________________
પ્રક્રિયા દ્વારા પણ જો અનુભવ ન થાય તો સમજણ અધૂરી છે એમ મનાય.
અહીં પ્રક્રિયા છે તે તપાનુષ્ઠાન છે. તપના બારે પ્રકારનો તે પ્રક્રિયામાં સમાવેશ થાય છે. તપનું આચરણ કરવા છતાં પણ પરમાત્માના કથનમાં આપણા હિતનો જે હેતુ છે તેના લક્ષ્ય વિના થવાથી તે તપ પણ અભિમાનિક થાય છે. માટે પરમાત્માના (હિતનો માર્ગ બતાવવારૂપ) ઉપકારના સ્મરણપૂર્વક, આપણા આત્માના હિતના લક્ષ્યપૂર્વક, તે પ્રક્રિયા વિધિપૂર્વક કરવામાં આવે તો આત્મહિત સાધી શકાય.
આપણે જે કાંઈ પ્રક્રિયા કરીએ છીએ તે પરમાત્માના હેતુને સફળ બનાવવા કરીએ છીએ એ ભાવનાથી ઓતપ્રોત બનીએ તો નમ્રતાદિ ગુણોનો વિકાસ થાય અને આત્મવિકાસ સરળતાથી થાય.
૧૦. બોધિ
અ.વ. ૧૦, ચાતુર્માસ, સુવાસ બંગલો, જામનગર બોધિ એ બુધ-ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે. સમજ એ આત્માની વસ્તુ છે કારણ તે આત્મામાં ઉત્પન્ન થાય છે. કઈ સમજ? સ્વને ઓળખવાની સમજ તો આત્મામાં ક્ષયોપશમ ભાવે છે એ દ્રવ્યોની હોય છે, ક્ષાયિક ભાવે સત્તામાં પડેલી છે.
એ છ દ્રવ્યોની માત્ર સમજને જ બોધિ કહેવાતી નથી. બુધ ધાતુરૂપે તેનો અર્થ “સમજણ” એટલો જ થાય છે. પરંતુ તેને કિવધુ પ્રત્યય લગાડીને વિશેષિત કરવામાં આવે છે ત્યારે વિશેષ અર્થ બતાવે છે. અર્થાત્ એ સમજને વિશિષ્ટ બનાવી દે છે.
સમજ એ છ દ્રવ્યના સ્વરૂપની ઓળખાણ કરાવે છે જયારે બોધિ ઓળખાણ કરાવીને તે સમજને પરિપકવ બનાવે છે, જેથી વિવેક પ્રગટ થાય છે. અને વિવેકી બનેલો આત્મા તે છ એ દ્રવ્યોને પોત પોતાના સ્થાને બુદ્ધિમાં-સમજમાં સ્થાપીને તેની સાથે યોગ્ય વ્યવહાર કરવાની સમજ પેદા કરે છે.
જડ અને ચેતન એ બે મુખ્ય દ્રવ્યો છે, તેમાં જડ એ પર વસ્તુ છે, “ચેતન એ સ્વ વસ્તુ છે. જડ એ પરભાવ છે, ચેતન એ સ્વભાવ છે.” એવી પરિપકવ બનેલી સમજમાંથી ઉત્પન્ન થયેલો વિવેક તે બને દ્રવ્યો સાથેનો વ્યવહાર શુદ્ધ કરવાની ભાવના ઉત્પન્ન કરે છે.
સ્વભાવ એ આત્માનો ધર્મ છે, તે ધર્મની પ્રાપ્તિ થવી તે ધર્મ પ્રત્યે અવિચલિત શ્રદ્ધાનું ફળ છે. તે શ્રદ્ધાને બોધિ કહેવાય છે.
આ શ્રદ્ધા આત્મામાં તેવા પ્રકારનો ક્ષયોપશમ થવાથી થાય છે. સ્વભાવ-આત્મધર્મ પ્રત્યે અવિચલિત શ્રદ્ધાના પરિણામે તેના પ્રત્યે મમત્વ પ્રગટે છે ત્યારે પરભાવ (જડ ધર્મો) પ્રત્યે ઉદાસીનતા પ્રગટે છે. એ જડ પ્રત્યે ઉદાસીનતા છે, તે બોધિ છે, આત્મધર્મ પ્રત્યે મમતા છે તે બોધિ છે.
આ બોધિ પ્રગટયા પછી આત્મ સન્મુખ શીઘે જઈ શક્ય છે. આત્મ સન્મુખ થવાથી જડથી વિમુખ બનેલો આત્મા, હવે પાંચ ઈન્દ્રિયોના વિષયો તરફ તેનું મન ઉદાસીન બનવાથી તેને સતાવી શકતા નથી. આત્મા ઉપર તેનું જોર ચાલતું નથી. ઊંધી સમજ બદલાવાથી પરમ સુખ અને સમાધિનો અનુભવ આત્મા કરે છે તે જ બોધિનું ફળ છે.
સાધકન અંતર્નાદ
137
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org