________________
છે. તેમના જ ચ્યવનથી, જન્મથી, તેમના જ સંયમ ગ્રહણથી, તેમના જ કેવળજ્ઞાનથી, જોયેલા પદાર્થોના આપેલા બોધથી, તેમના સિદ્ધિ માર્ગગમનથી સુખના માર્ગે જવાની રુચિ થતાં તેમણે બતાવેલા માર્ગે ડગ ભરતાં જે કાંઈ સારું મળ્યું છે તે તેમનો પસાય છે, ઉપકાર છે, માટે આ જન્મ દિવસની હું ઉજવણી કરું છું. ઉજવણીમાં તેમના ગુણગાન કરીશ, તેમના ઉપકારનું ઋણ ચૂકવવાની ભાવનામાં રમીશ, તેમના માર્ગે ચાલવા પુરુષાર્થ કરીને બીજા જીવોની પીડાને હરીશ, સહુનું સુખ ઈચ્છીશ.
શિવ મસ્તુ સર્વ જગતઃ | સુખીનો ભવંતુ જીવાઃ | છે. તત્ત્વ
ચે.શુ. ૧૪ ભગવંત! તત્ત્વ એટલે શું ?
આત્મ સ્વરૂપ તે તત્ત્વ છે અને તેને પ્રાપ્ત કરવું તે તત્ત્વનું પણ તત્ત્વ છે. તેના માટે જે નિમિત્તો છે તે બધાય તત્ત્વ કહેવાય.
જીવાજીવાદિ નવને પણ તત્ત્વ કહેવાય છે. અરિહંતાદિ નવપદને પણ તત્ત્વ કહેવાય છે, જ્ઞાનાદિ ત્રણને તત્ત્વત્રયી કહેવાય છે, દેવ, ગુરુ, ધર્મ તે પણ આત્મ સ્વરૂપની આરાધનામાં આલંબન રૂપ છે માટે ત્રણ તત્ત્વ કહેવાય છે. આ પ્રમાણે તત્ત્વનું સ્વરૂપ અનેક પ્રકારે છે. છેલ્લે, સાર શુદ્ધાત્માને પ્રાપ્ત કરવો તે છે.
તેની પ્રાપ્તિ, જે જે આલંબનો છે તેને નમવાથી થાય છે, માટે પ્રાપ્ત કરવું અર્થાત્ નમવું, પરિણમવું એ તત્ત્વનું તત્ત્વ છે. એનો અર્થ નમસ્કાર, પરિણામ પામી જવું એ તત્ત્વનું તત્ત્વ છે.
નમસ્કારની પ્રાથમિક ભૂમિકા-મસ્તકે અંજલિ કરી મસ્તક નમાવવું અને તે દ્રવ્ય નમસ્કારથી એટલે દ્રવ્ય સંકોચથી પ્રાપ્ત થાય છે. તેની આગળની ભૂમિકામાં આત્મામાં જે દોષો રહેલા છે તેને સંકોચવા તે ભાવ નમસ્કારથી ભાવ સંકોચ થાય છે અને તેથી આગળની ભૂમિકામાં આત્મસંકોચ જેને તત્ત્વથી સંકોચ કહેવાય છે. સંકોચાઈને (આત્માનું) બિંદુ બની જવું, સૂક્ષ્મ બની જવું, સૂક્ષ્મતર, સૂમતમ બનતાં પોતાનું અસ્તિત્વ ખલાસ કરી નાખવું અને તે સ્વરૂપમાં જ મળી જવું તે જ તત્ત્વનું તત્ત્વ છે. અર્થાતું, નમસ્કાર, તાત્ત્વિક-નમસ્કાર એ સારભૂત તત્ત્વ છે. નવતત્ત્વ ઉપરની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જીવાદિ નવ તત્ત્વને ઓળખવાં. નવમાંથી સંક્ષેપ કરીને જીવ અજીવને ઓળખવા.
તેમાં ય એક જીવતત્ત્વને ઓળખવું. ઓળખીને આપણો આત્મા, જગત અને સિદ્ધાત્માની સરખામણી કરવી. પોતાના આત્માની બહિરાત્મા, અંતરાત્મા અને છેલ્લી પરમાત્મા દશાને જોવી. બહિરાત્મદશાને ત્યજી અંતરાત્મદશામાં સ્થિર રહીને પરમાત્મદશાને પ્રાપ્ત કરવાનો નિશ્ચય કરવો.
જગતને આત્મ સમાન જોવું, સુખ દુઃખની લાગણીની સમાનતાથી એકતા સાધવી અને તેની સાથેનું વર્તન સુધારવું. કોઈ જીવને પીડા ન આપવી, ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા ધારણ કરવી, અપકારી
સાધકનો અંતર્નાદ
104
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org