________________
- ૐ હ્રીં શ્ર અહંમ નમ: હ્રીં શ્રી મુનિમહંત શ્રી સુમિત્ર વિજયજી ગુરુભ્યાં નમઃ ૧. પ્રભુ દરિશના
મ.વ. ૧૧, ૨૦૪૦, સાણંદ, “પ્રભુ દરિશણ દીજિયે રે”
ચર્મચક્ષુ દ્વારા સ્થાપના નિક્ષેપે રહેલા પ્રભુએ દર્શન તો આપેલાં જ છે તો આપણે કયા દર્શનની માંગણી કરીએ છીએ ? એ વિચારવું જરૂરી છે.
મન દ્વારા હૃદયથી દર્શન પણ જયારે ધારણા કરીએ છીએ ત્યારે થાય જ છે ! તો કયા દર્શનની માંગણી છે ? શું આપણી પ્રભુ પ્રત્યેની ભક્તિ જોઈને કોઈ અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થઈ જાય અને સાક્ષાનું પ્રભુનાં દર્શન ચર્મચક્ષુ કરે એ દર્શનની માંગણી છે ? ના. તે તો ક્ષણ વાર આનંદ આપીને અદશ્ય થઈ જાય. ચર્મ ચક્ષુથી દર્શન તે તો સુલભ અને શકય છે. આપણે જે આજીજી પૂર્વક માંગણી દર્શનની કરીએ છીએ તે તો આત્મા કોઈ પણ બાહ્ય સાધનની સહાય વિના દર્શન કરે તે દર્શનની માંગણી છે. માટે જ આનંદધનજી મહારાજે “દરિશન દુર્લભ સુલભ કુપા થકી” એમ ગાયું છે. અર્થાત્ એવું દર્શન ઘણું દુર્લભ છે.
આત્મદર્શન તે જ પરમાત્મ દર્શન છે અને તે પ્રભુના આલંબનથી આત્મ સ્વરૂપને સ્મરતા પરમાત્મા સાથેનો ભેદ (માનેલાં) છે તે ભૂલી જઈ તે પરમાત્મ સ્વરૂપમાં આત્મા સ્થિરતાને (સ્વમાં) પામે ત્યારે જ તે દર્શન થાય છે.
૨. ઝંખના
ચૈ.શુ. ૨, ૨૦૪૦, જનશાંતિ ફલેટ. ઝંખના બે જાતની હોય છે. ૧. સારી અર્થાત્ આત્માને હિતકર વસ્તુ પ્રાપ્તિની ૨. ખરાબ અર્થાત્ આત્માનું અહિત કરનારી વસ્તુ મેળવવાની. તેમાં સારી ઝંખના પણ જો આત્માને પીડા ઉપજાવે, ચિત્તમાં ખેદ ઉત્પન્ન કરે તો તે આર્તધ્યાન રૂપ કહેવાય છે અને તે કર્મબંધનું કારણ બને છે. તેમજ તે વસ્તુ પ્રાપ્તિ દુર્લભ્ય બને છે. કોઈપણ એક વસ્તુ એકાંતે આત્માને હિતકર કે અહિતકર નથી. સારી ઝંખના પણ પૂરી ન થાય ત્યારે આર્તધ્યાન ન કરવું તે અરતિ પરિષહ સહન કર્યો કહેવાય છે. માટે જ મોક્ષની પણ અભિલાષા-ઝંખના સાતમા ગુણસ્થાનકથી આગળ નથી. અને છ સુધી આર્તધ્યાન હોઈ શકે છે. શુભ વસ્તુની પણ ઝંખના આગળના ગુણ સ્થાનકને પ્રાપ્ત કરવા સહાયક બને છે. પણ શુભની ઝંખના તે વસ્તુની પ્રાપ્તિ કરાવી આપતી નથી. અંતે તો તે ઝંખના પણ છોડવાની છે અર્થાત્ છૂટી જાય છે. તે પછી જ તે વસ્તુની પ્રાપ્તિ થાય છે.
૨. ખરાબ વસ્તુની ઝંખના પ્રાયઃ કોઈને થતી નથી જો તે સમજતો હોય કે આ વસ્તુ ખરાબ છે. પરંતુ અજ્ઞાન અને મોહ (અવિદ્યા)ના કારણે ખરાબમાં સારાની બુદ્ધિ થવાથી, આત્માને હિતકર
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org