________________
ઉત્પત્તિ સહજ એકતાના ભાવથી થાય છે. માટે જીવોની સાથે અભેદતાની સાધનાની શરૂઆત દયાભાવમાંથી ઉત્પન્ન થાય છે. જેનામાં લાગણી નથી અથવા દયાભાવ સિદ્ધ નથી કર્યો તેને માટે અભેદતાનો અનુભવ દુઃશકય છે. દયાભાવમાં જીવ પ્રત્યેનો કિંચિત્ અભેદ અનુભવાય છે. પરંતુ સકલ જીવરાશિ સાથે અભેદ તો વિશાળ હૃદયની અપેક્ષા રાખે છે. દયાભાવમાંથી પ્રગટેલો વાત્સલ્યભાવ અભેદ સિદ્ધિમાં સારો ભાગ ભજવે છે.
અહીં લાગણીમાં વ્યક્તિભેદ ન હોવો જોઈએ. સહુ જીવ પ્રત્યે એક સરખી લાગણી-સ્નેહ-પ્રેમભાવ. જેમાં નિર્મળતાની સરિતા વહે છે. અને મધુરતાનો પ્રવાહ સર્વને મીઠાશનો અનુભવ કરાવે છે.
લાગણીમાં જયાં વ્યક્તિભેદ છે ત્યાં સ્વાર્થ છે. જીવ માત્ર પ્રત્યે આત્મામાંથી ઉત્પન્ન થતી જે સહજ લાગણી છે તે જ દયાભાવ છે, તે પરમાર્થ સ્વરૂપ છે.
સ્વાર્થભાવ દુઃખની પરંપરા ઊભી કરે છે. લાગણી હોવા છતાં જીવને વધારે દુઃખી કરવા માટેનો આ ભાવ છે.
પરમાર્થભાવ સુખની છોળો ઊછાળે છે. તે ભાવમાં ડૂબેલો જીવ સદા આનંદમય ફુર્તિનો અનુભવ કરે છે તે છે દયાભાવ, લાગણીનો ભાવ, પ્રેમભાવ, સ્નેહભાવ. ૧૪. પરમાત્માનું જન્મ કલ્યાણક
શ્રા.શુ. ૫, ૨૦૪૨, ૫.ઉપકારી નેમિજિન જન્મદિન આજે બાલબ્રહ્મચારી નેમિજિનેશ્વરનો જન્મદિન છે. જે દિવસે પ્રભુ જમ્યા તે દિવસે આખા જગતને કોઈ આનંદનો પાર ન હતો, દુઃખીયાએ પણ સુખનો અનુભવ કર્યો એવી અનુપમ એ ક્ષણ હતી.
પરમાત્માનો જન્મ આખા જગતનું કલ્યાણ કરનાર હોય છે માટે જ તેઓના જન્મને કલ્યાણકકલ્યાણકર કહેવાય છે.
જો અરિહંતોનો જન્મ ન હોત તો આખું વિશ્વ આજે પાપમય હોત. જીવોને પરસ્પર અશાંતિ, દુ:ખ, કલહ, કજિયાની હોળી સળગત, એક ક્ષણ પણ જીવને શાંતિનો દમ ખેંચી શકવાની શકયતા ન હોત.
પ્રભુનો જન્મ જગતને કલ્યાણ કરનાર કેમ?
તેમણે ત્રીજા ભવમાં આખા જગત સાથે આત્મીય સંબંધ બાંધ્યો હતો, એક જીવ પણ બાકી નહિ. આ તેઓની વિશાળ આત્મીયતાએ આખા વિશ્વને આકર્ષ્યા.
કેવો આત્મીય સંબંધ બાંધ્યો ?
સક્રિય આત્મીય સંબંધ બાંધ્યો. આખા વિશ્વને રાગ, દ્વેષ, મોહ, કલહ, કજિયાથી દુઃખી જોઈને તેઓની આત્મીયતામાં એવી લાગણી ઉદ્ભવી કે જગતને દુઃખી જોઈને એક ક્ષણ પણ જેમને પોતાનું સુખ યાદ આવતું નથી. પરંતુ પોતાનું બધું ભૂલીને જગતના દુઃખને દૂર કરવાના દઢ સંકલ્પવાનું
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org