________________
ને બંધન તેની મેળે સમય થતાં છૂટી જાય છે. સહજભાવે આ બધી વસ્તુ થનારી છે. છતાં જીવ તેને છોડવા પ્રયત્ન કર્યા વિના રહી શકતો નથી. આ રીતે કાર્ય યોગ્ય કાળે જ થશે એમ વિશ્વાસ હોવા છતાં જીવનો પુરુષાર્થ પ્રયત્ન પણ સહજ ભાવે બનનારી વસ્તુ છે. જો તેમ ન હોય તો પોતે જાણે છે કે કાળ પૂર્ણ થશે ત્યારે કાર્ય સહજ ભાવે બનનારું છે તો પછી તેની રાહ કેમ જોતો નથી? પણ આ એક એની મેળે બનનારી વસ્તુ છે કે ગમે તેટલું મન સ્થિર કરીને કાળની રાહ જોતો બેઠો હોય તો ય પાછો ઊઠે કે લાવ આમ કરી જોઉં. તે કાર્ય બને છે કે કેમ ? આમ પુરુષાર્થ પણ જીવના સહજ સ્વભાવથી થઈ જ જાય છે.
તેથી મહાવીર પ્રભુ અરિહત થવાના હતા. તેમનો કાળ આવ્યો એટલે આ ભૂમિ પર જન્મ લીધો. પણ તે પહેલાં ત્રીજા ભવથી તેમની મહેનત અરિહંત થવાની હતી. જો કે તે મહેનત સહજ રીતે જ થઈ છે. પોતાને કોઈ એવો ભાવ ન હતો કે હું અરિહંત થાઉં અને પૂજાઉં. પણ તેમની તેવી પર્યાય તે કાળે પ્રગટ થવાની હતી એટલે તેવો પુરુષાર્થ થઈ ગયો. ભાવ પણ તેવા ઉત્પન્ન થતાં તીર્થકર નામ કર્મ નિકાચિત કરનાર જબ્બર પુરુષાર્થ કર્યો. સાધના કરી વીસ સ્થાનક તપનું સેવન કર્યું અને તીર્થકર બનવા માટેનો કાળ આવતાં જન્મ થયો.
એ જન્મ દિવસ આજે છે. આવા ઉપકારીના જન્મ દિવસની પણ પૂજા થાય છે અર્થાતું, તે દિવસ પણ પૂજાય છે, ગવાય છે, અર્થાત્, વખણાય છે. તેનું કારણ તેમણે કરેલા પુરુષાર્થથી પ્રાપ્ત થયેલો તે કાળ, કાળનું પણ પૂજન-ગીત, એ એમ બતાવે છે કે કાળ કેટલું મહત્ત્વનું કારણ છે? જે કાળે ઉત્પન્ન થયેલી-જન્મેલી એક વ્યક્તિ આખા જગતને ડોલાવી દે છે, દરેકના ચિત્તમાં ચમત્કાર ઉપજાવે છે અને ચારે ગતિના જીવોને શાંતિનો અનુભવ કરાવે છે, સુખના અંશને ચખાડે છે. તે તેમની દરેકને સુખ પમાડવાની ભાવનામાંથી ઉત્પન્ન થયેલી પુણ્યાઈના કારણે છે. પુણ્ય કર્મ પણ મહત્ત્વનું કારણ છે. જેના વિના તે કાળે પુરૂષાર્થ કરેલો હોવા છતાં આવા પ્રકારના તીર્થકરત્વને પ્રાપ્ત કરાવનાર પુણ્યના અભાવે જગત પર ઉપકારક જન્મ શી રીતે થાય ? તેથી તે વ્યક્તિનું પુણ્ય પણ પૂજનીય બને છે. તેનાં ગાણાં ગવાય છે. અર્થાત્ પ્રશસ્ય થાય છે.
તેવા પ્રકારના પુરુષાર્થથી આવું પુણ્ય બંધાય તે હકીકત છે પણ આવો પુરૂષાર્થ પણ તે જ વ્યક્તિ કરી શકે જેને આવું પુણ્ય બાંધવાનું હોય. માટે આવા પુણ્યનો બંધ તે વ્યક્તિને જ સહજ ભાવે થાય છે, દરેકને નહિ. તેમાં નિયતિ કારણ છે. તે પણ મહત્ત્વનું કારણ છે.
અને ભવિતવ્યતા-તે તે આત્માઓમાં સહજતાથી તે રીતની પડેલી જ હોય છે. તે પણ કાળ આવે ત્યારે સાથે ભવિતવ્યતા પરિપકવ બનીને તે પદાર્થને (આત્માને કે વ્યક્તિને) તેવા થવા માટેની અનુકૂળતા આપે છે. અને તેવા પ્રકારનું થયું તે સહજભાવે થાય છે. માટે આ કારણ પણ મહત્ત્વનું છે.
આ રીતે પાંચ કારણોનો સમન્વય થતાં પ્રભુ મહાવીરનો જન્મ આ દિવસે થયેલો. તે દિવસ આપણા માટે પૂજનીય છે. કેમ કે જેનો જન્મ થયો છે તે આપણા જીવનના ઉત્થાનમાં મુખ્ય નિમિત્તરૂપે છે. આપણી બધી સુખાકારી તેમના નિમિત્તે જ છે. આપણે જે કાંઈ સારું છે તે બધું જ તેમને આભારી સાધકનો અંતર્નાદ
103
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org