________________
૪૬, લોકોત્તર પદ
શ્રા.વ. ૨ લોકોત્તર પદ એટલે ચૌદ રાજલોકની છેડે રહેલું સ્થાન, મોક્ષ પદ. આ થયો શબ્દાર્થ. ભાવાર્થ છે લોકોત્તર સ્થાનપદ છે આત્મા. લૌકિક અને લોકોતર આ બે સ્થાન જગતમાં છે લોકો જેને અનુસરે તે લૌકિક કહેવાય, પણ લોકોને જે ઉલ્લંધીને ચાલે છે તે લોકોત્તર કહેવાય. લોક એટલે સંસાર ચાહકવર્ગ, તેને અનુસરવું એટલે સંસારની બાહ્ય વસ્તુ તરફ ઢળી જવું. તેમાં પોતાના દેહ ઈદ્રિય, મન, વિગેરેથી માંડીને જગતના બધા બાહ્ય વ્યવહારો સુધ્ધાં ગણી લેવા. આ બધી બાહ્ય વસ્તુ જયાં રહી છે તે લૌકિક પદ છે. તે સિવાયની વસ્તુ શુદ્ધ આત્મા અને તેને લગતા જ્ઞાનાદિ ગુણો વિગેરે લોકોત્તર છે. લોકો એટલે સામાન્ય જનતા, તેમાં જેને રસ નથી તેથી લોકોત્તર છે. તેનું સ્થાન કર્મમુકત અવસ્થાને પામેલો આત્મા છે. કર્મમુકતોની જગ્યાને ઉપચારથી લોકોત્તર પદ મોક્ષની જગ્યાને કહેવાય છે.
લોકોત્તર પદમાં રહેવું એ કાંઈ મોક્ષમાં જઈએ ત્યારે જ રહેવાય એવું નથી. જયારે-જયારે ચિત્તઉપયોગ આત્મામાં ઢળતો હોય, તેમાં જ રસ ધરાવતો હોય ત્યારે પણ લોકોત્તર પદમાં રહી શકાય છે. લોકોત્તર પદ નિરાકાર છે, અરૂપી છે. તેમાં કોઈ પણ રહી શકે છે. ઉપયોગ તેમાં સ્થિર થાય ત્યારે તે પોતાના સ્થાનમાં હોય છે, અને લોકોત્તર પદનું સુખ તે ચાખી શકે છે. ૪૦. નાભિસ્વરૂપ આત્માની ઓળખાણ
શ્રા.વ. ૩ નાભિ સ્વરૂપ આત્મા એટલે મનુષ્યની નાભિમાં રહેલા આઠ રૂચક પ્રદેશ સ્વરૂપ આત્મા. આત્માના અસંખ્ય પ્રદેશો છે, તેમાંના મધ્યમાં રહેલા આઠ પ્રદેશો તે તદ્ધ નિરાવરણ અને સિદ્ધ પરમાત્મા જેવા શુદ્ધ છે અને ગાયના આંચળની જેમ ચાર નીચે અને ચાર ઉપર બરાબર મનુષ્યની નાભિના સ્થાને અર્થાતુ મધ્યમાં રહેલા છે. તેની ઓળખાણ સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું શ્રુતજ્ઞાન દ્વારા આલંબન લેવાથી થાય છે, કારણ કે આપણા આ રૂચકપ્રદેશો અને સિદ્ધ પરમાત્મામાં કોઈ ફેરફાર નથી. સિદ્ધ પરમાત્માના અસંખ્ય પ્રદેશો નિરાવરણ છે. આપણા આઠ નિરાવરણ છે. માટે આપણા સર્વ આત્મ પ્રદેશોને નિરાવરણ કરવાના ધ્યેયથી સિદ્ધ પરમાત્માનું આલંબન લઈ, પોતાના નિર્મળ આઠ રૂચક પ્રદેશને તે સ્વરૂપે જોઈને પોતાના અસંખ્ય પ્રદેશોને રૂચક પ્રદેશો જેવા નિહાળવા અને પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તેનું ધ્યાન કરવું અને પોતાની સિદ્ધાવસ્થામાં લીન બનવું. - હમણાં શાસ્ત્રધારા-આગમથી ઉપયોગને રૂચક પ્રદેશમાં સ્થિર કરવો, ઉપયોગમાં શુદ્ધ આઠ રૂચક પ્રદેશોનું પ્રતિબિંબ નિહાળવાથી નિજ સિદ્ધદશા સ્થિતિનું દર્શન થાય છે. અને તેમાં તન્મય થતા આઠ રૂચક પ્રદેશની શુદ્ધિનો પ્રકાશ અસંખ્ય પ્રદેશોમાં ફેલાઈ જતાં આત્માના સ્વરૂપની ઝાંખી થાય છે, દર્શન થાય છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org