________________
તે બિહામણા સ્વરૂપના પંજામાંથી છૂટવું હોય તો જ્ઞાની ગુરુનું શરણું લઈ વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજવાં સમર્પણ થવું જોઈએ. તે એક જ આપણને તેનાથી બચાવી શકે તેમ છે. ૪૫. વિભાજય સુખ
શ્રા.વ. ૧ વિભાજય સુખ એટલે જેના વિભાગ કરી શકાય તેવું સુખ. વિભાગ કરાય એટલે વચ્ચે અંતર હોય એક સુખની અને બીજા સુખની વચ્ચે આંતરું હોય. આંતરામાં તેનું પ્રતિસ્પર્ધી દુઃખ હોય માટે જ તેવા સુખને વિભાજય સુખ કહેવાય છે. આ સુખ સંસારીને હોય છે. જે સુખને જ્ઞાનની દ્રષ્ટિમાં સુખાભાસ કહેવાય છે કેમકે આંતરાવાળું સુખ અર્થાત્ જે સુખના પરિણામમાં દુઃખ હોય છે તેને સુખાભાસ કહેવાય છે. સાચા સુખમાં અંતર પડતું જ નથી. કેવળ સુખ સુખને સુખ જ હોય છે જે સુખ કર્મબંધનની મુક્તિનું છે, આત્માની સ્વતંત્રતાનું છે, ત્રણ ભુવનના સામ્રાજયનું છે. બધે તેમની જ સત્તા ચાલે છે, તેમના ઉપર કોઈની સત્તા રહી નથી. પરમાત્મપદ પ્રાપ્તિનું સુખ છે, જેમાં આત્માને આંતરા વિનાની અબાધા છે. તે સુખના વિભાગ કરી શકાતા નથી તેથી તે અવિભાજય સુખ કહેવાય છે. આ પુત્રનું સુખ, ધનનું સુખ, પત્નીનું સુખ, અનુકૂળતાનું સુખ, પાંચે ઈન્દ્રિયના વિષયોનું સુખ શરીરને વ્યાબાધા રહિતપણાનું સુખ. આ જાતના સુખના જે વિભાગ છે તે જ દુઃખને નોતરનારા છે, કેમ કે તે અનિત્ય છે. આમાંથી કોઈ પણ વસ્તુનો અભાવ થતાં તે વસ્તુનું દુઃખ થાય છે એમ વ્યવહારથી કહેવાય છે. જો કે વસ્તુમાં સુખ કે દુઃખ આપવાની તાકાત નથી, જીવ-ભ્રમથી તે-તે વસ્તુમાં સુખ-દુઃખનો અનુભવ કરે છે. સુખ-દુઃખની લાગણી આત્મામાં થાય છે અને તે પણ વચ્ચે મનની દલાલી પ્રમાણે આત્મા લાગણી પેદા કરે છે.
આ વિભાજય સુખના અસંતોષથી જ પરમાત્માના માર્ગે ચાલી અવિભાજય સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાનો છે.
વિભાજય સુખ આવે છે. મોટે ભાગે દુઃખ આપવા. તેમાં ફસાવા જેવું નથી, તૃપ્તિ પણ પામવા જેવી નથી કેમ કે આ સુખના કડવાં ફળ પણ આ જીવે ઘણા ચાખ્યાં છે માટે.
જયાં એકાંતિક એટલે એકલું જ સુખ, આત્યંતિક એટલે સંપૂર્ણ-અધૂરું નહિ એવું કેવલ્ય સુખ, મોક્ષ સુખ જે આત્માને અત્યંત મધુર લાગે છે. અમૃત કરતાં પણ અધિક, એવું અવિભાજય સુખ જે સુખ આત્માના પ્રદેશ-પ્રદેશે અનંત-અનંત અંશો રહેલા છે જેને આ જગતના કોઈ (સુખ) પદાર્થ સાથે સરખાવી શકાતું નથી. એવું અવિનાશી, શાશ્વત, અનુપમ, સાદિ અનંત કાળ સુધી ભોગવતાં પણ કદી ખૂટે નહિ. સદાની તૃપ્તિથી સ્થિર એવા તે સુખનું વર્ણન કેવલી ભગવાન પણ કરી શકે નહિ તેવા અવિભાજય સુખની પ્રાપ્તિ થવાથી વિભાજય સુખ તેમાં અંતર્ભત થઈ જાય છે. અર્થાતુ, તે સુખના ભાગલા-આંતરા નષ્ટ થઈને કેવળ, શાશ્વત, અનુપમ-અવિભાજય સુખનો અનુભવ કરી શકે છે.
સાધકનો અંતર્નાદ
50
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org