________________
૨૩. શીતળતા (પૂર્ણિમાના ચંદ્રની)
શ્રા.શુ. ૧૫ શીતળતા એ શબ્દ સુણતાં હૃદયમાં ચમકારો થાય છે. શેની શીતળતા? આત્માની? શરીરની? સ્વભાવની ? આ બધાની શીતળતા સહુ ઈચ્છે છે, કારણ કે તેમાં સુખ અને શાંતિનો અનુભવ છે.
શીતળતા કેવી હોય? તેને કોની સાથે સરખાવીને ઓળખાવી શકાય ? પૂર્ણિમાના ચંદ્રની સાથે, કેમકે તે દિવસનો ચંદ્રમા આપણને શીતળતાનો અનુભવ કરાવે છે.
શીતળતા ઈન્દ્રિયગ્રાહ્ય નથી તે ચક્ષુથી કે સ્પર્શથી જણાથી નથી પરંતુ અનુભવથી જ સમજાય છે. ઠંડું, ઊનું એ સ્પર્શગ્રાહ્ય ગુણ છે પણ શીતળતા એ ઠંડકથી ભિન્ન વસ્તુ છે. શીતળતા આત્મા અનુભવે છે. ઠંડકનું સ્પર્શેન્દ્રિય દ્વારા આત્મા જ્ઞાન કરે છે. તે ઠંડક જડ વસ્તુમાં રહેલી છે. શીતળતા ચેતન વસ્તુમાં રહેલી છે.
તે શીતળતા પરમાત્માના મુખની પ્રશાંતતામાં અનુભવાય છે, તે શીતળતા ગુરુના મુખની પ્રસન્નતામાં અનુભવાય છે, તે શીતળતા ચૈતન્ય સ્વરૂપ જગતના સકલ સત્ત્વ, પ્રાણી, જીવના સુખ અને આનંદમાં અનુભવાય છે. તે શીતળતા સકલ જીવોની સાથે ઐકયને અનુભવતા પોતાના આત્મામાં અનુભવાય છે.
જડ વસ્તુમાં રહેલી ઠંડક અલ્પજીવી હોય છે, વળી પછી તરત જ સંતાપને ઉત્પન્ન કરનારી હોય છે. ચેતનમાં રહેલી શીતળતા શાશ્વત અને અનંતકાળ સુધી રહેનારી હોય છે.
શીતળતાથી પૂર્ણ એવો પૂર્ણિમાનો ચંદ્ર જગતના જીવોને શીતળતા ઉપજાવે છે કારણ કે તે ચંદ્રની ચાંદની-જયોસ્નામાંથી અમૃત ઝરે છે, તે અમૃતમાંથી સદા શીતળતા વહે છે, તેમ ચંદ્રની ઉપમા પ્રભુનું મુખ શીતળતા ઉપજાવે છે તે કેવી છે ? તે સમજવા માટે છે.
પ્રભુનું મુખ શીતળતા ઉપજાવે છે કેમકે તે મુખમાં અનંતગુણોરૂપી જ્યોત્મા છે તેમાંથી અમૃત ઝરે છે. તે અમૃત છે. અનંતગુણોની લવણિમતા, તેમાં તરબોળ બનેલ તે અમૃતમાંથી વહેતી શીતળતાનો અનુભવ કરે છે.
તે પ્રમાણે ગુરુની પ્રસન્નતારૂપી જ્યોન્ઝાનાં કિરણોમાંથી પણ નિરંતર શીતળતા વહી રહી છે. તેને ગુરુગુણમાં તરબોળ બનેલો આપણો આત્મા અનુભવી શકે છે.
શ્રાવણ સુદ પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાએ ખીલેલો છે તેવા સમયે એક મહાપુરુષનો જન્મ થયો છે. તે પણ કેટલાય જીવોને અનુપમ શીતળતાનો અનુભવ કરાવે છે આવી છે શ્રાવણ પૂર્ણિમાની ચાંદની, કે જેણે અમારા બધાના જીવનમાં જેણે શીતળતા - શીતળતા રેલાવી દીધી છે.
ધન્ય છે એ મહાયોગીપુરુષ સિદ્ધિસૂરિશ્વરજીને.(બાપજી મ.સા.ને)
સાધકનો અંતર્નાદ
122
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org