________________
તેમનામાં પૂજનીયતા પ્રગટી તેનું કારણ ત્રણે લોકના જીવોને પોતાના વિશાળ હૃદયમાં સમાવી લીધા છે. સર્વ જીવો પ્રત્યે, તેના દોષો પ્રત્યે ઔદાસીન્યતા સેવી તેઓ તરફ કેવળ વાત્સલ્ય જ વહેવડાવ્યું છે. તેથી તેમનામાં પૂજનીયતા પ્રગટ થઈ. જેથી “સુર નર ઈદ્ર કરે તોરી સેવા', દેવેન્દ્રો ચક્રવર્તી, મુનિવરેન્દ્રો સર્વથી તેઓ પૂજનીય બન્યા.
તે પૂજનીયતા મનુષ્યો માટે જુદી હોય છે. દેવો માટે ભિન્ન અને મુનિવરેન્દ્રો માટે તેનાથી પણ ભિન્ન હોય છે. દેવો પોતાની ઉત્તમ રિદ્ધિ-વૈભવ દ્વારા ઉત્તમ પ્રકારનાં દ્રવ્યોથી પૂજા કરે છે અને પોતાના સમકિતને દૃઢ અને નિર્મળ બનાવે છે. પૂજાની ભાવના ઊંચામાં ઊંચી હોવા છતાં પુણ્યથી ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરે છે પણ અવિરતિના બંધનથી બંધાયેલો દેવાત્મા પોતાનો ભાવ સમર્પણ કરી શકતો નથી. અર્થાતું, દ્રવ્ય સમર્પણથી પૂજા કરે છે પણ ભાવ સમર્પણ કરી સકલ જીવની હિંસા વગેરે મોટાં પાંચ પાપોથી વિરામ પામી શકતો નથી. માટે તેનું દ્રવ્ય પૂજન તેની સમકિતની નિર્મળતા કરાવે છે.
આ પ્રભુની પૂજનીયતાનો પ્રકાર નથી પણ પૂજકના ભેદથી ભિન્ન પડેલી આ પૂજનીયતામાં ઉપચારથી પ્રકાર પાડેલો છે.
નરેન્દ્રોને દ્રવ્ય અને ભાવ દ્વારા દેશથી આજ્ઞાપાલનતારૂપી ભાવપૂજન અને મુનિવરેન્દ્રોને સંપૂર્ણ આજ્ઞાપાલન દ્વારા પરમાત્માની પૂર્ણ પૂજા દ્વારા તેમની પૂજનીયતાનું ફળ મળે છે.
ત્રિજગતનું પરમેશ્વરત્વ જેમને પ્રગટયું છે તેમની પૂજનીયતા તેમના પરમેશ્વરત્વના આધારે છે. પરમેશ્વર કોણ બને ? ત્રણે જગતનું યોગક્ષેમ કરી જેમણે ભાવ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે તે.
૨૩. નિરંજન આત્માની ભૂગર્ભતા. (શુદ્ધ નિરંજન એવા આત્માની ભૂગર્ભતા-આંતરસ્થિતિ)
શ્રા.વ. ૧ નિશ્ચયથી આપણો આત્મા શુદ્ધ નિરંજન-નિરાકાર છે. તેની આંતરસ્થિતિ (ભૂગર્ભતા) વિચારતાં એમ જાણવા મળ્યું કે આત્માને જે કર્મબંધ થાય છે તે સંયોગ સંબંધથી, પરંતુ તાદામ્ય સંબંધથી તેની સાથે એકમેક મળી જતાં નથી. કેમકે તેનું સાચું સ્વરૂપ તો નિરંજન છે જેમાં ચીકાશ નથી. તેની સાથે સંબંધ થાય તો પણ ચોંટી ન જાય, પણ આત્માને કર્યો ચોંટે છે એમ સાંભળ્યું છે તો કઈ રીતે ચોટે?
કર્મ રજ ચોટે છે તે તો રાગ દ્વેષાદિ ચીકાશના કારણે, શુદ્ધ નિરંજન નિરાકાર એવો આત્મા પણ અનાદિ કાળથી તેની તેવી ભવિતવ્યતાના કારણે તેને સહજમલ વળગેલો છે એટલે આત્મા તેવી (કર્મ બાંધવાની) યોગ્યતા ધરાવે છે જેથી મલના કારણે રાગ-દ્વેષ થાય અને એ રાગ દ્વેષાદિ ચીકાશથી કર્મ રજનો જથ્થો તેને ચોટે છે તે રજને ઉખેડવાનો પ્રયત્ન શુદ્ધ એવો આત્મા નિરંતર કર્યા કરે છે. કેટલીક રજ તો પ્રયત્ન કર્યા વિના કેવળ તેનો ભાર સહન કરતો ખેરવે છે, જેને અકામ નિર્જરા કહેવાય છે. ભાર સહન કરવો એટલે કર્મના વિપાકને સહન કરવો.
વળી કેટલીક રજ ચોટે છે, કેટલીક વળી પાછી જોરથી પ્રયત્ન દ્વારા ઉખેડે છે. એમ કરતાં જયારે સાધકનો અંતર્નાદ
93
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org