________________
એકલપેટાના વિભાવ સ્વભાવથી આપણે બધા એક જ જાતિના, એક જ રૂપે વિચરતા છતાં જુદાગરાના સ્વભાવથી જીવો સાથે મિત્રતા તોડી છે. એકાંતિક ભિન્નતાના વિચારથી જ સકલ જીવરાશિ સાથે કાંઈ પણ અગવડ ઊભી થતાં માની લીધેલા સુખની આડે આવનાર ઉપર વૈમનસ્ય ઊભું કરી શત્રુભાવ ધારણ કર્યો છે અને પોતાનું આગવું એક સ્વતંત્ર જીવન જીવી ભેદભાવથી બીજાને પીડા ઉપજાવી રહ્યો છે. તે ભાવને દૂર કરવા જ્ઞાનીઓએ આપણા ઉપર ઉપકાર દૃષ્ટિથી જીવો સાથે વ્યવહારિક જીવન જીવવામાં મૈત્રી આદિ ચાર ભાવના આત્માની સાથે ભાવિત કરવાની બતાવી છે જે ભાવનાના પ્રભાવે, કર્મ સંયોગે, દેહ ધારણ કરી જીવન જીવતાં આત્માને સુખપૂર્વક કાળ પસાર કરાવે છે. છેવટે તે મૈત્રી આદિ ભાવના ચૈતન્ય સ્વરૂપની એકતાના ભાન સુધી પહોંચાડે છે અને તે ભાન આવતાં અપૂર્વ આનંદની અનુભૂતિ જીવ કરે છે જેથી પોતાના આનંદ સ્વરૂપને એ રીતે જોઈ શકે છે, અનુભવી શકે છે.
આ રીતે ભિન્નતાની વૃત્તિ તોડવા માટે સ્વરૂપનું ધ્યાન નિશ્ચયથી પણ કરવું અને અનંતાનંત આત્માઓ સાથે સ્વરૂપથી મિલન દ્વારા એકતા સાધવી છે તે માટે આપણે પ્રાથમિક ભૂમિકામાં પરમાત્માના “અહં' રૂપ અક્ષર દેહનું આલંબન લઈ ધ્યાન કરવાનું છે.
૧૧. ચેતન્ય સાથે અભેદ ધ્યાન
યા ને
અહંનું દયાના અહ” ને હૃદયમાં આકૃતિરૂપે સ્થાપિત કરવો. તેને ઉજ્જવલ દેદીપ્યમાન પ્રકાશિત કિરણોવાળો ચિંતવવો. તેને જગત વ્યાપ્ય બનાવવા માટે તે કિરણો ફેલાતાં સમગ્ર વિશ્વવ્યાપી બની જાય છે તેમ ચિંતવવું. તે વિશ્વવ્યાપી બનેલાં કિરણો તે જ અહમાં રહેલી આઈન્ય શક્તિ. અર્થાતુ, ચૈતન્યશક્તિ છે. તેને કલ્પનાની આંખેથી જોવી, જયાં સુધી આંખ ન ધરાય ત્યાં સુધી તે જોયા જ કરવી. ૧૨. ચેતન્યનું જ્યોતિ સ્વરૂપ ધ્યાન
ચે.વ. ૪, રાસંગપર તે જયોતિ સ્વરૂપ ચૈતન્ય શક્તિમાં આપણા ઉપયોગથી પ્રવેશ કરવો. અર્થાતુ, તેમાં ઉપયોગને ડૂબાડવો. એ રીતે તે જયોતિમાં આપણે ડૂબકી મારવી અને તેમાં વિલીન થઈ જવું અને ચૈતન્યથી ઐકય સાધીને અભેદ બની જવું.આપણા વ્યક્તિરૂપ પર્યાયને તેમાં ભેળવી દેવી જેથી અનાદિકાળથી વ્યક્તિરૂપ પર્યાયને જોઈને જયારે એકલતા અનુભવતું આપણું ચૈતન્ય તેમાં મળી જાય છે ત્યારે અપૂર્વ આનંદ થાય છે.
ચૈતન્ય સાગર હિલોળે ચડેલો તે પોતાનામાં અનેકને સમાવે છે. એવો તે વિશાળ છે. આપણે આપણું વ્યક્તિત્વ છોડતા નથી એટલે સિંધુમાંથી જેમ બિંદુ છૂટું પડી જાય છે અને જેવી તેની દશા છે તેવી દશા આપણો આત્મા નિરંતર અનુભવે છે.
સાધકનો અંતર્નાદ
108
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org