________________
ચૂલિકા રૂપે છે. તે આ પાંચે પદોને શોભાવનાર છે. જેમ દેવળ શિખરથી શોભે તેમ. નમો છંદ છે અને એ પાંચેને કરેલો નમસ્કાર તેમાં નમસ્કર્તા અને નમસ્કરણીયનો અભેદ છે. વચ્ચે રહેલો નમસ્કાર તે
છંદ તુલ્ય છે. સર્વ પાપનો નાશ કરનાર પણ નમસ્કાર છે. ત્યાં નિમિત્તને-હેતુને પામેલો નમસ્કાર છંદ તુલ્ય છે. સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે કોણ ? નમસ્કાર મંગલના હેતુને પામેલો નમસ્કાર તે નવકારમાં છંદ તુલ્ય છે.
હવે નવપદ અંગ તે શું છે ? નવપદનું મુખ્ય અંગ આત્મા છે, નવે પદોના નવ અંગ છે તેમાં પાંચ પરમેષ્ઠિ અને ચાર ગુણનો સમાવેશ છે. પાંચે પરમેષ્ઠિ તે આત્માનાં જ સ્વરૂપો છે અને ચાર ગુણ તે આત્માના જ ગુણ છે. આ રીતે નવપદનું મુખ્ય અંગ આત્મા છે અને પાંચ પરમેષ્ઠિ અને ચાર ગુણ એ નવે આત્મામાં સમાઈ જાય છે. એક સાધુ પદમાં ચારે પદોનો સમાવેશ અને સાધુ પદમાં ચારે ગુણનો સમાવેશ થાય છે. સાધુ તે જ ઉપાધ્યાય બને છે, આચાર્ય બને છે, અરિહંત બને છે અંતે સિદ્ધ બને છે. સાધુ દર્શનસ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, ચારિત્ર સ્વરૂપ, તપ સ્વરૂપ આત્મા છે. માટે નવેપદનું એક અંગ આત્મા નિશ્ચયથી છે. નવેપદના નવ અંગ અરિહંતાદિ વ્યવહારથી છે.
૬૧. નવકાર અને નવપદની ભિન્નતા અને અભિન્નતા
દિ.ભા.વ. ૧ નવકાર એ મહામંત્ર છે અને નવપદ એ યંત્રરૂપે ગોઠવાયા છે. મહામંત્રનો જપ અને નવપદનું ધ્યાન યંત્રરૂપમાં કરવાનું હોય છે.
નવકાર અને નવપદમાં ભેદાભેદતા છે. ભિન્નતા એ રૂપે છે કે નવકાર મહામંત્રના ૬૮ અક્ષર શાશ્વત છે. નવપદ મહાયંત્રનો પૂર્વોમાંથી ઉદ્ધાર કરવામાં આવ્યો છે. નવકારમાં નવપદ છે પણ પહેલા પાંચ પદમાં પાંચ પરમેષ્ઠિને નમસ્કાર છે. છેલ્લાં ચાર પદ ચૂલિકારૂપે તેના ફળને કહેનારા છે. નવપદમાં પ્રથમ પાંચ પદોમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર છે છેલ્લાં ચાર પદોમાં ગુણોને નમસ્કાર છે.
નવકારમાં પાંચે પરમેષ્ઠિઓની આરાધના અક્ષરદેહથી કરવાની હોય છે, નવપદમાં તેમની સ્થાપનાથી કરવાની હોય છે. તે દ્વારા તે તે પદની આરાધના ધ્યાન દ્વારા કરવાથી અભેદ ધ્યાન સિદ્ધ થાય છે. નવકારના ૬૮ અક્ષર સ્વરૂપ મહામંત્રના જપ દ્વારા ચિત્ત શુદ્ધિ થતાં આત્મામાં જ્યોતિ પ્રગટાવવાની હોય છે. આ રીતે બંનેમાં ભેદ છે.
અને બીજી રીતે જોતાં બન્ને એક જ છે. નવકારમાં અને નવપદમાં પાંચ પરમેષ્ઠિઓની જ આરાધના છે. નવકારમાં ચાર ગુણ પાંચ પરમેષ્ઠિઓમાં અંતર્ગત લીધા છે, નવપદમાં છૂટા સમજાવ્યા છે. નવકારમાં ચૂલિકા નમસ્કારના ફળ સ્વરૂપ બતાવી છે, નવપદમાં તે પંચપરમેષ્ઠિમાં અંતર્ગત છે આ રીતે તે બન્નેનો અભેદ છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
62
www.jainelibrary.org