________________
નિર્વિચાર દશા એ આત્માની વસ્તુ છે. વિચાર એ મનમાંથી ઉદ્ભવતી વસ્તુ છે તેમાં આત્મામાંથી ઉદ્ભવતા શુભ અધ્યવસાય ભળે છે ત્યારે એને આપણે શુભ વિચાર અથવા સર્વિચાર કહીએ છીએ. વિચારમાં શુભાશુભતા આત્મામાંથી ઉદ્ભવતા શુભાશુભ અધ્યવસાયો (લેશ્યા)ના કારણે છે. નિર્વિચાર દશા પ્રાપ્ત કરવા પ્રથમ શુભ આલંબનો સેવવાં અને વિચારોને શુભ અધ્યવસાય દ્વારા શુભ અને સત્ બનાવવા. પછી હળવું બનેલું મન પોતાની બધી શક્તિનો ઉપયોગ કરી પોતાનો નાશ સહેલાઈથી કરી શકે છે ત્યારે આત્મામાંથી નિર્વિચાર દશા પ્રગટે છે.
૧૦. આત્માનંદ દશા
શ્ર.શુ. ૮ આત્મા આનંદ સ્વરૂપ છે. તે સ્વરૂપ ચારિત્રમોહનીયથી અવરાઈ ગયું છે, તેથી તે પોતાના રૂપનેભાવને એટલે કે સ્વરૂપને-સ્વભાવને અનુભવી શકતો નથી.
અનાદિ કાળથી પોતાના સ્વરૂપને ભૂલી પરમાં રમે છે તે તેની કર્મની જાળમાં બંધાવાની યોગ્યતાથી (સહજમલથી) કુટેવ પડી છે. આવા કુટિલ કર્મોનો સામનો કરવાની (મુક્તિગમનની) યોગ્યતા આત્મામાં પડી છે તેને પુરુષાર્થ કરીને કામમાં લેતો નથી. આ તેની પ્રમાદ દશામાં રમવાની અનાદિની ભૂલ છે. જેથી અનાદિની આ ચાલને આત્મા બદલતો નથી.
આ પુરુષાર્થ કરવા માટે અને પ્રમાદ દશા ટાળવા માટે સત્સંગની ખૂબ જરૂર છે. સત્સંગ દ્વારા પોતાની ભૂલ ઓળખાય છે અને ગુણનો અનુરાગ થવામાં નિમિત્તભૂત દષ્ટાંતોનો પરિચય થતાં આત્મા ઉપરની પ્રમાદની રજ વિખરવા માંડે છે.
આ પ્રમાદ તો છેક છઠ્ઠા ગુણઠાણા સુધી સહુને સંતાપે છે. કોઈ જીવ પરમપુરુષના સહારે જોરદાર પુરુષાર્થ કરી પ્રમાદરૂપી પર્વતને ઓળંગી જઈ આત્માના આનંદમય સ્વરૂપને નિહાળવા તેની નજીક જઈ શકે છે અને સ્વની રમણતામાં સ્થિરતા પામતાં આત્માનંદની અનુભૂતિ કરી શકે છે.
આ દશાને પ્રાપ્ત કરવા કષાયો ઉપર વિજય અને વિષયો પ્રત્યે વિરાગતાની જરૂર છે. આ કષાય વિજય અને વિષય વિરાગ માટે જ પરમાત્માએ સર્વવિરતિ સામાયિક બતાવ્યું છે સર્વ સાવદ્યથી વિરમી સમભાવમાં રહેવું તે સર્વવિરતિ.
સર્વ સાવદ્યથી કેવી રીતે વિરમાય ? અવદ્ય માત્ર જડ, ચેતનના નિમિત્તે જીવ ભેગું કરે છે. જડનો રાગ-ચેતનનો દ્વેષ એ બંનેના નિમિત્તો વિષય અને કષાય છે. માટે તે બંને નિમિત્તો દૂર કરવા જગતના જીવો સાથે આત્મ સમદર્શિત્વભાવ આત્મામાં ભાવિત કરવો અને આત્મા સાથે પરમાત્વસમદર્શિત ભાવ ભાવિત કરવો.
આત્મ સમદર્શિત્વથી જગતના જીવો સાથે જડના રાગના કારણે અનાદિ કાળથી ભેદ પડી ગયો છે તે દૂર થઈ અભેદ સધાય છે અને પરમાત્મ સમદર્શિત્વથી જગતના જીવમાત્ર (જીવ7) પ્રત્યે જે (ચેતન વૈષના કારણે) ઉપેક્ષા આપણો આત્મા સેવે છે તે દૂર થઈ સકલ જીવરાશિ અને આપણા આત્માની પરમાત્મા સાથે એકતા સધાય છે. સાધકનો અંતર્નાદ
88
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org