સ્વરૂપ છે. બુદ્ધિ સંસારનો જ પ્લાન ઘડી શકે, મોક્ષનો નહિ. મોક્ષનો પ્લાન તો શ્રદ્ધા જ ઘડી શકે. ૮. નેમિપ્રભુ જન્મ કલ્યાણક શ્રા.સુ. ૫ હે પ્રભુ! મારી તારણહાર ! અનાદિ અનંત કાળથી ભમતા એવા મને તે ઉગાર્યો. તારા સ્વરૂપનો પરચો બતાવ્યો ! તે ચેતન્ય સ્વરૂપની પ્રાપ્તિ માટે લાલચ લગાડી અને સ્વ આલંબન આપીને તેની ઝાંખી કરાવી, તે સ્વરૂપ પ્રાપ્ત થયું તો દુર્લભ છે, પણ તેની શક્તિ પ્રવાહમાં ઝીલાવી આનંદનો અનુભવ કરાવ્યો. જગતના અસ્થિર ભાવોમાંથી મારા આત્માને પાછો વાળ્યો. જડ ઉપરની પ્રીતિ ઉઠાડી, ઉદાસીન ભાવની તાલીમ આપી. હે પ્રભુ ! મારા આત્મ સ્વરૂપનું ભાન કરાવનાર ! કરુણાના સાગર! નેમિપ્રભુ ! વિતરાગ દશાને પામેલા પણ આપશ્રીએ આ આત્માને કરુણા નજર કરી શિષ્યભાવે સ્વીકાર્યો અને તેને મોક્ષ તરફ પ્રયાણ કરાવ્યું. હે પ્રભુ ! અનંતના યાત્રી બનીને હજારોને અનંતના યાત્રી બનાવ્યા, પરંતુ મારા જેવો લૂલો, પાંગળો પાછળ રહી ગયો છતાં હવે નક્કી છે કે હું યાત્રી બની ચૂક્યો છું, માટે આડાઅવળા માર્ગમાં મટકવાનો નથી. પણ પાંગળો છું એટલે ધીરે ધીરે અનંતની વાટે ચાલતો તારે ત્યાં પહોંચી આવીશ. હે પ્રભુ! જ્ઞાન દાતા ! આત્મ સ્વરૂપને ઓળખાવીને તેના ધ્યાનની લગની લગાડી, નિરંતર તેમાં રહેવા માટે શક્તિ આપીને સુંદર આરાધના કરાવી. હે પ્રભુ! કરુણા નિધાન ! આપે અખૂટ ખજાનો ખોલ્યો. છતાં મેં થોડી વાર કરી હાથ લંબાવતાં, ત્યાં તો આપ ચાલ્યા ગયા સિદ્ધિના ધામે. હવે હું પાછળ પાછળ તે ખજાનો જોયો છે માટે લાલચુ એવો ત્યાં આવું જ છું. નિરાશ ન કરશો. ચૈતન્ય સ્વરૂપ હે પરમેશ્વર ! આપના ચેતન્ય સ્વરૂપના એક અંશને પણ આ ભિક્ષુક લઈ નહિ લે, પણ દાતા છો તો ગુણ ખજાનો ખોલીને તેની શક્તિનાં દર્શન કરાવો એટલે આ સેવક તૃપ્ત છે. હે અનંત ચતુષ્કના સ્વામી ! ચાર ચાર દિવ્ય રત્નોનો ભંડાર ખજાનામાં છે, તેમાંથી એકાદ પણ દાનમાં આપશો તો ખજાનો ખાલી નથી થવાનો. હે પ્રભુ! માંગણ થઈને મારી માંગવાની વૃત્તિ અટકી નથી, પણ હવે લાલચ વધી એટલે માંગ્યા વિના રહી શકાતું નથી, જો શિષ્યભાવે સ્વીકાર્યો છે તો આપવું જ પડશે. હે પરમાત્માનું ! વિશેષ કાંઈ નથી જોઈતું. હું સ્વ સ્વરૂપમાં સ્થિર થઈને આત્માના આનંદમાં મહાલું એટલી મને શક્તિ મળે એટલે બસ ! સાધકન અંતર્નાદ 180 Page #201 -------------------------------------------------------------------------- ________________ ૯. જ્ઞાન અને સુખની વ્યાખ્યા “મુળ પર્યાયવત્ દ્રવ્યમ્'' પૂ. ઉમાસ્વાતિ વાચકવર્ય રચિત તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં દ્રવ્યનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે. ગુણ પર્યાયયુક્ત દ્રવ્ય છે. તેમાં સહભાવિ તે ગુણ, ક્રમભાવિ તે પર્યાય. દ્રવ્ય શક્તિ સ્વરૂપ છે. તેથી આત્મ દ્રવ્યનું એ શક્તિ સ્વરૂપ ચૈતન્ય શક્તિથી ઓળખાય છે. પર્યાય વ્યક્તિ રૂપ છે. આત્મ દ્રવ્ય ચૈતન્ય શક્તિથી અનેક સ્વરૂપી બને છે. તે જે જે સ્વરૂપ ધારણ કરે છે તે તે રૂપ ચૈતન્ય શક્તિ તે તે શક્તિરૂપે ઓળખાય છે. પૂ.ઉ.મ.યશો.વિ. ની જ્ઞાન અને સુખની વ્યાખ્યા જોતાં એ શક્તિનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. प्रकाशशक्त्या यदू पमात्मनो ज्ञानमुच्यते । सुखं स्वरुपविश्रान्तिशक्त्या वाच्यं तदेव तु ॥ જીવ-આત્મા-અનેક સ્વરૂપી છે તેમાં મુખ્યતાએ જ્ઞાન અને સુખસ્વરૂપ છે. આ જીવનો સ્વભાવ છે જોવું અને આનંદ પામવું. જે આપણે વ્યવહારમાં પણ અનુભવીએ છીએ. મકાનની બહારની વસ્તુને જોવા માટે જેમ ગોખ હોય છે અને માર્ગ ઉપરની ઘટનાને જોઈએ છીએ તેમાં ચિત્તની વિશ્રાંતિ થાય છે અને આનંદ થાય છે. તે રીતે આત્માને બહારની વસ્તુ જોવા માટે ગોખ રૂપ બે આંખો છે તે દ્વારા જુએ છે અને આનંદ પામે છે. ગોખ એ દૃષ્ટાંત છે અને આંખો એ પણ આંતરવૈભવ જોવા માટે બાહ્ય દષ્ટાંત છે. તે બંનેમાં બાહ્ય પ્રકાશની પણ જરૂર પડે છે. આત્મા પ્રકાશ શક્તિ વડે ગોખ દ્વારા-ચક્ષુ દ્વારા જુએ છે છતાં બાહ્ય પદાર્થોને જોવામાં બાહ્ય પ્રકાશની પણ અપેક્ષા રહે છે. આ બંન્ને