________________
પ્રથમની ચલતાના વિચારને છોડીને જે પછી સ્થિરતા છે તે અને અચલતા બંને એક જ છે તેમાં ભેદ પડી શકતો નથી.
એ દ્રવ્ય એક દષ્ટિએ અચલ છે. તે પોતાનું અસ્તિત્વ છોડીને બીજા દ્રવ્યને કદી પામતા નથી. જીવ તે અજીવતાને નથી પામતો તે રીતે છ એ દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ છોડતા નથી. છતાં તે પર્યાયને ધારણ કરે છે માટે ચલ બને છે અને તે પર્યાયમાં રહે છે ત્યાં સુધી તે નિશ્ચલ કહેવાય છે.
આ રીતે બધા પદાર્થોમાં નિશ્ચલ અને અચલનો ભેદ પડી શકે છે અને બન્નેનો સમન્વય પણ થઈ શકે છે.
૫. પ્રભુનાં ગુણોની સ્પષ્ટતા અથવા પ્રભુનાં ગુણગાન
આ.શુ. ૪ પ્રભુ ! તારા ગુણો ગાવા કોઈ શક્તિમાન નથી, અનંત અનંત ગુણનો ખજાનો તારામાં ભર્યો છે. એ ખજાનો તો પોતાને જયારે દેખાય ત્યારે જ તારા ગુણોને જાણી શકાય. છતાં મારી આ દીન અવસ્થામાં (ગુણ રૂપી ધનના અભાવે ગરીબાઈને ભોગવતો આત્મા) તારો ખજાનો શ્રત દ્વારા અંશરૂપ મારા ખ્યાલમાં આવ્યો છે તે જોઈ જોઈને હરખાઉં છું. શું તારી કરુણા ! જાણે કરુણાનો સાગર હિલોળે ચડયો ન હોય ! મારા જેવા કેટલાયને તેની છોળોના સ્પર્શથી પ્લાવિત કરી નાખ્યા-નવડાવી નાખ્યા અને સંસારના તાપથી તપી ગયેલાને શાંત કર્યા. સહરાના રણમાં મુસાફરી કરનારો, તૃષાથી આક્રાંત થયેલો જેમ પાણી મળતાં આનંદવિભોર બને તેમ તારી કરુણાના ધોધના દર્શન થતાં મારી બધી તૃષ્ણા શાંત થઈ ગઈ, નિરંતર જાણે તેમાં સ્નાન કર્યા કરું. તેમાં તો અપૂર્વ શાંતિનો અનુભવ થાય છે. હે કરુણાસાગર! આ તારી કાલ્પનિક કરુણાની વાત કરી, સાક્ષાત તારી કરુણાનો સ્પર્શ કર્યો છે તેવા ગૌતમ સ્વામી આદિ મહામુનિઓ તો ન્યાલ થઈ ગયા. હે પ્રભુ! તું જ ઉપશમ રસની ક્યારી છે. તે ઉપશમ ભંડાર! ખોલો આપનો ભંડાર તેમાંથી મને આપો શમ. મારા અનાદિના રાગ, દ્વેષ, ક્રોધાદિએ આત્મ સંપત્તિ લૂંટી લીધી છે. તેથી દીન એવો હું ચાર ગતિરૂપ સંસારમાં ભટકયા કરું છું. વેપાર કરવા થોડી મૂડી આપશો તો તેના દ્વારા મારા ખજાનાને હું પ્રાપ્ત કરીશ.
હે કૃપાળુ ! હે દયાળુ ! દયા કર આ પામર જન ભીખ માંગે છે. તારી કૃપા અનંતી છે. અનંત જીવો પર એક સરખી વરસે છે. તારી દૃષ્ટિમાં એ ભરેલી છે. જેના પર તારી દૃષ્ટિ પડે અથવા તારી દૃષ્ટિમાં જે આવે છે એનું પાત્ર તું સંપૂર્ણ ભરી દે છે પણ ઊંધું પાત્ર ધરીને ઊભેલા મેં તારી કૃપા હજી સુધી મેળવી નથી, આજે તો હું સાચા દિલથી પાત્રને સન્મુખ રાખીને આવ્યો છું. ભરી દે તારી દયાથી, હું ન્યાલ થઈ જઈશ.
હે કૃપાસિંધુ ! ઓહો ! તારી કૃપાનો સાગર પૂર્ણ ભરેલો છે, તેમાંથી હું પાણી પીને તૃપ્ત થઈશ.
પ્રભુ, આ તો મેં મારા સ્વાર્થને પોષનારા ગુણ ગાયા, તારા ગુણો તો અવર્ણનીય અને અગણિત છે. અજર, અમર, અચલ, અક્ષય, અનંત, ત્રિલોકનાથ, જગનૂરુ, સમતાના ભંડાર, કૃપાવતાર, જગતનું યોગ ક્ષેમ કરનાર, અચિંત્ય ચિંતામણિ, કલ્પવૃક્ષથી અધિક, અનંત દાનેશ્વરી અનંતવીર્યવાનું, લોકોત્તર સૌભાગ્યશાળી, અનંતદર્શી, અનંતજ્ઞાની, અનંતભોગી, જ્યોતિ સ્વરૂપ, જગતસ્રષ્ટા આવા સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org