________________
બન્યા.
તે સંકલ્પમાંથી પ્રાપ્ત થયેલી સામગ્રી માટે આ જન્મ હતો. આ જન્મથી માંડીને બધી જ સામગ્રી પ્રાપ્ત થવાની શરૂઆત થઈ. સામાન્ય જીવોને પણ પ્રાપ્ત થાય તેવી આર્ય દેશ, ઉત્તમકુળ, વજાઋષભનારાચ સંઘયણાદિ જેવી સામગ્રી તો મળી, પણ તે ઉપરાંત ભાવ સામગ્રી-પરાર્થ વ્યસનીયતા, સ્વાર્થોપસર્જનીયતા આ બધું જન્મથી માંડીને જ સ્વભાવગત હતું.
આવા મહાકલ્યાણકારી પ્રભુનો જન્મ થતાં આખા વિશ્વમાં આનંદ-આનંદ પ્રસરી રહ્યો.
આ સામગ્રી પ્રાપ્ત થાય તે માટેનું પુણ્ય તેમણે આત્મસમદર્શિત્વના ભાવમાંથી પ્રગટેલી કરુણા, વિશ્વ વત્સલતાથી બાંધ્યું હતું.
પ્રભુનો આત્મસમદર્શિત્વ ભાવ જન્મોજન્મ તેની જ સાધના કરતા તેઓ અહીં આવ્યા હોવાથી દંઢ
હતો.
આત્મસમદર્શિત્વ આખા જગતને પોતાના આત્મતુલ્ય માનવું. સમ સુખ-દુઃખના અનુભવી હોવાથી સુખની પ્રાપ્તિની ઝંખના સહુને હતી, દુ:ખ ન મળો એ ઈચ્છા સહુને હતી તે અવસ્થા સહુની જોઈ, એવી અદ્ભુત કરુણાની લાગણી ઉદ્ભવી અને તેમાંથી જગતને દુઃખમુક્ત કરું અને સુખનો માર્ગ દેખાડું એ ભાવ થયો.
સુખના માર્ગથી અજાણ વિશ્વ સુખની ઝંખનાથી દુઃખના માર્ગે દોટ મૂકી રહ્યું છે તે કેટલું બધું કરુણા કરાવે તેવું છે ! છતાં આ વિચાર આપણને પ્રગટતો નથી, કેવળ અરિહંત પરમાત્માના આત્માને જગતની આ અજ્ઞાનતા અસહ્ય બને છે તેથી દુઃખમુકત કરવાની ભાવના દેઢ સંકલ્પવાન બને છે અને તે ભાવનાથી પ્રાપ્ત થયેલો તેમનો જન્મ આખા જગતને આનંદ ઉપજાવે છે. માટે જ અરિહંત પરમાત્માનો જન્મ તે જન્મ કલ્યાણક કહેવાય છે.
૧૫. શાશ્વત શું ?
શ્રા.શું. ૬
જગત ષડૂદ્રવ્યમય છે. ષડ્ દ્રવ્યો શાશ્વત છે. આ જગતમાં જેટલી શાશ્વત, વસ્તુઓ છે તે બધાનો સમાવેશ છ દ્રવ્યોમાં થઈ જાય છે. ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યો શાશ્વત છે. પુદ્ગલનો પરમાણુ શાશ્વત છે અને તેના પર્યાયરૂપ સ્કંધો જે શાશ્વત (મેરુ આદિ) કહેવાય છે. તેમાં પણ પરમાણુ બદલાતા રહે છે અને સ્કંધ તેના તે જ રૂપે દેખાય છે. તે રીતે કેટલાક પુદ્ગલ સ્કંધો શાશ્વત કહ્યા છે.
આત્મા શાશ્વત છે. કાળ એ દ્રવ્ય નથી એમ કેટલાકોનું માનવું છે. કેમકે એ કોઈ સ્વતંત્ર પદાર્થ નથી પરંતુ પુદ્ગલ દ્રવ્ય જેની અસરથી નવાનું જૂનું, બાલમાંથી વૃદ્ધ વગેરે ફેરફાર થાય છે, તે જે પદાર્થરૂપ થાય છે, તેને કાળ તરીકે ઓળખવામાં આવે છે. ઋતુ આદિના ફેરફારમાં પણ એ જ રીતે કાળ નામનું દ્રવ્ય કામ કરે છે, જેની અસર જડ, ચેતન દ્રવ્યને થાય છે, તેને પદાર્થ કહેવાય છે. ચેતનની ઔયિક પર્યાયોને અસર થાય છે અને જડ દ્રવ્યની પર્યાયો પર પણ કાળની અસર છે તેથી જડ
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
86
www.jainelibrary.org