________________
૪૮. જ્ઞાનની કુમતિ સાથે તકરાર
શ્રા.વ. ૪ જ્ઞાન આત્માનો ગુણ છે. તે નિર્મળ છે. જગતના બધા જ પદાર્થોનું તેમાં પ્રતિબિંબ પડે છે. આત્માને સુમતિ અને કુમતિ બે સાહેલી છે. જયારે સુમતિ સાથે વિચરતો હોય છે ત્યારે જગતના પદાર્થોને સાચા સ્વરૂપમાં જુએ છે અને કુમતિ સાથે હોય છે ત્યારે ઉંધા સ્વરૂપમાં-મિથ્યા સ્વરૂપમાં જુએ છે. જેમ જ્ઞાનમાં પદાર્થોનું પ્રતિબિંબ પડે છે તેમ સાથે રહેલી સાહેલીઓની છાયા પણ હોય છે. તેથી પદાર્થોના પ્રતિબિંબને પોતાની છાયા જેવી હોય તેવું દેખાડે છે. સુમતિ તે નિર્મળ શુદ્ધ મતિ છે, તેથી તેની છાયા પડી હોય ત્યારે પદાર્થને સત્ય સ્વરૂપે ઓળખી શકાય છે પણ કુમતિ તે કાળી-કદરૂપીમલિન-ગંદી મતિ છે તેની છાયા તે પદાર્થને પણ મલિન કદરૂપો દેખાડે છે તે જ્ઞાનને ગમતું નથી કેમ કે પોતાની નિર્મળતાને મલિન કરે છે અને પ્રકાશને કદરૂપો કરે છે એટલે સ્વ-રૂપ ઢંકાય છે. પણ જયારે ઢંકાય છે ત્યારે કુમતિ જ્ઞાન ઉપર સવાર થઈ જાય છે ત્યારે જ્ઞાનનું પોતાનું બળ શિથિલ બની જાય છે અને તે મતિ પ્રમાણે કરવું પડે છે. પણ તે વખતે સુમતિ સાહેલી દૂર ગઈ હતી તે વેગથી આવી પહોંચે છે તે કુમતિને નીચે ઉતારે છે એટલે જ્ઞાન પોતાનો પ્રકાશ ફેલાવે છે અને તેને દૂર ફેંકી દે છે.
આ આત્માની સાહેલી થઈ કઈ રીતે?
જયારે મોહરાજા પોતાનું સૈન્ય લઈને યુદ્ધ કરવા આવ્યા હતા ત્યારે તેનો મિથ્યાત્વ મહેતાએ પહેલા તો આત્માને આંખે પાટા બાંધીને ભમાવ્યો, ત્યારે અકળાયેલા આત્માએ કુમતિનો સાથ લઈને તે પાટા છોડાવ્યા. જેમ તે કહે તેમ ચાલવા માંડ્યું ત્યારથી તેની સાથે સખીપણાના ભાવથી રહેવા લાગ્યું. પણ તેને ખબર નથી કે કુમતિનો સંગ કરાવવા માટે જ તને અકળાવ્યો હતો. જેથી તેના સંગમાં પડેલો તું મોહરાજાને આધીન બની શકે. હવે સમ્યક્ત્વરૂપ ધર્મરાજાના મહેતાએ ભાન કરાવ્યું કે આ બંધનમાં કયાં પડ્યો? તેને સુમતિ સાથે સંગ કરાવ્યો.પછી કુમતિ દૂર ભાગી ગઈ પણ સુમતિ થોડે દૂર જાય એટલે તે કુમતિ આવીને પોતાનો ભાવ ભજવી જાય છે. હવે તો જ્ઞાનીના સંગમાં રહીને તેની સાથેનો સંગ છોડી દેવો છે. પણ તે એમ કાંઈ છૂટે? મોટો ઝગડો માંડયો. હું પ્રથમ આવી છું એમ કાંઈ તને છોડું નહિ, પણ સાચી સમજ (જ્ઞાન) કહે છે મેં પહેલાં તને ઓળખી ન હતી પણ હવે તો તને પેસવા જ ન દઉં. હું ધર્મરાજાના શરણે છું તેના સેવકો-કર્મચારીઓ મારું નિરંતર રક્ષણ કરે છે, સુમતિ મારું પડખું છોડતી નથી. મારા પ્રકાશમાં તારી કાળી છાયા નાશ પામશે. કુમતિ કહે મારી છાયા છે તેમાં જ બધી શક્તિ રહેલી છે ગમે તેવો પ્રકાશ હોય પણ મારી છાયા પડે એટલે તે ઢંકાઈ જ જાય જેમ મેઘનાં કાળાં વાદળોથી સૂર્યનો પ્રકાશ. જ્ઞાન કહે કે તે વાદળ છાયાને હઠાવવા પવન જેમ, તેમ આગમ શ્રુતજ્ઞાન મારો પરમબંધુ છે તે તારી છાયાનો નાશ કરશે. હું નિરંતર તેની સાથે બહુમાન અને ભકિતથી વર્તુ છું. તેની મને મોટી સહાય છે. કુમતિ કહે કે ઓહો તેના પ્રત્યેના બહુમાન-ભક્તિ તો મારી આળસ નામની દાસી પણ કયાંય ફગાવી દે તેવી છે. એ તો મેં તેને મોકલી નથી ત્યાં સુધી જ તું તારા પરમબંધુ સાથે સુખેથી રહી શકયો છું. જ્ઞાન કહે કે બુદ્ધિ તો બધી દાસીઓને ઓળખે છે. તેથી સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org