બાહ્ય પદાર્થોને જોવા અને આનંદ પામવું તે રૂપ આત્માના બાહ્ય સ્વરૂપની વાત થઈ. તે રીતે આત્માના અનેક સ્વરૂપોમાં બે સ્વભાવરૂપ સ્વરૂપો છે. જોવું અને આનંદ-સુખ પામવું. આત્મા ચૈતન્ય શક્તિરૂપ છે. તે કઈ શક્તિ વડે જુએ છે ? અને કઈ શક્તિ વડે સુખ પામે છે ? આત્માનો આંતર વૈભવ નિહાળવા આત્મા પ્રકાશ શક્તિનો ઉપયોગ કરે છે. અર્થાત્, આત્મા પ્રકાશ (જ્ઞાન) શક્તિ વડે જુએ છે અને જોઈને સુખ કઈ શક્તિ વડે મેળવે છે ? સ્વરૂપ વિશ્રાન્તિની શક્તિ વડે. જીવનો સ્વભાવ છે જોવું અને તેમાં ઠરી જવું, લીન બની જવું, વિશ્રાંતિ કરવી. જો એકલું જ જોયા કરે તો તેમાં આનંદની અનુભૂતિ ન થાય. પરંતુ શ્રમની અનુભૂતિ થાય માટે આત્માનો સ્વભાવ છે આનંદ-સુખ પામવું. તેથી તે સ્વ-રૂપમાં વિશ્રાંતિ શક્તિ વડે જે પ્રાપ્ત થાય છે તે સુખ કહેવાય છે અને આત્મ સ્વરૂપને પ્રકાશ શક્તિ વડે જે પ્રાપ્ત થાય છે તે જ્ઞાન કહેવાય છે. આ વિશ્રાંતિ એ જ આત્મ રમણતા-આત્માનુભવ છે. ‘“મુળ પર્યાયયત દ્રવ્યમ્'' પૂ. ઉમાસ્વાતિ વાચકવર્ય વિરચિત તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં દ્રવ્યનું લક્ષણ કહ્યું છે, સહભાવિ તે ગુણ ક્રમભાવિ તે પર્યાય, દ્રવ્ય તે શક્તિ સ્વરૂપ છે અને પર્યાય વ્યક્તિરૂપ છે. સાધકનો અંતર્નાદ 181 Page #202 -------------------------------------------------------------------------- ________________ આત્મદ્રવ્ય તે શક્તિ સ્વરૂપ-ચૈતન્ય શક્તિથી ઓળખાય છે. આત્મા અનેક સ્વરૂપી છે તેમાં મુખ્યતાએ જ્ઞાન અને સુખ સ્વરૂપ છે જોવું-જાણવું અને આનંદ-સુખ પામવું એ આત્માનો સ્વભાવ છે. વ્યવહારમાં પણ આ જ સ્વભાવ કામ કરે છે પરંતુ બાહો સાધન અને પ્રકાશ દ્વારા બાહા પદાર્થોને જોઈને જાણીને બાહ્ય સુખ (સુખાભાસ) મેળવે છે. તેમ નિશ્ચયથી આત્મા પ્રકાશ શક્તિ વડે આત્માના સ્વરૂપને જુએ છે જાણે છે અને સ્વરૂપમાં વિશ્રાન્તિ શક્તિ વડે આત્માના સ્વરૂપમાં લીનતા થવાથી સુખ પામે છે. આત્મા ચૈતન્ય શક્તિરૂપ છે તે કઈ શક્તિ વડે આંતર વૈભવને નિહાળે છે અને કઈ શક્તિ વડે તે આંતર વૈભવમાં ઠરી જાય છે અર્થાત, લીન બની જાય છે તેના માટેના સુયોગ્ય શબ્દો આ શ્લોકમાંથી પ્રાપ્ત થતાં આત્માના અનેક સ્વરૂપમાં મુખ્ય સ્વભાવરૂપ જ્ઞાન અને સુખ સ્વરૂપની વિચારણામાં પ્રકાશ શક્તિ વડે જે આત્માનું સ્વરૂપ તે જ્ઞાન કહેવાય છે અને સ્વરૂપમાં વિશ્રાનિત શક્તિ વડે આત્માનું સ્વરૂપ તે સુખ કહેવાય છે. અર્થાત્, આત્મા જ્ઞાન સ્વરૂપ-સુખ સ્વરૂપ છે તે આ રીતે જણાય છે. प्रकाशशक्त्या याद्रूपमात्मनो ज्ञानमुच्यते । सुखं स्वरुपबिश्रान्तिशक्त्या वाच्यं तदेवा तु ।। મારી ચિંતનપદ્ધતિથી આ શ્લોક વિચાર્યો છે તે યોગ્ય છે કે કેમ ? તે જણાવવા કૃપા કરશો. ૧૦. શુદ્ધાત્માનું ધ્યાન મ.વ. ૧૪, ગીરનાર પર્યાયમાં રહેલો આત્મા ધ્યાન વખતે હું તરીકે રહીને પર્યાયથી છૂટું પાડીને શુદ્ધ આત્મ દ્રવ્યને ત્રીજા પુરુષ તરીકે નિહાળે છે તેના સ્વરૂપને નિસ્તરંગાદિ રૂપે જુએ છે ને આનંદ પામે છે. પછી તેને એકાએક ઉદ્ભવે છે કે હું તે હું છું જે તે સ્વરૂપને જોતો હતો ત્યારે ભેદથી જોતો હતો પણ જયારે હું તેમાં ભેળવ્યું ત્યારે અભેદ દર્શન કર્યું. સોડહંથી સ્વરૂપ-દર્શન-અર્થાતું, અભેદ દર્શન ત્યાર પછી જે સ્વરૂપે હું જોતો હતો તે સ્વરૂપવાન હું છું. એ પ્રમાણે પ્રીતિ તે સ્વરૂપ ઉપરની વૃદ્ધિ પામતાં તદ્રુપોડહંથી સ્વરૂપ રમણતા-અભેદતાનો આનંદ થયો. જયારે પર્યાયમાં રહેલા આત્મા જુએ છે ત્યારે તે ચિત્ત સ્વરૂપ બનીને જુએ છે. ચિત્ત એ આત્માની પર્યાયમાં રહીને જોવાની પ્રક્રિયા આત્મા કરે છે તે પ્રક્રિયા કરતો આત્મા જ ચિત્ત કહેવાય છે અને તે તેમાં હુંનું સ્થાપન કરી આપે છે. પર્યાયમાં રહેલો આત્મા નિરંજન નિરાકાર તે હું છું ની સ્થાપના કરીને ખાતો નથી, પીતો નથી વગેરે ચિંતનમાં જનારા ભૂલ્યા છે અને પતન થયું છે. ભેદ થી હોવા છતાં અમેદની કલ્પના છે. આવી એકાંતે ભેદ કે અભેદની વિચારણા ખોટી છે. કથંચિત ભેદ આ રીતે પર્યાયમાં રહેલો આત્મા વિચારે છે અને કથંચિત અભેદ પર્યાયમાં રહેલો આત્મા પર્યાયથી તેના દ્રવ્યની ભિન્ન સ્વરૂપની ચિંતવના કરીને સોડહંની સ્થાપના કરે છે તે અભેદથી ચિંતન આત્મદર્શન પ્રતીતિ રૂ૫ છે. ચિત્ત એનો ભેદ તોડી નાંખીને તેનું સ્વરૂપ બતાવે છે. અને અભેદ કરી આપે છે, સાધી આપે છે. સાધનાર ચિત્ત છે. સાધકનો અંતર્નાદ 182 Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શુદ્ધ આત્મ દ્રવ્ય ફા.