________________
૧૫. આત્માનો સ્વભાવ - ૧
ચે.વ. ૬, રંગપુર આત્મા છે તે સદાય સ્થિર છે પણ પર્યાયોના વિચળ સ્વભાવથી (બદલાવાના સ્વભાવથી) આત્મામાં તે રહેલો હોવાથી આત્માનું તેવું સ્વરૂપ (અસ્થિર) દેખાય છે, પણ તે ખરેખર નથી.
આ રીતે પર્યાયોના બદલાવાથી પોતે નિર્વિકારી હોવા છતાં વિકૃત રૂપ ધારણ કરે છે. એ જે તેની વિકારી દશા છે. તેમાં તેની પરિણતિ ઘડાય છે અને પરિણતિ પ્રમાણે તેના સ્ટેજની ઊંચી નીચી દશા દેખાય છે.
આત્મા અનાદિ કાળથી જડના સહવાસમાં રહેલો છે. તેના કારણે તેને અવલંબીને પોતે વિકૃત બનેલો અશુદ્ધ પર્યાયને પોતાનામાં રાખે છે, જેથી પોતે નિર્વિકાર હોવા છતાં વિકારી બનેલો હોય તેમ વર્તે છે. આ તેની વિકારી દશાના કારણે જ જડનો સહવાસ વધારતો જાય છે અને તેની સાથે તન્મયતા ધારણ કરે છે તેથી ચારગતિરૂપ ભવનું ભ્રમણ થયા કરે છે. અને પોતાની શુદ્ધ પર્યાય છે તેને ભૂલી જ જાય છે. હવે તેને આ વિકારી દશામાંથી બહાર નીકળવું હોય તો જ્ઞાની ભગવંતે બતાવેલા માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ અને એ રીતે પુરુષાર્થ પ્રબળ કરવો જોઈએ.
પ્રથમ સ્ટેજની પરિણતિ તો એટલી બધી વિકૃત હોય છે કે જડના સહવાસે જડનો પક્ષપાતી બની ગયેલો તે વિજાતીય દ્રવ્યમાં ભળીને રહેવાથી પોતાની જ્ઞાતિ (જીવો) સાથે વેર ઊભું કરે છે અને તેનો (જીવોનો) સહવાસ હોવા છતાં છૂટવા માટે રૌદ્ર પરિણતિવાળો બને છે અને કેવળ પોતાના સુખની ઈચ્છા અતિ ઉગ્ર થવાથી બધાનું મરણ ઈચ્છે છે અને પોતે એકલો સુખ ભોગવે એ પરિણતિ તીવ્ર બને છે. એ જ એની ઊંધી સમજ છે અને એ કારણે અનંત કાળ સુધી જન્મ-મરણની નિગોદાદિ ગતિમાં ભરાઈ રહેવું પડે છે. અનંતકાળ સુધી અનંત ગુણનો ધણી-અનંત સુખનો સ્વામી તે નિગોદરૂપી હેડમાં પડયો પડયો ઘોર પીડાઓ અને યાતનાઓ ભોગવે છે. તે પીડાને અવ્યક્તપણે પણ સહન કરવા રૂપ અવ્યકત પરિણતિની જે શુભતા છે તેનાથી કર્મોની અકામ નિર્જરા થાય છે ત્યાર પછી કંઈક આત્મા ઉપર લાગેલી મલિનતા ઓછી થાય છે એટલે કે પર્યાયની અશુદ્ધતા-મલિનતા જે ગાઢ છે તેમાં કાંઈક ગાબડું પડતાં વ્યવહાર રાશિમાં પરના પુરુષાર્થે (એક જીવ મોક્ષે જઈને જગ્યા ખાલી કરે તો) કૂદીને બહાર આવી જાય છે. આ તેનું કોઈ ભવિતવ્યતાવશાત્ ઘોર અંધારી કોટડીમાંથી બહાર આવવું થાય છે તે તેની મહાન ભાગ્યની નિશાની છે, જેથી તેનો નંબર લાગી ગયો, અને કંઈક પ્રકાશમાં આવ્યો જેથી લોકને ઓળખવામાં નંબર તેનો લાગ્યો.
અહીં તેને આગળ વધવા માટે કોઈ સામગ્રી મળી નથી, તેથી અથડાઈ કુટાઈને જ પીડાઓ, દુઃખો સહજ ભાવે સહન કરતાં કરતાં (સહન કરવાનો કોઈ આશય કે ભાવ નથી) અકામ નિર્જરા થતાં કાંઈક અવ્યકત પણ જ્ઞાન પામવાની સામગ્રીરૂપ ઈન્દ્રિયોને પામતો જાય છે તેમ તેમ તેની અવ્યકતતા ઘટતી જાય છે. સ્વ પુરુષાર્થ અહીં કોઈ નથી પણ અકામ નિર્જરા વધતી જાય છે. જેમ જેમ ઈન્દ્રિયો વધારે તેમ ઈન્દ્રિયો દ્વારા જ્ઞાનથી અવ્યકત પીડા વધારે સહન કરતો અકામ નિર્જરા વધારતો સાધકનો અંતર્નાદ
112
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org