________________
ચે.વ. ૬, રંગપુર ચોથી અવસ્થા-તે પુણ્ય સામગ્રીના પ્રભાવે ઈન્દ્રિયોનો વિકાસ અને દુઃખ ભોગવવાથી થયેલ કર્મ નિર્જરારૂપી પુણ્ય તેને આગળ ધકેલે છે ત્યાં તેની મૂઢતા ઢીલી પડે છે.
મૂઢતાની શિથિલતા થતાં ચોથી અવસ્થાની શરૂઆત થાય છે ત્યાં તે પુરુષાર્થ કરે છે, પ્રકાશ થાય છે, દિશા સૂઝે છે. માર્ગનું દર્શન થાય છે. માર્ગનું દર્શન થતાં ચાલવાની તૈયારી કરે છે પણ ચક્ષુ પરનાં આછાં પડેલ દૂર થયાં નથી તેથી કાંઈક મૂંઝાય છે એટલે માર્ગ પર ચાલવાની હિંમત થતી નથી. પણ ચાલવાનો કંઈક પુરુષાર્થ કરે છે ત્યાં સદગુરુ મળે છે અને જીવનો હાથ ઝાલે છે, સન્માર્ગે દોરી જાય છે, પણ મોહનીયના ગાઢ આવરણથી પગ ઉપાડતો નથી. તેને એમ થાય છે કે આ માર્ગ બરાબર હશે કે કેમ ? એ વિચારથી ચાલતાં ખચકાય છે. પગ અટકે છે. આ ચોથી અવસ્થામાં જીવનો સ્વભાવ એટલો બદલાયો છે જે તેને દિશાની સૂઝ ન હતી તે હવે સૂઝી, એટલું અજ્ઞાનનું પડલ ખસ્યું. એટલે સદ્ગુરુએ હાથ ઝાલી સન્માર્ગે દોરવા માંડ્યો. પણ પોતાની અવિદ્યાના જોરથી પગ માંડતો નથી. હવે મૂઢતા ટળી પણ મિથ્યાજ્ઞાનનું પડલ સંપૂર્ણ દૂર થયેલું નહિ હોવાથી માર્ગે ચાલવાની હિંમત ચાલથી નથી. ચોથી અવસ્થામાં મૂઢતા ટળી અને સૂઝ મળી.
પાંચમી અવસ્થા-હવે પાંચમી અવસ્થા પામવાની તૈયારી કરે છે. સદ્ગુરુના શરણે જાય છે, પોતાનું સર્વ સમર્પણ કરે છે ત્યારે સત્યજ્ઞાન આપે છે. પ્રકાશ થતાં અજ્ઞાન, અંધાર ઉલેચાય છે, પડલ ખસી જાય છે, રાગ દ્વેષની ગ્રંથિ જ્ઞાનરૂપી અગરથી ભેદી નાંખે છે ત્યાં દષ્ટિ ખૂલી જાય છે. પ્રકાશ પ્રકાશ થઈ જાય છે, માર્ગ ચોખ્ખો દેખાય છે અને જે મહામૂઢતાનો પૂર્વ સ્વભાવ હતો તે બદલાઈને નિજ સ્વભાવમાં આવે છે. નિજ સ્વભાવમાં આવે એટલે પરભાવ છૂટી જાય છે. આ પાંચમી અવસ્થામાં સમ્યગુદૃષ્ટિ પ્રાપ્ત થતાં પૂર્વ સ્વભાવ જે અનાદિનો હતો તેને છોડે છે અને સત્ય સ્વભાવ પ્રગટ કરે છે. પૂર્વ સ્વભાવની પાંચમી અવસ્થા પૂર્ણ થઈ ત્યારે નિજ સ્વભાવનું ભાન થયું. તેનું નામ સમ્યગુદૃષ્ટિ. ૧૪. આત્માનું ચિંતન (આત્માની પરિણતિ)
ચે.વ. ૭ આત્મા એ છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય છે, તેને જીવદ્રવ્ય કહેવાય છે. તે શાશ્વતું છે, તેના એક અંશને પણ કોઈ દ્રવ્ય નુકસાન કરી શકતું નથી કે નથી લાભ કરી શકતું. તે સદા પોતાનામાં જ રહે છે, તે બીજા દ્રવ્યમાં પ્રવેશ પામતું નથી, તેનામાં કોઈ દ્રવ્ય પ્રવેશ પામી શકતું નથી. એવું તે ઘન સ્વરૂપ છે. છતાં તેમાં ગુણો રહેલા છે અને પર્યાયો પણ રહેલી છે. ગુણો તેમાં એકમેક રહેલા છે, તે પર કોઈ દ્રવ્ય કે પદાર્થ નથી પણ પોતાનું જ સ્વરૂપ છે તે (ગુણ) સહજભાવિ છે માટે શાશ્વત છે કદી તેનાથી (દ્રવ્યથી) ભિન્ન થતા નથી. પર્યાય પણ સદા સાથે રહેનારી છે, પણ ક્રમભાવી છે અને છેલ્લે શુદ્ધતાને પામીને શાશ્વત બને છે છતાં ક્રમભાવી સ્વરૂપ બદલાતું નથી. માટે એ રીતે ક્રમે થનારી હોવાથી અનિત્ય કહેવાય છે.
સાધકનો અંતર્નાદ
111
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org