________________
એટલે તેને લીધે ઊભા થયેલા બધા જ વ્યાપારો ખાવું, પીવું, માનહાનિ, અપયશ, અપકીર્તિ મન વચનથી થતાં બધાં દુઃખ અથવા સુખાભાસ જેવાં કે યશ, કીર્તિ, ખાવાથી સુધાની તૃપ્તિ વગેરે કાંઈ નથી.
ત્યારે શું છે ?
કેવળ આત્મા તેનું સુખ-સ્વસ્વરૂપમાં રમવાનું, આનંદ કરવાનો, ખણજ જ ઉત્પન્ન ન થાય તો ખણવાનો સુખાભાસ કયાંથી હોય? ખણજ દુઃખ છે તેમ પુદ્ગલના સંબંધથી ઈચ્છા છે અને તે વસ્તુની પ્રાપ્તિથી ઈચ્છારૂપ ખણજ દૂર થાય છે તે કાંઈ સુખ કહેવાય? માટે આત્માનું સુખ તે જ મોક્ષ સુખ જે પરમપદમાં જ છે.
૧૫. પરોપકાર ગુણ
આ.વ. ૧૪
પ્રભુ ! પરોપકાર ગુણ પ્રગટાવવાનો ઉપાય શું?
વત્સ ! સજાતીયપણાથી જીવો સાથેનો સંબંધ શાશ્વત છે. અને તે સંબંધને લીધે કોઈપણ જીવ પ્રત્યે લાગણી થવી સહજ છે. સંબંધના નાતે જીવો પ્રત્યે ઉપકાર કરવાનો સહજ સ્વભાવ આત્મામાં રહેલો છે. તેને ઢાંકનાર મોહનીય કર્મ છે. તેનું સ્વરૂપ સ્વાર્થભાવ છે. અર્થાત્ સ્વ-પર એમ બેદરેખા દોરીને પોતાના અર્થ-પ્રયોજનમાં જીવ લીન રહે છે. પણ જેને તું પર માને છે તે તો તારો નાતીલો છે એનાં પ્રયોજન એ બધાં તારાં જ છે. માટે સ્વ-પર, હું અને તે, એ જે ભેદરેખા મોહાધીન થઈને પાડી છે તેને ભૂંસી નાખ. જીવે તે ભેદ રેખા પાડી છે માટે તેનું નામ તને સમજાવવા પર ઉપકાર પાડ્યું. પરોપકાર કર, પરોપકાર ગુણ એમ જે પરોપકાર શબ્દ છે અને તેને ગુણ કહ્યો છે તે એટલા માટે છે કે તું વ્યવહારથી હું તું ના ભેદમાં રમે છે જેને તું પર માને છે તેના પર ઉપકાર કર. અર્થાતું તેની સાથે ભેદ ન રાખ અને જેવી રીતે તું તારી સાથે વર્તે છે, તારાં પ્રયોજન સિદ્ધ કરે છે તેવી જ રીતે સર્વ જીવોની સાથે વર્ત અને સર્વનાં પ્રયોજન-સુખ (પ્રાપ્તિ) આદિને સિદ્ધ કર. અરિહંત પરમાત્માને તો સ્વાર્થોપસર્જનીયતા સાથે પરોપકાર પરાયણતા સિદ્ધ થયેલી હોવાથી પોતાનાં પ્રયોજનો ગૌણ હતાં કેવળ પર જ સુખ પમાડવાની ઝંખના-તાલાવેલી-ઉત્કટ ભાવના હતી.
આપણે તે સ્થિતિએ પહોંચવાની યોગ્યતા પાકી ન હોય તો પણ આત્મશુદ્ધિ માટે સ્વાર્થભાવ કેવળ સિદ્ધ કરવા ઝંખે છે તે અટકાયત કરે છે માટે તારા બંધુઓને ભેદરેખાથી જુદા માની એકલપેટોપેટભર બની તેઓની ઉપેક્ષા કરે છે તે તારી સમ્યગ્દષ્ટિને લજવે છે અને મલિન કરે છે. માટે નિશ્ચયથી જીવો સાથે અભેદભાવથી ધ્યાનમાં ઐક્યતા સાધ્યા પછી વ્યવહાર શુદ્ધિ (નિર્મળ વ્યવહાર)
જીવો સાથે તેના સુખે સુખી, દુઃખે દુઃખી, તેની જરૂરિયાતો પૂરી પાડવી, સંકટ સમયે સહાય કરવી વગેરે વર્તન કરાવે છે આ દ્રવ્યથી પરોપકાર છે. ભાવ પરોપકાર તેના આત્મદ્રવ્યની ચિંતા કરવી, તેની શુદ્ધિ માટેના ઉપાયો સમજાવવા અને સંપૂર્ણ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી પરમાનંદનું સુખ પ્રાપ્ત કરે
સાધકનો અંતર્નાદ
28
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org