________________
ધારણ કરે છે તેમાંથી અંતરાત્મદશા પ્રગટે છે. અર્થાતુ, આત્મામાં રમણ દશા પ્રાપ્ત કરી શકે છે. અંતરાત્મદશા એટલે સ્વભાવ દશા, બહિરાત્મ દશા એટલે વિભાવ દશા, મિથ્યાદશા, અર્થાત્ જીવ ઉપરનો દ્વેષ હોય છે તે વૈભાવિક દશા પર પદાર્થોના રાગને કારણે જીવો પરનો સ્નેહ હોય છે. સ્વભાવરૂપ આત્મામાં સ્થિતિ હોવાના કારણે અંતરાત્મદશા હોય છે.
આ રીતે આત્માની સમ્યગુદશા ચોથા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે ત્યારે બીજા જીવોને આપણા તરફથી કાંઈક શાંતિનો અનુભવ થાય છે, નિર્ભય રહે છે. તે પહેલાંની બધી દશા પરને પીડા અને ભયનો અનુભવ કરનારી બની છે.
ચોથાથી ઉપરના બધા ગુણઠાણાની દશા સમ્યગુ જ છે પણ ઉત્તરોત્તર ચઢિયાતી છે. અર્થાત્ આપણા તરફથી બીજા જીવોને વિશેષ નિર્ભયતા આપનારી છે.
આ કારણે આપણે જે કાંઈ પ્રગતિ સાધવી છે તેમાં બીજા જીવોને નિર્ભયતા આપવી એ મુખ્ય હેતુ બની રહે છે. આપણા સુખ માટે ગુણશ્રેણિ ચઢવાના, સમ્યગુ દશા પ્રાપ્ત કરવાના મનોરથ જયાં સુધી છે ત્યાં સુધી એક પણ ગુણનું પગથિયું ચઢવાનું સામર્થ્ય પ્રગટતું નથી. કારણ તેમાં કેવળ પોતાની સુખ પ્રાપ્તિનો નર્યો સ્વાર્થ ભરેલો છે તેમાં સમ્યગુપણું જ કયાં છે ?
બીજાનો વિચાર નથી ત્યાં સુધી બધી મિથ્યાદશા છે. સમ્યગુદશામાં જ મૈત્રી આદિ ભાવો પ્રગટે છે અને તે ભાવ દ્વારા જ બીજા જીવોને આપણા તરફથી પીડા ન થાય અને નિર્ભયતા પ્રગટે.
છેવટે તે જ દશાનો વિકાસ થતાં થતાં આપણી વિદેહ દશા પ્રાપ્ત થતાં સકલજીવ રાશિ નિર્ભય બને છે તે પછી આપણા તરફથી કોઈ જીવને કોઈ ભય રહેતો નથી તે આપણી સમ્ય દશાની પરાકાષ્ઠા છે.
૬. આત્માની અનુભવગમિક વાર્તા
વૈ.વ. ૮, મોટા માંઢા આત્મા અનુભવી છે અર્થાતુ આત્માનો સ્વભાવ અનુભવ કરવાનો છે છતાં પોતે શું અનુભવ્યું તેની તે નોંધ લેતો નથી તે તેનો પ્રમાદ છે. ડગલે ને પગલે અનુભવ ચાલુ જ હોય છે. જો તેની તે નોંધ લે તો ખાટા, તીખા, કડવા, મીઠા એવા અનેક અનુભવથી આત્માને ઘડી શકે. સમભાવ અને આ અનુભવોમાં પાસ થયેલો તે આત્માનુભવમાં સ્થિર થઈ શકે. - દુનિયાના બાહ્ય અનુભવો એ કસોટી છે તેમાંથી પસાર થવું અને હેમખેમ બહાર નીકળવું તેમાં કુશળતાની જરૂર છે. તે કુશળતા પણ ક્ષયોપશમ તેવા પ્રકારના હોય તો જ પ્રાપ્ત થાય છે. કેમકે જગતમાં અનેક પ્રકારના અનુભવો પોતાના જીવન જીવવાના પ્રસંગમાં જ થાય છે. તેમાં દરેક જાતના અનુભવોમાં સ્થિરતા, ધીરતા આદિ ગુણોથી મધ્યસ્થ ભાવે બહાર નીકળે તો તેમાં જ આત્મવિકાસની ભૂમિકા રહેલી છે.
જીવને કડવો અનુભવ થાય છે ત્યારે તેનું મન વિહ્વળતા અનુભવે છે. ક્યાંય ચેન પડતું નથી.
સાધકનો અંતર્નાદ
132
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org