વ, દ, અજાહરાતીર્થ "मच्चिदानंदो आत्माहं ज्ञान दर्शन लक्षणः'' ગાયમેદવારં શુદ્ર જ્ઞાન સર્જન લાખો મા'' નિસ્તરંગ-અખલિત, નિપ્રકંપનિર્વાત દીપની જેમ કંપન રહિત, નિરાકાર-નિરંજન. આકાશની જેમ આકાર અને અંજન રહિત સ્વ અંજનનો સ્પર્શ આકાશને જેમ નથી થતો તેવું શુદ્ધ હું આત્મ દ્રવ્ય છું તે આત્માને જોવો અર્થાત્, નિતરંગાદિ સ્વરૂપ જે છે તેને જોવું તે તેનો ગુણ છે એટલે સ્વભાવ છે. અને નિસ્તરંગાદિ સ્વરૂપ જે હું જોઈ રહ્યો છું તે હું છું એમ ઓળખ સમજ અર્થાતુ, જ્ઞાન થવું તે પણ (મારો) આત્માનો ગુણ છે એટલે કે સ્વભાવ છે. સારાંશમાં શુદ્ધાત્મદ્રવ્ય એ હું છું અને તેને જોવો અને જાણવો તે મારો સ્વભાવ (ગુણ) છે. અર્થાતુ, આત્માનો સ્વભાવ છે કે જોવું અને જાણવું. પરંતુ તે આત્મા સિવાય પદાર્થોને જોવા જાણવાનો તલસાટ છે તે તેનો પર-ભાવ છે અને આત્માને જોવા-જાણવાનો તલસાટ છે તે તેનો સ્વભાવ છે. આત્માને જોવો, જાણવો તે મારો શુદ્ધ જ્ઞાન અને દર્શન ગુણ છે. એટલે કે આત્માને જોવો-જાણવો તે તેનો શુદ્ધ (જોવારૂપ-જાણવા) સ્વભાવ છે. અહીં ગુણ એટલે સ્વભાવ. આત્માનો ગુણ છે એટલે આત્માનો સ્વભાવ છે. સ્વભાવ કદી પલટાતો નથી અને સક્રિયપણે કાર્યશીલ છે. શુદ્ધાત્મ દ્રવ્ય નિષ્ક્રિય છે પણ સ્વભાવ (ગુણ) સક્રિય છે. તેની ક્રિયા નિરંતર ચાલુ છે કારણ કે તે સ્વભાવ છે. સ્વ એટલે પોતાનું ભાવ એટલે અસ્તિત્વ. દ્રવ્ય પોતાનું અસ્તિત્વ જ્ઞાન, દર્શન દ્વારા જ દેખાડી શકે છે. અર્થાતું, ક્રિયા (જોવા જાણવાની) દ્વારા જ દેખાડી શકે છે અને તે નિરંતર ચાલુ જ હોય છે. પરંતુ જયારે આત્મા નિર્વિકાર હોય છે મોહાદિએ પડલથી આચ્છાદિત નથી કર્યો હતો ત્યારે તે પોતાના અસ્તિત્વને શુદ્ધ, સ્વચ્છ, ચોખ્ખું જુએ છે તે તેનો શુદ્ધ જ્ઞાન-દર્શન ગુણ (સ્વભાવ) છે. જયારે મોહાદિથી આચ્છાદિત હોય છે ત્યારે પોતાનું અસ્તિત્વ ઢંકાઈ જવાથી પોતાનામાં પરનું અસ્તિત્વ જુએ છે અને જાણે છે કેમકે સ્વભાવ છે તેથી જોવા જાણવાની ક્રિયા તો અટકતી નથી પરંતુ ઊલટું દેખાય છે તે મિથ્યા-મોહાદિનાં પડલોથી છે માટે કહ્યું છે કે આપણા શુદ્ધ સ્વરૂપને યાદ કરવા માટે “શુદ્ધાત્મદ્રવ્યમેવાડહં” અને “શુદ્ધ જ્ઞાન દર્શન ગુણો મમ'. જ્ઞાન-દર્શન ગુણ ને પણ શુદ્ધનું વિશેષણ લગાડયું છે. જો તે ન લગાડે તો જ્ઞાન-દર્શન સ્વભાવ નિરંતર છે, તે તેનું કાર્ય (ક્રિયા) કરે જ છે પરંતુ જયારે તે મોહાદિથી પડલવાળો છે ત્યારે જે પડલાચ્છાદિત સ્વરૂપ ઢંકાઈ ગયેલું હોવાથી આત્મ પ્રકાશ નહિ દેખાતો હોવાથી પરના અસ્તિત્વને (પરમાવને) જોવા, જાણવાની ક્રિયા કરતો પોતાની સક્રિયતાથી અસ્તિત્વ દેખાડે છે. શુદ્ધાત્મ દ્રવ્ય (સ્વભાવને એટલે) પોતાના અસ્તિત્વને જ્ઞાન અને દર્શન એટલે જોવા, જાણવાની ક્રિયા દ્વારા જણાવે છે કે હું છું. જો તે પોતાની ક્રિયા ન હોય તો શુદ્ધાત્મ દ્રવ્યનું અસ્તિત્વ જ ન ખબર પડે, જે કારણે તે બૌદ્ધોના મત પ્રમાણે અભાવ સ્વરૂપને પામે. સાધકનો અંતનાદ 183 Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ગુરુકુળ ભા.