________________
પોતાના પતિ આત્મદેવનો વિયોગ થાય છે એટલે સુમતિનું સૌભાગ્ય ચાલ્યું જાય છે. તે પોતાનું સૌભાગ્ય જાળવવા નિરંતર પતિની સેવામાં હાજર રહે છે પણ અનાદિ કાળની તેની અવળી ચાલના કારણે તે તેની આંખ આંજીને ગુપ્ત રીતે કુમતિની સોબતમાં પડે છે અને પર ઘરમાં ક્રીડા કરે છે અને સુમતિનું પોતાનું સૌભાગ્ય ખંડિત થાય છે.
સુમતિ ધર્મરાજા પાસે ફરિયાદ કરે છે એટલે કર્મ સિપાઈ આત્માને ધર્મરાજા પાસે લાવે છે. જવાબ માગે છે ત્યારે તેને પરસેવો છૂટી જાય છે અને વિચારે છે કે નાટકની આ બલા મેં ઊભી કરી છે. હરેક પળે મારી સાથે રહીને રક્ષા કરનાર સુમતિને મેં છેતરીને આ માર્ગ લીધો પણ એમાં કાંઈ સુખ તો છે નહિ અને ઉપરથી ઉપાધિ ઊભી કરી છે. ધર્મરાજા પાસે માફી માંગીને સુમતિના સૌભાગ્યને અખંડિત રાખવા પણ લે છે અને હવે કદી પરઘરમાં જવું નહિ એવા નિશ્ચય સાથે સુમતિની સહાયથી ક્ષપક શ્રેણિ આરોહણ કરી સદાને માટે સ્વઘરમાં રમવાનું સ્થાન છે ત્યાં પહોંચી જાય છે અને સુમતિનું સૌભાગ્ય અખંડ બને છે.
૫. આત્મ ભગવત્તા
ભા.વ. ૬ આત્મા કર્મના બંધનથી બંધાયેલો છે, તેના આવરણથી જેની તેજ-નિર્મળતા ઢંકાઈ ગઈ છે તેથી તેની ભગવત્તાનાં દર્શન થતાં નથી. પણ આત્મા છે તો ભગવાન, ભગવતભાવ તેમાં સ્થિર જ છે. આવરણો તો અસ્થિર છે. તે ચાલ્યાં જાય એટલે તરત જ પુરબહારમાં આત્માનું તેજ ખીલી ઊઠે છે અને પોતાની ભગવત્તાનો પ્રકાશ પથરાઈ જાય છે. કેમ કે આત્મા પોતેજ જ્ઞાનના તેજ પુંજ રૂપ છે. તેનામાં ભગવભાવ છે માટે જ પોતાની ભગવત્તાને તે ઝંખે છે. પણ અજ્ઞાનથી બાહ્યભાવમાં ભગવત્તાને ખિલવવા પ્રયત્ન કરે છે. ત્યાં તે ગોથાં ખાય છે. ક્ષણિક મહત્ત્વ મળે તો આનંદવિભોર બની જાય છે. પાછો પડે એટલે શોકાતુર થઈ જાય છે. આત્મામાં ભગવત્તા દરેક દર્શનોમાં છે કે જેથી તેના ઉપર અનેક પુસ્તકો લખાય છે, તેના માટે જ વાદ, વિવાદ, ચર્ચા ચાલે છે. પણ સાચી ભગવત્તા અનેકાંતસ્યાદ્વાદથી સમજાય છે. શરીરધારી આત્મામાં પણ ભગવત્તા ઢંકાયેલી છે તે માનવાથી રાગ દ્વેષનાં તોફાનો શાંત થઈ જાય છે. હકીકત જે છે તેને છૂપાવી શકાતી નથી. શરીરધારી આત્મા તે કર્માદિ દેહાદિથી છૂટી સ્વતંત્રતા ઈચ્છે છે એ જ તેની અંદર રહેલી ભગવત્તા બતાવે છે. એ જયારે પોતાની ભગવત્તાને સંભારે છે અને તેને મેળવવા પ્રયત્નશીલ બને છે તેમાં જેટલા અંશે સફળતા મળે છે તેટલા પ્રમાણમાં તે આનંદમાં મસ્ત હોય છે.
ક્ષાયોપથમિક પણ પોતાના ગુણોનો આનંદ ભોગવે છે. કેમકે ગુણ માત્ર તે પોતાની સંપત્તિ છે તે સંપત્તિનો માલિક પોતે ભગવાન-સ્વામી છે. પણ તે જવાના સ્વભાવવાળી હોય છે એટલે તેમાં તેને સંતોષ નથી, તે હંમેશાં ક્ષાયિક ગુણ સંપત્તિ મેળવીને સ્વતંત્ર સ્થાયી બનવાને ઈચ્છે છે અને એ જ તેની સદાની સ્થિર સંપત્તિથી સાચો સ્વતંત્ર બની શકે છે, અને ભગવદ્ભાવને માણી શકે છે.
સાધકનો અંતર્નાદ
65
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org