________________
તે ભાવ એટલે સમગ્ર વિશ્વને આત્માનંદમાં કલ્લોલ કરતું દેખવાનો ભાવ. તે ભાવ એટલે સમગ્ર વિશ્વને જ્ઞાનોદધિમાં ડુબકી મારીને પરમ સુખને અનુભવતું જોવાનો ભાવ. તે ભાવ એટલે સમગ્ર વિશ્વને પરમ પરમ પરમ આત્મલીનતાના સુખને ચખાડવાનો ભાવ.
આ ભાવનાના ફળ સ્વરૂપે તીર્થકર પદ અનંત અરિહંત પરમાત્માઓએ મેળવ્યું છે. એ પદ કોઈ વિશેષ પ્રકારની બાહ્ય સુખ, સમૃદ્ધિ, વૈભવનું પદ નથી. હા, ગુણ સંપત્તિ છે તેને બતાવે છે, પણ તે ગુણ સંપત્તિનું પ્રાગટ્ય સિદ્ધ પરમાત્મામાં છે, પરંતુ અરિહંત પરમાત્મામાં એટલી વિશેષતા છે કે જે ભાવ દ્વારા અનંત જીવોના પરમ સુખની ઈચ્છા-ભાવના પ્રગટી છે, તે તેમના સિવાય બીજા કોઈમાં હોતી નથી અને એ ઉત્કૃષ્ટ ભાવનાના ફળ સ્વરૂપે દેવેન્દ્રો, નરેન્દ્રો, અસુરેન્દ્રોની વિશિષ્ટ પૂજાને પામીને અનેક ભવ્ય જીવોના સુખના માર્ગદર્શક બની માર્ગદાતા-સુખદાતાનું બિરૂદ પ્રાપ્ત કરે છે અને ભાવ દયાના સ્વામી એવા પ્રભુ અનેક જીવોના કરુણાળુ પરમાત્મા આશ્રયદાતા બની તીર્થંકર નામ કર્મને ખપાવે છે અને પછી સ્વ સ્વરૂપને પામેલા પોતે અનંત સુખના ભોક્તા બને છે.
૨૦. અરિહંત પ્રભુના ગુણોનું ધ્યાન દાસીન્યમ્
ફા.વ. ૧૪, ૨૦૪૪, નવાગામ અરિહંત પરમાત્મા પ્રવ્રજ્યા સ્વીકારે છે ત્યારે તેમનામાં જગતના જડભાવો પ્રત્યે ઔદાસી ભાવ હોય છે અને ત્યાર પછી આત્માની ખોજ કરવા માટે જંગલમાં એકલા ચાલ્યા જાય છે, તેમના પ્રત્યે ગુણના રાગથી ખેંચાયેલા અનેક આત્માઓ તેમની સાથે પ્રવજ્યા સ્વીકારે છે. છતાં તેમનો ઔદાસી ભાવ અખંડ રહે છે અને વિહાર કરીને જાય છે ત્યાં એકાંત પ્રદેશમાં કાયોત્સર્ગમાં રહે છે
પરમાત્મા કાયોત્સર્ગમાં કાયાથી સ્થિર, વચનથી મૌન અને મનથી ધ્યાનમાં રહે છે. તે વખતે ત્રણે યોગની સાધના કરે છે. સાધ્ય આત્મા છે, તેમાં સાધનભૂત ત્રણ યોગને સ્થિર કરી આત્માની સ્થિરતા સાધે છે.
પરમાત્માને ત્રણ યોગને સ્થિર કરવાની જ સાધના હોય છે તે સિવાયના નિઃસર્વ જીવોને અશુભમાંથી શુભમાં યોગને પ્રવર્તાવવાનો અભ્યાસ કરવાનો હોય છે, ત્યાર પછી શુદ્ધમાં (સાધ્ય-આત્મામાં) જોડાઈને સ્થિર કરવાનો અભ્યાસ કરવાનો હોય છે.
પરમાત્માએ અશુભમાંથી શુભમાં પ્રવર્તાવવાનો અભ્યાસ અનેક ભવોમાં કરીને યોગશુદ્ધિ કરી લીધેલી છે તેથી જ જડભાવો પ્રત્યે જન્મથી જ ઉદાસીન હોય છે. છતાં યોગો પ્રવૃત્ત હોવાથી હવે આગળની સાધનામાં આત્માની સ્થિરતા, યોગોની સ્થિરતા દ્વારા કાયોત્સર્ગથી કરે છે અને તે માટે પ્રવ્રજ્યા સ્વીકારે છે અને તે દિનથી જ તે સાધનાનો આરંભ (કાયોત્સર્ગમાં રહેવું) કરી દે છે અને ઔદાસીન્યની ટોચે પહોંચેલા પ્રભુ પોતાના આત્મામાં સ્થિરતાનો અનુભવ કરે છે.
આ ઔદાસીન્યની સાધનાનો આપણે પણ અહીંથી જ અભ્યાસ શરૂ કરવાનો છે. ત્યાગ-વૈરાગ્ય પણ તે માટે જ છે, ત્રણે એગોની અશુભ પ્રવૃત્તિથી અટકવા માટે ત્યાગ-વૈરાગ્ય છે. અર્થાતુ, ત્યાગ વૈરાગ્ય એ જ યોગોની શુભ પ્રવૃત્તિ છે. ત્યાગ-વેરાગ્ય દ્વારા જડ ભાવો તરફ આકર્ષાયેલા યોગો નિવૃત્તિ સાધકનો અંતર્નાદ
161
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org