________________
૬૨. જ્ઞાનસુરભિા
ભા.વ. ૩ જ્ઞાન સુરભિ = જ્ઞાનની સુગંધ. આત્માના અનંત ગુણો છે. તેમાં જ્ઞાન ગુણ મુખ્ય છે. અનંત ગુણનો આસ્વાદ જ્ઞાન ગુણથી મળે છે અને અનંત ગુણમાંથી જ જ્ઞાનની સુગંધ મહેંકે છે.
વ્યવહારમાં પણ જ્ઞાન દ્વારા જ બધા ગુણો ઓળખાય છે. એટલે તે ગુણોમાં પણ જ્ઞાનની જ હેંક હોય છે.
જ્ઞાન સિવાય જીવ જડ જેવો છે નર પશુ સરીખો છે. આ બધી વાતો પરથી નક્કી થાય છે કે જ્ઞાન તો જયાં હોય ત્યાં ચારે બાજુ તેની સૌરભ પ્રસરાવે છે તે કયાંય છાનું રહેતું નથી.
જ્ઞાનના ઘણા પ્રકાર વ્યયવહારથી પડે છે તે બધામાં પણ સૌરભ હેંકે છે. તેનું કારણ આખા વિશ્વમાં જે કાંઈ કિંમત છે તે જ્ઞાનની છે લોકોને આકર્ષણ છે તે શેનું છે? તે જયાં હોય ત્યાં વાતાવરણને મઘમઘતું બનાવી દે છે. જે કાંઈ કલેશ, ઝગડા, કંકાસ, કુસંપ હોય છે તે કાંઈ જ્ઞાનનો બદલો નથી, જ્ઞાન તો વાતાવરણને પ્રફુલ્લિત જ બનાવે. ભલે પછી તેમાં સમ્યકત્વ આવવાની વાર હોય પણ તે પહેલાં માર્ગાનુસારીતા વગેરે ગુણોમાંથી જ્ઞાન દ્વારા સુગંધી ફેલાય છે અને વાતાવરણને સૌમ્ય બનાવી દે છે.
જયાં કલેશાદિ છે ત્યાં ભલે સ્વાંગ સંગત્યાગનો હોય પણ અજ્ઞાનના ખાબોચિયામાં જ તે આળોટતા હોય છે. જ્ઞાન એટલે વિવેક-સાચા ખોટાની વહેંચણી કરવાની એક શક્તિ છે. એ શક્તિ જ તે પ્રદેશને સુગંધિત બનાવી દે છે.
જીવનની પ્રત્યેક ક્ષણને સુગંધિત બનાવવા માટે જ્ઞાનોપયોગ સ્થિર રાખવો જોઈએ અથવા દરેક કાર્યમાં ઉપયોગ મૂકી સાચા ખોટાની વહેંચણી કરી પછી જીવનમાં અમલી બનાવવાથી વાતાવરણ સુગંધીથી મહેકી ઊઠશે.
આપણને ધર્મ સત્તા તરફથી જ્ઞાન રૂપી અમૂલ્ય ખજાનો મળ્યો છે તેને સાચવી રાખવો જોઈએ અને તેની સુગંધીમાં તરબોળ બની તેમાં લીન બની સુખનો અનુભવ કરવો જોઈએ પણ તેને જયાં ત્યાં ફેંકી અથવા અયોગ્ય સ્થળે વાપરી તેને મલિન ન બનાવવું જોઈએ. તેની કિંમત-કદર થવી જોઈએ. આવી અમૂલ્ય વસ્તુને કે જે નિરંતર ગુણોરૂપી પુષ્પોની સુગંધ જ ફેલાવે છે પરંતુ ગટર જેવી દુષ્ટ વાસનાઓ-પાંચે ઈદ્રિયોના વિષયો અને જીવ અને જડ ઉપરના દ્વેષ અને રાગ કરીને તેમાં જ્ઞાનને ફેંકી દુર્ગધથી વાસિત કરી તેની કિંમત ઘટાડવી ન જોઈએ. આપણને સુખી બનાવનાર ઉપકૃત કરાયેલા આપણાથી તેને જયાં ત્યાં ફેંકાય નહિ. હવેથી પ્રભુએ બતાવેલા માર્ગે રહી, જ્ઞાનનો સદુપયોગ કરી તેની સુગંધી આત્મ પ્રદેશોમાં ફેલાવો અને આપણી આજુબાજુ રહેનારને પણ તે સુગંધીનો આસ્વાદ લેવા ધ્યો અને સુખનો અનુભવ કરાવો.
સાધકનો અંતર્નાદ
b૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org