વ. ૧૪, ૨૦૪૬ ગુરુ અને કુળ આ બે શબ્દથી બનેલો આ શબ્દ આપણને સંપૂર્ણ સાધુતાનું ભાન કરાવે છે. ગુરુ અને સમુદાય તે ગુરુકુળ. સાધુપણું સ્વીકાર્યા પછી આપણે સર્વ વિરતિની આચરણા કરવાની આટલું જ સમજ્યા છીએ. પરંતુ તે ક્યાં રહીને કરવાની ? અને કેવી રીતે કરવાની ? એ સમજની અપૂર્ણતાના કારણે સર્વવિરતિના અનુષ્ઠાનોનું સંપૂર્ણ પાલન કરવાના મનોરથો સેવેલા હોય તો પણ કોઈ બીજી જ વસ્તુમાં ચિત્ત અટવાઈ જાય છે કે વર્ષો સુધી પુરુષાર્થ સાચો કરવા છતાં સફળતા જોઈએ તેવી મળતી નથી. કારણ કે સાધુતાની સાધના જયાં સુધી એકલવિહારી થવાની યોગ્યતા ન આવે ત્યાં સુધી શ્રમણ સમુદાયમાં રહીને કરવાની છે. જયારે યોગ્યતા આવે ત્યારે ગુરુ આજ્ઞા કરે ત્યારે એકલ વિહારી થઈ શકાય. ત્યાં સુધી ગુરુકુળ-ગુરુના સમુદાયની અંદર રહીને આત્મ સાધના કરવાની છે. કારણ કે સહાય કરે તે સાધુ. સાધુઓને સાધનામાં સહાય કરી પોતે સાધનામાં તત્પર બને એ સાધુ છે. કેવળ સ્વસાધનાનો ભાવ તેમાં સ્વાર્થનો અંશ મળેલો છે. જયારે પરને સહાય કરી આપણા આત્માને પરાર્થથી ભાવિત કરી દીધો છે ત્યાર પછી યોગ્યતા આવે છે ત્યારે સ્વાર્થ, માહારું, મમત્વ વગેરે ભાવો અસ્ત પામી ગયા હોય છે. માહરી આરાધના વિગેરે કેવળ પોતાના જ વિચારો જેમાં છે તે સ્વાર્થ છે, તે મલિનતા છે તેને દૂર કરવા અને એકાકીપણાની યોગ્યતા કેળવવા માટે ગુરુકુળનું સેવન કરવું જોઈએ. એકાકીનો અર્થ એ છે કે મારે કોઈની સહાય લેવી નહિ. તે માટે એકલ વિહારી બને છે તેની યોગ્યતા લાવવા માટે ગુરુકુળમાં રહીને સેવા-સહાય કરવાની હોય છે. સર્વ વિરતિ ધર્મની આરાધના કયાં રહીને કરવાની ? ગુરુકુળમાં રહીને અર્થાત્, સમુદાયમાં રહીને કરવાની છે. જેથી સર્વ પાપોથી વિરામ-અટકવા માટેની સાધનામાં અવરોધો દૂર થાય છે. અવરોધો બે પ્રકારના છે. ૧. માનસિક ૨. શારીરિક, માનસિક અવરોધ પ્રમાદ, ચોરી, આસક્તિ, ક્રોધાદિ કષાયો, રાગાદિ, મોહ વગેરેથી સહવાસીઓનું આલંબન ચેતાવનાર બને છે. શારીરિક અવરોધમાં સમુદાયની સહાય મળવાથી સમાધિ ટકી રહે છે. તો જ સાધનાની સિદ્ધિ મેળવી શકાય છે. માટે ક્ષમા, મૈત્રી આદિ ગુણોની સિદ્ધિ મેળવવા અને પ્રમાદ આદિ શત્રુઓથી બચવા આપણી સિદ્ધિમાં જરૂરી તત્ત્વ ગુરુકુળવાસ છે. ગુરુકુળ એ ગુરુઓનો સમુદાય અથવા ગુરુ અને સમુદાય આ બંને રીતે કેટલું જરૂરી છે ? તે આપણા આત્માએ વિચારવું જરૂરી છે. ગુરુકુળમાં રહેવાથી અજ્ઞાની આપણા આત્માને સાધનાની ત્રુટિઓમાં સારણાદિની પ્રાપ્તિ થાય છે, આત્મા જાગ્રત થાય છે, રહે છે અને સર્વ વિરતિની સાધનાની સિદ્ધિ મેળવે છે. આ થઈ વ્યવહારથી ગુરુકુળની વાત. નિશ્ચયથી તો આપણો આત્મા જયા૨ે ગુરુ બને છે અને આપણને આજ્ઞા કરે છે ત્યારે જ ગુરુકુળ સાધકનો અંતર્નાદ 184 Page #205 -------------------------------------------------------------------------- ________________ સફળ બને છે. નિમિત્ત અને ઉપાદાન બંને કારણો મળે ત્યારે કાર્ય સિદ્ધ થાય છે. નિમિત્તે ગુરુકુળ છે તે વ્યવહાર અને ઉપાદાન આપણો આત્મા. તેનો પુરુષાર્થ તે નિશ્ચય. આ બન્ને ભેગા ભળે ત્યારે કાર્ય થાય. આત્મા ગુરુ બને એટલે આત્મા આત્માને આજ્ઞા કરે ત્યારે જ પુરુષાર્થ થાય છે. વળી આત્મા ગુરુ છે તેનું ફળ-ગુણ સમુદાય તેમાં વસવું, તે ગુરુ કુળવાસ. આત્મ સ્વભાવમાં રહેવું તે નિશ્ચયથી ગુરુકુળનું સેવન છે. જે આ બંને રીતે ગુરુકુળનું સેવન કરે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આત્મા જ આત્માનો ગુરુ છે. તેની આજ્ઞા થાય ત્યારે જ વ્યવહારથી ગુરુકુળમાં રહીને સાચી આરાધના કરી શકે છે. આ રીતે વ્યવહાર અને નિશ્ચયથી ગુરુકુળનું સેવન કરીને સાધુતાની સાધનાની સિદ્ધિ મેળવીએ. ૧૩. પરમાત્મ સન્નિષ્ઠાવસ્થા આ.શુ. ૫, સં. ૨૦૪૬, જુનાગઢ પરમાત્મ સન્નિષ્ઠા એટલે પરમાત્મામાં સમ્યક્ પ્રકારે રહેવું. પરમાત્મામાં રહેવું એટલે પરમાત્મામાં મન, વચન, કાયાના યોગોને સ્થિર કરવા. મન, વચન, કાયા એ ત્રણને કોઈ પણ વસ્તુમાં જોડાવાનો સ્વભાવ હોવાથી યોગ કહેવાય છે. તે જયારે પર વસ્તુમાં જોડાય છે ત્યારે પરને આધીન બને છે. પર વસ્તુમાં પણ શુભ અને અશુભ વસ્તુ હોય છે. અશુભ વસ્તુમાં જોડાયેલા ત્રણે યોગો રાગ, દ્વેષ, મોહ ઉત્પન્ન કરે છે. શુભ વસ્તુમાં જોડાયેલા યોગો તેનાથી પાછા વાળી તેમાં તન્મય બનવા પ્રયત્ન કરે છે. આ બધાની પાછળ ઉપયોગ મુખ્ય છે. તેમાં યોગ શુભમાં જોડાયેલા હોય તો શુભ રંગથી રંગાય છે. અશુભમાં જોડાતાં અશુભ રંગથી રંગાય છે. આ જ યોગો સ્વમાં જોડાય છે ત્યારે સ્વાધીન બને છે. સ્વાધીન બનાવવા વચ્ચે શુભને આધીન બનાવવા પડે છે. તેના આશ્રયે રહેલા યોગો ઉપયોગને શુભથી રંગે છે તેમાં તેનું પ્રતિબિંબ પડે છે. એટલે આત્માને સ્વનું સ્મરણ કરાવી સ્વ તરફ વાળે છે. એ શુભ વસ્તુમાં મુખ્યતાએ પરમાત્મા છે. જયારે મન, વચન, કાયાના યોગો પરમાત્મામાં રહે છે ત્યારે ઉપયોગને પરમાત્માથી રંગે છે. અર્થાત્, તેમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. તેથી આત્માને નિજનું સ્મરણ સજાતીયપણાથી થાય છે. જેમ બકરાના ટોળામાં રહેલું સિંહનું બચ્ચું સજાતીયના દર્શનથી તેને પોતાનું ભાન થાય છે ત્યારે તે ત્યાંથી નીકળીને પોતાની જાતિ સાથે ભળી જાય છે તેમ આત્મા પણ પરને આધીન બનેલો જયારે પરનિષ્ઠ યોગોને પરમાત્મનિષ્ઠ બનાવે ત્યારે ઉપયોગ સજાતીયપણાથી પરમાત્મામાં જોડાઈ જાય છે અને નિજ સ્વરૂપનું ભાન થાય છે. અર્થાત્, સ્મરણ કરે છે તેમાં લીન થાય છે ત્યાં પોતાનો આંતર વિલય નિહાળે છે આનંદ પામે છે અને સુખનો અનુભવ કરે છે. આ રીતે આ ક્રમે જયારે આત્મા અશુભ યોગોનો ત્યાગ કરી શુભમાં યોગોને પ્રવર્તાવે છે ત્યારે તેની પરમાત્મ સંન્નિષ્ઠ અવસ્થા અનુભવે છે. અને ત્યાર પછી જયારે ઉપયોગ શુભમાં પરિણમેલો, નિજ સ્વરૂપના સ્મરણથી આત્મામાં તદ્રુપ થાય છે ત્યારે તો પરમાત્મ સન્નિષ્ઠાવસ્થા ધારી રાખે છે અને સાધકનો અંતર્નાદ 185 Page #206 -------------------------------------------------------------------------- ________________ જયારે બહાર આવે છે ત્યારે પણ તેનો ઉપયોગ તો પરમાત્મ સન્નિષ્ઠ રહે છે. ચિત્ત અશુભને ચાહતું નથી પણ શુભમાં રમે છે. ભલે યોગો બાહ્ય પ્રવૃત્તિ વ્યવહારોચિત કરતા હોય પણ તેનું ચિત્ત પરમાત્મામાં રહેલું હોવાથી પરમાત્મ સન્નિષ્ઠ અવસ્થાવાળું રહે છે. આ અવસ્થા ઘણા અભ્યાસ પછી આવે છે તે અભ્યાસ મન વચન કાયાના યોગોને શુભમાં જોડી રાખવાનો કરવાનો છે. પ્રારંભિક આ અભ્યાસ થયા પછી મુખ્યત્વે ત્રણે યોગોને પરમાત્મામાં - પરમાત્માના સ્વરૂપમાં જોડી રાખવાનો અભ્યાસ કરવો ત્યાર પછી નિજ સ્વરૂપમાં જોડીને તેમાં સ્થિર કરવાનો અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસથી આત્માનો ઉપયોગ સતત પરમાત્માની અંદર જોડાએલો રહેવાથી આત્માની પરમાત્મ સન્નિષ્ઠાવસ્થા પ્રાપ્ત થાય છે. જે સન્નિષ્ઠા અનેક ભવો સુધી સંસ્કારરૂપે સાથે આવે છે. આ સ્થિતિ દરેકને પ્રાપ્ત થાઓ એ શુભાભિલાષા. ૧૪. વિરતિમાં આનંદ આ.શુ. ૬, ૨૦૪૬, જુનાગઢ વિરતિ એટલે વિરામ અવસ્થા, શૂન્યાવસ્થા. વિરામ પામવું એટલે શૂન્ય થવું આત્માની વિરામ અવસ્થા એ તાત્ત્વિકી વિરતિ છે. એ બધા બાહ્ય ભાવોથી વિરામતાને પામીને સ્વભાવમાં સ્થિતિ કરે છે ત્યારે પ્રાપ્ત થાય છે. આ વિરતિ ધર્મ આત્મામાં તિરોભાવે રહેલો છે તેને પ્રગટ કરવા વિરામ પામવાનો અભ્યાસ કરવાનો હોય છે. કોનાથી વિરામ પામવું? આત્મા અશુભ તત્ત્વો પ્રત્યે પ્રેરાય છે ત્યારે તેને તેનાથી વિરામ પમાડવા માટે શુભમાં જોડવો. અશુભમાં અઢાર પાપો મુખ્ય છે. તેમાંથી દરેક અશુભ કરણીથી શરૂ થાય છે. તે અઢાર પાપોમાં પ્રથમના પાંચ પાપો જ બાકીના પાપોના જન્મદાતા છે. માટે જ સાધુને સર્વવિરતિ ધર્મ પ્રાપ્ત કરાવવા માટે આ પાંચ પાપોના વિરમણનું વ્રત આપવામાં આવે છે અને તેનું પાલન કરવા દ્વારા સર્વ પાપોની વિરતિ પ્રાપ્ત થતાં બાહ્ય ભાવોથી આત્મા વિરામ પામી સ્વભાવમાં સ્થિર થાય છે. તેથી આ પ્રાથમિક અભ્યાસ કરવાનો છે. સ્વભાવમાં સ્થિર થવું એટલે સ્વરૂપનો અનુભવ કરવો અને તે અનુભવમાં આત્માના સ્વરૂપનો આનંદ ભોગવાય છે તે તત્ત્વથી વિરતિનો આનંદ છે. કારણ કે આ આનંદ જ શાશ્વત સુખને આપનાર છે અને તે સંપૂર્ણ પ્રગટ થયા પછી કદી નાશ પામતો નથી માટે આ વિરતિના આનંદને શાશ્વતાનંદ કહેવાય છે. આવા પ્રકારની વિરતિના શાશ્વત આનંદને મેળવવા માટે પ્રાથમિક ભૂમિકામાં અશુભની (પાપો) વિરતિનો અભ્યાસ છે. તેમાંય પાંચ મોટાં પાપોની વિરતિને સર્વ વિરતિ ધર્મ કહેવાય છે. જો કે સર્વ વિરતિ એ આત્માના વિરતિ ધર્મને પ્રગટ કરવાનું કારણ છે. પરંતુ કારણમાં કાર્યનો ઉપચાર કરી પાંચ મહાવ્રતો રૂપ ધર્મ કહેવામાં આવે છે. સાધકનો અંતર્નાદ 186 Page #207 -------------------------------------------------------------------------- ________________ પ્રાથમિક ભૂમિકામાં પણ પાંચ પાપોની વિરતિથી આત્મા આનંદનો અનુભવ કરે છે કારણ કે જીવોની સાથેના સંબંધમાં ગરબડ થાય છે ત્યારે જ આ પાંચ પાપો ઊભા થાય છે. અહિંસા વ્રતથી હિંસાના પાપથી વિરતિ થાય છે. કોઈ જીવને દુઃખ કે પીડા થવી તથા મરવું ગમતું નથી. માટે પોતાના સમાન સર્વ જીવોને માની (શ્રદ્ધા રાખી) દરેક જીવ પ્રત્યે તેને દુઃખ, પીડા ન આપવાની ભાવનાથી જીવવું અથવા મન-વચન-કાયાના યોગોની પ્રવૃત્તિ કરવી. જેથી જીવો સાથેનો સંબધ સજાતીયપણાનો છે તે શુદ્ધ સંબંધ જળવાય છે ત્યારે જ આત્મા આંતરિક આનંદ અનુભવી શકે છે. આ રીતે મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ દ્વારા હિંસા રૂ૫ અશુભ પ્રવૃત્તિથી વિરામ પામવાથી પણ આત્મા તે વિરતિનો અનુપમ આનંદ અનુભવી શકે છે. આત્મા જયારે અશુભ ભાવોથી વિરામ પામી શુભ ભાવમાં વિચરે અને તેથીય આગળ વધીને આગળની ભૂમિકામાં શુભાશુભ ભાવોથી પણ વિરામ પામીને કેવળ નિજ શુદ્ધ દશામાં જાય ત્યારે અદ્વિતીય એવા સહજાનંદને પામે છે એ સત્ય છે. સારાંશ કે આનંદની અનુભૂતિ વિરામની સાધનાથી થાય છે. પ્રથમ પાપથી અટકો, એની સાધના માટે સર્વ વિરતિ રૂપ પંચ મહાવ્રત ગ્રહણ કરો. તે મહાવ્રતની સાધના દ્વારા અભ્યાસ દ્વારા આત્માની નિર્મળતા પ્રાપ્ત થતાં અહિંસા વગેરેની સિદ્ધિ થાય છે ત્યારે તે આત્માની નિકટમાં વસતા જીવોને પણ તે અહિંસાની રુચિ થાય છે અથવા પ્રવૃત્ત થાય છે. વળી અહિંસા વગેરેનો અભ્યાસ પંચ મહાવ્રતની સાધના દ્વારા કરતાં કરતાં છેલ્લે આત્માનો મૂળ અહિંસક ભાવ પ્રગટ થાય છે. ત્યારે સર્વ જીવોને પોતાનામાં સમાવી લે છે અર્થાતુ, અભેદ સાધે છે. જેથી સદા માટે તેમાં સ્થિર રહે છે અને આનંદની અનુભૂતિ કરે છે. આ છે વિરતિનો તાત્ત્વિક આનંદ. તે સૌ કોઈને પ્રાપ્ત થાઓ. એ જ અભિલાષા. ૧૫. પરિણતિની શુદ્ધતા આ.શુ. ૭, ૨૦૪૬, જુનાગઢ પરિણતિ ધ્યાનથી ઘડાય છે. જ્ઞાન અને ધ્યાન એ બે લગભગ સાથે જ હોય છે. પદાર્થને જાણવો એટલે બુદ્ધિમાં ગ્રહણ કરવો તે જ્ઞાન. તે બુદ્ધિમાં પકડ્યા પછી ધારી રાખવું, તેમાં એકાગ્ર રહેવું તે ધ્યાન. જે પદાર્થને યાદ રાખવો તે જ્ઞાન-સ્મૃતિ સુધીનું જ છે. ત્યાર બાદ તેને બુદ્ધિમાં સ્થિર કરવો અને અંતર સુધી તેના પદાર્થના) સ્વરૂપને પહોંચાડવું તે જ્ઞાન છે. આવા પ્રકારનું જ્ઞાન તચિ આત્મા (તે પદાર્થની રુચિ ધરાવતો આત્મા) ને તેમાં તન્મય બનાવે છે એટલે જ્ઞાન પછી ધ્યાન આવે છે. જ્ઞાન કહો કે ધ્યાન કહો તેનાથી આત્માની પરિણતિ ઘડાય છે. માટે આપણે કેવું જાણવું અને કેવું જ્ઞાન પ્રમાણે ધ્યાન કરવું જેથી પરિણતિ શુદ્ધ પ્રગટે તે વિચારીએ. ધ્યાન ચાર પ્રકારે છે. તે ચારે ધ્યાન તે તે પદાર્થોના જ્ઞાન પછી થાય છે. ચાર પ્રકારના ધ્યાનમાં સાધકનો અંતર્નાદ 187 Page #208 -------------------------------------------------------------------------- ________________ બે ધ્યાન-આર્ત અને રૌદ્ર તે ત્યાજય છે. કારણ કે તે પરિણતિને અશુદ્ધ ઘડે છે. આ એટલે પીડા. આ ધ્યાન કાયિક, વાચિક કે માનસિક પીડામાંથી ઉત્પન્ન થાય છે. રૌદ્ર એટલે ભયાનક. આ ધ્યાન ભયંકર છે, રુદ્ર પરિણામમાંથી તે જન્મે છે, આ ધ્યાન અત્યંત નિકૃષ્ટ છે, માટે અતિ ત્યાજય છે આ ધ્યાન પરિણતિને અતિશય મલિન ઘડે છે માટે તેનાથી અતિ દૂર રહેવું. બીજા જીવોનું ખરાબ વિચારવું તે પ્રાથમિક ભૂમિકાનું રૌદ્ર સ્થાન છે તેમાંથી વૃદ્ધિ પામતું તે બીજા જીવના નાશના ચિંતનમાં રકત બને છે. જે ધ્યાન નરક ગતિમાં લઈ જનાર અતિ ભયંકર અશુદ્ધ પરિણતિને ઘડે છે. આર્ત ધ્યાન કોઈ પણ જાતની મન, વચન કે કાયાની પીડામાંથી જન્મે છે માટે સહનશીલતા કેળવવા માટે પરમાત્માએ બાર પ્રકારનો તપ આચરવાનો બતાવ્યો છે. સ્વેચ્છાએ પીડા ઊભી કરીને મન, વચન, કાયાને સહન યોગ્ય દેઢ બનાવવાનો આ એક માર્ગ છે તપશ્ચરણ. જેથી આત્મા ત્રણ યોગની પીડામાં આધીન બની આર્તધ્યાનમાં ન પડે. પરિણતિની શુદ્ધતા પ્રગટાવવા આર્ત અને રૌદ્ર ધ્યાનનો પ્રથમ ત્યાગ કરવો જોઈએ. તે ત્યાગ માટે પરમાત્માએ તે નિમિત્તોમાં