________________
પર્યાયોનું કારણ કાળ બને છે.
આ બધું શાશ્વત મનાય છે, કેમ કે અનાદિ કાળથી આ જગત છે, અનંતકાળ સુધી રહેનાર છે. તેમાં રહેલા પદાર્થોનું સ્વરૂપ બદલાય છે પર દ્રવ્યના નિમિત્તે જેને પર્યાય કહેવાય છે. પરંતુ તેનું મૂળ સ્વરૂપ સદા અવસ્થિત છે.
કોઈ પણ પદાર્થના મૂળ સ્વરૂપને જોઈ તેની શાશ્વતતાને સહીએ તો આપણામાં રહેલા ઘણા દોષો ટળી જાય. પદાર્થના (પર્યાયના) નાશથી થતી ગ્લાનિ, ખેદ, કલેશાદિ દોષો ટળવાથી પ્રસન્નતાને જાળવી શકે છે.
પદાર્થના બાહ્ય સ્વરૂપ (પર્યાય)ને જોઈ તેની અનિત્યતા ગ્રહીએ તો આપણામાં રહેલા કેટલાક દોષો ટળી જાય છે અને વૈરાગ્ય, મૂચ્છનો અભાવ, મમતાનો અભાવ વગેરે ગુણો પ્રગટે છે.
પર્યાય તો આપણે સહજથી સહીએ છીએ પણ તેની શાશ્વતતા પણ સદ્ધીને મૂળ સ્વરૂપ છે તેમાં રમીએ તો આનંદની અનુભૂતિ થાય.
૧૬. નિર્વિચાર દશા નિર્વિચાર દશા પ્રાપ્ત કરવા માટે પ્રાથમિક ભૂમિકામાં મન ઉપર નિયંત્રણ કરી નિર્વિચારતાને કેળવવાનો અભ્યાસ કરવામાં આવે છે.
વિચાર એ આત્માની વસ્તુ નથી પરંતુ તે આત્મા મનના આલંબને વિચારની પ્રવૃત્તિ કરે છે. માટે મુખ્ય તો વિચાર મનમાંથી ઉદ્ભવે છે. તે કારણે યોગની સાધના દ્વારા મનોલય-મનોનાશ સાધી શકાય ત્યારે નિર્વિચાર દશા પ્રાપ્ત થાય છે અને આત્માનંદ માણી શકાય છે કારણ કે, તે આનંદમાં દખલગિરિ કરનાર મનનો લય થયેલો છે.
મનોલય સાધવા માટે પ્રથમ મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ, અને શુભમાં જોડવી જોઈએ. કારણકે અશુભ પ્રવૃત્તિમાં જોડાયેલાં યોગોની મલિનતાના કારણે તેને કાબૂમાં લાવતાં કષ્ટ પડે છે, દુ:સાધ્ય બને છે માટે ત્રણે યોગોમાંથી પ્રથમ મલિનતાનો ભાર ઉતારવા શુભમાં જોડવા, તેથી તે સ્કૂર્તિવાળા બને છે. જેથી તે યોગોના જ આલંબને સાધ્ય એવા મનોલય કરવા સરળ પડે છે. યોગોની સ્કૂર્તિથી જ આત્મામાં એવું બળ ઉત્પન્ન થાય છે, પ્રગટે છે જેથી મનોલય સહજ બને છે.
અશુભ મનને શુભમાં લાવવા પ્રથમ શુભ આલંબનો દેવ, ગુરુ, ધર્માનુષ્ઠાનો વગેરેને સેવવા અને મનને શુભ સંસ્કારોથી વાસિત કરવું, તેનાથી મનમાં વિચારો શુભ ઉદ્ભવશે. શુભ વિચારો દ્વારા શુભ આલંબનોના ગુણો આત્મસાત્ થતાં ઉપયોગ નિર્મળ બને છે અને ઉપયોગની નિર્મળતા થતાં તેમાંથી (ઉપયોગમાંથી) પણ અશુભ તત્ત્વનો નાશ થવાથી નિર્બોજ બનેલો પોતે સક્રિય ભાગ લે છે. પણ પ્રમાદ સેવતો નથી એ કારણે જ સ્થિર ઉપયોગ થતાં, મનોયોગ (વિચારો) પ્રમાદના કારણે જે સતત બહાર ભમતો અનેક સંકલ્પ-વિકલ્પની જાળમાં રચ્યો પચ્યો રહેતો હતો તેમાંથી છૂટી પોતે સ્વતંત્ર બની સ્થિરતાનો અનુભવ કરે છે ત્યારે આત્માની નિર્વિચાર દશા પ્રગટે છે.
નિર્વિચારિતા તે આત્માની વસ્તુ છે, વિચાર કરવા તે મનને આધીન વસ્તુ છે. માટે જ આત્મા પર વસ્તુને ફગાવીને સ્વ વસ્તુ નિર્વિચારિતાને સિદ્ધ કરી શકે છે. સાધકનો અંતર્નાદ
87
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org