________________
રપ. “સવિ જીવ કરું શાસન રસી' (દુહા)
ભાવદયા થકી ઉપન્યો, ભાવ સુધારસ જેહ, સવિ જીવને શાસન તણા, રસિક કરું ગુણ ગેહ. જગત જીવને આત્મસમ, જોતાં ઉદ્ભવે એહ, પર દુઃખે દુઃખી થતાં, ઉપજે અદ્ભુત સ્નેહ.
સ્નેહ તણી ટોચે જઈ, નિરખે જગતના જીવ, દુઃખીયા લોકને જીવતાં, ઉપજે કરુણા સદેવ. કરુણાના ભંડાર જેહ, દયાદ્ર હૈયું થાય, પરાર્થ વ્યસનીયતાના બળે, ભાવના એહવી ઉભરાય. હું આ જગતના જીવને, દુઃખથી અપાવું મુક્તિ, દુખ સવિ દૂર થતાં, પામે મોક્ષની ભુકિત. વિશ્વમૈત્રીભાવે ચઢી, તદ્રુપતા લહે જીવ, સ્થિરતા પામે વિશ્વમાં, અનુપમ દેઢતા અતીવ. વિશ્વ સકલ જીવરાશિ છે, તેહનો બાંધે સંબંધ, ચૈતન્યભાવે એકતા, પામી મૂકે જગ ધંધ. એહવા ભાવની ટોચમાં, પહોંચ્યા ત્રિભુવન સંત, સર્વ જીવ કરું શાસન રસી', ઈમ ભાવે અરિહંત. એહ અપૂરવ ભાવના, સ્વામી અભુત એહ, મંગલતા પણ એહથી, પામ્યા જગપતિ તેહ. પરાકાષ્ઠા કરુણા તણી, જગમાં જેહ અનુપ, ધ્યાન કરો એ ભાવનું, લહીએ તેહનું સ્વરૂપ. તિણે પ્રભુ તાહરી દયા તણો, ઝરો વહે દિન રાત, પદર્શન માને તિણે, દયાસિંધુ અવદાત. જિગપતિ હુઆ પ્રભુ, સકલ જીવના તાત, ભિન્ન ભિન્ન નામે તુને, ભજે સકલ જગ વાત. અરિહંત-જિન નામે ભજે, તે જૈનો કહેવાય, તુજ સ્વરૂપ પિછાનીને, હૈયે ભક્તિ ઉભરાય. શંકર બ્રહ્મા વિષ્ણુને, ભજી લહે સુખશાત, શુદ્ધ સ્વરૂપ ભૂલી પ્રભુ, લહે વિવિધ તુજ વાત. તિર્ણ કારણ વિતરાગતા, ભક્ત નિહાળે તુજ,
તબ પામે કિંચિત તુને, કરતાં ભકિત અદ્ભૂત. સાધકનો અંતર્નાદ
95
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org