________________
તે કાળનું પ્રમાણ (જેને કાળ પાક્યો કહેવાય છે તે) પૂર્ણ થતાં એવા કોઈ જોરદાર પુરુષાર્થથી બધીજ રજ સહજમલ સાથે ઉખેડીને ફેંકી દે છે ત્યારે પોતાનું નિરંજન, નિરાકાર સ્વરૂપ સ્થિતિ સ્પષ્ટ થાય છે માટે નિરંજન એવા આત્માની આંતર સ્થિતિ તો તે પોતે કર્મથી બંધાતો નથી છતાં બંધાય છે તેવું રૂપ આપણને છઘસ્થતાના કારણે અનુભવાય છે. કેમકે જયારે અંદરની સ્થિતિ નિહાળીએ ત્યારે તે પોતાની આજુબાજુ પથરાયેલી કર્મચાળને દૂર ખસેડવા જ પ્રયત્ન કરતો હોય છે અર્થાત્ આત્મા સાથે કર્મોનો સંયોગ થયો છે એ કારણે જ કર્મબંધ સ્વરૂપે તે દેખાય છે. પરંતુ આત્મા બંધાતો નથી. કેમકે આત્મા એક સ્વતંત્ર, સ્વાધીન અનુપમ શક્તિને ધારણ કરનારો છે તેને કોણ બાંધી શકે? હા, પોતે સ્વતંત્ર છતાં પરતંત્ર બની ગયો છે. પોતાની સંપત્તિ સ્વાધીન છતાં પરાધીનપણાના ભાવે રીબાય છે. આ બધાનું કારણ તેણે કર્મની સોબત કરી છે તે અને તે કારણે જ તે બંધનથી બંધાયેલો હોય એમ માને છે.
હકીકતમાં આત્મા કર્મથી બંધાતો નથી, કર્મને ભોગવતો નથી, પણ જડ વસ્તુની સોબતથી જડતાને ધારણ કરતો એટલે કે જડ જેવો બની ગયેલો, માયકાંગલો બની પોતાની સહજ શક્તિને ગુમાવી દીધી છે જેથી હું બંધાયેલો છું, દુઃખી છું, સુખી છું, પાપી છું, ક્રોધી છું, ધર્મી છું, વિગેરે માની તેમાં જ મસ્ત રહે છે અને પરાધીનતાનું દુઃખ વ્હોરી લઈ સ્વતંત્રતાનું સુખ ગુમાવ્યું છે.
નિર્ અંજન. જેને કોઈ વસ્તુ સ્પર્શી શકતી નથી એવો શુદ્ધ અંજન-લેપ વિનાનો, આકાર વિનાનો, શુદ્ધ જ્યોતિર્મય, પ્રકાશમય, આત્મા સદા અનુભવવા લાયક છે.
ર૪. ““સવિ જીવ કરું શાસન રસી''
તે ભાવની પરાકાષ્ઠાનું પૃથક્કરણ
શ્રા.વ, ૨
દયા જિનધર્મની વેલડી છે. તે બે પ્રકારે છે. ૧. દ્રવ્ય દયા ૨. ભાવ દયા.
તેમાં પહેલા પ્રકારની દયા સામાન્ય જનતામાં માર્ગાનુસારી ગુણને પામેલા જીવોને ઉદ્ભવે છે અને શકય તેના દુઃખને ટાળવાનો પ્રયત્ન પણ કરે છે, જે જીવને પુણ્ય બંધાવે છે. શાતાવેદનીયાદિને અનુભવે તેવા કર્મનો બંધ કરે છે, જે દ્રવ્ય દયા મોક્ષમાર્ગના મુસાફરને પ્રાથમિક પણે જરૂરી છે. પણ પછી આગળ વધતાં જીવમાં દ્રવ્ય દયાનો નાશ થઈને ભાવદયા પ્રગટતી નથી પણ દ્રવ્યદયા સાથે ભાવદયા પ્રગટે છે. તે દ્રવ્યદયાની મુખ્યતા તો પ્રાથમિક ભૂમિકામાં હોય છે. ઉપરની ભૂમિકામાં તો ભાવદયા મુખ્ય હોય છે, અને દ્રવ્યદયા ગૌણ હોય છે. જેમ છઠ્ઠા ગુણઠાણે રહેલા સાધુને હોય છે.
દ્રવ્યદયા હોય ત્યારે પણ ભાવદયા ન હોય એમ નહિ. એમ તો તીર્થંકર પરમાત્માના જીવો ચોથે ગુણસ્થાનકે વર્તતા, છતાં ભાવદયામાંથી પ્રગટેલી પવિત્ર ઝરણારૂપ “સવિ જીવ કરું શાસન રસી ભાવનાની ટોચે પહોંચેલા હોય છે. જેના બળે ઉત્કૃષ્ટ પુણ્યબંધ કરે છે, જે પુણ્યની સમાનતામાં એક પણ પુણ્ય આવી શકે તેમ નથી.
સાધકનો અંતર્નાદ
94
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org