કેવી રીતે રહેવું તેનો સુંદર માર્ગ બતાવ્યો છે. આર્ત ધ્યાન પહેલા તે પદાર્થનું જ્ઞાન થાય છે. તે જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટા ભાવે કરવું. ફકત જાણવું એટલું જ કામ આત્માનું છે. તેમાં રાગ-દ્વેષ કરવા તે તો મોહનું કામ છે. તે જ્ઞાન સાથે ભળે છે ત્યારે મન, વચન, કાયા સંબંધી પીડા ઉત્પન્ન થાય છે તે પીડામાં આત્મા લીન થાય છે, એકાગ્ર બને છે તે આર્ત ધ્યાન છે. માટે જ્ઞાન કરીને અટકી જવું પણ તેથી આગળ વધવું નહિ. આ જ્ઞાતા-દ્રષ્ટાભાવનો અભ્યાસ લાંબા સમય સુધી જરૂરી છે. કારણ કે આર્ત ધ્યાનનો અભ્યાસ દઢ છે. તેને દૂર કરવું મુશ્કેલ છે. પદાર્થનું જ્ઞાન થાય પછી જે રાગ-દ્વેષ થાય છે તેનું કારણ વિષયોનો રાગ અને કષાયોની આધીનતા. માટે જ વિષયોનો રાગ તોડવા વિષયોનો ત્યાગ શરૂઆતમાં ખૂબ જરૂરી છે. તે રાગ તૂટે એટલે કષાયોની પરાધીનતા ઓછી થાય. આ રાગ અને દ્વેષ જીતાય એટલે જ્ઞાતા દ્રષ્ટાભાવ કેળવાય છે ત્યારે થયેલું પદાર્થનું જ્ઞાન તે આર્ત ધ્યાનનું કારણ બનતું નથી. ત્યારે શુભ પરિણતિ ઘડાય છે. આ આર્તધ્યાનથી જીવ આગળ વધે છે તો મન, વચન, કાયાની પીડામાં નિમિત્તરૂપ જીવ ઉપર વૈષની માત્રા વધતાં તેના પ્રાણ હરણ થાય ત્યાં સુધીનો રૌદ્ર પરિણામ જાગે છે તેને રૌદ્ર ધ્યાન કહેવાય છે. આ ધ્યાનનું કારણ જીવને નહિ ઓળખવારૂપ અજ્ઞાન છે. નિમિત્તમાં જીવને માનીને સ્વ કર્મરૂપ ઉપાદાન કારણને ભૂલવું તે અજ્ઞાન, આ ધ્યાનમાં નિમિત્ત છે. માટે તે અજ્ઞાનને ટાળવા જીવના સ્વરૂપને ઓળખવો, કાર્યનાં કારણોના પ્રકારો સમજવા. તે સમજીને ઉપાદાન કારણની જયાં મુખ્યતા છે તેને દઢ પણે મુખ્ય રાખીને શુભ ચિંતન કરવાથી રોદ્ર પરિણામ ટળવાથી શુભ પરિણતિ ઘડાય છે. આ શુભ પરિણતિનું કારણ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનનો ત્યાગ છે. તે ત્યાગ થયા પછી ધર્મ ધ્યાન પ્રગટે છે. સાધકનો અંતર્નાદ 188 Page #209 -------------------------------------------------------------------------- ________________ તે ધર્મ ધ્યાન પણ ચાર પ્રકારે છે. તે ચારે પ્રકારનું ધ્યાન પ્રગટાવવા પરમાત્માની વાણીરૂપ આગમજ્ઞાન જોઈએ. આગમમાંથી વિતરાગની આજ્ઞા શું છે તે જ્ઞાન મેળવવું જોઈએ. આગમમાંથી અપાયો-કષ્ટ-દુઃખની સમજ મેળવવી જોઈએ. આગમમાંથી કર્મના વિપાક જાણવા જોઈએ. આગમમાંથી સંસ્થાન-ચૌદ રાજલોકનું સ્વરૂપ જાણવું જોઈએ. આ ચારે પ્રકારનું જ્ઞાન મેળવી તેના ચિંતનમાં-વિચારમાં સ્થિર થવું તે ધર્મ ધ્યાન. આ ધ્યાનથી આર્ત, રૌદ્ર ધ્યાન ટળી જાય છે કારણ કે આગમમાંથી આર્ત, રૌદ્ર ધ્યાનનાં કારણોની સમજ મળે છે અને તેને દૂર કરનાર પરમાત્માની આજ્ઞા શું છે, કર્મના વિપાક કેવા છે વિગેરે સમજથી અને તેના ચિંતનમાં ઊંડા ઉતરવાથી (ચિંતનમાં ઊંડા ઊતરવું તેનું નામ ધ્યાન) આર્ત, રૌદ્ર ધ્યાન ટળે છે. જેથી પરિણિત શુભ તરફ ઘડાય છે અને શુદ્ધતા તરફ પરિણતિ ચાલવા માંડે છે. ત્યારબાદ ચોથા શુકલ ધ્યાનથી પરિણતિની શુદ્ધતા ઘડાય છે. ઉપયોગની શુદ્ધિ પરિણતિને શુદ્ધ બનાવે છે. શુકલ ધ્યાનમાં બીજા જીવોનો પણ વિચાર નથી, કેવળ સ્વાત્માના શુદ્ધ સ્વરૂપનો વિચાર છે. જગતના સઘળા પદાર્થો તરફ ઉદાસીનભાવે વર્તતો આત્મા કેવળ આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયનું જ્ઞાન મેળવી જયારે તેના ચિંતનમાં એકાગ્ર બને છે ત્યારે ઉપયોગની શુદ્ધિ થતી જાય છે. જેમ જેમ ઉપયોગ શુદ્ધ થતો જાય છે તેમ તેમ પરિણતિની શુદ્ધિ વધતી જાય છે. પરિણતિની શુદ્ધિ થતી જાય છે તેમ તેમ અસંખ્ય ભવોના કર્મો આત્મા ઉપરથી ખરવા માંડે છે અને શુકલ ધ્યાનના બીજા પાયામાં કેવળ શુદ્ધાત્મ દ્રવ્યનું ચિંતન કરતો, તે સ્વરૂપમાં લીન બનેલો આત્મા ઘનઘાતિ ચારે કર્મોનો નાશ કરી કેવળ જ્ઞાન આદિને પ્રાપ્ત કરે છે અને તે જ્ઞાન દ્વારા ચરાચર એવા જગતનું અવલોકન પ્રત્યક્ષ કરે છે. આ છે પરિણિતની શુદ્ધતા. તે શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે આર્ત, રૌદ્ર ધ્યાનને ધર્મધ્યાન દ્વારા ત્યજી શુકલ ધ્યાનનો અભ્યાસ કરો તેને પામી અને છેવટે આઠે