________________
સાધ્યને પ્રાપ્ત કરાવે છે.
આ લયાવસ્થા પ્રાપ્ત કરવા માટે નિરંતર પૂર્ણાનંદ સ્વરૂપ નિજ આત્મસત્તાને સ્મરણ-પથમાં લાવી તેને મેળવવા નિરાલંબન ધ્યાન માટે પુરુષાર્થ કરવો. અર્થાત્ વિમનસ્ક બનવા માટે સંકલ્પવિકલ્પો ત્યજવા અને ચિત્તને સ્થિર કરવું. અનુક્રમે મનોલય સાધવો. એ છે આત્માની લયદશાની સાધના.
૨૬. પૂર્ણાનંદ
શ્રા.શુ. ૭ સતુ ચિત્ આનંદ સ્વરૂપ આત્મા છે તેમાં આનંદનો મહાસાગર ભરેલો છે. અર્થાતુ, આત્મા આનંદથી પૂર્ણ છે માટે જ સિદ્ધ આત્માને (કર્મ-રહિત થઈ સ્વરૂપની સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે) પૂણાનંદી કહેવાય છે. પૂર્ણાનંદ સ્વરૂપનો અનુભવ કરવા માટે બાહ્ય-જડ-પર વસ્તુથી પ્રાપ્ત થતા આનંદને ઓળખવો જોઈએ. એ આનંદ નથી પણ સુખાભાસમાંથી મેળવેલો અસત્ આનંદ છે. ત્યારબાદ બાહ્ય-પરવસ્તુથી આનંદ મેળવવા માટે જે વિકલ્પની ચંચળતા છે તેને ત્યજવી જોઈએ. કેમકે વિકલ્પો છે ત્યાં સુધી આત્માની સ્થિરતાનો અનુભવ થતો નથી. વિકલ્પો શાંત થાય ત્યારે તરંગરહિત સમુદ્ર જેમ સ્થિર હોય છે તેમ વિકલ્પરૂપી તરંગોથી રહિત આત્મા પૂર્ણ આનંદનો અનુભવ કરે છે. વિકલ્પ રહિત થવા માટે જડ અને ચેતન તત્ત્વને ઓળખી તે બન્નેને તત્ત્વદૃષ્ટિથી જોવામાં આવે તો વિકલ્પો શાંત થઈ જાય છે અને તત્ત્વદૃષ્ટિ ખૂલતાં આત્મા પૂર્ણાનંદ નિજસ્વરૂપનો અનુભવ કરે છે. તત્ત્વજ્ઞાનીની દૃષ્ટિ સદા પૂર્ણતાના આનંદરૂપી અમૃતથી ભીંજાયેલી હોય છે. તેથી તે દૃષ્ટિ પ્રાપ્ત થતાં જ આનંદ અને સુખનો અનુભવ કરે છે.
આત્માનો સ્વભાવ છે પૂર્ણાનંદ, સ્વરૂપ છે પૂર્ણાનંદી. તે બાહ્ય વસ્તુથી પ્રાપ્ત નથી થતો માટે બાહ્ય દષ્ટિવાળાને તેનો અનુભવ નથી હોતો, પણ જયારે તે જાણે છે કે આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે, તે સહજ છે, અનુભવે તે જ જાણે ત્યારે તેને આશ્ચર્ય થાય છે. પૂર્ણાનંદરૂપી ચંદ્રની કળામાંથી નિરંતર અમૃત ઝરે છે. ર૦. અવિચલા સ્થિતિ
શ્રા.શુ. ૯ દ્રવ્ય માત્ર અવિચલ છે, પર્યાય માત્ર અસ્થિર છે. છએ દ્રવ્ય સ્વ સ્વરૂપે અવિચલ છે, તેનું સ્વરૂપ ગહન છે, અતીન્દ્રિય છે, અકથ્ય છે, તેની ઓળખાણ આપવાનો જ્ઞાનીઓએ જે કાંઈ પ્રયત્ન કર્યો છે તે તેની પર્યાય દ્વારા જ્ઞાનીઓ પોતે જાણે છે પણ અકથનીય હોવાથી તેના ધર્મો સમજાવવા દ્વારા ધર્મીને બતાવ્યો છે. મૃતોપયોગથી જ્ઞાતા પોતે અનુભવ દ્વારા યત્કિંચિત ઓળખી શકે છે.
હવે છ દ્રવ્યમાં પણ જેની કર્મથી મુક્તિરૂપ કાર્ય સાધવું છે તે આત્મદ્રવ્ય જ જ્ઞાતવ્ય છે અનુભવનીય છે. તે જ એક ચેતન દ્રવ્ય છે જે સુખ દુઃખ વગેરેને પોતે જાણે છે, અનુભવે છે. બાકીનાં દ્રવ્યોને પોતાને સાધકનો અંતર્નાદ
36
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org