________________
જાય છે અને તેની ભૂમિકા ઉપર આવતી જાય છે, અહી પરિણતિ પણ અવ્યકત જ છે એટલે સકામ નિર્જરાથી જે ઝડપી વિકાસ સાધવો જોઈએ તે સાધી શકાતો નથી.
- ત્યાર પછી મન મળે છે ત્યારે પાંચ ઈન્દ્રિયો અને સાથે મનરૂપી સામગ્રી પામેલો આત્મા પોતાની વિકાસની ભૂમિકા શીધ્ર આગળ વધી શકે તેમ હોવા છતાં કેટલાક પર્યાયો એવા તેના ઉપર લાદેલા છે કે મન છતાં વિવેક નહિ એવા તિર્યંચ પર્યાય, મન છતાં અતિ સુખ આસકિત એવા દેવ પર્યાય, મન છતાં અતિ પીડિત અવસ્થાના કારણે દુઃખમાં રિબામણ એવા નરક પર્યાય, આ બધા પર્યાયો તેના શીધ્ર વિકાસને અટકાવે છે. અર્થાતુ, તેની વિકૃતિ શીધ્ર હઠતી નથી. કદાચ તે ત્રણે પર્યાયોમાં પાંચ ઈન્દ્રિયો અને મન રૂપ સામગ્રી છે તો પણ મિથ્યાત્વ ઊંધી સમજને દૂર કરી શકે પણ તેથી આગળનો કોઈ પ્રબળ પુરુષાર્થ તે પર્યાયમાં રહેલો આત્મા કરી શકતો જ નથી, તિર્યંચનું શરીર અવિવેકી રાખે છે, દેવનું શરીર ભોગી બનાવે છે, નારકનું શરીર પીડાથી સંતપ્ત હોવાથી આ ત્રણમાંથી કોઈનો પુરુષાર્થ આગળના સ્ટેજની પરિણતિને ઉપસવા દેતો નથી.
હવે એક ગતિ જે મનુષ્યની છે, તેને મળેલી પાંચ ઈન્દ્રિયો, અને મન અતિ પુણ્યથી મળેલાં છે જે તેના વિકાસને માટે બધી સામગ્રી ભેગી કરી શકે છે. જો કે તેમાં કેવળ ઈન્દ્રિયો અને મનરૂપી પુણ્યથી ચાલતું નથી પણ બીજા તેના સહકારી પુણ્યનો ઉદય પણ આ જ ગતિમાં થઈ શકે છે અગર એ બધી સામગ્રી આ મનુષ્ય ભવમાં જ મળે છે માટે આ ગતિને શાસ્ત્રકારોએ આત્માના ઉત્થાત્ માટે, વિકાસ માટે વખાણી છે.
હવે અહીં રહેલો આત્મા પોતાનું ઉત્થાન અને વિકાસ કઈ પરિણતિથી કયા સ્ટેજ ઉપર આવીને સાધે છે અને વિકૃતતાનો ત્યાગ કરીને પોતાની નિર્વિકારતાને પ્રાપ્ત કરે છે, તે હવે જોઈશું. આત્માનો સ્વભાવ - ૨
ચૈ શુ. ૮ મનુષ્ય ગતિમાં, દેવગતિમાં, તિર્યંચ ગતિમાં, નરક ગતિમાં રહેલો આત્મા, પૂર્વ સ્વભાવ-જે અનાદિની મૂઢતા હતી તેને ત્યજીને તેવી વૈરાગ્ય જનિત પરિણતિ પ્રાપ્ત કરી શકે છે જેથી સંસારચતુર્ગતિરૂપ છે તેમાં ભ્રમણનો કંટાળો આવે છે અને જડનો પક્ષ છૂટે છે - આત્મા તરફ દષ્ટિ જાય છે અને જડની કોઈ પણ રાગ જનક અવસ્થામાં વિરાગતાથી જીવે છે. આત્મ સ્વભાવ પ્રગટ કરવાની તાલાવેલી જાગે છે અને તેને લીધે સંસારનાં બધાં પ્રલોભનોમાં મધ્યસ્થ રહે છે એ મધ્યસ્થતા આવવાથી કષાયો ઉપશાન બનેલા હોવાથી ઉપશમ ભાવને પામેલો હોય છે. બીજા જીવો પ્રત્યે સમાનતાનો ભાવ પેદા થયેલો હોવાથી તેના દુઃખમાં ભાગ લે છે અને આ ચારે વસ્તુની પ્રાપ્તિ થતાં વેગથી મોક્ષ માગે જવાની તાલાવેલી થતાં પરમાત્માના બતાવેલા માર્ગને શ્રદ્ધાથી વળગી રહે છે. આ સમ્યગુ દષ્ટિ પ્રાપ્ત થતાં જે અનાદિની ઊંધી દૃષ્ટિ (મિથ્યા દૃષ્ટિ-સમજ) હતી તેને ત્યજે છે જેથી નરક તિર્યંચનાં દુઃખો, પોતે કરેલા કર્મના વિપાકરૂપ માનીને જીવ સમભાવથી ભોગવે છે. દેવ ગતિનાં સુખો, એ પણ પુણ્ય
સાધકનો અંતર્નાદ
113
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org