કર્મનો ક્ષય કરી મુક્તિ પામો એ જ ભાવના. ૧૬. વ્યષ્ટિ-સમષ્ટિ ભાવ જેટલી પરમાત્મા સાથે એકતા તેટલી જીવનમાં સમતા આવે છે. જેટલી પરમાત્મા સાથે એકતા તેટલી જગત સાથે એકતા. પરમાત્માથી જુદું વ્યક્તિત્વ આપણું કર્યું જ વ્યષ્ટિભાવ છે અને આ વ્યષ્ટિભાવ એ જ જીવો સાથે ભેદ કરાવી ઝગડો કરાવે છે. વેર-ઝેર, રાગ-દ્વેષની ગ્રંથિ, મહામોહદશા કરાવે છે અને જીવને ચાર ગતિરૂપ સંસારમાં રખડાવે છે. પ્રભુની સાથે એકતા સાધવી એ જ સમષ્ટિભાવ છે. પ્રભુની સાથે મળી જવું-અભેદતા કરવી. આ સમષ્ટિભાવ એ જ જીવો સાથે એકતા કરાવે. ‘‘fñાયા” એ જ સમષ્ટિભાવ. જીવત્વથી બધા જ જીવો એક છીએ એટલું જ નહિ પણ તે હું જ છું એવો ભાવ આવે છે. પરમાત્મા સાથે સમષ્ટિભાવ થાય ત્યારે જેમ પરમાત્મા સાથે ‘સોડહં’ સાધકનો અંતર્નાદ 189 Page #210 -------------------------------------------------------------------------- ________________ તે હું છું એવો અભેદ થાય છે તેમ જીવો સાથે સમષ્ટિભાવ થાય ત્યારે જીવો સાથે પણ “સોડહં તે બધા જીવો હું જ છું એવો અભેદ સધાય છે અને ત્યારે જ તે જીવના સુખ દુઃખ એ પોતાનાં સુખ-દુઃખ બને છે અને પછી મૈત્યાદિ ચાર ભાવોના પૂરમાં આગળ વધતો આત્મા સ્વ-પરનું કલ્યાણ કરનાર બને છે. પગથી ઘણા કાર્યો કર્યાં પણ તીર્થભ્રમણ નથી કર્યું માટે આત્મસુખ માટે તો હવે આ પગથી તીર્થભ્રમણ જ કરવું છે. જન્મપાવન આજ માહરો, નિરખીયો તુજ નૂર રે.” નેત્રપાવન આજ માહરો, નિરખીયો તુજ નૂર રે.” “હસ્તપાવન આજ માહરો, નિરખીયો તુજ નૂર રે.” “કર્ણપાવન આજ માહરો, નિરખીયો તુજ નૂર રે.” આત્માને તારે અથવા પવિત્ર કરે તે તીર્થ, પગનો ઉપયોગ તીર્થભ્રમણમાં કરીશ. જાપમાં વિકલ્પો ન ઉઠે તો એકાગ્રતા વધતી જાય છે પણ વિકલ્પો ઉઠે તો વિવેકજ્ઞાન વડે તેને તોડવા પણ દબાવી ન દેવા. વિકલ્પો આવે ત્યારે જાપ ચાલુ રાખવો અને વિકલ્પોનું અવલોકન ચાલુ જ રાખવું. સાધકનો અંતર્નાદ 190 Page #211 -------------------------------------------------------------------------- ________________ * મારી નોંધ સાધકનો અંતર્નાદ 191 Page #212 -------------------------------------------------------------------------- ________________ । સાધકનો અંતર્નાદ * મારી નોંધ 19 Page #213 -------------------------------------------------------------------------- ________________ સર્વનું ભક ઈચ્છના, સર્વનું કલ્યાણ 31મતા , રત પંનું ૨૩ભ ઝંખતા અને સંવંના મોક્ષ માગતા, અાત્મ ના ધનાનો અનુપમ મિા ધ, યાત્મજમુર્તિ, ક્ષમા ધર્મના ને જસ્મી નો જન્મ 'મન આ ૨૦ધ૬ પ્ર. પચાસર્ષ ફી ભઠંડર વિજયજી મહારાજ આપ અમા ૨ સર્વનું લક ક૨ના૨ા જ ! Page #214 -------------------------------------------------------------------------- ________________ ਆਤ ਅ ਰਬ ਦੇਸ਼ Page #215 -------------------------------------------------------------------------- ________________ ST) ના ,ના છેલ્લા દર્શન aખેમ્પ તરફૂ પિટાર ૨૦૪૭ ૨ - ૩ ઓi- પ્રખમ દિન જમયાન જતાં રસ્તામાં કંઈ દિખાવો ગિરનાર , હવે મને કે ઇ દિખાવો 1રન? ૨ ત્યાં તો બિરાજે નેમ પ્રભુજી, રાજુલનાભર તારે - હવે મને તરણ શરણ તમરૂં પલ પલ સમરું, વિસર ન ય લ રે , હવે મને ધ્યાન ધરી હવે ઉમે ખાવું, પામ્ આન દ અપાર, હવે મન નેમ પ્રભુનું સમરણ ફરવા , હૈ, ઉલસે અપાર - હવે મને ૨ સહસાવનમે સંયમ લીધા, કર્મ અપાવ્યા ધતી ચાર હવે મન બલરસાન પામી ભંવ જીવને, દેશન? દીય જલધા?. હવે મને ! તe ભૂમિનું સ્મન ફરતાં, મેં ખપાવ્યા છે રસ ? હવે મને ફુલ જવા હું તો હળવા લઈ ઉ પા૨સ દરબ}૨ મન જ વિહો જઈને ધ્યાનની પુષ્ટિ, ફરી શુધ્ધાત્મ વિશ્વાસે, હવે મને સબ નેદ ની મીઠી મધુરી , પામી લહરી અપાર. હવે મને ! cલા . ૫ અ ત ત શ્રી - Callom inferational Page #216 -------------------------------------------------------------------------- ________________ એ ગિરિવરને સેવતાં, આતમનિરમલા થાય દી] ]] ]5][_0i સાધકના પૂર્વસર્જન www.clinelibrary.org