________________
અવરાતું નથી, પણ તેની ગહનતા સંપૂર્ણ અવરાઈ છે, જેમ-જેમ જ્ઞાનોદધિમાં (કેવલજ્ઞાન) ડૂબકી મારીએ અને તેના તલ સુધી પહોંચવા પ્રયત્ન કરીએ તેમ-તેમ ગહનતાની સૌરભ આવવા માંડે છે જ્ઞાનોદધિમાં ડૂબકી મારવી એટલે જ્ઞાનોદધિના તલમાં જે તેના પિયૂષપાનમાં મસ્ત બન્યા છે તેવા કેવળજ્ઞાનીના કેવળજ્ઞાનમાં ઉપયોગ સ્થિર કરવો. અર્થાત્ અનંતજ્ઞાની પરમાત્મામાં ઉપયોગ સ્થિર કરી તન્મય, તતૂપ થવું. ત્યાં તેમનામાં અનંતજ્ઞાનની સૌરભ આવે છે. તેમાં ઉપયોગી લીન બને છે એટલે જ્ઞાનઘન સ્વરૂપ આત્માનું દર્શન થાય છે. ઘન એટલે પિંડો. તે પણ વચ્ચે આંતરા વિનાનો, તેમાં આપણા ઉપયોગને ડુબાડવો ઘણું કઠિન કામ છે કેમ કે વસ્તુ જેટલી ઘન તેટલું તેમાં પ્રવેશ કરાવવા માટે વસ્તુ તીણ જોઈએ. અહીં પણ જ્ઞાનઘન સ્વરૂપ આત્મામાં પ્રવેશ કરવા માટે ઉપયોગ ખૂબ તીર્ણ અને સૂક્ષ્મ બનાવવો પડે. ઉપયોગને સૂક્ષ્મ બનાવવા માટે અત્યંત સ્થિર બનાવવો જોઈએ, ઉપયોગને સ્થિર બનાવવા માટે મનની ચંચળતા રોકવી પડે. ચંચળતા રોકવા માટે પાંચે ઈદ્રિયોને વશ કરવી પડે, તેને વશ કરવા માટે, કષાયોને જીતવા માટે પંચ પરમેષ્ઠિનું આલંબન લેવું જોઈએ.
જ્ઞાનઘન આત્મામાં અગણિત રત્નો પડેલાં છે તે જ્ઞાનની ગહનતામાં પ્રવેશ કરતાંની સાથે દેખાય છે, તે રત્નો છે. પંચ પરમેષ્ઠિનું આલંબન લીધા પછી જ આત્માના ગુણો ઓળખી શકાય છે કેમ કે તેમનામાં તે પ્રગટ છે. તેને તેમનામાં જોવાથી ગુણ પ્રત્યે પ્રેમ જાગે છે અને આપણામાં તિરોભાવ પામેલા ગુણોને પ્રગટ કરવા પુરુષાર્થ કરવાની જાગૃતિ આવે છે. તે પુરુષાર્થ એ જ છે કે પરમાત્મામાં રહેલા ગુણોમાં ધ્યાન દ્વારા ઉપયોગ સ્થિર કરવા તન્મય-દ્રુપ બની કર્મોનો હ્રાસ કરી નિજ ગુણોને પ્રગટ કરવા.
૪૪. મિથ્યાત્વનું સ્વરૂપ
શ્રા.શુ. ૧૪ મિથ્યાત્વનું સ્વરૂપ અતિ બિહામણું છે. પદાર્થોના યથાર્થ સ્વરૂપના બોધમાં ભ્રમ ઉત્પન્ન કરીને તે ભયંકર સ્વરૂપ ધારણ કરે છે અને જીવને ભ્રમિત કરીને નરક નિગોદના ખાડામાં ફેંકી દે છે. મોહાંધ જીવને તેનું સ્વરૂપ બિહામણું છતાં તેમાં રુચિ પેદા કરે છે અને તેનું જ સેવન કરવા જીવ લલચાય છે. તે વસ્તુના યથાર્થ બોધની લહેજત ઉડાવી દે છે. વસ્તુનું સાચું ભાન જીવને સુખ અને આનંદ આપે છે. તે આનંદ અનુભવ્યો હોય તેને જ આના બિહામણા સ્વરૂપની ઓળખાણ થાય છે. અને તેનાથી દૂર રહે
વસ્તુનું સત્ય સ્વરૂપ હળુકર્મી જીવને આકર્ષે છે અને તેના ઊંડાણમાં જવા તલસે છે અને ત્યાં તે બોધનો સ્પર્શ થતાં પુલકિતતા અનુભવે છે. રોમાંચ વિકસ્વર ખડા થાય છે. અને આત્મપ્રદેશોમાં આનંદની લહેરી ફરી વળે છે. જયારે મિથ્યાસ્વરૂપ વસ્તુને દેખવામાં અવળી સમજ આપે છે. જે પોતાનું નથી તેની સાથે રાગ કરાવે છે અને પોતાનું છે તેના ઉપર દ્વેષ કરાવે છે અને પોતાના નિધાનથી દૂર ખસેડે છે. નિધાનનું દર્શન પણ કરવા દેતું નથી તો મેળવવાની તો વાત જ કયાં રહી?
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org