________________
આત્મદ્રવ્ય તે શક્તિ સ્વરૂપ-ચૈતન્ય શક્તિથી ઓળખાય છે. આત્મા અનેક સ્વરૂપી છે તેમાં મુખ્યતાએ જ્ઞાન અને સુખ સ્વરૂપ છે જોવું-જાણવું અને આનંદ-સુખ પામવું એ આત્માનો સ્વભાવ છે.
વ્યવહારમાં પણ આ જ સ્વભાવ કામ કરે છે પરંતુ બાહો સાધન અને પ્રકાશ દ્વારા બાહા પદાર્થોને જોઈને જાણીને બાહ્ય સુખ (સુખાભાસ) મેળવે છે.
તેમ નિશ્ચયથી આત્મા પ્રકાશ શક્તિ વડે આત્માના સ્વરૂપને જુએ છે જાણે છે અને સ્વરૂપમાં વિશ્રાન્તિ શક્તિ વડે આત્માના સ્વરૂપમાં લીનતા થવાથી સુખ પામે છે.
આત્મા ચૈતન્ય શક્તિરૂપ છે તે કઈ શક્તિ વડે આંતર વૈભવને નિહાળે છે અને કઈ શક્તિ વડે તે આંતર વૈભવમાં ઠરી જાય છે અર્થાત, લીન બની જાય છે તેના માટેના સુયોગ્ય શબ્દો આ શ્લોકમાંથી પ્રાપ્ત થતાં આત્માના અનેક સ્વરૂપમાં મુખ્ય સ્વભાવરૂપ જ્ઞાન અને સુખ સ્વરૂપની વિચારણામાં પ્રકાશ શક્તિ વડે જે આત્માનું સ્વરૂપ તે જ્ઞાન કહેવાય છે અને સ્વરૂપમાં વિશ્રાનિત શક્તિ વડે આત્માનું સ્વરૂપ તે સુખ કહેવાય છે. અર્થાત્, આત્મા જ્ઞાન સ્વરૂપ-સુખ સ્વરૂપ છે તે આ રીતે જણાય છે.
प्रकाशशक्त्या याद्रूपमात्मनो ज्ञानमुच्यते ।
सुखं स्वरुपबिश्रान्तिशक्त्या वाच्यं तदेवा तु ।। મારી ચિંતનપદ્ધતિથી આ શ્લોક વિચાર્યો છે તે યોગ્ય છે કે કેમ ? તે જણાવવા કૃપા કરશો.
૧૦. શુદ્ધાત્માનું ધ્યાન
મ.વ. ૧૪, ગીરનાર પર્યાયમાં રહેલો આત્મા ધ્યાન વખતે હું તરીકે રહીને પર્યાયથી છૂટું પાડીને શુદ્ધ આત્મ દ્રવ્યને ત્રીજા પુરુષ તરીકે નિહાળે છે તેના સ્વરૂપને નિસ્તરંગાદિ રૂપે જુએ છે ને આનંદ પામે છે. પછી તેને એકાએક ઉદ્ભવે છે કે હું તે હું છું જે તે સ્વરૂપને જોતો હતો ત્યારે ભેદથી જોતો હતો પણ જયારે હું તેમાં ભેળવ્યું ત્યારે અભેદ દર્શન કર્યું. સોડહંથી સ્વરૂપ-દર્શન-અર્થાતું, અભેદ દર્શન ત્યાર પછી જે સ્વરૂપે હું જોતો હતો તે સ્વરૂપવાન હું છું. એ પ્રમાણે પ્રીતિ તે સ્વરૂપ ઉપરની વૃદ્ધિ પામતાં તદ્રુપોડહંથી સ્વરૂપ રમણતા-અભેદતાનો આનંદ થયો.
જયારે પર્યાયમાં રહેલા આત્મા જુએ છે ત્યારે તે ચિત્ત સ્વરૂપ બનીને જુએ છે. ચિત્ત એ આત્માની પર્યાયમાં રહીને જોવાની પ્રક્રિયા આત્મા કરે છે તે પ્રક્રિયા કરતો આત્મા જ ચિત્ત કહેવાય છે અને તે તેમાં હુંનું સ્થાપન કરી આપે છે.
પર્યાયમાં રહેલો આત્મા નિરંજન નિરાકાર તે હું છું ની સ્થાપના કરીને ખાતો નથી, પીતો નથી વગેરે ચિંતનમાં જનારા ભૂલ્યા છે અને પતન થયું છે. ભેદ થી હોવા છતાં અમેદની કલ્પના છે. આવી એકાંતે ભેદ કે અભેદની વિચારણા ખોટી છે. કથંચિત ભેદ આ રીતે પર્યાયમાં રહેલો આત્મા વિચારે છે અને કથંચિત અભેદ પર્યાયમાં રહેલો આત્મા પર્યાયથી તેના દ્રવ્યની ભિન્ન સ્વરૂપની ચિંતવના કરીને સોડહંની સ્થાપના કરે છે તે અભેદથી ચિંતન આત્મદર્શન પ્રતીતિ રૂ૫ છે. ચિત્ત એનો ભેદ તોડી નાંખીને તેનું સ્વરૂપ બતાવે છે. અને અભેદ કરી આપે છે, સાધી આપે છે. સાધનાર ચિત્ત છે. સાધકનો અંતર્નાદ
182
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org