________________
આવા અનેક ગુણોથી અલંકૃત આપ-ત્રણ ભુવનને શોભાથી રહ્યા છો. ૦૬. અધીરની લુચ્ચાઈ, સુધીરની સચ્ચાઈ, ધીરનો પડકાર, સમધીરનો વિજય (રણકાર)
આ.શુ. ૫ ધીર એટલે ધીરજવાળો, જેનામાં ધીરતા નથી તે અધીર. અધીરાઈ આત્માને ખૂબ નુકશાનકારક છે. મને વસ્તુ પ્રાપ્ત થશે કે નહિ ? એ માટે ઉતાવળ, માનસિક ચિંચળતા એ કારણથી કોઈ પણ સાધનામાં સ્થિરતા આવી શકતી નથી, માટે આત્માના પણ કોઈ વિષયમાં કોઈ કાર્યસિદ્ધિ માટે અધીરાઈ ન જોઈએ. તે દુર્ગુણ છે. અધીરાઈથી વસ્તુની પ્રાપ્તિ થતી નથી. અધીરતાથી પણ કોઈ સિદ્ધિ બતાવે તો તેમાં તેની લુચ્ચાઈ માનવી, કેમ કે એ સત્ય સનાતન છે કે અધીર આત્મા પોતાની કોઈ પણ કાર્ય સિદ્ધિ માટે સફળ થતો નથી.
સુધીર-જેમાં કુ અને સુ ના ભેદ પડે છે તેથી ધીરતા ને જો સુ સાથે જોડવામાં આવે તો નક્કી છે કે જે સારી ધીરતાવાળો આત્મા છે તે પોતાની કાર્ય સિદ્ધિ અવશ્ય કરે છે.
ધીર માણસ-વ્યવહારિક ધીરજવાળો છે. તે પોતાની ધીરતાથી બીજા ઉપર પડકાર કરીને અવળા માર્ગે જતાં અગર કોઈ પણ કાર્યથી અટકાવવા માટે સમર્થ બને છે. માટે ધીરજ સારી તેમાંય પણ સુધીરતા સારી પણ વિજય તો સમધીર આત્મા જ મેળવી શકે છે. સમધીર જે કાર્યમાં જેટલી અને જેવી ધીરજ રાખવાની જરૂર હોય તેટલી અને તેવી રાખીને પોતાની દરેક જાતની કાર્ય સિદ્ધિ કરી શકવા સમર્થ બને છે માટે જ સમધીરનો જ જગતમાં વિજય થાય છે કેમકે વ્યવહાર અને નિશ્ચય બન્નેને સાચવીને જ ચાલે છે.
૦૭. ભાવના
વિ.વ. ૭ આપણે ઓછામાં ઓછું આ ભવમાં એટલું તો જરૂર આરાધનામાંથી બળ મેળવવું છે કે પરમાત્મા આપણા હૃદયમાં નિરંતર વસે જેથી બાહ્ય પદાર્થોમાંથી આપણું મન નિવૃત્ત બનતું જાય. જડ અને ચેતન પદાર્થોમાંથી આકર્ષણ ચેતન તરફનું જ વધે અને ચેતન તરફના આકર્ષણથી જ જીવદયાના પરિણામે તથા જગતના જીવો પ્રત્યેના અભેદ પરિણામે સહજભાવે તથા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મામાં લીનતા વધે. આ બધું જ પરમાત્માની કૃપાથી શકય બનશે.
બધાં જ અનુષ્ઠાનો જીવ પ્રત્યેનું ખેંચાણ અને જડ પ્રત્યેની નીરસતા પામવા માટે કરવાનાં છે.
પ્રભુપૂજા પણ પરમાત્માના શુદ્ધ ચૈતન્યને નિહાળી, તેના પ્રત્યે પ્રેમ વધારી શુદ્ધ સ્વરૂપમાં તે અવસ્થા રહેલી છે તેના પ્રત્યે લીન થવા માટે છે.
તપ-જડનો મોહ અનાદિનો છે તેનાથી છૂટી જડ ચેતનની ભિન્નતા અનુભવવા માટે છે. સામાયિક-આત્માનો સમત્વભાવ પ્રગટ કરવા માટે છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org