________________
લે છે અથવા પાછા ફરે છે તે કારણથી આત્મા ઉદાસીન બને છે.
આ ઉદાસીનતા એ વિષયોના અભાવની દીનતામાંથી પ્રગટેલી નથી, પણ આ ઉદાસીનતા આત્માની સ્વતંત્રતામાંથી પ્રગટેલી છે. હું સ્વતંત્ર છું, માટે યોગોને પરવશ બનીને તેની ઈચ્છાથી શા માટે વિષયો તરફ આકર્ષાઈ ને હું મારી સ્વતંત્રતાને તેના આધીન બનાવું? દુઃખી થાઉં? એમ ખુમારીથી પોતાની સ્વતંત્રતાના સ્મરણથી જડ ભોગો તરફ દુગંછા કરતો, પોતાના શુદ્ધ સ્વરૂપની રમણતાના ભોગનો આસ્વાદ કરવા ઈચ્છતો, જડ ભાવો તરફ ઔદાસીન્ય ભાવથી ત્રણે યોગોને સ્વમાં સ્થિર થવા માટે ઉપયોગ કરી આત્મામાં સ્થિર થયેલો પોતે યોગોને છોડી દેવા તરફના લક્ષ્યવાળો બને છે અને છેવટે બાહ્ય યોગોને પણ છોડીને ચૌદમે ગુણસ્થાનકે પહોંચેલો એક ક્ષણવારમાં સિદ્ધિ સદનમાં પહોંચી જાય છે અને ત્યાં અનંતકાળ સુધી સ્વતંત્રતાનું સુખ ભોગવે છે.
૨૮. અરિહંત પ્રભુના ગુણોનું ધ્યાન આહૈત્યમ્
કા.વ, Oll, ૨૦૪૪, નવાગામ પરમાત્મા સાધના કાળમાં ઔદાસીન્યની ટોચે પહોંચેલા પૃથ્વી પર વિચરે છે અને આત્માની અંદર લીન થાય છે. કાયોત્સર્ગ દ્વારા આત્મામાં સ્થિરતાની સાધના દરમ્યાન કર્મ શત્રુઓને હઠાવવા શ્રેણિમાં ચઢેલા પ્રભુ આત્મપુરુષાર્થ કરે છે તે પુરુષાર્થ પણ સ્થિરતા રૂપ જ છે. તેમાં પોતાના ગુણોનો ઉપયોગ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર દ્વારા કર્મ શત્રુઓને ખંખેરી કાઢે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
તે પછી અરિહંત બનેલા પ્રભુને (સમવસરણમાં બેઠેલા) આઈજ્ય પ્રગટેલું હોવાથી ત્રિભુવનની પૂજાને યોગ્ય બનેલા તે ચારે અતિશયથી યુક્ત બને છે. અષ્ટ પ્રાતિહાર્ય, ચાર અતિશય, ૩૪ અતિશય, ૩૫ વાણીના ગુણો વગેરે આહત્ય શક્તિરૂપ છે, તે આહત્ય શક્તિનું બાહ્ય સ્વરૂપ છે. આઈજ્યનું અત્યંતર સ્વરૂપ લોકાલોકના પ્રકાશરૂપ કૈવલ્ય છે જેથી તેના પ્રભાવે જગતના સર્વભાવોને એકી સાથે જુએ છે, જાણે છે અને અવ્યાબાધ સુખનો ભોગવટો કરે છે. - આ આહત્યનું સ્વરૂપ અકથનીય છે કારણ કે તે અનુભવગમ્ય છે, તે સકલ અરિહંતોમાં રહેલું છે એટલે “સત્તાાર્દનું પ્રતિષ્ઠાન-પ્રાર્ટી” છે. વળી મોક્ષ લમી તેમાં રહેલી છે. આ હત્ય શકિત જ મોક્ષ લક્ષ્મીને પ્રાપ્ત કરાવનાર છે, માટે “ઉધષ્ટાનું વિચ: કાર્દામા'વળી ત્રણે જગતનું સ્વામીત્વ તેમાં રહેલું છે. આ આહત્ય શકિતથી જ ત્રણ જગતના ઈશ પરમાત્મા બને છે. માટે “મૂર્ખવા સ્ત્રીશાન” છે. આવું અદ્ભુત આહત્ય (આત્મશક્તિ) પરમાત્માને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય પછી પ્રગટે છે.
પરમાત્મામાં ઔદાસીય જન્મથી માંડીને હોય છે. તે દાસીન્ય સંયમ પ્રાપ્ત થયા પછી ટોચે પહોંચેલું સાધનાની અગ્રિમતાને પ્રાપ્ત કરાવે છે.
સાધના કાળમાં છેલ્લે સ્વભાવસ્થ બનેલું ઔદાસીન્ય આહત્યને પ્રગટાવે છે.
તે આહત્યનું સ્વરૂપ અરિહંતોમાં પ્રગટપણે છે. તે તેમાં બાહ્ય સ્વરૂપથી દેખાય છે. તેનું અંતરંગ સાધકનો અંતર્નાદ
162
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org